Weather Tv

કારતક મહિનાનું હવામાન

કારતક મહિનાનું હવામાન : ચોમાસું કેવું રહે

Table of Contents

મિત્રો દેશી વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ દરેક મહિનાનું હવામાન કેવું રહે? એ અનુસાર આવનારું ચોમાસું કેવું રહેશે? એનું અનુમાન કાઢવામાં આવતું હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં કારતક મહિનાનું હવામાન મુજબ આવનારું ચોમાસું કેવું રહી શકે? એ અંગે થોડીક માહિતી મેળવશું.

મોટે ભાગે મિત્રો કારતક મહિનાની શરૂઆતથી જ આવનારા ચોમાસાના સમીકરણોનું કાઉન ડાઉન શરૂ થઈ જતું હોય છે. તો કારતક મહિનામાં ઠંડીની ઋતુની ઉત્પત્તિ થતી હોય છે. કારતક મહિનાનું હવામાન મુજબ કારતક મહિનાના શરૂઆતના દિવસોમાં જો ઠંડીનું આગમન થાય તો, તે સારા વર્ષ માટે શુભ નિશાની ગણી શકાય.

ચોમાસું કેવું રહેશે

મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાન મુજબ કારતક સુદ પડવાના દિવસે એટલે કે, કારતક મહિનાનું હવામાન મુજબ કારતક સુદ એકમે જો બુધવારનો યોગ જોવા મળતો હોય તો, વર્ષ દરમિયાન ચોમાસામાં ક્યાંક વરસાદ થાય તો ક્યાંક વરસાદ ન થાય. વર્ષ મધ્યમ રહે, ટૂંકમાં જો કારતક સુદ એકમના દિવસે બુધવાર હોય તો, ખંડ વૃષ્ટિના યોગ ચોમાસા દરમિયાન વધુ જોવા મળે.

કારતક મહિનાનું હવામાન મુજબ કારતક મહિનાની અંજવાળી પાંચમે એટલે કે કારતક સુદ પાંચમના દિવસે જો રવિવાર આવતો હોય તો, તે વર્ષે અનાજનું ઉત્પાદન ઓછું થાય છે. આવી વાત પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંતોમાં જોવા મળી રહી છે. એટલે કારતક સુદ પાંચમના દિવસે રવિવાર શુભ ગણાતો નથી. આ પરિસ્થિતિ દર વર્ષે ખાસ જોવી.

બીજા એક મહત્વના યોગ અંગે વાત કરીએ તો, મિત્રો કારતક મહિનાનું હવામાન મુજબ કારતક મહિનાની પૂનમે કૃતિકા નક્ષત્રની ઉપસ્થિતિ હોય ત્યારે આ નક્ષત્ર ચોખ્ખું હોવું શુભ છે. તે દિવસે રાત્રે 12:30 થી 1:30 વાગ્યા સુધીનો ચંદ્ર ખાસ જોવો. ચંદ્રથી જો દક્ષિણે કૃતિકા નક્ષત્ર હોય તો વર્ષ નબળું ગણવું. અને જો કૃતિકા નક્ષત્ર ઉત્તર દિશામાં હોય તો ઉત્તમ ગણવું. અને ચોમાસામાં વરસાદના યોગ સારા જોવા મળશે.

કારતક મહિનો

ચંદ્રના મોઢા આગળ કૃતિકા નક્ષત્ર આવે તો, વર્ષ ઉત્તમ ગણવું. પરંતુ આવા સંજોગોમાં ખેતીના પાકોમાં રોગ જીવાતનું પ્રમાણ વધે. આવી વાત પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહે છે. મિત્રો કારતક મહિનાનું હવામાન મુજબ પૂનમનો સમયગાળો તથા કૃતિકા નક્ષત્ર સમયગાળાનું ખાસ અવલોકન કરવું. કૃતિકા નક્ષત્રનો સમયગાળો જેટલો વધુ રહે તેટલો ચોમાસા દરમિયાન વરસાદ વધુ આવશે. એવું અનુમાન લગાવી શકાય.

કારતક મહિનાનું હવામાન મુજબ કારતક મહિનાના પ્રથમ પખવાડિયામાં જો આકાશમાં લિસોટા,કસ તેમજ વાદળોનું પ્રમાણ સારું એવું જોવા મળે તો, આવનારા ચોમાસાની શરૂઆત આદ્રા નક્ષત્રથી થઈ જશે. એટલે કે આદ્રા નક્ષત્ર બેસવાની સાથે જ વાવણી લાયક વરસાદ થઈ જવાની સંભાવના વધુ પડતી રહેતી હોય છે. એટલે આ વાતનું પણ ખાસ અવલોકન કરવું.

મિત્રો કારતક મહિનામાં થતા કમોસમી વરસાદ એટલે કે માવઠાના માહોલ અંગેની વાત કરીએ તો, કારતક મહિનાનું હવામાન મુજબ જો કારતક મહિનામાં માવઠું થાય તો, આવનારા ચોમાસામાં કેવી પરિસ્થિતિ ઉભી થાય. એ અંગે માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. કેમકે કારતક મહિનાના ચિત્રો ઉપરથી આવનારા ચોમાસાની એકરૂપ રેખા તૈયાર થતી હોય છે.

કારતક મહિનાનું હવામાન

તો મિત્રો કારતક મહિનાનું હવામાન મુજબ કારતક મહિનાની અંજવાળી બારસ એટલે કે કારતક સુદ બારસ, પોષ સુદ પાંચમ, માગસર સુદ દશમ અને મહા મહિનાની અંજવાળી સાતમે જો મેઘ ગર્જના સંભળાય તો, તે સારી નિશાની ગણવામાં આવતી નથી. જો આવા યોગનું નિર્માણ બને તો, ચોમાસું દુષ્કાળમય સાબિત થાય છે. આ બધા દિવસો દરમિયાન સમાન યોગનું નિર્માણ થાય તો જ વર્ષ નબળું રહે છે. એટલે દિવસોનું ખાસ અવલોકન કરવું.

ચોમાસાની ઋતુ દરમ્યાન અષાઢ મહિનાનું મહત્વ ખૂબ જ હોય છે. કેમકે અષાઢ મહિનામાં એક પછી એક વરસાદના રાઉન્ડ જોવા મળતા હોય છે. તો મિત્રો કારતક મહિનાનું હવામાન મુજબ કારતક સુદ બારસે એટલે કે કારતક મહિનાની અંજવાળી બારસે જો આકાશમાં વાદળાની ઉપસ્થિતિ જણાય તો, આવનારા ચોમાસાના અષાઢ મહિનાના દિવસો દરમિયાન વરસાદના ઘણા બધા રાઉન્ડ જોવા મળી શકે.

પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ કારતક મહિનાનું હવામાન મુજબ એક મહત્વના યોગ વિશે વાત કરીએ તો, મિત્રો કારતક મહિનાની પૂનમની આજુબાજુના આગળ પાછળના ત્રણ-ચાર દિવસો દરમિયાન જો આકાશ રક્તવર્ણુ જોવા મળે તો, અષાઢ મહિનામાં વરસાદની રેલમ છેલમ થાય. તેવા યોગનું નિર્માણ થાય છે.

કારતક મહિનો એટલે કે વર્ષની શરૂઆતનો મહિનો. કારતક મહિનાની શરૂઆત જો સોમવારથી થાય તો, આવનારું ચોમાસું સારું આવે. એ જ રીતે કારતક મહિનાનું હવામાન મુજબ વર્ષની શરૂઆત જો ગુરુવારથી થાય તો રાજા પ્રજા સુખી થાય. ધન ધન્યના ઢગલા થાય છે. કેમકે ગુરૂવારથી વર્ષની જો શરૂઆત થાય તો, ચોમાસા દરમિયાન પણ ભારે વરસાદના યોગ ઉભા થાય છે.

કારતક મહિનો અને હવામાન

મિત્રો કારતક મહિના દરમિયાન આકાશમાં બનતા ગર્ભનું ખાસ અવલોકન કરવું. જેમ કે કારતક મહિનાનું હવામાન મુજબ કારતક મહિનાના દિવસો દરમિયાન જો આકાશ સ્વચ્છ રહે તો, ચોમાસાની શરૂઆત શાનદાર થતી નથી. પરંતુ કારતક મહિનાના દિવસો દરમિયાન કસ કાતરા વ્યવસ્થિત રીતે બને તો, ચોમાસાની શરૂઆત ધમાકેદાર થાય છે.

આવનારા ચોમાસા માટે કારતક મહિનો, માગશર મહિનો, પોષ મહિનો અને મહા મહિનો. આ બધા શિયાળાના આવતા ચારેય મહિના દરમિયાન હવામાનની રૂપરેખા કેવી જોવા મળે છે? એ મુજબ આવનારું ચોમાસું પણ કેવું રહેશે? એ અંગેના વિધાન કંઈક અંશે સામે આવી જતા હોય છે. એટલે મિત્રો કારતક મહિનાના દિવસોનો ખાસ અભ્યાસ કરવો.

મિત્રો કારતક મહિનાના હવામાન મુજબ કારતક સુદ પુનમની રાત્રે જો આકાશમાં કસની હાજરી હોય આવા તબક્કામાં ચંદ્રની ફરતે જો જળ કુંડાળું જણાય તો, આવનારું ચોમાસું ખૂબ જ સારું સાબિત થશે. ચોમાસામાં વરસાદનો કોઈ મોટો ગેપ જોવા મળશે નહીં. આવી વાત પણ પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સાહિત્યમાં જોવા મળી રહી છે.

મિત્રો વનસ્પતિ અંગેના વિવિધ યોગોની વાત કરીએ તો, મિત્રો કારતક મહિનાનું હવામાન મુજબ દેશી બોરડીમાં કારતક મહિનાના દિવસો દરમિયાન જો ફૂલોનું વધુ પડતું આગમન જોવા મળે તો, આવનારું ચોમાસું ખૂબ જ સારું પસાર થશે. તે વર્ષે ખેતીમાં પણ મબલક ઉત્પાદન મળે છે. આવી વાત પણ દેશી વિજ્ઞાનમાં જોવા મળી રહી છે.

છેલ્લા ઘણા વર્ષોથી હવામાનની પેટર્ન પણ મોટે પાયે બદલાઈ છે. છતાં પણ પ્રાચીન શાસ્ત્રોમાં વરસાદ અંગે જે હવામાન લક્ષી વાતો વર્ણવવા આવી છે. તે વાતો આજે પણ ઘણા દરજે સચોટ સાબિત થતી હોય છે. અને ઘણા સંજોગોમાં સચોટ સાબિત પણ થતી નથી. કેમકે આજના સમયમાં બદલાતી હવામાનની પેટર્નને અનુસંધાને કંઈક અંશે પ્રાચીન વર્ષા વિજ્ઞાનના વિધાનો પણ સત્યની સમીપ ઊભા રહેતા નથી.

નોંધ : મિત્રો આ પોસ્ટમાં કારતક મહિનાનું હવામાન સંબંધિત આવનારૂ ચોમાસું કેવું રહી શકે છે? આ વાત Weather Tv વેબસાઈટની પર્સનલ વાત નથી. પરંતુ પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જે જે સમીકરણો બતાવવામાં આવ્યા છે, એ વાત અહીં રજૂ કરવામાં આવી છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું.

જેમ જેમ વર્ષ 2024 ની સાલનું ચોમાસું નજીક આવતું જશે. તેમ તેમ અમે પ્રાચીન વર્ષા વિજ્ઞાન મુજબ કયા મહિનામાં કેવા યોગનું નિર્માણ થાય તો, આવનારું ચોમાસું સારું જશે કે નબળું જશે? એ અંગેની નિયમિત અપડેટ અમે આ Weather Tv વેબસાઈટના માધ્યમથી અપડેટ કરતા રહેશું.

ચોમાસું સિઝન દરમિયાન સમગ્ર રાજ્યના વિસ્તારો જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં ચોમાસું દિવસો દરમિયાન હવામાનની પરિસ્થિતિનું એનાલિસિસ કરીને નિયમિત અપડેટ અમે અહીં રજૂ કરતા રહીશું. તો મિત્રો અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો. જેથી હવામાનની દરેક અપડેટ તમને સમયસર મળતી રહે.

WhatsApp
Facebook
Telegram

Related Posts

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અતિવૃષ્ટિ

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર : અતિવૃષ્ટિનો માહોલ

મિત્રો આ વર્ષનું ચોમાસું વિચિત્ર રીતે પસાર થઈ રહ્યું છે. જૂન મહિનામાં વરસાદની એક્ટિવિટી ખૂબ જ ઓછી જોવા મળી પરંતુ જૂન મહિનાના અંતિમ દિવસોથી શરૂ

Read More »
બહોળું સર્ક્યુલેશન સાર્વત્રિક વરસાદ

બહોળું સર્ક્યુલેશન : સાર્વત્રિક વરસાદનો લાંબો રાઉન્ડ

આ વર્ષે જૂન મહિનામાં મુખ્યત્વે ખંડવૃષ્ટિનો માહોલ જોવા મળ્યો છે. આજની તારીખની સ્થિતિએ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ વરસાદથી ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે.

Read More »
આવતીકાલનું હવામાન કેવું

આવતીકાલનું હવામાન કેવું : ગુજરાતમાં વરસાદની મોટી આગાહી

ગુજરાતના ખેડૂતો માટે સારા દિવસો આવી રહ્યા છે. ચોમાસું 2024 ગુજરાતના બારણે ટકોરા મારી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે આજની આ મહત્વની પોસ્ટમાં આવતીકાલનું હવામાન

Read More »

Recent Posts​

Follow US

error: Content is protected !!