માગશર મહિનાનું હવામાન : ચોમાસું જામશે

આવનારું ચોમાસું કેવું રહી શકે? એ માટે મિત્રો કારતક મહિનાથી મહા મહિના દરમિયાન આ ચારેય મહિનામાં કેવા ચિત્રો સર્જાય? એ મુજબ આવનારા ચોમાસાની સ્થિતિ સ્પષ્ટ બનતી હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં માગશર મહિનાનું હવામાન કેવું જોવા મળે તો, આવનારું ચોમાસું જામશે કે નહીં એ અંગેની માહિતી મેળવશું.

માગશર મહિનાનું હવામાન આવનારા ચોમાસાનું સ્ફટિક ચિત્ર ઊભું કરે છે કેમ કે માગશર મહિનો કેવો પસાર થાય છે એ મુજબ આવનારું ચોમાસુ સારું રહેશે કે નબળું રહેશે એ અંગેની સ્થિતિ પોસ્ટ બનતી હોય છે એટલે જ માગશર મહિનાનું હવામાન આવનારા ચોમાસા માટે મુખ્ય આધાર સ્તંભ ગણી શકાય.

મિત્રો કસ આધારિત માગશર મહિનાનું હવામાન જોઈએ તો, માગશર મહિનો એ મુખ્ય ગણાય છે. કેમકે માગશર મહિનામાં બનતા કસ કાતરા ચોમાસાના મુખ્ય વરસાદ માટે ચિત્રો ઊભા કરે છે. એટલે જ માગશર મહિનાનો ગર્ભ આવનારા ચોમાસા માટે ખૂબ જ મહત્વનો સાબિત થાય છે. એટલે જ માગશર મહિનાના કસને ચોમાસાના વરસાદના ધોરી દિવસો માટે મુખ્ય ગણવામાં આવે છે.

મિત્રો દેશી વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ મુખ્યત્વે માગશર મહિનામાં અંજવાળીયા પક્ષમાં બનતા કસ કાતરા જ્યારે ચોમાસાના દિવસોમાં પરિપક્વ બને છે. ત્યારે આ દિવસોમાં બનતા ગર્ભનો વરસાદ ચોમાસામાં સાર્વત્રિક વરસાદના રૂપે જોવા મળે છે. માગશર મહિનાનું હવામાન મુજબ અંજવાળીયા પક્ષમાં બનતા ગર્ભનો વરસાદ ચોમાસામાં ભારેથી અતિ ભારે વરસાદના સંયોગ ઉભા કરે છે. અને આવું આપણે પાછલા ઘણા વર્ષોમાં પણ અનુભવ્યું છે.

માગશર મહિનામાં જેટલી ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળે એટલું આવનારું ચોમાસું ટનાટન રહી શકે. કેમ કે જો ઠંડીના દિવસો દરમિયાન માગશર મહિનામાં બનતા ગર્ભનો વરસાદ ચોમાસાના દિવસો દરમિયાન અચૂક રીતે જોવા મળે છે. એક માન્યતા મુજબ માગશર મહિનાનું હવામાન મુજબ માગશર મહિનામાં બનેલો ગર્ભ બન્યા બાદ સાડા સાત મહિને તેનો વરસાદ ચોમાસાના દિવસો દરમિયાન જોવા મળતો હોય છે.

માગશર મહિનાનું હવામાન

દેશી વિજ્ઞાન મુજબ મિત્રો માગશર મહિનાના મોટા ભાગના દિવસો દરમિયાન પવનનું જોર વધુ રહે તેટલું આવનારું ચોમાસું મજબૂત આવે છે. એટલે કે આવનારું ચોમાસું સફળ રહેશે. માગશર મહિનાના દિવસો દરમિયાન ઈશાન ખૂણાનો પવન ફૂલ સ્પીડે ફૂંકાતો હોય તો, તે આવનારા ચોમાસા માટે સારી નિશાની ગણાય. ટૂંકમાં મિત્રો માગશર મહિનાનું હવામાન મુજબ માગશર મહિનામાં રોયાળ પવનની ઉપસ્થિતિ હોય તો, તે આવનારા ચોમાસા માટે ફાયદા રૂપ ગણી શકાય.

માગશર મહિનાના દિવસો દરમિયાન બનતા ગર્ભ દરમિયાન જો વધુ પડતો વહેલી સવારે ઠાર અથવા તો ઝાકળ બિંદુ જોવા મળે તો, તે ગર્ભ નિષ્ફળ જાય છે. એટલે આ વાતનો પણ ખાસ અભ્યાસ કરવો. મિત્રો માગશર મહિનામાં જ્યારે જ્યારે આકાશમાં ગર્ભનું નિર્માણ થાય છે, ત્યારે ઝાકડ જો આવે તો, તે નિશાની સારી ગણાતી નથી. એટલે માગશર મહિનામાં જો ઝાકળના રાઉન્ડ વધુ જોવા ન મળે તો, આવનારું ચોમાસું સફળ રહે.

મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ માગશર મહિનાનું હવામાન પ્રમાણે જે જે દિવસે માગશર મહિનાના દિવસો દરમિયાન ગર્ભનું નિર્માણ થાય છે, ત્યારે આકાશની સ્થિતિનો ખાસ અભ્યાસ કરવો. જયારે ગર્ભ આકાશમાં જે દિવસે બનતો હોય તે દિવસે આકાશ જો લાલાશ પડતું એટલે કે રક્તવર્ણુ દેખાય તો, તે ગર્ભનો વરસાદ ચોમાસાના દિવસો દરમિયાન ક્યારેય નિષ્ફળ થતો નથી આ વાત લખી લેવી.

એક દેશી વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ માગશર મહિનામાં જ્યારે ગર્ભ બને છે, ત્યારે જો આકાશમાં કસ તેમજ લિસોટાનો ગર્ભ બને તો, તે આવનારા ચોમાસા માટે સારી નિશાની ગણાય છે. પરંતુ જો માગશર મહિનાનો ગર્ભ વાદળના આધાર ઉપર બનતો હોય તો, તે આવનારા ચોમાસામાં મધ્યમ ફળ આપે છે. એટલે કે આ પ્રકારનો ગર્ભ સાધારણ ગર્ભ ગણી શકાય.

મિત્રો માગશર મહિનાના દિવસોનો ખાસ અભ્યાસ કરવો. ઉપર જણાવેલી તમામ બાબતોનું ખાસ અવલોકન માગશર મહિનાના દિવસો દરમિયાન કરવું. જો માગશર મહિનાનું હવામાન કેવું જોવા મળે તો, આવનારા ચોમાસાના દિવસો દરમિયાન આવતીકાલનું હવામાન કેવું રહી શકે? એ અંગે એક દેશી વિજ્ઞાનના સિદ્ધાંતો મુજબ આપણે સ્થિતિ નું ચિત્ર કેવું રહી શકે છે? એ અંગેનું એક અનુમાન મેળવી શકાય.

ભડલી વાક્યો ના સિદ્ધાંત મુજબ માગશર મહિનાનું હવામાન પ્રમાણે માગશર સુદ આઠમના દિવસે અથવા તો રાત્રે વાદળ અથવા તો વીજળી થાય તો, મિત્રો શ્રાવણ મહિનો વરસાદથી ભરપૂર રહેશે. આ વાત લખી લેવી કેમ કે આ વિધાન ભડલી વાક્યમાં જોવા મળી રહ્યું છે. એટલે જ મિત્રો માગશર સુદ આઠમના દિવસનું ખાસ અવલોકન કરવું.

માગશર મહિનાનું હવામાન મુજબ નક્ષત્ર અંગેની વાત કરીએ તો, મિત્રો માગશર મહિનામાં સૂર્ય નક્ષત્ર જેટલું તપે તેટલું સારું ગણવામાં આવ્યું છે. અને આ ઉપરાંત પણ માગશર મહિનામાં મૂળ નક્ષત્ર તપે તો, અતિ ઉત્તમ ગણી શકાય. કેમ કે જો આવી સ્થિતિનું સર્જન થાય તો, ચોમાસું વરસાદથી ખૂબ જ જામે છે. નદીનાળા છલકાય છે અને સાથે સાથે ખેતીના પાકોનું ઉત્પાદન પણ ખૂબ જ સારું આવે છે. એટલે આ વાતનો ખાસ અભ્યાસ કરવો.

આવનારું ચોમાસું કેવું રહેશે? એ અંતર્ગત દર વર્ષે માગશર મહિનાનું હવામાન અંગે ખાસ અભ્યાસ કરવો. જેમકે આ વર્ષે ઉપર જણાવેલી બાબત મુજબ જો માગશર મહિનાના દિવસોનો અભ્યાસ કર્યો હોય તો, ચોમાસું 2024 કેવું રહી શકે? એ અંગે એક અનુમાન લગાવી શકાય છે. કેમકે આ બધી વાત પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહી છે.

નોંધ : મિત્રો માગશર મહિનાનું હવામાન અંતર્ગત ઉપર જણાવવામાં આવેલી તમામ વાત એ Weather Tv વેબસાઈટની પર્સનલ વાત નથી. પરંતુ આ બધી માહિતી પ્રાચીન વર્ષા વિજ્ઞાન તેમ જ ભડલી વાક્યોના આધારે અહીં માત્ર રજૂ કરવામાં આવી છે. આ વાતનો ખાસ ખ્યાલ રાખવો.

આપણે આગલી ઘણી બધી પોસ્ટમાં દરેક મહિનાનું હવામાન કેવું રહે? તો ચોમાસામાં તેની અસર કેવી જોવા મળે મળે છે. એ અંગેની વિસ્તૃત માહિતી આપણે દરેક મહિનાનું હવામાન સંબંધિત માહિતી રજૂ કરી છે. જેમ કે મહા મહિનાનું હવામાન, ફાગણ મહિનાનું હવામાન, ચૈત્ર મહિનાનું હવામાન, અષાઢ મહિનાનું હવામાન, શ્રાવણ મહિનાનું હવામાન એ સંબંધિત દરેક પોસ્ટ વાંચી લેવી.

error: Content is protected !!