મિત્રો આજની પોસ્ટમાં નક્ષત્ર ની યાદી 2024 જેમાં આ વર્ષે પાંચ નક્ષત્રનું વાહન વરસાદ સંજોગ્યું હોવાથી આ 5 નક્ષત્રો ભુક્કા કાઢશે. જે અંગેની માહિતી વિસ્તારથી મેળવીએ.
મૃગશીર્ષ નક્ષત્ર 2024 નો મંગલમય શુભકારી પ્રવેશ Dt : 7/6/2024 ના રોજ શુક્રવારે થશે. વાહન શિયાળનું હોવાથી મૃગશીર્ષ નક્ષત્રમાં મધ્યમ વરસાદની સંભાવના ગણાય.
આદ્રા નક્ષત્ર 2024 નો મંગલમય શુભકારી પ્રવેશ Dt : 21/6/2024 ના રોજ શુક્રવારે થશે. વાહન મોરનું હોવાથી આદ્રા નક્ષત્ર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થશે.
પુર્નવસું નક્ષત્ર 2024 નો મંગલમય શુભકારી પ્રવેશ Dt : 5/7/2024 ના રોજ શુક્રવારે થશે. વાહન હાથીનું હોવાથી પુર્નવસું નક્ષત્રના સમયગાળા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદના યોગ ઊભા થશે.
પુષ્ય નક્ષત્ર 2024 નો મંગલમય અતિ શુભકારી પ્રવેશ Dt : 19/7/2024 ના રોજ થશે. વાહન દેડકાનું હોવાથી પુષ્ય નક્ષત્ર ના સમયગાળા દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદના યોગ ઊભા થશે.
આશ્લેષા નક્ષત્ર 2024 નો મંગલમય શુભકારી પ્રવેશ Dt : 2/8/2024 ના રોજ થશે. વાહન ગધેડાનું હોવાથી આશ્લેષા નક્ષત્રના સમયગાળા દરમિયાન ખંડ વૃષ્ટિના યોગ ઉભા થશે.
મઘા નક્ષત્ર 2024 નો મંગલમય અતિ શુભકારી પ્રવેશ Dt : 16/8/2024 ના રોજ થશે. વાહન શિયાળનું હોવાથી મધા નક્ષત્ર ના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના ખુબ જ ઓછી જણાશે.
પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર 2024 નો મંગલમય શુભકારી પ્રવેશ Dt : 30/8/2024 ના રોજ થશે. વાહન ઉંદરનું હોવાથી પૂર્વા ફાલ્ગુની નક્ષત્રના સમયગાળા દરમિયાન મધ્યમ વરસાદની સંભાવના જોવા મળી રહી છે.
ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 2024 નો મંગલમય શુભકારી પ્રવેશ Dt : 13/9/2024 ના રોજ થશે. વાહન હાથીનું હોવાથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના સમયગાળા દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના ગણી શકાય.
હસ્ત નક્ષત્ર 2024 નો મંગલમય અતિ શુભકારી પ્રવેશ Dt : 26/9/2024 ના રોજ થશે. વાહન મોરનું હોવાથી હસ્ત નક્ષત્ર ના સમયગાળા દરમિયાન ગાજવીજ અને કડાકા ભડાકા સાથે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ગણી શકાય.
ચિત્રા નક્ષત્ર 2024 નો મંગલમય શુભકારી પ્રવેશ Dt : 10/10/2024 ના રોજ થશે. વાહન ભેંસનું હોવાથી ચિત્રા નક્ષત્ર ના સમયગાળા દરમિયાન રાજ્યના કોઈ કોઈ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના ગણી શકાય. જોકે આ વરસાદને માવઠાના વરસાદ તરીકે પણ ગણાશે.
સ્વાતિ નક્ષત્ર 2024 નો મંગલમય અતિ શુભકારી પ્રવેશ Dt : 23/10/2024 ના રોજ થશે. વાહન શિયાળનું હોવાથી સ્વાતિ નક્ષત્રના સમયગાળા દરમિયાન રાજ્યમાંથી લગભગ ચોમાસાની વિદાય થશે. ટુકમાં વરસાદની સંભાવના ખુબ જ ઓછી ઉભી થશે.
વરસાદના નક્ષત્ર 2024 કયું નક્ષત્ર ક્યારે બેસે અને નક્ષત્રનું વાહન શું છે. એ અંગેની મહત્વની માહિતી નીચેની લીંકમાં આપવામાં આવી છે.
વરસાદના નક્ષત્ર બેસવાનો સમય અને તેના વાહન 2024
મિત્રો નક્ષત્ર ની યાદી 2024 અંગેની ખેડૂત ઉપયોગી માહિતી તમારા વિવિધ સોશિયલ મીડિયામાં શેર કરજો. જેથી નક્ષત્ર ની યાદી 2024 અંગેની સંપૂર્ણ માહિતી બીજા મિત્રોને પણ ઉપયોગી થાય.
સમગ્ર ગુજરાત રાજ્યના હવામાન અંગેની નિયમિત અપડેટ તમારા મોબાઇલ ફોનમાં મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv ને તમારા મોબાઇલ ફોનમાં જરૂરથી સેવ કરી લેવી. બધા જ મિત્રોનો ખુબ ખુબ આભાર.