Weather Tv

જૂન મહિનાનું હવામાન

જૂન મહિનાનું હવામાન : ચોમાસું 2024 ગુજરાતમાં આગમન

Table of Contents

મિત્રો ચોમાસું 2024 ગુજરાત માટે કેવું રહી શકે? ચોમાસાના દિવસો દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદની સંભાવના કેવી રહેશે? તો આજની આ મહત્વની પોસ્ટમાં જૂન મહિનાનું હવામાન અંતર્ગત ચોમાસું 2024 ગુજરાતમાં ક્યારે પ્રવેશ કરી શકે? એ અંગેની મહત્વની વાત આ પોસ્ટના માધ્યમથી રજૂ કરશું.

જેઠ મહિનાની શરૂઆતની સાથે જ હવામાં ભેજનું પ્રમાણ ધીરે ધીરે વધતું જોવા મળતું હોય છે. મોટેભાગે જેઠ મહિનાના અંતિમ દિવસોમાં સવાર અને સાંજના સમય દરમિયાન આકાશમાં વાદળોની આવન જાવન પણ જોવા મળતી હોય છે. જેને આપણે દેશી ભાષામાં ઘારીયા વાદળા પણ કરીએ છીએ. ટૂંકમાં મિત્રો જેઠ મહિનાના અંતિમ દિવસોમાં હવામાં ભેજનું પ્રમાણ વધતું જાય છે.

જુન મહિનાનું હવામાન

મિત્રો જૂન મહિનાનું હવામાન અંગેની વાત કરીએ તો, જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં દક્ષિણ અરબ સાગરના વિસ્તારોમાં લગભગ ચોમાસાએ વિધિવત પ્રવેશ કરી લીધો હોય છે. જોકે સમગ્ર દેશની વાત કરીએ તો, મે મહિનાની લગભગ 20 તારીખની આજુબાજુ બંગાળની ખાડીના દક્ષિણના ભાગોમાં ચોમાસું વિધિવત રીતે પ્રવેશ કરી ચૂક્યું હોય છે. આ ચોમાસું ધીરે ધીરે આગળ વધીને ઉત્તર બંગાળની ખાડીમાં પ્રવેશતું હોય છે.

ત્યારબાદ જૂન મહિનાનું હવામાન મુજબ ચોમાસું જો હવામાનના બધા જ પરિબળો સુટેબલ હોય તો, એકધારું પ્રગતી કરતું જોવા મળતું હોય છે. બંગાળની ખાડી બાદ અરબ સાગરના દક્ષિણના ભાગોમાં ચોમાસું એન્ટર થતું હોય છે. અને ત્યાર બાદ ચોમાસું ધીરે ધીરે ઉત્તર અરબ સાગરને કવર કરતું હોય છે. જૂન મહિનાનું હવામાન મુજબ લગભગ 2 જુનની આજુબાજુ ચોમાસું કેરલમાં પણ એન્ટ્રી કરતું મોટે ભાગે જોવા મળતું હોય છે.

ચોમાસું હવામાન

મિત્રો પાછલા 10 વર્ષનું અનુમાન જોઈએ તો, જૂન મહિનાનું હવામાન મુજબ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી 10 જૂનથી 20 જૂનના સમયગાળા દરમિયાન મોટેભાગે જોવા મળતી છે. જે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ માટે આ તારીખ નોર્મલ ગણી શકાય. આ અરસામાં જ્યારે જ્યારે ચોમાસું ગુજરાતમાં પ્રવેશે છે, ત્યારે ત્યારે મોટેભાગે તે વર્ષે ગુજરાતનું ચોમાસું હંમેશા નોર્મલ અથવા તો નોર્મલ કરતાં પણ સારી પરિસ્થિતિમાં જોવા મળ્યું છે.

જૂન મહિનાનું હવામાન મુજબ જૂન મહિનાના પ્રથમ પખવાડિયામાં જો અરબ સાગરમાં કોઈ મોટી સિસ્ટમના એંધાણ ઊભા થાય તો, તેવા સંજોગોમાં ગુજરાતમાં ચોમાસું ઝડપભેર પ્રવેશ કરતું હોય છે. ભૂતકાળના કોઈ કોઈ વર્ષોમાં જૂન મહિનાનું હવામાન મુજબ ગુજરાતમાં ચોમાસું 8 જુનની આજુબાજુ પણ પ્રવેશ કરતું જોવા મળ્યું છે. જોકે આવા દાખલા ખૂબ જ ઓછા જોવા મળ્યા છે.

વર્ષ 2024 નું ચોમાસું એટલે કે ચોમાસું 2024 ગુજરાતમાં આ વર્ષે જ્યારે પ્રવેશ કરશે, ત્યારે જૂન મહિનાનું હવામાન મુજબ ચોમાસું લક્ષી પરિબળો ઘણા બધા ફેવરેટ ટેબલ હવામાનના મોડલમાં જોવા મળી રહ્યા છે. એ મુજબ જૂન મહિનાનું હવામાન વર્ષ 2024 દરમિયાન ખૂબ જ સારું રહી શકે છે. એટલે કે જૂન મહિનાના દિવસોમાં ગુજરાતમાં વરસાદના સારા રાઉન્ડ પણ જોવા મળી શકે છે.

ચોમાસાનું આગમન

મિત્રો વર્ષ 2024 ના સમયગાળા દરમિયાન અરબ સાગરમાં જ્યારે ચોમાસાની વિધિવત રીતે પધરામણી થશે, ત્યારે ખાસ કરીને અરબ સાગરમાં કોઈ મોટી સિસ્ટમ આકાર ન લ્યે તો ચોમાસું બેલેન્સ જળવાઈ રહે છે. એટલે કે ચોમાસાની આગળ વધવાની ગતિમાં કોઈ વિક્ષેપ જોવા ન મળે. કેમ કે જો આ અરસામા અરબ સાગરમાં બનેલી સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ ફંટાઈ જાય તો, આવા સંજોગોમાં જૂન મહિનાનું હવામાન મુજબ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી અટવાઇ શકે.

મિત્રો હવે ચોમાસું 2024 અંગેનું એક લાંબાગાળાનું હવામાનનું વિશ્લેષણ જોઈએ તો, મિત્રો જૂન મહિનાનું હવામાન મુજબ ni no index ગુજરાતના ચોમાસા માટે કોઈ વિલન તરીકે સાબિત થાય એવું જોવા મળ્યું નથી. કેમકે જૂન મહિનાનું હવામાન મુજબ વર્ષ 2024 ના ચોમાસાના સમયગાળા દરમિયાન El nino index નેચરલ ફેસમાં રહેવાથી ગુજરાતનું ચોમાસું 2024 નબળું રહે, એવી સંભાવના હાલ ઓછી જોવા મળી રહી છે.

તો બીજી તરફ મિત્રો જૂન મહિનાનું હવામાન મુજબ ગુજરાતના ચોમાસાને વિશેષ રૂપે અસર કરતું મુખ્ય પરિબળ Indian ocean dipole અંગેના હવામાનના લાંબા ગાળાના મોડલની એક રૂપરેખા જોઈએ. તો મિત્રો જૂન મહિનાનું હવામાન મુજબ જૂન મહિનાના શરૂઆતના દિવસોથી જ Indian ocean dipole નેચરલ ફેસ લાગુ પોઝિટિવ તરફ ગતિ કરતો જોવા મળી રહ્યો છે. એ મુજબ ગુજરાતનું ચોમાસું સારી જમાવટ કરી શકે છે.

એટલે મિત્રો આમ તો લાંબા ગાળાના હવામાન મોડલના ચિત્રો મુજબ જૂન મહિનામાં ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થાય એવું પ્રારંભિક અનુમાન લગાવી શકાય. કેમ કે આ વર્ષે ચોમાસાને અવરોધ કરતા પરિબળો ખૂબ જ ઓછા જોવા મળી રહ્યા છે. એ મુજબ જૂન મહિનામાં ગુજરાતમાં ચોમાસાની સમયસર એન્ટ્રી થાય એવા સમીકરણો જોવા મળી રહ્યા છે.

2024 ના વર્ષ દરમિયાન જૂન મહિનાના અંતિમ દિવસોમાં બંગાળની ખાડીની સિસ્ટમની અસર પણ ગુજરાતને થઈ શકે છે. જો આવું બને તો દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદનો એક સારો રાઉન્ડ જોવા મળી શકે. મિત્રો આ એક લાંબા ગાળાનું અનુમાન ગણી શકાય. કેમ કે બંગાળની ખાડીમાં જો સિસ્ટમ બને તો, આ વિસ્તારોને પ્રભાવિત કરી શકે.

પ્રી-મોનસૂન એક્ટિવિટી

તો બીજી તરફ મુખ્યત્વે જૂન મહિનાના પ્રારંભથી જ ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં મંડાણી વરસાદની સંભાવના જોવા મળતી હોય છે. આ વરસાદની ફોર્મ્યુલા ખાસ કરીને બપોર બાદથી લઇને મોડી સાંજ સુધી મંડાણી વરસાદની એક્ટિવિટી દર વર્ષે જોવા મળતી હોય છે. આ મંડાણી વરસાદની એક્ટિવિટી મુખ્યત્વે સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ જોવા મળતી હોય છે.

જેને આપણે પ્રી-મોનસૂન એક્ટિવિટી પણ કહીએ છીએ. જ્યારે જ્યારે કેરલમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થાય છે. ત્યારબાદ ગુજરાતમાં બપોર બાદ પ્રી-મોનસૂન એક્ટિવિટીની ગતિવિધિમાં નોંધપાત્ર વધારો જોવા મળતો હોય છે. મિત્રો આ પ્રી-મોનસૂન એક્ટિવિટીના વરસાદમાં પણ ઘણા વિસ્તારોમાં જૂન મહિનાના બીજા વીકમાં વાવણી લાયક વરસાદ પણ જોવા મળતો હોય છે.

ટૂંકમાં સારાંશ મેળવવીએ તો, મિત્રો જૂન મહિનાનું હવામાન ગુજરાત માટે ચોમાસું લક્ષી હવામાનના લાંબા ગાળાના મોડલમાં જોવા મળી રહ્યું છે. જોકે આ એક લાંબાગાળાનું તારણ હોવાથી આ અનુમાનમાં મોટો ફેરફાર પણ જોવા મળી શકે છે. કેમકે લાંબાગાળાના મોડલમાં જોવા મળતા ચિત્રોમાં મોટેભાગે વેરીએશનનું પ્રમાણ ઝાઝું રહેતું હોવાથી હાલ આ એક અનુમાનના રૂપમાં ગણી શકાય.

તો ગુજરાત રાજ્યની હવામાનની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો. જેથી ગુજરાતના તમામ વિસ્તારોની હવામાનની માહિતી તમને રેગ્યુલર મળતી રહે. જેથી મિત્રો ખેતી કાર્યોમાં પણ આયોજન પૂર્વક પગલાં લઈ શકો. એટલે જ અમારી આ વેબસાઈટ ને તમારા ફોનમાં જરૂરથી સેવ કરી લેવી. ખૂબ ખૂબ આભાર.

WhatsApp
Facebook
Telegram

Related Posts

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અતિવૃષ્ટિ

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર : અતિવૃષ્ટિનો માહોલ

મિત્રો આ વર્ષનું ચોમાસું વિચિત્ર રીતે પસાર થઈ રહ્યું છે. જૂન મહિનામાં વરસાદની એક્ટિવિટી ખૂબ જ ઓછી જોવા મળી પરંતુ જૂન મહિનાના અંતિમ દિવસોથી શરૂ

Read More »
બહોળું સર્ક્યુલેશન સાર્વત્રિક વરસાદ

બહોળું સર્ક્યુલેશન : સાર્વત્રિક વરસાદનો લાંબો રાઉન્ડ

આ વર્ષે જૂન મહિનામાં મુખ્યત્વે ખંડવૃષ્ટિનો માહોલ જોવા મળ્યો છે. આજની તારીખની સ્થિતિએ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ વરસાદથી ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે.

Read More »
આવતીકાલનું હવામાન કેવું

આવતીકાલનું હવામાન કેવું : ગુજરાતમાં વરસાદની મોટી આગાહી

ગુજરાતના ખેડૂતો માટે સારા દિવસો આવી રહ્યા છે. ચોમાસું 2024 ગુજરાતના બારણે ટકોરા મારી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે આજની આ મહત્વની પોસ્ટમાં આવતીકાલનું હવામાન

Read More »

Recent Posts​

Follow US

error: Content is protected !!