Weather Tv

મૃગશીર્ષ નક્ષત્ર 2024

મૃગશીર્ષ નક્ષત્ર 2024 : ચોમાસું હવામાન જમાવટ કરશે

Table of Contents

મિત્રો જૂન મહિનાની શરૂઆતની સાથે જ રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જતી હોય છે. મોટેભાગે જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં મંડાણી વરસાદના યોગ જોવા મળતા હોય છે. તો આજની આ પોસ્ટમાં મૃગશીર્ષ નક્ષત્ર 2024 અંતર્ગત ચોમાસું હવામાન ધીરે ધીરે જમાવટ કરશે. જે અંગેની માહિતી આ પોસ્ટના માધ્યમથી મેળવશું.

ખરા અર્થમાં ચોમાસાની શરૂઆત આમ તો આદ્રા નક્ષત્રથી શરૂઆત થતી હોય છે. પરંતુ મૃગશીર્ષ નક્ષત્ર દરમ્યાન પણ વરસાદની ગતિવિધિ ઘણા વિસ્તારોમાં જોવા મળતી હોય છે. અને મૃગશીર્ષ નક્ષત્રના સમયગાળા દરમિયાન ભારે પવન સાથે વરસાદના યોગ પણ ઉભા થતા હોય છે. તો મિત્રો મૃગશીર્ષ નક્ષત્ર 2024 દરમિયાન કેવા યોગનું નિર્માણ થાય તો હવામાનની પરિસ્થિતિ કેવી ઊભી થાય એ અંગેની માહિતી મેળવીએ.

મૃગશીર્ષ નક્ષત્ર મુજબ હવામાન

મિત્રો મૃગશીર્ષ નક્ષત્રની શરૂઆત મોટેભાગે છઠ્ઠી અથવા તો સાતમી જૂને દર વર્ષે જોવા મળતી હોય છે. તો આ વર્ષે મૃગશીર્ષ નક્ષત્ર 2024 સાતમી જૂને બેસી રહ્યું છે. એટલે કે સૂર્યનારાયણ ભગવાનનો મૃગશીર્ષ નક્ષત્રમાં શુભ પ્રવેશ Dt : 7-6-2024 ના રોજ શુક્રવારના દિવસે થશે. તો મિત્રો નક્ષત્રનું વાહન શિયાળનું હોવાથી મૃગશીર્ષ નક્ષત્ર 2024 ના સમયગાળાના દિવસો દરમિયાન ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદની અપેક્ષા રાખી શકાય.

મૃગશીર્ષ નક્ષત્રના સમયગાળા દરમિયાન મોટેભાગે રાજ્યમાં પવનનું જોર વધુ પડતું જોવા મળતું હોય છે. મૃગશીર્ષ નક્ષત્રના સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં ધૂળની ડમરીનું પ્રમાણ પણ વધુ જોવા મળતું હોય છે. જો આવા તબક્કામાં વરસાદી હવામાન થાય તો, મીની વાવાઝોડું સાથે વરસાદ મૃગશીર્ષ નક્ષત્રના સમયગાળા દરમિયાન જોવા મળતો હોય છે.

મૃગશીર્ષ નક્ષત્ર 2024

તો મિત્રો મૃગશીર્ષ નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન રાજ્યમાં સારી એવી પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે. જેમાં સમુદ્રી કાઠાના વિસ્તારો એટલે કે દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં મૃગશીર્ષ નક્ષત્ર 2024 દરમિયાન છુટા છવાયા વરસાદની આશા રાખી શકાય. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ મૃગશીર્ષ નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન પ્રિમોન્સૂન એક્ટિવિટીની સંભાવના ગણી શકાય.

2024 ના વર્ષમાં મૃગશીર્ષ નક્ષત્ર 2024 શુક્રવારના દિવસે બેસતું હોવાથી એક શુભ સંકેત પણ ગણી શકાય. કેમ કે આ વર્ષે એટલે કે વર્ષ 2024 ના સમયગાળા દરમિયાન વર્ષનો વૃષ્ટિનો અધિપતિ શુક્ર રહેલો છે. સાથે સાથે વર્ષનો યુદ્ધેશ પણ શુક્ર છે. અને વર્ષનો વ્યવહારેશ પણ શુક્ર રહેલો છે. મિત્રો આ ત્રણ શુભ યોગ વર્ષ 2024 ના જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત મુજબ જોવા મળી રહ્યા છે.

આમ મૃગશીર્ષ નક્ષત્ર 2024 શુક્રવારના દિવસે 7 જૂને બેસતું હોવાથી આ નક્ષત્રના સમયગાળામાં પવનનું જોર વધુ રહેશે. કોઈ કોઈ વિસ્તારોમાં મીની વાવાઝોડા સાથે વરસાદની સંભાવના પણ મૃગશીર્ષ નક્ષત્ર 2024 ના ચારેય પાયા દરમિયાન જોવા મળી શકે છે. કેમકે વર્ષ 2024 ના જ્યોતિષશાસ્ત્રમાં રચાતા યોગ મુજબ આવું એક અનુમાન લગાવી શકાય.

મિત્રો આ વર્ષે મૃગશીર્ષ નક્ષત્ર 2024 ના દિવસો દરમિયાન અમુક પરિસ્થિતિનું ખાસ અવલોકન કરવું. જેથી મૃગશીર્ષ નક્ષત્ર પછી આવતા નક્ષત્રમાં પણ વરસાદની સંભાવના કેવી ઊભી થાય એ અંગે એક ભડલી વાક્ય ના સિદ્ધાંત મુજબ આપણે અનુમાન લગાવી શકાય. તો વર્ષ 2024 દરમિયાન મૃગશીર્ષ નક્ષત્ર ના દિવસો દરમિયાન નીચે જણાવેલી બાબતોનું ખાસ અવલોકન કરવું.

મૃગશીર્ષ નક્ષત્ર અને પવન

મૃગશીર્ષ નક્ષત્ર ના પ્રથમ પાયામાં પહેલા અને બીજા દિવસે જો પવનનું જોર બિલકુલ ન હોય તો, ઉંદરનો ઉપદ્રવ ખૂબ જ વધી શકે. ટૂંકમાં મિત્રો મૃગશીર્ષ નક્ષત્ર બેસતા પવનનું જોર રહે તો, તે શુભ નિશાની ગણી શકાય. પરંતું જો પવનનું જોર પ્રથમ બે દિવસોમાં જોવા ન મળે તો, તે વર્ષે ઉંદરનો વધુ પડતો ઉપદ્રવ જોવા મળે છે.

મૃગશીર્ષ નક્ષત્રના પ્રથમ પાયાના ત્રીજા અને ચોથા દિવસે જો પવનનું જોર ન રહે તો, તે વર્ષે ખેતીના પાકોમાં ઈયળનો ઉપદ્રવ વધુ પડતો જોવા મળી શકે. એટલે મૃગશીર્ષ નક્ષત્ર ના સમયગાળામાં ત્રીજા અને ચોથા દિવસે પવનનું જોર વધુ રહે તો તે સારી નિશાની ગણાય. જો પવનનું જોર વધુ જોવા ન મળે તો, ખેતીના પાકમાં રોગ જીવાતનું પ્રમાણ વધુ રહી શકે.

એ જ રીતે મિત્રો મૃગશીર્ષ નક્ષત્રના પાંચમા અને છઠ્ઠા દિવસે જો પવનની હાજરી જોવા ન મળે તો, તે વર્ષે તીડનો ઉપદ્રવ વધુ જોવા મળે. જ્યારે સાતમા અને આઠમા દિવસોના સમયગાળા દરમિયાન જો પવન ન જોવા મળે તો, તે વર્ષે માનવ જાતિમાં પણ રોગનું પ્રમાણ વધુ જોવા મળે. તાવ જેવા રોગોનો રોગચાળો વધુ જોવા મળે. એટલે જ મિત્રો મૃગશીર્ષ નક્ષત્ર ના સમયગાળા દરમિયાન પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા દિવસનું ખાસ અવલોકન કરવું.

ચોમાસું હવામાન

મૃગશીર્ષ નક્ષત્ર ના સમયગાળા દરમિયાન નવમા અને દસમા દિવસે પવનની હાજરી હોવી ખૂબ જ જરૂરી છે. કેમ કે જો મૃગશીર્ષ નક્ષત્રના સમયગાળામાં નવમા અને દસમા દિવસે જો પવન બિલકુલ ન જણાય તો, તે વર્ષે વરસાદની અછત ઉભી થાય. ચોમાસુ નબળું પડે છે. ઘણા કિસ્સાઓમાં તે વર્ષનું ચોમાસું દુષ્કાળમય પણ સાબિત થાય છે.

મિત્રો અગિયારમાં અને બારમા દિવસનો પણ ખાસ અનુભવ કરવો. કેમ કે જો 11માં અને 12માં દિવસે મૃગશીર્ષ નક્ષત્રના સમયગાળા દરમિયાન જો પવનની ઉપસ્થિતિ જોવા ન મળે તો, ખેતીના પાકોમાં ઝેરી જીવાતનો ઉપદ્રવ તે વર્ષે વધુ જોવા મળે છે. માટે આ બંને દિવસનું ખાસ અવલોકન કરવું.

મિત્રો મૃગશીર્ષ નક્ષત્રના સમયગાળા દરમિયાન જો 13માં અને 14માં દિવસે પવન બિલકુલ ન જણાય તો, તે વર્ષના ચોમાસામાં આંધી સાથે સાથે પવનનું તોફાન આવવાની સંભાવના ભડલી વાક્યમાં દર્શાવવામાં આવી છે. એટલે આ વર્ષે પણ મૃગશીર્ષ નક્ષત્રના સમયગાળા દરમિયાન 13માં અને 14માં દિવસનું ખાસ અવલોકન કરવું.

ટૂંકમાં મિત્રો મૃગશીર્ષ નક્ષત્રના દિવસોનું ટુકું સારાંશ મેળવવીએ તો, મૃગશીર્ષ નક્ષત્રના સમયગાળા દરમિયાન બધા જ દિવસોમાં વધતા ઓછા પ્રમાણમાં પવનની હાજરી જો જણાય તો, તે વર્ષનું ચોમાસું સારું સાબિત થાય છે. એટલે જ વર્ષ 2024 માં મૃગશીર્ષ નક્ષત્ર અંતર્ગત બધા દિવસોનું ખાસ અવલોકન કરવું.

ખાસ નોંધ : મિત્રો આ પોસ્ટમાં મૃગશીર્ષ નક્ષત્ર અંગેની જે માહિતી મૂકવામાં આવી છે, તે Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. પરંતુ વર્ષ 2024 ના જ્યોતિષશાસ્ત્રમાં બનતા યોગ અને સાથે સાથે ભડલી વાક્યોમાં જોવા મળતી લોકવાયકા મુજબ મૃગશીર્ષ નક્ષત્ર અંગેની વાત અહીં રજૂ કરવામાં આવી છે.

તો મિત્રો ગુજરાત રાજ્યના સમગ્ર વિસ્તાર આધારીત હવામાનની લેટેસ્ટ ઇન્ફોર્મેશન તમારા મોબાઇલ ફોનમાં નિયમિત મેળવવા માટે, અમારી આ વેબસાઈટને તમારા મોબાઇલ ફોનમાં જરૂરથી સેવ કરી લેવી. જેથી તમને રાજ્યના હવામાનની અપડેટ સમયસર મળતી રહે ખુબ ખુબ આભાર.

WhatsApp
Facebook
Telegram

Related Posts

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અતિવૃષ્ટિ

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર : અતિવૃષ્ટિનો માહોલ

મિત્રો આ વર્ષનું ચોમાસું વિચિત્ર રીતે પસાર થઈ રહ્યું છે. જૂન મહિનામાં વરસાદની એક્ટિવિટી ખૂબ જ ઓછી જોવા મળી પરંતુ જૂન મહિનાના અંતિમ દિવસોથી શરૂ

Read More »
બહોળું સર્ક્યુલેશન સાર્વત્રિક વરસાદ

બહોળું સર્ક્યુલેશન : સાર્વત્રિક વરસાદનો લાંબો રાઉન્ડ

આ વર્ષે જૂન મહિનામાં મુખ્યત્વે ખંડવૃષ્ટિનો માહોલ જોવા મળ્યો છે. આજની તારીખની સ્થિતિએ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ વરસાદથી ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે.

Read More »
આવતીકાલનું હવામાન કેવું

આવતીકાલનું હવામાન કેવું : ગુજરાતમાં વરસાદની મોટી આગાહી

ગુજરાતના ખેડૂતો માટે સારા દિવસો આવી રહ્યા છે. ચોમાસું 2024 ગુજરાતના બારણે ટકોરા મારી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે આજની આ મહત્વની પોસ્ટમાં આવતીકાલનું હવામાન

Read More »

Recent Posts​

Follow US

error: Content is protected !!