Weather Tv

ચોમાસું મુંબઈ

ચોમાસું મુંબઈ : આનંદો ચોમાસું 2024 નજીકના દિવસોમાં ગુજરાતના કાંઠે

Table of Contents

મિત્રો અરબ સાગરમાં ચોમાસું 2024 ને લઈને ગતિવિધિની શરૂઆત થઈ ચૂકી છે. અરબ સાગરમાં એક ચોમાસું કરંટ પણ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિ મુજબ ચોમાસું મુંબઈ આવવાની જાણે તૈયારી જ કરી લીધી હોય એવા ચિત્રો હવામાનના દરેક મોડેલમાં જોવા મળી રહ્યા છે.

ચોમાસું 2024 ગુજરાતના કાંઠે

અરબ સાગરમાં ચોમાસું એન્ટ્રી થયા બાદ કુદકેને ભૂસકે અરબ સાગરના ઉત્તરના વિસ્તારોમાં ચોમાસું 2024 આગળ વધી રહ્યું છે. મિત્રો કેરળમાં ચોમાસાની એન્ટ્રી થયા બાદ જ લગભગ 2 દિવસમાં કર્ણાટકના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું છવાઈ ગયું છે. અને આવનારા એકાદ બે દિવસમાં ચોમાસું 2024 ગોવાના કાંઠે આવી પહોંચશે.

ચોમાસું મુંબઈ આવ્યા બાદ પ્રિ-મોન્સુન એક્ટિવિટી

હવામાનના બંને મુખ્ય મોડલ ઉપર નજર અંદાજ કરીએ તો, મિત્રો 8 જૂનથી 10 જૂનની આજુબાજુ ચોમાસું મુંબઈ આવી પહોંચશે. આ દરમિયાન 8 જૂનથી ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થશે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતની સાથે કચ્છના છુટા છવાયા વિસ્તારોમાં 8 જૂનથી 12 જૂનના દિવસો દરમિયાન પ્રિ-મોન્સુન એક્ટિવિટી સક્રિય રૂપે જોવા મળશે.

મૃગશીર્ષ નક્ષત્રમાં ચોમાસાનું ગુજરાતમાં આગમન

મોટેભાગે ગુજરાતમાં ચોમાસું 15 જૂનથી 20 જૂનના વચ્ચેના સમયગાળા દરમિયાન ગુજરાતમાં એન્ટર થતું હોય છે. પરંતુ આ વર્ષે પરિસ્થિતિ કંઈક અનોખી જોવા મળી રહી છે. 8 જુનની આજુબાજુ ચોમાસું મુંબઈ ટકરાય એવું એક સચોટ અનુમાન જોવા મળી રહ્યું છે. હાલના હવામાનના સમીકરણો મુજબ મૃગશીર્ષ નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થાય એવા સંજોગો ઉજળા જણાઈ રહ્યા છે.

ચોમાસું 2024 અને વાવણી લાયક વરસાદ

જે રીતે બંગાળની ખાડીમાં ચોમાસાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ ક્રમશ ચોમાસું સક્રિય થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બંગાળની ખાડી મોટેભાગે ચોમાસું એક્ટિવિટીમાં કવર થઈ ચૂકી છે એ મુજબ ચોમાસાની પ્રગતિ આ વર્ષે ખૂબ જ સારી એવી ગણી શકાય. વાવણી લાયક વરસાદ અંગેની વાત કરીએ તો, ગુજરાતમાં ચોમાસું 2024 પ્રેરિત વાવણી લાયક વરસાદ 15 જૂનથી 20 જૂનના સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં જોવા મળશે. જો કે 8 જુન બાદ મંડાણી વરસાદની એક્ટિવિટી સક્રિય પણ બનશે.

8 જૂનથી 12 જૂનના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે તોફાની વરસાદની સંભાવના પણ ગણી શકાય. કેમ કે મોટેભાગે ચોમાસાની એન્ટ્રી પહેલા જે મંડાણી વરસાદ જોવા મળતો હોય છે, તે મુખ્યત્વે તોફાની વરસાદ જોવા મળતો હોય છે. જેનું મુખ્ય કારણ ઉચું તાપમાન ગણી શકાય. હાઈ ટેમ્પરેચરને અનુસંધાને ભારે પવન અને ગાજવીજ સાથે ગુજરાતમાં મંડાણી વરસાદ જોવા મળતો હોય છે.

મિત્રો આવનારા ચોમાસા અંગેની ઝીણામાં ઝીણી માહિતી અમે નિયમિત રીતે Weather Tv વેબસાઈટના માધ્યમથી અપડેટ કરતા રહેશું. તો અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો. જેથી તમને ગુજરાતના હવામાન અંગેની માહિતી રેગ્યુલર રીતે મળતી રહે ખૂબ ખૂબ આભાર.

WhatsApp
Facebook
Telegram

Recent Posts​

Follow US

error: Content is protected !!