પુનર્વસુ નક્ષત્ર 2024 : હવામાન કેવું રહેશે

પુનર્વસુ નક્ષત્ર 2024

ચોમાસું દરમિયાન ગુજરાતના ખેડૂતો વરસાદના નક્ષત્ર આધારિત માહિતી અવારનવાર મેળવતા હોય છે. કયું નક્ષત્ર ક્યારે બેસે છે? નક્ષત્રનું વાહન શું છે? આ બધી માહિતી હંમેશા મેળવતા હોય છે તો મિત્રો આજની આ પોસ્ટમાં પુનર્વસુ નક્ષત્ર 2024 દરમિયાન ગુજરાત રાજ્યનું હવામાન કેવું રહી શકે? એ અંગેની માહિતી મેળવશું.

પુનર્વસુ નક્ષત્ર આધારિત આપણે અહીં જે માહિતી રજૂ કરીએ છીએ, એ મિત્રો વિક્રમ સવંત 2080 ના પંચાગ ના આધારે એકત્ર કરવામાં આવી છે. એટલે મિત્રો આ માહિતી Weather Tv એ વેબસાઈટની પર્સનલ માહિતી નથી. આ વાતનું ખાસ ધ્યાન રાખવું.

મિત્રો મોટેભાગે વરસાદના નક્ષત્રોમાં આદ્રા નક્ષત્રની શરૂઆતથી જ રાજ્યનું હવામાન બદલાતું જોવા મળતું હોય છે. આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ઠેર ઠેર વરસાદના વાવડ સામે આવતા હોય છે. મોટેભાગે આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન રાજ્યમાં એક વરસાદનો સારો રાઉન્ડ જોવા મળતો હોય છે.

મિત્રો આદ્રા નક્ષત્ર 2024 બાદ જે નક્ષત્ર આવે છે, એ નક્ષત્રનું નામ છે પુનર્વસુ નક્ષત્ર. તો આ વર્ષે પુનર્વસુ નક્ષત્રના સમયગાળા દરમિયાન કેવા કેવા યોગોનું નિર્માણ જોવા મળી રહ્યું છે? એ અંતર્ગત પુનર્વસુ નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદની કેવી સંભાવના રહેશે? એ અંગેની માહિતી મેળવીયે.

પુનર્વસુ નક્ષત્રના સમયગાળા દરમિયાન રાજ્યનું હવામાન મોટેભાગે વાદળછાયુ જણાતું હોય છે. પુનર્વસુ નક્ષત્રના સમયગાળા દરમિયાન ગરમીમાં પણ નોંધપાત્ર ઘટાડો આ સમય દરમિયાન જોવા મળતો હોય છે. મોટેભાગે પુનર્વસુ નક્ષત્ર 2024 દરમિયાન રાજ્યમાં મોટે ભાગે નૈઋત્ય ખૂણાના પવનો આ દિવસો દરમિયાન જોવા મળતા હોય છે.

ગુજરાતમાં ચોમાસાનું જે રીતે આગમન થાય છે એ દરમિયાન બંગાળની ખાડીનો ફાળો ગુજરાત માટે મુખ્ય જોવા મળતો હોય છે. કેમકે બંગાળની ખાડીમાં જ્યારે જ્યારે વરસાદની સિસ્ટમ બનતી હોય છે, તેનો પ્રભાવ ગુજરાત સહિત રાજસ્થાન ઉપર પણ મોટેભાગે જોવા મળતો હોય છે. ગુજરાતના ચોમાસાનો મોટાભાગનો વરસાદ બંગાળની ખાડીની સિસ્ટમને આધિન રહેતો હોય છે.

મિત્રો મુખ્ય વાત કરીએ તો, પુનર્વસુ નક્ષત્ર 2024 દરમિયાન બંગાળની ખાડી આ દિવસો દરમિયાન ખૂબ જ એક્ટિવ જણાવતી હોય છે. અને આ નક્ષત્રના સમયગાળા દરમિયાન બંગાળની ખાડીમાં બનતી વરસાદની સિસ્ટમ લગભગ મધ્યપ્રદેશ અથવા તો દક્ષિણ રાજસ્થાનની આજુબાજુ પુનર્વસુ નક્ષત્ર 2024 ના દિવસો દરમિયાન આવતી હોય છે.

જ્યારે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે ત્યારે પુનર્વસુ નક્ષત્ર 2024 ના દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં એક વરસાદનો સારો રાઉન્ડ પુનર્વસુ નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન જોવા મળતો હોય છે. જોકે ક્યારેક ક્યારેક આ સિસ્ટમની ઈફેક્ટથી સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ સારા વરસાદના યોગ ઊભા થતા હોય છે.

પુનર્વસુ નક્ષત્રના સમયગાળા દરમિયાન પવનનું જોર પણ વધુ જણાતું હોય છે. પુનર્વસુ નક્ષત્રના દિવસો દરમિયાન મંડાણી વરસાદની સંભાવના રાજ્યમાં ખૂબ જ ઓછી જોવા મળતી હોય છે. પુનર્વસુ નક્ષત્રના સમયગાળા દરમિયાન હવામાન અતિ ભેજવાળું હોવાથી લો લેવલ ક્લાઉડનું પ્રભુત્વ આ નક્ષત્રના સમયગાળા દરમિયાન વધુ જોવા મળતું હોય છે. જેને હિસાબે હળવા ભારે ઝાપટા સતત પુનર્વસુ નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વરસતા જોવા મળતા હોય છે.

પુનર્વસુ નક્ષત્ર 2024

આ વર્ષે વિક્રમ સવંત 2080 ના વર્ષના આ વર્ષના જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ પુનર્વસુ નક્ષત્ર 2024 ના દિવસો દરમિયાન કેવા યોગો આકાર લઈ રહ્યા છે? આ પરિસ્થિતિને અનુસંધાને પુનર્વસુ નક્ષત્રના દિવસો દરમિયાન ગુજરાતમાં વરસાદની સંભાવના કેવી ઊભી થશે? આ નક્ષત્રના દિવસો દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે? એ અંગેની માહિતી આપણે હવે મેળવીએ.

2024 ની સાલના વર્ષમાં પુનર્વસુ નક્ષત્ર 2024 પાંચમી જુલાઈના રોજ બેસશે. એટલે કે સૂર્યનારાયણ ભગવાનનો પુનર્વસુ નક્ષત્ર 2024 માં શુભ પ્રવેશ Dt : 5/7/2024 ના રોજ શુક્રવારે થશે. મિત્રો આ સમયગાળા દરમિયાન ચંદ્ર નક્ષત્રના રૂપે આદ્રા નક્ષત્રની હાજરી હશે. પુનર્વસુ નક્ષત્ર 2024 ના દિવસો દરમ્યાન વાહન હાથીનું હોવાથી આ નક્ષત્રમાં વરસાદની સંભાવના સારી ગણી શકાય. મિત્રો પુનર્વસુ નક્ષત્ર આ વર્ષે અર્ધ સંજોગ્યું નક્ષત્ર જોવા મળી રહ્યું છે.

આ વર્ષે બનતા યોગો અંગે મનન કરીએ તો, પુનર્વસુ નક્ષત્રના સમયગાળા દરમિયાન વાહન વરસાદ પ્રિય હોવાથી પુનર્વસુ નક્ષત્રમાં વરસાદની સંભાવના સારી રાખી શકાય. કેમ કે જે નક્ષત્રના વાહન ને વરસાદ પ્રિય હોય તો, તે નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદના સારા રાઉન્ડ જોવા મળતા હોય છે. તો એ મુજબ પુનર્વસુ નક્ષત્રનું દરમિયાન વાહન હાથીનું હોવાથી આ વર્ષે આ નક્ષત્રના સમયગાળા દરમિયાન એક સારા વરસાદની આશા રાખી શકાય.

છેલ્લા 10 વર્ષનું એક અનુમાનિત ચિત્ર જોઈએ તો, દર વર્ષે જુલાઈ મહિનાની 1 તારીખથી 7 તારીખના સમયગાળા દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ અચૂક પણે જોવા મળતો હોય છે. કેમકે આ સમયગાળા દરમિયાન બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ ગુજરાતને પ્રભાવિત કરતી જોવા મળતી હોય છે. તો આ વર્ષે 5 જુલાઈએ પુનર્વસુ નક્ષત્ર બેસતું હોવાથી આ દિવસો દરમિયાન સારા એવા વરસાદની આશા રાખી શકાય.

વર્ષ 2024 ના વરસાદના નક્ષત્ર અંતર્ગત આપણે વ્યવસ્થિત રીતે માહિતી વરસાદના નક્ષત્ર 2024 આ પોસ્ટમાં રજૂ કરી છે. તો મિત્રો આ પોસ્ટને પણ ધ્યાનપૂર્વક વાંચી લેવી. જેથી વર્ષ 2024 દરમિયાન ચોમાસું નક્ષત્ર એટલે કે વરસાદના નક્ષત્ર કઈ તારીખે બેસે છે? ક્યાં નક્ષત્રનું વાહન શું છે? અને કયા નક્ષત્રમાં વરસાદની કેવી સંભાવના ઊભી થશે? એ અંગેની માહિતી રજૂ કરવામાં આવી છે.

ટૂંકુ અને ટચ મિત્રો વિક્રમ સવંત 2080 ની સાલના જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ પુનર્વસુ નક્ષત્ર દરમિયાન ગુજરાતનું હવામાન મોટેભાગે વરસાદી રહી શકે એવું અનુમાન લગાવી શકાય. આ નક્ષત્રના સમયગાળા દરમિયાન રાજ્યમાં કોઈ કોઈ વિસ્તારોમાં ભારે વરસાદના સંજોગો પણ ઊભા થાય એવું પણ એક અનુમાન લગાવી શકાય. કેમકે આ વર્ષે પુનર્વસુ નક્ષત્રમાં ઘણા સારા યોગોનું નિર્માણ જોવા મળી રહ્યું છે.

Weather Tv વેબસાઈટનો હંમેશા મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના ખેડૂતોને હવામાનની માહિતી સચોટ અને સમયસર પહોંચાડવાનો છે. એટલે જ સાયન્સ આધારિત અહીં હવામાનની જે તે અપડેટ મૂકવામાં આવે છે, તે ખૂબ જ સત્યની નજીક રહેતી હોય છે. મિત્રો Weather વેબસાઈટનો ઉદ્દેશ્ય કોઈ હવામાનની ખોટી આગાહી રૂપી અફવા ફેલાવવાનો નથી. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી.

તો મિત્રો ગુજરાત રાજ્ય સંબંધિત હવામાનની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો. જો તમને અગાઉની પરિસ્થિતિનો જો ખ્યાલ ચોમાસા દરમિયાન મળી રહે તો, તમે ખેતીમાં પણ તે મુજબ આયોજન પૂર્વક કામની ગોઠવણી કરી શકો છો. એટલે જ હવામાનની લેટેસ્ટ ઇન્ફોર્મેશન મેળવવા માટે અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો આભાર.

ઠંડી નુ હવામાન ફરીથી જામશે : હવામાનમાં મોટો યુ ટર્ન

ઠંડી નુ હવામાન

મિત્રો આવનારા દિવસોમાં હવામાનની વિપરીત પરિસ્થિતિના સમીકરણો જોવા મળશે. આવનારા દિવસોમાં ફરીથી શિયાળાની અનુભૂતિ થાય એવા દિવસોનું આગમન થશે. ટૂંકમાં આવનારા દિવસોમાં ઠંડી નુ હવામાન ફરીથી જામશે. કેમકે હવામાનમાં મોટો યુ ટર્ન આવતા દિવસોમાં જોવા મળી રહ્યો છે.

મિત્રો આપણે અગાઉ જણાવ્યા મુજબ ઝાકળ વર્ષાનો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. ઘણા વિસ્તારોમાં ઝાકળની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો ઝાકળ વર્ષાના રાઉન્ડ બાદ રાજ્યનું હવામાન ફરીથી ઠંડુગા૨ બની શકે છે. કેમકે 22 ફેબ્રુઆરીના દિવસો બાદ ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં ઠંડી નુ હવામાન ફરીથી જમાવટ કરશે.

આવનારા દિવસોના હવામાનની પરિસ્થિતિ અંગે આ પોસ્ટના માધ્યમથી વિસ્તારથી અપડેટ મેળવશું. કેમકે મિત્રો આવનારા એક અઠવાડિયાના દિવસો દરમિયાન રાજ્યના હવામાનમાં મોટા ફેર બદલાવ જોવા મળી રહ્યા છે. ઝાકળ વર્ષા ત્યારબાદ ગરમીનો માહોલ અને ત્યારબાદ ઠંડી નુ હવામાન ફરીથી ઊભું થઈ શકે છે. એ અંગેની વિશેષ અપડેટ આ પોસ્ટના માધ્યમથી મેળવશું.

વર્ષ 2024 ના શિયાળા દરમિયાન ઠંડી નુ હવામાન જેવી જમાવટ કરવું જોઈએ તેવું ઠંડી નુ હવામાન રાજ્યમાં જોવા મળ્યું નથી. જેનું મુખ્ય કારણ આ વર્ષે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વરસાદનું જોર ખૂબ જ નબળું રહ્યું હતું. આ પરિસ્થિતિ મુજબ વર્ષ 2024 ના શિયાળા દરમિયાન રાજ્યમાં ઠંડી નુ હવામાન જમાવટ કરી શક્યું ન હતું.

2024 ના શિયાળાના દિવસો દરમિયાન આ વર્ષે નોનો ઇન્ડેક્ષ અલ નીનો તરફી પોઝિટિવ રહેવાથી આ વર્ષે શિયાળો કંઈક અંશે નબળો રહ્યો. તો હવે ધીરે ધીરે ઉનાળાની શરૂઆત થઈ રહી છે. આવા તબક્કે ફરીથી આવનારા દિવસોમાં ઠંડી નુ હવામાન ફરીથી ગુજરાત રાજ્યને અસર કરી શકે છે. જે અંગેની વાત થોડીક વિસ્તારથી કરીએ.

મિત્રો આગળ વાત કરી હતી એ મુજબ રાજ્યમાં 19 ફેબ્રુઆરીથી ઝાકળ વરસાદનો રાઉન્ડ શરૂ થશે. જેમાં કચ્છ સહિત સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં 19 ફેબ્રુઆરી થી 22 ફેબ્રુઆરીના દિવસો દરમિયાન ગાઢ ઝાકળનો માહોલ જોવા મળી શકે છે. આ અંગેની વિસ્તારથી માહિતી આપણે આગળની પોસ્ટમાં રજૂ કરી છે.

મિત્રો તાપમાન અંગેની વાત કરીએ તો, રાજ્યનું તાપમાન 17 ફેબ્રુઆરીથી જ ધીરે ધીરે ઊંચું જોવા મળી રહ્યું છે. તો આવનારા દિવસોમાં 19 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરીના દિવસો વચ્ચે રાજ્યના તાપમાનમાં એક મોટો ઉછાળો જોવા મળશે. જે નોર્મલ તાપમાન 16 ફેબ્રુઆરી પહેલા જોવા મળતું હતું, તેમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો આ દિવસો દરમિયાન જોવા મળી શકે છે.

ઠંડી નુ હવામાન

19 ફેબ્રુઆરી થી 22 ફેબ્રુઆરીના દિવસો વચ્ચે ઝાકળનો માહોલ પણ સર્જાવાથી આ દિવસો દરમિયાન રાત્રીનું તાપમાન નોર્મલથી થોડું નીચું જોવા મળી શકે. એટલે કે રાત્રિના સમયગાળા દરમિયાન આ દિવસોમાં ઠંડી નુ હવામાન રીતસર અનુભવાશે. જોકે દિવસ અને રાત્રિના તાપમાનમાં ફરક આ દિવસો દરમિયાન 10 થી 12 ડિગ્રીનો જોવા મળશે.

મિત્રો 20 ફેબ્રુઆરીની આસપાસ ઉત્તર ભારત લાગુ જમ્મુ કાશ્મીરના ભાગો લાગુ હિમાલયની તળેટીમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે. મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલું તીવ્ર હશે કે, 20 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરીના દિવસો દરમિયાન ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભારે બરફ વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થશે. આ પરિસ્થિતિને અનુસંધાને ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી નુ હવામાન ફરીથી જોવા મળશે.

ગુજરાત રાજ્યની વાત કરીએ તો, મિત્રો ગુજરાત રાજ્યમાં 22 ફેબ્રુઆરી બાદ ઠંડી નુ હવામાન ફરીથી અસર કર્તા બનશે. 22 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરીના દિવસો દરમિયાન તાપમાન 3 થી 6 ડિગ્રી જેટલું નીચું જોવા મળશે. એટલે રીતસર ફરીથી ઠંડી નુ હવામાન અનુભવાશે. ટૂંકમાં એક નાનો ઠંડીનો રાઉન્ડ ફરીથી રાજ્યમાં જોવા મળી શકે.

ઉત્તર ભારતમાં થતી હિમ વરસાદના પગલે ઉત્તર ભારતના ઠંડા પવનો ગુજરાત રાજ્યને અસર કર્તા બનશે. ટૂંકમાં 22 ફેબ્રુઆરી બાદથી જે પશ્ચિમના પવનો રાજ્યમાં ફુકાતા જોવા મળશે, તે ડિરેક્શન નોર્થ ઇસ્ટનું બનશે. જેને હિસાબે ઉત્તર ભારતમાં થતી હિમ વરસાદનો સીધો પ્રભાવ ગુજરાત રાજ્યને અસર કરી ને રાજ્યમાં ઠંડી નુ હવામાન અનુભવાશે.

આ દિવસો દરમિયાન ગુજરાત રાજ્યમાં પવનની ગતિમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. 22 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરીના દિવસો દરમિયાન પવનોની રફતાર 15 km થી લઈ અને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઘણા વિસ્તારોમાં જોવા મળી શકે. આ ઠંડા પવનો ને હિસાબે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળશે. તેને અનુસંધાને ઠંડી નુ હવામાન ફરીથી ગુજરાતમાં એક વખત આગમન કરશે.

28 ફેબ્રુઆરી બાદ ઠંડી નુ હવામાન ક્રમશ ફરીથી ઘટવા લાગશે. તાપમાનનો પારો ધીરે ધીરે ફરીથી રાજ્યમાં ઊંચો આવતો જોવા મળશે. ટૂંકમાં 28 ફેબ્રુઆરી બાદ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઉછાળો જોવા મળશે. અને ફરીથી ગરમીના માહોલનો અહેસાસ રાજ્યના ઘણા વિસ્તારોમાં જોવા મળી શકે. આમ ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં એક ઠંડીનો મીની રાઉન્ડ રાજ્યમાં જોવા મળી શકે છે.

મિત્રો ફેબ્રુઆરી મહિનાનું એક પ્રેડીક્શન જોઈએ તો, ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યના કોઈપણ વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના ખુબ જ ઓછી જોવા મળી રહી છે. ટૂંકમાં 20 ફેબ્રુઆરી બાદ ઠંડી ત્યારબાદ ગરમી આમ બે ઋતુનો અનુભવ ફેબ્રુઆરીના અંતિમ 10 દિવસોમાં થશે.

આ વર્ષે ઉનાળામાં High ટેમ્પરેચર જોવા મળી શકે છે. કેમકે છેલ્લા ઘણા વર્ષોમાં નોર્મલ તાપમાન જે ઉનાળામાં જોવા મળતું હોય છે, એના કરતાં ઘણું ઊંચું તાપમાન દર વર્ષે જોવા મળી રહ્યું છે. તો માર્ચ મહિનાની શરૂઆત ભયંકર ગરમી સાથે થાય તો નવી વાત ગણાશે નહીં. કેમકે આ વર્ષનો ઉનાળો આકરો તેમજ લાંબો ચાલી શકે છે.

આવનારા દિવસોમાં જે ઠંડીનો નાનકડો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ લગભગ આ વર્ષનું ઠંડી નુ હવામાન રાજ્યમાં આ નાનકડા રાઉન્ડ સાથે સમાપ્ત થશે. ત્યારબાદ ફરીથી કોઈ તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળી શકે, એવું હાલ હવામાનના મોડેલની અપડેટમાં કોઈ એવા ચિત્રો જોવા મળી રહ્યા નથી.

ગુજરાતી મહિનાની વાત કરીએ તો, મિત્રો હવે ફાગણ મહિનાની શરૂઆત થશે. ફાગણ મહિનામાં મોટેભાગે ગરમીની શરૂઆત પણ શાનદાર રીતે થતી જોવા મળતી હોય છે. કેમ કે ફાગણ અને ચૈત્ર આ બંને મહિના દરમિયાન ગરમીનો પારો રાજ્યમાં ઊંચો જોવા મળતો હોય છે. ઉનાળાની ઋતુઓમાં આવતી વસંત ઋતુ અને ગ્રીષ્મ ઋતુના દિવસો દરમિયાન રાજ્યનું તાપમાન ખૂબ જ ઊંચું જોવા મળતું હોય છે.

દેશી વિજ્ઞાનના પરિબળો જોઈએ તો, શિયાળાના ચાર મહિના દરમિયાન ઠંડી નુ હવામાન જમાવટ કરવું જોઈએ. ત્યારબાદ ઉનાળાના ચાર મહિના દરમિયાન ગરમીનું પ્રમાણ પણ વિશેષ રૂપે જોવા મળે તો, આવનારા ચોમાસાના ચારેય મહિના દરમિયાન વરસાદના સંભાવના ખૂબ જ સારી જોવા મળે છે. આવી વાત પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહી છે.

અપવાદ રૂપ ઉનાળાની સિઝન દરમિયાન જ્યારે જ્યારે ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત રીતે પસાર થતા હોય છે. ત્યારે પણ ગુજરાત રાજ્યમાં ઉનાળા દરમિયાન પણ કમોસમી વરસાદની સંભાવના જણાતી હોય છે. જેનું મુખ્ય રીઝન ઉત્તર ભારતમાંથી પસાર થતા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પ્લસ પશ્ચિમના ભેજવાળા પવનોને અનુસંધાને રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના ઊભી કરતા હોય છે.

મિત્રો શિયાળાની ઋતુ દરમિયાન ઠંડીની માહિતી ઉનાળાની ઋતુ દરમિયાન ગરમીની માહિતી અને સાથે સાથે ચોમાસાની ઋતુ દરમિયાન વિવિધ વિસ્તારોમાં વરસાદ સંબંધિત સંભાવના કેવી રહેશે? સાથે સાથે કયા વિસ્તારોમાં વરસાદની સિસ્ટમ વધુ અસર કરશે? એ સંબંધિત તમામ માહિતી Weather Tv વેબસાઈટ પરથી નિયમિત રીતે અપડેટ થાય છે. તો અમારી સાથે જોડાયેલા રહેજો.

કારતક મહિનાનું હવામાન : ચોમાસું કેવું રહે

કારતક મહિનાનું હવામાન

મિત્રો દેશી વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ દરેક મહિનાનું હવામાન કેવું રહે? એ અનુસાર આવનારું ચોમાસું કેવું રહેશે? એનું અનુમાન કાઢવામાં આવતું હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં કારતક મહિનાનું હવામાન મુજબ આવનારું ચોમાસું કેવું રહી શકે? એ અંગે થોડીક માહિતી મેળવશું.

મોટે ભાગે મિત્રો કારતક મહિનાની શરૂઆતથી જ આવનારા ચોમાસાના સમીકરણોનું કાઉન ડાઉન શરૂ થઈ જતું હોય છે. તો કારતક મહિનામાં ઠંડીની ઋતુની ઉત્પત્તિ થતી હોય છે. કારતક મહિનાનું હવામાન મુજબ કારતક મહિનાના શરૂઆતના દિવસોમાં જો ઠંડીનું આગમન થાય તો, તે સારા વર્ષ માટે શુભ નિશાની ગણી શકાય.

મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાન મુજબ કારતક સુદ પડવાના દિવસે એટલે કે, કારતક મહિનાનું હવામાન મુજબ કારતક સુદ એકમે જો બુધવારનો યોગ જોવા મળતો હોય તો, વર્ષ દરમિયાન ચોમાસામાં ક્યાંક વરસાદ થાય તો ક્યાંક વરસાદ ન થાય. વર્ષ મધ્યમ રહે, ટૂંકમાં જો કારતક સુદ એકમના દિવસે બુધવાર હોય તો, ખંડ વૃષ્ટિના યોગ ચોમાસા દરમિયાન વધુ જોવા મળે.

કારતક મહિનાનું હવામાન મુજબ કારતક મહિનાની અંજવાળી પાંચમે એટલે કે કારતક સુદ પાંચમના દિવસે જો રવિવાર આવતો હોય તો, તે વર્ષે અનાજનું ઉત્પાદન ઓછું થાય છે. આવી વાત પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંતોમાં જોવા મળી રહી છે. એટલે કારતક સુદ પાંચમના દિવસે રવિવાર શુભ ગણાતો નથી. આ પરિસ્થિતિ દર વર્ષે ખાસ જોવી.

બીજા એક મહત્વના યોગ અંગે વાત કરીએ તો, મિત્રો કારતક મહિનાનું હવામાન મુજબ કારતક મહિનાની પૂનમે કૃતિકા નક્ષત્રની ઉપસ્થિતિ હોય ત્યારે આ નક્ષત્ર ચોખ્ખું હોવું શુભ છે. તે દિવસે રાત્રે 12:30 થી 1:30 વાગ્યા સુધીનો ચંદ્ર ખાસ જોવો. ચંદ્રથી જો દક્ષિણે કૃતિકા નક્ષત્ર હોય તો વર્ષ નબળું ગણવું. અને જો કૃતિકા નક્ષત્ર ઉત્તર દિશામાં હોય તો ઉત્તમ ગણવું. અને ચોમાસામાં વરસાદના યોગ સારા જોવા મળશે.

ચંદ્રના મોઢા આગળ કૃતિકા નક્ષત્ર આવે તો, વર્ષ ઉત્તમ ગણવું. પરંતુ આવા સંજોગોમાં ખેતીના પાકોમાં રોગ જીવાતનું પ્રમાણ વધે. આવી વાત પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહે છે. મિત્રો કારતક મહિનાનું હવામાન મુજબ પૂનમનો સમયગાળો તથા કૃતિકા નક્ષત્ર સમયગાળાનું ખાસ અવલોકન કરવું. કૃતિકા નક્ષત્રનો સમયગાળો જેટલો વધુ રહે તેટલો ચોમાસા દરમિયાન વરસાદ વધુ આવશે. એવું અનુમાન લગાવી શકાય.

કારતક મહિનાનું હવામાન મુજબ કારતક મહિનાના પ્રથમ પખવાડિયામાં જો આકાશમાં લિસોટા,કસ તેમજ વાદળોનું પ્રમાણ સારું એવું જોવા મળે તો, આવનારા ચોમાસાની શરૂઆત આદ્રા નક્ષત્રથી થઈ જશે. એટલે કે આદ્રા નક્ષત્ર બેસવાની સાથે જ વાવણી લાયક વરસાદ થઈ જવાની સંભાવના વધુ પડતી રહેતી હોય છે. એટલે આ વાતનું પણ ખાસ અવલોકન કરવું.

મિત્રો કારતક મહિનામાં થતા કમોસમી વરસાદ એટલે કે માવઠાના માહોલ અંગેની વાત કરીએ તો, કારતક મહિનાનું હવામાન મુજબ જો કારતક મહિનામાં માવઠું થાય તો, આવનારા ચોમાસામાં કેવી પરિસ્થિતિ ઉભી થાય. એ અંગે માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. કેમકે કારતક મહિનાના ચિત્રો ઉપરથી આવનારા ચોમાસાની એકરૂપ રેખા તૈયાર થતી હોય છે.

કારતક મહિનાનું હવામાન

તો મિત્રો કારતક મહિનાનું હવામાન મુજબ કારતક મહિનાની અંજવાળી બારસ એટલે કે કારતક સુદ બારસ, પોષ સુદ પાંચમ, માગસર સુદ દશમ અને મહા મહિનાની અંજવાળી સાતમે જો મેઘ ગર્જના સંભળાય તો, તે સારી નિશાની ગણવામાં આવતી નથી. જો આવા યોગનું નિર્માણ બને તો, ચોમાસું દુષ્કાળમય સાબિત થાય છે. આ બધા દિવસો દરમિયાન સમાન યોગનું નિર્માણ થાય તો જ વર્ષ નબળું રહે છે. એટલે દિવસોનું ખાસ અવલોકન કરવું.

ચોમાસાની ઋતુ દરમ્યાન અષાઢ મહિનાનું મહત્વ ખૂબ જ હોય છે. કેમકે અષાઢ મહિનામાં એક પછી એક વરસાદના રાઉન્ડ જોવા મળતા હોય છે. તો મિત્રો કારતક મહિનાનું હવામાન મુજબ કારતક સુદ બારસે એટલે કે કારતક મહિનાની અંજવાળી બારસે જો આકાશમાં વાદળાની ઉપસ્થિતિ જણાય તો, આવનારા ચોમાસાના અષાઢ મહિનાના દિવસો દરમિયાન વરસાદના ઘણા બધા રાઉન્ડ જોવા મળી શકે.

પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ કારતક મહિનાનું હવામાન મુજબ એક મહત્વના યોગ વિશે વાત કરીએ તો, મિત્રો કારતક મહિનાની પૂનમની આજુબાજુના આગળ પાછળના ત્રણ-ચાર દિવસો દરમિયાન જો આકાશ રક્તવર્ણુ જોવા મળે તો, અષાઢ મહિનામાં વરસાદની રેલમ છેલમ થાય. તેવા યોગનું નિર્માણ થાય છે.

કારતક મહિનો એટલે કે વર્ષની શરૂઆતનો મહિનો. કારતક મહિનાની શરૂઆત જો સોમવારથી થાય તો, આવનારું ચોમાસું સારું આવે. એ જ રીતે કારતક મહિનાનું હવામાન મુજબ વર્ષની શરૂઆત જો ગુરુવારથી થાય તો રાજા પ્રજા સુખી થાય. ધન ધન્યના ઢગલા થાય છે. કેમકે ગુરૂવારથી વર્ષની જો શરૂઆત થાય તો, ચોમાસા દરમિયાન પણ ભારે વરસાદના યોગ ઉભા થાય છે.

મિત્રો કારતક મહિના દરમિયાન આકાશમાં બનતા ગર્ભનું ખાસ અવલોકન કરવું. જેમ કે કારતક મહિનાનું હવામાન મુજબ કારતક મહિનાના દિવસો દરમિયાન જો આકાશ સ્વચ્છ રહે તો, ચોમાસાની શરૂઆત શાનદાર થતી નથી. પરંતુ કારતક મહિનાના દિવસો દરમિયાન કસ કાતરા વ્યવસ્થિત રીતે બને તો, ચોમાસાની શરૂઆત ધમાકેદાર થાય છે.

આવનારા ચોમાસા માટે કારતક મહિનો, માગશર મહિનો, પોષ મહિનો અને મહા મહિનો. આ બધા શિયાળાના આવતા ચારેય મહિના દરમિયાન હવામાનની રૂપરેખા કેવી જોવા મળે છે? એ મુજબ આવનારું ચોમાસું પણ કેવું રહેશે? એ અંગેના વિધાન કંઈક અંશે સામે આવી જતા હોય છે. એટલે મિત્રો કારતક મહિનાના દિવસોનો ખાસ અભ્યાસ કરવો.

મિત્રો કારતક મહિનાના હવામાન મુજબ કારતક સુદ પુનમની રાત્રે જો આકાશમાં કસની હાજરી હોય આવા તબક્કામાં ચંદ્રની ફરતે જો જળ કુંડાળું જણાય તો, આવનારું ચોમાસું ખૂબ જ સારું સાબિત થશે. ચોમાસામાં વરસાદનો કોઈ મોટો ગેપ જોવા મળશે નહીં. આવી વાત પણ પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સાહિત્યમાં જોવા મળી રહી છે.

મિત્રો વનસ્પતિ અંગેના વિવિધ યોગોની વાત કરીએ તો, મિત્રો કારતક મહિનાનું હવામાન મુજબ દેશી બોરડીમાં કારતક મહિનાના દિવસો દરમિયાન જો ફૂલોનું વધુ પડતું આગમન જોવા મળે તો, આવનારું ચોમાસું ખૂબ જ સારું પસાર થશે. તે વર્ષે ખેતીમાં પણ મબલક ઉત્પાદન મળે છે. આવી વાત પણ દેશી વિજ્ઞાનમાં જોવા મળી રહી છે.

છેલ્લા ઘણા વર્ષોથી હવામાનની પેટર્ન પણ મોટે પાયે બદલાઈ છે. છતાં પણ પ્રાચીન શાસ્ત્રોમાં વરસાદ અંગે જે હવામાન લક્ષી વાતો વર્ણવવા આવી છે. તે વાતો આજે પણ ઘણા દરજે સચોટ સાબિત થતી હોય છે. અને ઘણા સંજોગોમાં સચોટ સાબિત પણ થતી નથી. કેમકે આજના સમયમાં બદલાતી હવામાનની પેટર્નને અનુસંધાને કંઈક અંશે પ્રાચીન વર્ષા વિજ્ઞાનના વિધાનો પણ સત્યની સમીપ ઊભા રહેતા નથી.

નોંધ : મિત્રો આ પોસ્ટમાં કારતક મહિનાનું હવામાન સંબંધિત આવનારૂ ચોમાસું કેવું રહી શકે છે? આ વાત Weather Tv વેબસાઈટની પર્સનલ વાત નથી. પરંતુ પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જે જે સમીકરણો બતાવવામાં આવ્યા છે, એ વાત અહીં રજૂ કરવામાં આવી છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું.

જેમ જેમ વર્ષ 2024 ની સાલનું ચોમાસું નજીક આવતું જશે. તેમ તેમ અમે પ્રાચીન વર્ષા વિજ્ઞાન મુજબ કયા મહિનામાં કેવા યોગનું નિર્માણ થાય તો, આવનારું ચોમાસું સારું જશે કે નબળું જશે? એ અંગેની નિયમિત અપડેટ અમે આ Weather Tv વેબસાઈટના માધ્યમથી અપડેટ કરતા રહેશું.

ચોમાસું સિઝન દરમિયાન સમગ્ર રાજ્યના વિસ્તારો જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં ચોમાસું દિવસો દરમિયાન હવામાનની પરિસ્થિતિનું એનાલિસિસ કરીને નિયમિત અપડેટ અમે અહીં રજૂ કરતા રહીશું. તો મિત્રો અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો. જેથી હવામાનની દરેક અપડેટ તમને સમયસર મળતી રહે.

ગુજરાતનું હવામાન બદલાશે : ઋતુ પરિવર્તનનું આગમન

ગુજરાતનું હવામાન

મિત્રો આવનારા દિવસોમાં ગુજરાતનું હવામાન બદલાશે. ધીરે ધીરે ઋતુ પરિવર્તનનું આગમન આવનારા દિવસોના હવામાનમાં જોવા મળી રહ્યું છે. આકરા ઉનાળાની શરૂઆત આવનારા દિવસોમાં જોવા મળશે. તો આવતીકાલનું હવામાન હવે પછી કેવું જોવા મળી શકે? એ અંગેની અપડેટ આ પોસ્ટના માધ્યમથી મેળવશું.

નજીકના દિવસોમાં ગુજરાતનું હવામાન બદલાશે. આવનારા એક અઠવાડિયામાં ગુજરાતનું હવામાન અલગ અલગ દિવસે અલગ અલગ રૂપે જોવા મળશે. જેમાં આવનારા આઠ દિવસો દરમિયાન રાજ્યમાં ઝાકળનો માહોલ જોવા મળશે. તો ઉનાળાની શરૂઆત પણ આ દિવસોમાં શરૂઆત જોવા મળશે. રાજ્યના વિવિધ વિસ્તારો અંતર્ગત હવામાનની માહિતી મેળવીએ.

ગુજરાતનું હવામાન અંતર્ગત સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો, સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જામનગર આ જિલ્લાના વિસ્તારોમાં 19 ફેબ્રુઆરીથી ઝાકળનો રાઉન્ડ જોવા મળી શકે. 19 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરીના દિવસો દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોનું હવામાન વાદળછાયુ બનશે. તો ક્યાંક છાંટા છૂટીના એંધાણ પણ આ દિવસો દરમિયાન જોવા મળશે.

દક્ષિણ સૌરાષ્ટ્રમાં આવતા વિસ્તારો વાત કરીયે તો, મિત્રો આ વિસ્તારોમાં પણ હવામાનની રૂપરેખામાં બદલાવ જોવા મળશે. ગુજરાતનું હવામાન અંતર્ગત દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ આ જિલ્લાના વિસ્તારોનું હવામાન પણ વાદળછાયુ બની શકે છે. તો કોઈ કોઈ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસમય હવામાન પણ જોવા મળી શકે.

મિત્રો પૂર્વ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં ભાવનગર, બોટાદ, મહુવા, તળાજા તો ઉતર સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી આ જિલ્લાના વિસ્તારોમાં પણ 19 ફેબ્રુઆરીથી એક ઝાંકળ વર્ષાનો રાઉન્ડ જોવા મળી શકે. સાથે સાથે બપોરનું તાપમાન આ વિસ્તારોમાં આવનારા એક વીકમાં ઊંચું જવાની સંભાવના હવામાનના મોડલમાં જોવા મળી રહી છે.

ટૂંકમાં મિત્રો સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુજરાતનું હવામાન મુજબ આવનારા દિવસોમાં ગરમીનો પારો ધીરે ધીરે ઊંચો થતો જોવા મળશે. તો એક ઝાકળનો રાઉન્ડ પણ સૌરાષ્ટ્રને પ્રભાવિત કરી શકે છે. ઝાકળના રાઉન્ડ દરમિયાન સૌરાષ્ટ્રનું હવામાન વાદળછાયુ જોવા મળી શકે. તો કોઈ કોઈ વિસ્તારોમાં હળવી છાંટા છૂટી પણ થાય એવી સંભાવના પણ જોવા મળી રહી છે.

ગુજરાતનું હવામાન

કચ્છના વિસ્તારોની વાત કરીએ તો, મિત્રો કચ્છમાં આવનારા દિવસોમાં ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. 18 ફેબ્રુઆરીથી કચ્છના તાપમાનમાં ધીરે ધીરે વધારો જોવા મળી શકે છે. ગુજરાતનું હવામાન અંતર્ગત સમગ્ર કચ્છના વિસ્તારોની વાત કરીએ તો, મિત્રો કચ્છમાં પણ 18 ફેબ્રુઆરીથી હળવી ઝાકળ વર્ષાનો રાઉન્ડ શરૂ થઈ શકે. અને આ ઝાકળનો રાઉન્ડ 21 ફેબ્રુઆરી સુધી કચ્છના વિસ્તારોને પ્રભાવિત કરી શકે છે.

કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં 19 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરીના દિવસો દરમિયાન વાદળોની આવન જાવન આ દિવસો દરમિયાન જોવા મળી શકે. જોકે મિડ લેવલે બનતા વાદળો દરમિયાન સરફેસ લેવલે ભેજનું પ્રમાણ ઊંચું રહેવાથી આ દિવસો દરમિયાન એકાદ બે વિસ્તારોમાં છાટ છૂટ પણ થઈ શકે છે. જો કે આ સંભાવના ખૂબ જ ઓછી ગણી શકાય.

મિત્રો ગુજરાતનું હવામાન મુજબ મધ્ય ગુજરાતમાં આવતા વિસ્તારો જેમાં ખંભાત, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા આ જિલ્લાના વિસ્તારોમાં ધીરે ધીરે ગરમીનું પ્રમાણ અચાનક વધતું જણાશે. જેમાં કોઈ કોઈ વિસ્તારોમાં 19 ફેબ્રુઆરી બાદ મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આજુબાજુ પણ જોવા મળી શકે. એટલે ટૂંકમાં રીતસર ઉનાળાની શરૂઆત આ વિસ્તારોમાં જોવા મળી શકે છે.

તો મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સવાર સાંજ ઠંડીનો માહોલ આવનારા દિવસોમાં હજી યથાવત રહેશે. કેમકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આધારિત ઉત્તરના પવનો રાજસ્થાન લાગુ બોર્ડરના વિસ્તારોમાં ઠંડીનું સામાન્ય હજી બનાવી રાખે એવા ચિત્રો હવામાનની મોડલમાં જોવા મળી રહ્યા છે. છતાં પણ પાછલા વીકમાં જે તાપમાન જોવા મળી રહ્યું હતું એ મુજબ આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તાપમાનમાં વધારો જોવા મળશે.

મિત્રો ગુજરાતનું હવામાન અંતર્ગત મુખ્યત્વે ગણાતા દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, વાપી આ વિસ્તારોમાં આવનારા દિવસોમાં ધીરે ધીરે ગરમીનો પારો ઊંચો જોવા મળશે. સરફેસ લેવલે ભેજની માત્રા આ વિસ્તારોમાં થોડી સામાન્ય કરતાં વધુ રહેવાથી આ વિસ્તારોમાં હાઈ લેવલે કલાઉડનું બંધારણ થઈ શકે છે. પરંતુ આવનારા એક અઠવાડિયાના દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતમાં માવઠાની સંભાવના જણાતી નથી.

જોકે મિત્રો વર્ષ 2024 દરમિયાન શિયાળુ સીઝનમાં દક્ષિણ ગુજરાતના લગભગ મોટાભાગના વિસ્તારોમાં કોઈ મોટો ભારે ઠંડીનો રાઉન્ડ આ વર્ષે જોવા મળ્યો નથી. જેનું મુખ્ય રીઝન હવામાનની મોટી ફેરફારની સંભાવનાને ગણી શકાય. કેમ કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ વર્ષે શિયાળાએ જમાવટ કરી નથી. શિયાળાના દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોનું તાપમાન હંમેશા નોર્મલથી ઊંચું જોવા મળ્યું હતું.

ગુજરાતનું હવામાન અંતર્ગત 18 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધીની હવામાનની રૂપ રેખાનું ટૂંકમાં સારાંશ મેળવીએ તો, મિત્રો આ દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ઝાકળ વર્ષાનો રાઉન્ડ જોવા મળી શકે છે. તો સૌરાષ્ટ્રમાં આ દિવસો દરમિયાન વાદળોની હાજરી વધુ માત્રામાં જોવા મળશે. આ પેટર્નને હિસાબે એકાદ વિસ્તારોમાં હળવી છાટ છૂટ પણ આ દિવસો દરમિયાન થઈ શકે છે.

મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તાપમાનનો પારો ધીરે ધીરે ઉચકાતો જોવા મળશે. ટૂંકમાં એવું પણ ગણી શકાય કે, ગુજરાત રાજ્યમાંથી હવે ધીરે ધીરે શિયાળાની વિદાય થશે. ઉનાળાનું ધીરે ધીરે આગમન થશે. આવનારા એક વીકમાં રાજ્યનું તાપમાન નોર્મલ કરતાં 3 થી 4 ડિગ્રી જેટલું ઊંચું નોંધાઈ શકે છે. આ દિવસો દરમિયાન પશ્ચિમના પવનો ફુકાતા જોવા મળશે.

ઉત્તર ગુજરાતમાં પણ હવે તાપમાનમાં નોર્મલ કરતાં વધારો જોવા મળશે. જોકે જેમા રાજસ્થાન બોર્ડર લાગુ જેવા વિસ્તારોમાં સવાર સાંજ હળવી ઠંડીનો માહોલ યથાવત રહેશે. મિત્રો ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આવનારા દિવસો દરમિયાન કોમોસમી વરસાદની સંભાવના જોવા મળી રહી નથી. હાઈ લેવલે કસરૂપી વાદળ આ વિસ્તારમાં જોવા મળી શકે. પરંતુ માવઠાની સંભાવના નહિવત ગણાય.

સૌરાષ્ટ્ર તેમજ કચ્છની વાત કરીએ તો, મિત્રો 19 ફેબ્રુઆરી બાદ ઝાકળના રાઉન્ડની સંભાવના જણાઇ રહેલી હોવાથી જીરું જેવા પાકો ઉપર યોગ્ય પગલા લેવા જરૂરી છે. કેમકે ઝાકળના રાઉન્ડથી જીરૂના પાક ઉપર વિપરીત અસર જોવા મળે છે. મિત્રો આવનારા દિવસોમાં ઝાકળના રાઉન્ડની સંભાવના હોવાથી જીરૂ જેવા પાક ઉપર આગોતરા પગલા લઈને ટ્રીટમેન્ટ કરવી હિતાવહ છે. જેથી મોટી નુકસાનીથી બચી શકાય.

ભારતના વિવિધ રાજ્યોના હવામાન અંગેની થોડી માહિતી મેળવ્યે તો, મિત્રો આવનારા દિવસોમાં પૂર્વ ભારતના રાજ્યોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. જેમાં બિહાર, ઝારખંડ, બંગાળ તેમજ આસામ સહિત રાજ્યમાં આવનારા અઠવાડિયાના દિવસો દરમિયાન વરસાદી ગતિવિધિ નોંધપાત્ર જોવા મળશે. આ વિસ્તારોમાં મોટાભાગના વિસ્તારોમાં વધતી ઓછી વરસાદની એક્ટિવિટી 25 ફેબ્રુઆરીના દિવસો દરમિયાન સુધી જોવા મળશે.

જ્યારે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી હળવી મધ્યમ બરફ વર્ષા પણ જોવા મળી શકે. ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં હજી પણ ઠંડીનું મોજુ યથાવત રહેશે. જેમાં જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિતના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ સારું એવું જોવા મળશે. જોકે ઉત્તરના રાજ્યોમાં ભારે હિમ વરસાદના સમીકરણો જોવા મળી રહ્યા નથી.

તો મિત્રો ગુજરાતનું હવામાન સંબંધિત સમગ્ર રાજ્યના હવામાન અંગેની નિયમિત અપડેટ તમારા મોબાઇલ ફોનમાં મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv ને તમારા મોબાઈલ ફોનમાં જરૂરથી બુકમાર્કના રૂપે સેવ કરી લેવી. જેથી રાજ્યના હવામાન અંગેની અપડેટ તમને નિયમિત મળતી રહે ખૂબ ખૂબ આભાર.

નોંધ : અહીં અપડેટ કરવામાં આવતી હવામાનની માહિતી એ હવામાનના વિવિધ મોડલ ઉપર અભ્યાસ કરીને રજૂ કરવામાં આવે છે. મિત્રો હવામાન અંગેની દરેક પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.

ચોમાસુ નક્ષત્ર 2024 : ચોમાસું 2024 અતિવૃષ્ટિના યોગ

ચોમાસુ નક્ષત્ર 2024

મિત્રો આજની આ પોસ્ટમાં વર્ષ 2024 દરમિયાન જ્યોતિષશાસ્ત્ર મુજબ ચોમાસુ નક્ષત્ર 2024 મુજબ કેવા કેવા યોગોનું નિર્માણ થઈ રહ્યું છે, સાથે સાથે ચોમાસું 2024 વરસાદના નક્ષત્ર આધારિત વરસાદની સંભાવના કેવી જોવા મળી શકે? એ અંગેની માહિતી મેળવશું.

મિત્રો આજના આ સમયમાં વૈજ્ઞાનિક મોડલોના આધારે હવામાનની આગાહી સચોટ રીતે કરી શકાય છે. પરંતુ ભૂતકાળના વર્ષોમાં જ્યારે આવા વિજ્ઞાનના ઉપકરણો હતા નહીં, ત્યારે પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ ચોમાસાની આગાહી કરવામાં આવતી હતી. જે આજે વરસો બાદ પણ લોકવાયકામાં ગુથાયેલી જોવા મળે છે.

આવી ઘણી બધી આગાહીઓમાં ચોમાસુ નક્ષત્ર ને પણ મહત્વનું સ્થાન આપવામાં આવતું હતું. તો મિત્રો આજની આ પોસ્ટમાં ચોમાસુ નક્ષત્ર 2024 દરમિયાન કેવા કેવા સમીકરણોના યોગ બની રહ્યા છે? એ અંતર્ગત માહિતી મેળવશું.

આજની આ પોસ્ટમાં રજૂ થયેલી તમામ માહિતી વર્ષ 2024 દરમિયાન જ્યોતિષશાસ્ત્રમાં ચોમાસુ નક્ષત્ર 2024 ના કેવા કેવા યોગોનું નિર્માણ જોવા મળી રહ્યું છે. એ મુજબની માહિતી અહી અપડેટ કરવામાં આવી છે.

મિત્રો આ માહિતી Weather Tv વેબસાઈટની પોતાની પર્સનલ માહિતી નથી. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. આ વર્ષે જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ ચોમાસું 2024 દરમિયાન ચોમાસુ નક્ષત્ર 2024 મુજબ વરસાદની કેવી સંભાવના જોવા મળશે? એ અંગેની વાત કરવામાં આવી છે.

ચોમાસુ નક્ષત્ર 2024 અંગેની અપડેટ મેળવ્યે તો, મિત્રો મૃગશીર્ષ નક્ષત્રથી વરસાદના નક્ષત્ર ની શરૂઆત થાય છે. અને સ્વાતિ નક્ષત્ર સુધી વરસાદના નક્ષત્ર ની ગણતરી કરવામાં આવે છે. પરંતુ મિત્રો વરસાદના મુખ્ય નક્ષત્રોની વાત કરીએ તો, આદ્રા નક્ષત્રથી ચિત્રા નક્ષત્ર સુધીના સમયગાળાને ચોમાસુ નક્ષત્ર ગણી શકાય.

ચોમાસુ નક્ષત્ર 2024

મિત્રો ચોમાસુ નક્ષત્ર 2024 મુજબ મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદની સંભાવના મધ્યમ ગણી શકાય. કેમકે આ નક્ષત્ર દરમિયાન વાહન શિયાળનું છે. એટલે મૃગશીર્ષ નક્ષત્ર 2024 દરમિયાન પવનનું જોર વધુ રહી શકે. તો કોઈ કોઈ વિસ્તારોમાં મૃગશીર્ષ નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદની સારી સંભાવના ગણી શકાય.

ખરા અર્થના ચોમાસાની શરૂઆત આદ્રા નક્ષત્રથી ગણવામાં આવે છે. તો મિત્રો આ વર્ષે ચોમાસુ નક્ષત્ર 2024 મુજબ આદ્રા નક્ષત્ર ના સમયગાળા દરમિયાન વરસાદના યોગ સારા એવા જોવા મળી રહ્યા છે. આદ્રા નક્ષત્ર 2024 દરમિયાન વાહન મોરનું હોવાથી આદ્રા નક્ષત્રમાં વરસાદના સારા એવા યોગ સમગ્ર રાજ્યમાં ઉભા થઈ શકે.

મોટેભાગે પુનર્વસું નક્ષત્રના સમયગાળા દરમિયાન પવન સાથે વરસાદ જોવા મળતો હોય છે. તો મિત્રો આ વર્ષે જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ ચોમાસુ નક્ષત્ર 2024 દરમિયાન પુનર્વસું નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વાહન હાથીનું હોવાથી આ નક્ષત્રમાં સમયગાળા દરમિયાન અમુક અમુક વિસ્તારોમાં ભારે વરસાદના યોગ ઉભા થઈ શકે.

વરસાદના નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્રના વરસાદને સર્વ શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. કેમ કે પુષ્ય નક્ષત્રનો વરસાદ ખેતીના પાકો સહિત ધરતીને અમીરૂપ વરસાદથી આ પુષ્ય નક્ષત્ર તૃપ્ત કરે છે. તો મિત્રો વર્ષ 2024 દરમિયાન પુષ્ય નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વાહન દેડકાનું હોવાથી પુષ્ય નક્ષત્ર 2024 ના દિવસો દરમિયાન રાજ્યમાં ભારે વરસાદના યોગ ઉભા થઈ શકે.

મિત્રો ચોમાસુ નક્ષત્ર 2024 દરમિયાન આવતા આશ્લેષા નક્ષત્ર ની વાત કરીએ તો, મિત્રો આ વર્ષે આશ્લેષા નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વાહન ગધેડાનું હોવાથી આશ્લેષા નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદના યોગ ઓછા ઉભા થઇ શકે. એટલે કે આશ્લેષા નક્ષત્ર દરમ્યાન વરસાદની સંભાવના ઓછી ગણી શકાય. આશ્લેષા નક્ષત્ર 2024 ના દિવસો દરમિયાન ખંડ વૃષ્ટિના યોગ વધુ જોવા મળી રહ્યા છે.

મઘા નક્ષત્રની વાત કરીએ તો, મઘા નક્ષત્રમાં વરસતા વરસાદના પાણીને સર્વ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. પ્રાચીન લોકવાયકા મુજબ મઘા નક્ષત્રના વરસાદના પાણીને અમૃત સમાન પણ ગણવામાં આવે છે. તો મિત્રો ચોમાસુ નક્ષત્ર 2024 દરમિયાન મઘા નક્ષત્ર 2024 ના દિવસો દરમિયાન વાહન આ વર્ષે શિયાળનું હોવાથી મઘા નક્ષત્રમાં પણ વરસાદની સંભાવના મધ્યમ ગણી શકાય.

વરસાદના નક્ષત્રોમાં પૂર્વ ફાલ્ગુની નક્ષત્રને ઘણા લોકો પુરબા નક્ષત્રથી પણ ઓળખે છે. તો મિત્રો ચોમાસુ નક્ષત્ર 2024 દરમિયાન પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનું વાહન ઉંદરનું હોવાથી પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદની સંભાવના મધ્યમ ગણી શકાય.

આગલા નક્ષત્ર ની વાત કરીએ તો, “વર્ષે જો ઓતરા તો ધાન ન ખાય કુતરા” આ કહેવત સંબંધિત નક્ષત્ર એટલે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રને ઘણા લોકો ઓતરા નક્ષત્રિથી પણ ઓળખે છે. તો મિત્રો ચોમાસુ નક્ષત્ર 2024 દરમિયાન ઉતરા ફાલ્ગુની નક્ષત્ર 2024 નું વાહન હાથીનું હોવાથી, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં અતિવૃષ્ટિનો માહોલ પણ જોવા મળી શકે.

વરસાદના નક્ષત્રોમાં હાથીયા નક્ષત્રની વાત આવે છે, ત્યારે આકાશમાં થતી ગર્જનાની ગડગડાટ યાદ આવી જાય છે. કેમ કે હસ્ત નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદ ભયંકર રીતે ગાજતો હોય છે. હસ્ત નક્ષત્રમાં મોટેભાગે તોફાની વરસાદ જોવા મળતો હોય છે.

મિત્રો ચોમાસુ નક્ષત્ર 2024 દરમિયાન હસ્ત નક્ષત્ર 2024 અંગેના વાહનની અંગેની વાત કરીએ તો, હસ્ત નક્ષત્ર 2024 દરમિયાન વાહન મોરનું હોવાથી હાથીયા નક્ષત્રના સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના યોગ ઊભા થઈ શકે.

ચિત્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન ચોમાસાની વિદાયની શરૂઆત લગભગ જોવા મળતી હોય છે. તો મિત્રો ચોમાસુ નક્ષત્ર 2024 દરમિયાન ચિત્રા નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વાહન આ વર્ષે ભેંસનું હોવાથી ચિત્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન પણ રાજ્યમાં કોઈ કોઈ વિસ્તારોમાં ભારે વરસાદના ચિત્રો જોવા મળી શકે.

મોટેભાગે સ્વાતિ નક્ષત્રમાં થતા વરસાદને માવઠાના વરસાદ તરીકે પણ ગણવામાં આવે છે. કેમકે સ્વાતિ નક્ષત્રમાં વરસાદ જ્યારે પડે છે, ત્યારે ખેતીના પાકોમાં મોટી નુકસાની પણ જોવા મળતી હોય છે. કેમકે સ્વાતિ નક્ષત્રના દિવસો દરમિયાન લગભગ ખેતીના પાકો તૈયાર ગયા હોય છે.

આવા તબક્કે જો વરસાદ થાય તો, મોટી નુકસાની ખેડૂતોને થતી હોય છે. તો વર્ષ 2024 દરમ્યાન સ્વાતિ નક્ષત્રનું વાહન શિયાળનું હોવાથી સ્વાતિ નક્ષત્રના દિવસો દરમિયાન વરસાદની સંભાવના ઓછી જોવા મળી શકે.

વર્ષ 2024 ચોમાસું દરમિયાન વરસાદના નક્ષત્રનું ટૂંકમાં સારાંશ મેળવ્યે તો મિત્રો, આ વર્ષે 6 નક્ષત્રનું વરસાદનું વાહન સારું જોવા મળી રહ્યું છે. જોકે મુખ્ય વરસાદના નક્ષત્રો ગણાતા આદ્રા, પુનર્વસું, પુષ્ય, ઉત્તરા ફાલગુની, હસ્ત અને ચિત્રા આ નક્ષત્રોમાં આ વર્ષે વાહનનો યોગ સારો જણાઈ રહ્યો છે. કેમકે જે વાહન હોય તેને જો પાણી અંગે વધુ લગાવ હોય તો, તે નક્ષત્રના સમયગાળા દરમ્યાન વરસાદના યોગ સારા ઉભા થઈ શકે.

ચોમાસુ નક્ષત્ર 2024 દરમિયાન આદ્રા નક્ષત્રનું વાહન મોરનું છે. પુનર્વસું નક્ષત્રનું વાહન હાથીનું છે. પુષ્ય નક્ષત્રનું વાહન દેડકાનું છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનું વાહન હાથીનું છે. હસ્ત નક્ષત્રનું વાહન મોરનું છે. અને છેલ્લે ચિત્રા નક્ષત્રનું વાહન ભેંસનું છે. આમ આ નક્ષત્રોમાં વાહન વરસાદ પ્રિય હોવાથી આ નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના વધુ ગણી શકાય.

મિત્રો વર્ષ 2024 દરમિયાન ક્યું નક્ષત્ર કઈ તારીખે બેસે છે? એ સંબંધિત સંપૂર્ણ માહિતી સાથેની વાત આપણે વરસાદના નક્ષત્ર 2024 માં વર્ણન કરવામાં આવ્યું છે. તો મિત્રો આ પોસ્ટને સંપૂર્ણ રીતે વાંચી લેવી. જેથી ક્યું નક્ષત્ર કઈ તારીખે બેસે છે? અને નક્ષત્ર સંજોગીયું છે કે નહીં? એ અંગેની તમામ અપડેટ તમને આ ઉપર જણાવેલી પોસ્ટના માધ્યમથી મળી જશે.

ખાસ નોંધ : વરસાદના નક્ષત્ર 2024 સંદર્ભે આ પોસ્ટમાં રજૂ કરવામાં આવેલી તમામ માહિતી જ્યોતિષશાસ્ત્ર 2024 માં બનતા યોગ મુજબ જણાવવામાં આવી છે. તો મિત્રો ઉપર જણાવવામાં આવેલા તમામ વિધાનો Weather Tv વેબસાઈટના પર્સનલ નથી. એ વાતનું ખાસ ધ્યાન રાખવું.

મિત્રો સાયન્સ આધારિતની સાથે સાથે પ્રાચીન વર્ષા વિજ્ઞાનની તમામ હવામાનની અંગેની બધી જ અપડેટ રેગ્યુલર મેળવવા માટે અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો. બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

ગુજરાતમાં ચોમાસાનું આગમન : ચોમાસું 2024

ગુજરાતમાં ચોમાસાનું આગમન

મિત્રો આજની આ મહત્વની પોસ્ટમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે, સંબંધિત ચોમાસું 2024 ના સમીકરણો ગુજરાતમાં કેવા જોવા મળશે. એ અંગેની ખૂબ જ મહત્વની વાત આ પોસ્ટના માધ્યમથી કરીશું.

આ પોસ્ટમાં રજૂ કરેલુ અનુમાન એ, હવામાનના લાંબાગાળાની પરિસ્થિતિની આધારે રજૂ કરવામાં આવેલ છે. એટલે આ હજી એક ફિક્સ અનુમાન પણ ગણી ન શકાય. છતાં પણ હવામાનના મોડેલની લાંબાગાળાની અપડેઇટ મુજબ ગુજરાતમાં ચોમાસાનું આગમન કઈ તારીખે થઈ શકે? ઉપરાંત ગુજરાતમાં ચોમાસું 2024 કેવું રહી શકે છે એ સંબંધિત ચર્ચા કરીશું.

મિત્રો પ્રથમ તો સમર સિઝનની વાત કરીએ, તો સમર સિઝન દરમિયાન ગુજરાતમાં મોટે ભાગે પશ્ચિમનો પવન જોવા મળતો હોય છે. પરંતુ આ પવનમાં ભેજની માત્રા ખુબ જ ઓછી જોવા મળતી હોય છે. જેમ જેમ મે મહિનાની શરૂઆત થાય છે, તેમ તેમ પવનનું ડિરેક્શન પણ ચેન્જ થતું જોવા મળે છે. મે મહિનાના અંતિમ દિવસોમાં પવન સાથે હવામાં ભેજની ટકાવારી પણ ક્રમશ વધતી જતી હોય છે.

મિત્રો ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થઈ શકે એ અંતર્ગત એક લાંબા ગાળાનું ચિત્ર જોઈએ તો, મિત્રો 25 મેની આજુબાજુ દક્ષિણ અરબ સાગરમાં એક મોટો નોંધપાત્ર ફેરફાર જોવા મળતો હોય છે. કેમકે માલદિવ લાગુ દક્ષિણ અરબ સાગરમાં એક મજબૂત હાઈપ્રેશરનું નિર્માણ ધીરે ધીરે થતું જોવા મળતું હોય છે. આ પેટર્નને હિસાબે પવનની દિશામાં પણ બદલાવ જોવા મળતો હોય છે.

ભારત દેશ સહિત ગુજરાતમાં ચોમાસાનું આગમન માટે આવી પેટર્ન બનવી ખૂબ જ જરૂરી છે. કેમકે જ્યારે જ્યારે દક્ષિણ અરબ સાગરમાં મે મહિનાના અંતિમ દિવસોમાં હાઈપ્રેશરનું નિર્માણ થાય છે. ત્યારે જ સાઉથ વેસ્ટ મોનસુનના પવનો ધીરે ધીરે સમગ્ર ભારત ઉપર સેટ થતા જોવા મળે છે. આ સાઉથ વેસ્ટના પવનો જ ગુજરાતમાં ચોમાસાનું આગમન માટે મુખ્ય ગણાય છે.

મિત્રો આમ તો ભૂતકાળના વર્ષોની યાદી જોઈએ તો, દક્ષિણ અંદમાન નિકોબાર દ્વીપ સમુહની આજુબાજુ ચોમાસાનું આગમન દર વર્ષે 22 મેથી 28 મેના સમયગાળા દરમિયાન થતું જોવા મળતું હોય છે. જ્યારે જ્યારે દક્ષિણ બંગાળની ખાડીમાં આ દિવસો દરમિયાન ચોમાસાનું આગમન થાય છે, ત્યારે ત્યારે લગભગ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન નિયમિત સમયે થતું હોય છે.

ગુજરાતમાં ચોમાસાનું આગમન

જો મે મહિનાની 25 થી 28 મેના સમયગાળા દરમિયાન અંદમાન નિકોબારના ટાપુઓ ઉપર ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થાય તો, લગભગ આ ચોમાસું કેરલમાં એક જૂની આજુબાજુ અથવા તો મોડામાં મોડુ પાંચ જુનની આજુબાજુ પ્રવેશ કરતું હોય છે.

કેરળમાં જો આ દિવસો દરમિયાન ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય તો, પણ ગુજરાતમાં ચોમાસાનું આગમન લગભગ જે હવામાન વિભાગે નોર્મલ તારીખો નક્કી કરી છે એ તારીખોમાં જ થઈ જાય છે. એટલે જ મિત્રો જો કેરલમાં ચોમાસાનું આગમન સમયસર રહે તો, ગુજરાતમાં ચોમાસાનું આગમન લગભગ નિયમિત સમય જ થતું હોય છે.

મિત્રો ગુજરાતમાં ચોમાસાનું આગમન થવા માટેના દાવ પેચ જ્યારે જ્યારે ચોમાસાની એન્ટ્રી અરબ સાગરમાં થાય છે. ત્યારબાદ જ જોવા મળે છે. કેમકે અરબ સાગરમાં ચોમાસાની એન્ટ્રી થયા બાદ હવામાનના સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળતો હોય છે. જો વિપરીત ફેરફારો જોવા મળે તો, ગુજરાતમાં ચોમાસાનું આગમન સામાન્ય રીતે 15 તારીખની આજુબાજુ થતું હોય છે, તેમાં મોટો ફેરફાર જોવા મળતો હોય છે.

કેરલમાં ચોમાસું પહોંચ્યા બાદ અરબ સાગરમાં વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થાય તો, ચોમાસું આગળ વધવાની પ્રગતિ પર મોટો ધક્કો લાગે છે. તો મિત્રો ક્યાં કારણોસર જો આવું બને તો, ગુજરાતમાં ચોમાસાનું આગમન ખૂબ જ મોડું થઈ શકે. એ બાબતે થોડી વિસ્તારથી માહિતી મેળવીએ.

શ્રીલંકા તેમજ કેરલની આસપાસ જ્યારે ચોમાસું વિધિવત રીતે દક્ષિણ અરબ સાગરમાં એન્ટર થાય છે. ત્યારે અરબ સાગરના પવનોની પેટર્ન અસ્તવ્યસ્ત જોવા મળતી હોય છે. કેમકે આ સમયગાળા દરમિયાન ખાસ કરીને રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રમાં હિટ વેવનો માહોલ જોવા મળતો હોય છે. આ હિટ વેવની અસર રૂપે અરબ સાગરની દરિયાઈ જળ સપાટીનું તાપમાન નોર્મલ કરતાં ઉચું જોવા મળતું હોય છે.

એટલે જ મિત્રો મોટેભાગે અરબ સાગરમાં મે મહિનાના અંતિમ દિવસોથી 10 જૂનના સમયગાળા દરમિયાન મધ્ય અરબ સાગર અથવા તો દક્ષિણ અરબ સાગરમાં વાવાઝોડા જેવી મોટી સિસ્ટમ આકાર લેતી હોય છે. કેમકે જ્યારે જ્યારે ચોમાસાનું આગમન અરબ સાગરમાં થાય છે ,ત્યારે ત્યારે લગભગ દર વર્ષે એકાદ વાવાઝોડું જેવી તોફાની સિસ્ટમ અરબ સાગરમાં જોવા મળતી હોય છે. જે આપણે પાછલા ઘણા વર્ષોમાં પણ જોયું છે.

મિત્રો જ્યારે જ્યારે અરબ સાગરમાં આવી તોફાની સિસ્ટમનું નિર્માણ થાય છે, ત્યારે ત્યારે ગુજરાતમાં ચોમાસાનું આગમન ના ચિત્રો અનિશ્ચિત બને છે. કેમ કે જો આ સિસ્ટમ અરબ સાગરમાંથી ઉત્તર અથવા તો પૂર્વ તરફ ફંટાય તો, ગુજરાતમાં ચોમાસાનું આગમન લગભગ નિયમિત સમયે થતું હોય છે.

પરંતુ જો આ વાવાઝોડા જેવી મજબૂત સિસ્ટમ પશ્ચિમ તરફ ફંટાય તો, ચોમાસાનું આગમન નોર્મલ તારીખ કરતા ખૂબ જ મોડું થતું હોય છે. કેમકે છેલ્લા બેથી ને ત્રણ વર્ષ દરમિયાન ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જે વાવાઝોડા ત્રાટક્યા છે, એ વર્ષોમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન ખૂબ જ મોડું થયેલું હોય એવું જોવા મળ્યું છે.

કેમકે આ સમયગાળા દરમિયાન જો વાવાઝોડા જેવી મજબૂત સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ એટલે કે અરેબિયન કન્ટ્રી સાઈડ ફંકટાઈ જાય તો, અરબ સાગરમાં જે ભેજની પર્યાપ્ત માત્રા હોય છે, તે બધી જ આ સિસ્ટમ પોતાની સાથે ખેંચી જાય છે. એટલે અરબ સાગરનું હવામાન ફરીથી ભેજ રહિત બનવાથી ચોમાસાની પ્રગતિના ચિત્રો રૂંધાય છે. આ પરિસ્થિતિને અનુસંધાને જ ગુજરાતનું ચોમાસું નોર્મલ સમય કરતા મોડું જોવા મળે છે.

ભૂતકાળના વર્ષોની યાદી જોઈએ તો, ભૂતકાળના ઘણા વર્ષોમાં જ્યારે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ અરબ સાગરમાં થયું છે. એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચોમાસાનું આગમન ખૂબ જ મોડું થયું છે. અમુક અમુક કિસ્સાઓમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન પહેલી જુલાઈની આજુબાજુ પણ થયેલું હોય એવા દાખલા પણ ઘણા વર્ષોમાં જોવા મળ્યા છે.

મિત્રો ટૂંકમાં માહિતી મેળવીએ તો, જ્યારે જ્યારે બંગાળની ખાડીમાં ચોમાસાની એન્ટ્રી થઈ ત્યારબાદ જ્યારે અરબ સાગરમાં ચોમાસાની પધરામણી થતી હોય ત્યારે હવામાનમાં કોઈ મોટો યુ ટર્ન ન સર્જાય તો, ગુજરાતનું ચોમાસું લગભગ 15 જૂનની આજુબાજુ મોટેભાગે પ્રવેશ કરતું હોય છે. એટલે જ મોટેભાગે રાજ્યમાં ચોમાસું પ્રવેશ 15 જૂનથી 25 જૂનની વચ્ચે અચૂક પણે થતું હોય છે એવું જોવા મળી રહ્યું છે.

એટલે જો સમયસર દક્ષિણ અરબ સાગરમાં હાઈપ્રેશરનું નિર્માણ થયા બાદ, જે સાઉથ વેસ્ટના પવનો સમગ્ર દેશ ઉપર સેટ થતા હોય છે. આ સમયગાળા દરમિયાન બંગાળની ખાડી તેમજ અરબ સાગરની જળ સપાટીનું તાપમાન નોર્મલની આજુબાજુ રહેતો, દરિયામાં વાવાઝોડાની બનવાની શક્યતા આ સમયગાળા દરમિયાન ખૂબ જ ઘટી જતી હોય છે. જો આવી પેટન જોવા મળે તો, ચોમાસાનું આગમન સમયસર રહે છે.

મિત્રો છેલ્લા 25 થી 30 વર્ષનું સર્વે જોઈએ તો, ગુજરાતમાં ચોમાસું પ્રારંભ 15 જૂનથી 25 જૂનના દિવસો વચ્ચે થઈ જતું હોય છે. અને ચોમાસું હંમેશા નોર્મલની આજુબાજુ જ રહેતું હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બદલાતી જતી હવામાનની પેટર્નને આધારે ચોમાસું પ્રવેશ ક્યારેક વહેલું અથવા તો ક્યારેક મોડુ થઈ રહ્યું છે.

વર્ષ 2024 દરમિયાન ચોમાસાની તારીખ જેમ જેમ નજીક આવતી જશે. તેમ તેમ અમે ચોમાસું 2024 અંતર્ગત લેટેસ્ટ ઇન્ફોર્મેશન આપતા રહેશું. મિત્રો અમારી વેબસાઈટ Weather Tv પરથી તમને સમગ્ર રાજ્યના હવામાનની અપડેટ પણ ચોમાસાની સિઝન દરમિયાન નિયમિત રીતે મળતી રહેશે. તો અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો આભાર.

ઝાકળ વર્ષા નો રાઉન્ડ : હવામાન બદલાશે

ઝાકળ વર્ષા નો રાઉન્ડ

મિત્રો શિયાળાની લગભગ હવે વિદાયની ઘડી આવી ચૂકી છે. હવામાનમાં ધીરે ધીરે તાપમાનનો પારો ઊંચો જોવા મળશે. તો બીજી તરફ આવનારા દિવસોમાં ઝાકળ વર્ષા નો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. આ પેટર્નને વિશે હવામાનમાં મોટો બદલાવ જોવા મળશે એ અંગેની વાત આ પોસ્ટમાં કરશું.

મિત્રો મુખ્યત્વે આ વર્ષ દરમિયાન ખાસ કરીને કોલ્ડ વેવનો માહોલ શિયાળાની ઋતુ દરમિયાન જોવા મળ્યો નથી. અપવાદરૂપ સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં એકાદ બે રાઉન્ડ ઠંડીના જોવા મળ્યા. પરંતુ દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે ખાસ કરીને શિયાળાને જમાવટ કરી એવું જોવા મળ્યું નથી.

તો હવે ધીરે ધીરે ગુજરાત રાજ્યના હવામાનમાંથી ઠંડી રીતસર ગાયબ થશે. આવનારા દિવસોમાં ગુજરાતમાં હવામાનની પરિસ્થિતિ કેવી જોવા મળશે? આવનારા દિવસોમાં ઝાકળ વર્ષા નો રાઉન્ડ કેટલા વિસ્તારોને પ્રભાવિત કરી શકે છે? સાથે સાથે આવનારા દિવસોમાં ઠંડીનું પણ કેવું પ્રમાણ જોવા મળશે? એ અંગેની અપડેટ આ પોસ્ટના માધ્યમથી મેળવશું.

મિત્રો ગુજરાતમાં જે હવામાન જોવા મળી રહ્યું છે, એમાં મોટો ફેરફાર આવનારા દિવસોમાં જોવા મળશે. 15 ફેબ્રુઆરીથી તાપમાનનો પારો ધીરે ધીરે ઊંચો થતો જોવા મળશે. હાલ જે તાપમાન જોવા મળી રહ્યું છે. તેમાં 2 થી 3 ડિગ્રીનો વધારો 15 ફેબ્રુઆરી પછીના દિવસોમાં જોવા મળશે. આ પરિસ્થિતિને હિસાબે ઠંડી રીતસરની ગાયબ થશે.

તો મિત્રો આવનારા દિવસોમાં ઝાકળ વર્ષા નો પણ એક મોટો રાઉન્ડ હવામાનની અપડેટમાં જોવા મળી રહ્યો છે. કેમ કે જીએસએફ મોડલની અપડેટ મુજબ આગામી દિવસોમાં ઝાકળ વર્ષા નો રાઉન્ડ ગુજરાતને પ્રભાવિત કરી શકે છે. આવનારા દિવસોમાં કઈ તારીખોમાં ઝાકળ વરસાનો રાઉન્ડ જોવા મળશે? એ અંગેની અપડેટ મેળવીએ.

ઝાકળ વર્ષા

મિત્રો 18 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્યમાં ઝાકળ વર્ષનો રાઉન્ડ જોવા મળશે. 18 ફેબ્રુઆરીથી શરૂ થનાર ઝાકળ વર્ષા નો રાઉન્ડ લગભગ 3 થી 4 દિવસ દરમિયાન રાજ્યમાં અસર કર્તા બની શકે છે. આ દિવસો દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોને પણ આ ઝાકળ વર્ષા નો રાઉન્ડ પ્રભાવીત કરી શકે છે.

મુખ્ય રૂપે આ દિવસો દરમિયાન ઉત્તર ભારતમાંથી પસાર થનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર પણ ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરથી ગુજરાત રાજ્યમાં મીડ લેવલે વાદળોનું પ્રમાણ વધુ જોવા મળશે. આવી પરિસ્થિતિમાં અમુક વિસ્તારોમાં છાંટા છૂટી અથવા તો હળવું માવઠું પણ એકાદ વિસ્તારમાં થઈ શકે એવા ચાર્ટ ગ્લોબલ મોડલમાં જોવા મળી રહ્યા છે.

મિત્રો છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાઈ લેવલ ક્લાઉડ જોવા મળી રહ્યા છે. જોકે આ મહા મહિનો ચાલી રહ્યો હોવાથી પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ હજી આ મહિનો કસ કાતરાનો પણ ગણી શકાય. એટલે આ કસ કાતરા રૂપી વરસાદ ચોમાસાના અંતિમ દિવસોમાં જોવા મળી શકે.

આવનારા 2 થી 3 દિવસ દરમિયાન હાઇ લેવલ ક્લાઉડનું પ્રમાણ થોડું ઓછું થતું જોવા મળશે. પરંતુ બે દિવસ બાદ જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે ત્યારે મિડ લેવલે ઘાટા વાદળોનું પ્રમાણ ધીરે ધીરે રાજ્યમાં જોવા મળશે. જેમાં કોઈ કોઈ વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થઈ શકે છે. પરંતુ મિત્રો કમોસમી વરસાદની સંભાવના હવામાનના વિવિધ મોડલોમાં હાલ ખૂબ જ ઓછી જોવા મળી રહી છે.

આવનારા દિવસોમાં ઝાકળ વર્ષા ની સાથે સાથે પવન અંગેની માહિતી મેળવીએ તો, મિત્રો હવે ધીરે ધીરે ઝાકળ વર્ષા વરસાના રાઉન્ડ દરમિયાનના દિવસોમાં પશ્ચિમનો પવન રાજ્યમાં વધુ પડતો જોવા મળશે. આ પશ્ચિમના પવનને અનુસંધાને તાપમાનમાં પણ નજીવો વધારો જોવા મળશે. મિત્રો તાપમાન પણ બે થી ત્રણ ડિગ્રી ઊંચું આ દિવસો દરમિયાન જોવા મળશે.

મોટાભાગના આ દિવસો દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં વરસાદી માહોલ ચાલુ રહેશે. જોકે આ સમયગાળા દરમિયાન કોઈ ભારે વરસાદ વરસાદના યોગ ઉત્તર ભારતમાં જોવા મળી રહ્યા નથી. જે ને પરિણામે રાજ્યમાં ફરીથી કોઈ મોટી ઠંડીનું આગમન થાય એવું હાલની પરિસ્થિતિ મુજબ જણાઈ રહ્યું નથી.

ટૂંકમાં મિત્રો આવનારા દિવસો દરમિયાન રાજ્યનું હવામાન મોટાપાયે બદલાશે ઠંડીનું પ્રમાણ રીતસર ઘટવા લાગશે. ગરમીનો પારો થોડો ઊંચો જોવા મળશે. અને આ દિવસો દરમિયાન રાજ્યમાં ઝાકળ વર્ષા નો રાઉન્ડ પણ રાજ્યને પ્રભાવિત કરે એવી સંભાવના ખૂબ જ વધુ જોવા મળી રહી છે. તો પવનની દિશામાં પણ આવનારા દિવસોમાં મોટો ફેરફાર જોવા મળશે.

15 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરીના દિવસો દરમિયાન પૂર્વ ભારતના વિસ્તારોમાં પણ એક વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે. જેમાં પૂર્વ ભારતના મોટાભાગના રાજ્યોની સાથે સાથે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર તેમજ ઉત્તર ઓરિસ્સાના વિસ્તારોમાં આ દિવસો દરમિયાન એક સામાન્ય વરસાદનો રાઉન્ડ પણ ગ્લોબલ મોડલના ચાર્ટ મુજબ જોવા મળી રહ્યો છે.

જોકે મિત્રો નજીકના દિવસોમાં ગુજરાત રાજ્યની વાત કરીએ તો, આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યમાં કોઈ માવઠાના વરસાદનો રાઉન્ડ આવે એવું જોવા મળી રહ્યું નથી. અપવાદરૂપ અમુક વિસ્તારોમાં છાંટા છૂટી થઈ શકે. ટૂંકમાં આવનારા દિવસોમાં હવામાનમાં એક સામાન્ય ફેરફાર જોવા મળી શકે છે. જેમાં ગરમીનું પ્રમાણ વધશે, પશ્ચિમના પવનો ફુકાવાનું શરૂ થશે અને સાથે સાથે એક ઝાકળ વર્ષા નો પણ નાનો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે.

17 ફેબ્રુઆરી થી 21 ફેબ્રુઆરીના દિવસો દરમિયાન ઝાકળ વર્ષા નો રાઉન્ડ ગુજરાત રાજ્યને પ્રભાવિત કરશે, જેથી હાલ સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં જીરાનું મોટા પ્રમાણમાં વાવેતર હોવાથી આ દિવસો દરમિયાન જીરાના પાક ઉપર સારા એવા ફુગ નાશકનો છંટકાવ કરી લેવો ખૂબ જ હિતાવહ છે. જેથી જીરું જેવા સંવંદશીલ પાક ઉપર ઝાકળ વર્ષા ની અસર જાઝી એવી જોવા ન મળે.

ધીરે ધીરે હવે પશ્ચિમના પવનો રાજ્યમાં જોવા મળશે. આ પરિસ્થિતિને હિસાબે આવનારા દિવસોમાં કોઈ હવે ભારે ઠંડીનો રાઉન્ડ આવે એવું જણાઈ રહ્યું નથી. ટૂંકમાં કહીએ તો, મિત્રો હવે શિયાળાની વિદાય અને ઉનાળાનું આગમન રાજ્યમાં થશે. એવું એક સામાન્ય અનુમાન લગાવી શકાય.

પ્રાચીન વર્ષા વિજ્ઞાનના પાસા મુજબ મહા મહિનામાં હજી ઉનાળા શરૂઆત મોટાભાગે ગણાતી નથી. કેમકે ભૂતકાળના વર્ષો જોઈએ તો, મિત્રો ગરમીના મુખ્ય રાઉન્ડની શરૂવાત ફાગણ મહિનાની શરૂઆતથી થતી હોય છે. પરંતુ આ વર્ષે શિયાળાનું આયુષ્ય ખૂબ જ ટૂંકું જોવા મળ્યું છે.

આ વર્ષે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પણ વધુ પડતા ગુજરાત રાજ્યને પ્રભાવીત કર્યા નથી. ગયા વર્ષે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું પ્રમાણ જેટલું જોવા મળ્યું હતું, એ મુજબ આ વર્ષે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળ્યું છે. કેમકે આ વર્ષના વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મોટેભાગે ઉત્તર ભારતમાંથી પસાર થતાં જોવા મળ્યા છે. વધુ પડતા દક્ષિણમાંથી આ વર્ષે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પસાર થયા નથી.

આ પરિસ્થિતિ મુજબ જ આ વર્ષે શિયાળાની સીઝન દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદના રાઉન્ડ વધુ પડતા જોવા મળ્યા નથી. જેમ કે ગયા વર્ષે શિયાળાની શરૂઆત અને ઉનાળાના દિવસો દરમિયાન પણ કમોસમી વરસાદના રાઉન્ડ ઘણા બધા રાજ્યમાં જોવા મળ્યા હતા. પરંતુ આ વર્ષે ગયા વર્ષ કરતાં પરિસ્થિતિ ખૂબ જ વિપરીત જોવા મળી રહી છે.

ગુજરાત રાજ્ય સંબંધિત હવામાનની દરેક અપડેટ નિયમિત મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે હંમેશા જોડાયેલા રહેજો. જેથી જે તે વિસ્તારમાં રાજ્યમાં હવામાનની પરિસ્થિતિ કેવી જોવા મળી શકે? એ અંગેની નિયમિત અપડેટ તમને મળતી રહે. બધા જ મિત્રો નો ખુબ ખુબ આભાર.

ચૈત્ર મહિનો : ચોમાસું 2024 વર્ષનો વર્તારો

ચૈત્ર મહિનો ચોમાસું 2024

મિત્રો આજની આ મહત્વની પોસ્ટમાં ચૈત્ર મહિનો કેવો રહે? તો આવનારું ચોમાસું 2024 કેવું જમાવટ કરી શકે? એ અંગેની કેવી માહિતી દેશી વિજ્ઞાનમાં જોવા મળી રહી છે? તો આ પોસ્ટમાં ચૈત્ર મહિનો દરમિયાન કેવા સમીકરણો સર્જાય તો વરસાદ કેવો થાય? એ અંગેની વાત કરશું.

મિત્રો ચૈત્ર મહિનો એટલે ચૈત્રી દનૈયાનો મહિનો પણ ગણી શકાય. પરંતુ આ પોસ્ટમાં આપણે ચૈત્રી દનૈયા અંગેની માહિતી મેળવશું નહીં. કેમકે ચૈત્રી દનૈયા સિવાય પણ ચૈત્ર મહિનો બીજા સમીકરણોમાં કેવો રહે? તો આવનારું ચોમાસું કેવું રહે છે. એ અંગેની માહિતી મેળવશું.

પ્રાચીન વાત મુજબ ચૈત્ર મહિનો દરમિયાન જો ચૈત્ર મહિનાની અંજવાળી સુદમાં એટલે કે ચૈત્ર મહિનાના અંજવાળિયા પક્ષમાં જો રેવતી નક્ષત્ર જેટલા દિવસ એટલે કે જેટલો સમયગાળો જે તે તિથિમાં જેટલો વધે તેટલું અનાજ વધુ પાકે આવી વાત પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહી છે.

મિત્રો એક સામાન્ય વાત મુજબ ચૈત્ર મહિનો જેટલો તપે એટલું વધુ સારું ચોમાસું આવે. ટૂંકમાં મિત્રો ચૈત્ર મહિનો દરમિયાન ગરમીનું પ્રમાણ જેટલું વધુ જોવા મળે અને હવામાન જેટલું સ્વચ્છ જોવા મળે તેટલું જ આવનારું ચોમાસું ખૂબ જ સારું આવે છે. એટલે કે ચોમાસા દરમિયાન નિયમિત વરસાદના રાઉન્ડ જોવા મળે.

મિત્રો ભડલી વાક્ય મુજબ ચૈત્ર મહિનો કેવો રહે એ મુજબ એક લોકવાયકા મુજબ ચૈત્ર સુદ પૂનમને દિવસે બુધવાર અથવા તો ગુરૂવાર જે વર્ષે આવતો હોય તે વર્ષે વરસાદ ચોમાસા દરમિયાન ખૂબ જ સારો થાય. સાથે સાથે રાજા અને લોકો પણ સુખી થાય. એટલે જ ચૈત્ર સુદ પૂનમે બુધવાર કે પછી ગુરૂવાર ખૂબ જ શુભ વાર ગણાય છે.

ચૈત્ર મહિનો

મિત્રો આવનારું ચોમાસું 2024 કેવું રહેશે? એ અંતર્ગત ચૈત્ર મહિનો વિશેષ રૂપે ભાગ ભજવતો હોય છે. તે કેમકે ચૈત્ર મહિનાના હવામાન મુજબ આવનારા ચોમાસાનું ચિત્ર નક્કી થતું હોય છે. તો મિત્રો એક પ્રાચીન વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ ચૈત્ર વદ પાંચમથી 10 દિવસ આકાશ જો ચોખ્ખું રહે તો, શિયાળામાં બનેલા એક પણ ગર્ભનું ધોવાણ થતું નથી. શિયાળા દરમિયાન બનેલા તમામ ગર્ભનો વરસાદ ચોમાસામાં પરિપૂર્ણ રીતે વરસે છે. ગરીબી હટે છે અને લોકો પણ સુખી થાય છે.

એક બીજા ચૈત્ર મહિનાના પૂર્વ અનુમાન મુજબ ચૈત્રી પૂનમે જો આકાશમાં વાદળા છવાય, વરસાદ ગાજે તો આવનારું ચોમાસું નિષ્ફળ જાય છે. એટલે જ ચૈત્ર મહિનો અંતર્ગત ચૈત્રી સુદ પૂનમના દિવસે આકાશ સ્વચ્છ રહેવું જોઈએ. જો પૂર્ણિમાને દિવસે આકાશ સ્વચ્છ રહે તો, આવનારું ચોમાસું પણ સારું એવું સાબિત થાય.

મિત્રો એક બીજી વાત મુજબ ચૈત્ર મહિનાના અંજવાળિયા પક્ષમાં જે તે વિસ્તારમાં જો સળંગ 8 દિવસ વરસાદી હવામાન જમાવટ કરે તો, ચોમાસા દરમિયાન જે તે પ્રદેશમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય, તે પ્રદેશમાં ભયંકર દુષ્કાળના ચિત્રો ઉભા થાય. આવી વાત પણ પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહી છે.

ચૈત્ર મહિનો આધારિત રોહિણી નક્ષત્ર અંગે એક અનુમાન જોઈએ તો, મિત્રો ચૈત્ર સુદ પાંચમે એટલે કે ચૈત્ર મહિનાની અંજવાળી પાંચમે જો રોહિણી નક્ષત્રની હાજરી હોય તો, તે વર્ષે અષાઢ મહિનામાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી રહેશે. એટલે કે અષાઢ મહિનામાં કોઈ મોટો વરસાદ જોવા મળશે નહીં. આવું વિધાન ભડલી વાક્યોમાં જોવા મળી રહ્યું છે.

એ જ રીતે મિત્રો ચૈત્ર સુદ સાતમે પુષ્ય નક્ષત્ર ની હાજરી હોય તો, તે વર્ષે શ્રાવણ મહિનામાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી રહેશે. તો ચૈત્ર મહિનો અંતર્ગત ચૈત્ર સુદ નોમે પુષ્ય નક્ષત્ર ની હાજરી હોય તો, તે વર્ષે લગભગ ભાદરવો મહિનો કોરો જાય છે. આવી વાત પણ ભડલી વાક્યમાં જોવા મળી રહી છે.

તો એકબીજા ભડલી વાક્ય મુજબ ચૈત્ર મહિનો અંતર્ગત ચૈત્ર સુદ પૂનમે જો ચિત્રા નક્ષત્રની હાજરી હોય તો, તે વર્ષે આસો મહિનામાં વરસાદની ખેંચ જોવા મળે છે. ચૈત્ર મહિનો દરમ્યાન ખાસ કરીને ચૈત્ર સુદ પાંચમ, ચૈત્ર સુદ સાતમ, ચૈત્ર સુદ નોમ તેમજ ચૈત્ર સુદ પૂનમના દિવસનો ખાસ અભ્યાસ કરવો. જેથી આવનારા ચોમાસાનો વર્તારો કેવો રહેશે? એ જાણી શકાય.

મિત્રો ચૈત્ર મહિનો દરમિયાન ચૈત્ર મહિનાની અમાસે સૂર્ય ક્યાં આથમે છે? એ નિશાની ખાસ જોવી. ત્યારબાદ પછી બીજના દિવસનો ચંદ્ર, સૂર્યથી કઈ જગ્યાએ છે? એ પણ ખાસ અવલોકન કરવું. જો સૂર્યથી ચંદ્ર ઉત્તર દિશામાં હોય તો, વધુ સારું ચોમાસું આવે છે. એટલે ચોમાસા દરમિયાન વરસાદની સંભાવના વધુ રહેશે.

આમ મિત્રો ચૈત્ર મહિનાના દિવસો દરમિયાન પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં ઘણા બધા એવા પરિબળોનું વર્ણન કરવામાં આવ્યું છે. એ મુજબ ચૈત્ર મહિનો કેવો રહે? ચૈત્ર મહિનામાં કેવા કેવા યોગોનું નિર્માણ થાય તો, આવનારું ચોમાસું સારું જશે કે દુષ્કાળમાંય સાબિત થશે? એ અંગેનું એક પૂર્વ અનુમાન આપણે કાઢી શકીએ છીએ.

વરસાદના નક્ષત્ર આધારિત થોડીક ચૈત્ર મહિનો અંતર્ગત માહિતી મેળવીએ તો, મિત્રો ચૈત્ર તેમજ વૈશાખ મહિનાના સમયગાળા દરમિયાન અશ્વની, રેવતી, ભરણી, કૃતિકા, રોહિણી આ બધા નક્ષત્ર લગભગ ચૈત્ર, વૈશાખ મહિનાના સમયગાળા દરમિયાન આવતા હોય છે. એટલે ચૈત્ર મહિનાના સમયગાળા દરમિયાન આવતા નક્ષત્રનો પણ ખાસ વિચાર કરવો. જેથી આવનારું ચોમાસું કેવું રહેશે? એનું અનુમાન મેળવી શકાય.

મોટેભાગે ચૈત્ર મહિના દરમિયાન સમગ્ર દેશમાં હિટ વેવનો માહોલ જોવા મળતો હોય છે. એટલે જ ચૈત્ર મહિનાના સમયગાળા દરમિયાન ગરમીનો જેટલો માહોલ વધુ રહે એટલું આવનારું ચોમાસું સારું આવે. જો ચૈત્ર મહિનાના સમયગાળા દરમિયાન કમોસમી વરસાદ જોવા મળે તો, આવનારા ચોમાસા માટે એક સારી નિશાની ગણાતી નથી. કેમકે જો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો, આવનારું ચોમાસું નબળું આવે.

મિત્રો જેમ પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં આવનારું ચોમાસું કેવું રહે? એ અંતર્ગત જેમ અસંખ્ય વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ મુજબ જ આધુનિક વિજ્ઞાનના પેરામિટરો મુજબ કેવા સમીકરણો ચોમાસાની શરૂઆત પહેલાં જોવા મળે તો, આવનારું ચોમાસું કેવું રહે? એ અંગે થોડીક માહિતી મેળવીએ.

ચોમાસાની શરૂઆત થતાં પહેલાં ચોમાસાને મુખ્ય અસર કરતું પરિબળ ઇન્ડિયન ઓશન ડાયપોલ જો પોઝિટિવ તરફ જણાય તો, આવનારું ચોમાસું ખૂબ જ સારું સાબિત થાય. બંગાળની ખાડીમાં એક પછી એક વરસાદની સિસ્ટમ બને છે. આ વરસાદની સિસ્ટમનો લાભ ગુજરાતને ભરપૂર માત્રામાં મળે.

એ જ રીતે જ્યારે અંદમાન નિકોબાર દ્વીપ સમુહ ઉપર ચોમાસાનું વિધિવત રીતે આગમન થાય છે, એ સમય દરમિયાન નીનો ઇન્ડેક્સ જો તટસ્થ અથવા તો, લા નીના તરફ ઝૂકાવ કરતો જોવા મળે તો, તે વર્ષનું ચોમાસું સમગ્ર દેશ માટે સારું સાબિત થાય છે. કેમ કે જો આવી પરિસ્થિતિ જોવા મળે તો, બંગાળની ખાડીમાં એક પછી એક લો પ્રેસર સિસ્ટમ ચોમાસાના સમયગાળા દરમિયાન બનતી રહે છે.

એટલે જ મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાનની સાથે સાથે આધુનિક વિજ્ઞાનના હવામાનના પેરામિટરો મુજબ પણ આવનારું ચોમાસું સારું રહેશે કે પછી દુષ્કાળમય રહેશે? એ અંગેના તારણોનું એક અનુમાન લગાવી શકાય છે. કેમ કે આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં સાયન્સ આધારિત હવામાનની આગાહી ખૂબ જ સત્યની નજીક જોવા મળતી હોય છે.

મિત્રો સમગ્ર રાજ્યના વિસ્તારો જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન હવામાન કેવું રહેશે, એ અંતર્ગત અમે આ વેબસાઈટ Weather Tv ના માધ્યમથી અમે રેગ્યુલર હવામાન અપડેટ આપીયે છીએ. તો મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો આભાર.

વિશ્વનું હવામાન : દરેક ખંડનું હવામાન કેવું

વિશ્વનું હવામાન

મિત્રો વિશ્વનું હવામાન વૈવિધ્યતા પૂર્વક ભરેલું છે. કેમકે દરેક દેશનું હવામાન અલગ મિજાજ ધરાવતું હોય છે. તો મિત્રો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં આપણે વિશ્વનું હવામાન જેમાં દરેક ખંડનું હવામાન કેવું જોવા મળે છે? એ અંગેની થોડીક માહિતી મેળવશું.

મિત્રો વિશ્વનું હવામાન એશિયા ખંડમાં પણ અલગ અલગ રૂપે જોવા મળે છે. જેમ કે ઉત્તર એશિયાના દેશોનું હવામાન કંઈક અલગ જ હોતું હોય છે. તો દક્ષિણ એશિયાનું હવામાન પણ મોસમી પ્રકારનું જોવા મળતું હોય છે. તો પૂર્વ એશિયાના વિસ્તારોમાં પણ હવામાનના દાવ પેચ કંઈક અલગ જ જોવા મળે છે.

એશિયા ખંડની વાત કરીએ તો, મિત્રો એશિયા ખંડનું હવામાન જેમાં ઉત્તર એશિયા ખંડના વિસ્તારોની વાત કરીએ તો, આ ઉત્તર એશિયાના વિસ્તારો વર્ષ દરમિયાન મોટે ભાગે ઠંડીની જપેટમાં ઘેરાયેલા હોય છે. જેમાં ઉત્તર સાયબેરીયાનો પ્રદેશ તો મોટેભાગે વર્ષ દરમિયાન બરફથી ઢકયેલો જ હોય છે. આટલી બધી ઠંડી ઉત્તર એશિયાના વિસ્તારોમાં જોવા મળે છે.

મિત્રો વિશ્વનું હવામાન એટલે જ દરેક ખંડમાં અલગ અલગ જોવા મળે છે. એ જ રીતે દક્ષિણ એશિયાની વાત કરીએ તો, મિત્રો આ વિસ્તારમાં આવતા દેશોની યાદી જોઈએ તો, ભારત, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા આ દેશનું હવામાન મોસમી પ્રકારની આબોહવા ધરાવતું હવામાન જોવા મળે છે.

આ દેશોમાં સમય અંતરે ઋતુ પરિવર્તન જોવા મળે છે. જેમાં વિન્ટર સેશન, સમર સેશન તેમજ મોનસુન સેશનનો નો રાઉન્ડ સમય મુજબ આ દેશોમાં જોવા મળતો હોવાથી વિશ્વનું હવામાન દક્ષિણ એશિયા ખંડના દેશોમાં મોસમી પ્રકારનું ગણી શકાય. કેમ કે અહીં નિયમિત સમયે હવામાનમાં દર વર્ષે ફેરફાર જોવા મળે છે.

વિશ્વનું હવામાન

તો મિત્રો દક્ષિણ પશ્ચિમ એશિયા ખંડમાં આવતા દેશોમાં વિષમ પ્રકારનું હવામાન જોવા મળે છે. આ દેશોમાં જેમાં સાઉદી અરેબીયા સાઇડના વિસ્તારોમાં વર્ષ દરમિયાન લગભગ ગરમીનો પારો ખૂબ જ ઊંચો જોવા મળે છે. આ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વર્ષ દરમિયાન ખૂબ જ ઓછું જોવા મળે છે. એટલે જ વિશ્વનું હવામાન અહી વિષમ હવામાનની ઓળખ સાબિત કરે છે.

વિશ્વનું હવામાન આફ્રિકા ખંડમાં કંઈક અલગ જ મિજાજ ધરાવે છે. આફ્રિકા ખંડમાં વિષુવવૃતના પટ્ટામાં આવતા દેશોમાં વર્ષ દરમિયાન હવામાન ખૂબ જ ભેજવાળું તેમજ ગરમ રહે છે. આ વિસ્તારોમાં આવતા દેશોમાં લગભગ બોપર બાદ કાયમી વરસાદની એક્ટિવિટી જોવા મળે છે. આ વરસાદ કડાકા ભડાકા સાથે દરરોજ બપોર બાદ જોવા મળતો હોય છે. ટૂંકમાં આ વિસ્તારનું હવામાન ગરમ તેમજ ભેજવાળું વર્ષ દરમિયાન જોવા મળે છે.

દક્ષિણના દેશોમાં એટલે કે આફ્રિકા ખંડના દક્ષિણી ભાગોમાં હવામાન મધ્ય આફ્રિકા ખંડ કરતાં થોડું અલગ હવામાન જોવા મળે છે. જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ ઉત્તરમાં આવેલા દેશો કરતા વિશેષ રૂપે વધુ પડતું જોવા મળે છે. અને આ વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટી તો રહે છ, પરંતુ રાત દરમિયાન આ વિસ્તારોના દેશોનું હવામાન થોડું ઠંડુ જોવા મળે છે.

મિત્રો હવે ઉત્તર અમેરિકા ખંડની વાત કરીએ તો, વિશ્વનું હવામાન ઉત્તર અમેરિકા ખંડમાં અલગ અલગ જોવા મળે છે. ઉત્તર અમેરિકા ખંડની વાત કરીએ તો, ઉત્તરના દેશો જેમાં જેમકે કેનેડા જેવા દેશોમાં વર્ષ દરમિયાન તાપમાન હંમેશા ખૂબ જ નીચું જોવા મળે છે. તો રાત્રિના સમયગાળા દરમિયાન આ વિસ્તારનું હવામાન ખૂબ જ ઠંડુ જોવા મળે છે. તાપમાનનો પારો માઇનસમાં પણ દર વર્ષે ચાલ્યો જાય છે.

આ વિસ્તારોમાં હંમેશા બરફ વરસાદ પણ જોવા મળે છે. જેમ જેમ ઉત્તરમાં ચાલ્યા જાય તેમ તેમ બરફ વરસાદનો પ્રભાવ ઉત્તર અમેરિકા ખંડમાં વધુ પડતો જોવા મળે છે. ટૂંકમાં મિત્રો વિશ્વનું હવામાન અનુસંધાને ઉત્તર અમેરિકા ખંડમાં દક્ષિણના દેશો કરતા ઉત્તરના વિસ્તારોમાં વર્ષ દરમિયાન હવામાન હંમેશા ઠંડુગાર રહે છે.

ઉત્તર અમેરિકા ખંડના દક્ષિણે દેશોની વાત કરીએ તો, મિત્રો આ દેશોમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો હવામાન પણ સમ જોવા મળે છે. કેમકે અહીં ઠંડી પણ જોવા મળે છે અને વરસાદ પણ જોવા મળે છે. પરંતુ તાપમાન ખૂબ ઊંચું થતું નથી. વિશ્વનું હવામાન મુજબ આ દેશોમાં ટોર્નેડો અવારનવાર બનતા હોય છે. જે એક સામાન્ય બાબત જણાય છે.

ઉત્તર અમેરિકા ખંડના દક્ષિણના ભાગોના દેશોમાં વાવાઝોડાઓ અવાર નવાર ટકરતા રહે છે. જેનું મુખ્ય રીઝન એટલાન્ટિક મહાસાગરમાં બનતી લો પ્રેશર સિસ્ટમ હંમેશા મજબૂત થાઈને વાવાઝોડામાં ફેરવાતી હોય છે. આ વાવાઝોડાનો ભોગ લગભગ ઉત્તર અમેરિકા ખંડના પૂર્વ ભાગના વિસ્તારોમાં હંમેશા રહેતો હોય છે. એટલે જ વિશ્વનું હવામાન ઉત્તર અમેરિકા ખંડમાં દરેક દિશામાં પણ અલગ અલગ જોવા મળે છે.

દક્ષિણ અમેરિકા ખંડની વાત કરીએ તો, વિશ્વનું હવામાન દક્ષિણ અમેરિકા ખંડમાં પણ અલગ મિજાજ ધરાવે છે. દક્ષિણ અમેરિકા ખંડના દક્ષિણી વિસ્તારોમાં તાપમાન હંમેશા નીચું રહે છે. જ્યારે દક્ષિણ અમેરિકા ખંડના ઉત્તરના વિસ્તારોમાં તાપમાન દક્ષિણી દેશોના વિસ્તારો કરતા હંમેશા ઊંચું જોવા મળે છે.

તો દક્ષિણ અમેરિકા ખંડમાં વિષુવ્રત પટ્ટા ઉપર આવતા દેશોમાં વિશ્વનું હવામાન કંઈક અલગ જ મૂડ ધરાવે છે. આ વિસ્તારોમાં આવતા દેશોમાં મુશળાધાર વરસાદ બોપર પછી જોવા મળે છે. આ વિસ્તારનું હવામાન ગરમ તેમજ ખૂબ જ ભેજવાળું જોવા મળે છે. એટલે જ એમેઝોનના જંગલો બારેમાસ લીલાછમ રહે છે. જેનું મુખ્ય કારણ આ જ ગણી શકાય.

બીજી તરફ વિશ્વનું હવામાન યુરોપ ખંડમાં પણ અલગ અલગ જોવા મળે છે. જોકે મિત્રો યુરોપ ખંડનું હવામાન ઘણા દેશોમાં એક સરખું જોવા મળે છે. અહીં વિન્ટર સિઝન ખૂબ જ લાંબી રહે છે. અને સમર સેશન ખૂબ જ ટૂંકો રહે છે. યુરોપ ખંડમાં ઉતરી ભાગના આવતા વિસ્તારોમાં બરફ વરસાદનું જોર વર્ષ દરમિયાન લગભગ કાયમ રહે છે. આ વિસ્તારમાં ગરમીનું પ્રભુત્વ ખૂબ જ ઓછું જોવા મળે છે.

મિત્રો ઓસ્ટ્રેલિયા ખંડની વાત કરીએ તો, વિશ્વનું હવામાન ઓસ્ટ્રેલિયા ખંડમાં પણ અલગ અલગ જોવા મળી રહ્યું છે. દક્ષિણ પુર્વ ઓસ્ટ્રેલિયા ખંડમાં હવામાન ઠંડુ તેમજ વરસાદ વાળું રહે છે. કેમકે આ વિસ્તાર દક્ષિણમાં હોવાથી સાથે સાથે પેસિફિક સમુદ્રના ભેજવાળા પવનો આ વિસ્તારના વિસ્તારને વરસાદથી ભરપૂર માત્રામાં તૃપ્ત કરે છે.

જ્યારે ઉત્તર પૂર્વ ઓસ્ટ્રેલિયા ખંડમાં હવામાન ખૂબ જ ગરમ રહે છે. આ વિસ્તારમાં આવતા પ્રદેશોનું તાપમાન ખૂબ જ ઊંચું રહે છે. મિત્રો આ વિસ્તારમાં પણ વાવાઝોડા અવારનવાર ટકરાતા હોય છે. જેનું મુખ્ય કારણ પેસિફિક સમુદ્ર પરથી ફુકાતા પવનો બંગાળની ખાડી તરફ ગતિ કરે છે, એ ગાળા દરમિયાન ક્યારેક વાવાઝોડાની પેર્ટન પણ સર્જાય છે. જેનો ભોગ ઓસ્ટ્રેલિયાના આ વિસ્તારો ક્યારેક ક્યારેક બનતા હોય છે.

ટૂંકમાં મિત્રો વિશ્વનું હવામાન વિશ્વના દરેક ખંડોમાં અલગ અલગ મિજાજ ધરાવે છે. જે ઉપર આપેલી માહિતી મુજબ તમે સ્પષ્ટ વિચારી શકો છો. કોઈપણ એક ખંડમાં પણ સમ હવામાન જણાતું નથી. જેમકે કોઈપણ એક ખંડમાં પૂર્વ ભાગ કરતાં પશ્ચિમ ભાગનું હવામાન વિપરીત જોવા મળતું હોય છે. એટલે જ હવામાનની પેર્ટન વિશ્વમાં અલગ અલગ જોવા મળે છે.

મિત્રો જેમકે એશિયા ખંડ, ઉત્તર અમેરિકા ખંડ, દક્ષિણ અમેરિકા ખંડ, આફ્રિકા ખંડ, યુરોપ ખંડ એમજ ઓસ્ટ્રેલિયા ખંડના દરેક વિસ્તારોમાં વિશ્વનું હવામાન અલગ અલગ જોવા મળે છે. એક ખંડમાં પણ દરેક દિશામાં હવામાનમાં પણ એક મોટો ફેરફાર જોવા મળતો હોય છે. જેમ કે ઉપર જણાવેલી વાત મુજબ એશિયા ખંડમાં પણ હવામાનનો મિજાજ અલગ અલગ રહે છે.

તો મિત્રો આવી નવી નવી હવામાનની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો. જેથી તમને હવામાન લક્ષી જાણવા જેવી અપડેટ તમને સરળતાથી મળી રહે.

મહાસાગર અને હવામાન અંગેની રૂપરેખા : World Weather

મહાસાગર અને હવામાન

મિત્રો સમગ્ર વિશ્વના દરેક મહાસાગર હવામાન અંગે અલગ અલગ વલણ ધરાવતા હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં વિશ્વના દરેક મહાસાગર નું હવામાન કેવું વર્ષ દરમિયાન જોવા મળે છે? એ અંગેની વાત કરશું.

પ્રથમ તો મિત્રો હિંદ મહાસાગર ની વાત કરીએ તો, હિંદ મહાસાગર પણ ખૂબ જ મોટો મહાસાગર છે. હિંદ મહાસાગર વિષુવવૃત ઉપર પણ અસ્તિત્વ ધરાવે છે. જ્યારે હિંદ મહાસાગર સમશીતોષ્ણ કટિબંધમાં પણ ફેલાયેલો છે. તો વિષુવવૃતથી દક્ષિણે પણ હિંદ મહાસાગર નું અસ્તિત્વ પણ જોવા મળે છે. ટૂંકમાં મિત્રો હિંદ મહાસાગરની દેરેક દિશામાં હવામાન અલગ અલગ જોવા મળે છે.

હિંદ મહાસાગરના 2 ભાગલા પાડવામાં આવ્યા છે. એક ઉત્તરીય હિંદ મહાસાગર અને એક દક્ષિણીય હિંદ મહાસાગર. જેને આપણે નોર્થ ઇન્ડિયન ઓશન તેમજ સાઉથ ઇન્ડિયન ઓશનના નામથી પણ ઓળખીએ છીએ. મિત્રો આ બંને ભાગમાં હવામાનમાં ખૂબ મોટી વિષમતા જોવા મળે છે.

મિત્રો નોર્થ ઇન્ડિયન મહાસાગરનું હવામાન મોસમી પ્રકારની પેર્ટન ધરાવતા હવામાનની ગણનામાં આવે છે. નોર્થ ઇન્ડિયન ઓશન મહાસાગર એટલે કે ઉત્તરીય હિંદ મહાસાગરમાં પણ બે અલગ અલગ સમુદ્રનું વિભાજન થાય છે. જેમાં ઉત્તર પશ્ચિમનો ભાગ અરબ સાગર તરીકે ઓળખાય છે. જ્યારે ઉત્તર પૂર્વનો ભાગ બંગાળની ખાડી તરીકે ઓળખવામાં આવે છે.

સાઉથ એશિયા ખંડના વિસ્તારોમાં એટલે કે જ્યારે ચોમાસું સિઝનનો પ્રારંભ થાય છે. ત્યારે મુખ્યત્વે આ બંને સાગરની એક્ટિવિટીના કારણે સાઉથ વેસ્ટ મોન્સૂનનું ઉદગમ થાય છે. જોકે આ ચોમાસું એક્ટિવિટીને પ્રેરિત કરતા પવનો વેસ્ટ પેસિફિક મહાસાગરથી સફર કરી અને હિન્દ મહાસાગરમાં એન્ટ્રી કરીને વરસાદી હવામાન બનાવે છે. જોકે આ બાબતે આપણે એક નવી પોસ્ટમાં ચર્ચા કરશું.

મહાસાગર અને હવામાન

ટૂંકમાં મિત્રો હિંદ મહાસાગરમાં બે ભાગ જોવા મળે છે. ઉત્તર હિંદ મહાસાગર અને દક્ષિણ હિંદ મહાસાગર. દક્ષિણ હિંદ મહાસાગર અંગેની થોડીક હવામાનની પેટર્નની વાત કરીએ તો, મિત્રો દક્ષિણ હિન્દ મહાસાગરમાં બનતા વાવાઝોડા દક્ષિણ ધ્રુવ તરફ ગતિ કરે છે. દક્ષિણ હિંદ મહાસાગરના સમુદ્ર જળ સપાટીનું તાપમાન ઉત્તર હિંદ મહાસાગરના જળ સપાટીના તાપમાન કરતાં ખૂબ જ નીચું જોવા મળતું હોય છે.

હવે મિત્રો પેસિફિક મહાસાગરની વાત કરીએ તો, પેસિફિક મહાસાગર એ વિશ્વનો સૌથી મોટો મહાસાગર છે. આ મહાસાગરમાં પણ હવામાનમાં વૈવિધ્યતા ખૂબ જ વધુ પડતી જોવા મળે છે. વિશ્વમાં વર્ષ દરમિયાન જે તે સમયે વાવાઝોડા બનતા હોય છે, તેમાં મુખ્ય સિંહ ફાળો પેસિફિક મહાસાગરનો હોય છે. એટલે કે પેસિફિક મહાસાગરમાં વાવાઝોડા અવારનવાર બનવા એ એક ખૂબ જ સામાન્ય બાબત ગણાય છે.

પશ્ચિમ પેસિફિક મહાસાગરની વાત કરીએ તો, આ મહાસાગરને વાવાઝોડા બનવા માટેનું હબ ગણી શકાય. કેમ કે વેસ્ટ પેસિફિક સમુદ્રમાં અવારનવાર વાવાઝોડા બને છે. અને આ વાવાઝોડાની ગતિ મુખ્યત્વે ઉત્તર પશ્ચિમની જોવા મળતી હોય છે.

જેમ કે વેસ્ટ પેસિફિક સમુદ્રમાં બનતા વાવાઝોડા અવારનવાર ફિલીપાઇન્સ ટાપુઓ ઉપર ટકરાતા હોય છે. એટલે જ ફિલિપાઇન્સ ટાપુના વિસ્તારોમાં દર વર્ષે લગભગ ઘણા બધા વાવાઝોડાનો સામનો કરવો પડે છે. અને આ વિસ્તારોમાં મોટી નુકસાનીનો આંક પણ જોવા મળતો હોય છે. કેમ કે પેસિફિક સમુદ્રમાં બનતા વાવાઝોડા અત્યંત શક્તિશાળી હોય છે. જેને અનુસંધાને જ્યારે જ્યારે મેદાન તરફ ટકરાય છે ત્યારે મોટી નુકસાની નોતરે છે.

તો પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં જે વાવાઝોડું અવારનવાર બનતું હોય છે, તે વાવાઝોડા તાઇવાન તેમજ જાપાનને પણ ખૂબ જ અસર કર્તા બને છે. તાઈવાન તેમજ જાપાનમાં જ્યારે જ્યારે પેસિફિક મહાસાગરના વાવાઝોડાનો સામનો કરવો પડે છે, ત્યારે ત્યારે અત્યંત ભારે પવન સાથે ભારે વરસાદની શક્યતા આ દેશોમાં જોવા મળે છે. જે ભૂતકાળમાં આપણે ઘણા દાખલાઓ જોઈ શકીએ છીએ.

હવે મિત્રો એટલાન્ટિક મહાસાગરની વાત કરીએ તો, એટલાન્ટિક મહાસાગરમાં પણ હવામાનની પેર્ટન અલગ જોવા મળે છે. ઉત્તરય એટલાન્ટિક મહાસાગરમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધુ પડતું જોવા હોય છે. આ મહાસાગરમાં ક્યારેક ક્યારેક ઉત્તર ધ્રુવ તરફથી આવતી હિમશીલાઓ પણ આ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળે છે. ઉત્તર ધ્રુવના ઠંડા પ્રદેશોને અનુસંધાને ઉતરીય એટલાન્ટિક મહાસાગર નું જળ સપાટીનું તાપમાન ખૂબ જ ઠંડું જોવા મળે છે.

દક્ષિણ એટલાન્ટિક મહાસાગરની વાત કરીએ તો, મિત્રો દક્ષિણ એટલાન્ટિક મહાસાગરનું જળ સપાટીનું તાપમાન ઉત્તરિય એટલાન્ટિક મહાસાગરના જળ સપાટીના તાપમાન કરતાં ઊંચું જોવા મળે છે. સમગ્ર વિશ્વના હવામાનમાં જે અસરકર્તા પરીબળ ગણાય છે તે અલ નીનો નું માપદંડ આ એટલાન્ટિક મહાસાગ ની જળ સપાટીને અનુસંધાને નક્કી કરવામાં આવે છે.

તો મધ્ય એટલાન્ટિક મહાસાગરમાં જ્યારે જ્યારે ચક્રવાતનું નિર્માણ થાય છે. ત્યારે ત્યારે આ ચક્રવાતો વેસ્ટ ઈન્ડિઝ ટાપુઓ અથવા તો ઉત્તર અમેરિકાના દક્ષિણ પૂર્વના વિસ્તારોમાં આ ચક્રવાતો અવાર નવાર ટકરાતા જોવા મળે છે. અને તે વિસ્તારો ઉપર મોટી નુકસાની કર્તા આ ચક્રવાતો સાબિત થાય છે.

વિષુવૃત્તીય કક્ષામાં જે જે મહાસાગર આવે છે તે, મહાસાગરો ઉપર વર્ષ દરમિયાન મોટેભાગે ક્લાઉડ કવર વધુ પડતું જોવા મળે છે. અને દરિયામાં પણ પુષ્કળ વરસાદ આ વિષુવવૃત્તીય પટ્ટામાં આવતા મહાસાગરોમાં જોવા મળે છે. આ પટાના આવતા મહાસાગરોમાં thunderstorm એક્ટિવિટી વાળો વરસાદ અવારનવાર પડતો હોય છે.

એ જ રીતે ઉત્તર ધ્રુવીય મહાસાગર અને દક્ષિણ ધ્રુવીય મહાસાગરની પણ વાત કરીએ તો, આ બંને મહાસાગરનું તાપમાન બીજા મહાસાગરની સરખામણીએ ખૂબ જ ઠંડું જોવા મળે છે. ઉત્તર ધ્રુવીય મહાસાગર અને દક્ષિણ ધ્રુવીય મહાસાગરમાં મોટી મોટી હિમશીલાઓ પણ આ મહાસાગરમાં જોવા મળે છે.

મિત્રો ઉત્તર ધ્રુવીય મહાસાગર અને દક્ષિણ ધ્રુવીય મહાસાગર આ બંને મહાસાગરમાં દિવસ અને રાત દરમિયાન ભારે પવન ફૂંકાતો હોય છે. અને સાથે સાથે રાત્રિના સમયગાળા દરમિયાન તાપમાન પણ માઇનસની અંદર જતું રહે છે. જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના હવામાન ઉપરથી તમે સ્પષ્ટ રીતે સમજી શકશો.

એક અભ્યાસ મુજબ દરેક ખંડના હવામાનમાં જે તે ખંડ લાગુ મહાસાગરમાં જે પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, તે પરિસ્થિતિ મુજબ દરેક ખંડનું હવામાન જોવા મળતું હોય છે. જોકે ખંડ વાઇઝ હવામાન અંગેની વાત કરીએ તો, આ પોસ્ટ ખૂબ જ મોટી થઈ જાય. એટલે આ અંગે આપણે સંપૂર્ણ વાત એક નવી પોસ્ટના માધ્યમથી કરીશું.

હિંદ મહાસાગરના હવામાન અંગેની થોડીક માહિતી ટૂંકમાં મેળવીયે તો, મિત્રો ઉત્તરીય હિંદ મહાસાગરમાં જે એક્ટિવિટી બનતી હોય છે, તેને હિસાબે જ ભારતમાં ચોમાસાનું નિર્માણ થતું હોય છે. અને આ ચોમાસું ધીરે ધીરે આગળ વધીને સમગ્ર ભારત દેશને કવર કરતું હોય છે.

મે મહિનાના અંતિમ દિવસોમાં હિંદ મહાસાગરમાં જ્યારે હાઈ પ્રેસરનું નિર્માણ થાય છે, ત્યારે આ પવનો મેડાગાસ્કર તરફથી ફંટાઈને ભારત, પાકિસ્તાન, સહિત શ્રીલંકા દેશ તરફ ફંટાય છે. અને અરબ સાગરમાંથી પૂરી માત્રામાં ભેજ ઉપાડી અને ભારત દેશ ઉપર એક મજબૂત કલાઉડ કવર બનાવે છે.

સાઉથ વેસ્ટના ભેજવાળા પવનો જ્યારે બંગાળની ખાડી પર આવી અને ફરીથી વળાંક લે છે, ત્યારે અવાર નવાર બંગાળની ખાડીમાં સર્ક્યુલેશન સિસ્ટમ અથવા તો મજબૂત લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું હોય છે. અને આ સિસ્ટમ ફરીથી ભારતમાં એન્ટર થઈને દેશના મોટાભાગના વિસ્તારોને વરસાદથી પ્રભાવિત આ સિસ્ટમ કરતી હોય છે.

મિત્રો એટલે જ ઉત્તરીય હિંદ મહાસાગર ભારતના ચોમાસા માટે મુખ્ય રૂપ બને છે. કેમકે ઉત્તરીય હિંદ મહાસાગરમાં પવનની બદલાતી પેર્ટનને અનુસંધાને દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં ચોમાસાની એન્ટ્રી થાય છે. જેનું મુખ્ય કારણ ઉત્તરીય હિંદ મહાસાગરની વીંડ એક્ટિવિટીને ગણી શકાય.

ટૂંકમાં દરેક મહાસાગરની રૂપરેખા અલગ અલગ જોવા મળતી હોય છે. એટલે કે દરેક મહાસાગરનું હવામાન અલગ અલગ પેટર્ન ધરાવતું હોય છે. અને આ હવામાન અંગેની નવી નવી અપડેટ અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી આપતા રહીશું. તો મિત્રો અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો આભાર.

error: Content is protected !!