હસ્ત નક્ષત્ર 2024 : હાથીયો નક્ષત્ર કરશે રેલમ છેલમ

હસ્ત નક્ષત્ર જેને આપણે હાથીયો નક્ષત્રના નામથી પણ ઓળખીએ છીએ. તો હાથીઓ નક્ષત્ર લગભગ ચોમાસાનું છેલ્લું નક્ષત્ર ગણાય છે. પરંતુ વરસાદના નક્ષત્રની વાત કરીએ તો, ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ જોવા મળતો હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં હસ્ત નક્ષત્ર 2024 ક્યારે બેસે છે? અને હસ્ત નક્ષત્રના દિવસો દરમિયાન વરસાદનું પ્રમાણ કેવું જોવા મળશે? એ અંગેની વાત કરશું.

મિત્રો હસ્ત નક્ષત્ર 16 દિવસનું હોય છે. ચાર ચાર દિવસના સમયગાળા મુજબ એક એક પાયાના ભાગ પાડવામાં આવે છે. એટલે હસ્ત નક્ષત્ર ચાર પાયાનું નક્ષત્ર ગણાય છે. આમ ટોટલ હસ્ત નક્ષત્ર 2024 ના કુલ દિવસો 16 રહેશે. આ દિવસો દરમિયાન રાજ્યનું હવામાન કેવું જોવા મળશે? એ અંગેની વાત કરતા પહેલા હસ્ત નક્ષત્ર અંગે થોડી માહિતી મેળવી લઈએ.

હાથીયો નક્ષત્ર

એવું કહેવાય છે કે જો હાથીયો નક્ષત્ર બેસતાની સાથે જ ગાજવીજ અને કડાકા ભડાકા સાથે જો વરસાદ જોવા મળે તો, આવનારું ચોમાસું પણ ખૂબ જ સારું આવે છે. આવનારા ચોમાસાના દિવસો દરમિયાન વરસાદ મન મૂકીને વરસે છે. તો આવી એક લોકવાયકા જોવા મળી રહી છે. એ મુજબ જ આ વર્ષે હસ્ત નક્ષત્ર 2024 જ્યારે બેસે ત્યારે આ વાતનો ખાસ અભ્યાસ કરવો.

હસ્ત નક્ષત્રના દિવસો દરમિયાન કડાકા ભડાકા વધુ જોવા મળતા હોય છે. હસ્ત નક્ષત્રના દિવસો દરમિયાન બપોર બાદ મંડાણી વરસાદનું સામ્રાજ્ય સમગ્ર રાજ્યમાં જોવા મળતું હોય છે. મોટેભાગે હસ્ત નક્ષત્રનો વરસાદ ખૂબ જ તોફાની જોવા મળતો હોય છે. ગણતરીના સમયમાં નદીનાળા છલકાવી દેતું નક્ષત્ર એટલે હસ્ત-નક્ષત્ર એટલે જ હસ્ત નક્ષત્રને તોફાની નક્ષત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.

મિત્રો હસ્ત નક્ષત્ર 2024 ના દિવસો દરમિયાન ખાસ અવલોકન કરવું. કેમ કે જો હસ્ત નક્ષત્ર 2024 જ્યારે બેસે ત્યારે પ્રથમ દિવસે જો વરસાદ જોવા મળે તો, પછીના ત્રણેય દિવસમાં વરસાદની સંભાવના ખુબ જ ઉજળી જોવા મળશે. એટલે જો હસ્ત નક્ષત્ર 2024 બેસતા ભેગું જ વરસે તો, પ્રથમ પાયાના ચારેય દિવસો દરમિયાન વરસાદનું પ્રમાણ સારું એવું જોવા મળશે. કેમ કે આ એક લોકવાયકા જોવા મળી રહી છે.

મિત્રો એક લોકવાયકા મુજબ હસ્ત નક્ષત્ર બેસતા જ જે વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ જોવા મળે છે, તે વિસ્તારોમાં લગભગ હસ્ત નક્ષત્રના મોટાભાગના દિવસોમાં દરરોજ બપોર બાદ મંડાણી વરસાદ જોવા મળતો હોય છે. અને આવું આપણે પણ ભૂતકાળના ઘણા બધા વર્ષોમાં જોયું પણ છે. એટલે જ હસ્ત નક્ષત્રના દિવસો દરમિયાન આ વાતનો પણ ખાસ અભ્યાસ કરવો.

વરસાદના નક્ષત્ર મુજબ આદ્રા નક્ષત્રથી ચોમાસાની શરૂઆત થાય છે. એટલે તેને ચોમાસાનું આરંભનું નક્ષત્ર પણ ગણવામાં આવ્યું છે. એ જ રીતે હસ્ત નક્ષત્રથી ચોમાસાની પૂર્ણાહુતિ થાય છે. ભડલી વાક્ય મુજબ જો આદ્રા નક્ષત્રમાં વરસાદનું પ્રમાણ સારું રહે એ જ રીતે હસ્ત નક્ષત્રના દિવસો દરમિયાન પણ વરસાદનું પ્રમાણ જો સારું રહે તો, ચોમાસું મોટેભાગે સફળ રહેતું હોય છે. કેમકે વચ્ચેના બધા જ નક્ષત્રોમાં વત્તા ઓછા પ્રમાણમાં વરસાદનું પ્રમાણ જોવા મળતું હોય છે.

કેટલીક વખત હસ્ત નક્ષત્રમાં પડતો વરસાદ એટલા બધો તોફાની હોય છે કે, ખેતીના પાકોમાં પણ પારવાર નુકસાની જોવા મળતી હોય છે. કેમકે હસ્ત નક્ષત્રના સમયગાળા દરમિયાન ગરમીનું પ્રમાણ પણ વિશેષ જોવા મળે છે. બપોર બાદ જે તોફાની મંડાણી વરસાદ જોવા મળતો હોય છે તેમાં પવનનું જોર વધુ જોવા મળતું હોય છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખેતીના પાકોમાં હસ્ત નક્ષત્રનો વરસાદ ક્યારેક ક્યારેક ખૂબ જ નુકસાન રૂપ સાબિત થતો હોય છે.

હસ્ત નક્ષત્ર 2024

ચોમાસું 2024 અંગેની વાત કરીએ તો, મિત્રો હસ્ત નક્ષત્ર 2024 નો બેસવાનો સમય અંગે માહિતી મેળવીયે તો, સૂર્યનારાયણ ભગવાનનો હસ્ત નક્ષત્ર 2024 માં શુભ પ્રવેશ Dt : 26-09-2024 ના રોજ ગુરુવારે થશે. વાહન મોરનું હોવાથી વરસાદનું પ્રમાણ સારું એવું જોવા મળી શકે. સાથે સાથે આ વર્ષે હસ્ત નક્ષત્ર 2024 અર્ધ સંજોગીયું નક્ષત્ર જોવા મળી રહ્યું છે.

હસ્ત નક્ષત્ર 2024 આ વર્ષે ગુરુવારે બેસતું હોવાથી ખૂબ જ શુભ ગણી શકાય. અને સાથે સાથે વાહન પણ મોરનું હોવાથી હસ્ત નક્ષત્રના સમયગાળા દરમિયાન ભારે વરસાદના યોગ ઊભા થઈ શકે છે. કેમ કે જે નક્ષત્ર ના વાહનને વરસાદ જો પ્રિય હોય તો, તે નક્ષત્રના દિવસો દરમિયાન ભારે વરસાદ જોવા મળતો હોય છે. એ મુજબ જ હસ્ત નક્ષત્ર 2024 નું વાહન મોરનું હોવાથી આ વર્ષે હાથીયા નક્ષત્રમાં વરસાદની સંભાવના વધુ ગણી શકાય.

મિત્રો જો આ વર્ષે ઉપર જણાવેલા યોગ મુજબ પરિસ્થિતિ અનુકૂળ જોવા મળે તો, હસ્ત નક્ષત્રના દિવસો દરમિયાન સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના યોગ ઊભા થઈ શકે. કેમ કે આ વર્ષે જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ હસ્ત નક્ષત્ર 2024 માં આ વર્ષે ખૂબ જ સારા યોગો જોવા મળી રહ્યા છે. એ મુજબ આ વર્ષે હાથીયો નક્ષત્ર ભરપૂર માત્રામાં વરસે એવી એક સંભાવના ગણી શકાય.

ક્યારેક ક્યારેક હસ્ત નક્ષત્રના દિવસો દરમિયાન ભારે વરસાદ પણ જોવા મળતો હોય છે. રાજ્યના મોટાભાગના ડેમોને પણ છલકાવી દેતો હોય છે. એટલે જ જો હસ્ત નક્ષત્રના દિવસો દરમિયાન એક સારા વરસાદનો રાઉન્ડ સાર્વત્રિક વિસ્તારોમાં જોવા મળે તો, જમીનના તળ પણ ખૂબ જ ઊંચા આવે છે. અને શિયાળુ પિયતનું પણ ચિત્ર ઉજળું બને છે. એટલે જ હસ્ત નક્ષત્રના વરસાદને મહત્વનો ગણવામાં આવ્યો છે.

ખાસ નોંધ : હસ્ત નક્ષત્ર 2024 સંબંધિત ઉપર જણાવવામાં આવેલી તમામ માહિતી વર્ષ 2024 ના જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત મુજબ જણાવવામાં આવી છે. ઉપર જણાવવામાં આવેલી તમામ માહિતી એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. આ વાતનો મિત્રો ખાસ ખ્યાલ રાખવો.

મિત્રો દર વરસે વરસાદના નક્ષત્ર આધારિત તેમ જ હવામાનના મોડલ આધારિત રાજ્યના તમામ વિસ્તારોની હવામાનની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો. જેથી સમગ્ર રાજ્યના હવામાનની અપડેટ તમને નિયમિત રીતે મળતી રહે બધા જ મિત્રોનો ખુબ ખુબ આભાર.

error: Content is protected !!