Weather Tv

વરસાદના નક્ષત્ર 2024 કયું નક્ષત્ર ક્યારે બેસે

વરસાદના નક્ષત્ર 2024 : કયું નક્ષત્ર ક્યારે બેસે અને કયું વાહન

Table of Contents

મિત્રો ચોમાસાની શુભ શરૂઆત થતી હોય ત્યારથી જ ખેડૂતોના મનમાં હંમેશા વરસાદના નક્ષત્રો આવી જતા હોય છે. મિત્રો આજની આ મહત્વની પોસ્ટમાં વરસાદના નક્ષત્ર 2024 અને તેના વાહન અંગેની વાત કરશું. જેમાં ક્યુ નક્ષત્ર ક્યારે બેસે છે? અને તેમનું વાહન શું છે? એ અંગેની માહિતી વિસ્તારથી મેળવીએ.

મૃગશીર્ષ નક્ષત્ર : સૂર્યનારાયણ ભગવાનનો મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ તારીખ 7-6-2024 ના રોજ શુક્રવારે થશે અને આ નક્ષત્ર દરમ્યાન વાહન શિયાળનું છે.

આદ્રા નક્ષત્ર : સૂર્યનો આદ્રા નક્ષત્રમાં શુભ પ્રવેશ તારીખ 21-6-2024 ના રોજ શુક્રવારે થશે અને આ નક્ષત્રનું વાહન મોરનું છે.

પુનર્વસુ નક્ષત્ર : સૂર્યનારાયણ ભગવાનનો પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ તારીખ 5-7-2024 ના રોજ શુક્રવારે થશે અને આ નક્ષત્ર દરમિયાન વાહન હાથીનું છે.

પુષ્ય નક્ષત્ર : સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ તારીખ 19-7-2024 ના રોજ શુક્રવારે થશે અને આ નક્ષત્ર દરમ્યાન વાહન દેડકાનું છે.

આશ્લેષા નક્ષત્ર : સૂર્યનારાયણ ભગવાનનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ તારીખ 2-8-2024 ના રોજ શુક્રવારે થશે અને આ નક્ષત્ર દરમ્યાન વાહન ગધેડાનું છે.

મધા નક્ષત્ર : સૂર્યનો મઘા નક્ષત્રમાં વિધિવત પ્રવેશ તારીખ 16-8-2024 ના રોજ શુક્રવારે થશે અને આ નક્ષત્રનું વાહન શિયાળનું છે.

પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર : સૂર્યનારાયણ ભગવાનનો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તારીખ 30-8-2024 ના રોજ શુક્રવારે થશે અને આ નક્ષત્ર દરમ્યાન વાહન ઉંદરનું છે.

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર : સૂર્યનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં શુભકારી પ્રવેશ તારીખ 13-9-2024 ના રોજ શુક્રવારે થશે અને આ નક્ષત્રનું વાહન હાથીનું છે.

હસ્ત નક્ષત્ર : સૂર્યનારાયણ ભગવાનનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ તારીખ 26-9-2024 ના રોજ ગુરુવારે થશે અને આ નક્ષત્ર દરમિયાન વાહન મોરનું છે.

ચિત્રા નક્ષત્ર : સૂર્યનો ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ તારીખ 10-10-2024 ના રોજ ગુરુવારે થશે અને આ નક્ષત્રનું વાહન ભેંસનું છે.

સ્વાતિ નક્ષત્ર : સૂર્યનારાયણ ભગવાનનો સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ તારીખ 23-10-2024 ના રોજ બુધવારે થશે અને આ નક્ષત્ર દરમ્યાન વાહન શિયાળનું છે.

મિત્રો વરસાદ અંગેના ચોમાસું નક્ષત્ર 2024 અને તેના વાહન અંગેની સંપૂર્ણ માહિતી ઉપર આપવામાં આવી છે. જે ખેડૂતોને ખૂબ જ ઉપયોગી બનશે. તો મિત્રો હવામાનની દરેક અપડેટ નિયમિત મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો.

વરસાદના નક્ષત્ર 2024 અને તેના વાહન અંગેની આ મહત્વની ઉપયોગી થાય એવી સંપૂર્ણ માહિતી તમારા વિવિધ સોશિયલ મીડિયામાં શેર કરજો. જેથી વરસાદના નક્ષત્ર 2024 અને તેના વાહન અંગેની માહિતી બધા મિત્રો સુધી પહોંચી શકે. બધા જ મિત્રોનો ખુબ ખુબ આભાર.

WhatsApp
Facebook
Telegram

Related Posts

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અતિવૃષ્ટિ

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર : અતિવૃષ્ટિનો માહોલ

મિત્રો આ વર્ષનું ચોમાસું વિચિત્ર રીતે પસાર થઈ રહ્યું છે. જૂન મહિનામાં વરસાદની એક્ટિવિટી ખૂબ જ ઓછી જોવા મળી પરંતુ જૂન મહિનાના અંતિમ દિવસોથી શરૂ

Read More »
બહોળું સર્ક્યુલેશન સાર્વત્રિક વરસાદ

બહોળું સર્ક્યુલેશન : સાર્વત્રિક વરસાદનો લાંબો રાઉન્ડ

આ વર્ષે જૂન મહિનામાં મુખ્યત્વે ખંડવૃષ્ટિનો માહોલ જોવા મળ્યો છે. આજની તારીખની સ્થિતિએ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ વરસાદથી ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે.

Read More »
આવતીકાલનું હવામાન કેવું

આવતીકાલનું હવામાન કેવું : ગુજરાતમાં વરસાદની મોટી આગાહી

ગુજરાતના ખેડૂતો માટે સારા દિવસો આવી રહ્યા છે. ચોમાસું 2024 ગુજરાતના બારણે ટકોરા મારી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે આજની આ મહત્વની પોસ્ટમાં આવતીકાલનું હવામાન

Read More »

Recent Posts​

Follow US

error: Content is protected !!