Weather Tv

આવતીકાલનું હવામાન કેવું

આવતીકાલનું હવામાન કેવું : ગુજરાતમાં વરસાદની મોટી આગાહી

Table of Contents

ગુજરાતના ખેડૂતો માટે સારા દિવસો આવી રહ્યા છે. ચોમાસું 2024 ગુજરાતના બારણે ટકોરા મારી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે આજની આ મહત્વની પોસ્ટમાં આવતીકાલનું હવામાન કેવું જોવા મળી શકે? અને સાથે સાથે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એ અંગેની વાત કરીશું.

ચોમાસું 2024 ની પ્રગતિ

ચોમાસું 2024 ની પ્રગતિ અંગેની વાત કરીએ તો, મિત્રો મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું 2024 વિધિવત રીતે પ્રવેશ કરી ચૂક્યું છે. મુંબઈના ઘણા વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદની એક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તો પૂર્વ દક્ષિણ મહારાષ્ટ્રના પણ ઘણા વિસ્તારોમાં ચોમાસું એક્ટિવિટી સક્રિય થઈ ચૂકી છે. આવી પરિસ્થિતિની વચ્ચે ગુજરાતમાં ચોમાસું 2024 નજીકના દિવસોમાં ખૂબ જ સારી પ્રગતિ કરીને ગુજરાતમાં પ્રવેશ કરશે.

હવામાન અપડેટ 2024

દક્ષિણ ભારતના રાજ્યોની વાત કરીએ તો, દક્ષિણ ભારતના રાજ્યો જેમા કર્ણાટક, કેરલ, આંધ્રપ્રદેશ, તેમજ તામિલનાડુના કેટલાક વિસ્તારોની સાથે સાથે ગોવામાં ચોમાસું ગતિવિધિ સક્રિય થઈ ગઈ છે. આ રાજ્યોમાં દિવસ દરમિયાન લો લેવલ તેમજ મધ્યમ લેવલ ક્લાઉડની જમાવટ જોવા મળી રહી છે. જે ચોમાસું 2024 આગળ વધે એવા સંકેત ગણી શકાય. મિત્રો દક્ષિણ ભારતના મોટાભાગના રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા ભારે થઈને અતિ ભારે વરસાદની આગાહી આગામી દિવસો દરમિયાન આપવામાં આવી છે.

આવતીકાલનું હવામાન કેવું રહેશે

ગુજરાત રાજ્યની વાત કરીએ તો, ગુજરાતમાં આવતીકાલનું હવામાન કેવું રહી શકે? એ અંગેની માહિતી ડીપમાં મેળવીએ. મિત્રો ગુજરાતમાં જ્યાં સુધી ચોમાસાની વિધિવત એન્ટ્રી ન થાય ત્યાં સુધી બપોર બાદ વરસાદની સંભાવના જોવા મળી રહી છે એ વરસાદને પ્રિ-મોનસુન એક્ટિવિટી તરીકે ગણવામાં આવે છે. એ મુજબ 12 જૂનથી 16 જૂનના દિવસો દરમિયાન ગુજરાતમાં વરસાદની એક્ટિવિટી મધ્યમ જોવા મળી શકે. આવતીકાલનું હવામાન કેવું રહે એ મુજબ હવામાનના મોડલનું તારણ મેળવીએ તો, 18 જૂનથી ફરીથી ગુજરાતમાં વરસાદી એક્ટિવિટી સક્રિય બનશે.

આ વર્ષે પણ ચોમાસા પહેલાની વરસાદની સક્રિયતા ખૂબ જ સારી એવી ભરપૂર માત્રામાં જોવા મળી રહી છે. હવામાનના ચિત્રો મુજબ વિવિધ લેવલે યોગ્ય ભેજનું પ્રમાણ સારું એવું જોવા મળતું હોવાથી બપોર બાદ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં મંડાણી વરસાદ જોવા મળી રહ્યો છે. જે ચોમાસા પહેલાની સ્થિતિનું દર્શન ગણી શકાય. જેમકે જો ભરપૂર માત્રામાં ચોમાસું પહેલા વરસાદની એક્ટિવિટી જોવા મળતી હોય છે તો, ચોમાસું ખૂબ જ ઝડપથી ગુજરાતમાં એન્ટ્રી કરતું હોય છે.

ગુજરાતમાં વરસાદની આગાહી

આવતીકાલનું હવામાન ગુજરાતમાં કેવું રહેશે એ અંગે વિચાર કરીએ તો, છેલ્લા 3 થી 4 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ તેમજ જામનગર જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં મંડાણી વરસાદની એક્ટિવિટી જોવા મળી રહી છે. આવનારા દિવસોમાં દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર આ જિલ્લાના વિસ્તારોમાં આવનારા દિવસોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં આવતીકાલનું હવામાન કેવું રહી શકે એ અંગેની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની મોટી આગાહી આપવામાં આવી છે. જેમાં વલસાડ, વાપી, ચીખલી, નવસારી, સુરત, ભરૂચ, અંકલેશ્વર, તાપી, નર્મદા આ વિસ્તારોમાં આવતા દિવસોમાં વરસાદની સારી એવી શક્યતા જોવા મળશે. મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા આ વિસ્તારોમાં વરસાદી એક્ટિવિટી અમુક અમુક વિસ્તારોમાં જોવા મળી શકે. જ્યારે ઉત્તર ગુજરાત તેમજ કચ્છના પણ એકાદ બે વિસ્તારમાં વરસાદની સંભાવના ઊભી થશે.

ટૂંકમાં મિત્રો હવામાન મોડલના લાંબાગાળાના ચિત્રો ઉપર એક નજર અંદાજ કરીએ તો, ગુજરાતમાં આવતીકાલનું હવામાન કેવું રહી શકે એ સંદર્ભે 20 જૂનથી 30 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની સંભાવના જોવા મળી રહી છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત તેમજ કચ્છના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના ગણી શકાય.

ગુજરાતમાં આજનું હવામાન કેવું રહેશે એજ રીતે આવતીકાલનું હવામાન કેવું રહેશે એ અંતર્ગત નિયમિત હવામાન અપડેટ અમે અહીં અપડેટ કરતા રહીશું. તો અહીંની પોસ્ટને તમારા વિવિધ સોશિયલ મીડિયામાં શેર કરજો. જેથી ગુજરાતના બીજા ખેડૂત મિત્રો સુધી પણ ગુજરાતના હવામાન અંગેની અપડેટ રેગ્યુલર રીતે મળી રહે.

WhatsApp
Facebook
Telegram

Recent Posts​

Follow US

error: Content is protected !!