આશ્લેષા નક્ષત્ર 2024 : વરસાદની સંભાવના કેવી રહેશે

આ વર્ષે શિયાળામાં જોઈ તેવા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ જોવા મળ્યા નથી. પરંતુ ઉનાળાની શરૂવાતથી જ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી. આ પરિસ્થિતિને અનુસંધાને ચોમાસામાં વરસાદની સંભાવના કેવી રહેશે? તેમ જ વરસાદના નક્ષત્ર અંતર્ગત આશ્લેષા નક્ષત્ર 2024 દરમિયાન આ વર્ષે કેવા યોગોનું નિર્માણ જોવા મળી રહ્યું છે? એ અંગેની માહિતી મેળવશું.

મિત્રો આશ્લેષા નક્ષત્ર 2024 ને પણ વરસાદનું મુખ્ય નક્ષત્ર ગણી શકાય. જેમ કે આ નક્ષત્ર ચોમાસાના મધ્ય ભાગમાં આવતું હોવાથી આશ્લેષા નક્ષત્ર 2024 દરમિયાન જો વરસાદના સારા રાઉન્ડ જોવા મળે તો, ખેડૂતો રાહતનો શ્વાસ લે છે. કેમકે આશ્લેષા નક્ષત્રમાં થતો વરસાદ લગભગ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદના રૂપે જોવા મળતો હોય છે. એટલે જ આશ્લેષા નક્ષત્રને પણ વરસાદનું ધોરી નક્ષત્ર ગણવામાં આવે છે.

આશ્લેષા નક્ષત્ર વરસાદ

ગુજરાત રાજ્યમાં અમુક લોકો આશ્લેષા નક્ષત્રને આંધળું નક્ષત્ર તરીકે પણ ઓળખે છે. જેનું મુખ્ય રીઝન એવું ગણવામાં આવે છે કે, જ્યારથી આશ્લેષા નક્ષત્ર બેસે છે, તે દિવસે જે જે વિસ્તારમાં વરસાદની સંભાવના ઊભી થતી હોય છે એ વિસ્તારોમાં આશ્લેષા નક્ષત્રના સમયગાળા દરમિયાન મોટાભાગના દિવસોમાં વરસાદી હવામાન જમાવટ કરતું હોય છે. એટલે જ આશ્લેષા નક્ષત્રને આંધળું નક્ષત્ર તરીકે પણ ગણવામાં આવે છે. “આશ્લેષા આંધળી ચગીતો ચગી નહીંતર ફગી” આ કહેવત આશ્લેષા નક્ષત્રને અનુસરીને કહેવામાં આવી છે.

મિત્રો આશ્લેષા નક્ષત્ર 2024 ના દિવસો દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પવનનું જોર વધુ રહી શકે છે. કેમકે ભૂતકાળના ઘણા વર્ષોની યાદી જોઈએ તો, આશ્લેષા નક્ષત્રના દિવસો દરમિયાન રાજ્યમાં મોટેભાગે પવનનું પ્રભુત્વ વધુ રહેતું હોય છે. આશ્લેષા નક્ષત્રના દિવસો દરમ્યાન વા ફણકીનું પ્રમાણ પણ વધુ જોવા મળતું હોય છે. પવનની સાથે સાથે વરસાદી ઝાપટા આશ્લેષા નક્ષત્રના દિવસો દરમિયાન જોવા મળતા હોય છે. ટૂંકમાં મિત્રો આશ્લેષા નક્ષત્રમાં મંડાણી વરસાદ જોવા મળતો નથી. મોટેભાગે આશ્લેષા નક્ષત્રના દિવસો દરમિયાન હેલીનો માહોલ જોવા મળતો હોય છે.

વરસાદની સંભાવના

હવે આપણે આશ્લેષા નક્ષત્ર 2024 દરમિયાન જ્યોતિષશાસ્ત્રમાં બનતા યોગો અંગેનું એક સારાંશ મેળવીએ તો, મિત્રો આ વર્ષે ચોમાસું 2024 દરમિયાન આશ્લેષા નક્ષત્રના યોગો નબળા જોવા મળી રહ્યા છે. આ વર્ષે આશ્લેષા નક્ષત્રનું વાહન પણ વરસાદને પ્રિય જોવા મળી રહ્યું નથી. ટૂંકમાં મિત્રો ચોમાસું 2024 દરમિયાન આશ્લેષા નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન ખંડ વૃષ્ટિના યોગો વધુ જોવા મળી શકે. છતાં પણ આશ્લેષા નક્ષત્રના દિવસો દરમિયાન જો કોઈ બંગાળની ખાડીની વરસાદની સિસ્ટમ ગુજરાત રાજ્યને પ્રભાવિત કરે તો, રાજ્યમાં વરસાદનો મોટો રાઉન્ડ પણ જોવા મળી શકે.

એક બીજી માન્યતા પ્રમાણે જે તે નક્ષત્ર પૂરું થયા બાદ નવું જે નક્ષત્ર બેસતું હોય છે, તે પ્રથમ દિવસનો ખાસ અભ્યાસ કરવો. જેમકે આ વર્ષનું જ એક ઉદાહરણ લઈએ તો, જો પુષ્ય નક્ષત્ર 2024 જે દિવસે પૂરું થયું હોય તે દિવસે વરસાદ જોવા મળ્યો હોય અને બીજે દિવસે આશ્લેષા નક્ષત્ર બેસતું હોય, તેના પ્રથમ દિવસે જો વરસાદ જોવા મળે તો, આશ્લેષા નક્ષત્રના પ્રથમ પાયામાં એટલે કે પ્રથમ ચાર દિવસ વરસાદી રહે છે. માટે આ વાતનો ખાસ અભ્યાસ કરવો.

આશ્લેષા નક્ષત્ર 2024 શુભ પ્રવેશ

મુખ્ય વાત કરીયે આશ્લેષા નક્ષત્ર 2024 દરમિયાન આ વર્ષે જ્યોતિષશાસ્ત્ર મુજબ કેવા યોગનું નિર્માણ થાય છે, એ અંગેની માહિતી ટૂંકમાં મેળવીએ. તો મિત્રો આ વર્ષે આશ્લેષા નક્ષત્ર બીજી ઓગસ્ટે વિધિવત રીતે બેસશે. એટલે કે સૂર્યનારાયણ ભગવાનનો આશ્લેષા નક્ષત્રમાં શુભ પ્રવેશ Dt : 02:08:2024 ના દિવસે થશે. મિત્રો આ વર્ષે આશ્લેષા નક્ષત્ર 2024 નું વાહન ગધેડું છે. જે સારી બાબત ગણાય નહીં. કેમકે આ વાહનને વરસાદ પ્રિય નથી. એટલે ગધેડું વાહન હોવાથી વરસાદની સંભાવના મધ્યમ ગણી શકાય.

આશ્લેષા નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન ચંદ્ર નક્ષત્ર પુનર્વસુ નક્ષત્ર રહેલું છે. જે મધ્યમ ફળ આપનાર ગણી શકાય. મિત્રો આશ્લેષા નક્ષત્ર વર્ષ 2024 આ વર્ષે શુક્રવારના દિવસે બેસતું હોવાથી એ પણ મધ્યમ ફળદાયક ગણી શકાય. આશ્લેષા નક્ષત્રના સમયગાળા દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટાનો માહોલ વધુ ઉભો થઈ શકે. આ નક્ષત્રના દિવસો દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સવાર સાંજના સમયગાળા દરમિયાન વરસાદના ભારે ઝાપટાના યોગો ઊભા થઈ શકે.

ટૂંકમાં આ વર્ષના જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ આશ્લેષા નક્ષત્ર 2024 ના દિવસો દરમિયાન મધ્યમ યોગોનું નિર્માણ જોવા મળી રહ્યું છે. જે અનુસંધાને આ વર્ષે આ નક્ષત્રના સમયગાળા દરમિયાન રાજ્યમાં વરસાદની સંભાવના પણ મધ્યમ ગણી શકાય. કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદની ઘટ પણ ઉભી થઇ શકે. જ્યારે ઘણા વિસ્તારોમાં આ વર્ષે આશ્લેષા નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન ખંડ વૃષ્ટિના યોગોનું પણ નિર્માણ ઊભું થાય.

નક્ષત્ર વિશેષતા

મિત્રો આશ્લેષા નક્ષત્રની એક વિશેષતા છે. માટે આ વાતનો પણ ખાસ અનુભવ કરવો. કેમ કે ભડલી વાક્યો મુજબ આશ્લેષા નક્ષત્ર સંદર્ભે મહત્વની વાત વર્ણવવામાં આવી છે. એ મુજબ જો આશ્લેષા નક્ષત્રની શરૂઆત જો વરસાદના આગમનથી જોવા મળે તો, આશ્લેષા નક્ષત્રના મોટા ભાગના દિવસોમાં વરસાદના રાઉન્ડ એક પછી એક જોવા મળે છે. પરંતુ તેનાથી વિરુદ્ધ જો આશ્લેષા નક્ષત્રની શરૂઆત વરસાદ વિહોણી જોવા મળે તો, આશ્લેષા નક્ષત્ર સંપૂર્ણ રીતે વરસાદ રહિત પણ પસાર થાય છે. માટે દર વર્ષે આ વાતનો ખાસ અનુભવ કરવો.

બીજી તરફ હવામાનના મુખ્ય પેરામીટર અંગેની વાત કરીએ તો, મોટેભાગે ગુજરાતમાં જોવા મળતા વરસાદના મોટા રાઉન્ડ બંગાળની ખાડીને આધીન રહેતા હોય છે. જે તે નક્ષત્રમાં જો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનીને આ સિસ્ટમ પશ્ચિમ ભારત તરફ મુવમેન્ટ કરે તો, મોટેભાગે બંગાળની ખાડીની સિસ્ટમથી સમગ્ર રાજ્ય પ્રભાવી થતું હોય છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળતો હોય છે.

આધુનિક વિજ્ઞાનના હવામાનના પેરામિટરોની સાથે સાથે પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંતો ઉપર પણ ગુજરાતના ખેડૂતો આંખ વીચીને વિશ્વાસ કરે છે. મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાન મુજબ વર્ષ 2024 દરમિયાન વરસાદના નક્ષત્ર 2024 આ પોસ્ટમાં વરસાદનું કયું નક્ષત્ર કઈ તારીખે બેસે છે? અને જે તે નક્ષત્રનું વાહન શું છે? એ અંગેની માહિતી વર્ણવવામાં આવી છે. જે ચોમાસાના દિવસો દરમિયાન તમને ખૂબ જ ઉપયોગી થશે.

ખાસ નોંધ : મિત્રો ઉપર રજૂ કરવામાં આવેલી આશ્લેષા નક્ષત્ર 2024 અંગેની તમામ માહિતી એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. પરંતુ આ વર્ષે જ્યોતિષશાસ્ત્રમાં જે યોગનું નિર્માણ જોવા મળી રહ્યું છે. એ મુજબ આ માહિતી વર્ણવાની કોશિશ કરવામાં આવી છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો હવામાનની દરેક અપડેટ નિયમિત મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો ખુબ ખુબ આભાર.

error: Content is protected !!