Weather Tv

લો પ્રેશર સિસ્ટમ

લો પ્રેશર સિસ્ટમ : હવામાન આગાહી Monsoon 2024

Table of Contents

વર્ષ 2024 દરમિયાન ઉનાળા પછી ચોમાસું 2024 નું વિધિવત રીતે ગુજરાત રાજ્યમાં આગમન થશે. મિત્રો ચોમાસાની સિઝન દરમિયાન લો પ્રેશર સિસ્ટમ અંગે આપણે અવાર નવાર હવામાન આગાહી સંદર્ભે વાત હંમેશા સાંભળતા હોય છીએ. તો આજની આ પોસ્ટમાં low pressure system અંગેની મહત્વની વાત કરશું.

ગુજરાતમાં જ્યારે ચોમાસાનું વિધિવત આગમન થાય છે. ત્યારે ગુજરાતમાં ચોમાસું સિઝન દરમિયાન જે વરસાદ પડતો હોય છે, એ વરસાદ મુખ્યત્વે લો પ્રેશર સિસ્ટમને આધારે મોટાભાગનો વરસાદ દર વર્ષે જોવા મળતો હોય છે. તો મિત્રો લો પ્રેશર સિસ્ટમ ક્યારે બને છે? અને તેમની અસર ગુજરાતના હવામાનમાં કેવી જોવા મળે છે? એ અંગેની માહિતી મેળવશું.

Low Pressure System 2024

ગુજરાતમાં ચોમાસું બેસી ગયા બાદ ગુજરાતના વિસ્તારોમાં મુખ્યત્વે સાઉથ વેસ્ટ ડિરેક્શનના પવનો મોટાભાગના વિસ્તારોમાં જોવા મળતા હોય છે. કેમકે અરબ સાગર પરથી આવતા સાઉથ વેસ્ટના પવનો ગુજરાતના હવામાનમાં ભેજનો સ્ત્રોત એક વિપુલ પ્રમાણમાં ઊભો કરે છે. તેથી જ આ સાઉથ વેસ્ટના પવનો મુખ્યત્વે ભેજવાળા પવનો જોવા મળતા હોય છે.

મિત્રો આ ચોમાસું પવનો જ્યારે બંગાળની ખાડી તરફ ગતિ કરે છે, ત્યારે આ પવનોની ગતિની દિશામાં એક બદલાવ જોવા મળતો હોય છે. કેમ કે બંગાળની ખાડીમાં આ પવનો પહોંચ્યા બાદ ફરીથી રીક્રર્વ થઈને મેદાની ભાગોમાં આ પવનો વરસાદની સિસ્ટમ સાથે આવે છે. અને આ વરસાદની સિસ્ટમને લો પ્રેશર સિસ્ટમ આપણે કરીએ છીએ.

જ્યારે જ્યારે દરિયાઈ સપાટી ઉપર હવાનું દબાણ એકાએક ઘટવા લાગે છે ત્યારે ત્યારે લો પ્રેશર સિસ્ટમ બનવાની શરૂઆત થતી હોય છે. જ્યારે જ્યારે લો પ્રેશર સિસ્ટમ બને છે, તે પહેલા દરિયાઈ સપાટીથી 5.5 કિલોમીટરની ઊંચાઈએ અપર લેવલે સર્ક્યુલેશનનું નિર્માણ થતું હોય છે.

લો પ્રેશર સિસ્ટમ

મિત્રો અપર લેવલે બનેલું સર્ક્યુલેશન ધીરે ધીરે મજબૂત થઇને નીચે ગતિ કરે છે. જેને આપણે મીડ લેવલ કહીએ છીએ. એટલે કે આ અપર લેવલનું સર્ક્યુલેશન પણ મિડ લેવલે જે દરિયાઈ સપાટીથી 3.1 કિલોમીટરની ઊંચાઈની ગણતરી કરવામાં આવે છે. મીડ લેવલે મજબૂત થયેલું સર્ક્યુલેશન જ્યારે વધુ સક્રિય બને છે, ત્યારે સરફેસ લેવલે હવાનું દબાણ એકદમ દરિયાઈ સપાટી ઉપર ઘટવા લાગે છે.

મિત્રો સરફેસ લેવલની ઊંચાઈ દરિયાઈ સપાટીથી 900 મીટર સુધીની સામાન્ય રીતે ગણી શકાય. દરિયાઈ સપાટી ઉપર હવાનું દબાણ ઘટવા લાગે છે એટલે લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થાય છે. ત્યારબાદ આ low pressure system દરિયામાંથી ધીરે ધીરે મેદાની ભાગ તરફ ફંટાય છે. અને મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ low pressure system આધારિત જોવા મળતો હોય છે.

લો પ્રેશર સિસ્ટમ જ્યારે વધુ મજબૂત થાય છે, ત્યારે આ લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થાય છે. ડિપ્રેશન જ્યારે વધુ મજબૂત થાય છે, ત્યારે ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થાય છે. જો આ સિસ્ટમ વધુ મજબૂત બને તો, ડીપ ડિપ્રેશનમાંથી સાયકલોનીક સ્ટ્રોમમાં સિસ્ટમ ફેરવાતી હોય છે.

ત્યારબાદ વાવાઝોડામાં ફેરવાય છે. ટૂંકમાં લો પ્રેશર સિસ્ટમ ધીરે ધીરે મજબૂત બનીને વાવાઝોડાનું પણ રુદ્ર સ્વરૂપ ધારણ કરી શકે. પરંતુ આ માટે હવામાનના બધા પરિબળો ફેવરેટેબલ હોવા જરૂરી છે. તો જ લો પ્રેશર સિસ્ટમ મજબૂત થઈને ધીરે ધીરે વાવાઝોડામાં ફેરવાય છે.

લો પ્રેશર સિસ્ટમ અને ગુજરાતનું ચોમાસું

ગુજરાતનું ચોમાસું જ્યારે જ્યારે સફળ રહ્યું હોય ત્યારે ત્યારે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ ગુજરાતના મોટાભાગના વિચારોને અસર કર્તા બની હોય છે. કેમકે ભૂતકાળમાં જે જે વર્ષનું ગુજરાતનું ચોમાસું સામાન્ય અથવા સામાન્ય કરતાં સારું જોવા મળ્યું છે, ત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમનું કાઉન ડાઉન એક પછી એક જોવા મળતું હોય છે.

મિત્રો અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીની સરખામણીએ ખૂબ જ ઓછી જોવા મળતી હોય છે. અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ મોટેભાગે ચોમાસું બેસવાના સમયગાળા દરમિયાન જોવા મળતી હોય છે. અથવા તો ચોમાસું જ્યારે જ્યારે ઉત્તરમાંથી દક્ષિણ તરફ વિદાય લેતું હોય ત્યારે આ ગાળામાં અરબ સાગરમાં પણ લો પ્રેશર સિસ્ટમ અવાર નવાર બનતી હોય છે.

Low Pressure System

ચોમાસું દરમિયાન ગુજરાતના હવામાન અંગેની વાત કરીએ તો, જ્યારે જ્યારે બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ બનતી હોય, એ સમયગાળા દરમિયાન જો ચોમાસું ધરી નોર્મલ પરિસ્થિતિ કરતા વધુ દક્ષિણમાં જોવા મળતી હોય, તો આવા તબક્કામાં બંગાળની ખાડીની low pressure system ગુજરાત રાજ્યને ખૂબ જ પ્રભાવિત કરતી હોય છે. આ લો પ્રેશર સિસ્ટમ આધારીત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળતો હોય છે.

મિત્રો જ્યારે જ્યારે લો સિસ્ટમ એક્ટિવ થાય છે, ત્યારે ત્યારે જમીન સપાટીથી ત્રણેય લેવલમાં સર્ક્યુલેશનની હાજરી જોવા મળતી હોય છે. એટલે કે સરફેસ લેવલ, મીડ લેવલ તેમજ અપર લેવલે એક મજબૂત સર્ક્યુલેશન પણ જોવા મળતું હોય છે. આવા તબક્કે અપર લેવલે પણ ભેજની માત્રા ખુબ જ વધી જતી હોય છે.

ટૂંકમાં મિત્રો વરસાદના એક સારા રાઉન્ડ માટે લો પ્રેશર સિસ્ટમની હાજરી હોવી ખૂબ જ જરૂરી છે. બંગાળની ખાડીમાં low pressure system જ્યારે જ્યારે ગુજરાતને અસર કરે છે, ત્યારે ત્યારે મુખ્યત્વે દક્ષિણ તેમજ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતી જોવા મળે છે. ત્યારબાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને છેલ્લે સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ આ low pressure system આધારીત વરસાદ જોવા મળતો હોય છે.

ચોમાસું 2024 દરમિયાન બંગાળની ખાડીમાં બનનારી તમામ low pressure system અંગેની નિયમિત અપડેટ અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી રજૂ કરીશું. તો મિત્રો ગુજરાત રાજ્યની હવામાનની દરેક અપડેટ નિયમિત મેળવવા માટે અમારી આ વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો.

મિત્રો low pressure system પ્રભાવિત વરસાદ ક્યારેક ભયંકર પણ જોવા મળતો હોય છે. જેમ કે સૌરાષ્ટ્રના ભૂતકાળના વર્ષોની યાદી જોઈએ તો, low pressure system આધારિત વરસાદના આંકડા ખૂબ જ ઊંચા જોવા મળ્યા છે. જેમાં અતિ ભારે વરસાદ આપણે 24 કલાકમાં 25 થી 30 ઇંચ જેટલો પણ જોઈ ચૂક્યા છીએ. જેમકે બગસરા તેમજ જામનગરના કાલાવડ પંથકમાં જે વરસાદ ભૂતકાળના વર્ષોમાં જોવા મળ્યો હતો તે વરસાદ low pressure system સિસ્ટમને આધીન હતો.

જ્યારે જ્યારે અરબ સાગરમાં વરસાદની સિસ્ટમ બનતી હોય છે, ત્યારે ત્યારે મુખ્યત્વે કચ્છ તેમજ સૌરાષ્ટ્રના ભાગોને વધુ પડતા વરસાદનો બેનિફિટ જોવા મળતો હોય છે. કેમકે જ્યારે જ્યારે અરબ સાગરમાં જ્યારે જ્યારે નાની મોટી સિસ્ટમ બને છે, ત્યારે ત્યારે કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં આ વરસાદની સિસ્ટમની અસર વધુ પડતી જોવા મળે છે.

વર્ષ 2024 ના ચોમાસા અંગેનું એક લાંબા ગાળાનું પ્રેડીક્શન જોઈએ તો, મિત્રો હવામાનના લોંગ રેન્જના મોડલના ચિત્રો મુજબ ચોમાસાની શરૂઆત ખૂબ જ સારી અને સમયસર થશે. અને ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન સમયસર રહે એવા હવામાનના લાંબાગાળાના ચાર્ટના આધારે એક અનુમાન લગાવી શકાય.

આ વર્ષના હવામાનના લાંબાગાળાના મોડલ મુજબ અલ નીનો ગુજરાતના ચોમાસાના સમયગાળા દરમિયાન વિશેષ રૂપે અડચણ ઊભી કરે એવું જણાઈ રહ્યું નથી. ટૂંકમાં મિત્રો વર્ષ 2024 નું ચોમાસું ગુજરાત માટે નોર્મલની આજુબાજુ રહી શકે. જે ગુજરાતના ખેડુતો માટે સારા સમાચાર ગણી શકાય.

WhatsApp
Facebook
Telegram

Related Posts

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અતિવૃષ્ટિ

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર : અતિવૃષ્ટિનો માહોલ

મિત્રો આ વર્ષનું ચોમાસું વિચિત્ર રીતે પસાર થઈ રહ્યું છે. જૂન મહિનામાં વરસાદની એક્ટિવિટી ખૂબ જ ઓછી જોવા મળી પરંતુ જૂન મહિનાના અંતિમ દિવસોથી શરૂ

Read More »
બહોળું સર્ક્યુલેશન સાર્વત્રિક વરસાદ

બહોળું સર્ક્યુલેશન : સાર્વત્રિક વરસાદનો લાંબો રાઉન્ડ

આ વર્ષે જૂન મહિનામાં મુખ્યત્વે ખંડવૃષ્ટિનો માહોલ જોવા મળ્યો છે. આજની તારીખની સ્થિતિએ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ વરસાદથી ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે.

Read More »
આવતીકાલનું હવામાન કેવું

આવતીકાલનું હવામાન કેવું : ગુજરાતમાં વરસાદની મોટી આગાહી

ગુજરાતના ખેડૂતો માટે સારા દિવસો આવી રહ્યા છે. ચોમાસું 2024 ગુજરાતના બારણે ટકોરા મારી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે આજની આ મહત્વની પોસ્ટમાં આવતીકાલનું હવામાન

Read More »

Recent Posts​

Follow US

error: Content is protected !!