Weather Tv

Varsad Na Nakshatra 2024

Varsad Na Nakshatra 2024 : વરસાદના નક્ષત્ર ગાભા કાઢશે

Table of Contents

મિત્રો આજની ખૂબ જ મહત્વની પોસ્ટમાં વિક્રમ સવંત 2080 ના વર્ષના વરસાદના નક્ષત્રો અંગેની વાત કરશું. જેમાં મિત્રો Varsad Na Nakshatra 2024 સંબંધિત આ વર્ષમાં કયા નક્ષત્રમાં વરસાદની સૌથી વધુ સંભાવના રહેશે? એ અંગેની વિસ્તૃત માહિતી મેળવીયે. જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

મૃગશીર્ષ નક્ષત્ર 2024

મૃગશીર્ષ નક્ષત્ર 2024 અંગે વાત કરીએ તો, મિત્રો 7 જૂને મૃગશીર્ષ નક્ષત્રનો પ્રારંભ થશે. મૃગશીર્ષ નક્ષત્રના સમયગાળા દરમિયાન પવન વધુ ફૂકાશે. તો બીજી તરફ મૃગશીર્ષ નક્ષત્રના સમયગાળા દરમિયાન અરબ સાગર અથવા તો બંગાળની ખાડીમાં વાવાઝોડાની સંભાવના પણ ઊભી થાય.

Varsad Na Nakshatra: આદ્રા નક્ષત્ર 2024

આદ્રા નક્ષત્ર 2024 અંગે મહત્વની વાત કરીએ તો, Varsad Na Nakshatra 2024 સંબંધિત આ વર્ષે આદ્રા નક્ષત્રની શુભ શરૂઆત 21 જૂને થશે. મિત્રો આદ્રા નક્ષત્ર પૂર્ણ રીતે સંજોગ્યું નક્ષત્ર રહેવાથી આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન ભારે વરસાદના યોગ સમગ્ર રાજ્યમાં ઊભા થશે.

વરસાદના નક્ષત્ર

પુનર્વસુ નક્ષત્ર 2024

પુનર્વસુ નક્ષત્ર 2024 અંગેનું જ્યોતિષશાસ્ત્રના આ વર્ષના યોગ મુજબ એક અનુમાન જોઈએ તો, મિત્રો આ પુનર્વસુ નક્ષત્રની શુભ શરૂઆત 5 જુલાઈના રોજ થશે. અર્ધ સંજોગ્યું નક્ષત્ર રહેવાથી વરસાદની સંભાવના મધ્યમ ગણી શકાય. છતાં પણ પુનર્વસુ નક્ષત્રનું વાહન હાથીનું હોવાથી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ ઉભી થશે.

પુષ્ય નક્ષત્ર 2024

પુષ્ય નક્ષત્ર 2024 અંગે મિત્રો એક પ્રાથમિક તારણ મેળવીએ તો Varsad Na Nakshatra 2024 મુજબ આ વર્ષે પુષ્ય નક્ષત્રની શુભ શરૂઆત 19 જુલાઈના રોજ થશે. પુષ્ય નક્ષત્ર પણ આ વર્ષે અર્ધ સંજોગ્યું નક્ષત્ર જણાઈ રહેલું છે. એમ છતાં પણ પુષ્ય નક્ષત્રનું વાહન દેડકાનું હોવાથી પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદની સારી સંભાવના ઊભી થઈ શકે.

આશ્લેષા નક્ષત્ર 2024

આશ્લેષા નક્ષત્ર 2024 સંબંધિત વાત કરીએ તો, મિત્રો આશ્લેષા નક્ષત્રનો શુભ પ્રારંભ 2 ઓગસ્ટના રોજ થશે. આશ્લેષા નક્ષત્ર પણ અર્ધ સંજોગ્યું નક્ષત્ર આ વર્ષે જોવા મળી રહ્યું છે. મિત્રો જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ આશ્લેષા નક્ષત્રમાં વરસાદની સંભાવના ઓછી જણાઈ રહી છે. છતાં પણ અમુક અમુક વિસ્તારોમાં સારા વરસાદના રાઉન્ડ આશ્લેષા નક્ષત્રના સમયગાળા દરમિયાન જોવા મળી શકે.

મઘા નક્ષત્ર 2024

મઘા નક્ષત્ર 2024 Varsad Na Nakshatra 2024 મુજબ મઘા નક્ષત્રનો શુભ પ્રારંભ આ વર્ષે 16 ઓગસ્ટના રોજ થશે. મિત્રો મઘા નક્ષત્રના સમયગાળા દરમિયાન આ વર્ષના જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ વરસાદની સંભાવના મધ્યમ ગણી શકાય. મઘા નક્ષત્ર આ વર્ષે અર્ધ સંજોગ્યું નક્ષત્ર જોવા મળી રહ્યું છે. છતાં પણ મઘા નક્ષત્રના દિવસો દરમિયાન ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના ઊભી થઈ શકે.

વરસાદના નક્ષત્ર 2024

વરસાદના નક્ષત્ર 2024 સંબંધિત મિત્રો આ વર્ષે કયું નક્ષત્ર કઈ તારીખે બેસે છે? અને તેમનું વાહન શું છે? એ અંગેની માહિતી ઉપરની લીંકમાં રજુ કરવામાં આવી છે. નક્ષત્ર ની યાદી 2024 સંબંધિત આ 5 નક્ષત્રોમાં વરસાદની સંભાવના ખુબ જ વધુ જોવા મળી રહી છે. એ અંગેની માહિતી વધુ મેળવવા માટે ઉપર આપેલી લીંકમાંથી મેળવી લેવી. જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર 2024

Varsad Na Nakshatra 2024 પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર 2024 અંગેનું એક અનુમાન મેળવિયે તો, મિત્રો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની શુભ શરૂઆત 30 ઓગસ્ટના દિવસે થશે. આ વર્ષે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર અર્ધ સંજોગ્યું જણાઈ રહ્યું છે. વાહન ઉંદરનું હોવાથી આ નક્ષત્રના સમયગાળા દરમિયાન મધ્યમ વરસાદની સાથે સાથે કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદની ઘટ પણ ઉભી થાય.

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 2024

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 2024 અંગેનું આ વર્ષનું વિધાન મેળવીએ. તો મિત્રો આ વર્ષે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શુભ શરૂઆત 13 સપ્ટેમ્બરના દિવસે થશે. મિત્રો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આ વર્ષે પૂર્ણ રૂપે સંજોગ્યું જોવા મળી રહ્યું છે. તેથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના દિવસો દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના ગણી શકાય.

હસ્ત નક્ષત્ર 2024

હસ્ત નક્ષત્ર 2024 કડાકા ભડાકાનું પ્રખ્યાત નક્ષત્ર એટલે હસ્ત નક્ષત્ર Varsad Na Nakshatra 2024 મુજબ આ વર્ષે હસ્ત નક્ષત્રની શુભ શરૂઆત 26 સપ્ટેમ્બરના દિવસે ગુરુવારે થશે. મિત્રો હસ્ત નક્ષત્રનું વાહન મોરનું હોવાથી આ વર્ષે હસ્ત નક્ષત્રના દિવસો દરમ્યાન ગાજવીજ સાથે ભારે વરસાદના યોગ ઉભા થઈ શકે. મોટેભાગે હસ્ત નક્ષત્રના દિવસો દરમિયાન બપોર બાદ તોફાની વરસાદ જોવા મળતો હોય છે.

ચિત્રા નક્ષત્ર 2024

ચિત્રા નક્ષત્ર 2024 અંગે આ વર્ષના યોગ અંગેનું એક વિશ્લેષણ કરીએ તો, મિત્રો ચિત્રા નક્ષત્રની શુભ શરૂઆત આ વર્ષે 10 ઓક્ટોબરના દિવસે થશે. મિત્રો ચિત્રા નક્ષત્ર આ વર્ષે સંજોગ્યું નક્ષત્ર જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ જોવા મળી રહ્યું છે. તેથી ચિત્રા નક્ષત્રમાં આ વર્ષે વરસાદની સંભાવના ઘણા વિસ્તારોમાં સારી એવી ઊભી થઈ શકે.

સ્વાતિ નક્ષત્ર 2024

સ્વાતિ નક્ષત્ર 2024 ના દિવસો દરમિયાન મુખ્યત્વે રાજ્યમાંથી ચોમાસું 2024 વિધિવત રીતે વિદાય લેશે. સ્વાતિ નક્ષત્રની મંગલમય શરૂઆત 23 ઓક્ટોબરના દિવસે થશે. મિત્રો સ્વાતિ નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના ખુબ જ ઓછી જોવા મળશે. આ વર્ષે સ્વાતિ નક્ષત્ર અર્ધ સંજોગ્યું નક્ષત્ર જણાઈ રહેલું છે.

નોંધ : વરસાદના નક્ષત્ર 2024 સંબંધિત ઉપર રજૂ કરવામાં આવેલી માહિતી એ Weather Tv વેબસાઈટની કોઈ પર્સનલ માહિતી નથી. વર્ષ 2024 સંબંધિત જ્યોતિષશાસ્ત્રમાં વરસાદના નક્ષત્ર અંગેની જે સ્થિતીનું વર્ણન કરવામાં આવ્યું છે, એ વાતની માત્ર રજૂઆત કરવામાં આવી છે.

WhatsApp
Facebook
Telegram

Related Posts

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અતિવૃષ્ટિ

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર : અતિવૃષ્ટિનો માહોલ

મિત્રો આ વર્ષનું ચોમાસું વિચિત્ર રીતે પસાર થઈ રહ્યું છે. જૂન મહિનામાં વરસાદની એક્ટિવિટી ખૂબ જ ઓછી જોવા મળી પરંતુ જૂન મહિનાના અંતિમ દિવસોથી શરૂ

Read More »
બહોળું સર્ક્યુલેશન સાર્વત્રિક વરસાદ

બહોળું સર્ક્યુલેશન : સાર્વત્રિક વરસાદનો લાંબો રાઉન્ડ

આ વર્ષે જૂન મહિનામાં મુખ્યત્વે ખંડવૃષ્ટિનો માહોલ જોવા મળ્યો છે. આજની તારીખની સ્થિતિએ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ વરસાદથી ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે.

Read More »
આવતીકાલનું હવામાન કેવું

આવતીકાલનું હવામાન કેવું : ગુજરાતમાં વરસાદની મોટી આગાહી

ગુજરાતના ખેડૂતો માટે સારા દિવસો આવી રહ્યા છે. ચોમાસું 2024 ગુજરાતના બારણે ટકોરા મારી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે આજની આ મહત્વની પોસ્ટમાં આવતીકાલનું હવામાન

Read More »

Recent Posts​

Follow US

error: Content is protected !!