મિત્રો આજની આ મહત્વની પોસ્ટમાં ચૈત્ર મહિનો કેવો રહે? તો આવનારું ચોમાસું 2024 કેવું જમાવટ કરી શકે? એ અંગેની કેવી માહિતી દેશી વિજ્ઞાનમાં જોવા મળી રહી છે? તો આ પોસ્ટમાં ચૈત્ર મહિનો દરમિયાન કેવા સમીકરણો સર્જાય તો વરસાદ કેવો થાય? એ અંગેની વાત કરશું.
મિત્રો ચૈત્ર મહિનો એટલે ચૈત્રી દનૈયાનો મહિનો પણ ગણી શકાય. પરંતુ આ પોસ્ટમાં આપણે ચૈત્રી દનૈયા અંગેની માહિતી મેળવશું નહીં. કેમકે ચૈત્રી દનૈયા સિવાય પણ ચૈત્ર મહિનો બીજા સમીકરણોમાં કેવો રહે? તો આવનારું ચોમાસું કેવું રહે છે. એ અંગેની માહિતી મેળવશું.
પ્રાચીન વાત મુજબ ચૈત્ર મહિનો દરમિયાન જો ચૈત્ર મહિનાની અંજવાળી સુદમાં એટલે કે ચૈત્ર મહિનાના અંજવાળિયા પક્ષમાં જો રેવતી નક્ષત્ર જેટલા દિવસ એટલે કે જેટલો સમયગાળો જે તે તિથિમાં જેટલો વધે તેટલું અનાજ વધુ પાકે આવી વાત પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહી છે.
મિત્રો એક સામાન્ય વાત મુજબ ચૈત્ર મહિનો જેટલો તપે એટલું વધુ સારું ચોમાસું આવે. ટૂંકમાં મિત્રો ચૈત્ર મહિનો દરમિયાન ગરમીનું પ્રમાણ જેટલું વધુ જોવા મળે અને ઋતું જેટલી સ્વચ્છ જોવા મળે તેટલું જ આવનારું ચોમાસું ખૂબ જ સારું આવે છે. એટલે કે ચોમાસા દરમિયાન નિયમિત વરસાદના રાઉન્ડ જોવા મળે.
મિત્રો ભડલી વાક્ય મુજબ ચૈત્ર મહિનો કેવો રહે એ મુજબ એક લોકવાયકા મુજબ ચૈત્ર સુદ પૂનમને દિવસે બુધવાર અથવા તો ગુરૂવાર જે વર્ષે આવતો હોય તે વર્ષે વરસાદ ચોમાસા દરમિયાન ખૂબ જ સારો થાય. સાથે સાથે રાજા અને લોકો પણ સુખી થાય. એટલે જ ચૈત્ર સુદ પૂનમે બુધવાર કે પછી ગુરૂવાર ખૂબ જ શુભ વાર ગણાય છે.
ચૈત્ર મહિનો
મિત્રો આવનારું ચોમાસું 2024 કેવું રહેશે? એ અંતર્ગત ચૈત્ર મહિનો વિશેષ રૂપે ભાગ ભજવતો હોય છે. તે કેમકે ચૈત્ર મહિનાની ઋતું મુજબ આવનારા ચોમાસાનું ચિત્ર નક્કી થતું હોય છે. તો મિત્રો એક પ્રાચીન વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ ચૈત્ર વદ પાંચમથી 10 દિવસ આકાશ જો ચોખ્ખું રહે તો, શિયાળામાં બનેલા એક પણ ગર્ભનું ધોવાણ થતું નથી. શિયાળા દરમિયાન બનેલા તમામ ગર્ભનો વરસાદ ચોમાસામાં પરિપૂર્ણ રીતે વરસે છે. ગરીબી હટે છે અને લોકો પણ સુખી થાય છે.
એક બીજા ચૈત્ર મહિનાના પૂર્વ અનુમાન મુજબ ચૈત્રી પૂનમે જો આકાશમાં વાદળા છવાય, વરસાદ ગાજે તો આવનારું ચોમાસું નિષ્ફળ જાય છે. એટલે જ ચૈત્ર મહિનો અંતર્ગત ચૈત્રી સુદ પૂનમના દિવસે આકાશ સ્વચ્છ રહેવું જોઈએ. જો પૂર્ણિમાને દિવસે આકાશ સ્વચ્છ રહે તો, આવનારું ચોમાસું પણ સારું એવું સાબિત થાય.
બીજી વાત મુજબ ચૈત્ર મહિનાના અંજવાળિયા પક્ષમાં જે તે વિસ્તારમાં જો સળંગ 8 દિવસ વરસાદી રૂપ જમાવટ કરે તો, ચોમાસા દરમિયાન જે તે પ્રદેશમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય, તે પ્રદેશમાં ભયંકર દુષ્કાળના ચિત્રો ઉભા થાય. આવી વાત પણ પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહી છે.
ચૈત્ર મહિનો આધારિત રોહિણી નક્ષત્ર અંગે એક અનુમાન જોઈએ તો, મિત્રો ચૈત્ર સુદ પાંચમે એટલે કે ચૈત્ર મહિનાની અંજવાળી પાંચમે જો રોહિણી નક્ષત્રની હાજરી હોય તો, તે વર્ષે અષાઢ મહિનામાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી રહેશે. એટલે કે અષાઢ મહિનામાં કોઈ મોટો વરસાદ જોવા મળશે નહીં. આવું વિધાન ભડલી વાક્યોમાં જોવા મળી રહ્યું છે.
એ જ રીતે મિત્રો ચૈત્ર સુદ સાતમે પુષ્ય નક્ષત્ર ની હાજરી હોય તો, તે વર્ષે શ્રાવણ મહિનામાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી રહેશે. તો ચૈત્ર મહિનો અંતર્ગત ચૈત્ર સુદ નોમે પુષ્ય નક્ષત્ર ની હાજરી હોય તો, તે વર્ષે લગભગ ભાદરવો મહિનો કોરો જાય છે. આવી વાત પણ ભડલી વાક્યમાં જોવા મળી રહી છે.
તો એકબીજા ભડલી વાક્ય મુજબ ચૈત્ર મહિનો અંતર્ગત ચૈત્ર સુદ પૂનમે જો ચિત્રા નક્ષત્રની હાજરી હોય તો, તે વર્ષે આસો મહિનામાં વરસાદની ખેંચ જોવા મળે છે. ચૈત્ર મહિનો દરમ્યાન ખાસ કરીને ચૈત્ર સુદ પાંચમ, ચૈત્ર સુદ સાતમ, ચૈત્ર સુદ નોમ તેમજ ચૈત્ર સુદ પૂનમના દિવસનો ખાસ અભ્યાસ કરવો. જેથી આવનારા ચોમાસાનો વર્તારો કેવો રહેશે? એ જાણી શકાય.
મિત્રો ચૈત્ર મહિનો દરમિયાન ચૈત્ર મહિનાની અમાસે સૂર્ય ક્યાં આથમે છે? એ નિશાની ખાસ જોવી. ત્યારબાદ પછી બીજના દિવસનો ચંદ્ર, સૂર્યથી કઈ જગ્યાએ છે? એ પણ ખાસ અવલોકન કરવું. જો સૂર્યથી ચંદ્ર ઉત્તર દિશામાં હોય તો, વધુ સારું ચોમાસું આવે છે. એટલે ચોમાસા દરમિયાન વરસાદની સંભાવના વધુ રહેશે.
આમ મિત્રો ચૈત્ર મહિનાના દિવસો દરમિયાન પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં ઘણા બધા એવા પરિબળોનું વર્ણન કરવામાં આવ્યું છે. એ મુજબ ચૈત્ર મહિનો કેવો રહે? ચૈત્ર મહિનામાં કેવા કેવા યોગોનું નિર્માણ થાય તો, આવનારું ચોમાસું સારું જશે કે દુષ્કાળમાંય સાબિત થશે? એ અંગેનું એક પૂર્વ અનુમાન આપણે કાઢી શકીએ છીએ.
ચોમાસું 2024 નક્ષત્ર વર્તારો
વરસાદના નક્ષત્ર આધારિત થોડીક ચૈત્ર મહિનો અંતર્ગત માહિતી મેળવીએ તો, મિત્રો ચૈત્ર તેમજ વૈશાખ મહિનાના સમયગાળા દરમિયાન અશ્વની, રેવતી, ભરણી, કૃતિકા, રોહિણી આ બધા નક્ષત્ર લગભગ ચૈત્ર, વૈશાખ મહિનાના સમયગાળા દરમિયાન આવતા હોય છે. એટલે ચૈત્ર મહિનાના સમયગાળા દરમિયાન આવતા નક્ષત્રનો પણ ખાસ વિચાર કરવો. જેથી આવનારું ચોમાસું કેવું રહેશે? એનું અનુમાન મેળવી શકાય.
મોટેભાગે ચૈત્ર મહિના દરમિયાન સમગ્ર દેશમાં હિટ વેવનો માહોલ જોવા મળતો હોય છે. એટલે જ ચૈત્ર મહિનાના સમયગાળા દરમિયાન ગરમીનો જેટલો માહોલ વધુ રહે એટલું આવનારું ચોમાસું સારું આવે. જો ચૈત્ર મહિનાના સમયગાળા દરમિયાન કમોસમી વરસાદ જોવા મળે તો, આવનારા ચોમાસા માટે એક સારી નિશાની ગણાતી નથી. કેમકે જો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો, આવનારું ચોમાસું નબળું આવે.
આધુનિક વિજ્ઞાન મુજબ ચોમાસું વર્તરો
મિત્રો જેમ પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં આવનારું ચોમાસું કેવું રહે? એ અંતર્ગત જેમ અસંખ્ય વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ મુજબ જ આધુનિક વિજ્ઞાનના પેરામિટરો મુજબ કેવા સમીકરણો ચોમાસાની શરૂઆત પહેલાં જોવા મળે તો, આવનારું ચોમાસું કેવું રહે? એ અંગે થોડીક માહિતી મેળવીએ.
ચોમાસાની શરૂઆત થતાં પહેલાં ચોમાસાને મુખ્ય અસર કરતું પરિબળ ઇન્ડિયન ઓશન ડાયપોલ જો પોઝિટિવ તરફ જણાય તો, આવનારું ચોમાસું ખૂબ જ સારું સાબિત થાય. બંગાળની ખાડીમાં એક પછી એક વરસાદની સિસ્ટમ બને છે. આ વરસાદની સિસ્ટમનો લાભ ગુજરાતને ભરપૂર માત્રામાં મળે.
એ જ રીતે જ્યારે અંદમાન નિકોબાર દ્વીપ સમુહ ઉપર ચોમાસાનું વિધિવત રીતે આગમન થાય છે, એ સમય દરમિયાન નીનો ઇન્ડેક્સ જો તટસ્થ અથવા તો, લા નીના તરફ ઝૂકાવ કરતો જોવા મળે તો, તે વર્ષનું ચોમાસું સમગ્ર દેશ માટે સારું સાબિત થાય છે. કેમ કે જો આવી પરિસ્થિતિ જોવા મળે તો, બંગાળની ખાડીમાં એક પછી એક લો પ્રેસર સિસ્ટમ ચોમાસાના સમયગાળા દરમિયાન બનતી રહે છે.
એટલે જ મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાનની સાથે સાથે આધુનિક વિજ્ઞાનના હવામાનના પેરામિટરો મુજબ પણ આવનારું ચોમાસું સારું રહેશે કે પછી દુષ્કાળમય રહેશે? એ અંગેના તારણોનું એક અનુમાન લગાવી શકાય છે. કેમ કે આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં સાયન્સ આધારિત આગાહી ખૂબ જ સત્યની નજીક જોવા મળતી હોય છે.
મિત્રો સમગ્ર રાજ્યના વિસ્તારો જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ઋતું કેવી રહેશે, એ અંતર્ગત અમે આ વેબસાઈટ Weather Tv ના માધ્યમથી અમે રેગ્યુલર હવામાન અપડેટ આપીયે છીએ. તો મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો આભાર.