Weather Tv

આવતીકાલનું હવામાન

આવતીકાલનું હવામાન : Weather tomorrow

Table of Contents

આજના સમયમાં હવામાનનો વિષય ખૂબ જ ગહન છે. જોકે અત્યારના સાયન્સના સમયમાં હવામાનની માહિતી મેળવવી ખૂબ જ સરળ બની છે. તો મિત્રો આજની આ રસપ્રદ પોસ્ટમાં આવતીકાલનું હવામાન કેવું જોવા મળી શકે? એ અંતર્ગત મહત્વની વાત આ પોસ્ટના માધ્યમથી રજૂ કરશું.

આવતીકાલનું હવામાન કેવું

આવતીકાલનું હવામાન કેવું રહી શકે? એ અંતર્ગત આ પોસ્ટમાં અર્વાચીન સાયન્સના મોડલોની સાથે સાથે પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંતોમાં કેવી વાત જોવા મળી છે? આ બંને વિષય ઉપર વિસ્તારથી માહિતી મેળવવાની કોશિશ કરશું. જે તમને ખૂબ જ ઉપયોગી બનશે.

આવતીકાલનું હવામાન

મિત્રો આવતીકાલનું હવામાન કેવું રહેશે એ અંતર્ગત હવામાનના મોડલ અંગેની વાત કરીએ તો, મિત્રો હવામાનના મોડલના અભ્યાસ ઉપરથી સચોટ એક તારણ કાઢી શકાય છે. કે આવતીકાલનું હવામાન કેવું રહેશે? હવામાનના મોડલો દર 3 કલાક તો અમુક મોડલો દર 6 કલાકે નિયમિત અપડેટ થતા હોય છે. મિત્રો આ હવામાનના ચિત્રો પરથી આવતીકાલનું હવામાન કેવું રહેશે? તેનો એક સચોટ સંકેત મળી જતો હોય છે.

મુખ્યત્વે GFS મોડલ એટલે કે આપણે ગ્લોબલ મોડલના નામથી પણ ઓળખીએ છીએ. મિત્રો વરસાદની ટૂંકા ગાળાની પરિસ્થિતિ જોવા માટે ગ્લોબલ મોડલ બેસ્ટ ગણી શકાય. કેમ કે આ મોડલમાં જોવા મળતી અપડેટ લગભગ 90% સત્યની આજુબાજુ જોવા મળતી હોય છે. એટલે જ આવતીકાલનું હવામાન અંતર્ગત ગ્લોબલ મોડલનો અભ્યાસ આ અંગે બેસ્ટ રહી શકે છે.

હવામાન આગાહી

તો યુરો મોડલ પણ હવામાનની આગાહી કરવામાં બાજી મારી જતું હોય છે. લાંબા ગાળાની અપડેટ જોવા માટે યુરોપિયન મોડલને બેસ્ટ ગણી શકાય. મિત્રો યુરો મોડલ દરિયાની મોટી સિસ્ટમના ટ્રેક અંગેના સચોટ ચિત્રો પ્રદાન કરે છે. જ્યારે જ્યારે દરિયામાં કોઈ મોટું વાવાઝોડું બન્યું હોય, ત્યારે યુરો મોડલના માધ્યમથી આ વાવાઝોડું પોતાનો ટ્રેક ક્યો લઈ શકે? એ અંગેનું એક સચોટ અનુમાન સામે લાવે છે.

હવામાનના મોડલના સહારે આવતીકાલનું હવામાન કેવું રહી શકે છે. આવતીકાલે કયા વિસ્તારમાં વરસાદની શક્યતા સૌથી વધુ રહેશે? આવતીકાલે કયા વિસ્તારોમાં પવનનું જોર કેવું રહી શકે? આવતીકાલે કયા વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચો જોવા મળી શકે? આવા બધા હવામાનના ફેરફારોને હવામાનના મોડલના માધ્યમથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાનના ચિન્હો મુજબ પણ આવતીકાલનું હવામાન કેવું રહી શકે છે. એ બાબતે અસંખ્ય વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો મિત્રો આ પોસ્ટમાં પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંતોની પણ થોડીક વાત કરી લઈએ. જે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે.

પ્રાચીન વર્ષા વિજ્ઞાન આગાહી

મિત્રો દેશી વિજ્ઞાન મુજબ સરિ-સૂર્પ વર્ગના જીવ જંતુઓ જમીન છોડીને વધુ ઊંચાઈએ જતા જોવા મળે તો, આવતીકાલનું હવામાન વરસાદથી ભરપૂર હશે. એટલે કે આવનારા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. આવી એક લોકવાયકા પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહી છે.

તો એક બીજી લોકવાયકા મુજબ બપૈયો પક્ષી રાત્રિના ચોથા પ્રહરમાં બોલતો જણાય તો, આવતીકાલનું હવામાન વરસાદી બનશે. બપૈયો પક્ષી જ્યારે રાત્રિના ચોથા પ્રહારમાં બોલતો જણાય તો, તે સમયથી 3 દિવસ અથવા તો 3 ઘડીમાં તે વિસ્તારમાં ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે.

મિત્રો ચોમાસું દિવસો દરમિયાન જો નૈઋત્ય ખુણામાંથી સતત ધીરો ધીરો પવન ફૂંકાતો જોવા મળે તો, આવતીકાલનું હવામાન વરસાદી બનશે. કેમ કે નૈઋત્ય ખૂણાના એકધારા પવનથી તે વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડની સંભાવના ગણી શકાય.

મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ દેવચકલી જો, ધૂળમાં સ્નાન કરતી જણાય તો, આવનારા દિવસોમાં વરસાદ જમાવટ કરશે. એટલે કે આવતીકાલનું હવામાન વરસાદથી ભરપુર જોવા મળી શકે. એટલે જ આ વાતનું ખાસ અવલોકન કરવું. કેમ કે આ લોકવાયકા પણ ખૂબ જ પ્રચલિત છે.

ચોમાસાના દિવસો દરમ્યાન બપોરની આસપાસ વાદળા જ્યારે બનતા હોય, ત્યારે જો વાદળોનો રંગ ત્રાંબાના રંગ જેવો જણાય અને આકાશ જો રક્ત વર્ણ કલરનું જોવા મળે તો, આવતીકાલનું હવામાન વરસાદથી ભરચક રહેશે. આ બાબતે કોઈ શંકા કરવી નહીં.

મિત્રો ભડલી વાક્ય મુજબ સૂર્યોદય સમયે જો પશ્ચિમ દિશામાં મેઘ ધનુષ્ય જણાય તો આવનારા દિવસોમાં વરસાદનો એક ભારે થઈને અતિ ભારે રાઉન્ડ જોવા મળી શકે છે. કેમકે આ વિધાન ભડલી વાક્યોમાં જોવા મળી રહ્યું છે. એટલે જો સૂર્યોદય સમયે પશ્ચિમમાં મેઘ ધનુષ્ય જણાય તો, આવનારા દિવસોનું હવામાન વરસાદી બનશે.

એક બીજી વાત મુજબ ચૈત્ર મહિનાના દિવસો દરમિયાન હવામાન બને તેટલું સ્વચ્છ જોવા મળે, અને સાથે સાથે ગરમીનો માહોલ પણ ભયંકર જોવા મળે તો, ચોમાસા દરમિયાન વરસાદના મોટા-મોટા રાઉન્ડ જોવા મળશે. આ વાત પણ લખી લેવી.

આવનારું ચોમાસું કેવું રહેશે? અને આવનારા દિવસોમાં વરસાદનું પ્રમાણ કેવું રહેશે? એ અંતર્ગત ભડલી વાક્યમાં ધણા બધા વિધાનો રજૂ કરવામાં આવ્યા છે. એટલે જ ઉપર આપેલી ભડલી વાક્યની લીંક પરથી ભડલી વાક્યના સિદ્ધાંતોની માહિતી પણ જરૂરથી વાંચી લેવી. જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

તો મિત્રો આધુનિક વિજ્ઞાનની સાથે સાથે પ્રાચીન વર્ષા વિજ્ઞાનની દરેક હવામાનની માહિતી નિયમિત મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો. બધા જ મિત્રોનો ખુબ ખુબ આભાર.

WhatsApp
Facebook
Telegram

Related Posts

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અતિવૃષ્ટિ

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર : અતિવૃષ્ટિનો માહોલ

મિત્રો આ વર્ષનું ચોમાસું વિચિત્ર રીતે પસાર થઈ રહ્યું છે. જૂન મહિનામાં વરસાદની એક્ટિવિટી ખૂબ જ ઓછી જોવા મળી પરંતુ જૂન મહિનાના અંતિમ દિવસોથી શરૂ

Read More »
બહોળું સર્ક્યુલેશન સાર્વત્રિક વરસાદ

બહોળું સર્ક્યુલેશન : સાર્વત્રિક વરસાદનો લાંબો રાઉન્ડ

આ વર્ષે જૂન મહિનામાં મુખ્યત્વે ખંડવૃષ્ટિનો માહોલ જોવા મળ્યો છે. આજની તારીખની સ્થિતિએ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ વરસાદથી ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે.

Read More »
આવતીકાલનું હવામાન કેવું

આવતીકાલનું હવામાન કેવું : ગુજરાતમાં વરસાદની મોટી આગાહી

ગુજરાતના ખેડૂતો માટે સારા દિવસો આવી રહ્યા છે. ચોમાસું 2024 ગુજરાતના બારણે ટકોરા મારી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે આજની આ મહત્વની પોસ્ટમાં આવતીકાલનું હવામાન

Read More »

Recent Posts​

Follow US

error: Content is protected !!