મિત્રો આજની આ મહત્વની પોસ્ટમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે, સંબંધિત ચોમાસું 2024 ના સમીકરણો ગુજરાતમાં કેવા જોવા મળશે. એ અંગેની ખૂબ જ મહત્વની વાત આ પોસ્ટના માધ્યમથી કરીશું.
આ પોસ્ટમાં રજૂ કરેલુ અનુમાન એ, હવામાનના લાંબાગાળાની પરિસ્થિતિની આધારે રજૂ કરવામાં આવેલ છે. એટલે આ હજી એક ફિક્સ અનુમાન પણ ગણી ન શકાય. છતાં પણ હવામાનના મોડેલની લાંબાગાળાની અપડેઇટ મુજબ ગુજરાતમાં ચોમાસાનું આગમન કઈ તારીખે થઈ શકે? ઉપરાંત ગુજરાતમાં ચોમાસું 2024 કેવું રહી શકે છે એ સંબંધિત ચર્ચા કરીશું.
મિત્રો પ્રથમ તો સમર સિઝનની વાત કરીએ, તો સમર સિઝન દરમિયાન ગુજરાતમાં મોટે ભાગે પશ્ચિમનો પવન જોવા મળતો હોય છે. પરંતુ આ પવનમાં ભેજની માત્રા ખુબ જ ઓછી જોવા મળતી હોય છે. જેમ જેમ મે મહિનાની શરૂઆત થાય છે, તેમ તેમ પવનનું ડિરેક્શન પણ ચેન્જ થતું જોવા મળે છે. મે મહિનાના અંતિમ દિવસોમાં પવન સાથે હવામાં ભેજની ટકાવારી પણ ક્રમશ વધતી જતી હોય છે.
મિત્રો ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થઈ શકે એ અંતર્ગત એક લાંબા ગાળાનું ચિત્ર જોઈએ તો, મિત્રો 25 મેની આજુબાજુ દક્ષિણ અરબ સાગરમાં એક મોટો નોંધપાત્ર ફેરફાર જોવા મળતો હોય છે. કેમકે માલદિવ લાગુ દક્ષિણ અરબ સાગરમાં એક મજબૂત હાઈપ્રેશરનું નિર્માણ ધીરે ધીરે થતું જોવા મળતું હોય છે. આ પેટર્નને હિસાબે પવનની દિશામાં પણ બદલાવ જોવા મળતો હોય છે.
ભારત દેશ સહિત ગુજરાતમાં ચોમાસાનું આગમન માટે આવી પેટર્ન બનવી ખૂબ જ જરૂરી છે. કેમકે જ્યારે જ્યારે દક્ષિણ અરબ સાગરમાં મે મહિનાના અંતિમ દિવસોમાં હાઈપ્રેશરનું નિર્માણ થાય છે. ત્યારે જ સાઉથ વેસ્ટ મોનસુનના પવનો ધીરે ધીરે સમગ્ર ભારત ઉપર સેટ થતા જોવા મળે છે. આ સાઉથ વેસ્ટના પવનો જ ગુજરાતમાં ચોમાસાનું આગમન માટે મુખ્ય ગણાય છે.
મિત્રો આમ તો ભૂતકાળના વર્ષોની યાદી જોઈએ તો, દક્ષિણ અંદમાન નિકોબાર દ્વીપ સમુહની આજુબાજુ ચોમાસાનું આગમન દર વર્ષે 22 મેથી 28 મેના સમયગાળા દરમિયાન થતું જોવા મળતું હોય છે. જ્યારે જ્યારે દક્ષિણ બંગાળની ખાડીમાં આ દિવસો દરમિયાન ચોમાસાનું આગમન થાય છે, ત્યારે ત્યારે લગભગ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન નિયમિત સમયે થતું હોય છે.
ગુજરાતમાં ચોમાસાનું આગમન
જો મે મહિનાની 25 થી 28 મેના સમયગાળા દરમિયાન અંદમાન નિકોબારના ટાપુઓ ઉપર ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થાય તો, લગભગ આ ચોમાસું કેરલમાં એક જૂની આજુબાજુ અથવા તો મોડામાં મોડુ પાંચ જુનની આજુબાજુ પ્રવેશ કરતું હોય છે.
કેરળમાં જો આ દિવસો દરમિયાન ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય તો, પણ ગુજરાતમાં ચોમાસાનું આગમન લગભગ જે હવામાન વિભાગે નોર્મલ તારીખો નક્કી કરી છે એ તારીખોમાં જ થઈ જાય છે. એટલે જ મિત્રો જો કેરલમાં ચોમાસાનું આગમન સમયસર રહે તો, ગુજરાતમાં ચોમાસાનું આગમન લગભગ નિયમિત સમય જ થતું હોય છે.
મિત્રો ગુજરાતમાં ચોમાસાનું આગમન થવા માટેના દાવ પેચ જ્યારે જ્યારે ચોમાસાની એન્ટ્રી અરબ સાગરમાં થાય છે. ત્યારબાદ જ જોવા મળે છે. કેમકે અરબ સાગરમાં ચોમાસાની એન્ટ્રી થયા બાદ હવામાનના સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળતો હોય છે. જો વિપરીત ફેરફારો જોવા મળે તો, ગુજરાતમાં ચોમાસાનું આગમન સામાન્ય રીતે 15 તારીખની આજુબાજુ થતું હોય છે, તેમાં મોટો ફેરફાર જોવા મળતો હોય છે.
કેરલમાં ચોમાસું પહોંચ્યા બાદ અરબ સાગરમાં વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થાય તો, ચોમાસું આગળ વધવાની પ્રગતિ પર મોટો ધક્કો લાગે છે. તો મિત્રો ક્યાં કારણોસર જો આવું બને તો, ગુજરાતમાં ચોમાસાનું આગમન ખૂબ જ મોડું થઈ શકે. એ બાબતે થોડી વિસ્તારથી માહિતી મેળવીએ.
અરબ સાગરમાં ચોમાસું
શ્રીલંકા તેમજ કેરલની આસપાસ જ્યારે ચોમાસું વિધિવત રીતે દક્ષિણ અરબ સાગરમાં એન્ટર થાય છે. ત્યારે અરબ સાગરના પવનોની પેટર્ન અસ્તવ્યસ્ત જોવા મળતી હોય છે. કેમકે આ સમયગાળા દરમિયાન ખાસ કરીને રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રમાં હિટ વેવનો માહોલ જોવા મળતો હોય છે. આ હિટ વેવની અસર રૂપે અરબ સાગરની દરિયાઈ જળ સપાટીનું તાપમાન નોર્મલ કરતાં ઉચું જોવા મળતું હોય છે.
એટલે જ મિત્રો મોટેભાગે અરબ સાગરમાં મે મહિનાના અંતિમ દિવસોથી 10 જૂનના સમયગાળા દરમિયાન મધ્ય અરબ સાગર અથવા તો દક્ષિણ અરબ સાગરમાં વાવાઝોડા જેવી મોટી સિસ્ટમ આકાર લેતી હોય છે. કેમકે જ્યારે જ્યારે ચોમાસાનું આગમન અરબ સાગરમાં થાય છે ,ત્યારે ત્યારે લગભગ દર વર્ષે એકાદ વાવાઝોડું જેવી તોફાની સિસ્ટમ અરબ સાગરમાં જોવા મળતી હોય છે. જે આપણે પાછલા ઘણા વર્ષોમાં પણ જોયું છે.
મિત્રો જ્યારે જ્યારે અરબ સાગરમાં આવી તોફાની સિસ્ટમનું નિર્માણ થાય છે, ત્યારે ત્યારે ગુજરાતમાં ચોમાસાનું આગમન ના ચિત્રો અનિશ્ચિત બને છે. કેમ કે જો આ સિસ્ટમ અરબ સાગરમાંથી ઉત્તર અથવા તો પૂર્વ તરફ ફંટાય તો, ગુજરાતમાં ચોમાસાનું આગમન લગભગ નિયમિત સમયે થતું હોય છે.
પરંતુ જો આ વાવાઝોડા જેવી મજબૂત સિસ્ટમ પશ્ચિમ તરફ ફંટાય તો, ચોમાસાનું આગમન નોર્મલ તારીખ કરતા ખૂબ જ મોડું થતું હોય છે. કેમકે છેલ્લા બેથી ને ત્રણ વર્ષ દરમિયાન ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જે વાવાઝોડા ત્રાટક્યા છે, એ વર્ષોમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન ખૂબ જ મોડું થયેલું હોય એવું જોવા મળ્યું છે.
કેમકે આ સમયગાળા દરમિયાન જો વાવાઝોડા જેવી મજબૂત સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ એટલે કે અરેબિયન કન્ટ્રી સાઈડ ફંકટાઈ જાય તો, અરબ સાગરમાં જે ભેજની પર્યાપ્ત માત્રા હોય છે, તે બધી જ આ સિસ્ટમ પોતાની સાથે ખેંચી જાય છે. એટલે અરબ સાગરનું હવામાન ફરીથી ભેજ રહિત બનવાથી ચોમાસાની પ્રગતિના ચિત્રો રૂંધાય છે. આ પરિસ્થિતિને અનુસંધાને જ ગુજરાતનું ચોમાસું નોર્મલ સમય કરતા મોડું જોવા મળે છે.
ભૂતકાળના વર્ષોની યાદી જોઈએ તો, ભૂતકાળના ઘણા વર્ષોમાં જ્યારે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ અરબ સાગરમાં થયું છે. એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચોમાસાનું આગમન ખૂબ જ મોડું થયું છે. અમુક અમુક કિસ્સાઓમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન પહેલી જુલાઈની આજુબાજુ પણ થયેલું હોય એવા દાખલા પણ ઘણા વર્ષોમાં જોવા મળ્યા છે.
ગુજરાતનું ચોમાસું
મિત્રો ટૂંકમાં માહિતી મેળવીએ તો, જ્યારે જ્યારે બંગાળની ખાડીમાં ચોમાસાની એન્ટ્રી થઈ ત્યારબાદ જ્યારે અરબ સાગરમાં ચોમાસાની પધરામણી થતી હોય ત્યારે હવામાનમાં કોઈ મોટો યુ ટર્ન ન સર્જાય તો, ગુજરાતનું ચોમાસું લગભગ 15 જૂનની આજુબાજુ મોટેભાગે પ્રવેશ કરતું હોય છે. એટલે જ મોટેભાગે રાજ્યમાં ચોમાસું પ્રવેશ 15 જૂનથી 25 જૂનની વચ્ચે અચૂક પણે થતું હોય છે એવું જોવા મળી રહ્યું છે.
એટલે જો સમયસર દક્ષિણ અરબ સાગરમાં હાઈપ્રેશરનું નિર્માણ થયા બાદ, જે સાઉથ વેસ્ટના પવનો સમગ્ર દેશ ઉપર સેટ થતા હોય છે. આ સમયગાળા દરમિયાન બંગાળની ખાડી તેમજ અરબ સાગરની જળ સપાટીનું તાપમાન નોર્મલની આજુબાજુ રહેતો, દરિયામાં વાવાઝોડાની બનવાની શક્યતા આ સમયગાળા દરમિયાન ખૂબ જ ઘટી જતી હોય છે. જો આવી પેટન જોવા મળે તો, ચોમાસાનું આગમન સમયસર રહે છે.
મિત્રો છેલ્લા 25 થી 30 વર્ષનું સર્વે જોઈએ તો, ગુજરાતમાં ચોમાસું પ્રારંભ 15 જૂનથી 25 જૂનના દિવસો વચ્ચે થઈ જતું હોય છે. અને ચોમાસું હંમેશા નોર્મલની આજુબાજુ જ રહેતું હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બદલાતી જતી હવામાનની પેટર્નને આધારે ચોમાસું પ્રવેશ ક્યારેક વહેલું અથવા તો ક્યારેક મોડુ થઈ રહ્યું છે.
વર્ષ 2024 દરમિયાન ચોમાસાની તારીખ જેમ જેમ નજીક આવતી જશે. તેમ તેમ અમે ચોમાસું 2024 અંતર્ગત લેટેસ્ટ ઇન્ફોર્મેશન આપતા રહેશું. મિત્રો અમારી વેબસાઈટ Weather Tv પરથી તમને સમગ્ર રાજ્યના હવામાનની અપડેટ પણ ચોમાસાની સિઝન દરમિયાન નિયમિત રીતે મળતી રહેશે. તો અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો આભાર.