મઘા નક્ષત્ર 2024 : મોંઘેરા નક્ષત્રનું મહત્વ

વિક્રમ સવંત 2080 ના વર્ષની શિયાળાની વિદાય થઈ ચૂકી છે. ઉનાળાનું હવે આગમન થઇ ચુકયું છે. ત્યારબાદ ચોમાસું 2024 ની શુભ શરૂઆત થશે. ચોમાસાની શરૂઆતની સાથે જ વરસાદના નક્ષત્ર અંગેની માહિતી ખેડૂતો હંમેશા મેળવતા હોય છે. તો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં મઘા નક્ષત્ર 2024 સંબંધિત થોડીક વાત કરશું. કેમ કે આ મોંઘેરા નક્ષત્રનું મહત્વ ખૂબ જ રહેલું છે.

મોંઘેરુ નક્ષત્ર

મિત્રો ચોમાસાની મધ્યભાગમાં આવતું નક્ષત્ર એટલે કે મઘા નક્ષત્ર. તો આ વર્ષે એટલે કે વર્ષ 2024 દરમિયાન મઘા નક્ષત્રની પરિસ્થિતિ જ્યોતિષશાસ્ત્ર મુજબ કેવી જોવા મળી રહી છે? મઘા નક્ષત્ર 2024 ના દિવસો દરમિયાન રાજ્યમાં વરસાદનું પ્રમાણ કેવું જોવા મળશે? તેમજ મઘા નક્ષત્ર નું મહત્વ શું છે. એ સંબંધિત માહિતી આપણે આ પોસ્ટના માધ્યમથી મેળવશું.

મઘા નક્ષત્રનો વરસાદ

મિત્રો વરસાદના નક્ષત્રની જ્યારે જ્યારે વાત આવે છે. ત્યારે ત્યારે મુખ્યત્વે આદ્રા નક્ષત્ર, પુષ્ય નક્ષત્ર, મઘા નક્ષત્ર તેમજ હસ્ત નક્ષત્ર અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રો યાદ આવી જતા હોય છે. કેમકે આ 5 નક્ષત્રનું મહત્વ ખૂબ જ રહેલું છે. જેમાં વિચારીએ તો આદ્રા નક્ષત્રથી વાવણી થાય છે. ત્યારબાદ પુષ્ય નક્ષત્રનું પાણી સંપૂર્ણ સંસાર માટે ખૂબ જ મહત્વનું ગણાય છે. એ જ રીતે મિત્રો મઘા નક્ષત્રના વરસાદને પણ ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે.

આદ્રા નક્ષત્ર 2024 અંતર્ગત સંપૂર્ણ વાત આપણે આ પોસ્ટમાં રજૂ કરી છે. જેનો પણ ખાસ અભ્યાસ કરી લેવો. કેમ કે ખૂબ જ મહત્વની માહિતી રજૂ કરવામાં આવી છે. એ જ રીતે મિત્રો આજે આપણે મઘા નક્ષત્ર 2024 સંબંધિત ઘણી બધી માહિતી મેળવશું. મઘા નક્ષત્રની શરૂઆત ક્યારે થશે? મઘા નક્ષત્ર દરમિયાન ક્યુ વાહન જોવા મળી રહ્યું છે? તેમજ મઘા નક્ષત્ર 2024 દરમિયાન કેવા કેવા યોગનું નિર્માણ થઈ રહ્યું છે? એ અંગેની માહિતી મેળવશું.

મઘા નક્ષત્રના વરસાદને અમુલ્ય સમાન ગણવામાં આવે છે. કેમ કે મઘા નક્ષત્રના દિવસો દરમિયાન થતા વરસાદની કિંમત ખૂબ જ ઊંચી ગણવામાં આવે છે. મઘા નક્ષત્રનો વરસાદ ખેતીવાડીમાં ઊભા રહેતા મોલ માટે ખૂબ જ ફાયદાકારક જોવા મળતો હોય છે. એ રીતે જ મઘા નક્ષત્રનું પાણી પીવા માટે સર્વ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. અમુક અમુક લોકો મઘા નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસતા વરસાદના પાણીને સંગ્રહિત કરીને વર્ષ દરમિયાન પીવાના પાણી રૂપે ઉપયોગ કરે છે.

મિત્રો મઘા નક્ષત્રનું પાણી એટલું બધું કીમતી છે. અમુક અમુક જે લોકો આર્યુવેદિક દવા બનાવતા હોય, તેમાં જો પાણીની જરૂર પડે તો, મઘા નક્ષત્રના વરસાદના પાણીના ઉપયોગ કરે છે. કેમ કે મઘા નક્ષત્રનું પાણી ખૂબ જ આરોગ્ય વર્ધક ગણવામાં આવ્યું છે. તો મઘા નક્ષત્રના વરસાદના પાણીના ટીપા આંખમાં પણ આંજી શકાય છે. એક માન્યતા પ્રમાણે મઘા નક્ષત્રના વરસાદના પાણીને આંખમાં આંજવાથી દ્રષ્ટિ તેજ બને છે. અને આંખના ઘણા રોગો પણ નાબૂદ થાય છે. આવી એક લોકવાયકા જોવા મળી રહી છે.

મઘા નક્ષત્ર 2024

મિત્રો વર્ષ 2024 એટલે કે વિક્રમ સવંત 2080 ના વર્ષમાં મઘા નક્ષત્ર 2024 ની શુભ શરૂઆત 16 ઓગસ્ટના રોજ થશે. Dt : 16-8-2024 ના રોજ શુક્રવારે સૂર્યનારાયણ ભગવાનનો મઘા નક્ષત્ર 2024 માં શુભ પ્રવેશ થશે. મિત્રો મઘા નક્ષત્રના સમયગાળા દરમિયાન વાહન શિયાળનું રહેવાથી આ વર્ષે મઘા નક્ષત્ર 2024 ના દિવસો દરમિયાન મધ્યમ વરસાદની સંભાવના ગણાઈ શકાય. એ જ રીતે આ વર્ષે મઘા નક્ષત્ર 2024 અર્ધ સંજોગ્યું નક્ષત્ર જોવા મળી રહ્યું છે.

વિક્રમ સવંત 2080 ના વર્ષમાં જોવા મળતા મઘા નક્ષત્ર દરમિયાન યોગોનું વિશ્લેષણ કરીએ તો, આ વર્ષે મઘા નક્ષત્રના સમયગાળા દરમિયાન મધ્યમ યોગનું નિમાર્ણ જોવા મળી રહ્યું છે. ટૂંકમાં મિત્રો મઘા નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદની સંભાવના મધ્યમ ગણી શકાય. કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદની સંભાવના સારી જોવા મળી શકે તો, કોઈ કોઈ વિસ્તારોમાં મઘા નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના ઓછી જોવા મળી શકે.

ભડલી વાક્ય મુજબ મઘા નક્ષત્ર

મિત્રો ભડલી વાક્ય અંગેના સિદ્ધાંત મુજબ જો મઘા નક્ષત્ર વરસાદ વિહોણું પસાર થઈ જાય તો, ચોમાસું નબળું રહી શકે. એટલે કે મઘા નક્ષત્ર પછીના નક્ષત્રોમાં વરસાદની સંભાવના ઓછી ઉભી થાય. એ જ પ્રમાણે તે વર્ષે અનાજ, પાણી, દૂધ તેમજ ઘાસચારાની અછતનો પણ સામનો કરવો પડે. કેમ કે આવી વાત ભડલી વાક્યમાં જોવા મળી રહી છે.

મિત્રો સાયન્સના પેરામીટર અંગેની થોડીક માહિતી મેળવીએ તો, મઘા નક્ષત્રના સમયગાળા દરમિયાન બંગાળની ખાડીમાં અવાર નવાર સિસ્ટમનું સર્જન જોવા મળતું હોય છે. કેમકે ભૂતકાળના ઘણા વર્ષોમાં મઘા નક્ષત્રના દિવસો દરમિયાન બંગાળની ખાડીમાં અવાર નવાર લો પ્રેસર સિસ્ટમ જોવા મળી છે. અને આ લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાત રાજ્યમાં સારી એવી જોવા મળતી હોય છે.

મઘા નક્ષત્રના દિવસો દરમિયાન રાજ્યનું આકાશ મોટેભાગે વાદળછાયુ જોવા મળતું હોય છે. મઘા નક્ષત્રના દિવસો દરમિયાન સૂર્ય પ્રકાશની હાજરી ખૂબ જ ઓછી જોવા મળતી હોય છે. આવી પરિસ્થિતિમાં બંગાળની ખાડી અથવા તો અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બને તો, ગુજરાત રાજ્યમાં એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ પણ જોવા મળતો હોય છે. કેમકે આવી ઘટના ભૂતકાળના ઘણા વર્ષોમાં જોવા મળી છે.

ટૂંકમાં મિત્રો આ વર્ષે જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ મઘા નક્ષત્રના દિવસો દરમિયાન રાજ્યમાં વરસાદની સંભાવના મધ્યમ ગણી શકાય. મઘા નક્ષત્રનું વાહન પણ શિયાળનું રહેવાથી જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત મુજબ મધ્યમ વરસાદના યોગ ગણી શકાય. જ્યારે આ વર્ષે મઘા નક્ષત્ર 2024 અર્ધ સંજોગ્યું નક્ષત્ર જોવા મળતું હોવાથી પણ મધ્યમ વરસાદની સંભાવના ગણી શકાય.

ખાસ નોંધ : મિત્રો ઉપર રજૂ કરવામાં આવેલી મઘા નક્ષત્ર 2024 સંબંધિત બધી જ માહિતી આ વર્ષે એટલે કે વિક્રમ સવંત 2080 ના વર્ષમાં જોવા મળતા જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ અહીં રજૂ કરવામાં આવી છે. મઘા નક્ષત્ર 2024 સંબંધિત અહીં મૂકવામાં આવેલી માહિતી એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. આ વાતનો ખાસ ખ્યાલ રાખવો.

મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યની દરેક ઋતુ અંગેની માહિતી જેમાં પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત માહિતી તેમજ આધુનિક વિજ્ઞાન એટલે કે મોડલ ઉપર અભ્યાસ કરીને પરિસ્થિતિ કેવી જોવા મળશે? એ અંગેની બધી જ માહિતી અમે અહીં નિયમિત રજૂ કરીએ છીએ. તો અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો ખુબ ખુબ આભાર.

error: Content is protected !!