પુષ્ય નક્ષત્ર 2024 : ચોમાસાનું પૂર્વ અનુમાન

વરસાદના નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્રને સૌથી વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કેમ કે પુષ્ય નક્ષત્રમાં વરસતા વરસાદના પાણીને અમૃત સમાન પણ ગણવામાં આવ્યું છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં પુષ્ય નક્ષત્ર 2024 સંબંધિત આ પોસ્ટમાં આવનારા ચોમાસાનું પૂર્વ અનુમાન મેળવશું.

મિત્રો દક્ષિણ એશિયામાં સ્થિત ભારત દેશ મોસમી આબોહવા ધરાવતો દેશ છે. કેમકે અહીં સમય અંતરે ઋતુ પરિવર્તન જોવા મળે છે. જેમાં શિયાળો, ઉનાળો તેમજ ચોમાસું. આ ત્રણેય ઋતુ યોગ્ય સમય મુજબ નિયમિત સમયે બેસે છે.

ભારતીય કેલેન્ડર મુજબ શિયાળામાં પણ બે ઋતુનો સમાવેશ થાય છે. જેમાં હેમંત અને શિશિર ઋતુનો સમાવેશ થાય છે. એ જ રીતે ઉનાળામાં પણ વસંત અને ગ્રીષ્મ આમ બે ઋતુ ગણવામાં આવે છે. જ્યારે ચોમાસું ઋતુમાં વર્ષા અને શરદ આ બંને ઋતુ ગણવામાં આવે છે.

ચોમાસાનું પૂર્વ અનુમાન

મિત્રો આજની આ પોસ્ટમાં આપણે ચોમાસું ઋતુ સંબંધિત વાત કરવાની છે. કેમકે ગુજરાત તેમજ રાજસ્થાન આ બંને રાજ્યોમાં ચોમાસું ઋતુ દરમિયાન વરસાદના નક્ષત્રો ને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જેમ કે ચોમાસાની શરૂઆત આદ્રા નક્ષત્રથી થાય છે.

મુખ્યત્વે ચોમાસાની સમાપ્તિ સ્વાતિ નક્ષત્રથી થાય છે.વરસાદના નક્ષત્રોની જ્યારે જ્યારે વાત સામે આવતી હોય છે. ત્યારે ત્યારે આદ્રા નક્ષત્ર, પુષ્ય નક્ષત્ર, મઘા નક્ષત્ર તેમજ હસ્ત નક્ષત્રની યાદ સીધી જ આવી જતી હોય છે. કેમ કે આ બધા નક્ષત્રોની ઘણી બધી લોક વાત લોકવાયકામાં વણાયેલી જોવા મળે છે.

પુષ્ય નક્ષત્ર 2024 સંબંધિત વાત કરીએ તો, મિત્રો પુષ્ય નક્ષત્રનું મહત્વ સૌથી વિશેષ માનવામાં આવ્યું છે. આ નક્ષત્રની ઘણી બધી લોકવાત લોકાયકામાં વણાયેલી જોવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યમાં પણ પુષ્ય નક્ષત્રના સમીકરણોને જોવામાં આવે છે. એટલે જ પુષ્ય નક્ષત્રને સૌથી શુભ માનવામાં આવે છે.

વર્ષ 2024 ના ચોમાસાના સમયગાળા દરમિયાન પુષ્ય નક્ષત્ર 2024 દરમિયાન કેવાય યોગોનું નિર્માણ થાય છે? પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના જ્યોતિષશાસ્ત્ર મુજબ કેવી જોવા મળશે? સાથે સાથે પુષ્ય નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વાહન શું છે? એ અંગેની માહિતી પ્રથમ મેળવીએ.

મિત્રો ચોમાસું 2024 દરમિયાન સૂર્ય નારાયણ ભગવાનનો પુષ્ય નક્ષત્રમાં અતિ મંગલમય તેમજ શુભ પ્રવેશ 19 જુલાઈ 2024 ના રોજ થશે. શુક્રવાર હોવાથી ખૂબ જ શુભ ગણાય. આ સમયગાળા દરમિયાન ચંદ્ર નક્ષત્ર મૂળ રહેલું છે. નક્ષત્રનું વાહન દેડકાનું હોવાથી પુષ્ય નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના સારી ગણી શકાય.

પુષ્ય નક્ષત્ર 2024

હવે પુષ્ય નક્ષત્ર 2024 અંગેની થોડીક મહત્વની માહિતી મેળવીએ. તો મિત્રો આ નક્ષત્ર સંજોગ્યું નક્ષત્ર છે. સ્ત્રી-પુ-ચં-સુ યોગ બનતો હોવાથી આ નક્ષત્ર સંજોગયું બને છે. એટલે આ યોગ ખૂબ જ શુભ માની શકાય. વરસાદની સંભાવના પણ સારી એવી ઊભી થાય.

મિત્રો વિક્રમ સવંત 2080 ના પંચાંગ મુજબ આ વર્ષે વર્ષનો રાજા મંગળ છે. વર્ષનો મંત્રી શનિ છે. સર્વ રસનો અધિપતિ ગુરુ છે. ધાન્યોનો અધિપતિ મંગળ છે. વૃષ્ટિનો અધિપતિ શુક્ર છે. જે ચોમાસું 2024 માટે ખૂબ જ સારા યોગાનુ નિર્માણ કરી રહ્યા છે. ટૂંકમાં જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ 2024 નું ચોમાસું સારું નીવડી શકે.

મિત્રો પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદ હંમેશા તોફાની જોવા મળતો હોય છે. કેમકે આ સમયગાળા દરમિયાન મોટેભાગે બંગાળની ખાડી તેમજ અરબ સાગરમાં વરસાદની સિસ્ટમ અવારનવાર આકાર લેતી હોય છે. બંગાળની ખાડીમાં બનતી વરસાદની સિસ્ટમ છેક ગુજરાત સુધી પહોંચતી હોય છે. એટલે જ ગુજરાતમાં પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન મોટેભાગે સાર્વત્રિક વરસાદના યોગ ઊભા થતા હોય છે.

વર્ષ 2024 દરમિયાન જ્યોતિષશાસ્ત્ર મુજબ બનતા યોગ મુજબ, પુષ્ય નક્ષત્ર 2024 દરમિયાન વરસાદનો એક સાર્વત્રિક રાઉન્ડ સમગ્ર રાજ્યમાં અસર કર્તા બની શકે. મિત્રો પુષ્ય નક્ષત્રમાં વરસતા વરસાદને અમૃત તુલ્ય ગણવામાં આવે છે. ખેતીમાં ઊભા રહેલા પાકો માટે પુષ્ય નક્ષત્રનો વરસાદ અમી સમાન અસર કરે છે. ખેતીના પાકોમાં રોગ જીવાતનો પણ ખાતમો પુષ્ય નક્ષત્રમાં પડતા વરસાદથી થાય છે.

પૈખના પાણી અને અમૃતવાણી આ લોકવાત ઘણા વર્ષોથી લોક વાણીમાં વણાયેલી છે. એટલે જ પુષ્ય નક્ષત્રના પાણીને ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રમાં જો વરસાદ થાય તો, તે વર્ષે બનેલા ઘણા બધા ખરાબ દોષોનું પણ ધોવાણ થાય છે. અને વર્ષ ખૂબ જ સારું અને ખેડૂતો માટે પણ ખૂબ જ સુકનવંતુ સાબિત થાય છે.

પુષ્ય નક્ષત્ર અને ભડલી વાક્ય

આ ખાસ વાતનો અનુભવ કરજો કે પુષ્ય નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વહેલી સવારે બપૈયો પક્ષી બોલે તો, એ દિવસથી ત્રણ ઘડી અથવા તો ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવે એવી સંભાવનાઓ ઉજળી બનતી હોય છે. કેમકે આ વાતનો ભડલી વાક્યમાં પણ ઉલ્લેખ જોવા મળી રહ્યો છે.

પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન જો દેવ ચકલી ધૂળમાં સ્નાન કરતી જણાય તો, પણ ભારે વરસાદની સંભાવનાના યોગ આવનારા દિવસોમાં ઊભા થાય. આ વાત પણ પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહી છે. કેમ કે અર્વાચીન વિજ્ઞાનના સમયમાં પણ પ્રાચીન વર્ષા વિજ્ઞાનની ઘણી બધી વાતો સત્યની મહોર મારતી હોય છે.

મોટેભાગે પુનર્વસું નક્ષત્રમાં જે વરસાદ થાય છે, એ વરસાદથી ખેતીના પાકોની વૃદ્ધિ રૂંધાતી હોય એવું માર્કિંગ ઘણા વર્ષોમાં જોવા મળ્યું હોય છે. કેમકે પુનર્વસું નક્ષત્રનો વરસાદ કંઈક અંશે ખેતીના પાકોની વૃધ્ધી માટે વિપરીત અસર કરતો હોય છે.

Pushya Nakshatra

પરંતુ આ વૃંધાએલા વિકાસ માટે પુષ્ય નક્ષત્રના વરસાદની અસર ખુબ જ મહત્વની હોય છે. પુષ્ય નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન પુર્નવસું નક્ષત્રની વિપરીત અસરોને પુષ્ય નક્ષત્રનો વરસાદ ખેતીના પાકો માટે નવી ઊર્જાનો સંચાર કરે છે.

ચોમાસાની ઋતુમાં પુષ્ય નક્ષત્રના દિવસો દરમિયાન જો આકાશ રક્ત વર્ણવું દેખાય તો, પણ પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન સારા વરસાદના યોગોનું નિર્માણ ઊભું થશે. આ ઉપરાંત પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન વાયવ્ય ખુણાનો પવન વધુ પડતો ફુંકાય તો પણ પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન ભારે વરસાદના રાઉન્ડની સંભાવના ઉભી થશે.

પુષ્ય નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન જો, વરસાદના રાઉન્ડ એક પછી એક જોવા મળે તો, તે વર્ષે ધન ધાન્યના ઢગલા થશે. જમીનના પાણીના તળ પણ ઊંચા આવે. રાજા તેમજ પ્રજા ખૂબ જ સુખી થાય. આ ઉપરાંત તે વર્ષે ધાર્મિક કાર્યો પણ વિના વિઘ્ને પૂરા થશે. આવા ઘણા બધા વિધાન આપણા પ્રાચીન શાસ્ત્રોમાં જોવા મળી રહ્યા છે.

મિત્રો ચોમાસું 2024 દરમિયાન વરસાદના નક્ષત્ર 2024 મુજબ કયું નક્ષત્ર ક્યારે બેસે છે? અને સાથે સાથે દરેક નક્ષત્રનું વાહન શું છે? ક્યાં નક્ષત્રમાં વરસાદની સંભાવના કેવી ઊભી થશે? એ અંગેની સંપૂર્ણ માહિતી આપણે રજૂ કરી છે. તો આ માહિતીનો પણ ખાસ અભ્યાસ કરી લેવો. જેથી તમને ચોમાસું 2024 દરમિયાન વરસાદની સંભાવના કેવી રહેશે? એ અંગેની માહિતી પણ મળી જાય.

મિત્રો ચોમાસા દરમિયાન વરસાદની સંભાવના જે તે લોકેશનમાં કેવી રહેશે? એ અંગેની માહિતી જો ખેડૂતોને અગાઉથી જ મળી જાય તો, તેમને ખેતીકાર્યો કરવામાં હંમેશા સરળતા ઊભી થતી હોય છે. અને મોટી નુકસાનીનો પણ સામનો કરવો પડતો નથી. એટલે જ અમારો ઉદ્દેશ્ય હંમેશા ખેડૂતોને સત્યની નજીક આગાહી કરવાનો છે.

બદલાયેલી ઋતુની કન્ડિશન મુજબ ક્યારેક ક્યારેક સાયન્સના આધારે થતી આગાહી ખોટી પણ પડી શકે છે. એટલે જ અહીંની આગાહીઓને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય લેવો નહીં. હવામાન સંબંધિત બધી જ પરિસ્થિતિમાં ગવર્મેન્ટ વિભાગની સૂચનાઓને અનુસરવું.

error: Content is protected !!