Weather Tv

અરબ સાગરમાં સર્ક્યુલેશન

અરબ સાગરમાં સર્ક્યુલેશન : ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

Table of Contents

મિત્રો મુંબઈમાં ચોમાસું વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. મુંબઈમાં જોરદાર પ્રિ મોનસુન એક્ટિવિટી જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિ વચ્ચે આવનારા દિવસોમાં અરબ સાગરમાં સર્ક્યુલેશન સિસ્ટમ આકાર લ્યે એવા સમીકરણો યુરોપિયન મોડલમાં જોવા મળી રહ્યા છે. જે પેટર્નને અનુસંધાને ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે.

ભારે વરસાદની આગાહી

મિત્રો હાલ ખંભાતની ખાડી લાગુ અરબ સાગરમાં દરિયાઈ સપાટીનું તાપમાન નોર્મલ કરતાં થોડું વધુ જોવા મળી રહ્યું છે. જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે, ત્યારે ત્યારે મુંબઈ લાગુ અરબ સાગરમાં સર્ક્યુલેશન સિસ્ટમ બનતી હોય છે. જે પરિસ્થિતિને અનુસંધાને ચોમાસું સક્રિય બનતું હોય છે. અને ચોમાસું પુરફાટ ઝડપે ઉત્તર તરફ આગળ વધતું હોય છે.

અરબ સાગરમાં સર્ક્યુલેશન સિસ્ટમ

ચોમાસું 2024 સક્રિય થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિઓની વચ્ચે અરબ સાગરમાં 12 જુનની આજુબાજુ યુરોપિયન મોડલની ફ્રેશ અપડેટ મુજબ મુંબઈ અને ગોવાની આજુબાજુના અરબ સાગરમાં સર્ક્યુલેશન સિસ્ટમ આકાર લ્યે એવા પ્રબળ સંજોગો જોવા મળી રહ્યા છે. મિત્રો આ સર્ક્યુલેશન સિસ્ટમ બન્યા બાદ હાલના અનુમાન મુજબ આ સર્ક્યુલેશન સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંટાશે અને ચોમાસાની પ્રગતિમાં સારો એવો વેગ જોવા મળશે.

અરબ સાગરમાં બનનારા સર્ક્યુલેશન સિસ્ટમ અંગે Gfs મોડલનું વલણ જોઈએ તો, મિત્રો ગ્લોબલ મોડલમાં આવી પરિસ્થિતિની અપડેટ જોવા મળી રહી નથી. પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા જશે, તેમ તેમ હવામાનના બંને મુખ્ય મોડલમાં સ્થિતિ સ્પષ્ટ થતી જણાશે. જોકે મિત્રો યુરોપિયન મોડલમાં જણાતી સ્થિતિ મુજબ જો અરબ સાગરમાં સર્ક્યુલેશન સિસ્ટમનું નિર્માણ થશે તો, ગુજરાત માટે ખૂબ જ ફાયદાકારક જણાશે. કેમકે ગુજરાતમાં ચોમાસું 2024 ગતિવિધિ સ્ટ્રોંગ બનતી જશે.

ભારેથી અતિ ભારે વરસાદ

આવનારા દિવસોમાં હવામાનની અપડેટ જો યુરોપિયન મોડલ તરફથી જણાશે તો, ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ ઊભી થશે. જેમાં હાલના ચિત્રો મુજબ દક્ષિણ ગુજરાત, પૂર્વ સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 12 જુનથી 15 જૂનના દિવસો દરમિયાન અરબ સાગરમાં બનનારી સિસ્ટમની પેર્ટનને અનુસંધાને ભારે થઈને અતિ ભારે વરસાદની શક્યતા ઊભી થશે.

ઉપર જણાવેલી મુજબ જો પરિસ્થિતિનું નિર્માણ થશે તો, ચોમાસું રેખા ઉત્તર તરફ આગળ વધશે. જેને અનુસંધાને મુંબઈમાં પણ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે. મિત્રો યુરોપિયન મોડલની અપડેટ જો અટલ રહેશે તો, 15 જૂની આજુબાજુ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના દક્ષિણના વિસ્તારોમાં ચોમાસું 2024 ની વિધિવત એન્ટ્રી થશે.

વાવાઝોડાની આગાહી

મિત્રો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આવનારા દિવસોમાં અરબ સાગરમાં વાવાઝોડું બનશે એવી અપડેટ ફરતી જોવા મળી રહી છે. પરંતુ મિત્રો હાલની કન્ડિશન મુજબ એક પણ હવામાનના મોડલમાં આવનારા દિવસોમાં અરબ સાગરમાં વાવાઝોડું બનશે એ વાતમાં કોઈ તથ્ય જણાઈ રહ્યું નથી. આમ પણ અરબ સાગરમાં સંભવીત સિસ્ટમ બને એ પણ હજી ચોકસાઈ પૂર્વક ફિક્સ બંને મોડલમાં જોવા મળી રહ્યું નથી એટલે આવી અફવાઓથી દૂર રહેવું.

આવતીકાલનું હવામાન કેવું રહેશે? એ અંતર્ગત અમારી નજર હંમેશા હવામાનના તમામ મોડલો ઉપર રહેતી હોય છે. એટલે કે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે? ગુજરાતમાં વરસાદની એક્ટિવિટીની શરૂઆત ક્યારે જોવા મળશે? એ અંગેની નિયમિત અપડેટ અમે અહીં રેગ્યુલર રીતે અપડેટ કરતા રહેશું. તો અમારી સાથે જોડાયેલા રહેજો ખુબ ખુબ આભાર.

WhatsApp
Facebook
Telegram

Related Posts

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અતિવૃષ્ટિ

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર : અતિવૃષ્ટિનો માહોલ

મિત્રો આ વર્ષનું ચોમાસું વિચિત્ર રીતે પસાર થઈ રહ્યું છે. જૂન મહિનામાં વરસાદની એક્ટિવિટી ખૂબ જ ઓછી જોવા મળી પરંતુ જૂન મહિનાના અંતિમ દિવસોથી શરૂ

Read More »
બહોળું સર્ક્યુલેશન સાર્વત્રિક વરસાદ

બહોળું સર્ક્યુલેશન : સાર્વત્રિક વરસાદનો લાંબો રાઉન્ડ

આ વર્ષે જૂન મહિનામાં મુખ્યત્વે ખંડવૃષ્ટિનો માહોલ જોવા મળ્યો છે. આજની તારીખની સ્થિતિએ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ વરસાદથી ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે.

Read More »
આવતીકાલનું હવામાન કેવું

આવતીકાલનું હવામાન કેવું : ગુજરાતમાં વરસાદની મોટી આગાહી

ગુજરાતના ખેડૂતો માટે સારા દિવસો આવી રહ્યા છે. ચોમાસું 2024 ગુજરાતના બારણે ટકોરા મારી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે આજની આ મહત્વની પોસ્ટમાં આવતીકાલનું હવામાન

Read More »

Recent Posts​

Follow US

error: Content is protected !!