અજમાની ખેતી : ખર્ચ વગર મેળવો બમ્પર ઉત્પાદન

અજમાની ખેતી

મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસાની અનિયમિતતા જોવા મળી રહી છે. ઋતુચક્ર ખોરવાયું છે તેથી જ ખેતીમાં પણ ખર્ચ પ્રમાણ વધ્યું છે. સાથે સાથે ઉત્પાદનનું પ્રમાણ ઘટી રહ્યું છે. આજની આ મહત્વની પોસ્ટમાં અજમાની ખેતી અંગેની મહત્વની વાત કરશું.

આ પાક એવો છે કે ખર્ચા વગર બમ્પર ઉત્પાદન મેળવી શકાય છે તો આજની આ ઉપયોગી પોસ્ટમાં અજમાની ખેતી અંગેની વિસ્તારથી માહિતી મેળવીએઅજમાનો પાકએ મરી મસાલાના વર્ગમાં આવે છે. પરંતુ અજમાની ખેતી બાબતે ઘણી બધી તકેદારી રાખવી પડે છે.

મિત્રો અજમાની ખેતી મફતમાં પણ કરી શકાય છે. કહેવાનો મતલબ એ છે કે, અજમાની ખેતીમાં ખર્ચ ખૂબ જ નહિવત આવે છે. જેમની સામે જો ઋતુનું બંધારણ અનુકૂળ રહે તો અજમાનું ઉત્પાદન ભરપૂર માત્રામાં મેળવી શકીએ છીએ.

અજમાના વાવેતર અંગેની વાત કરીએ તો, મુખ્ય રૂપે ગુજરાતમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છની સાથે સાથે ઉત્તર ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં અજમાની ખેતી થઈ રહી છે. દેશાવરની વાત કરીએ તો, મિત્રો રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના અમુક વિસ્તારોમાં પણ અજમાની ખેતી ખેડૂતો કરી રહ્યા છે. પરંતુ ગુણવત્તાવાળા અજમાની વાત કરીએ તો, સૌથી દમદાર પાક સૌરાષ્ટ્રમાં તૈયાર થતો જોવા મળે છે.

મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા તેમજ પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં ખેડૂતો અજમાની ખેતી કરે છે. પરંતુ સૌરાષ્ટ્રમાં મુખ્ય અજમાના પાકનું વાવેતર જામનગર જિલ્લામાં થાય છે. અને અહીંના ખેડૂતો ઉત્પાદન પણ ખૂબ જ સારું એવું મેળવી રહ્યા છે.

અજમાની ખેતી

મિત્રો અજમાની ખેતી અંગેની વાવેતર પદ્ધતિની પ્રથમ વાત કરીએ તો, મુખ્યત્વે અજમાનું વાવેતર ચોમાસું સિઝન દરમિયાન કરવામાં આવે છે. પરંતુ એક વાત પણ ખાસ નોટ કરવા લાયક છે કે, ચોમાસાના પ્રારંભિક તબક્કામાં જો અજમાનું વાવેતર કર્યું હોય તો, તેનું જર્મીનેસન બરાબર આવતું નથી. કેમ કે ગરમ ઋતુમાં અજમાના બીજનું જર્મિનેશન જોઈ તેવું યોગ્ય રીતે થઈ શકતું નથી.

એટલે જ મિત્રો વાવેતરનો મુખ્ય ગાળો જોઈએ તો, જો ઓગસ્ટ મહિનાના દિવસો દરમિયાન અજમાની ખેતી કરવામાં આવે તો, એટલે કે જો અજમાનું વાવેતર કરવામાં આવે તો તેમનો ઉગાવો 100% આવે છે.

કેમકે અજમાના ઉગાવા માટે ટેમ્પરેચર માફકસર રહેવું જોઈએ. સાથે સાથે દિવસ દરમિયાન જમીન વધુ પડતી તપવી ન જોઈએ. બને તેટલું ભેજવાળું હવામાન વધુ પડતું રહે તેમ અજમાના બીજનો ઉગાવો ખૂબ જ સારી રીતે આવે છે.

ચોમાસાનું આગમન થયા બાદ વરસાદના એકાદ બે રાઉન્ડ ચાલ્યા જાય ત્યારબાદ અજમાનું વાવેતર કરવું હિતાવહ છે. કેમકે આ દિવસો દરમિયાન હવામાન મોટેભાગે વાદળછાયું રહેતું હોય છે. અને હવામાં ભેજનું પ્રમાણ પણ પુષ્કળ માત્રામાં રહેતું હોય છે. વાવેતર કર્યા બાદ હળવા ભારે વરસાદના જાપટા પડતા રહે તો, અજમાના બીજનું અંકુરણ ખૂબ જ ઝડપથી ફૂટે છે. એટલે ઉગાવો ખૂબ જ સારો એવો આવે છે.

ચોમાસા દરમિયાન જો મગફળીનું ક્યારા બાંધીને વાવેતર કર્યું હોય તો, જન્માષ્ટમીની આજુબાજુ પારા ઉપર અજમાનું વાવેતર કરી શકાય છે. એટલે આ અંતર પાક તરીકે પણ વાવી શકાય છે. કેમ કે ભાદરવા મહિના બાદ મગફળી ઉપડી જાય ત્યારબાદ અજમાના છોડને વિકાસ માટે જરૂરી જગ્યા પણ મળી જાય છે. એટલે અજમાની ખેતી એક આંતર પાક તરીકે પણ લઈ શકાય છે.

મુખ્ય પાક રૂપે જો અજમાની ખેતી કરવી હોય તો, મિત્રો અજમાનું વાવેતર 36 ઇંચ અથવા તો 48 ઇંચની જાળીએ કરવું વધુ હિતાવહ છે. કેમકે આ બંને જાળી કરતાં સાંકડી જાળીએ વાવેતર કરીયે તો, શિયાળાના દિવસો દરમિયાન અજમાના પાકમાં હવા ન લગવાથી આ અજમાનો પાક ફૂગજન્ય રોગમાં ભેળાઈ શકે છે. એટલે ખૂબ સાંકળી જાળીએ અજમાનું વાવેતર કરવું હિતાવહ નથી.

અજમાની ખેતીમાં આવતા રોગ જીવાત અંગેની વાત કરીએ. તો મિત્રો અજમાની ખેતીમાં મુખ્ય કોઈ ગંભીર રોગો જોવા મળતા નથી. ચોમાસામાં જો એકધારું વરસાદનું પ્રમાણ રહે તો, પીળીયા નામનો રોગ અજમાના છોડ ઉપર જોવા મળે છે.

જો પીળીયા નામનો રોગ દેખાય તો, અજમાનો છોડ પીળો થઈને સુકાઈ જતો હોય છે. પરંતુ જેમ જેમ હવામાન સુધરતું જાય તેમ તેમ આ રોગ પણ ઓછો થઇ જાય છે. છતાં પણ આવા તબક્કે કોઈ સારા એવા ફૂગનાશકનો તમે છંટકાવ કરી શકો છો.

અજમાની ખેતીમાં કોઈ ચુસીયા પ્રકારના રોગનો ભયંકર ઉપદ્રવ જોવા મળતો નથી. ક્યારેક ક્યારેક હવામાન ખરાબ હોય ત્યારે લીલી ઈયળ ચોમાસા દરમિયાન જોવા મળતી હોય છે. અને આ ઈયળ મોટે ભાગે છોડની ડાળી ખાનાર હોય છે. આવા તબક્કે તમે હળવા જંતુનાશકનો ઉપયોગ કરી શકો છો. અને સારું એવું રીઝલ્ટ મેળવી શકો છો. કોઈ ભારે જંતુનાશક છાંટવાની જરૂર પડતી નથી.

શિયાળાની ઋતુ દરમિયાન ઠંડીનું પ્રમાણ વધુ જો જોવા મળે અને હવામાન વાદળછાયુ બને ત્યારે અજમાના છોડ ઉપર મોલો મસીનું પ્રમાણ જોવા મળતું હોય છે. આવા તબક્કે ખાસ કરીને સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરી અને આ રોગ ઉપર કાબુ મેળવવો ખૂબ જ જરૂરી છે. કેમકે અજમાની ખેતીમાં મુખ્યત્વે મોલો વધુ પડતો જોવા મળતો હોય છે. એટલે જ સમયસર પગલાં લેવા હિતાવહ છે.

અજમાની ખેતીમાં જ્યારે દાણાનું બંધારણ થતું હોય છે, ત્યારે ખાસ કરીને સફેદ છારો નામનો રોગ જોવા મળતો હોય છે. જેને ખેડૂતો સફેદ ફૂગથી પણ ઓળખે છે. મિત્રો આવા તબક્કે સારું એવું ફૂગનાશક સમય અંતરે છાંટી દેવું.

જેથી આ સફેદ ફૂગ ઉપર તરત જ કાબુ મેળવી શકાય. જો કે આ અજમાના પાક ઉપર આવતી સામાન્ય ફૂગ છે. એકાદ બે છંટકાવ કરવાથી અજમાનો પાક સંપૂર્ણ રીતે સફેદ ફૂગથી મુક્ત બને છે.

અજમાના છોડમાં જ્યારે દાણાનો વિકાસ બરાબર થઈ રહ્યો હોય ત્યારે ઉપરથી micronutals ના છટકાવ કરવા ખૂબ જ હિતાવહ છે. જેમાં ઘણા બધા માઇક્રો ન્યુટન્સ બજારમાં ઉપલબ્ધ છે. જો સમય અંતરે દાણા ચડવાના સમયે નિયમિત અંતરે માઈક્રો ન્યુટન્સના છંટકાવ કરવામાં આવે તો, ઉત્પાદનમાં સારો એવો વધારો મેળવી શકીએ છીએ.

અજમાની ખેતીમાં અજમાનું ઉત્પાદન અંગેની વાત કરીએ તો, મિત્રો અજમાનું ઉત્પાદન સારું એવું મળે છે. જેમની સામે ખર્ચનું પ્રમાણ ખૂબ જ નહિવત જોવા મળે છે. જો હવામાન અનુકૂળ હોય તો અજમાનો પાક એ ઓછા ખર્ચે વધુ નફો આપનાર પાક છે.

સૌરાષ્ટ્રના ખેડૂતો અજમાનું ઉત્પાદન વીઘે 10 મણથી લઇને 15 મણ સુધીનું ઉત્પાદન મેળવે છે. મિત્રો એમાં પણ ખાસ કરીને જામનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં 15 મણ ઉપરનું પણ ઉત્પાદન દર વીઘાએ ખેડૂતો મેળવે છે.

મિત્રો એવરેજ અજમાના ઉત્પાદનની વાત કરીએ તો, 10 મણથી 12 મણનું ઉત્પાદન આરામથી મેળવી શકાય. ઉત્પાદનનો મુખ્ય આધાર જો હવામાન ઉપર રહેલો છે. જો હવામાન અનુકૂળ હોય તો ઉત્પાદન સારું મળે છે.

મિત્રો અજમાના પાકના બજારમાં ઉપજતા ભાવ અંગેની વાત કરીએ તો, અજમાનો ભાવ ગુણવત્તા ઉપર નક્કી થતો હોય છે. જો સારી કોલેટીના અજમા અને જો લીલા કલર સાથે તૈયાર થયા હોય તો, હાપા માર્કેટિંગ યાર્ડમાં અજમાનો સર્વશ્રેષ્ઠ ભાવ તમે મેળવી શકો છો.

છેલ્લા કેટલાક વર્ષના ભાવનો એક અંદાજ જોઈએ તો, મિત્રો સારી કોલેટીના અજમાનો ભાવ હાપા માર્કેટિંગ યાર્ડમાં 3,000 રૂપિયાથી 6,000 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવ જોવા મળી રહ્યો છે. જે ખૂબ જ સારો એવો ભાવ ગણી શકાય.

ટૂંકમાં મિત્રો અજમાની ખેતીમાં ખર્ચનું પ્રમાણ ખૂબ જ ઓછું આવે છે. જેમની સામે વળતરનું પ્રમાણ ખૂબ જ સારું એવું જોવા મળે છે. ઓછા ખર્ચે તમે વધુ નફો આ અજમાની ખેતીમાં તમે કરી શકો છો.

તો મિત્રો ગુજરાતમાં થતી ખેતીને લગતી તમામ માહિતીની સાથે સાથે ગુજરાત રાજ્યના હવામાનની માહિતી પણ નિયમિત મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો. બધા જ મિત્રોનો ખુબ ખુબ આભાર.

ફાગણ મહિનાનું હવામાન : ચોમાસાનો વર્તારો

ફાગણ મહિનાનું હવામાન

મિત્રો પ્રાચીન આગાહીઓમાં વિક્રમ સવંતના બારેય મહિનાના હવામાન મુજબ આગામી ચોમાસાનો વર્તારો સામે આવતો હોય છે. તો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં ફાગણ મહિનાનું હવામાન કેવું રહે? એ મુજબ આવનારૂ ચોમાસું વર્તારો કેવો રહે? એ અંગે મહત્વની વાત કરશું.

કારતક મહિનાની શરૂઆતથી જ ઠંડીનું જોર વધતું હોય છે. એટલે શિયાળાના ચારેય મહિનાનું હવામાન કેવું જોવા મળે તો ચોમાસું કેવું રહે? એ અંગેની આ પોસ્ટમાં વાત કરશું નહીં. પરંતુ ઉનાળુ સિઝનમાં આવતા ફાગણ મહિનાની સ્થિતિ મુજબ ફાગણ મહિનાનું હવામાન કેવું રહે? તો ચોમાસામાં કેવી પરિસ્થિતિ આકાર લ્યે? એ સંબંધિત આ પોસ્ટમાં વાત કરશું.

ફાગણ મહિનાનું હવામાન મુજબ ફાગણ મહિનાની અંજવાળી એકમે એટલે કે ફાગણ મહિનાની સુદ એકમે દિવસે શતતારકા નક્ષત્રની ઉપસ્થિતિ હોય તો તે વર્ષે દુષ્કાળ પડવાની સંભાવના વધુ રહે. ટૂંકમાં મિત્રો ફાગણ મહિનાની સુદ એકમે શતતારકા નક્ષત્ર હોવું ન જોઈએ.

ફાગણ મહિનાનું હવામાન મુજબ એક બીજો યોગ જોઈએ તો, ફાગણ સુદ સાતમ, આઠમ તેમજ નોમના દિવસે જો દિવસે મેઘ ગર્જના સંભળાય તો, મિત્રો ભાદરવી અમાસે વરસાદ આવે આવે અને આવે આ વાત લખી લેવી. એક લોકવાયકા મુજબ ચોમાસામાં આવનાર સમય શ્રાવણ વદ અમાસ પણ વર્ણવામાં આવે છે.

ફાગણ સુદ પૂનમનો ખાસ અભ્યાસ કરવો. ફાગણ મહિનાનું હવામાન મુજબ ફાગણ સુદ પૂનમને સાંજે હોળીની ઝાળ જો ઊંચી ને ઊંચી જાય તો, તે યોગ સારા ગણાતા નથી. ટૂંકમાં તે સમયે જો પવનની હાજરી ન હોય તો ચોમાસું નબળું રહે છે. તેમ જ રજા અને પ્રજા પણ દુઃખી થાય. આવી વાત પ્રાચીન વરસા વિજ્ઞાનમાં જોવા મળી રહી છે.

ફાગણ મહિનાનું હવામાન

ફાગણ સુદ પૂનમની સાંજે જો પશ્ચિમનો પવન હોય તો, ખૂબ જ સારી નિશાની ગણાય. જ્યારે દક્ષિણનો પવન વર્ષ દુષ્કાળકારક સૂચવે છે. પૂર્વનો પવન મધ્ય ચોમાસું ફળ આપનાર ગણાય છે. જ્યારે અગ્નિ કોણનો પવન ખૂબ જ ખરાબ સંકેત આપે છે.

ફાગણ મહિનાનું હવામાન મુજબ ફાગણ સુદ પૂનમને સાંજે જો વાયવ્યનો પવન હોય અથવા તો ઈશાન ખૂણાનો પવન હોય તો, પણ એ આવનારા ચોમાસા માટે શુભ સંકેતો આપે છે. આ વાત પણ લખી લેવી કેમ કે આ વિધાન પણ પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહ્યું છે.

એટલે જ મિત્રો ફાગણ સુદ પૂનમની સાંજે ખાસ અવલોકન કરવું. આ અવલોકનની રીત આજે વર્ષોથી ચાલી આવી રહી છે. એટલે જ ફાગણ મહિનાનું હવામાન મુજબ ફાગણ સુદ પૂનમને મુખ્ય રૂપે લેવામાં આવે છે. પૂનમની સાંજે હોળીના પ્રાગટ્ય સમયે ખાસ પવનનું અવલોકન કરવું. જેથી આવનારા ચોમાસાનું એક સચોટ ચિત્ર સ્પષ્ટ થતું જણાશે. મિત્રો અંગે વિગતવાર માહિતી આપણે હોળીનો પવન 2024 સંબંધિત પોસ્ટમાં વર્ણન કરેલું છે.

મિત્રો એક બીજા પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ ફાગણ મહિનાની અંધારી બીજના દિવસે જો આકાશ સ્વચ્છ હોય, વાદળ કે પછી વીજળીના કંઈ પણ ઇંધાણ ન હોય તો, શ્રાવણ અને ભાદરવા મહિનામાં વદ ત્રીજા દિવસે વરસાદ થવાની એક સારી નિશાની ગણાય. આ ઉલ્લેખ પણ ભડલી વાક્યોમાં જોવા મળી રહ્યો છે.

મિત્રો ફાગણ મહિનાનું હવામાન મુજબ ફાગણ મહિનાની અમાસે જો મંગળવાર હોય તો, તે સારી નિશાની ગણાતી નથી. કેમકે જો ફાગણ મહિનાની અમાસે મંગળવારની હાજરી હોય તો, તે વર્ષે દુષ્કાળની સંભાવના વધી જાય છે. એક લોકવાયકા મુજબ આ વાત મહા મહિનાની અમાસને અનુલક્ષીને પણ કહેવામાં આવી છે.

ફાગણ મહિનાની પૂનમના દિવસે જો શુક્રનો અસ્ત થતો હોય તો, ફાગણ મહિનાનું હવામાન મુજબ ખેડૂતો તેમજ માલધારીઓ માટે આ શુભ સંકેત નથી. એટલે ફાગણ સુદ પૂનમના દિવસે શુક્રનો જો અસ્ત થાય તો, તે ખરાબ ચિન્હ ગણાય.

ફાગણ મહિનાનું હવામાન મુજબ ફાગણ મહિનાનો વર્તારો જોઈએ તો, મિત્રો ફાગણ મહિનાના દિવસો દરમિયાન આકાશ બને તેટલું સ્વચ્છ રહે તો, આવનારું ચોમાસું સારું રહે એવા સંકેતો ગણી શકાય. ફાગણ મહિનાની શરૂઆતથી ધીરે ધીરે ગરમીનું આગમન થાય તે પણ એક સારી નિશાની ગણાય.

મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ ફાગણ મહિનાનું હવામાન કેવું રહે? તો આવનારું ચોમાસું કેવું રહે? એ અંગે વિધાનો સામે આવતા હોય છે. તો મિત્રો જો ફાગણ મહિનામાં 5 શનિવાર જે વર્ષે આવતા હોય તે, વર્ષનું ચોમાસું ખૂબ જ નબળું સાબિત થાય છે. તે વર્ષે દુષ્કાળની સંભાવના ખૂબ જ વધી જાય છે. આવું વિધાન પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહ્યું છે.

ફાગણ મહિનાની શરૂઆતના દિવસોમાં ખાખરાના વૃક્ષમાં જે ફૂલ આવે છે. તેને આપણે કેસુડાના ફૂલ તરીકે પણ ઓળખીએ છીએ. તો મિત્રો ફાગણ મહિનાના પ્રથમ પખવાડિયામાં કેસુડાના ફૂલનું આગમન જો સમયસર જોવા મળે તો, આવનારું ચોમાસું સમયસર આવશે. અને સાથે સાથે આવનારું ચોમાસું ખૂબ જ સારું રહેશે એવું ગણી શકાય.

શિયાળાના ચાર મહિના દરમિયાન ઠંડીનું પ્રમાણ જોવા મળ્યા બાદ ફાગણ મહિનાની શરૂઆત જો ધીરે ધીરે ગરમીથી થાય. તો તે વર્ષે ઋતુનું બેલેન્સ બરાબર છે. એવું માની લેવું અને ફાગણ મહિનામાં ગરમીનું સમયસર આગમનએ આવનારા ચોમાસામાં પણ વરસાદનું સમયસર આગમન થશે. એ વાતની પુષ્ટિ કરે છે.

પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત જે જે આગાહીકારો આવનારા ચોમાસા અંગેની આગાહી કરતા હોય છે. એવો માટે ફાગણ મહિનાનું હવામાન વિશેષ રૂપે મુખ્ય રહે છે. કેમ કે ફાગણ મહિનામાં હોળીના પવનને આધારે ચોમાસાનો વર્તારો સોલિડ મળતો હોય છે. એ મુજબ ફાગણ મહિનાનું હવામાન એ આવનારા ચોમાસાના અભ્યાસ માટે ખૂબ જ મહત્વનું છે.

મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી હવામાનની પેટર્નમાં મોટો ફેરફાર પણ જોવા મળી રહ્યો છે. ઋતુનું બંધારણ પણ દિવસે અને દિવસે ખોવાઈ પણ રહ્યું છે. જેનું મુખ્ય રીઝન હવામાનમાં આવેલા મોટા બદલાવને ગણી શકાય. છતાં પણ પ્રાચીન શાસ્ત્રોમાં વર્ણાવેલા યોગો મુજબ આવનારું ચોમાસું રહેતું હોય છે. એ વાત આજના સમયમાં પણ સત્યમય સાબિત થાય છે.

એટલે જ મિત્રો ઉપર આપવામાં આવેલી બધી જ વાતોનો ખાસ અભ્યાસ કરવો. કેમ કે ફાગણ મહિનાનું હવામાન કેવું રહે તો આવનારું ચોમાસું કેવું રહે? એ અંગેનું એક તારણ આપણે લગાવી શકીયે. અને જો દર વર્ષે આપણે આનો અભ્યાસ કરીએ તો, ચોમાસામાં કેવી સ્થિતિ આવે છે? એ અંગે પણ આપણે એક સમાધાન મળી જાય.

મિત્રો દેશી વિજ્ઞાન મુજબ દરેક મહિના દરમિયાન કેવું કેવું હવામાન જોવા મળે તો ચોમાસાના ચારેય મહિના દરમિયાન વરસાદની સ્થિતિ કેવી રહે એનો એક નિર્દેશ મળી જતો હોય છે જેમ કે કારતક મહિનાના ચિત્રો મુજબ અષાઢ મહિનામાં વરસાદની સંભાવના કેવી રહેશે એ અંગે એક નિર્દેશ મળી જતો હોય છે.

એ જ રીતે માગસર, પોષ તેમજ મહા મહિનામાં હવામાન કેવું રહે? તો ચોમાસાના મહિનામાં વરસાદનું પ્રમાણ કેવું જોવા મળે? જો કે આ બધી માહિતી કસ કાતરા મુજબ આધારિત ગણાય છે. પરંતુ અહીં જે રજૂ કરવામાં આવી છે તે માહિતી તેના કરતા અલગ ગણાય.

નોંધ : ફાગણ મહિનાનું હવામાન સંબંધિત ઉપર જે રજૂઆત કરવામાં આવી છે, તે Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. આ બધી જ માહિતી પ્રાચીન વર્ષા વિજ્ઞાન તેમજ ભડલી વાકયોના સિદ્ધાંત મુજબ અહીં રજૂ કરવામાં આવી છે.

મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યના હવામાન અંગેની લેટેસ્ટ ઇન્ફોર્મેશન મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. કેમ કે અમારી આ વેબસાઈટ પર સાયન્સ આધારિત તેમ જ પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત બંને માહિતી અહીં રેગ્યુલર અપડેટ કરવામાં આવે છે.

મહા મહિનાનું હવામાન : ચોમાસું 2024 હવામાન આગાહી

મહા મહિનાનું હવામાન

મિત્રો શિયાળાના મહિના દરમિયાન ઉદ્ભવેલા સમીકરણોને આધારે આવનારા ચોમાસાનું બંધારણ થતું હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં મહા મહિનાનું હવામાન કેવું જોવા મળે? એ મુજબ આવનારું ચોમાસું 2024 ગુજરાતમાં કેવું રહી શકે? એ અંગેની હવામાન આગાહી આધારીત મહત્વની વાત આ પોસ્ટમાં કરશું.

ગુજરાતના ખેડૂતો કારતક મહિનાની શરૂઆતથી જ હવામાન ની નોંધ રાખતા હોય છે, કેમ કે કારતક મહિનાથી વિધિવત શિયાળાની શરૂઆત થતી હોય છે. કારતક, માગસર, પોષ અને મહા આ 4 મહિના દરમિયાન હવામાનનું બંધારણ કેવું રચાય એ મુજબ આવનારા ચોમાસાના સમીકરણો સામે આવતા હોય છે. અને આ અભ્યાસ ગુજરાતના ખેડૂતો લગભગ વર્ષોથી કરતા આવ્યા છે.

મહા મહિનાનું હવામાન કેવું જોવા મળે? એ મુજબ આવનારું ચોમાસું 2024 કેવું રહી શકે? એ અંતર્ગત આજની આ પોસ્ટમાં જ્યોતિષશાસ્ત્ર તેમજ ભડલી વાક્યના આધારે જે જે સમીકરણો મહા મહિનાનું હવામાન દરમ્યાન ચિત્ર કેવા જોવા મળે? તો ચોમાસાની શરૂઆત કેવી થશે? અને સમગ્ર ચોમાસા દરમિયાન વરસાદની પરિસ્થિતિ કેવી જોવા મળશે? એ અંગેની વાત પ્રાચીન વર્ષના વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ કરીએ.

મહા મહિનાનું હવામાન મુજબ મહા સુદ એકમને દિવસે જો વાદળ તેમજ પવનનું પ્રમાણ વધુ પડતું જણાય. તો તે વર્ષે તેલીબિયાં પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું આવે તેમજ તેલેબિયા વર્ગના પાકો ખૂબ જ મોંઘા થાય. આવી વાત દેશી વિજ્ઞાનમાં જોવા મળી રહી છે.એ જ રીતે મિત્રો મહા સુદ બીજના દિવસનું પણ ખાસ અવલોકન કરવું.

મહા સુદ એટલે કે મહા સુદ અંજવાળી બીજને દિવસે વાદળા આકાશમાં છવાય તો, તે વર્ષે અન્નનું ઉત્પાદન ખૂબ જ ઓછું થાય. મિત્રો મોટેભાગે ગુજરાતમાં શિયાળુ પિયતમાં ઘઉંનું વાવેતર કરવામાં આવતું હોય છે. જો મહા સુદ બીજને દિવસે હવામાન વાદળછાયુ દેખાય તો, ઘઉંનું ઉત્પાદન ઓછું થાય.

મિત્રો મહા મહિનાનું હવામાન અંગે એક ઘનિષ્ઠ વિચાર કરીએ તો, મહા સુદ પાંચમના દિવસે એટલે કે મહા મહિનાની અંજવાળી પાંચમના દિવસે જો સતત ઉતરનો પવન ફૂંકાય તો, તે વર્ષે ભાદરવા મહિનામાં વરસાદની ખૂબ જ અછત જોવા મળે. મોટેભાગે ભાદરવો મહિનો વરસાદ વગરનો સાબિત થાય. અને જો ભાદરવા મહિનામાં જો વરસાદી હવામાન જામે તો પણ ખંડ વૃષ્ટિના યોગ વધુ પડતા જોવા મળે.

મહા મહિનાની સુદ છઠનો પણ ખાસ અભ્યાસ કરવો. મિત્રો મહા મહિનાનું હવામાન મુજબ મહા સુદ છઠના દિવસે જો સોમવાર આવતો હોય તો, ઘી તેમજ તેલ જેવા પદાર્થો ખૂબ જ મોંઘા થાય. અને જો તે દિવસે એટલે કે મહા સુદ છઠના દિવસે હવામાન વાદળમય બને અને ક્યાંક છાંટા છૂટી અથવા તો વરસાદ જોવા મળે તો તે વર્ષે કપાસના ભાવ ખૂબ જ વધે.

મહા મહિનાનું હવામાન

મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાન મુજબ મહા મહિનાનું હવામાન મુજબ વર્ષનો નીચોડ મળતો હોય છે. એ મુજબ મહા સુદ સાતમે જો સૂર્ય વાદળોથી ઘેરાયેલો હોય તો, અષાઢ મહિનામાં સારો વરસાદ થાય એવી નિશાની ગણવી. અને જો તે દિવસે ઠંડીનું પ્રમાણ જોવા મળે અથવા તો વીજળી થાય તો પણ ચોમાસાના ચારેય મહિના દરમિયાન વરસાદની સંભાવના ખૂબ જ રહે.

મહા મહિનામાં બનતા બીજા યોગની વાત કરીએ તો, મહા મહિનાનું હવામાન મુજબ મહા સુદ અષ્ટમી એટલે કે મહા સુદ આઠમના દિવસે જો સૂર્ય વાદળાથી સંપૂર્ણ રીતે ઢંકાયેલો હોય અને રાત્રે જો ચંદ્રનો ઉદય થાય ત્યારે આકાશ સ્વચ્છ જોવા મળે તો, તે નિશાની સારી ગણાય નહીં. કેમકે આવી પરિસ્થિતિનું નિર્માણ જો જોવા મળે તો, રાજા જેવા માણસને પણ ભાગી જવું પડે એવી પરિસ્થિતિ સર્જાય.

ભડલી વાક્યોના સિદ્ધાંત પ્રમાણે મહા મહિનાનું હવામાન મુજબ એક વિશેષ યોગનું બંધારણ જોઈએ તો, મહિના દરમિયાન જો પાંચ રવિવારનું અસ્તિત્વ જોવા મળે તો, તે વર્ષે લગભગ દુષ્કાળનો ભય રહે. એટલે કે મહા મહિના દરમિયાન જો 5 રવિવાર આવતા હોય તો, આવનારા ચોમાસામાં વરસાદની ખૂબ જ અછત જોવા મળે.

મહા મહિનામાં બનતા સર્વશ્રેષ્ઠ યોગની વાત કરીએ તો, મિત્રો મહા મહિનાનું હવામાન મુજબ મહિનાની વદી સાતમે એટલે કે મહા મહિનાની અંધારી સાતમે જો આકાશમાં વાદળ વીજળી અથવા તો માવઠાના કોઈ સંકેતો જોવા મળે તો, ચોમાસામાં અષાઢ, શ્રાવણ અને ભાદરવા મહિનામાં વરસાદી દિવસો ખૂબ જ જોવા મળશે. એટલે કે આ મહિનાઓ વરસાદથી ભરચક રહે. આ વાત લખી લેવી.

જ્યારે મહા મહિનાનું હવામાન મુજબ આવનારા ચોમાસાના ભાદરવા મહિના અંગેનો એક વિચાર કરીએ તો, મિત્રો મહા વદ અમાસના દિવસે જો આકાશમાં વાદળોનું પ્રમાણ જોવા મળે. તો ભાદરવા મહિનાની પૂનમના દિવસે બે સુમાર વરસાદ થાય. સાથે સાથે જો આ યોગનું નિર્માણ થાય તો, ખેતીમાં ઉત્પાદન પણ ખૂબ જ સારું આવે. રાજા તેમજ પ્રજા પણ સુખી થાય.

એકબીજા સિદ્ધાંત મુજબ મહા મહિનાની વદી નોમે જોકે આપણી પોષ વદ નોમ ગણાય. તો તે દિવસે જો મૂળ નક્ષત્ર હોય અથવા તો શુક્રવાર આવતો હોય તો, ભાદરવા મહિનાની અંધારી નોમે એટલે કે આપણી શ્રાવણ મહિનાની અંધારી નોમે ચોક્કસ વરસાદ થાય.

મિત્રો મહા મહિનાના અંજવાળીયા પક્ષમાં તેમજ અંધારીયા પક્ષમાં બંને દિવસોનું ખાસ અવલોકન કરવું. કેમ કે ઉપર જણાવેલી માહિતી મુજબ જે તે દિવસે કેવા યોગનું નિર્માણ થાય? તો આવનારું ચોમાસું કેવું રહે? એ અંગે ઘણા બધા સમીકરણ સામે મળી જાય.

વર્ષ 2024 દરમ્યાન મહા મહિનાના દિવસોનું ખાસ અવલોકન કરવું. જેથી આવનારું ચોમાસું એટલે કે ચોમાસું 2024 ગુજરાત માટે કેવું રહી શકે? ચોમાસું 2024 દરમિયાન કયા મહિનામાં વરસાદની શક્યતા કેવી ઊભી થશે? આ માહિતી મિત્રો પ્રાચીન વિજ્ઞાનના આધારે પણ મેળવી શકાય છે. કેમ કે અગાઉના સમયમાં ટેકનોલોજીના સાધનો ન હોવા છતાં પણ ચોમાસા અંગેનું પૂર્વ અનુમાન સચોટ કાઢતા.

આવી અસંખ્ય વાતો ભડલી વાક્યોમાં જોવા મળી રહી છે. ભડલી વાક્યોના સિદ્ધાંત મુજબ જે તે મહિનામાં કેવું હવામાન જોવા મળે? તો એ મુજબ આવનારૂ ચોમાસું તેમજ સંપૂર્ણ વર્ષનો નીચોડ સામે આવતો હોય છે. મિત્રો આજની આ પોસ્ટમાં રજૂ કરવામાં આવેલુ મહા મહિનાનું હવામાન મુજબ ચોમાસું 2024 કેવું રહી શકે એ અંગે તમને ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન મળી જશે.

ટૂંકમાં મહા મહિનાના હવામાનનો એક ટૂંકો સાર મેળવીએ તો, મિત્રો મહા મહિનાનું હવામાન બને તેટલું વાદળછાયું રહે એ એક આવનારા ચોમાસા માટે સારી નિશાની ગણી શકાય. મહા મહિનાના અંતિમ દિવસોમાં ગરમીની ધીરે ધીરે શરૂઆત થાય એ પણ ઋતુના બેલેન્સ માટે ખૂબ જ સારી નિશાની ગણી શકાય. એટલે જ મહા મહિનો 2024 ના દિવસોનું ખાસ અવલોકન કરવું.

છેલ્લા ઘણા વર્ષોમાં હવામાનની પેટર્નમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. કેમ કે હાલ ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટને કારણે ઘણી વખત પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સુત્રો પણ સાચા અર્થમાં સત્યમય ઊભા રહેતા નથી. છતાં પણ આજે હજારો વર્ષોથી લોકવાયકામાં ગુથાયેલી વાતોને પણ સાવ પાણીના મોલમાં કાઢી નાખવી ન જોઈએ. એટલે જ દર વર્ષે અવલોકન કરીયે તો, પ્રાચીન શાસ્ત્રોના સમીકરણોને સમજી શકીયે.

હવામાનના મોડલ અંગે થોડીક માહિતી મેળવીએ તો, મિત્રો વર્ષ 2024 દરમિયાન હવામાનના લાંબાગાળાના મોડલો ચોમાસું 2024 માટે સારી પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે. હવામાનના મોડલ મુજબ ચોમાસાને મુખ્ય અસર કરતા પરિબળોમાં અલ નીનો તેમજ IOD સકારાત્મક વલણમાં જોવા મળી રહ્યા છે. જે ગુજરાતવાસીઓ માટે ખરેખર સારા સમાચાર ગણી શકાય.

કેમ કે જ્યારે જ્યારે હવામાનના લાંબાગાળાના મોડલો જયારે જ્યારે સારી સ્થિતિમાં જોવા મળતા હોય છે. ત્યારે ત્યારે ગુજરાતનું ચોમાસું હંમેશા નોર્મલ અથવા તો નોર્મલ કરતાં પણ સારું રહ્યું હોય એવા સમીકરણો ભૂતકાળના ઘણા વર્ષોમાં આપણે જોવા મળ્યા છે. એ મુજબ વર્ષ 2024 નું ચોમાસું પણ સારું નીવડે એવી આપણે આશા કરીએ.

નોંધ : મિત્રો હવામાન આધારિત ઉપર જણાવવામાં આવેલી માહીતી એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહીતી નથી. ઉપર રજૂ કરવામાં આવેલી તમામ માહિતી એ ભડલી વાક્યના સિદ્ધાંત મુજબ રજૂ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય સંબંધિત હવામાન અંગેની સચોટ માહિતી રેગ્યુલર મેળવવા માટે અમારી વેબસાઇટ સાથે જોડાયેલા રહેજો. કેમકે ચોમાસા દરમિયાન વરસાદની સંભાવના કેવી રહેશે? એ અંતર્ગત આધુનિક સાયન્સના મોડલોને આધારે અમે નિયમિત વરસાદની આગાહી આ વેબસાઈટના માધ્યમથી રજૂ કરીએ છીએ. તો અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો.

આદ્રા નક્ષત્ર 2024 : વાવણી લાયક વરસાદની આગાહી

આદ્રા નક્ષત્ર 2024

ધીરે ધીરે ચોમાસાના દિવસો હવે નજીક આવી રહ્યા છે. ઉનાળુ ઋતુનું ધીરે ધીરે આગમન દેખાઈ રહ્યું છે. ત્યારબાદ વિધિવત ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં થશે. આજની આ મહત્વની પોસ્ટમાં આદ્રા નક્ષત્ર 2024 સંબંધિત વાવણી લાયક વરસાદની ગુજરાત રાજ્યમાં સંભાવના ક્યારે રહેશે? તે અંગેની વાત કરશું.

દર વર્ષે રાજ્યમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર થતી હોય છે. પ્રારંભિક તબક્કામાં પ્રી મોનસુન એક્ટિવિટી પણ દમદાર જોવા મળતી હોય છે. જોકે સૌથી વધુ પ્રિ મોનસુન એક્ટિવિટીની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળતી હોય છે.

સૌરાષ્ટ્રમાં મોટે ભાગે જુનાગઢ, રાજકોટ, અમરેલી આ જિલ્લાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડતો હોય છે. અને વાવણી લાયક વરસાદ પણ આ પ્રિ મોન્સુન એક્ટિવિટીના ગાળા દરમિયાન જોવા મળતો હોય છે. પરંતુ આ વિસ્તારો ખૂબ જ ઓછા હોય છે.

વરસાદના નક્ષત્ર ની વાત કરીએ તો, આદ્રા નક્ષત્રથી ચોમાસાની વિધિ વાત શરૂઆત થતી હોય છે. જોકે મિત્રો અમુક વર્ષોમાં મૃગશીર્ષ નક્ષત્રમાં પણ ચોમાસું બેસી જતું હોય છે. પરંતુ જ્યારે જ્યારે વહેલી વરસાદની સિસ્ટમ અરબ સાગરમાં બનતી હોય છે, આવા તબક્કે મૃગશીર્ષ નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ જોવા મળતો હોય છે. પરંતુ ચોમાસાની મુખ્ય શરૂઆત આદ્રા નક્ષત્ર 2024 થી થશે.

મુખ્યત્વે દર વર્ષે 21 અથવા 22 જૂનની આજુબાજુ આદ્રા નક્ષત્રનું આગમન થતું હોય છે. એટલે કે મોટેભાગે લગભગ 22 જૂન આદ્રા નક્ષત્ર બેસતું હોય છે. મિત્રો આજની આ પોસ્ટમાં સૂર્ય નારાયણ ભગવાનનો આદ્રા નક્ષત્ર 2024 માં મંગલમય પ્રવેશ ક્યારે થશે? અને આદ્રા નક્ષત્ર 2024 દરમિયાન વરસાદ તેમજ વાવણીની સંભાવના કેવી જોવા મળશે? એ અંગેની મહત્વની વાત આ પોસ્ટમાં કરશું.

આદ્રા નક્ષત્રને ચોમાસાનો દરવાજો ગણવામાં આવે છે. કેમ કે આદ્રા નક્ષત્ર બેસતા જ હવામાં ભેજનું પ્રમાણ વધતું હોય છે. આકાશમાં ઘનઘોર વાદળાનું પ્રમાણ પણ ભરચક જોવા મળતું હોય છે. કેમકે આદ્રા નક્ષત્રએ ચોમાસાનું પ્રવેશ દ્વાર ગણાય છે.

આ નક્ષત્રમાં જાણે ચોમાસું બેસી ગયું હોય એવો અનુભવ થતો હોય છે. મિત્રો જે જે વર્ષે આદ્રા નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ થયો હોય, તે તે વર્ષ લગભગ સારું જ પસાર થયું હોય છે. આવા દાખલા ભૂતકાળના ઘણા વર્ષોમાં જોવા મળી રહ્યા છે.

જે જે વર્ષે આદ્રા નક્ષત્રમાં વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે, તે તે વર્ષ લગભગ નબળું અથવા તો ખંડ વૃષ્ટિ કારક પસાર થયું છે. એટલે જ આદ્રા નક્ષત્રમાં જો વરસાદનો રાઉન્ડ મોટો જોવા મળે તો, તે વર્ષ લગભગ 12 આની જા 14 આની જેટલું સારું જાય છે.

મિત્રો આદ્રા નક્ષત્રનો વરસાદ જે ચોમાસા માટે એક સોનાની કડી સમાન ગણવામાં આવે છે. જો આ નક્ષત્રમાં વરસાદની શરૂઆત ધમાકેદાર થાય તો, લગભગ તે વર્ષે બધા જ વરસાદના નક્ષત્રોમાં વધતો ઓછો વરસાદ જોવા મળતો હોય છે. આવી એક લોકવાયકા જોવા મળી રહી છે.

આદ્રા નક્ષત્ર 2024 અંગેની વાત કરીએ તો, મિત્રો આ વર્ષે આદ્રા નક્ષત્ર 2024 મધ્યમથી સારું ફળ આપે એવું વર્ણન જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ જોવા મળી રહ્યું છે. વર્ષ 2024 દરમિયાન આદ્રા નક્ષત્ર 2024 ની શરૂઆત ખૂબ જ સારી થાય એવા યોગોનું નિર્માણ જોવા મળી રહ્યું છે. ટૂંકમાં મિત્રો આદ્રા નક્ષત્ર 2024 ના પ્રથમ પાયામાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદના યોગ પણ આ વર્ષે જોવા મળી રહ્યા છે.

આદ્રા નક્ષત્ર 2024

મિત્રો આ વર્ષે વિક્રમ સવંત 2080 માં સૂર્ય નારાયણ ભગવાનનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ જેઠ સુદ ચૌદશના રોજ થશે. વાર શુક્રવાર હોવાથી ખૂબ જ સારી બાબત ગણી શકાય. શુક્રવાર હોવાથી વર્ષ 2024 માં આદ્રા નક્ષત્ર 2024 મધ્યમથી સારું ફળ આપનાર ગણી શકાય. મિત્રો આ વર્ષે Dt : 21-6-2024 ના રોજ રાત્રે સૂર્ય આદ્રા નક્ષત્ર 2024 માં વિધિવત પ્રવેશ કરશે.

મિત્રો એક મહત્વની વાત એ છે કે, આદ્રા નક્ષત્રમાં સૂર્ય જે દિવસે આવે, તે દિવસે જે વાર હોય, તે વર્ષનો મેધેશ બને છે. તો આ વર્ષે વર્ષનો મેધેશ શુક્ર બને છે. કેમ કે આદ્રા નક્ષત્ર 2024 દરમિયાન સૂર્ય નારાયણ ભગવાનનો વિધિવત પ્રવેશ શુક્રવારે થાય છે. શુક્ર મેધેશ બનતા સર્વત્ર મંગલમય યોગ ઊભા થાય એવી પરિસ્થિતિનું નિર્માણ આ વર્ષના જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ જોવા મળી રહ્યું છે.

હવે મિત્રો આદ્રા નક્ષત્ર 2024 ના વાહન અંગેનો વિચાર કરીએ તો, મિત્રો આ વર્ષે આદ્રા નક્ષત્ર 2024 દરમિયાન વાહન મોરનું છે. જે ખૂબ જ શુભમય ગણી શકાય. વાહન મોરનું હોવાથી ભરપૂર માત્રામાં વરસાદના યોગો જોવા મળશે.

કેમ કે જે વાહનને વરસાદ પ્રિય હોય, તે વાહન જે તે નક્ષત્રનું હોય, તો તે નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના સારી એવી જોવા મળતી હોય છે. તો આ વર્ષે 2024 દરમિયાન આદ્રા નક્ષત્ર 2024 નું વાહન મોરનું હોવાથી ખૂબ જ મંગલમય ગણી શકાય.

આદ્રા નક્ષત્ર 2024 અંગે સંજોગ્યા યોગની માહિતી મેળવ્યે તો, મિત્રો આ વર્ષે વિક્રમ સવંત 2080 ના વર્ષમાં આદ્રા નક્ષત્ર 2024 દરમિયાન સ્ત્રી-પુ-ચં-સૂ સંજોગીયું યોગ જોવા મળી રહ્યુ છે. જે પણ એક શુભ સમાચાર ગણી શકાય. કેમ કે આવી પરિસ્થિતિમાં આદ્રા નક્ષત્રના દિવસો દરમિયાન વરસાદના એક પછી એક રાઉન્ડ જોવા મળતા હોય છે.

ટૂંકમાં મિત્રો આદ્રા નક્ષત્ર 2024 દરમિયાન આ વર્ષે વરસાદના મધ્યમથી સારા યોગનું નિર્માણ જોવા મળી રહ્યું છે. જે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ આશાનું કિરણ ગણી શકાય. કેમ કે આ વર્ષે ચોમાસું સારું જાય એવા યોગોનું નિર્માણ જોવા મળી રહ્યું છે.

આદ્રા નક્ષત્ર દરમિયાન એક ખાસ વાતનું અવલોકન કરવું કે, આદ્રા નક્ષત્રના દિવસો દરમિયાન પવન જો આચકે આચકે ફુંકાય, હવામાં બાફનું પ્રમાણ વધી જાય અને રાત્રે દેડકાનો અવાજ ભરપૂર માત્રામાં સંભળાય. દેડકાનું પ્રમાણ જમીન ઉપર વધુ જોવા મળે તો, એક અવશ્ય વિચાર કરશો કે, આદ્રા નક્ષત્ર દરમ્યાન મેધ રાજા ભરપૂર માત્રામાં કૃપા કરશે. સર્વત્ર પાણી પાણી થાય એવા યોગનું નિર્માણ જોવા મળશે.

આદ્રા નક્ષત્રના દિવસો દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ પડતું જોવા મળતું હોય છે. સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ ખૂબ જ અધિક માત્રામાં જોવા મળતું હોય છે. આદ્રા નક્ષત્રના દિવસો દરમ્યાન બપોર બાદ મંડાણી વરસાદની સંભાવના પણ વધુ જોવા મળતી હોય છે.

મુખ્યત્વે બપોર બાદના સમયગાળામાં ઘનઘોર કાળા વાદળો આકાશમાં રચાતા હોય છે. અને જે તે વિસ્તારમાં વરસાદ પડતો હોય છે, તે વિસ્તારોમાં પલવારમાં નદીનાળા વહી જતા હોય છે. આવા યોગો આદ્રા નક્ષત્રમાં જોવા મળતા હોય છે.

મોટેભાગે આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન ગોવા અથવા તો મુંબઇની આજુબાજુ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું હોય છે. અને ગુજરાતમાં પણ પ્રિમોન્સૂન એક્ટિવિટી ભરપૂર માત્રામાં જોવા મળતી હોય છે. અપવાદરૂપ ઘણા વર્ષોમાં આદ્રા નક્ષત્રની શરૂઆતના દિવસોમાં જ ગુજરાતમાં વિધિવત ચોમાસાની એન્ટ્રી થઈ જતી હોય છે. કેમકે આવી પરિસ્થિતિ પણ ઘણા વર્ષોમાં જોવા મળી છે.

પાછલા ધણા વર્ષોમાં આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન અરબ સાગરમાં પણ વરસાદની મોટી મોટી સિસ્ટમ આકાર લેતી હોય એવા દાખલા જોવા મળ્યા છે. જો આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન અરબ સાગરમાં કોઈ મોટી સિસ્ટમ બનીને ગુજરાતની આજુબાજુથી પસાર થાય તો, પણ ગુજરાતમાં લગભગ મોટાભાગના વિસ્તારોમાં એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આ નક્ષત્રના સમયગાળા દરમિયાન જોવા મળતો હોય છે.

પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ જો આદ્રા નક્ષત્રના દિવસોમાં વરસાદની શરૂઆત ધમાકેદાર જોવા મળે તો, વરસાદના બધા નક્ષત્રોમાં વરસાદનું પ્રમાણ સારું એવું જોવા મળશે. પરંતુ જો આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદ ન થાય તો, એ સારા સમાચાર ગણી ન શકાય. કેમ કે તે વર્ષ નબળું પસાર થાય એવી શક્યતા પ્રાચીન લોકવાયકા મુજબ ગણી શકાય.

ખાસ નોંધ : આદ્રા નક્ષત્ર 2024 સંબંધિત જે વાત રજૂ કરવામાં આવી છે, આ માહિતી જ્યોતિષશાસ્ત્રના માધ્યમ ઉપરથી રજૂ કરવામાં આવી છે. આ માહિતી Weather Tv વેબસાઈટની કોઈ પર્સનલ માહિતી નથી.

કૃતિકા નક્ષત્ર 2024 : ચોમાસાનું ચિત્ર કેવું રહી શકે

કૃતિકા નક્ષત્ર 2024

ચોમાસાની શરૂઆત પહેલા કૃતિકા, ભરણી અને રોહિણી નક્ષત્ર મહત્વનો ભાગ ભજવતા હોય છે. મિત્રો આજની આ પોસ્ટમાં કૃતિકા નક્ષત્ર 2024 અંતર્ગત ચોમાસાનું ચિત્ર કેવું રહી શકે? એ અંગે થોડીક માહિતી મેળવશું.

આ વર્ષે શિયાળામાં મોટાભાગના દિવસો ઠંડીથી બાકાત રહ્યા છે. જે ઋતુનું થોડુ અનબેલેન્સ ગણી શકાય એટલે જ આવી વિચિત્ર પરિસ્થિતિની વચ્ચે 2024 નું ચોમાસું કેવું થશે? એ એક ખરેખર ખૂબ જ અઘરો સવાલ છે.

કેમકે આ વર્ષે શિયાળામાં પણ શરૂઆતના બે મહિનામાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળ્યું હતું. ચોમાસાની શરૂઆત કેવી થશે? ચોમાસા દરમિયાન વરસાદ કેવો જોવા મળશે? આ બાબતે ખેડૂતો માટે એક કઠિન સવાલ ગણી શકાય. આવી અમુક સારી તેમજ અમુક વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે આવનારું ચોમાસું કેવું જશે? એ બાબતની ચર્ચા આજની પોસ્ટમાં કરશું.

મિત્રો સાયન્સના પેરામીટર મુજબ મોટાભાગના પેરા મીટરોમાં આવનારૂ ચોમાસું સામાન્ય રહે એવા સંકેતો મળી રહ્યા છે. તો બીજી તરફ પણ ભારતની ખાનગી વેધર સંસ્થા સ્કાયમેટ વેધરના વૈજ્ઞાનિકો દ્વારા આ વર્ષે ચોમાસું 2024 સામાન્ય રહી શકે એવી આગાહી કરવામાં આવી છે. જે ગુજરાતવાસીઓ માટે એક રાહતના સમાચાર ગણી શકાય.

પરંતુ આજે આપણે પ્રાચીન વર્ષા વિજ્ઞાનના એક પરિબળની વાત કરીશું. જે પણ તમને રાહતનો શ્વાસ લેવામાં મદદ કરશે. તો મિત્રો ગમે તેટલા ખરાબ દોષોનું નિર્માણ થયું હોય, તો પણ પ્રાચીન વર્ષા વિજ્ઞાનના પાસા મુજબ કૃતિકા નક્ષત્ર 2024 માં જો વાદળ વીજળી છાંટા કે માવઠું થાય તો, વર્ષ દરમિયાન બંનેના બધા જ ખરાબ દોષોનું ધોવાણ આ કૃતિકા નક્ષત્ર કરી નાખે છે.

અને આવનારા ચોમાસામાં સારા વરસાદની મહોર આ કૃતિકા નક્ષત્ર મારે છે આવું વિધાન પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહ્યું છે. મોટેભાગે દર વર્ષે 11 મેથી 24 મે દરમિયાન કૃતિકા નક્ષત્રનો સમયગાળો જોવા મળતો છે.

કૃતિકા નક્ષત્ર 2024

મિત્રો કૃતિકા નક્ષત્ર 2024 દરમિયાન જો આ દિવસોમાં માવઠું થાય તો, વર્ષ દરમિયાન બધા જ દોષોનું ધોવાણ કરી અને સારા જ ચોમાસાનું ચિત્ર ઊભું કરે છે. માટે આવનારું 2024 નું ચોમાસું ટનાટન રહે. આ બાબતે કોઈ શંકા કરવી નહીં. કેમ કે આ સત્ય વિધાન વર્ષા વિજ્ઞાનનું વિધાન છે.

જો કૃતિકા નક્ષત્ર 2024 દરમિયાન આ યોગનું નિર્માણ થાય તો, ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર ગણી શકાય. કેમકે કૃતિકા નક્ષત્ર 2024 દરમ્યાન જો છાટા છૂટી કે પછી હળવું માવઠું થાય તો, શિયાળા દરમિયાન બનેલા બધા જ ગર્ભોનો વરસાદ ચોમાસાના સમયગાળા દરમિયાન જોવા મળે છે. આવું ભડલી વાક્યમાં પણ જોવા મળે છે.

તો વૈજ્ઞાનિક ઢબનું એક પરિબળ એલ નીનો પણ સામાન્ય સારા ચોમાસાના તરફેણમાં રહેશે. અને બીજી તરફ એક બીજું મહત્વનું પરિબળ છે, ઇન્ડિયન ઓશન ડાયપોલ. જે ભારતના ચોમાસાને સપોર્ટ આપે એવી અપડેટ પણ હવામાનના સાયન્સના મોડલોમાં જોવા મળી રહી છે. જે પણ એક પ્લસ પોઈન્ટ ગણી શકાય.

ટૂંકું અને ટચ આવનારું ચોમાસું 2024 ગુજરાત માટે સારું રહી શકે છે. કેમકે lod સારા ચોમાસાની મહોર મારશે. મિત્રો ઉતાસણી ગયા બાદ ફાગણ મહિનાના 15 દિવસ ખૂબ જ ગરમીનો માહોલ હોવો જોઈએ. ચૈત્ર મહિનાની શરૂઆત પણ ગરમીથી થવી જોઈએ. જો કે ચૈત્ર મહિનામાં આવતા છેલ્લા નક્ષત્ર ઉપરથી આવનારા ચોમાસાનું અનુમાન સ્પષ્ટ થતું હોય છે.

જેમાં મુખ્ય નક્ષત્ર ભરણી, કૃતિકા અને રોહિણી આ 3 નક્ષત્ર ઉપરથી ચોમાસાના ચિત્રનો મોટાભાગનો સંકેત મળી જતો હોય છે. ભરણી નક્ષત્રમાં ગરમીનો પારો ખૂબ જ ઊંચો હોવો જોઈએ. ભીરણી નક્ષત્રમાં જ છાટા છૂટી કે રાત્રે વીજળી થાય તો આવનારા ચોમાસા માટે એ એક ખરાબ સંકેત ગણી શકાય.

મિત્રો એ જ રીતે કૃતિકા નક્ષત્ર 2024 દરમ્યાન જો મેધાવી માહોલ જમાવટ કરે અથવા તો ભલે ખાલી માત્ર છાંટા છૂટી થાય તો, પણ આવનારૂ ચોમાસું 2024 સોના જેવું સાબીત થશે.

મતલબ કે આવનારું ચોમાસું ખૂબ જ જમાવટ કરી શકે. કેમકે જો કૃતિકા નક્ષત્ર 2024 માં માત્ર અને માત્ર બે છાંટા પડે તો પણ કૃતિકા નક્ષત્રથી પાછલા દિવસો છેક કારતક મહિનાની શરૂઆત થઈ હોય તે બધા દિવસોમાં જે ખરાબ દોષો ઉદ્ભવ્યા હોય તે બધા દોષોનું એક જ ઝાટકે ધોવાણ કરી નાખે છે.

એટલે કે ખરાબ દોષોનું નિરાકરણ આ કૃતિકા નક્ષત્રમાં થયેલા છાટાથી નબળા દોષોનું બધું જ ફળ સમાપ્ત થાય છે. અને આવનારૂ ચોમાસું ખૂબ જ સારું જાય છે. આવું વિધાન પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહ્યું છે. એજ રીતે જો રોહિણી નક્ષત્રના પ્રથમ ચરણમાં વરસાદ થાય તો, આવનારા ચોમાસા માટે ખરાબ ફળ ગણી શકાય.

રોહિણી નક્ષત્ર ના બીજા ચરણમાં જો વરસાદ થાય તો, ઘાસનો સ્તંભ ગણાય એટલે તે વર્ષે ઘાસ સિવાય બીજું કંઈ થતું નથી. મિત્રો રોહિણી નક્ષત્રના પ્રથમ તબક્કામાં જો ગરમી પડે અને રોહિણી નક્ષત્રના છેલ્લા પાયામાં જો હવામાન ઠંડુ જણાય અને જો છાંટા છૂટી પણ છેલ્લા તબક્કામાં જોવા મળે તો આવનારા ચોમાસા માટે એ એક સારી નિશાની ગણાય.

જોકે આ બાબતમાં મતભેદ પણ જોવા મળી રહ્યો છે. આ પોસ્ટનો મુખ્ય ઉલ્લેખ કૃતિકા નક્ષત્ર 2024 અંગેનો છે. કૃતિકા નક્ષત્રમાં જે જે વર્ષે માવઠા જોવા મળ્યા છે તે તે વર્ષ મોટેભાગે 12 આની થી 16 આની સુધીના જોવા મળ્યા છે. અને આવા ઘણા બધા વર્ષોના દાખલા આપણે ભૂતકાળમાં જોવા મળ્યા છે.

એટલે જ કૃતિકા નક્ષત્ર 2024 માં જો માવઠું થાય તો, તે માવઠાને ખૂબ જ મંગલમય અને શુભ ગણવામાં આવશે. એટલે જ કૃતિકા નક્ષત્રને આવનારા ચોમાસાની ધોરી નસ સમાન ગણવામાં આવે છે. જો કૃતિકા નક્ષત્રમાં છાંટા છૂટી ન થાય અને જો ભરણી નક્ષત્ર પણ સાવ કોરું જાય તો, પણ આવનારું ચોમાસું દુષ્કાળમય સાબિત થશે નહીં.

મોટેભાગે આવનારું ચોમાસું વરસાદી દિવસો માટે સારું રહે છે. ભલે ધન ધાન્યના ઢગલા ન થાય. પરંતુ પાણીની અછત જોવા મળશે નહીં. એટલે કૃતિકા નક્ષત્રની બંને સાઈડનો દર વર્ષે ખાસ અભ્યાસ કરવો. અમુક અમુક આગાહીકારો માત્ર આખા વર્ષમાં કૃતિકા નક્ષત્રનું જ ચિત્ર જોઈ અને આવનારા ચોમાસાનું અનુમાન લગાવતા હોય છે.

તેઓ કસ કાતરા કે પછી હોળી કે અખાત્રીજના પવનો પણ અભ્યાસ કરતા નથી. માત્ર કૃતિકા નક્ષત્રને આધારે જ આવનારા ચોમાસાનું ચિત્ર સામે ધરતા હોય છે. એટલે જ કૃતિકા નક્ષત્રને ચોમાસાની ધોળી નસ સમાન ગણવામાં આવે છે.

અગાઉના સમયમાં જ્યારે સાયન્સના ઉપકરણો હતા નહીં ત્યારે લોકો નક્ષત્રના વિજ્ઞાન ઉપર ખાસ વિશ્વાસ રાખતા કેમ કે જે તે ઋતુ દરમિયાન જે તે નક્ષત્રમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેની સીધી અસર આવનારા ચોમાસામાં કેવી રહેશે? આ બાબતે સચોટ અભ્યાસ કરતા હતા.

એટલે જ નક્ષત્રનું વિજ્ઞાન આજે સદીઓથી પણ ચાલી આવી રહ્યું છે અને આજના આ ટેકનોલોજી ના સમયમાં પણ ગુજરાત તેમજ રાજસ્થાનના ખેડૂતો આજે નક્ષત્રના વિજ્ઞાન ઉપર અથાગ વિશ્વાસ રાખે છે. એટલે જ ગુજરાત વાસીઓ માટે નક્ષત્ર અંગેની લોકવાયકા આજે વર્ષોથી વણાયેલી છે.

મિત્રો ચોમાસા દરમિયાન જો હવામાનની આગોતરી માહિતી મળી જાય તો, ખેડૂતો માટે એક ખરેખર મદદરૂપ સાબિત થાય. એટલે જ સમગ્ર રાજ્યના હવામાન અંગેની સચોટ અને નિયમિત અપડેટ રેગ્યુલર મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv સાથે હંમેશા જોડાયેલા રહેજો. બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

ટીટોડીના ઈંડા મુજબ ચોમાસું થશે ટનાટન : Monsoon Forecast

ટીટોડીના ઈંડા મુજબ ચોમાસું

મિત્રો જેમ જેમ ચોમાસું નજીક આવતું જાય છે. ટીટોડીના ઈંડા મુજબ ચોમાસું થશે ટનાટન અંતર્ગત આ પોસ્ટમાં થોડીક વાત કરશું. જેમ જેમ ચોમાસું નજીક આવશે તેમ તેમ દેશી વિજ્ઞાન આધારિત આગાહીઓ પણ આવતી જતી હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં ટીટોડીના ઈંડાને આધારે આવનારું ચોમાસું કેવું રહી શકે? એ અંતર્ગત થોડીક માહિતી મેળવવાનો પ્રયાસ કરશું.

આમ જોવા જઈએ તો, ટીટોડીના ઈંડા ખેતરના શેઢા પારે અથવા તો ખેતરમાં મોટેભાગે જોવા મળતા હોય છે. અને ટીટોડીના ઈંડા વર્ષમાં મોટેભાગે ચૈત્ર તેમજ વૈશાખ મહિનાના સમયગાળા દરમિયાન જોવા મળતા હોય છે. તો મિત્રો આ ટીટોડીના ઈંડાનું શું વિજ્ઞાન છે? એ સંબંધિત ચોમાસામાં કેવો વરસાદ થઈ શકે છે? એ અંગેની માહિતી મેળવશું.

મિત્રો એક લોકવાયકા મુજબ ટીટોડીના ઈંડા જમીન સપાટીથી જેટલી વધુ ઊંચાઈએ જોવા મળે તો, આવનારું ચોમાસું ટનાટન રહી શકે છે. કેમકે ટીટોડીને અગાઉથી જ એક એવો અંદેશો મળી જતો હોય છે કે, આ વર્ષે વરસાદ વધુ થશે. એ માટે પોતાના ઈંડા જમીન સપાટીથી વધુ ઊંચાઈની અવસ્થામાં જોવા મળે છે.

ટીટોડી નાના નાના કંકર ભેગા કરીને મોટો ઢગલો બનાવે છે. અને ત્યારબાદ આ ઢગલા ઉપર પોતાના ઈંડા મૂકે છે. મિત્રો જમીન સપાટીથી જેટલો ઊંચો ઢગલો બનાવે તેટલી વરસાદની સંભાવના ચોમાસા દરમિયાન વધુ પડતી ગણાય. આવી એક પ્રસિદ્ધ લોકવાયકા જોવા મળી રહી છે.

ટીટોડીના ઈંડા

મિત્રો ટીટોડીના ઈંડા ખેતરના પારા ઉપર જોવા મળે તો, તે વર્ષનું ચોમાસું ખૂબ જ સારું સાબિત થશે. વરસાદના દિવસો દરમિયાન વરસાદની સંભાવના વધુ રહેશે. કેમ કે એક સામાન્ય વાત મુજબ ખેતરનો પારો જમીન સપાટીથી હંમેશા ઊંચો હોય છે. એટલે જો ખેતરના પારા ઉપર ટીટોડીના ઈંડા જણાય તો, તે વર્ષનું ચોમાસું ખૂબ જ સારું સાબિત થશે.

મિત્રો ટીટોડી પોતાના ઈંડા કેટલી સંખ્યામાં મૂકે છે? એ વાત પણ ખૂબ જ મહત્વની છે. જો ટીટોડીનું ઈંડુ એક જણાય તો, તે વર્ષે દુષ્કાળની સંભાવના વધુ ગણી શકાય. ચોમાસાની સિઝન દરમિયાન વરસાદની સંભાવના ખુબ જ ઓછી ઉભી થાય. એટલે જો ટીટોડીનું ઇંડુ એક જોવા મળે તો, તે સારી નિશાની ગણાતી નથી.

ટીટોડીના ઈંડા અંગે વધુ વાત કરીએ તો, મિત્રો જો ટીટોડીના ઈંડાની સંખ્યા 2 જોવા મળે તો, તે વર્ષ મધ્યમ ગણી શકાય. જે વર્ષે મોટેભાગે ટીટોડીના ઈંડા બેની સંખ્યામાં જોવા મળતા હોય, તે વર્ષે અમુક વિસ્તારમાં વરસાદ સારો થાય તો, અમુક વિસ્તારમાં દુષ્કાળ જેવા ચિત્રો પણ જોવા મળી શકે છે.

આગળ જોઇએ તો, ટીટોડીના ઈંડા જે વર્ષે 3 ની સંખ્યામાં જોવા મળતા હોય. તે વર્ષ મધ્યમ ફળ આપનારું ગણી શકાય. મિત્રો દર વર્ષે સોશિયલ મીડિયામાં ટીટોડીના ઈંડાના ફોટા આવતા હોય છે. જો જે વર્ષે ઈંડાની સંખ્યા વધુ પડતી ત્રણની જોવા મળે તો, તે વર્ષ મધ્યમ ગણી શકાય. કેમ કે તે વર્ષે ખંડ વૃષ્ટિના યોગ વધુ પડતા જોવા મળે.

મિત્રો જે વર્ષે ટીટોડીના ઈંડા 4 અથવા તો 5 ની સંખ્યામાં જોવા મળતા હોય, તે વર્ષનું ચોમાસું જમાવટ કરશે. એમાં કોઈ શંકા કરવી નહીં. કેમકે જે વર્ષે ટીટોડીએ મુકેલા ઈંડાની સંખ્યા 4 અથવા તો 5 જોવા મળે તો, તે વર્ષે બારે મેઘ ખાંગા થશે. ધન ધન્યના ઢગલા થશે. તેમ જ રાજા અને પ્રજા પણ સુખી થાય આવા યોગનું નિર્માણ થાય.

મિત્રો એક બીજી લોકવાયકા મુજબ ટીટોડીના ઈંડા જો સમથળ એટલે કે સમાંતર સ્થિતિમાં મુકેલા જણાય તો, તે સારી નિશાની ગણાતી નથી. પરંતું ઈંડા જો જમીનમાં ખૂંચ અવસ્થામાં જણાય તો, તે વર્ષનું ચોમાસું દમદાર રીતે જામશે એવું અનુમાન લગાવી શકાય.

વૈશાખ મહિનાના અંતિમ અખવાડિયામાં જો ટીટોડીના ઈંડા શેઢે પારે વધુ પડતા જોવા મળે તો, ચોમાસાનું આગમન મોડું થાય છે. વાવણી લાયક વરસાદ પણ મોડો થાય આવી એક લોકવાયકા જોવા મળી રહી છે. પરંતુ જો ચૈત્ર મહિનામાં ટીટોડીના ઈંડા જણાય તો, ચોમાસું સમયસર રહે છે અને ચોમાસું પણ સારું રહે છે.

મિત્રો અહીં એક વાતનો પણ ખાસ અભ્યાસ કરવો કે, ટીટોડીના ઈંડા જો કોઈ પાણીના રેક અથવા કે પાણીના વહેણના ભાગમાં જોવા મળે તો, તે વર્ષે દુષ્કાળના ડાકલા વાગી શકે છે. આ એક લોકવાયકા પણ ખુબ પ્રચલિત છે એટલે આ વાતનો પણ ખાસ અનુભવ કરવો.

મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં આ સિવાય ઘણા બધા ચિન્હો બતાવવામાં આવ્યા છે. જેમ કે હોળીનો પવન, અખાત્રીજનો પવન, ચૈત્રી દનિયા, મહા મહિનાનું માવઠું આ બધા દિવસોનું પણ ખાસ અવલોકન કરવું. જોકે આ બધી બાબતમાં કેવા કેવા ચિત્રોનું નિર્માણ થાય તો, ચોમાસું કેવું રહે? એ અંતર્ગત આપણે નવી પોસ્ટના માધ્યમથી માહિતી રજૂ કરીશું.

મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાનની સાથે સાથે આધુનિક વિજ્ઞાન સંબધીત હવામાનની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો. સાથે સાથે અહીં અપડેટ થતી દરેક પોસ્ટને તમારા વિવિધ સોશિયલ મીડિયામાં પણ શેર કરજો. જેથી હવામાનની માહિતી બીજા મિત્રો સુધી પણ પહોંચતી રહે.

ઇન્ડિયન ઓશન ડાયપોલ : ચોમાસું 2024 પૂર્વાનુમાન

ઇન્ડિયન ઓશન ડાયપોલ

2024 ના વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. શિયાળો પણ હવે ધીરે ધીરે વિદાય લેવાની તૈયારી કરી રહ્યો છે. મિત્રો હવે ઉનાળાની શરૂઆત થશે. ત્યારબાદ ચોમાસું 2024 વિધિવત રીતે ગુજરાતમાં પ્રવેશ કરશે. તો આજની આ મહત્વની પોસ્ટમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ પરિબળ મુજબ ચોમાસું 2024 કેવું રહી શકે? એ અંગેનું પૂર્વાનુમાન મેળવશું.

મિત્રો ચોમાસું કેવું રહી શકે એ અંગે ઘણા બધા ફેક્ટરો અસર કરતા બનતા હોય છે. આવનારૂ ચોમાસુ કેવું રહી શકે? એ અંગે આધુનિક વિજ્ઞાનની સાથે સાથે દેશી વિજ્ઞાનમાં પણ ઘણા બધા પાસાઓ ઉપરથી પણ આવનારું ચોમાસું કેવું રહેશે? એ અંગે એક સચોટ પૂર્વાનુમાન કાઢવામાં આવતું હોય છે.

પ્રથમ તો દેશી વિજ્ઞાન અંગેની વાત કરી લઈએ તો, શિયાળામાં ઠંડીનું પ્રમાણ કેવું રહ્યું હોય? ઉનાળામાં ગરમીનું પ્રમાણ કેવું રહ્યું હોય? શિયાળાના દિવસો દરમિયાન આકાશમાં કસ બંધારણ કેવું જોવા મળ્યું હોય? આવા બધા ચિત્રો ઉપરથી પણ આવનારું ચોમાસું સારું જશે કે નબળું જશે. એ બાબતે એક અનુમાન કરવામાં આવતું હોય છે.

મિત્રો આજની આ પોસ્ટમાં પ્રથમ તો, ઇન્ડિયન ઓશન ડાયપોલ વિશે થોડીક ચર્ચા કરી લઈએ. આ પરિબળ શું છે? અને ચોમાસા દરમિયાન ઇન્ડિયન ઓશન ડાયપોલ ચોમાસા દરમ્યાન કેવી અસર ભજવે છે? ઇન્ડિયન ઓશન ડાયપોલ કેવી કન્ડિશનમાં હોય તો, ગુજરાત રાજ્યમાં વરસાદનું પ્રમાણ કેવું રહી શકે? એ અંગેની માહિતી મેળવતા પહેલા આ પરિબળ ઇન્ડિયન ઓશન ડાયપોલ પ્રથમ સમજીએ.

ઇન્ડિયન ઓશન ડાયપોલ

મુખ્ય રૂપે ઇન્ડિયન ઓશન ડાયપોલ પરિબળ ત્રણ પરિસ્થિતીમાં જોવા મળતો હોય છે પ્રથમ તો તેની પરિસ્થિતિ પોઝિટિવ રહેતી હોય છે. બીજી પરિસ્થિતિની વાત કરીએ તો, નેચરલ પરિસ્થિતિમાં રહેતો હોય છે. અને ત્રીજી પરિસ્થિતિની વાત કરીએ તો ઇન્ડિયન ઓશન ડાયપોલ નેગેટીવ પરિસ્થિતિમાં રહેતો હોય છે. આ પોસ્ટમાં ત્રણેય કન્ડિશન મુજબ ચોમાસાનું ચિત્ર કેવું રહી શકે એ અંગે વાત કરીએ.

મિત્રો જો ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ ફેસમાં જણાય તો, દક્ષિણ અરબ સાગર લાગુ મેડા ગાસ્કર આજુબાજુ સમુદ્રી સપાટીનુ તાપમાન સરેરાશ કરતા થોડુંક વધુ જોવા મળતું હોય તો, આવી પરિસ્થિતિમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ ફેસમાં હોય એવું ગણી શકાય.

જે જે વર્ષે ચોમાસા દરમિયાન ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ ફેસમાં જોવા મળતો હોય ત્યારે ત્યારે ગુજરાત, રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રમાં ચોમાસા દરમિયાન વરસાદનું પ્રમાણ સરેરાશ કરતાં પણ વધુ જોવા મળતું હોય છે. કેમકે આવી પરિસ્થિતિમાં બંગાળની ખાડીમાં એક પછી એક લો પ્રેશર સિસ્ટમ બનતી હોય છે. અને આ સિસ્ટમ છેક ગુજરાત સુધી મોટે ભાગે પહોંચતી હોય છે.

ઇન્ડિયન ઓશન ડાયપોલ જો નેચરલ ફેસમાં જોવા મળતો હોય તો, ચોમાસાના દિવસો દરમિયાન આવી પરિસ્થિતિનું નિર્માણ જો હવામાનના મોડલમાં જોવા મળતું હોય તો, ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાના ચાન્સ વધુ જોવા મળતા હોય છે. એટલે ચોમાસું સાવ નબળું પસાર થતું નથી. મોટેભાગે એવરેજ વરસાદની આજુબાજુ વરસાદની માત્રા જોવા મળતી હોય છે.

પરંતુ મિત્રો જો ઇન્ડિયન ઓશન ડાયપોલ ચોમાસા દરમિયાન નેગેટિવ ફેસમાં જોવા મળે તો, ગુજરાત માટે ખરેખર માઠા સમાચાર ગણી શકાય. કેમકે ભૂતકાળના ઘણા વર્ષોમાં આપણે એવું પણ જોવા મળ્યું છે કે, આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતનું ચોમાસું મોટે ભાગે નબળું જ પુરવાર થયું છે. સરેરાશ વરસાદ કરતાં ખૂબ જ ઓછો વરસાદ તે વર્ષે જોવા મળ્યો છે.

મિત્રો હવે 2024 ના ચોમાસા અંગેનું પૂર્વ અનુમાન જોઈએ તો, ફેબ્રુઆરી 2024 દરમિયાન ઇન્ડિયન ઓશન ડાયપોલ 2024 પોઝિટિવ ફેસમાંથી નેચરલ ફેસ તરફ ઝૂકાવ કરી રહ્યો છે. અને માર્ચ મહિનાના અંતિમ દિવસો સુધી ઇન્ડિયન ઓશન ડાયપોલ સતત નેચરલ ફેસ તરફ ઝુકાવ કરશે.

હવામાનના મોડલની લેટેસ્ટ અપડેટ મુજબ માર્ચ 2024 થી ઇન્ડિયન ઓશન ડાયપોલ ધીરે ધીરે ફરીથી નેચરલ ફેસમાંથી પોઝિટિવ ફેસ તરફ ગતિ કરે એવા ચિત્રો હવામાનના ફોરકાસ્ટ મોડલોમાં જોવા મળી રહ્યા છે. જે એક ચોમાસું 2024 માટે શુભ સંકેત ગણી શકાય. કેમ કે આપણે ઉપર વાત કરી તે મુજબ જો, ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ ફેસની આજુબાજુ અથવા તો પોઝિટિવ ફેસમાં હોય તો, સારા ચોમાસા માટે શુભ સંકેત ગણાય.

મિત્રો અમેરિકન હવામાન મોડલની ફોરકાસ્ટ મુજબ જ્યાં સુધી છેલ્લી પરિસ્થિતિ ઇન્ડિયન ઓશન ડાયપોલ ની જોવા મળી રહી છે, તે મુજબ ત્યાં સુધીની વાત કરીએ તો, મિત્રો જૂન મહિનામાં લગભગ Indian ocean dipole પોઝિટિવ લાગુ આવી જશે. એટલે ચોમાસાની શરૂઆત લગભગ ગુજરાતમાં નિયમિત તારીખની આજુબાજુ થાય અને ચોમાસું 2024 સારું સાબિત થાય એવું એક અનુમાન લગાવી શકાય.

ઇન્ડિયન ઓશન ડાયપોલ ચાર્ટ દર મહિને અપડેટ થતા હોય છે. તો મિત્રો હાલની પરિસ્થિતિનું એનાલિસિસ કરીએ તો, લગભગ ચોમાસું 2024 દરમિયાન Indian ocean dipole પોઝિટિવ ફેસની આજુબાજુ રહે એવા સમીકરણો જોવા મળી રહ્યા છે. હાલની પરિસ્થિતિ મુજબ ગુજરાતનું ચોમાસું નોર્મલ અથવા તો નોર્મલની આસપાસ રહે એવું એક પૂર્વાનુમાન ગણી શકાય.

ભારતના ચોમાસાને મુખ્ય અસર કર્તા પરિબળોમાં Indian ocean dipole પ્રથમ ક્રમે આવે છે. કેમકે જ્યારે જ્યારે આ પરિબળ ફેવરિટિબલ હોય ત્યારે ત્યારે દેશનું ચોમાસું મોટેભાગે સક્રિય રહેતું હોય છે. જે જે વર્ષે અલ નીનોનો પ્રભાવ રહ્યો હોય છતાં પણ જો ઇન્ડિયન ઓશન ડીપોલ પરિબળ ફેવરેટ ટેબલ રહ્યું હોય ત્યારે ત્યારે ચોમાસું હંમેશા સારું જ સાબિત થયું છે.

મુખ્યત્વે ઇન્ડિયન ઓશન ડીપોલ જે જે વર્ષે સકારાત્મક વલણમાં રહ્યું હોય, તે તે વર્ષે ચોમાસું પવનોની પરિસ્થિતિ અનુકૂળ રહેતી હોય છે. આવી પેર્ટન બનતી હોય ત્યારે ત્યારે બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ વધુ પડતી બનતી હોય છે.

આવી પરિસ્થિતિને અનુસંધાને પૂર્વ ભારત, દક્ષિણ ભારત, પશ્ચિમ ભારત તેમજ ઉત્તર ભારતમાં વરસાદનું પ્રમાણ ભરપૂર માત્રામાં જોવા મળતું હોય છે. એટલે જ Indian ocean depole પોઝિટિવ અથવા તો નોર્મલ ફેસમાં હોય તે સારી નિશાની ગણાય.

ચોમાસું સારું રહેવા માટે ઘણા બધા પરિબળો અસર કરતા બનતા હોય છે. તો મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત થોડીક વાત કરી લઈએ તો, પ્રાચીન વર્ષા વિજ્ઞાન મુજબ વરસાદના નક્ષત્રો, હોળીનો પવન, અખાત્રીજનો પવન, ચૈત્રી દનયા, શિયાળા દરમિયાન બનેલા ગર્ભની પરિસ્થિતિ મુજબ ચોમાસાનો વર્તારો જોવા મળતો હોય છે.

શિયાળામાં ઠંડીનું પ્રમાણ વિશેષ જોવા મળ્યું હોય અને ઉનાળાની શરૂઆત પણ શિશિર ઋતુના અંતમાં જોવા મળે તો, આવનારું ચોમાસું ટનાટન રહી શકે. ઉનાળાના દિવસો દરમિયાન આકાશ બને એટલું સ્વચ્છ રહે તો, તે એક આવનારા ચોમાસા માટે સારી નિશાની ગણી શકાય.

ઉનાળાની ઋતુ દરમ્યાન ઉત્તર અથવા તો વાયવ્ય ખૂણાનો પવન મોટાભાગના દિવસોમાં જોવા મળે તો પણ તે સારી નિશાની ગણાય. મહા મહિનામાં માવઠું થાય તો, પણ તે એક આવનારા ચોમાસા માટે સારા સંકેતો ગણી શકાય. મહા મહિનાના દિવસો દરમિયાન આકાશમાં વાદળોનું પ્રમાણ જોવા મળે તો, પણ તે આવનારું ચોમાસું સારું સાબિત થશે એવી મહોર મારે છે.

ફાગણ મહિનામાં ખાખરાના વૃક્ષમાં કેસુડાના ફૂલનું આગમન વધુ જોવા મળે તો, પણ ચોમાસું સારું રહે એવું ગણી શકાય. આવનારા ચોમાસાને લઈ અને પ્રાચીન શાસ્ત્રમાં ઘણા બધા વિધાનો જોવા મળી રહ્યા છે. જે એક પોસ્ટમાં વ્યક્ત કરવા મુશ્કેલ બને છે.

કેમકે દરેક મહિનામાં કેવા ચિન્હો જોવા મળે તો, આવનારું ચોમાસું કેવું રહે? આવા ઘણા બધા વિધાનો દેશી વિજ્ઞાનમાં ઘણા બધા બતાવવામાં આવ્યા છે. આ વાત આપણે કોઈ નવી પોસ્ટના માધ્યમથી રજૂ કરીશું.

મિત્રો આધુનિક વિજ્ઞાનની આગાહીની સાથે સાથે દેશી વિજ્ઞાન આધારિત ગુજરાતના હવામાનની દરેક અપડેટ નિયમિત અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી રજૂ કરીએ છીએ. તો મિત્રો અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો.

નોંધ : મિત્રો અહીં રજૂ કરવામાં આવતી આધુનિક વિજ્ઞાનની માહિતી તેમજ પ્રાચીન વર્ષા વિજ્ઞાનની માહિતી એ Weather Tv વેબસાઈટની નથી. એટલે અહીં રજૂ કરવામાં આવતી માહિતીને ધ્યાનમાં રાખીને કોઈપણ ખાનગી નિર્ણય લેવા નહીં. હવામાન સંબંધિત બધી જ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.

અલ નીનો 2024 : ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું

અલ નીનો 2024

ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે એટલે કે 2024 ના વર્ષમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ વધુ પડતા આવ્યા નથી. આવનારા ચોમાસામાં આ પરિસ્થિતિની અસર કેવી જોવા મળી શકે? તો મિત્રો આજની આ પોસ્ટમાં અલ નીનો 2024 સંબંધીત આવનારા ચોમાસા અંગે વાત કરીશું. ગુજરાતમાં આવનારું ચોમાસું કેવું રહેશે? એ અંગેની થોડીક માહીતી મેળવશું.

મિત્રો સામાન્ય ચોમાસું રહેવાની વાત કરીએ તો વર્ષ દરમિયાન સરેરાશ 96 થી 104% વરસાદ જ્યારે જે વર્ષોમાં જોવા મળ્યો હોય, તે વર્ષે ચોમાસું સામાન્ય રહ્યું હોય એવું ગણી શકાય. જ્યારે 98% થી 106% જો વરસાદ નોંધાય તો, તે વર્ષે ચોમાસુ સામાન્યથી પણ સારું રહ્યું હોય એવું ગણી શકાય.

મોટેભાગે ચોમાસાને શુટ કરતા બધા પેરા મીટરો નોર્મલ અથવા તો નોર્મલથી સારી કન્ડિશનમાં જોવા મળતા હોય ત્યારે તે વર્ષે ચોમાસું નોર્મલ તો રહેતું જ હોય છે. પરંતુ આવા તબક્કામાં ક્યારેક ક્યારેક ચોમાસું નોર્મલ કરતાં પણ વધુ સારું એવું જોવા મળતું હોય છે. એટલે કે ગુજરાતનો સરેરાશ જે વરસાદ એવરેજ નોંધાતો હોય છે. તેના કરતાં પણ વરસાદની માત્રા વધુ જોવા મળતી હોય.

સારા ચોમાસાની ઉપસ્થિતિમાં અલ નીનો પિરા મીટર ખુબજ ભાગ ભજવતું હોય છે. જ્યારે જ્યારે અલ નીનો પેરામીટર સારી સ્થિતિમાં રહેતો હોય છે. ત્યારે ત્યારે મુખ્યત્વે સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ચોમાસું સાધારણ અથવા તો સાધારણ કરતા પણ સારી કક્ષાનું નિવડતું હોય છે. એવું આપણે ભૂતકાળના ઘણા વર્ષોમાં જોયું છે.

અલ નીનો 2024 સંબંધિત આ મહત્વની પોસ્ટમાં આ વર્ષે ચોમાસું 2024 ના સમીકરણો કેવા જોવા મળી રહ્યા છે? આવનારા ચોમાસાની પરિસ્થિતિ કેવા જોવા મળી શકે? ચોમાસું 2024 નું આગમન ગુજરાતમાં ક્યારે થઈ શકે? એ અંગે એક પૂર્વ અનુમાન મેળવશું.

આ પૂર્વ અનુમાન હાલ લાંબા ગાળાના હવામાનના મોડલોમાં જે સમીકરણો જોવા મળી રહ્યા છે, એ આધારે આવનારા ચોમાસાનું પૂર્વ અનુમાન મેળવશું. કેમકે અલ નીનો ના ચાર્ટ દર મહિને નવા અપડેટ થતા હોય છે. એટલે છેલ્લું પરિણામ એપ્રિલ મહિનાના થનાર ચાર્ટ મુજબ ફિક્સ ગણી શકાય.

જે જે વર્ષે અલ નીનો ગ્રાફ તટસ્થ અથવા તો લાની ના તરફ જોવા મળ્યો હોય, આવા તબક્કામાં ગુજરાતનું ચોમાસું હંમેશા ખૂબ જ સારું જોવા મળ્યું છે. અથવા તો આવા તબક્કામાં ચોમાસું નોર્મલની આસપાસ જોવા મળ્યું છે.

પરંતુ જે વર્ષે અલ નીનો નો ગ્રાફ પોઝિટિવ તરફ જોવા મળ્યો હોય, તે વર્ષે ખાસ કરીને ગુજરાતનું ચોમાસું ખૂબ જ નબળું રહ્યું છે. એવા દાખલા પણ આપણે ગયેલા ચોમાસાના ઘણા વર્ષોમાં જોયા છે. એટલે જ અલ નીનો નું પિરામિટર ગુજરાતના ચોમાસાને ખૂબ જ અસર કર્તા રહે છે.

અલ નીનો 2024

ફેબ્રુઆરી મહિનાનું ચિત્ર જોઈએ તો અલ નીનો 2024 ના પેરેમીટરો ફેબ્રુઆરી મહિના દરમિયાન પોઝિટિવમાં જણાઈ રહ્યા છે. આ વર્ષે ગુજરાતમાં શિયાળાની જમાવટ ન થઈ શકવાનું મુખ્ય કારણ પોઝિટિવ ફેસમાં રહેલો અલ નીનો 2024 ને ગણી શકાય.

કેમકે જ્યારે જ્યારે અલ નીનો પોઝિટિવ ફેસમાં જોવા મળી રહ્યો હોય, ત્યારે ત્યારે ઋતુનું બંધારણ અનબેલેન્સ હોય એવું માર્કિંગ આપણે ઘણા વર્ષોમાં જોયું છે. જેમાં અમુક વર્ષોમાં વરસાદનું પ્રમાણ નોર્મલ માત્રા કરતાં પણ ખૂબ જ ઓછું જોવા મળ્યું.

માર્ચ 2024 દરમિયાન અલ નીનો 2024 જે પોઝિટિવ કન્ડિશનમાં જોવા મળી રહ્યો છે. તે માર્ચ મહિનામાં ધીરે ધીરે નેચરલ ફેસ તરફ ઝૂકાવ કરશે. મિત્રો જે આવનારા ચોમાસા માટે ખૂબ જ સારી નિશાની ગણી શકાય.

મિત્રો અલ નીનો 2024 માર્ચ મહિનાના ડેટા મુજબ માર્ચ મહિનામાં ધીરે ધીરે ગરમીની શરૂઆત થતી જોવા મળશે. ટૂંકમાં માર્ચ મહિનામાં શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત જોવા મળશે.

એપ્રિલ 2024 મહિનાના સમયગાળા દરમિયાન અલ નીનો 2024 નેચરલ ફેસ તરફ ઝુકાવ કરી રહ્યો છે. તે એપ્રિલ મહિનાના અંતિમ દિવસોમાં એટલે કે એપ્રિલ મહિનાના છેલ્લા તબક્કામાં નેચરલ ફેસ તરફ તેમનો ઝુકાવ ખૂબ જ નજીક આવી જશે.

ટૂંકમાં મિત્રો માર્ચ મહિનાથી એલ નીનો 2024 સતત નેચરલ ફેસ તરફ પોતાના ઝુકાવની પરિસ્થિતિ કાયમ રાખશે. જે ગુજરાતવાસીઓ માટે ખૂબ જ આવનારા ચોમાસા બાબતે શુભ સંકેત ગણી શકાય.

મિત્રો અલી નીનો 2024 ની મુખ્ય વિપરીત રમત એપ્રિલ સુધી જોવા મળશે. એપ્રિલ મહિના બાદ અલ નીનો 2024 પોતાની સારી ઉપસ્થિતિને કારણે આવનારા ચોમાસા માટે એક સકારાત્મક ચિત્રનું નિર્માણ કરશે.

એપ્રિલ મહિનાનું પ્રેડીક્શન જોઈએ તો, એપ્રિલ મહિનાના પ્રથમ તબક્કામાં જ અલ નીનો 2024 સંપૂર્ણ રીતે નેચરલ ફેસમાં આવી જશે. જોકે અમુક મોડલોમાં નેચરલ ફેસમાં પણ બે તબક્કા જોવા મળે છે. તો એપ્રિલ મહિનામાં અલ નીનો 2024 નેચરલ ફેસના પોઝિટિવ ચરણમાં જોવા મળશે.

અમેરિકન વેધર એજન્સીની ફ્રેશ થયેલી અપડેટ મુજબ અલ નીનો 2024 નું મે મહિનાનું પ્રોડક્શન જોઈએ તો, મિત્રો મે મહિનામાં અલ નીનો 2024 સતત પોઝિટિવ નેચરલ ફેસથી તટસ્થ નેચરલ ફેસ તરફ ઝૂકાવ કરશે.

જે આવનારૂ ચોમાસું એટલે કે ચોમાસું 2024 માટે ચાર ચાંદ લગાવે એવું ગણી શકાય. એપ્રિલ 2024 દરમિયાન સમગ્ર દેશમાં હીટ વેવનો માહોલ પણ જોવા મળી શકે. જે આવનારા ચોમાસા માટે એક શુભ સંકેત પણ ગણી શકાય.

મિત્રો જૂન મહિનાના પ્રથમ વિકમાં દક્ષિણ અરબ સાગરમાં ચોમાસાની શાનદાર શરૂઆત થઈ જતી હોય છે. ભૂતકાળની યાદી જોઈએ તો, મોટેભાગે 30 મી અથવા તો 1 જૂનથી 5 જુન દરમ્યાન કેરલના દક્ષિણી વિસ્તારોમાં સાઉથ વેસ્ટ મોન્સૂન વિધિવત રીતે પ્રવેશ થતું હોય છે.

જૂન મહિનાનું ચિત્ર જોઈએ તો, અલ નીનો 2024 જૂન મહિનામાં પણ સતત પોઝિટિવ નેચરલ ફેસ તરફથી તટસ્થ નેચરલ ફેસ તરફ સતત ઝૂકાવ કરશે. જે સારા ચોમાસા માટે પ્લસ પોઇન્ટ ગણી શકાય.

અમેરિકાની વેધર સંસ્થાના રિપોર્ટ મુજબ નીનો ઇન્ડેક્સના ચાર્ટ એપ્રિલ મહિના બાદથી સારી કન્ડિશનમાં જોવા મળી રહ્યા છે. ટૂંકમાં મિત્રો આ ઉપરથી એવું ગણી શકાય કે, ચોમાસાની જ્યારે શરૂઆત થશે ત્યારે એલ નીનો 2024 ઇન્ડેક્સ પોતાની સારી એવી પરિસ્થિતિમાં આવી જશે. જેથી આવનારું ચોમાસું 2024 સામાન્ય રહી શકે અથવા તો કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય કરતાં પણ સારું ચિત્ર જોવા મળી શકે છે.

ભારતના ચોમાસાને અસર કરતું પરિબળ અલ નીનો જે રીતે ભાગ ભજવે છે, એજ રીતે ઇન્ડિયન ઓશન ડીપોલ પણ સારા ચોમાસાના ચિત્ર માટે મુખ્ય ભાગ ભજવતું હોય છે. જોકે આ ઇન્ડિયન ઓશન ડીપોલના પરિબળોની ચર્ચા આપણે નવી પોસ્ટમાં કરશું. જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

નોંધ : મિત્રો અલ નીનો 2024 સંબંધીત અહીં જે વાત રજૂ કરવામાં આવી છે, તે Weather Tv વેબસાઈટનું એનાલિસિસ નથી. આવનારૂ ચોમાસું 2024 સંબંધિત સમગ્ર એનાલિસિસ હવામાનના મોડલોના ચિત્રોના આધારે રજૂ કરવામાં આવ્યુ છે.

ભૂતકાળના ઘણા વર્ષોની યાદી જોઈએ તો, મિત્રો મુખ્યત્વે જ્યારે જ્યારે અલ મીનો ગ્રાફ પોઝિટિવ તરફ રહ્યો હોય, ત્યારે ત્યારે પૂર્વ ભારતમાં વરસાદની ખૂબ જ ઘટ જોવા મળી છે. જેમાં પશ્ચિમ બંગાળ તેમજ પૂર્વના રાજ્યો તેમજ ઓરિસ્સાના ઘણા વિસ્તારોમાં દુષ્કાળનું ચિત્ર પણ જોવા મળ્યું છે. આવા તબક્કામાં ગુજરાતમાં પણ આની અસર બાકાત રહ્યું નથી.

જ્યારે જ્યારે અલ નીનો પોઝિટિવ જોવા મળ્યો છે. ત્યારે ત્યારે ગુજરાત તેમજ રાજસ્થાનનું ચોમાસું મોટેભાગે નબળું પણ સાબિત થયું છે. અપવાદ અમુક વર્ષોમાં અલ નીનો પોઝિટિવ રહેવા છતાં પણ ગુજરાતનું ચોમાસું ખૂબ જ સારું એવું પણ સાબિત થયું છે. તેના દાખલા પણ ભૂતકાળના ઘણા વર્ષોમાં જોવા મળી રહ્યા છે.

ચોમાસા દરમિયાન સમગ્ર રાજ્યના હવામાનની નિયમિત અપડેટ રેગ્યુલર મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાઈ રહેવા નમ્ર વિનંતી ખુબ ખુબ આભાર.

પુષ્ય નક્ષત્ર 2024 : ચોમાસાનું પૂર્વ અનુમાન

પુષ્ય નક્ષત્ર 2024

વરસાદના નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્રને સૌથી વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કેમ કે પુષ્ય નક્ષત્રમાં વરસતા વરસાદના પાણીને અમૃત સમાન પણ ગણવામાં આવ્યું છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં પુષ્ય નક્ષત્ર 2024 સંબંધિત આ પોસ્ટમાં આવનારા ચોમાસાનું પૂર્વ અનુમાન મેળવશું.

મિત્રો દક્ષિણ એશિયામાં સ્થિત ભારત દેશ મોસમી આબોહવા ધરાવતો દેશ છે. કેમકે અહીં સમય અંતરે ઋતુ પરિવર્તન જોવા મળે છે. જેમાં શિયાળો, ઉનાળો તેમજ ચોમાસું. આ ત્રણેય ઋતુ યોગ્ય સમય મુજબ નિયમિત સમયે બેસે છે.

ભારતીય કેલેન્ડર મુજબ શિયાળામાં પણ બે ઋતુનો સમાવેશ થાય છે. જેમાં હેમંત અને શિશિર ઋતુનો સમાવેશ થાય છે. એ જ રીતે ઉનાળામાં પણ વસંત અને ગ્રીષ્મ આમ બે ઋતુ ગણવામાં આવે છે. જ્યારે ચોમાસું ઋતુમાં વર્ષા અને શરદ આ બંને ઋતુ ગણવામાં આવે છે.

મિત્રો આજની આ પોસ્ટમાં આપણે ચોમાસું ઋતુ સંબંધિત વાત કરવાની છે. કેમકે ગુજરાત તેમજ રાજસ્થાન આ બંને રાજ્યોમાં ચોમાસું ઋતુ દરમિયાન વરસાદના નક્ષત્રો ને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જેમ કે ચોમાસાની શરૂઆત આદ્રા નક્ષત્રથી થાય છે.

મુખ્યત્વે ચોમાસાની સમાપ્તિ સ્વાતિ નક્ષત્રથી થાય છે.વરસાદના નક્ષત્રોની જ્યારે જ્યારે વાત સામે આવતી હોય છે. ત્યારે ત્યારે આદ્રા નક્ષત્ર, પુષ્ય નક્ષત્ર, મઘા નક્ષત્ર તેમજ હસ્ત નક્ષત્રની યાદ સીધી જ આવી જતી હોય છે. કેમ કે આ બધા નક્ષત્રોની ઘણી બધી લોક વાત લોકવાયકામાં વણાયેલી જોવા મળે છે.

પુષ્ય નક્ષત્ર 2024 સંબંધિત વાત કરીએ તો, મિત્રો પુષ્ય નક્ષત્રનું મહત્વ સૌથી વિશેષ માનવામાં આવ્યું છે. આ નક્ષત્રની ઘણી બધી લોકવાત લોકાયકામાં વણાયેલી જોવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યમાં પણ પુષ્ય નક્ષત્રના સમીકરણોને જોવામાં આવે છે. એટલે જ પુષ્ય નક્ષત્રને સૌથી શુભ માનવામાં આવે છે.

વર્ષ 2024 ના ચોમાસાના સમયગાળા દરમિયાન પુષ્ય નક્ષત્ર 2024 દરમિયાન કેવાય યોગોનું નિર્માણ થાય છે? પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના જ્યોતિષશાસ્ત્ર મુજબ કેવી જોવા મળશે? સાથે સાથે પુષ્ય નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વાહન શું છે? એ અંગેની માહિતી પ્રથમ મેળવીએ.

મિત્રો ચોમાસું 2024 દરમિયાન સૂર્ય નારાયણ ભગવાનનો પુષ્ય નક્ષત્રમાં અતિ મંગલમય તેમજ શુભ પ્રવેશ 19 જુલાઈ 2024 ના રોજ થશે. શુક્રવાર હોવાથી ખૂબ જ શુભ ગણાય. આ સમયગાળા દરમિયાન ચંદ્ર નક્ષત્ર મૂળ રહેલું છે. નક્ષત્રનું વાહન દેડકાનું હોવાથી પુષ્ય નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના સારી ગણી શકાય.

પુષ્ય નક્ષત્ર 2024

હવે પુષ્ય નક્ષત્ર 2024 અંગેની થોડીક મહત્વની માહિતી મેળવીએ. તો મિત્રો આ નક્ષત્ર સંજોગ્યું નક્ષત્ર છે. સ્ત્રી-પુ-ચં-સુ યોગ બનતો હોવાથી આ નક્ષત્ર સંજોગયું બને છે. એટલે આ યોગ ખૂબ જ શુભ માની શકાય. વરસાદની સંભાવના પણ સારી એવી ઊભી થાય.

મિત્રો વિક્રમ સવંત 2080 ના પંચાંગ મુજબ આ વર્ષે વર્ષનો રાજા મંગળ છે. વર્ષનો મંત્રી શનિ છે. સર્વ રસનો અધિપતિ ગુરુ છે. ધાન્યોનો અધિપતિ મંગળ છે. વૃષ્ટિનો અધિપતિ શુક્ર છે. જે ચોમાસું 2024 માટે ખૂબ જ સારા યોગાનુ નિર્માણ કરી રહ્યા છે. ટૂંકમાં જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ 2024 નું ચોમાસું સારું નીવડી શકે.

મિત્રો પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદ હંમેશા તોફાની જોવા મળતો હોય છે. કેમકે આ સમયગાળા દરમિયાન મોટેભાગે બંગાળની ખાડી તેમજ અરબ સાગરમાં વરસાદની સિસ્ટમ અવારનવાર આકાર લેતી હોય છે. બંગાળની ખાડીમાં બનતી વરસાદની સિસ્ટમ છેક ગુજરાત સુધી પહોંચતી હોય છે. એટલે જ ગુજરાતમાં પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન મોટેભાગે સાર્વત્રિક વરસાદના યોગ ઊભા થતા હોય છે.

વર્ષ 2024 દરમિયાન જ્યોતિષશાસ્ત્ર મુજબ બનતા યોગ મુજબ, પુષ્ય નક્ષત્ર 2024 દરમિયાન વરસાદનો એક સાર્વત્રિક રાઉન્ડ સમગ્ર રાજ્યમાં અસર કર્તા બની શકે. મિત્રો પુષ્ય નક્ષત્રમાં વરસતા વરસાદને અમૃત તુલ્ય ગણવામાં આવે છે. ખેતીમાં ઊભા રહેલા પાકો માટે પુષ્ય નક્ષત્રનો વરસાદ અમી સમાન અસર કરે છે. ખેતીના પાકોમાં રોગ જીવાતનો પણ ખાતમો પુષ્ય નક્ષત્રમાં પડતા વરસાદથી થાય છે.

પૈખના પાણી અને અમૃતવાણી આ લોકવાત ઘણા વર્ષોથી લોક વાણીમાં વણાયેલી છે. એટલે જ પુષ્ય નક્ષત્રના પાણીને ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રમાં જો વરસાદ થાય તો, તે વર્ષે બનેલા ઘણા બધા ખરાબ દોષોનું પણ ધોવાણ થાય છે. અને વર્ષ ખૂબ જ સારું અને ખેડૂતો માટે પણ ખૂબ જ સુકનવંતુ સાબિત થાય છે.

આ ખાસ વાતનો અનુભવ કરજો કે પુષ્ય નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વહેલી સવારે બપૈયો પક્ષી બોલે તો, એ દિવસથી ત્રણ ઘડી અથવા તો ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવે એવી સંભાવનાઓ ઉજળી બનતી હોય છે. કેમકે આ વાતનો ભડલી વાક્યમાં પણ ઉલ્લેખ જોવા મળી રહ્યો છે.

પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન જો દેવ ચકલી ધૂળમાં સ્નાન કરતી જણાય તો, પણ ભારે વરસાદની સંભાવનાના યોગ આવનારા દિવસોમાં ઊભા થાય. આ વાત પણ પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહી છે. કેમ કે અર્વાચીન વિજ્ઞાનના સમયમાં પણ પ્રાચીન વર્ષા વિજ્ઞાનની ઘણી બધી વાતો સત્યની મહોર મારતી હોય છે.

મોટેભાગે પુનર્વસું નક્ષત્રમાં જે વરસાદ થાય છે, એ વરસાદથી ખેતીના પાકોની વૃદ્ધિ રૂંધાતી હોય એવું માર્કિંગ ઘણા વર્ષોમાં જોવા મળ્યું હોય છે. કેમકે પુનર્વસું નક્ષત્રનો વરસાદ કંઈક અંશે ખેતીના પાકોની વૃધ્ધી માટે વિપરીત અસર કરતો હોય છે.

પરંતુ આ વૃંધાએલા વિકાસ માટે પુષ્ય નક્ષત્રના વરસાદની અસર ખુબ જ મહત્વની હોય છે. પુષ્ય નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન પુર્નવસું નક્ષત્રની વિપરીત અસરોને પુષ્ય નક્ષત્રનો વરસાદ ખેતીના પાકો માટે નવી ઊર્જાનો સંચાર કરે છે.

ચોમાસાની ઋતુમાં પુષ્ય નક્ષત્રના દિવસો દરમિયાન જો આકાશ રક્ત વર્ણવું દેખાય તો, પણ પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન સારા વરસાદના યોગોનું નિર્માણ ઊભું થશે. આ ઉપરાંત પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન વાયવ્ય ખુણાનો પવન વધુ પડતો ફુંકાય તો પણ પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન ભારે વરસાદના રાઉન્ડની સંભાવના ઉભી થશે.

પુષ્ય નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન જો, વરસાદના રાઉન્ડ એક પછી એક જોવા મળે તો, તે વર્ષે ધન ધાન્યના ઢગલા થશે. જમીનના પાણીના તળ પણ ઊંચા આવે. રાજા તેમજ પ્રજા ખૂબ જ સુખી થાય. આ ઉપરાંત તે વર્ષે ધાર્મિક કાર્યો પણ વિના વિઘ્ને પૂરા થશે. આવા ઘણા બધા વિધાન આપણા પ્રાચીન શાસ્ત્રોમાં જોવા મળી રહ્યા છે.

મિત્રો ચોમાસું 2024 દરમિયાન વરસાદના નક્ષત્ર 2024 મુજબ કયું નક્ષત્ર ક્યારે બેસે છે? અને સાથે સાથે દરેક નક્ષત્રનું વાહન શું છે? ક્યાં નક્ષત્રમાં વરસાદની સંભાવના કેવી ઊભી થશે? એ અંગેની સંપૂર્ણ માહિતી આપણે રજૂ કરી છે. તો આ માહિતીનો પણ ખાસ અભ્યાસ કરી લેવો. જેથી તમને ચોમાસું 2024 દરમિયાન વરસાદની સંભાવના કેવી રહેશે? એ અંગેની માહિતી પણ મળી જાય.

મિત્રો ચોમાસા દરમિયાન વરસાદની સંભાવના જે તે લોકેશનમાં કેવી રહેશે? એ અંગેની માહિતી જો ખેડૂતોને અગાઉથી જ મળી જાય તો, તેમને ખેતીકાર્યો કરવામાં હંમેશા સરળતા ઊભી થતી હોય છે. અને મોટી નુકસાનીનો પણ સામનો કરવો પડતો નથી. એટલે જ અમારો ઉદ્દેશ્ય હંમેશા ખેડૂતોને સત્યની નજીક હવામાનની આગાહી કરવાનો છે.

બદલાયેલી હવામાનની કન્ડિશન મુજબ ક્યારેક ક્યારેક સાયન્સના આધારે થતી હવામાનની આગાહી ખોટી પણ પડી શકે છે. એટલે જ અહીંની આગાહીઓને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય લેવો નહીં. હવામાન સંબંધિત બધી જ પરિસ્થિતિમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.

હોળીનો પવન 2024 : જાણો ચોમાસાનો વર્તારો

હોળીનો પવન 2024

મિત્રો ગયા વર્ષે ચોમાસાની અનિયમિતતા ખૂબ જ જોવા મળી હતી. ગયા વર્ષે મુખ્યત્વે જૂન અને જુલાઈ મહિનામાં વરસાદના દિવસો જોવા મળ્યા હતા ત્યારબાદ ખંડ વૃષ્ટિનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. ખૂબ જ મહત્વની આ પોસ્ટમાં હોળીનો પવન 2024 દરમિયાન આવનારું ચોમાસું કેવું રહેશે? એ અંગેની વાત કરશું.

2024 ના વર્ષના શિયાળાને જોઈ તેવી જમાવટ કરી નથી. જે કોલ્ડ વેવનો માહોલ ઉદભવવો જોઈએ તેવો માહોલ આ વર્ષે જોવા મળ્યો નથી. તો શિયાળાના દિવસો દરમિયાન આકાશમાં બનતા ગર્ભનું પ્રમાણ પણ મધ્યમ સર જોવા મળ્યું. જોકે આ કસનું પ્રમાણ આ વર્ષે નબળું પણ ન ગણી શકાય. કેમ કે શિયાળાના દિવસો દરમિયાન ઘણા દિવસોમાં આકાશમાં ગર્ભ જોવા મળ્યો છે. જે આવનારા ચોમાસા માટે સારી સંજ્ઞા ગણી શકાય.

હેમંત અને શિશિર ઋતુની સમાપ્તિ બાદ વસંત ઋતુનું આગમન થતું હોય છે. મિત્રો વસંત ઋતુમાં પણ આવનારું ચોમાસું કેવું રહેશે? એ અંગે ઘણા બધા ચિત્રો સામે આવતા હોય છે. જેમ કે જો વસંત ઋતુમાં કેસુડાના ફૂલનું આગમન જો સારું એવું જોવા મળે તો, આવનારું ચોમાસું ખૂબ જ સારું રહે એવું માની શકાય. કેમ કે આ વાત જૂની લોકવાયકામાં વણાયેલી છે.

મિત્રો આજની આ મહત્વની પોસ્ટમાં હોળીનો પવન 2024 અંગે ખૂબ જ ઉપયોગી એવી માહિતી મેળવશું. હોળીના પવનના આધારે પણ આવનારા ચોમાસાનો વર્તારો સામે આવતો હોય છે. તો 2024 ના વર્ષ દરમિયાન હોળીનો પવન 2024 ના દિવસે સાંજે જ્યારે હોળીનું પ્રાગટ્ય થાય છે, ત્યારે કઈ દિશામાંથી પવન ફુંકાઇ તો ચોમાસું કેવું રહે? એ અંગેની વાત કરીએ.

હોળીનો પવન 2024 કયા દિવસે જોવામાં આવે છે? તો મિત્રો એ અંગેની પ્રથમ વાત કરીએ તો, ફાગણ સુદ પુનમના દિવસે હોળીનો શુભ તહેવાર આવતો હોય છે. શુભ મુહૂર્તમાં જ્યારે હોળીનું પ્રાગટ્ય કરવામાં આવે છે ત્યારે ફુંકાતા પવનની ખાસ નોંધ લેવી. હોળી જ્યારે પ્રગટાવવામાં આવે છે. ત્યારે કઈ દિશામાંથી પવન ફૂંકાય તો, આવનારા ચોમાસામાં કેવા સંકેતો ઊભા થાય એ અંગેની વાત કરીએ.

હોળીનો પવન 2024

મિત્રો આ વર્ષે 24 માર્ચ 2024 ના રોજ હોલિકા દહન સાંજે કરવામાં આવશે. માર્ચ મહિનામાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો માહોલ શરૂ થઈ ચૂક્યો હોય છે. અને હોળીનો પર્વ પણ ઉનાળામાં જ આવતો હોય છે. હોળીનો પવન 2024 દરમિયાન હોલિકા દહન સમયે બને તેટલું આકાશ સ્વચ્છ જણાય. તો આવનારૂ ચોમાસું ટનાટન રહેશે. એ અંગે કોઈ શંકા કરવી નહીં.

મિત્રો હોળીનો પવન 2024 દરમિયાન જો પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાય તો, આવનારું ચોમાસું ખૂબ જ સારું સાબિત થાય. વરસાદની માત્રા પણ ચોમાસા દરમિયાન ખૂબ જ સારી જોવા મળશે. નદીનાળા છલકાય કેટલો વરસાદ ચોમાસાના દિવસો દરમિયાન જોવા મળે. સાથે-સાથે ધન ધાન્યના ઢગલા પણ થાય એટલે હોલિકા દહન સમયે પશ્ચિમના પવનને ઉત્તમ ચોમાસા માટે રાજા ગણવામાં આવે છે.

ખાસ નોંધ લેજો કે હોલિકા દહન સમયે હોળીનો પવન 2024 દરમિયાન જો પૂર્વ દિશામાંથી પવન ફૂંકાય તો આવનારું ચોમાસું મધ્યમ આવે. ચોમાસા દરમિયાન ખંડ વૃષ્ટિના યોગ વધુ પડતા જોવા મળે. મોટેભાગે શ્રાવણ તેમજ ભાદરવા મહિનામાં વરસાદની અનિયમિતતા ખૂબ જ જોવા મળે. એટલે મિત્રો હોળી જ્યારે પ્રગટે ત્યારે પૂર્વનો પવન સારો ગણવામાં આવતો નથી. પુર્વનો પવન મધ્યમ ફળ દાતા ગણી શકાય.

મિત્રો હોલિકા દહન સમયે જો ઉત્તર દિશામાંથી પવન ફૂંકાય તો, આ પવનને ઉત્તમ ગણવામાં આવે છે. આવનારું ચોમાસું 2024 ટનાટન રહે. મોટેભાગે સાર્વત્રિક વરસાદના રાઉન્ડ ચોમાસા દરમિયાન જોવા મળે. નદીનાળા તેમજ ચેક ડેમ પણ ચોમાસાના દિવસો દરમિયાન છલકાઈ કેટલો વરસાદ જોવા મળે. ચોમાસું પણ નિયમિત સમયે બેસે છે. એટલે હોળીનો પવન 2024 દરમિયાન ઉત્તરના પવનને ખૂબ જ સારો ગણવામાં આવે છે.

ફાગણ સુદ પૂનમના દિવસે સાંજે જ્યારે હોળીનું પ્રાગટ્ય કરવામાં આવે છે, ત્યારે જો દક્ષિણ દિશામાંથી પવન ફૂંકાય તો, તે ખૂબ જ અશુભ ફળ આપનાર સાબિત થાય છે. હોલિકા દહન સમયે જો દક્ષિણ દિશા માંથી પવન ફૂંકાય તો, તે વર્ષે દુષ્કાળના સમીકરણો વધુ ગણાય.

કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદની મોટી ઘટ પણ વર્તાય. ઘાસચારાની અછત પણ સર્જાય. ચોમાસાના દિવસો દરમિયાન આકાશમાં વાદળોનું પ્રમાણ વધુ પડતું જોવા મળે. પરંતુ વરસાદની ખૂબ જ શક્યતા ઓછી રહે. માટે દક્ષિણના પવનને સારો ગણવામાં આવતો નથી.

ખાસ નોંધ લેજો હોળીનો પવન 2024 દરમિયાન વાયવ્ય ખૂણા માંથી જો પવન ફૂંકાય તો, ચોમાસું ટનાટન સાબિત થાય. માટે હોળીના પ્રાગટ્ય સમયે વાયવ્ય ખૂણાના પવનને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવનારા ચોમાસામાં તોફાની વરસાદના મોટા રાઉન્ડ જો આ પવન ફૂંકાય તો જોવા મળે.

અગ્નિ ખૂણાના પવન અંગેનું વિધાન જોઈએ તો, મિત્રો હોળીના પ્રાગટ્ય સમયે જો અગ્નિ ખૂણામાંથી પવન ફૂંકાય તો આવનારૂ ચોમાસું દુષ્કાળ મય સાબિત થવાની સંભાવના વધુ ગણી શકાય. એટલે જ અગ્નિ ખૂણા ના પવનને અશુભ માનવામાં આવે છે ચોમાસા દરમિયાન વાદળોનું પ્રમાણ વધુ જોવા મળે પરંતુ વરસાદની સંભાવના ખુબ જ ઓછી ઉભી થાય. એટલે અગ્નિ ખૂણાના પવનને ખંડ વૃષ્ટિદાયક ગણવામાં આવે છે.

મિત્રો ઈશાન ખૂણાના પવનને પણ સારો ગણવામાં આવે છે. જો હોલિકા દહન સમયે ઇશાન ખૂણા માંથી પવન ફૂંકાય તો, ચોમાસા દરમિયાન ભારે વરસાદના રાઉન્ડ જોવા મળે. દુષ્કાળનો ખતરો ખૂબ જ ઓછો રહે. પરંતુ ઇશાન ખૂણાના પવનથી ખેતીના પાકોમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધુ રહે. સાથે સાથે તીડ ઉંદરનો ત્રાસ પણ તે વર્ષે વધુ જોવા મળે. એકંદરે ચોમાસું સારું જણાય.

હોળીનો પવન 2024 દરમિયાન હોળી પ્રગટે ત્યારે જો નૈઋત્ય ખુણા માંથી પવન ફૂંકાય તો, વર્ષ મધ્યમ રહે. ચોમાસું વહેલું બેસી જાય પરંતુ મોટેભાગે પ્રથમ વરસાદનો રાઉન્ડ આવ્યા બાદ મોટું વાયરુ ફૂકાવવાની પણ સંભાવના આ પવનથી ઊભી થાય. કોઈ કોઈ વિસ્તારોમાં ચોમાસામાં સારો વરસાદ જોવા મળે તો, કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદની મોટી ઘટ પણ આ પવનથી ઉભી થાય. એકંદરે નૈઋત્ય ખુણા માંથી પવન ફૂંકાય તો વર્ષ મધ્યમ રહે.

હોલિકા દહન સમયે ક્યો પવન સારૂ ફળ આપે છે? એ અંગે ટૂંકમાં વિધાન મેળવીયે તો, મિત્રો હોળી જ્યારે પ્રગટાવવામાં આવે છે. ત્યારે પશ્ચિમના પવનને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. પશ્ચિમ દિશામાંથી જો પવન ફૂંકાય અને હોળીની ઝાળ જો પૂર્વ દિશામાં જાય તો, આવનારું ચોમાસું 16 આની સાબિત થાય.

જો વાયવ્ય ખૂણામાંથી પવન ફૂંકાય તો, નદીનાળા છલકાય છે. પરંતુ ચોમાસા દરમિયાન ભારે પવન સાથે તોફાની વરસાદની સંભાવના આ પવનની અસરથી જોવા મળે. કોઈ કોઈ વિસ્તારોમાં અતિવૃષ્ટિથી જાન માલહાની પણ ચોમાસા દરમિયાન જોવા મળે. એટલે વાયવ્ય ખૂણા ના પવનને પણ સોલિડ ગણી શકાય.

સૌથી અશુભ પવનની વાત કરીએ તો, દક્ષિણ ખૂણો તેમ જ અગ્નિ ખૂણામાંથી જો હોળી પ્રગટે ત્યારે પવન ફૂંકાય તો વર્ષ ખૂબ જ નબળું રહે છે. પ્રજા પણ દુઃખી થાય. કેમ કે આ બંને પવનોને અશુભ જ્યોતિષશાસ્ત્રમાં ગણવામાં આવ્યા છે. વરસાદની પણ અછત ઊભી થાય. મોટેભાગે વર્ષ દુષ્કાળમાં જોવા મળે.

ઉત્તર દિશાનો તેમજ ઈશાન ખૂણામાંથી ફુંકાતો પવનને પણ શુભ માનવામાં આવે છે. વર્ષ નબડું જતું નથી. પરંતુ ખેતીના પાકોમાં રોગ જીવાતનું પ્રમાણ તે વર્ષે વધુ જોવા મળે છે. એટલે આ બંને પવનને પણ શુભ ગણી શકાય.

તો મિત્રો ગુજરાતના હવામાનની નિયમિત અપડેટ રેગ્યુલર તમારા મોબાઇલ ફોનમાં મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv ને જરૂરથી તમારા મોબાઇલ ફોનમાં સેવ કરી લેજો.

error: Content is protected !!