ગુજરાતવાસીઓ માટે ખૂબ જ આનંદના સમાચાર મળી રહ્યા છે. સત્તાવાર હવામાન વિભાગના અહેવાલ મુજબ આ વર્ષે ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં વહેલી થશે. કેમકે આ વર્ષે અરબ સાગરમાં ચોમાસું એક્ટિવિટી સક્રિય અવસ્થામાં જોવા મળી રહી છે. આ મુજબ ગુજરાતમાં મેઘરાજાનું આગમન 12 જૂનથી 15 જૂનની વચ્ચે થાય એવા પ્રબળ ચિત્રો હવામાનના મોડલમાં જોવા મળી રહ્યા છે.
દક્ષિણ મહારાષ્ટ્રમાં પ્રવેશેલુ ચોમાસું 2024 ધીરે ધીરે સતત આગળ વધી રહ્યું છે. મિત્રો આ ફોર્મ્યુલાની અનુસંધાને મુંબઈમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જે ગુજરાત માટે ખૂબ જ સારી નિશાની ગણી શકાય. કેમકે મુંબઈમાં જો ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર જોવા મળે તો, ગુજરાતમાં પણ અવિરત ગતિએ ચોમાસું એન્ટર થતું હોય છે. મિત્રો ચોમાસાની પ્રગતિની પરિસ્થિતિ અંગેની સંપૂર્ણ અપડેટ આ પોસ્ટના માધ્યમથી મેળવીએ.
ચોમાસાની એન્ટ્રી મુંબઈમાં
દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળમાં આવ્યા બાદ તેની પૂર્વની પાંખ તેમજ પશ્ચિમની પાખ સતત આગળ વધી રહી છે. પૂર્વની પાંખ અંગેની વાત કરીએ તો, બંગાળની ખાડીના મોટાભાગના વિસ્તારો તેમજ પૂર્વના બધા જ રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. જ્યારે પશ્ચિમની પાખ પણ અવિ૨ત અરબ સાગરના ઘણા વિસ્તારોમાં ફેલાઈ ચૂકી છે. મિત્રો કેરલમાં ચોમાસું આવ્યા બાદ ગોવામાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ હતી. હવે ચોમાસું 2024 મહારાષ્ટ્રના દક્ષિણ પૂર્વના ઘણા રાજ્યોમાં પ્રવેશી ચૂક્યું છે. આવતા એકાદ બે દિવસમાં ચોમાસાની એન્ટ્રી મુંબઈમાં થશે.
ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સમય કરતા વહેલી
ગુજરાત રાજ્યમાં ચોમાસું અંગે સમીક્ષા કરીએ તો, મોટેભાગે ભૂતકાળના વર્ષોમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી 15 જૂનથી 25 જૂન ની વચ્ચે જોવા મળતી હોય છે. જેમાં મુખ્ય રૂપે 20 જૂનની આજુબાજુ મોટેભાગે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું બેસી જતું હોય છે. પરંતુ આ વર્ષે ચિત્ર કંઈક અલગ જ મૂડમાં જોવા મળી રહ્યું છે. મિત્રો હાલના હવામાનના મોડલની અપડેટ મુજબ ગુજરાતમાં ચોમાસુ 15 જૂન પહેલા એન્ટર થાય એવા પ્રબળ ચિત્રો જોવા મળી રહ્યા છે.
10 જૂનથી ગુજરાત રાજ્યના છુટા છવાયા વિસ્તારોમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે. જેમાં દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારો જેમાં વલસાડ, ડાંગ, ચીખલી, સુરત, વાપી આ વિસ્તારોમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત 10 જૂનથી થશે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ દક્ષિણ સૌરાષ્ટ્રની કોસ્ટલ પટ્ટીના વિસ્તારોમાં જેમાં ભાવનગર, મહુવા, તળાજા, અમરેલી, જુનાગઢ, પોરબંદર આ વિસ્તારોમાં પણ પ્રિ મોન્સૂન એક્ટિવની શરૂઆત સારી એવી જોવા મળશે.
ચોમાસું 2024 જમાવટ
હવામાનના મોડલમાં આ વર્ષે ચોમાસું 2024 નું ચિત્ર જોઈએ તો, મિત્રો આ વર્ષે ચોમાસું 2024 જમાવટ કરશે. કેમકે ઇન્ડિયન ઓશન ડાયપોલ આ વર્ષે એક સારા ચોમાસાની તરફેણમાં જોવા મળી રહ્યો છે. જે ગુજરાત, મહારાષ્ટ્ર તેમ જ રાજસ્થાનના વિસ્તારો માટે ખૂબ જ સારા સમાચાર ગણી શકાય. તો બીજી તરફ એલ નીનો પેરામીટર પણ ચોમાસું 2024 ને કોઈ મોટી મુસીબત ઉભી કરે એવું હાલ જોવા મળી રહ્યું નથી. ટૂંકમાં મિત્રો ગુજરાતમાં ચોમાસું 2024 જમાવટ સારી કરશે. એવરેજ વરસાદ કરતા આ વર્ષે સારો વરસાદ જોવા મળે એવી આશા રાખી શકાય.
તો મિત્રો ચોમાસું 2024 લક્ષી તમામ અપડેટ નિયમિત મેળવવા માટે અમારી સાથે નિયમિત જોડાયેલા રહેજો. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ કેવું જોવા મળશે? સાથે સાથે બંગાળની ખાડીની ઉદ્ભવેલી સિસ્ટમની અસર જે તે વિસ્તારમાં કેવી અસર કરશે? એ લક્ષી તમામ અપડેટ અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી રજૂ કરતા રહેશું ખૂબ ખૂબ આભાર.