એપ્રિલ મહિનાની શરૂઆત થવાની સાથે જ ખાનગી વેધર સંસ્થાઓની લાંબા ગાળાની ચોમાસું લક્ષી આગાહી ધીમે ધીમે આવી રહી છે. મિત્રો આજની આ મહત્વની પોસ્ટમાં વાવણી લાયક વરસાદ ક્યારે થઈ શકે છે? અને ચોમાસું 2024 કેવું રહેશે? એ અંગેની મહત્વની માહિતી મેળવશું.
આમ તો હવામાનના મોટા ભાગના માપદંડ મુજબ ચોમાસું 2024 થશે ધનાધન. કેમ કે હવામાનના લાંબા ગાળાના મોડલોના ચિત્રો અને સાથે સાથે દેશી વિજ્ઞાનના મોટાભાગના પાસાઓ સારા ચોમાસાની તરફેણમાં જોવા મળી રહ્યા છે. એ મુજબ ચોમાસું 2024 ગુજરાતમાં નોર્મલ અથવા તો નોર્મલથી સારી કક્ષાનું આ વર્ષે સાબિત થઈ શકે છે.
આ વર્ષના શિયાળા દરમિયાન બનેલા ગર્ભ મુજબ દેશી વિજ્ઞાનની પદ્ધતિ મુજબ આવનારા ચોમાસાનું એક પ્રેડીક્શન મેળવીએ તો, મિત્રો વર્ષ 2024 નું ચોમાસું ગુજરાત માટે એકંદરે સારું સાબિત થશે. દર વર્ષે જે સરેરાશ વરસાદ પડતો હોય છે, તે મુજબ જ આ વર્ષે ચોમાસાના સેશનના દિવસો દરમિયાન ટોટલ વરસાદની સંભાવના સામાન્ય અથવા તો સામાન્યથી એકાદ બે ટકા વધારે આ વર્ષે જોવા મળી શકે છે.
ગુજરાત રાજ્યમાં વાવણી લાયક વરસાદનું એક પ્રોડક્શન જોઈએ તો, મિત્રો મોટેભાગે ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીના સમયગાળા દરમિયાન પણ વાવણી લાયક વરસાદ પડી જતો હોય છે. જોકે આ વાવણી લાયક વરસાદ જે તે વિસ્તારમાં પડતો હોય છે, તે વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળતો નથી. કેમકે મોટેભાગે પ્રિ મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છુટા છવાયા વિસ્તારોમાં જોવા મળતો હોય છે.
વાવણી લાયક વરસાદ અનુમાન
મિત્રો છેલ્લા પાંચ વર્ષના ભૂતકાળના વર્ષોની યાદી જોઈએ તો, 12 જૂનથી 20 જૂનના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ ઉભો થતો હોય છે. એ મુજબ આ વર્ષે વાવણી લાયક વરસાદનું એક લાંબાગાળાનું પ્રેડીક્શન જોઈએ તો, 12 જૂનથી 20 જૂનના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના છુટા છવાયા ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ શકે.
ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો, ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ 12 જૂનથી 20 જૂનના સમયગાળા દરમિયાન ભરપૂર માત્રામાં પ્રિ મોન્સૂન વરસાદની એક્ટિવિટી જોવા મળતી હોય છે. એ મુજબ જ વર્ષ 2024 દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર આ વિસ્તારોમાં પણ 12 જૂનથી 20 જૂનના સમયગાળા દરમિયાન વાવણી લાયક વરસાદની સંભાવના ઘણા વિસ્તારોમાં ઊભી થઈ શકે છે.
ગુજરાતમાં ચોમાસું
મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો, મિત્રો દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્ર લાગુ બોર્ડર વિસ્તારોમાં મોટેભાગે 12 જૂનથી 18 જૂનના સમયગાળા દરમિયાન વિધિવત રીતે ચોમાસાનું આગમન થતું હોય છે. કેમકે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની સૌથી પ્રથમ ગુજરાત રાજ્યમાં એન્ટ્રી વલસાડ, ડાંગ, વાપી, નવસારી આ વિસ્તારોમાં જોવા મળતી હોય છે. મિત્રો આ વર્ષના પેરામીટર મુજબ આ વર્ષનું ચોમાસું આ વિસ્તારોમાં સૌથી પ્રથમ પ્રવેશ કરશે.
મિત્રો કચ્છની વાત કરીએ તો, કચ્છમાં પણ મુખ્યત્વે પ્રિ મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત મોટેભાગે 12 જૂન બાદ જોવા મળતી હોય છે. ગરમીના ભયંકર માહોલ વચ્ચે ભૂતકાળના ઘણા વર્ષોની યાદી મુજબ 12 જુન બાદ કચ્છના ઘણા વિસ્તારમાં ગાજવીજ સાથે પ્રી મોનસૂન વરસાદ જોવા મળતો હોય છે.
મિત્રો આવા માહોલ વચ્ચે 12 જૂનથી 20 જૂનના સમયગાળા દરમિયાન કચ્છના પણ ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ જોવા મળતો હોય છે. પરંતુ મુખ્ય ચોમાસાની એન્ટ્રી કચ્છમાં મોટેભાગે 25 જૂન બાદ થતી હોય છે.
ચોમાસું 2024 વાવણી લાયક વરસાદ
વિધિવત દક્ષિણ પશ્ચિમ ચોમાસું 2024 આગમન પહેલા જે જે વિસ્તારોમાં વરસાદનું આગમન થતું હોય છે. એ વિસ્તારોમાં ભયંકર ગાજ વીજ તેમજ તીવ્ર પવન સાથે પ્રથમ વાવણી લાયક વરસાદ જોવા મળતો હોય છે.
કેમકે ચોમાસું પહેલા પવનોની અસ્થિરતા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળતી હોય છે. જ્યારે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે ત્યારે જે જે વિસ્તારોમાં વાવણી જેવો વરસાદ થાય છે, તે વિસ્તારોમાં ક્યારેક ક્યારેક વાવાઝોડા સાથે પણ વરસાદ જોવા મળતો હોય છે.
દેશી વિજ્ઞાન મુજબ આ વર્ષનું એક લાંબાગાળાનું અનુમાન મેળવિયે તો, ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં 15 જૂન થી 20 જૂનના સમયગાળા દરમિયાન વાવણી લાયક વરસાદ સંબંધિત સંભાવના ઉજળી જણાઈ રહી છે. કેમકે આ વર્ષના પ્રથમ કસનું (ગર્ભ ) અનુમાન મેળવીએ તો, 15 જૂનથી 22 જૂનના સમયગાળા દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે. આ વરસાદના રાઉન્ડમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી શકે છે.
પ્રથમ વાવણી લાયક વરસાદ સંદર્ભે સૌરાષ્ટ્રની વાત કરીએ તો, મિત્રો આ વર્ષના દેશી વિજ્ઞાનના પાસાઓ મુજબ એક અંદાજ મેળવવીએ તો, સૌરાષ્ટ્રમાં પ્રથમ વાવણી લાયક વરસાદ અમરેલી જિલ્લામાં જોવા મળી શકે. જ્યારે રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર તેમજ ગીર સોમનાથના ઘણા વિસ્તારોમાં 15 જુનથી 22 જુનની આજુબાજુ વાવણી લાયક વરસાદની સંભાવના ઊભી થઈ શકે.
પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર તેમજ દેવભૂમિ દ્વારકાના ઘણા વિસ્તારોમાં 10 જૂન બાદ પ્રિ મોન્સૂન એક્ટિવિટી સક્રિય જોવા મળી શકે. ટૂંકમાં મિત્રો 12 જૂનથી 22 જૂનના સમયગાળા દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વાવણી જેવો વરસાદ ખાબકી શકે છે. જેમાં કોસ્ટલ વિસ્તારના ઘણા વિસ્તારોમાં પણ વાવણી જેવા વરસાદની સંભાવના આ દિવસો દરમિયાન જોવા મળી શકે.
ચોમાસું વાવાઝોડું
ભૂતકાળના વર્ષોના અમુક દાખલાઓ જોઈએ તો, પહેલી જૂનથી 15 જૂન વચ્ચે અરબ સાગરમાં ક્યારેક ક્યારેક મોટી સિસ્ટમ આકાર લેતી હોય છે. જેમાં ઘણા વર્ષોમાં આ સમયગાળા દરમિયાન વાવાઝોડું પણ સર્જાતું હોય છે. જો આ વાવાઝોડું ક્યારેક ક્યારેક ગુજરાત તરફ ફંટાતુ હોય છે ત્યારે ગુજરાતમાં પારવાર નુકસાનીનો પણ સામનો કરવો પડતો હોય છે. જેમ કે ભૂતકાળના ઘણા વર્ષોમાં આવું આપણે જોઈ ચૂક્યા છીએ.
જેમ જેમ ચોમાસું 2024 નજીક આવતું જશે. તેમ તેમ અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી અમે ગુજરાતના હવામાન અંગેની સચોટ માહિતી અપડેટ કરતા રહેશું. જેથી જ્યારે જ્યારે દરિયામાં કોઈ મોટી સિસ્ટમ આકાર લેતી હોય ત્યારે ત્યારે તે સિસ્ટમની સચોટ અપડેટ અમે આ વેબસાઈટના માધ્યમથી અપડેટ કરતા રહીશું. જેથી તમને હવામાન લક્ષી સચોટ માહિતી મળી શકે.