રોહિણી નક્ષત્ર 2024 : ચોમાસું કેવું રહેશે

રોહિણી નક્ષત્ર 2024

મિત્રો ચોમાસું વરસાદના નક્ષત્રોમાં રોહિણી નક્ષત્રનું મહત્વ પણ અનેરું હોય છે. આજની આ મહત્વની પોસ્ટમાં રોહિણી નક્ષત્ર 2024 મુજબ ચોમાસું કેવું રહેશે? એ અંગેની મહત્વની વાત રજૂ કરશું.

ઉનાળો વિદાય લેતા વેળાના અંતિમ નક્ષત્રો ખૂબ જ મહત્વના હોય છે. જેમ કે અખાત્રીજના પવનનો અનુભવ કર્યા બાદ ચોમાસું બેસતા પહેલાના 3 નક્ષત્રો એટલે કે ગ્રીષ્મ ઋતુની છેલ્લી કક્ષાના 3 નક્ષત્રો જેમાં કૃતિકા નક્ષત્ર, રોહિણી નક્ષત્ર તેમજ ભરણી નક્ષત્ર ઉપર આવનારું ચોમાસું કેવું રહેશે? એ ચિત્ર સ્પષ્ટ બનતું હોય છે.

જયારે રોહિણી નક્ષત્ર બેસતું હોય છે, ત્યારે એટલે કે સમયગાળા દરમિયાન ઋતુચક્ર કેવું હોય છે? રોહિણીના 4 પાયા દરમિયાન કેવા હવામાનનો અનુભવ થતો હોય? એ મુજબ ચોમાસાની આકૃતિ સામે આવતી હોય છે, કે આવનારા ચોમાસા દરમિયાન વરસાદનું પ્રમાણ કેવું રહેશે? એ તમામ સમીકરણો સામે આવતા હોય છે.

તો મિત્રો રોહિણી નક્ષત્રના પ્રારંભથી જ રાજ્યમાં વરસાદી માહોલની શરૂઆત ધીરે ધીરે સર્જાતી હોય છે. તો આજની આ પોસ્ટમાં રોહિણી નક્ષત્ર 2024 મુજબ આવનારું ચોમાસું કેવું રહે? એ અંગેની મહત્વની વાત કરશું.

આ વર્ષે સૂર્યનો રોહિણી નક્ષત્ર 2024 નો મંગલમય શુભ પ્રવેશ Dt : 25-05-2024 શનિવારના દિવસે થશે. આ વર્ષે રોહિણી નક્ષત્રના 15 દિવસ રહેશે. શનિવારે શુભ પ્રવેશ થતો હોવાથી વર્ષનું ફળ મધ્યમ ગણાય.

ઘણા લોકો રોહિણી નક્ષત્રને રોયણ નામથી પણ ઓળખે છે. રોહિણી નક્ષત્રના ચાર પાયા હોય છે. એટલે કે એક પાયો સાડા ત્રણ દિવસનો ગણાય. મિત્રો રોહિણી નક્ષત્ર 2024 અંતર્ગત કયા પાયામાં કેવું હવામાન રહેતો વર્ષ કેવું રહે? આવનારું ચોમાસું કેવું રહે, તે અંગેનો વર્તારો મેળવીએ.

મિત્રો જો રોહિણી નક્ષત્રના પ્રથમ પાયામાં જો છાંટા છૂટી અથવા તો વરસાદ થાય તો, તે વર્ષે પાણીની અછત ઊભી થાય. રોહિણી નક્ષત્રના બીજા પાયામાં જો વરસાદ થાય તો, બોત્તેરયું કાઢે. મતલબ ચોમાસા દરમિયાન મોટું વાયરુ ફૂંકાય.

રોહિણી નક્ષત્રના ત્રીજા પાયામાં જો વરસાદ થાય તો, ઘાસચારાની ખૂબ જ અછત સર્જાય. પરંતુ મિત્રો રોહિણી નક્ષત્રના ચોથા પાયામાં વરસાદ થાય અથવા ગાજવીજ થાય તો, ઉપરના ત્રણેય પાયામાં જે દોષો ઉદ્ભવ્યા હોય છે, તે તમામ દોષોનું ધોવાણ થાય છે. અને ચોમાસું ખૂબ જ સારું જાય.

રોહિણી નક્ષત્ર 2024 નું અવલોકન જોઈએ તો, મિત્રો રોહિણી નક્ષત્ર બેસે ત્યારે જો એકદમ ગરમીનો માહોલ જણાય, આકાશ ચોખ્ખું જણાય, અને રોહિણી નક્ષત્ર ઉતરતા જો છાંટા છૂટી અથવા તો હવામાન વાદળછાયુ બને તો, આવનારું ચોમાસું ખૂબ જ સારું સાબિત થાય છે.

વરસાદના નક્ષત્ર ની લોકવાયકા મુજબ રોહિણી નક્ષત્રના દિવસો દરમિયાન જો વધુ પડતું ગરમીનું પ્રમાણ હોય તો, તે આવનારા ચોમાસા માટે એ ખૂબ જ સારી નિશાની ગણાય છે. રોહિણી નક્ષત્ર જ્યારે બેસતું હોય ત્યારે જો ગરમીનું પ્રમાણ ઓછું હોય અને જ્યારે રોહિણી નક્ષત્રનો સમયગાળો ઉતરતો હોય ત્યારે ગરમીનું પ્રમાણ વિશેષ રૂપે જોવા મળે તો, પણ ચોમાસુંં સારું સાબિત થતું હોય છે.

રોહિણી નક્ષત્ર 2024

રોહિણી નક્ષત્ર 2024 આ વર્ષે 25 મેના રોજ બેસી રહ્યું છે. મિત્રો ભૂતકાળના વર્ષોનો ઇતિહાસ જોઈએ તો મોટેભાગે ગુજરાતમાં મે મહિનામાં એક ભયંકર હીટ વેવ જોવા મળતો હોય છે. જોકે રાજ્યનું તાપમાન જૂન મહિનાની 15 તારીખ બાદ ડ્રોપ થતું હોય છે. પરંતુ મુખ્યત્વે મે મહિનાના દિવસો દરમિયાન ભારે ગરમીનો માહોલ જોવા મળતો હોય છે.

નક્ષત્રના વિજ્ઞાન મુજબ કૃતિકા નક્ષત્ર માં જો માવઠું થાય તો, તે સારી નિશાની ગણવામાં આવે છે. કેમકે કૃતિકા નક્ષત્રના જો કોઈપણ એક પાયામાં છાંટા છૂટી અથવા તો ગાજ વીજ થાય તો, પણ આવનારું ચોમાસું જમાવટ કરતું હોય છે. પરંતુ રોહિણી નક્ષત્ર દરમિયાન આકાશ બંને તેટલું સ્વચ્છ રહે એ સારી નિશાની ગણાય છે.

રોહિણી નક્ષત્ર 2024 ની આસપાસના દિવસોમાં મોટેભાગે બંગાળની ખાડીના દક્ષિણના ભાગમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થતો હોય છે. જે ધીરે ધીરે આગળ વધીને 1 જુનની આજુબાજુ કેરળમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થતું હોય છે.

આ વર્ષે મે મહિનાની 25 મી તારીખે રોહિણી નક્ષત્ર 2024 નો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. એટલે કે સૂર્યનારાયણ ભગવાન રોહિણી નક્ષત્ર 2024 માં 25મી મેએ વિધિવત રીતે પ્રવેશ થશે. શનિવાર હોવાથી મધ્યમ ફળ ગણવામાં આવી રહ્યું છે. કેમકે આ વિધાન જ્યોતિષશાસ્ત્રમાં વર્ણાવેલું છે.

મોટે ભાગે રોહિણી નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન અરબ સાગરમાં ક્યારેક ક્યારેક ભારે વરસાદની સિસ્ટમ આકાર લેતી હોય છે. કેમકે 15મી મેથી 30 મેની દિવસો દરમિયાન બંગાળની ખાડી અથવા તો અરબ સાગરમાં ક્યારેક ક્યારેક વાવાઝોડું પણ આકાર લેતું હોય છે. જો આ વાવાઝોડું ગુજરાત અથવા તો મહારાષ્ટ્ર તરફ ફંટાય તો, ખાસ કરીને ગુજરાતના ચોમાસાને કોઈ વિપરીત અસર થતી હોતી નથી.

પરંતું મિત્રો રોહિણી નક્ષત્રના સમયગાળા દરમિયાન અરબ સાગરમાં ઉદ્ભવેલી કોઈ મોટી સિસ્ટમ અરેબિયન કન્ટ્રી તરફ ફંટાય તો, મોટેભાગે અરબ સાગરમાં ડેવલપ થયેલા ભેજને પણ આ મોટી સિસ્ટમ પોતાની સાથે ખેંચી જાય છે. અને ગુજરાતમાં ચોમાસાના આગમન માટે એક અવરોધ રૂપ સમીકરણો બનતા હોય છે.

મિત્રો ભૂતકાળના અમુક વર્ષોની યાદી જોઈએ તો, રોહિણી નક્ષત્રના સમયગાળા દરમિયાન જ્યારે જ્યારે અરબ સાગરમાં સિસ્ટમ બની હોય અને આ સિસ્ટમ જ્યારે જ્યારે ઓમાન સાઈડ ફંટાઇ હોય ત્યારે ત્યારે ગુજરાતમાં ચોમાસાનું આગમન ખૂબ જ મોડું થયેલું છે. એવું આપણે ભૂતકાળના ઘણા વર્ષોમાં જોવા મળી રહ્યું છે.

રોહિણી નક્ષત્ર 2024 અંગે આપણે આ પોસ્ટમાં વિસ્તારથી માહિતી મેળવી. પરંતુ હવે આ વર્ષે હવામાનના લાંબાગાળાના મોડલો આવનારા ચોમાસા માટે શું સંકેતો જણાવી રહ્યા છે? એ અંગેની થોડી માહિતી ટૂંકમાં મેળવીએ.

ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનના ચોમાસાને મુખ્યત્વે અસર કરતું ચોમાસાનું પરિબળ ઇન્ડિયન ઓસન ડી-પોલ આ વર્ષે ગુજરાત તેમજ રાજસ્થાનના ચોમાસાની જમાવટ માટે શુભ સંકેત આપી રહ્યું છે. કેમકે જ્યારે જ્યારે ઇન્ડિયન ઓસન ડી-પોલ પરિબળ ફેવરેટેબલ હોય છે, ત્યારે ત્યારે ગુજરાત તેમજ રાજસ્થાનનું ચોમાસું નોર્મલ અથવા નોર્મલથી પણ સારું રહ્યું હોય એવું ભૂતકાળના ઘણા વર્ષોમાં આપણે જોવા મળ્યું છે.

હાલ નેચરલ ફેસ માં રહેલો IOD મે મહિનામાં ધીરે ધીરે પોઝિટિવ તરફ કુચ કરશે. એવા મોડલ અમેરિકાની હવામાન એજન્સીઓની સાઈટ ઉપરથી જોવા મળી રહ્યા છે. જે એક ખૂબ જ સારી નિશાની ગણાઈ શકાય. કેમ કે જ્યારે ચોમાસાના દિવસો દરમિયાન ઇન્ડિયન ઓશન ડિપોલ પોઝિટિવ ફેસમાં હોય ત્યારે-ત્યારે ગુજરાતમાં ભરપુર વરસાદ ચોમાસાના દિવસો દરમિયાન જોવા મળતો હોય છે.

ઇન્ડિયન ઓશન ડિપોલ ચોમાસું સિઝન દરમિયાન જ્યારે જ્યારે પોઝિટિવ ફેસમાં હોય છે, ત્યારે ત્યારે બંગાળની ખાડીમાં અવારનવાર એટલે કે ક્રમબંધ લો પ્રેશર સિસ્ટમ આકાર લેતી હોય છે. આ સિસ્ટમ ઉત્તર ભારત તરફ ખૂબ જ ઓછી માત્રામાં ફંટાતી હોય છે. મોટેભાગે મધ્ય ભારત થઈને આ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતને ખૂબ જ પ્રભાવિત કરતી હોય છે.

આ વર્ષે રોહિણી નક્ષત્ર 2024 જ્યારે બેસશે ત્યારે તે દિવસો દરમિયાન El nino કન્ડિશન કેવી રહેશે? એ અંગેની માહિતી આપણે નવી પોસ્ટમાં મેળવશું. કેમકે મિત્રો El nino ના ગ્રાફ પણ ચોમાસાને ખૂબ જ અસર કર્તા બનતા હોય છે. ચોમાસાના આ બંને મુખ્ય પરિબળ ગુજરાતના ચોમાસાને ખૂબ જ અસર કર્તા બનતા હોય છે.

અમારી આ વેબસાઈટનો મુખ્ય ઉદ્દેશ્ય ચોમાસાના દિવસો દરમિયાન સમગ્ર રાજ્યના વિસ્તારોમાં વરસાદની સંભાવના કેવી રહેશે? વરસાદની સિસ્ટમ કેટલી અસર કર્તા રહેશે? એ મુખ્ય રહેલો છે. એટલે જ મિત્રો હવામાનની દરેક અપડેટ રેગ્યુલર મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv ને તમે જરૂરથી સેવ કરી લેજો. જેથી હવામાનની દરેક અપડેટ તમને નિયમિત રીતે મળતી રહે.

વરસાદની આગાહી : પવનનું વિજ્ઞાન

વરસાદની આગાહી

ચોમાસા દરમિયાન જે તે વિસ્તારોમાં વરસાદની આગાહી નો મુખ્ય આધાર પવનનું વિજ્ઞાન આધારિત હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં વરસાદની આગાહી સંબંધિત પવનનું વિજ્ઞાન સંદર્ભે મહત્વની વાત અહીં રજૂ કરશું.

ચોમાસાની શરૂઆતની સાથે સાથે જ વરસાદની આગાહી દરરોજ જોવા મળતી હોય છે. વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી વરસાદની આગાહી શબ્દ આપણે અવાર નવાર સાંભળતા હોઈએ છીએ. તો મિત્રો તમારા વિસ્તારમાં કઈ દિશાનો પવન જોવા મળે તો, વરસાદની સંભાવના કેવી ઉભી થાય? એ અંગેની વાત આ પોસ્ટમાં કરીએ.

વરસાદની આગાહી

ચોમાસું સિઝન દરમિયાન વરસાદની આગાહી સંદર્ભે જો દક્ષિણ ખૂણાનો પવન દિવસ દરમિયાન ફુકાય તો, તે દિવસે વરસાદની સંભાવના ખુબ જ ઓછી ગણાય. કેમકે દક્ષિણના પવનથી વરસાદ થવાની સંભાવના ખૂબ જ ઓછી ઉભી થાય છે. આવા કિસ્સામાં માત્ર છાટા છૂટી થાય એવી સંભાવના વધુ રહે છે.

મિત્રો વરસાદની આગાહી અંતર્ગત ચોમાસું દિવસો દરમિયાન જો ઉત્તર દિશામાંથી પવન ફૂંકાય તો, તે દિવસે વરસાદની સંભાવના ખુબ જ સારી ગણી શકાય. કેમ કે ઉત્તરના પવનથી વરસાદી હવામાન જમાવટ લેશે આ અંગે કોઈ શંકા કરવી નહીં. ઉત્તરનો પવન ગાજ વિજ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના ઊભી કરે.

મિત્રો ચોમાસાના દિવસો દરમિયાન જો પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાતો હોય તો, નજીકના દિવસોમાં સારા વરસાદની શક્યતા ગણી શકાય. એટલે વરસાદની આગાહી સંદર્ભે પશ્ચિમના પવનને સારો પવન ગણી શકાય. કેમકે પશ્ચિમના પવનથી મોટેભાગે ગુજરાતમાં અરબ સાગરનો ભારે કરંટ પણ લાગતો જોવા મળતો હોય છે.

પૂર્વ દિશાના પવન અંગેની વાત કરીએ તો, મિત્રો ચોમાસાના દિવસો દરમિયાન વરસાદની આગાહી સંબંધિત જો દિવસ દરમિયાન પૂર્વનો પવન ફૂંકાતો જોવા મળે તો, ગરમીનું પ્રમાણ વધે છે. અને બપોર બાદ વરસાદની સંભાવના ઊભી થાય તો, પણ ખૂબ જ ઓછા વિસ્તારમાં વરસાદની સંભાવના ગણી શકાય. કેમ કે પૂર્વનો પવન ખંડક વૃષ્ટિ કારક માનવામાં આવ્યો છે.

મિત્રો હવે દરેક ખૂણામાંથી ફુંકાતા પવન અંગેની વાત કરીએ. કેમ કે ચોમાસા દરમિયાન ઇશાન, અગ્નિ, નૈઋત્ય તેમજ વાયવ્ય ખૂણામાંથી જો દિવસ દરમિયાન પવન ફૂંકાતો જોવા મળે તો, વરસાદની સંભાવના કેવી રહેશે? એ અંગેની હવે માહિતી મેળવીએ.

ચોમાસું દરમિયાન વરસાદની આગાહી આધારિત, જો અગ્નિ ખૂણામાંથી પવન દિવસ દરમિયાન ફુકાતો જોવા મળે તો, વરસાદની આશા રાખવી નહીં. કેમ કે અગ્નિ ખૂણામાંથી જો પવન ફૂંકાય તો, આકાશમાં વાદળોની સ્થિતિ ભરચક જોવા મળે છે. પરંતુ વરસાદની સંભાવના ખુબ જ નહીવત ગણી શકાય. એટલે અગ્નિ ખૂણાનો પવન સારો નહીં.

મિત્રો ચોમાસાની ઋતુ દરમિયાન નૈઋત્ય ખૂણામાંથી પવન ફૂંકાતો હોય તો, વરસાદની સંભાવના મધ્યમ ગણી શકાય. અમુક અમુક કિસ્સાઓમાં જો બંગાળની ખાડી અથવા તો અરબ સાગરની સિસ્ટમની હાજરી હોય ત્યારે નૈઋત્ય ખૂણામાંથી પવન ફૂંકાતો હોય તો, ક્યારેક ક્યારેક હેલીનો વરસાદ પણ આ પવનથી જોવા મળે છે.

વરસાદની આગાહી સંબંધિત ચોમાસાના દિવસો દરમિયાન વાયવ્ય ખૂણામાંથી પવન ફૂંકાતો જોવા મળે તો, ભારેથી અતિભારે વરસાદના યોગ ઉભા થશે. કેમ કે વાયવ્ય ખૂણાના પવનને ગેરેન્ટેડ પવન તરીકે પણ ગણવામાં આવે છે. જ્યારે જ્યારે વાયવ્ય ખૂણામાંથી પવન ચોમાસું દિવસો દરમિયાન ફૂકાતો હોય છે, ત્યારે ત્યારે મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના આ વાયવ્ય ખૂણાનો પવન ઊભી કરે છે.

ઈશાન ખૂણાની વાત કરીએ તો, ઈશાન ખૂણાના પવનને પણ સારો પવન ગણવામાં આવે છે. પરંતુ મોટેભાગે ચોમાસું જ્યારે જ્યારે વિદાય લેતું હોય ત્યારે ત્યારે ઈશાન ખૂણાનો પવન ચોમાસાના દિવસો દરમિયાન જોવા મળતો હોય છે. તો વરસાદની આગાહી સંબંધિત જ્યારે જ્યારે ઈશાન ખૂણામાંથી પવન ફૂંકાતો હોય છે, ત્યારે ત્યારે ભારે પવન સાથે વરસાદની સંભાવના ગણી શકાય.

એટલે જ મિત્રો વરસાદની સંભાવનામાં પવનની દિશા કઈ છે? એ અંતર્ગત વરસાદની સંભાવના કેવી જોવા મળશે? એ સમીકરણો સ્પષ્ટ બનતા હોય છે. એટલે જ પવનની દિશાને આધારે વરસાદની સંભાવના કેવી ઉભી થશે? એ સામાન્ય રીતે જાણી શકાય છે.

ગુજરાત રાજ્યના હવામાનની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો. જેથી હવામાનની સચોટ અને સત્યની નજીક વરસાદ સંબંધીત માહીતી તમને નિયમિત રીતે મળતી રહે. બધા જ મિત્રોનો ખુબ ખુબ આભાર.

વાવાઝોડું : Super Cyclone

વાવાઝોડું

વિશ્વના વિવિધ મહાસાગરમાં મોટેભાગે વાવાઝોડા અવાર નવાર જોવા મળતા જ હોય છે. આજની આ પોસ્ટ સંદર્ભે વાવાઝોડું સુપર સાઇક્લોન અંગે માહિતી મેળવશું. જે તમને ખૂબ જ જાણકારી મેળવવા માટે ઉપયોગી થશે.

મિત્રો ભારત દેશ અંગેની વાત કરીએ તો બંગાળની ખાડી અને અરબ સાગરમાં પણ ચોમાસાની સિઝન દરમિયાન અવારનવાર વાવાઝોડું બનતું જ હોય છે. જોકે બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શક્યતા હંમેશા વધારે રહેતી હોય છે. કેમકે બંગાળની ખાડીમાં ચોમાસું દરમિયાન ફૂકાતા પવનોની ગતિ ક્યારેક ક્યારેક મજબૂત વાવાઝોડું બનવા માટે પ્લેટફોર્મ ઊભું કરે છે.

વાવાઝોડું

અરબ સાગરમાં વાવાઝોડા બનવાની પેટર્ન ઓછી જોવા મળતી હોય છે. અપવાદરૂપ ચોમાસું જ્યારે બેસતું હોય છે એ સમયગાળા દરમિયાન અને જ્યારે જ્યારે દેશમાંથી ચોમાસાની વિદાય થતી હોય છે, એ સમયગાળા દરમિયાન અરબ સાગરમાં અવ્યવસ્થિત પવનની ગતિને અનુસંધાને અરબ સાગરમાં પણ ભયંકર વાવાઝોડું બનતું હોય છે.

વાવાઝોડામાં પવનની તીવ્રતાને આધારે મોટે ભાગે વાવાઝોડાની કેટેગરીનું નામાકરણ થતું હોય છે. વાવાઝોડામાં પવનની કેટલી ઝડપ જોવા મળે છે? એ અનુસંધાને 1 નંબરથી 5 નંબર સુધીની કેટેગરીની તીવ્રતા વાવાઝોડાને હવામાન એજન્સીઓ દ્વારા આપવામાં આવે છે. જેમાં 5 નંબરની કેટેગરી ધરાવતું વાવાઝોડું જેને આપણે સુપર સાઇક્લોન કહીએ છીએ તે અત્યંત ભયંકર જોવા મળતું હોય છે.

મિત્રો જ્યારે જ્યારે વાવાઝોડાની તીવ્રતા 5 નંબરની કેટેગરીની આજુબાજુ પહોંચે છે, ત્યારે ત્યારે ભયંકર પવનો દરિયામાં ફુકાતા હોય છે. જે વાવાઝોડાના સેન્ટ્રલની આસપાસ 240 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા હોય છે. જોકે આવા આ પ્રકારનું વાવાઝોડું જમીન ઉપર જ્યારે ટકરાય છે, ત્યારે ખૂબ જ નબળું બનીને ટકરાતું હોય છે.

મિત્રો બંગાળની ખાડી તેમજ અરબ સાગર સહિત વિશ્વના દરેક મહાસાગરમાં જ્યારે જ્યારે વાવાઝોડું આકાર લ્યે છે, ત્યારે ત્યારે મિત્રો આ સમયગાળામાં વાવાઝોડું લાઈવ લોકેશન અંગેની માહિતી તમે આ પોસ્ટના માધ્યમથી મેળવી શકો છો. એટલે આ પોસ્ટને તમારા ફોનમાં ખાસ સેવ કરી લેવી.

હિંદ મહાસાગરની વાત કરીએ તો, મોટે ભાગે હિંદ મહાસાગરનું 2 ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. સાઉથ ઇન્ડિયન ઓશન અને નોર્થ ઇન્ડિયન ઓશન. આપણો અરબ સાગર અને બંગાળની ખાડી નોર્થ ઇન્ડિયન ઓશન હિંદ મહાસાગરના ભાગમાં આવે છે. એટલે આ નોર્થ ઇન્ડિયન ઓશનમાં બનતા વાવાઝોડાના પવનની ગતિ ઘડિયાળના કાટાની ગતિથી વિરુદ્ધ દિશામાં ફુકાતા હોય છે.

નોર્થ ઇન્ડિયન ઓશનમાં બનતા મોટાભાગના વાવાઝોડા નોર્થ દિશા તરફ ગતિ કરતા હોય છે. એટલે કે જો મધ્ય બંગાળની ખાડીમાં વાવાઝોડાનું નિર્માણ થયું હોય તો, આ વાવાઝોડું નોર્થ વેસ્ટ અથવા તો નોર્થ ઈસ્ટ તરફ જ ફંટાય છે. જ્યારે અરબ સાગરમાં જ્યારે જ્યારે વાવાઝોડું બને છે, ત્યારે ત્યારે અરબ સાગરનું વાવાઝોડું પણ નોર્થ વેસ્ટ અથવા તો, નોર્થ નોર્થ ઈસ્ટના ભાગોમાં મોટેભાગે ફટાતું હોય છે.

મિત્રો જ્યારે સાઉથ ઇન્ડિયન ઓશનમાં બનેલા વાવાઝોડા મોટેભાગે દક્ષિણ દિશા તરફ ગતિ કરતા હોય છે. સાઉથ ઇન્ડિયન ઓશનમાં બનતું વાવાઝોડું મોટેભાગે દક્ષિણ ધ્રુવ તરફ ફંટાતું હોય છે. સાઉથ ઇન્ડિયન ઓશનમાં બનતા વાવાઝોડાના પવનની ગતિ ઘડિયાળની કાંટાની ગતિની પ્રમાણે ગતિ કરતા હોય છે. જ્યારે નોર્થ ઇન્ડિયન ઓશનમાં બનતા વાવાઝોડા ઘડિયાળના કાંટાની ગતિથી વિરુદ્ધ સાઈડમાં પરિભ્રમણ કરતા હોય છે.

દરિયામાંથી વાવાઝોડું જ્યારે જ્યારે જમીન ઉપર ટકરાતું હોય છે, ત્યારે જમીનના ભાગો ઉપર મોટી નુકશાની વેરતા હોય છે. આવા જમીન ઉપર ત્રાટકેલા ભૂતકાળમાં ઘણા વાવાઝોડા આપણે જોઈ ચૂક્યા છીએ. જેમાં ગુજરાતમાં મોટેભાગે સૌરાષ્ટ્ર તેમજ કચ્છને ઘણી વખત અરબ સાગરના વાવાઝોડાએ ડેમેજ કર્યું છે.

બંગાળની ખાડીમાં જ્યારે જ્યારે વાવાઝોડુ બનીને જમીન ઉપર ત્રાટકે છે, ત્યારે ત્યારે ઓરિસ્સા, તમિલનાડુ તો ક્યારેક પશ્ચિમ બંગાળની સાથે સાથે પૂર્વ ભારતના રાજ્યોમાં પારવાર નુકસાની સર્જે છે. અને આવા ભુતકાળમાં ઘણા વાવાઝોડા જમીન ઉપર ટકરાયા છે.

ઉપર આપેલી વાવાઝોડું લાઈવ લોકેશન પોસ્ટનો ખાસ અભ્યાસ કરવો. જેથી વાવાઝોડું જ્યારે જ્યારે બને છે, ત્યારે ત્યારે વાવાઝોડાના સેન્ટરમાં પવનની ઝડપ, વાવાઝોડાનું હવાનું દબાણ તેમજ વાવાઝોડાની આસપાસ વરસાદની સંભાવના કેવી રહેશે? એ અંગેની માહિતી તમને ઉપર આપેલી લીંકમાં રહેલી પોસ્ટના માધ્યમથી મળી જશે.

તો મિત્રો ગુજરાત સંબંધિત હવામાનની નિયમિત અપડેટ તમારા મોબાઇલ ફોનના માધ્યમથી મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv ને તમારા ફોનમાં ખાસ સેવ કરી લેજો. જેથી આવનારા દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે? એ અંતર્ગત હવામાન અપડેટ તમને નિયમિત રીતે મળતી રહે. બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

વરસાદની સિસ્ટમ : હવામાન સમાચાર

વરસાદની સિસ્ટમ

મિત્રો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં વરસાદની સિસ્ટમ અંગેની વાત વિસ્તારથી સમજશું. કેમ કે જ્યારે જ્યારે ગુજરાતમાં શાનદાર રીતે ચોમાસાનું આગમન થયા બાદ વરસાદની સિસ્ટમ અવાર નવાર બનતી હોય છે. તો વરસાદની સિસ્ટમ અંગેની વિસ્તૃત માહિતી આ પોસ્ટના માધ્યમથી મેળવશું.

25 મી મેની આજુબાજુ સાઉથ વેસ્ટના પવનો વ્યવસ્થિત રીતે સમગ્ર દેશમાં સેટ થયા બાદ ચોમાસું પવનની શરૂઆત લગભગ ભારતના બધા જ વિસ્તારોમાં થઈ જતી હોય છે. આ પેટર્નને હિસાબે જ ભારતમાં ચોમાસું વિધિવત રીતે પ્રવેશ કરતું હોય છે. સાઉથ વેસ્ટના પવનોની ગતિવિધિ બંગાળની ખાડીમાં કંઈક અલગ રીતે જોવા મળે છે. અને આ પવનો બંગાળની ખાડીમાં અવાર નવાર વરસાદની સિસ્ટમ ઊભી કરે છે.

વરસાદની સિસ્ટમ

વરસાદની સિસ્ટમ અંગેની વાત કરીએ તો, મિત્રો શરૂઆતના તબક્કામાં સર્ક્યુલેશન સિસ્ટમ ડેવલોપ થતી હોય છે. આ સિસ્ટમ જ્યારે વધુ મજબૂત બને છે, ત્યારે લો પ્રેશર સિસ્ટમમાં રૂપાંતરિત થાય છે. અને આ લો પ્રેશર ત્યારબાદ જમીનના ભાગોમાં આવીને વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવના ઊભું કરતું હોય છે.

વરસાદની સિસ્ટમ બનવા માટે મુખ્યત્વે દરિયાઈ સપાટી ઉપર હવાનું દબાણ નીચું હોવું જરૂરી છે. કેમ કે દરિયાની સપાટી ઉપર જ્યારે જ્યારે હવાનું દબાણ ઘટે છે, ત્યારે વરસાદની સિસ્ટમનું નિર્માણ થાય છે. જે તે દરિયાઈ સપાટી ઉપર વરસાદની સિસ્ટમનું નિર્માણ થાય છે, ત્યારે વાદળોનો મોટો ગંજ ૨ચાતો હોય છે. જે આધારિત ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા ઊભી થતી હોય છે.

ચોમાસું દરમિયાન ગુજરાતમાં આવનારા વરસાદના રાઉન્ડ અંગેની વાત કરીએ તો, મિત્રો ગુજરાતનો વરસાદ મોટેભાગે બંગાળની ખાડીની વરસાદની સિસ્ટમને આધારિત હોય છે. કેમકે જ્યારે જ્યારે બંગાળની ખાડીમાં બનેલી વરસાદની સિસ્ટમ નોર્થ વેસ્ટનો ટ્રેક લઈ અને મધ્યપ્રદેશની આજુબાજુ આવે છે. ત્યારે ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળતો હોય છે.

જ્યારે-જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે લગભગ મોટેભાગે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છના ભાગોમાં વરસાદની એક્ટિવિટીની શરૂઆત થતી જોવા મળતી હોય છે. ટૂંકમાં મિત્રો ગુજરાતમાં ચોમાસું સિઝન દરમિયાન મોટાભાગનો વરસાદ બંગાળની ખાડીની વરસાદની સિસ્ટમને આધારિત જોવા મળતો હોય છે.

મિત્રો અરબ સાગરમાં બનતી વરસાદી સિસ્ટમ અંગેની વાત કરીએ તો, અરબ સાગરમાં મોટેભાગે વરસાદની સિસ્ટમ ચોમાસાની શરૂઆત પહેલા અથવા તો ચોમાસું જ્યારે જ્યારે ગુજરાતમાંથી વિદાય લેતું હોય, એ સમયગાળા દરમિયાન અરબ સાગરમાં આવી એક્ટિવિટી વધુ જોવા મળતી હોય છે. ચોમાસું સિઝનની મધ્યાંતર ભાગમાં અરબ સાગરમાં વરસાદની સિસ્ટમ ખૂબ જ ઓછી માત્રામાં જોવા મળતી હોય છે.

કેમકે ચોમાસાની શરૂઆત પહેલા અને ચોમાસાની જ્યારે જ્યારે વિદાય થતી હોય એ, અરસા દરમિયાન અરબ સાગરમાં પવનોની ગતિ ખૂબ જ અસ્ત-વ્યસ્ત જોવા મળે છે. આવા સંજોગોમાં ક્યારેક ક્યારેક અરબ સાગરમાં વાવાઝોડું જેવી મજબૂત કેટેગરીની વરસાદની સિસ્ટમ પણ આકાર લેતી હોય. કેમ કે એવા દાખલા પણ ભૂતકાળના ઘણા વર્ષોમાં જોવા મળ્યા છે.

ટૂંકમાં મિત્રો એવું કહી શકાય કે, જ્યારે ભેજવાળા પવનો દરિયાઈ સપાટી ઉપર મોટો વળાંક લેતા હોય આવા અરસામાં જો દરિયાઈ સપાટી ઉપર હવાનું દબાણ ક્રમશ નીચું જતું જોવા મળે છે. ત્યારે ત્યારે એક સર્ક્યુલેશનનું નિર્માણ થાય છે. અને ત્યારબાદ આ સર્ક્યુલેશન મજબૂત થઈને લો પ્રેશર સિસ્ટમમાં ફેરવાય છે. આવી પરિસ્થિતિ જ્યારે જ્યારે ઊભી થાય છે ત્યારે ત્યારે વરસાદનો એક મોટો રાઉન્ડ જે તે વિસ્તારને અસર કર્તા બને છે.

ગુજરાતમાં સરેરાશ થતા વરસાદ તેમજ ભારતમાં સરેરાશ થતા વરસાદનો મોટો આધાર બંગાળની ખાડીમાં બનતી વરસાદી સિસ્ટમ આધારીત ગણી શકાય. જોકે મિત્રો પશ્ચિમ ભારતમાં વેસ્ટન ઘાટીના વિસ્તારમાં વરસાદની સિસ્ટમની હાજરી ન હોવા છતા પણ ચોમાસા દરમિયાન સૌથી વધુ વરસાદ આ વિસ્તારમાં જોવા મળતો હોય છે. પરંતુ આ અંગેનું શું કારણ રહેલું છે? એ અંગેની વાત આપણે નવી પોસ્ટના માધ્યમથી કરશું.

ચોમાસું દરમિયાન આકાર લેતી વરસાદી સિસ્ટમ, પવનનો ટ્રફ, વાવાઝોડું, સર્ક્યુલેશન સિસ્ટમ, લો પ્રેશર સિસ્ટમ, વોરટેક્ષ સિસ્ટમ આ બધી જ અલગ અલગ હવામાનમાં પેટર્ન બનતી હોય છે. એ સંબંધિત દરેક વિષય ઉપર આપણે નવી નવી પોસ્ટના માધ્યમથી માહિતી આપતા રહીશું.

તો મિત્રો હવામાન આધારિત નવી નવી જાણકારીની માહીતી સાથે સાથે ગુજરાત રાજ્ય સંબંધિત હવામાનની દરેક અપડેટ નિયમિત મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો આભાર.

ચોમાસું ધરી એટલે શું? : ચોમાસું હવામાન

ચોમાસું ધરી

ગુજરાતમાં જ્યારે ચોમાસાની શરૂઆત થઈ જાય છે. ત્યારબાદ બંગાળની ખાડીમાં અવારનવાર લો પ્રેશર સિસ્ટમ બનતી હોય છે. મિત્રો આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાતને કેટલી પ્રભાવિત કરશે? એ જાણવા માટે ચોમાસું ધરી અંગેનો ખાસ અભ્યાસ કરવો પડે. તો આજની આ પોસ્ટમાં ચોમાસું ધરી એટલે શું? એ અંગેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરશું.

મિત્રો ચોમાસું ધરી એટલે શું? એ અંતર્ગત જ્યારે જ્યારે ચોમાસાની શરૂઆત થાય છે, ત્યારે આ શબ્દ અવાર નવાર સાંભળવા મળતો હોય છે કે, ચોમાસું ધરી હાલ નોર્મલ પરિસ્થિતિ એ જોવા મળી રહી છે. અથવા તો ચોમાસું ધરી ઉત્તર ભારતના પ્રદેશોમાં ફંટાઈ ગઈ છે. તો આ ચોમાસું ધરી ગુજરાતને ક્યારે અને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે? એ અંગેની માહિતી મેળવીએ.

ચોમાસું ધરી એટલે શું

ટુંકા અર્થમાં મિત્રો ચોમાસું ધરી અંગેની વ્યાખ્યા સમજીએ તો, ચોમાસું ધરી એટલે બે પવનનો સામ સામો ટકરાવ ગણી શકાય. આ વાત સમજવા માટે આપણે એક સામાન્ય રીતે ઉદાહરણ લઈને વાત સમજવી પડે, કે બે દિશાના પવનો કેવી રીતે ટકરાય ત્યારે ચોમાસું ધરીનું નિર્માણ થાય છે. આ અંગે એક દાખલો લઈને સમજીએ.

મિત્રો ધારો કે અરબ સાગરમાંથી ફુકાતા સાઉથ વેસ્ટના પવનો ગુજરાત ઉપરથી પસાર થઈને ત્યારબાદ મધ્યપ્રદેશ પરથી પસાર થઈને આ પવનો જ્યારે બંગાળની ખાડીમાં પ્રવેશે છે. ત્યારે જ્યારે જ્યારે અનુકૂળ હવામાન સર્જાય છે, ત્યારે ત્યારે આ સાઉથ વેસ્ટના પવનને અનુસંધાને બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું હોય છે.

જ્યારે આ લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાંથી નોર્થ વેસ્ટ તરફ ગતિ કરીને જ્યારે મેદાનના ભાગમાં આવે છે. ત્યારે ચોમાસું ધરીનું નિર્માણ થાય છે. ટૂંકમાં સિસ્ટમ જ્યારે દરિયામાંથી મેદાનમાં આવે છે, ત્યારે ચોમાસું ધરીનું નિર્માણ અસ્તિત્વમાં આવે છે.

આ વાતને વિસ્તારથી સમજીએ સિસ્ટમ જ્યારે મેદાન ઉપર આવે છે. ત્યારે બે પવનનો સમન્વય સિસ્ટમની આગળના ભાગમાં થતો હોય છે. એક તો જે અરબ સાગરમાંથી આવતા સાઉથ વેસ્ટના પવનો અને બીજા પવનો જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ ક્રોસ થઈને મેદાન તરફ આવે છે. ત્યારે ફરીથી આપવાનો યુટર્ન લઇ અને મેદાન તરફ ફંટાય છે. એટલે આ પવનો ઉત્તર પૂર્વના થયા ગણાય.

આ બંને પવનો સામ સામે ટકરાય છે, ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તેને ચોમાસું ધરી તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં મિત્રો ચોમાસું ધરી એટલે ચોમાસાની સિઝન દરમિયાન પશ્ચિમના પવનો અને ઉત્તર પૂર્વના પવનો આ બંને પવનો જે જગ્યા ઉપર સામ-સામા ટકરાય છે, તે અવસ્થાને ચોમાસું ધરી કહેવામાં આવે છે.

ચોમાસું ધરી જેટલી દક્ષિણ તરફ જ્યારે આ સંજોગોમાં સરકે છે, તેટલો પ્રભાવ ગુજરાત ઉપર પડી શકે છે. કેમકે જ્યારે જ્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ બન્યા બાદ ચોમાસું ધરી જેટલી દક્ષિણ તરફ સરકે છે, એટલી વધુ પડતી વરસાદની સંભાવના ગુજરાતમાં ઉજળી ગણી શકાય.

પરંતુ જ્યારે જ્યારે ચોમાસું ધરીનું અસ્તિત્વ ઉત્તર ભારત લાગું હિમાલયની તળેટીના વિસ્તારોમાં જોવા મળતું હોય છે, ત્યારે ત્યારે બંગાળની ખાડીમાં એ સમય દરમિયાન જ્યારે જ્યારે લો પ્રેશર સિસ્ટમ બનતી હોય છે, તે લો પ્રેશર સિસ્ટમ મોટેભાગે ઉત્તર ભારતના ભાગોમાં ફંટાઈ જતી હોય છે. ગુજરાત, રાજસ્થાન જેવા રાજ્યોને આ સિસ્ટમનો લાભ મળતો નથી.

ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશની સાથે સાથે ઉત્તર મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનના ભાગોમાં સારા વરસાદની પ્રાપ્તિ માટે ચોમાસું ધરીની સ્થિતિ નોર્મલ અથવા તો નોર્મલથી વધુ દક્ષિણે જોવા મળે ત્યારે આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે. પરંતુ જો આ તબક્કે ચોમાસું ધરીનું અસ્તિત્વ વધુ પડતું ઉત્તરમાં હોય તો, આ રાજ્યો મોટા વરસાદથી વંચિત રહી જતા હોય છે.

મિત્રો એક અભ્યાસ મુજબ ચોમાસું ધરી જ્યારે જ્યારે દક્ષિણ રાજસ્થાન લાગુ ઉત્તર ગુજરાતની આસપાસ જોવા મળતી હોય, ત્યારે ત્યારે લગભગ સમગ્ર રાજ્યના વિસ્તારો જેમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં આ સમયગાળા દરમિયાન ભારે વરસાદના યોગ ઉભા થતા હોય છે. જેમાં અમુક અમુક કિસ્સાઓમાં અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે.

મિત્રો જુલાઈ અને ઓગસ્ટ મહિનાના સમયગાળા દરમિયાન જ્યારે જ્યારે ગુજરાત રાજ્યની વાત કરીએ તો, આ સમયગાળા દરમિયાન જ્યારે જ્યારે ચોમાસું ધરી નોર્મલ અવસ્થાએ જોવા મળતી હોય છે. ત્યારે ત્યારે લગભગ આ બંને મહિના દરમિયાન એક પછી એક બંગાળની ખાડીની સિસ્ટમની અસર જોવા મળતી હોય છે.

સપ્ટેમ્બર મહિનાના દિવસો દરમિયાન ચોમાસું ધરી નોર્મલ કરતાં દક્ષિણના ભાગોમાં જોવા મળે છે, ત્યારે લો પ્રેશર સિસ્ટમની જો હાજરી ન હોય તો, પણ રાજ્યમાં મોટેભાગે બપોર બાદ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રૂપી વરસાદની સંભાવના વધુ જોવા મળતી હોય છે. જેને આપણે મંડાણી વરસાદ પણ કહીએ છીએ. આવી પરિસ્થિતિમાં પણ ચોમાસું ધરીની સ્થિતિ ખાસ પ્રભાવિત કરે છે.

મિત્રો ચોમાસું સીઝન દરમિયાન એક સામાન્ય વાત કરીએ તો, જ્યારે જ્યારે ચોમાસાના મોટાભાગના દિવસો દરમિયાન ચોમાસું ધરીની ઉપસ્થિતિ દક્ષિણ રાજસ્થાન લાગુ mp થઈને જો ઉત્તર ઓરિસ્સા લાગુ પશ્ચિમ બંગાળ થઈને ઉત્તર બંગાળની ખાડીમાં જ્યારે જ્યારે જોવા મળે છે. ત્યારે ત્યારે લગભગ રાજ્યમાં ચોમાસાની સિઝનમાં સરેરાશ કરતા પણ વધુ વરસાદ જોવા મળતો હોય છે.

એટલે જ મિત્રો એક સારા ચોમાસાની ઝંખના માટે ચોમાસાના મહિનાઓ દરમિયાન ચોમાસું ધરીની પરિસ્થિતિ જો વ્યવસ્થિત રહેતો, રાજ્યમાં લગભગ વરસાદના દિવસો પુષ્કળ જોવા મળી શકે છે. આવા તબક્કે લગભગ તમામ વિસ્તારોમાં ચોમાસું દરમિયાન વરસાદના આંકડા નોર્મલ કરતાં પણ સારા જોવા મળતા હોય છે.

આ પોસ્ટના માધ્યમથી આપણે ચોમાસું ધરીની વ્યાખ્યા અંગેની થોડીક માહિતી મેળવી. તો કોઈ નવી પોસ્ટમાં લો પ્રેશર સિસ્ટમ એટલે શું? સર્ક્યુલેશન સિસ્ટમ એટલે શું? ક્યા પવનોથી વરસાદની સંભાવના સૌથી વધુ રહે? એ અંતર્ગત નવી નવી અપડેટ આપણે Weather Tv વેબસાઈટના માધ્યમથી મેળવતા રહેશું.

તો મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યના હવામાનની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv ને ખાસ તમારા ફોનમાં બુકમાર્ક કરી લેવી. જેથી હવામાન અંતર્ગત નવી નવી અપડેટ તમને સરળતાથી મળતી રહે આભાર.

વાતાવરણ અને હવામાન : Weather and Climate

વાતાવરણ અને હવામાન

પૃથ્વીનું વાતાવરણ પાછલા ઘણા વર્ષોથી બદલાતું જોવા મળી રહ્યું છે. તો મિત્રો આજની આ મહત્વની પોસ્ટમાં વાતાવરણ અને હવામાન આ બંને પરિસ્થિતિ વચ્ચે શું ડિફરન્સ જોવા મળે છે? એ અંગેની વાત કરશું. જેથી હવામાન અને વાતાવરણ આ બંને શબ્દની વ્યાખ્યા તમને સરળતાથી સમજાઈ જશે.

ગુજરાતમાં જ્યારે જ્યારે ચોમાસાનું આગમન થાય છે. ત્યારે ત્યારે મોટેભાગે હવામાન શબ્દ સાંભળવા મળતો હોય છે, કે આજનું હવામાન કેવું રહેશે આવતીકાલનું હવામાન કેવું રહેશે? મિત્રો હવામાનની આ કઈ પરિસ્થિતિ છે? કે ચોમાસું દરમિયાન આપણે વાતાવરણ શબ્દને બદલે હવામાન શબ્દ અવાર નવાર સાંભળીએ છીએ.

વાતાવરણ

પહેલા આપણે વાતાવરણ એટલે શું? એ અંગેની માહિતી મેળવીએ. મિત્રો વાતાવરણ એ હવામાનની લાંબા ગાળાની પરિસ્થિતિ ગણાય છે. એટલે પૃથ્વી સપાટી પર વાતાવરણ દર 30 કે 35 વર્ષે બદલાતું હોય છે. એટલે જ હવામાનની લાંબા ગાળાની પરિસ્થિતિ એટલે જ વાતાવરણ જેને આપણે આબોહવા તરીકે પણ ઓળખીએ છીએ.

વધુ દાખલા તરીકે એક ઉદાહરણ લઈને સમજીએ તો પૃથ્વી સપાટીનું છેલ્લા 20 થી 30 વર્ષ દરમિયાન તાપમાન વધી રહ્યું છે. પહેલા મોટે ભાગે બધા દેશોમાં જે તાપમાનનો પારો જોવા મળી રહ્યો હતો તેના કરતાં પાછલા 20 થી 25 વર્ષ દરમિયાન ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. મિત્રો આજે ગરમીનું પ્રમાણ વધ્યું છે તે ખૂબ જ લાંબા ગાળાના વર્ષો દરમિયાન વધ્યું છે.

એટલે જ મિત્રો હવામાનની આ લાંબા ગાળાની પરિસ્થિતિને વાતાવરણ કહેવાય. જેને અંગ્રેજીમાં આપણે ક્લાઈમેટ કહીએ છીએ તો, ગુજરાતીમાં અમુક અમુક વખતે આબોહવાના નામથી પણ વર્ણન કરીએ છીએ.

મિત્રો દર 30 કે 35 વર્ષના સમયગાળા દરમિયાન હવામાનની પરિસ્થિતિમાં જે ફેરફાર જોવા મળે છે, તેને વાતાવરણ કહેવામાં આવે છે. એટલે જ વાતાવરણ દરરોજ બદલાતું નથી. વાતાવરણ એ હવામાનની લાંબા ગાળાની બદલવાની સ્થિતિ ગણાય.

જ્યારે હવામાનની ટૂંકા ગાળાની પરિસ્થિતિમાં જે ફેરફાર જોવા મળે છે તેને આપણે હવામાન કહીએ છીએ. કેમ કે પૃથ્વી સપાટી પરના જે તે પ્રદેશનું હવામાન દર 2 થી 3 કલાકે પણ બદલાતું જોવા મળે છે. ટૂંકા ગાળાની સ્થિતિમાં જે હવામાનમાં ફેરફાર જોવા મળે છે, તેને આપણે હવામાન તરીકે ઓળખીએ છીએ.

ભારત દેશ અંગેનો વિચાર કરીએ તો મિત્રો ભારતના બધા જ રાજ્યોનું હવામાન એકસરખું જોવા મળતું નથી. જેનું મુખ્ય રીઝન એ જ છે કે, હવામાન દર કલાકે પણ બદલાતું જોવા મળે છે. જ્યારે ભારત દેશનું વાતાવરણ જે તે સમયે એક જ રૂપે જોવા મળતું હોય છે. જેમકે શિયાળો ચાલતો હોય ત્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું પ્રભુત્વ જોવા મળતું હોય છે. કેમકે આ ભારતનું વાતાવરણ ગણી શકાય.

મિત્રો એક ઉદાહરણ લઈને આ વાતને વ્યવસ્થિત રીતે સમજીએ. ધારો કે બેંગ્લોરનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ જે સમયે જોવા મળતું હોય છે, એ જ સમયગાળા દરમિયાન જમ્મુનું તાપમાન 6 ડિગ્રી જોવા મળતું હોય છે. એક જ સમયે આ બંને હવામાનની પરિસ્થિતિ અલગ અલગ જોવા મળે છે.

એટલે જ આ પરિસ્થિતિને આપણે હવામાન તરીકે ઓળખીએ છીએ. કેમકે હવામાન એ દરેક સ્થળનું અલગ અલગ જોવા મળતું હોય છે કેમકે આ પરિસ્થિતિ એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ ગણાય. ટૂંકા ગાળામાં તથા ફેરફારોની અવસ્થાને હવામાન કહેવામાં આવે છે.

મિત્રો એટલે જ આપણે હવામાન અંગે આગાહી સાંભળતા હોઈએ છીએ પરંતુ વાતાવરણની આગાહી આપણે ક્યારેય સાંભળતા નથી. વિશ્વના દરેક પ્રદેશોનું હવામાન દર 3 થી 6 કલાક દરમિયાન બદલાતું હોય છે.

તેનાથી વિરુદ્ધ વાતાવરણ ટૂંકા ગાળાના સમયમાં બદલાતું નથી. એટલે જ વાતાવરણ એ લાંબા ગાળાની પરિસ્થિતિ ગણાય છે. શિયાળો ઉનાળો અને ચોમાસું આ ઋતુ ભારતનું એક વાતાવરણના આધારે ગણી શકાય.

કેમ કે સમય મુજબ શિયાળાનું આગમન થાય છે. સમય મુજબ ઉનાળાનું આગમન થાય છે. અને સમય મુજબ ચોમાસાનું આગમન થાય છે. આ ચક્ર વર્ષોથી ચાલ્યું આવે છે. એટલે જ હવામાનની લાંબાગાળાની સ્થિતિને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી પૃથ્વીનું વાતાવરણ સતત બદલાઈ રહ્યું છે. ઉત્તર ધ્રુવમાં જામેલા બરફના થર હવે ધીરે ધીરે ઓગળી રહ્યા છે. તો વિશ્વના વિવિધ મહાસાગરની સપાટી ધીરે ધીરે ઊંચી આવી રહી છે. તો બીજી તરફ વિશ્વના મોટાભાગના દેશોનું તાપમાન ધીરે ધીરે વધી રહ્યું છે. કારણ કે આ વધઘટ એ લાંબા ગાળાની સ્થિતિમાં ધીરે ધીરે થતી જોવા મળતી હોય છે. એટલે જ આ સ્થિતિને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે.

મિત્રો ઉપર જણાવવામાં આવેલી વાત મુજબ તમે હવામાન અને વાતાવરણનો ભેદ તમે સમજી ગયા હશો. પાછલા વર્ષોમાં પૃથ્વી સપાટી પરના વાતાવરણમાં કેટલો ફેરફાર જોવા મળ્યો છે? એ અંતર્ગત નવી માહિતી આપણે નવી પોસ્ટના માધ્યમથી રજુ કરશું. જે તમને સામાન્ય જ્ઞાન મેળવવામાં ખૂબ જ ઉપયોગી બનશે.

તો મિત્રો આવી હવામાનની નવી નવી માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે ખાસ જોડાયેલા રહેજો. જેથી હવામાન અંતર્ગત નવી નવી અપડેટ તમને રેગ્યુલર રીતે મળતી રહે. બધા જ મિત્રો નો ખુબ ખુબ આભાર.

ભડલી વાક્યો : ભડલી વાક્યોને આધારે ચોમાસું

ભડલી વાક્યો

આજની આ ખેડૂતોને થનારી ખૂબ જ ઉપયોગી પોસ્ટમાં ભડલી વાક્યો ના ઇશારા મુજબ આવનારું ચોમાસું ગુજરાત માટે કેવું સાબિત થશે? એ અંગેની મહત્વની વાત આ પોસ્ટના માધ્યમથી કરીશું. જે આવનારા ચોમાસાની પરિસ્થિતિ કેવી રહેશે? એ અંગેની જાણકારી મેળવવા માટે ખૂબ જ ઉપયોગી થશે.

ભડલી વાક્યો આજે ઘણા વર્ષો પહેલા લખાયા છે. અને આજના આધુનિક યુગમાં પણ ભડલી વાક્ય મુજબ હવામાનની પેર્ટન જોવા મળતી હોય છે. કેમકે મિત્રો આ ભડલી વાક્યો રૂપી વાત ખૂબ જ પ્રાચીન છે. ભડલીએ તે સમયગાળા દરમિયાન હવામાનના રૂપ રંગ ઉપરથી આવનારા ચોમાસા અંગેની વાત અગાઉથી જ કરી હતી. એ મુજબ આજે પણ આ વિધાન સત્ય થઈ રહ્યા છે.

મિત્રો કારતક મહિનાથી આસો મહિના સુધીના બારે મહિનામાં કેવા કેવા સમીકરણો જોવા મળે? તો આવનારા સમયમાં કેવો વર્તારો જોવા મળે? એ અંગેની વાત ભડલીએ તેમના ભડલી વાક્યો માં વર્ણવી છે. આવા ઘણા બધા ભડલી વાક્યો રૂપી ખૂબ જ મહત્વની લોકવાયકા આજે પણ લોકોના મુખમાં વણાયેલી જોવા મળે છે.

ભડલી વાક્યો

ભડલી વાક્યો મુજબ આવનારું ચોમાસું કેવું રહેશે? એ અંગેની થોડીક માહિતી આ પોસ્ટના માધ્યમથી મેળવશું. જેથી તમને આવનારા ચોમાસાના સમીકરણો કંઈક અંશે મળી જશે. કેમકે મિત્રો ભડલી વાક્યો મુજબ દરેક મહિનામાં કેવી પરિસ્થિતિ ઉદ્ભવે તો, ચોમાસામાં તેની કેવી અસર જોવા મળે છે? એ અંગે ઘણી બધી વાત ભડલીએ તેમના ભડલી વાક્યો સ્ત્રોતના રૂપે વર્ણવી છે.

મિત્રો ભડલી વાક્યો મુજબ જો વરસાદની શરૂઆત આદ્રા નક્ષત્ર થી થાય તો, ચોમાસાના મોટાભાગના નક્ષત્રો વરસાદ વિહોણા જતા નથી. એટલે આદ્રા નક્ષત્રમાં વરસાદ થાય તો, તે ખૂબ જ સારી નિશાની ગણી શકાય. કેમ કે જો આદ્રા નક્ષત્રમાં વરસાદ ન થાય તો, મોટેભાગે તે વર્ષનું ચોમાસું ખૂબ જ નબળું પુરવાર થતું હોય છે.

ચોમાસાના દિવસો દરમ્યાન મિત્રો ભડલી વાક્યો મુજબ શુક્રવારના હવામાનનો ખાસ અભ્યાસ કરવો. કેમ કે જો શુક્રવારે આકાશમાં વાદળાનું ભરપૂર અસ્તિત્વ હોય તો, ત્યારબાદ બીજે દિવસે એટલે કે શનિવારે હવામાન વધુ વાદળછાયુ બને છે. અને મિત્રો ત્યારબાદ રવિવારના દિવસે અચૂક વરસાદ થશે. આ વાત મનમાં લખી લેવી. કેમ કે વરસાદ અંગે આ નક્કર વાત ભડલી વાક્યમાં જોવા મળી રહી છે.

ચોમાસાના દિવસો દરમિયાન મિત્રો ભડલી વાક્યો મુજબ રાત્રે જો શિયાળનું રુદન સંભળાય અને દિવસે જો કાગડા વધુ પડતા બોલતા જોવા મળે તો, તે સારી નિશાની ગણાતી નથી. કેમકે તે વર્ષે ખંડવૃષ્ટિના યોગ વધુ પડતા જોવા મળશે. અને કોઈ કોઈ વિસ્તારોમાં દુષ્કાળના પણ ચિત્રો જોવા મળે. કેમ કે આવ વિધાન ભડલી વાક્યમાં જોવા મળી રહ્યું છે.

મિત્રો ભડલી વાક્યો મુજબ ચોમાસું કેવું રહેશે? એ અંગેનું એક બીજું અનુમાન જોઈએ તો, સરિસૃપ વર્ગના જીવજંતુઓ જો ઊંચા સ્થાન ઉપર જતા જોવા મળે તો, નજીકના દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદના સમીકરણો ઊભા થશે. આ વાત પણ ત્રાંબાના પત્ર ઉપર લખી લેવા જેવી છે. કેમકે આ વાત પણ ભડલી વાક્યોમાં જોવા મળી રહી છે.

હવે ભડલી વાક્યના વિવિધ વાક્યોનું એક અનુમાન જોઈએ તો, મિત્રો ચોમાસાના દિવસો દરમિયાન જો વાયવ્ય ખૂણામાંથી સતત એકધારો પવન ફૂંકાય તો, આવનારા 3 દિવસોમાં લગભગ સાર્વત્રિક વરસાદનો એક મોટો રાઉન્ડ જોવા મળી શકે છે. કેમકે આ અનુભવ આપણે પણ ભૂતકાળના ઘણા વર્ષોમાં કરી ચૂક્યા છીએ.

પ્રાચીન લોકવાયકા આજે પણ સત્યમય સાબિત થનારી જોવા મળી રહી છે. કેમકે જુના હવામાન અંગેના વિધાનો આજના આધુનિક યુગમાં પણ સત્યની નજીક જોવા મળે છે. આવી જ ઘણી બધી વાતો ભડલી વાક્યના સિદ્ધાંતોમાં જોવા મળી રહી છે. એ મુજબ ભડલી વાક્ય મુજબ આવનારું ચોમાસું કેવું રહેશે એ અંગેના ઘણા બધા ચિત્રો સામે આવી જતા હોય છે.

એકબીજા ભડલી વાક્યના સિદ્ધાંત મુજબ ફાગણ સુદ પૂનમની સાંજે હોળી જ્યારે પ્રગટે છે, ત્યારે દક્ષિણ અથવા તો અગ્નિ ખૂણામાંથી પવન ફૂંકાય તો, તે માઠા સમાચાર ગણી શકાય. કેમ કે તે વર્ષનું ચોમાસું લગભગ દુષ્કાળમય સાબિત થાય છે. એટલા માટે આ દિવસનો ખાસ અભ્યાસ કરવો. જેથી ભડલી વાક્ય મુજબ આવનારું ચોમાસું કેવું રહેશે? એ અંગેનું સમીકરણ સ્પષ્ટ બની જશે.

ભડલી વાક્યના સિદ્ધાંત મુજબ ફાગણ મહિનાથી ગરમીની શરૂઆત થાય એ આવનારા ચોમાસા માટે ખૂબ જ સારી નિશાની ગણી શકાય. પરંતુ જો ફાગણ મહિનામાં ઠંડીનું સામ્રાજ્ય જોવા મળે તો, આવનારા ચોમાસા માટે શુભ સંકેત ગણી શકાય નહીં.

પ્રાચીન ભડલી વાક્યો મુજબ ચોમાસું કેવું રહેશે? એ અનુસંધાને રોહિણી નક્ષત્ર દરમિયાન ગરમીનું સામ્રાજ્ય હોવું ખૂબ જ જરૂરી છે. જો રોહિણી નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદ થાય તો, આવનારા ચોમાસા માટે સારા સંકેત ગણી શકાય નહીં. પરંતુ જો રોહિણી નક્ષત્ર દરમિયાન આકાશ સ્વચ્છ રહે અને ગરમી ખૂબ જ જોવા મળે તો, તે આવનારા ચોમાસા માટે શુભ સંકેત ગણી શકાય.

મિત્રો ભડલી વાક્યો સિદ્ધાંતો દરેક મહિનાના ઘણા બધા જોવા મળે છે. જોકે આ એક પોસ્ટમાં બધા ભડલી વાક્યોનું વર્ણન કરવા જઈએ તો, આ પોસ્ટ ખૂબ જ મોટી બની જાય. એટલે જ આપણે ભડલી વાક્યો ના બીજા સિદ્ધાંતો આપણે નવી પોસ્ટના માધ્યમથી હંમેશા અહીં રજૂ કરતા રહેશું.

તો મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત તેમ જ આધુનિક સાયન્સના મોડેલના સહારે તૈયાર કરેલી હવામાનની આગાહી નિયમિત તમારા મોબાઇલ ફોનમાં મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv ને જરૂરથી તમારા મોબાઇલ ફોનમાં સેવ કરી લેજો. જેથી સમગ્ર રાજ્યના હવામાન અંગેની નિયમિત અપડેટ તમને મળતી રહે.

ગિરનાર 4 મગફળી સંપૂર્ણ માહિતી

ગિરનાર 4 મગફળી

મગફળીના વાવેતરમાં ગુજરાત રાજ્ય હબ ગણાય છે. એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર મોટા પાયા કરવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોમાં મગફળીની નવી નવી વેરાયટીઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આવી જ એક વેરાઈટી ગિરનાર 4 મગફળી અંગેની માહિતી આ પોસ્ટના માધ્યમથી મેળવશું.

મિત્રો ગિરનાર 4 મગફળીનું સંશોધન 2021 ની સાલમાં સંશોધન કરવામાં આવ્યું છે. આ વેરાઈટી મબલક ઉત્પાદન આપી શકે છે. મિત્રો ગિરનાર 4 વેરાઈટી કંઈક અંશે Bt 32 મગફળી ને મળતી આવે છે. રોગપ્રતિકારક શક્તિ આ મગફળી ખૂબ જ ધરાવે છે.

મિત્રો ગીરનાર ફોર મગફળીના ઉત્પાદન અંગેની વાત કરીએ તો, જમીન મુજબ ગિરનાર 4 મગફળીનું ઉત્પાદન સારૂ એવું મળે છે. સારી જમીનમાં ગીરનાર 4 મગફળીનું ઉત્પાદન 25 મણથી લઇ અને 35 માણસ સુધી પ્રતિવિઘે મેળવી શકાય છે. જ્યારે મધ્યમ પ્રકારની જમીનમાં 20 મણથી 30 મણનું ઉત્પાદન આ મગફળીમાં આવે છે.

ગિરનાર 4 મગફળી

ગિરનાર 4 મગફળીનું વાવેતર મોટેભાગે ચોમાસુની સિઝન દરમિયાન કરવું હિતાવહ છે. કેમકે આ એક લાંબી અવસ્થાના સમયગાળા માટેની મગફળી હોવાથી ઉનાળામાં ગિરનાર 4 મગફળીનું ઉત્પાદન ચોમાસા જેટલું આવતું નથી. મિત્રો આ મગફળીને જેટલી ટૂંકી જાળીએ વાવવામાં આવે તેટલું ઉત્પાદન વધુ મેળવી શકાય છે.

વાવેતરના અંતરની વાત કરીએ તો, ઘણા ખેડૂતો ગીરનાર 4 મગફળીને સેમર એટલે કે પિયત બાંધીને પણ વાવેતર કરે છે. તો ઘણા ખેડૂતો 18 ઇંચથી લઈને 22 ઇંચ ના અંતરે પણ વાવેતર કરી રહ્યા છે. ટૂંકમાં મિત્રો 20 inch નું અંતર એટલે કે બંને હાર વચ્ચે 20 ઇંચનું અંતર આ મગફળી માટે ઉત્તમ ગણી શકાય. જેથી ઉત્પાદન પણ સારું મેળવી શકાય.

મિત્રો Bt 32 મગફળી ની જેમ ગિરનાર 4 મગફળી પણ વિપરીત અવસ્થામાં પણ પોતાનું અસ્તિત્વ સમય મુજબ ટકાવી રાખે છે. ક્યારેક ક્યારેક ચોમાસા દરમિયાન વરસાદનો ગેપ આવે છે તો, પણ આ મગફળીમાં ઝાઝો ફરક જોવા મળતો નથી. તો અતિવૃષ્ટિના માહોલમાં પણ આ મગફળી સમય મુજબ ટકી રહે છે. મગફળી જ્યારે પરિપક હોય ત્યારે વરસાદના રાઉન્ડ આવતા હોય તો પણ આઠથી દસ દિવસ વધારે ઉભી રાખવી હોય તો, આ મગફળીના આરામથી ઉભી રાખી શકાય છે.

મિત્રો મે મહિના દરમિયાન આ મગફળીને ઓરવીને પણ વાવી શકાય છે. જો પાણીની વ્યવસ્થા ન હોય તો, જૂન મહિનામાં પણ આ મગફળીનું વાવેતર કરી શકાય છે. 10 જૂનથી લઈ અને 25 જૂન દરમિયાન જો ગિરનાર 4 મગફળીનું વાવેતર કરવામાં આવે તો તે ભરપૂર ઉત્પાદન આપી શકે છે. એટલે ચોમાસા દરમિયાન ગિરનાર 4 મગફળીનું વાવેતર કરવું બેસ્ટ ગણાય છે.

મિત્રો ગિરનાર 4 મગફળીમાં ડોડવા મોટેભાગે થડમાં હોવાથી આ મગફળી જ્યારે પાડવાની હોય છે, ત્યારે દોડવા જમીનમાં વધુ પડતા તૂટતા નથી. સાથે સાથે જમીન જો છેલ્લા વરસાદના કારણે અતિ ભેજવાળી હોય તો, પણ ગિરનાર 4 મગફળીના ડોડવા ઉપર માટી વધુ પડતી ચોટતી નથી. એટલે મજૂરી ખર્ચમાં પણ આ મગફળીમાં ખર્ચ ખૂબ જ ઓછું આવે છે.

ગિરનાર 4 મગફળીમાં રોગ જીવાત અંગેની વાત કરીએ તો, મિત્રો આ મગફળી રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ધરાવે છે. આ મગફળીમાં ચુસિયા વર્ગના રોગ મોટેભાગે જોવા મળતા નથી. જેમાં પોપટી, થ્રીપ્સ, કથેરી જેવી ચુસીયા મગફળીમાં ખૂબ જ ઓછા જોવા મળે છે. તો ઇયળનો પ્રભાવ પણ આ મગફળીમાં ખૂબ જ ઓછો જોવા મળે છે. એટલે પાલો આ મગફળીનો ભરપૂર મળે છે.

જ્યારે જ્યારે અતિવૃષ્ટિનો માહોલ હોય, ત્યારે ત્યારે ગિરનાર ફોર મગફળીમાં ગેરૂ ટીકા જેવા રોગ મગફળીના પર્ણમાં ખૂબ જ ઓછા જોવા મળે છે. તો થડની સફેદ ફુગ પણ આ મગફળીમાં ખૂબ જ ઓછી જોવા મળે છે. છતાં પણ સમય મુજબ યોગ્ય ફંગી સાઈટનું એટલે કે સારા ફૂગનાશકનો છંટકાવ ગિરનાર ફોર મગફળીમાં કરવો હિતાવહ છે.

Bt 32 મગફળી : 32 નંબર મગફળીથી ખેડુતો માલામાલ

Bt 32 નંબર મગફળી

ગુજરાત મગફળીના વાવેતર માટેનું હબ ગણી શકાય. જો કે હવે રાજસ્થાન તેમજ આંધ્રપ્રદેશના ઘણા વિસ્તારોમાં મગફળીનું વાવેતર જોવા મળી રહ્યું છે. મિત્રો આજની પોસ્ટમાં Bt 32 મગફળી અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું. અને આ Bt 32 મગફળીનું ઉત્પાદન પાછલા કેટલાક વર્ષોમાં નંબર વન જોવા મળી રહ્યું છે.

મિત્રો Bt 32 મગફળીનું સંશોધન જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા 2016 માં કરવામાં આવ્યું હતું. અને આ મગફળી અત્યારના સમયમાં ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. Bt 32 મગફળીને જીજેજી-32 નામથી પણ ઓળખવામાં આવે છે.

મિત્રો Bt 32 મગફળી રોગપ્રતિકારક શક્તિમાં બેહદ સ્થાન ધરાવે છે. કેમકે આ વેરાઈટીનું સંશોધન જે રૂપે થયું છે એ રૂપે Bt 32 મગફળીમાં રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ રહેલી છે. મિત્રો આ મગફળીમાં જીવાતનો એટેક વધુ પડતો જોવા મળતો નથી. સાથે સાથે Bt 32 મગફળીમાં ઈયળનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું જોવા મળતું હોવાથી આ મગફળીના પર્ણ છેલ્લી અવસ્થા સુધી અંકબંધ ટકેલા જોવા મળે છે.

Bt 32 મગફળીનું વાવેતર ચોમાસા દરમિયાન કરવું બેસ્ટ ગણાશે. છતાં પણ ગુજરાતના અમુક અમુક વિસ્તારોમાં આ મગફળી ઉનાળુ મગફળી તરીકે પણ વાવેતર કરવામાં આવે છે. પરંતુ સર્વશ્રેષ્ઠ ઉત્પાદન Bt મગફળી મગફળીનું ચોમાસા દરમિયાન મળે છે. એટલે ચોમાસાની સિઝન દરમિયાન આ મગફળીનું વાવેતર કરવું યોગ્ય ગણાય.

Bt 32 મગફળી

મિત્રો Bt 32 મગફળી વિપરીત હવામાનમાં પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સક્ષમ છે. કેમકે જ્યારે જ્યારે ચોમાસાની સિઝન દરમિયાન વરસાદનો ગેપ આવતો હોય છે, આવા સમયગાળા દરમિયાન પણ Bt 32 મગફળી લીલીછમ રહે છે. એટલે જ વિપરીત હવામાન વચ્ચે પણ Bt 32 મગફળી બેસ્ટ છે.

બીટી 32 મગફળીના વાવેતર અંગેની ટૂંકી માહિતી મેળવીએ તો, મિત્રો આ મગફળી ઓરવીને પણ વાવી શકાય. એટલે કે 25 મેની આજુબાજુ આ મગફળીનું વાવેતર કરી શકાય છે. કેમ કે આ લાંબો સમય સુધી ઉભી રહેતી મગફળી છે. તો ચોમાસાની શરૂઆત જ્યારે થતી હોય ત્યારે પણ આ મગફળીની વાવણી કરી શકાય. એટલે 15 જૂનથી છેલ્લે 30 જુન સુધીના સમયગાળા દરમિયાન પણ 32 મગફળીનું વાવેતર કરી શકાય.

Bt 32 મગફળી પાકવાનો સમય જોઈએ તો, મિત્રો હવામાન જો યોગ્ય હવામાન હોય અને સમયસર વરસાદના રાઉન્ડ ચોમાસા દરમિયાન જોવા મળે તો, બીટી 32 મગફળી 115 દિવસથી 125 દિવસના સમયગાળા દરમિયાન તૈયાર થઈ જાય છે. જોકે પાકવાના દિવસો જમીનના પ્રકાર ઉપર નિર્ભર રહે છે. થોડી નબળી જમીન હોય તો, આ મગફળી 115 દિવસની આજુબાજુ તૈયાર જાય છે. જ્યારે સારી જમીન હોય તો, 125 દિવસ જેટલો પણ સમય આ મગફળી લ્યે છે.

મિત્રો Bt 32 મગફળીની વાવેતર અંગેની પદ્ધતિ અંગે થોડી માહિતી મેળવીએ તો, મિત્રો મોટાભાગના ખેડૂતોનું એવું કહેવું છે કે, આ મગફળીનું વાવેતર જો સાંકડી જાળીએ કરવામાં આવે તો, ઉત્પાદન સારું એવું મેળવી શકાય. એટલે જ Bt 32 મગફળીનું વાવેતર 18 થી 22 ઇંચની જાળીએ કરવું હિતાવહ છે. જેથી ઉત્પાદન સારું એવું મેળવી શકાય.

મિત્રો Bt 32 મગફળીના ઉત્પાદન અંગેની વાત કરીએ તો, આ મગફળીનું ઉત્પાદન જમીન મુજબ મળે છે. જો સારી જમીન હોય તો ઉત્પાદન સારું એવું મેળવી શકાય. જ્યારે મધ્યમ અથવા તો નબળી જમીન હોય તો, તે મુજબ 32 મગફળીનું ઉત્પાદન મળે છે. મિત્રો ખેડૂતોના રીવ્યું મુજબ સારી જમીનમાં Bt 32 મગફળીનું ઉત્પાદન વિધે સરેરાશ 25 મણથી 35 મણ સુધીનું પણ લઈ શકાય છે.

ટૂંકમાં મિત્રો આ મગફળીમાં ખર્ચની સામે ઉત્પાદન ખૂબ જ સારું મળતું હોવાથી ખેડૂતો યોગ્ય વળતર મેળવે છે. બીટી મગફળી 32 ના દાણા સ્વાદમાં કડછા જોવા મળે છે. તો અમુક ખેડૂતોના મંતવ્યો મુજબ મુt 32 મગફળીનો ચારો પણ બીજી મગફળીની સરખામણીમાં કડછો હોય છે.

બીટી 32 મગફળીમાં દોડવાની સંખ્યા ખૂબ જ વધુ હોય છે. સાથે સાથે આ મગફળીના સૂપા પણ વધુ મજબૂત હોવાથી જ્યારે આ મગફળી ખેડૂતો ટ્રેક્ટર દ્વારા પાડે છે ત્યારે, આ મગફળી જમીનમાં ઓછી તૂટે છે. તેથી ખેડૂતોને મજૂરી ખર્ચ પણ આ મગફળીમાં ખૂબ જ ઓછો આવે છે.

મિત્રો Bt 32 મગફળીમાં ફુગજન્ય રોગોનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું જોવા મળે છે. એટલે જ છોડના થળમાં આવતી ફૂગ તેમજ પર્ણમાં આવતી ફુગનું પ્રમાણ આ મગફળીમાં ખૂબ જ ઓછું હોવાથી Bt 32 મગફળી ભરપૂર ઉત્પાદન આપનાર આ મગફળી ગણાય છે. ખર્ચની સામે ઉત્પાદન સારું મળતું હોવાથી આ મગફળી તરફ ગુજરાતના ખેડૂતો ધીરે ધીરે ખેંચાઈ રહ્યા છે.

તો મિત્રો ખેતીલક્ષી તેમજ હવામાનલક્ષી નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે બધા મિત્રો જોડાયેલા રહેજો ખુબ ખુબ આભાર.

જમીનમાંથી પાણી શોધવાની રીત : Ground Water

જમીનમાંથી પાણી શોધવાની રીત

મિત્રો ધરતીનું પડ એકધારૂ વીંધાઇ રહ્યું છે. કેમકે ભૂગર્ભ જળ મેળવવું ખૂબ જ દુષ્કર બની ગયું છે. તો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં જમીનમાંથી પાણી શોધવાની રીત અંગે થોડીક વાત કરશું. જે કુવો અથવા તો બોરવેલ કરનાર ખેડૂતોને ખૂબ જ ઉપયોગી થશે.

મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સૌરાષ્ટ્રમાં લગભગ દિવાળી બાદથી જ લગભગ દરેક ગામડાઓમાં બોર્રીંગ ચાલુ થઈ જતા હોય છે. સૌરાષ્ટ્રમાં દિવાળી બાદ લગભગ સળંગ 6 થી 7 મહિના દરમિયાન અસંખ્ય કુવા તેમજ બોરિંગ થતા હોય છે. પરંતુ મોટાભાગના બોર સાવ કોરા જતા હોય છે. કેમકે બોરમાંથી નેસર પાણી મેળવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. તો આજની આ પોસ્ટમાં જમીનમાંથી પાણીની શોધ અંગે અમુક પ્રયોગોની વાત કરશું.

જમીનમાંથી પાણી શોધવાની રીત અંગે ઘણા બધા પ્રયોગો જોવા મળી રહ્યા છે. જેમ કે શ્રીફળ દ્વારા પાણીની શોધ કરવામાં આવે છે. તો ત્રાંબાના સળિયા વડે પણ જમીનમાંથી પાણી શોધવાની રીત આજે વર્ષોથી પ્રચલિત છે. પરંતુ આ પ્રયોગોમાં અમુક કિસ્સાઓમાં સફળતા મળે છે તો, અમુક કિસ્સાઓમાં નિષ્ફળતા મળે છે.

આજના આ આધુનિક વિજ્ઞાનના સમયમાં એટલે કે આજના આ ટેકનોલોજીના સમયમાં જમીનમાંથી પાણી શોધવાની રીત અંગે અમુક યંત્રો એટલે કે વૈજ્ઞાનિક ઉપકરણો પણ છેલ્લા કેટલાક વર્ષોથી જોવા મળી રહ્યા છે. મિત્રો આવા પ્રયોગોમાં ઘણા કિસ્સાઓમાં સફળતા પણ મળે છે. તો ઘણા કિસ્સાઓમાં નિષ્ફળતા પણ મળે છે.

જમીનમાંથી પાણી શોધવાની રીત

તો જમીનમાંથી પાણી શોધવાની રીત અંગે પ્રાચીન પદ્ધતિ અંગેનો વિચાર કરીએ તો, મિત્રો જમીનના પ્રકાર ઉપરથી પણ ભૂગર્ભમાં પાણીનો કેટલો સ્ત્રોત રહેલો છે? એનું અનુમાન કરી શકાય. જેમ કે યલો કલરની જમીન અથવા તો સફેદ પ્રકારની જમીનમાં ભૂગર્ભજળ શોધ કરવામાં મોટેભાગે સફળતા મળતી હોય છે. કેમકે આવા પ્રકારની જમીનની નીચે પાણીનો સ્ત્રોત વિપુલ માત્રામાં રહેલો હોય છે.

મિત્રો તો અમુક પદ્ધતિઓમાં જમીનમાંથી પાણી શોધવાની રીત અંગે વૃક્ષોની સ્થિતિ ઉપરથી પણ એક અંદાજ લગાવતા હોય છે કે, જમીનમાં નીચે પાણીનો કેટલો સ્ત્રોત મળી શકે? જેમ કે ખીજડો તેમજ ખેર નામના વૃક્ષો જે જગ્યા ઉપર હોય તે જમીનની આજુબાજુમાં ભૂગર્ભ જળ સારું એવું રહેલું હોય છે. કેમકે આવી વાત પ્રાચીન વિજ્ઞાનમાં જોવા મળી રહી છે.

મિત્રો એક અનુભવ મુજબ જમીનમાંથી પાણી શોધવાની રીત અંગેના બીજા પ્રયોગ અંગેની વાત કરીએ તો, શિયાળાના દિવસો દરમિયાન રાત્રિના સમયમાં ચાલતા હોય ત્યારે જે જમીન ઉપર ગરમ હુંફનો અનુભવ થાય તો, ત્યાં પાણી મળવાની શક્યતા ખૂબ જ વધી જાય.

પરંતુ આવા કિસ્સાઓમાં ઘણા બધા ખેડૂતોના રીવ્યુ મુજબ પાણીનો સ્ત્રોત ઉપર રહેલો હોય છે. એટલે કે ત્યાં પાણી ખૂબ જ છીછરું મળી આવે. કેમકે ઉપર રહેલા જળના પ્રભાવને લીધે જ તે જમીનની ઉપર શિયાળાની રાત્રી દરમિયાન એક ગરમ હુંફ અનુભવ થાય છે.

મિત્રો જમીનમાંથી પાણીની શોધ અંગે ઘણા બધા પ્રયોગો લોકવાયકામાં જોવા મળી રહ્યા છે. તો એકબીજા પ્રયોગ અંગેની વાત કરીએ તો, ખેતર વાડીના શેઢે પાડે જો રાફડો જોવા મળે તો, તે રાફડાની આસપાસ પણ જમીનની નીચે પાણીનો સારો એવો સ્ત્રોત મળી શકે.

કેમ કે રાફડામાં રહેતા જીવજંતુઓ પણ નીચે જે પાણીનો પ્રવાહ ચાલી રહ્યો હોય તેની હુંફને હિસાબે જ તે જમીન ઉપર રાફડો બનાવે છે. એટલે આ એક પણ માન્યમાં આવે એવી વાત ગણી શકાય.

શિયાળાના દિવસો દરમિયાન જ્યારે પણ ઝાકળનો માહોલ જોવા મળી રહ્યો હોય, ત્યારે તમારી વાડીના સેઢાપારે ખાસ અવલોકન કરવું. કેમ કે શિયાળામાં જે દિવસે ઝાકળનો માહોલ હોય ત્યારે વહેલી સવારે જો જમીન ઉપર ભેજનું પ્રમાણ સારું એવું જોવા મળે. એટલે કે કંઈક અંશે જો જમીન ઉપરથી ભીની થઈ હોય એવું જણાય તો, તે જમીનની આસપાસ પાણીનો મોટો સ્ત્રોત મળી શકે છે.

જમીનમાંથી પાણી શોધવાની રીત અંગે શ્રીફળ તેમજ ત્રાંબાના સળિયા વડે પાણી શોધવાની પદ્ધતિ આજે વર્ષોથી જોવા મળી રહી છે. પરંતુ મિત્રો આવા પ્રયોગોમાં ઘણા બધા પ્રયોગોમાં સફળતા પણ મળે છે. તો અમુક વખતે નિષ્ફળતા પણ મળે છે.

જેમ કે ત્રાંબાના સળિયા જે જમીનની નીચે પાણી હોય ત્યાં એકબીજાથી ખૂબ જ અલગ દિશામાં ફેલાઈ જાય. એ જ રીતે હાથમાં રહેલું શ્રીફળ અચાનક ઊભું થઈ જાય. એવી જમીનની નીચે પાણીનો અઢળક સ્ત્રોત વહેતો હોય આવી માન્યતા પણ જોવા મળી રહી છે.

આજની આ યાંત્રિક ખેતીમાં જમીનના પાણીનો એટલો બધો દિન પ્રતિદિન ઉપાડ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ મુજબ જમીનના તળ ખુબ જ ઊંડા ચાલ્યા ગયા છે. અગાઉના સમયમાં કોસ આધારિત ખેતી થતી હતી ત્યારે ભૂગર્ભ જળ છલોછલ ભરેલું રહેતું હતું. પરંતુ આજે વાડીએ વાડીએ ઇલેક્ટ્રીક મોટરનું અસ્તિત્વ થઈ ગયું હોવાથી દિન પ્રતિદિન જમીનનું તળ ખૂબ જ ઊંડું ચાલ્યું ગયું છે.

આવી પરિસ્થિતિ વચ્ચે જમીનમાંથી પાણી મેળવવું ખૂબ જ દુષ્કર બની ગયું છે. કેમ કે જો કંઈક અંશે નસીબ સાથ આપે તો જ જમીનમાંથી પાણી શોધવાની રીત અંગેના પ્રયોગોમાંથી સફળતા મેળવી શકાય. મોટેભાગે સૌરાષ્ટ્રમાં થતા અસંખ્ય બોરિંગમાં ખૂબ જ ઓછા કિસ્સાઓમાં બોરમાંથી નેસર પાણી ખેડૂતો મેળવી રહ્યા છે.

મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતનું હવામાન પણ બદલાઈ રહ્યું છે. એટલે કે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં વરસાદની અનિયમિતતા ખૂબ જ જોવા મળી રહી છે. આવા કિસ્સાઓમાં યોગ્ય માત્રામાં ચોમાસા દરમિયાન વરસાદ ન થવાથી જમીનમાં પાણીનું સ્ટોરેજ થતું નથી. છતાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી ચેકડેમ સંખ્યા વધી રહી હોવાથી જમીનમાં પાણીના સ્ટોરેજ માટે આ એક આવકાર્ય પગલું ગણી શકાય.

મિત્રો આપણે જે તે જગ્યા ઉપર બોરિંગ કરાવતા હોઈએ છીએ ત્યારે જો બોરિંગમાં નિષ્ફળતા મળે તો, એક વર્ષ બાદ તે બોરને સંપૂર્ણ રીતે બુરી દેવો જોઈએ. કેમ કે જો આવું કરશું તો, જમીનના ઉપરના તળમાં રહેલું પાણી ખૂબ જ ઊંડું ચાલ્યું નહીં જાય. જો આવું કરશું તો જ કુવાના તળ કંઈક અંશે ટકી રહેશે. નહીંતર આવનારા વર્ષોમાં કુવા સાવ નિષ્ફળ બની જશે.

મિત્રો જમીનમાંથી પાણીનો સ્ત્રોત વિપુલ માત્રામાં મેળવવો એ ખૂબ જ દુર્લભ છે. છતાં પણ જો નસીબ સાથ આપે તો, જમીનમાંથી પાણીનો વિપુલ માત્રામાં સ્ત્રોત પણ મેળવી શકાય. એટલે જ ઉપર જણાવવામાં આવેલા જમીનમાંથી પાણી શોધવાની રીત અંગેના પ્રયોગોનો અભ્યાસ કરવો.

ખાસ નોંધ : મિત્રો ઉપર રજૂઆત કરવામાં આવેલા જમીનમાંથી પાણી શોધવાની રીત અંગેના પ્રયોગો અંગેની વાત Weather Tv વેબસાઈટની પર્સનલ વાત નથી. કેમકે આ પ્રયોગો લોકાયકામાં ગુથાયેલા છે. એટલે અહીં માત્ર આ પ્રયોગોની વાત રજુ કરવામાં આવી છે.

error: Content is protected !!