Weather Tv

ઇન્ડિયન ઓશન ડાયપોલ

ઇન્ડિયન ઓશન ડાયપોલ : ચોમાસું 2024 પૂર્વાનુમાન

Table of Contents

2024 ના વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. શિયાળો પણ હવે ધીરે ધીરે વિદાય લેવાની તૈયારી કરી રહ્યો છે. મિત્રો હવે ઉનાળાની શરૂઆત થશે. ત્યારબાદ ચોમાસું 2024 વિધિવત રીતે ગુજરાતમાં પ્રવેશ કરશે. તો આજની આ મહત્વની પોસ્ટમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ પરિબળ મુજબ ચોમાસું 2024 કેવું રહી શકે? એ અંગેનું પૂર્વાનુમાન મેળવશું.

મિત્રો ચોમાસું કેવું રહી શકે એ અંગે ઘણા બધા ફેક્ટરો અસર કરતા બનતા હોય છે. આવનારૂ ચોમાસુ કેવું રહી શકે? એ અંગે આધુનિક વિજ્ઞાનની સાથે સાથે દેશી વિજ્ઞાનમાં પણ ઘણા બધા પાસાઓ ઉપરથી પણ આવનારું ચોમાસું કેવું રહેશે? એ અંગે એક સચોટ પૂર્વાનુમાન કાઢવામાં આવતું હોય છે.

IOD 2024

પ્રથમ તો દેશી વિજ્ઞાન અંગેની વાત કરી લઈએ તો, શિયાળામાં ઠંડીનું પ્રમાણ કેવું રહ્યું હોય? ઉનાળામાં ગરમીનું પ્રમાણ કેવું રહ્યું હોય? શિયાળાના દિવસો દરમિયાન આકાશમાં કસ બંધારણ કેવું જોવા મળ્યું હોય? આવા બધા ચિત્રો ઉપરથી પણ આવનારું ચોમાસું સારું જશે કે નબળું જશે. એ બાબતે એક અનુમાન કરવામાં આવતું હોય છે.

મિત્રો આજની આ પોસ્ટમાં પ્રથમ તો, ઇન્ડિયન ઓશન ડાયપોલ વિશે થોડીક ચર્ચા કરી લઈએ. આ પરિબળ શું છે? અને ચોમાસા દરમિયાન ઇન્ડિયન ઓશન ડાયપોલ ચોમાસા દરમ્યાન કેવી અસર ભજવે છે? ઇન્ડિયન ઓશન ડાયપોલ કેવી કન્ડિશનમાં હોય તો, ગુજરાત રાજ્યમાં વરસાદનું પ્રમાણ કેવું રહી શકે? એ અંગેની માહિતી મેળવતા પહેલા આ પરિબળ ઇન્ડિયન ઓશન ડાયપોલ પ્રથમ સમજીએ.

ઇન્ડિયન ઓશન ડાયપોલ

મુખ્ય રૂપે ઇન્ડિયન ઓશન ડાયપોલ પરિબળ ત્રણ પરિસ્થિતીમાં જોવા મળતો હોય છે પ્રથમ તો તેની પરિસ્થિતિ પોઝિટિવ રહેતી હોય છે. બીજી પરિસ્થિતિની વાત કરીએ તો, નેચરલ પરિસ્થિતિમાં રહેતો હોય છે. અને ત્રીજી પરિસ્થિતિની વાત કરીએ તો ઇન્ડિયન ઓશન ડાયપોલ નેગેટીવ પરિસ્થિતિમાં રહેતો હોય છે. આ પોસ્ટમાં ત્રણેય કન્ડિશન મુજબ ચોમાસાનું ચિત્ર કેવું રહી શકે એ અંગે વાત કરીએ.

મિત્રો જો ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ ફેસમાં જણાય તો, દક્ષિણ અરબ સાગર લાગુ મેડા ગાસ્કર આજુબાજુ સમુદ્રી સપાટીનુ તાપમાન સરેરાશ કરતા થોડુંક વધુ જોવા મળતું હોય તો, આવી પરિસ્થિતિમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ ફેસમાં હોય એવું ગણી શકાય.

જે જે વર્ષે ચોમાસા દરમિયાન ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ ફેસમાં જોવા મળતો હોય ત્યારે ત્યારે ગુજરાત, રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રમાં ચોમાસા દરમિયાન વરસાદનું પ્રમાણ સરેરાશ કરતાં પણ વધુ જોવા મળતું હોય છે. કેમકે આવી પરિસ્થિતિમાં બંગાળની ખાડીમાં એક પછી એક લો પ્રેશર સિસ્ટમ બનતી હોય છે. અને આ સિસ્ટમ છેક ગુજરાત સુધી મોટે ભાગે પહોંચતી હોય છે.

ઇન્ડિયન ઓશન ડાયપોલ જો નેચરલ ફેસમાં જોવા મળતો હોય તો, ચોમાસાના દિવસો દરમિયાન આવી પરિસ્થિતિનું નિર્માણ જો હવામાનના મોડલમાં જોવા મળતું હોય તો, ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાના ચાન્સ વધુ જોવા મળતા હોય છે. એટલે ચોમાસું સાવ નબળું પસાર થતું નથી. મોટેભાગે એવરેજ વરસાદની આજુબાજુ વરસાદની માત્રા જોવા મળતી હોય છે.

પરંતુ મિત્રો જો ઇન્ડિયન ઓશન ડાયપોલ ચોમાસા દરમિયાન નેગેટિવ ફેસમાં જોવા મળે તો, ગુજરાત માટે ખરેખર માઠા સમાચાર ગણી શકાય. કેમકે ભૂતકાળના ઘણા વર્ષોમાં આપણે એવું પણ જોવા મળ્યું છે કે, આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતનું ચોમાસું મોટે ભાગે નબળું જ પુરવાર થયું છે. સરેરાશ વરસાદ કરતાં ખૂબ જ ઓછો વરસાદ તે વર્ષે જોવા મળ્યો છે.

ચોમાસું 2024 જામશે

મિત્રો હવે 2024 ના ચોમાસા અંગેનું પૂર્વ અનુમાન જોઈએ તો, ફેબ્રુઆરી 2024 દરમિયાન ઇન્ડિયન ઓશન ડાયપોલ 2024 પોઝિટિવ ફેસમાંથી નેચરલ ફેસ તરફ ઝૂકાવ કરી રહ્યો છે. અને માર્ચ મહિનાના અંતિમ દિવસો સુધી ઇન્ડિયન ઓશન ડાયપોલ સતત નેચરલ ફેસ તરફ ઝુકાવ કરશે.

હવામાનના મોડલની લેટેસ્ટ અપડેટ મુજબ માર્ચ 2024 થી ઇન્ડિયન ઓશન ડાયપોલ ધીરે ધીરે ફરીથી નેચરલ ફેસમાંથી પોઝિટિવ ફેસ તરફ ગતિ કરે એવા ચિત્રો હવામાનના ફોરકાસ્ટ મોડલોમાં જોવા મળી રહ્યા છે. જે એક ચોમાસું 2024 માટે શુભ સંકેત ગણી શકાય. કેમ કે આપણે ઉપર વાત કરી તે મુજબ જો, ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ ફેસની આજુબાજુ અથવા તો પોઝિટિવ ફેસમાં હોય તો, સારા ચોમાસા માટે શુભ સંકેત ગણાય.

મિત્રો અમેરિકન હવામાન મોડલની ફોરકાસ્ટ મુજબ જ્યાં સુધી છેલ્લી પરિસ્થિતિ ઇન્ડિયન ઓશન ડાયપોલ ની જોવા મળી રહી છે, તે મુજબ ત્યાં સુધીની વાત કરીએ તો, મિત્રો જૂન મહિનામાં લગભગ Indian ocean dipole પોઝિટિવ લાગુ આવી જશે. એટલે ચોમાસાની શરૂઆત લગભગ ગુજરાતમાં નિયમિત તારીખની આજુબાજુ થાય અને ચોમાસું 2024 સારું સાબિત થાય એવું એક અનુમાન લગાવી શકાય.

ઇન્ડિયન ઓશન ડાયપોલ ચાર્ટ દર મહિને અપડેટ થતા હોય છે. તો મિત્રો હાલની પરિસ્થિતિનું એનાલિસિસ કરીએ તો, લગભગ ચોમાસું 2024 દરમિયાન Indian ocean dipole પોઝિટિવ ફેસની આજુબાજુ રહે એવા સમીકરણો જોવા મળી રહ્યા છે. હાલની પરિસ્થિતિ મુજબ ગુજરાતનું ચોમાસું નોર્મલ અથવા તો નોર્મલની આસપાસ રહે એવું એક પૂર્વાનુમાન ગણી શકાય.

ભારતના ચોમાસાને મુખ્ય અસર કર્તા પરિબળોમાં Indian ocean dipole પ્રથમ ક્રમે આવે છે. કેમકે જ્યારે જ્યારે આ પરિબળ ફેવરિટિબલ હોય ત્યારે ત્યારે દેશનું ચોમાસું મોટેભાગે સક્રિય રહેતું હોય છે. જે જે વર્ષે અલ નીનોનો પ્રભાવ રહ્યો હોય છતાં પણ જો ઇન્ડિયન ઓશન ડીપોલ પરિબળ ફેવરેટ ટેબલ રહ્યું હોય ત્યારે ત્યારે ચોમાસું હંમેશા સારું જ સાબિત થયું છે.

મુખ્યત્વે ઇન્ડિયન ઓશન ડીપોલ જે જે વર્ષે સકારાત્મક વલણમાં રહ્યું હોય, તે તે વર્ષે ચોમાસું પવનોની પરિસ્થિતિ અનુકૂળ રહેતી હોય છે. આવી પેર્ટન બનતી હોય ત્યારે ત્યારે બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ વધુ પડતી બનતી હોય છે.

આવી પરિસ્થિતિને અનુસંધાને પૂર્વ ભારત, દક્ષિણ ભારત, પશ્ચિમ ભારત તેમજ ઉત્તર ભારતમાં વરસાદનું પ્રમાણ ભરપૂર માત્રામાં જોવા મળતું હોય છે. એટલે જ Indian ocean depole પોઝિટિવ અથવા તો નોર્મલ ફેસમાં હોય તે સારી નિશાની ગણાય.

પ્રાચીન વર્ષા વિજ્ઞાન મુજબ ચોમાસું

ચોમાસું સારું રહેવા માટે ઘણા બધા પરિબળો અસર કરતા બનતા હોય છે. તો મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત થોડીક વાત કરી લઈએ તો, પ્રાચીન વર્ષા વિજ્ઞાન મુજબ વરસાદના નક્ષત્રો, હોળીનો પવન, અખાત્રીજનો પવન, ચૈત્રી દનયા, શિયાળા દરમિયાન બનેલા ગર્ભની પરિસ્થિતિ મુજબ ચોમાસાનો વર્તારો જોવા મળતો હોય છે.

શિયાળામાં ઠંડીનું પ્રમાણ વિશેષ જોવા મળ્યું હોય અને ઉનાળાની શરૂઆત પણ શિશિર ઋતુના અંતમાં જોવા મળે તો, આવનારું ચોમાસું ટનાટન રહી શકે. ઉનાળાના દિવસો દરમિયાન આકાશ બને એટલું સ્વચ્છ રહે તો, તે એક આવનારા ચોમાસા માટે સારી નિશાની ગણી શકાય.

ઉનાળાની ઋતુ દરમ્યાન ઉત્તર અથવા તો વાયવ્ય ખૂણાનો પવન મોટાભાગના દિવસોમાં જોવા મળે તો પણ તે સારી નિશાની ગણાય. મહા મહિનામાં માવઠું થાય તો, પણ તે એક આવનારા ચોમાસા માટે સારા સંકેતો ગણી શકાય. મહા મહિનાના દિવસો દરમિયાન આકાશમાં વાદળોનું પ્રમાણ જોવા મળે તો, પણ તે આવનારું ચોમાસું સારું સાબિત થશે એવી મહોર મારે છે.

ફાગણ મહિનામાં ખાખરાના વૃક્ષમાં કેસુડાના ફૂલનું આગમન વધુ જોવા મળે તો, પણ ચોમાસું સારું રહે એવું ગણી શકાય. આવનારા ચોમાસાને લઈ અને પ્રાચીન શાસ્ત્રમાં ઘણા બધા વિધાનો જોવા મળી રહ્યા છે. જે એક પોસ્ટમાં વ્યક્ત કરવા મુશ્કેલ બને છે.

કેમકે દરેક મહિનામાં કેવા ચિન્હો જોવા મળે તો, આવનારું ચોમાસું કેવું રહે? આવા ઘણા બધા વિધાનો દેશી વિજ્ઞાનમાં ઘણા બધા બતાવવામાં આવ્યા છે. આ વાત આપણે કોઈ નવી પોસ્ટના માધ્યમથી રજૂ કરીશું.

મિત્રો આધુનિક વિજ્ઞાનની આગાહીની સાથે સાથે દેશી વિજ્ઞાન આધારિત ગુજરાતના હવામાનની દરેક અપડેટ નિયમિત અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી રજૂ કરીએ છીએ. તો મિત્રો અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો.

નોંધ : મિત્રો અહીં રજૂ કરવામાં આવતી આધુનિક વિજ્ઞાનની માહિતી તેમજ પ્રાચીન વર્ષા વિજ્ઞાનની માહિતી એ Weather Tv વેબસાઈટની નથી. એટલે અહીં રજૂ કરવામાં આવતી માહિતીને ધ્યાનમાં રાખીને કોઈપણ ખાનગી નિર્ણય લેવા નહીં. હવામાન સંબંધિત બધી જ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.

WhatsApp
Facebook
Telegram

Related Posts

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અતિવૃષ્ટિ

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર : અતિવૃષ્ટિનો માહોલ

મિત્રો આ વર્ષનું ચોમાસું વિચિત્ર રીતે પસાર થઈ રહ્યું છે. જૂન મહિનામાં વરસાદની એક્ટિવિટી ખૂબ જ ઓછી જોવા મળી પરંતુ જૂન મહિનાના અંતિમ દિવસોથી શરૂ

Read More »
બહોળું સર્ક્યુલેશન સાર્વત્રિક વરસાદ

બહોળું સર્ક્યુલેશન : સાર્વત્રિક વરસાદનો લાંબો રાઉન્ડ

આ વર્ષે જૂન મહિનામાં મુખ્યત્વે ખંડવૃષ્ટિનો માહોલ જોવા મળ્યો છે. આજની તારીખની સ્થિતિએ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ વરસાદથી ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે.

Read More »
આવતીકાલનું હવામાન કેવું

આવતીકાલનું હવામાન કેવું : ગુજરાતમાં વરસાદની મોટી આગાહી

ગુજરાતના ખેડૂતો માટે સારા દિવસો આવી રહ્યા છે. ચોમાસું 2024 ગુજરાતના બારણે ટકોરા મારી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે આજની આ મહત્વની પોસ્ટમાં આવતીકાલનું હવામાન

Read More »

Recent Posts​

Follow US

error: Content is protected !!