Weather Tv

ચિત્રા નક્ષત્ર 2024

ચિત્રા નક્ષત્ર 2024 : ઘેલી ચિત્રા ભુક્કા કાઢશે

Table of Contents

ચિત્રા નક્ષત્ર એટલે કે વર્ષાઋતુનું છેલ્લું નક્ષત્ર ગણી શકાય .આમ તો મિત્રો સ્વાતિ નક્ષત્રની પણ ગણના ચોમાસાના વરસાદના નક્ષત્રમાં થાય છે. પરંતુ મોટેભાગે ચિત્રા નક્ષત્રમાં વરસાદની સંભાવના છેલ્લા તબક્કામાં જોવા મળતી હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં ચિત્રા નક્ષત્ર 2024 સંબંધિત ઘેલી ચિત્રા નક્ષત્ર ભુક્કા કાઢે તેવા યોગ જ્યોતિષશાસ્ત્રમાં જોવા મળી રહ્યા છે.

દર વર્ષે ચિત્રા નક્ષત્ર ચોમાસું વિદાય થવાની અણી ઉપર હોય એ અરસામાં બેસતું હોય છે. એટલે જ ચિત્રા નક્ષત્રમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળતું હોય છે. ચોમાસાનો છેલ્લો વરસાદનો રાઉન્ડ લગભગ હસ્ત નક્ષત્રના દિવસો દરમિયાન જોવા મળતો હોય છે. તો આ વર્ષે ગુજરાત રાજ્યમાં હસ્ત નક્ષત્ર 2024 દરમિયાન વરસાદની સંભાવના કેવી જોવા મળી રહી છે. તે આપણે ઉપરની પોસ્ટમાં વર્ણન કર્યું છે.

મિત્રો ચિત્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન રાજ્યનું હવામાન ખૂબ જ અસ્થિર જોવા મળતું હોય છે. ચિત્રા નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન લગભગ ગરમીનો માહોલ વધુ પડતો જોવા મળતો હોય છે. તો બીજા હવામાનના પિરામિટરની વાત કરીએ તો, જે તે વિસ્તારનું પ્રાદેશિક હવામાન પણ ખૂબ જ અસ્થિરતાથી ભરેલું હોય છે. પવનની દિશા પણ ચિત્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન અસ્તવ્યસ્ત જોવા મળતી હોય છે.

ઘેલી ચિત્રા ભુક્કા કાઢશે

ચિત્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન દિવસે અને રાત્રીના તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળતો હોય છે. ચિત્રા નક્ષત્રના દિવસો દરમિયાન દિવસનું તાપમાન ખૂબ જ ઊંચું જોવા મળતું હોય છે. તો રાત્રિના સમય ગાળા દરમિયાન ઠારનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. આ પરિસ્થિતિને અનુસંધાને ચિત્રા નક્ષત્ર ના સમયગાળા દરમિયાન રાત્રે તેમ જ દિવસના તાપમાનમાં 10 થી 15 ડિગ્રી જેટલો ફેરફાર લગભગ દર વર્ષે જોવા મળતો હોય છે.

મિત્રો હવામાનના લાંબાગાળાના મોડલના ચાર્ટ મુજબ એક વિવરણ જોઈએ તો, ચિત્રા નક્ષત્રના દિવસો દરમિયાન ખાસ કરીને બંગાળની ખાડીમાં અવાર નવાર મોટી સિસ્ટમનું નિર્માણ થતું હોય છે. તો અરબ સાગરમાં પણ ચિત્ર નક્ષત્રના સમયગાળા દરમિયાન ક્યારેક ક્યારેક વાવાઝોડું પણ બનતું હોય છે. અને આવું આપણે ભૂતકાળના ઘણા વર્ષોમાં પણ જોઈ ચૂક્યા છીએ.

મોટે ભાગે દર વર્ષે ઓક્ટોબર મહિનાના હવામાન મુજબ રાજ્યમાં ઝાકળ વરસાદનો રાઉન્ડ પણ જોવા મળતો હોય છે. કેમકે ઓક્ટોબર મહિનાના દિવસો દરમિયાન પવનની દિશા નિશ્ચિત જણાતી નથી. જ્યારે જ્યારે ઓક્ટોબર મહિનાના દિવસો દરમ્યાન નોર્થ વેસ્ટના પવન જોવા મળે છે, ત્યારે ત્યારે લગભગ આ દિવસો દરમિયાન ઝાકળના રાઉન્ડ પણ જોવા મળતા હોય છે. જે કપાસ જેવા પાકો માટે નુકસાન રૂપ સાબિત થતા હોય છે.

ઘેલી ચિત્રા

મિત્રો રાજ્યમાં ઘેલી ચિત્રા નક્ષત્રના દિવસો દરમ્યાન જો વરસાદનું પ્રમાણ જોવા મળે તો, તે વરસાદ ખેતીના પાકો માટે મોટી નુકસાની રૂપ સાબિત થતો હોય છે. કેમ કે આ સમયગાળા દરમિયાન ખેતીના પાકો લગભગ પરિપક બન્યા હોય છે. મગફળી મોટાભાગના વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન પાથરે પડેલી હોય છે. એટલે જ જો ચિત્રા નક્ષત્ર દરમિયાન વરસાદની સંભાવના વધુ રહે તો, તે ખેડૂતો માટે નુકસાન રૂપ સાબિત થઈ શકે.

આમ તો મિત્રો ઓક્ટોબર મહિનામાં રાજ્યમાંથી ચોમાસાની વિદાય થવાની અણી ઉપર હોય છે. ઓક્ટોબર મહિનાના શરૂઆતના તબક્કામાં મુખ્યત્વે કચ્છ તેમજ ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારો તો, ઉત્તર સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાંથી પણ ચોમાસું વિદાય લેતું જોવા મળતું હોય છે. એટલે જ જ્યારે જ્યારે ચિત્રા નક્ષત્રમાં વરસાદ પડે છે, ત્યારે ત્યારે આ વરસાદને માવઠાના વરસાદ તરીકે પણ ગણવામાં આવે છે.

ચિત્રા નક્ષત્ર 2024

વર્ષ 2024 દરમિયાન ચિત્રા નક્ષત્ર 2024 ક્યારે બેસે છે? ચિત્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન આ નક્ષત્રનું વાહન શું છે? તેમજ જ્યોતિષશાસ્ત્રમાં વિક્રમ સવંત 2080 નું વર્ષ એટલે કે વર્ષ 2024 દરમિયાન ચિત્રા નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના કેવી જોવા મળી રહી છે? એ અંગેની વિગતવાર વાત હવે આગળ કરીએ.

મિત્રો ઘેલી ચિત્રા એટલે ચિત્રા નક્ષત્ર જેને ઘણા લોકો ઘેલી ચિત્રાના નામથી પણ ઓળખે છે. તો મિત્રો આ વર્ષે ઘેલી ચિત્રા ભુક્કા કાઢે એવા યોગનું નિર્માણ જ્યોતિષશાસ્ત્રમાં જોવા મળી રહ્યું છે. ચિત્રા નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન રાજ્યમાં જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ આ વર્ષે વરસાદની સંભાવના સારી એવી જોવા મળી રહી છે.

ચિત્રા કાઢશે ભુક્કા

સૂર્યનારાયણ ભગવાનનો ચિત્રા નક્ષત્ર 2024 માં શુભ પ્રવેશ Dt : 10-10-2024 ના રોજ ગુરુવારે થશે. મિત્રો ચિત્રા નક્ષત્ર 2024 નું વાહન ભેંસનું હોવાથી વરસાદના યોગ સારા એવા ઉભા થઈ શકે. સાથે સાથે ચિત્રા નક્ષત્ર 2024 આ વર્ષે સંજોગ્યું નક્ષત્ર આ વર્ષના જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ જોવા મળી રહ્યું છે. એટલે જ આ વર્ષે ઘેલી ચિત્રા નક્ષત્ર ભુક્કા કાઢે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે.

મિત્રો આ વર્ષે ચિત્રા નક્ષત્રનું વાહન ભેંસનું હોવાથી વરસાદની સંભાવના સારી એવી ઊભી થઈ શકે. સાથે સાથે આ વર્ષના જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ ચિત્રા નક્ષત્ર 2024 સંજોગ્યું નક્ષત્ર જણાતું હોવાથી પણ ચિત્રા નક્ષત્રના દિવસો દરમિયાન ભારે વરસાદની સંભાવના ગણી શકાય. જોકે જો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો, આ વરસાદને માવઠાના વરસાદ તરીકે પણ ગણી શકાય.

ખાસ નોંધ : મિત્રો ઉપર જણાવવામાં આવેલી ચિત્રા નક્ષત્ર 2024 સંબંધિત વરસાદની સંભાવનાની વાત એ વર્ષ 2024 દરમિયાન જ્યોતિષશાસ્ત્રમાં જોવા મળતા યોગ મુજબ સંપૂર્ણ વાત જણાવવામાં આવી છે. ઉપર જણાવવામાં આવેલી ચિત્રા નક્ષત્ર સંબંધિત માહિતી Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. આ વાતનો ખાસ ખ્યાલ રાખવો.

ચોમાસું 2024 કેવું રહી શકે? એ અંતર્ગત વર્ષ 2024 ના વર્ષના વરસાદના નક્ષત્રો ક્યારે બેસે છે? અને તેમનું વાહન શું છે? અને સાથે સાથે ક્યાં નક્ષત્રમાં કેવા વરસાદની સંભાવના જોવા મળી શકે? એ સંબંધિત વરસાદના નક્ષત્ર 2024 આ પોસ્ટમાં સંપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી છે. એટલે આ માહિતી સંપૂર્ણ રીતે વાંચી લેવી.

મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની હવામાન અંગેની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv ને તમારા મોબાઇલ ફોનમાં જરૂરથી બુકમાર્કના રૂપે સેવ કરી લેજો. જેથી તમને ગુજરાતના હવામાન અંગેની માહિતી નિયમિત રીતે મળતી રહે ખૂબ ખૂબ આભાર.

WhatsApp
Facebook
Telegram

Related Posts

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અતિવૃષ્ટિ

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર : અતિવૃષ્ટિનો માહોલ

મિત્રો આ વર્ષનું ચોમાસું વિચિત્ર રીતે પસાર થઈ રહ્યું છે. જૂન મહિનામાં વરસાદની એક્ટિવિટી ખૂબ જ ઓછી જોવા મળી પરંતુ જૂન મહિનાના અંતિમ દિવસોથી શરૂ

Read More »
બહોળું સર્ક્યુલેશન સાર્વત્રિક વરસાદ

બહોળું સર્ક્યુલેશન : સાર્વત્રિક વરસાદનો લાંબો રાઉન્ડ

આ વર્ષે જૂન મહિનામાં મુખ્યત્વે ખંડવૃષ્ટિનો માહોલ જોવા મળ્યો છે. આજની તારીખની સ્થિતિએ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ વરસાદથી ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે.

Read More »
આવતીકાલનું હવામાન કેવું

આવતીકાલનું હવામાન કેવું : ગુજરાતમાં વરસાદની મોટી આગાહી

ગુજરાતના ખેડૂતો માટે સારા દિવસો આવી રહ્યા છે. ચોમાસું 2024 ગુજરાતના બારણે ટકોરા મારી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે આજની આ મહત્વની પોસ્ટમાં આવતીકાલનું હવામાન

Read More »

Recent Posts​

Follow US

error: Content is protected !!