મેઘ તાંડવ આગાહી : ચોમાસું ભુક્કા કાઢશે

ગુજરાતમાં ઉનાળાની જમાવટ સારી એવી જોવા મળી રહી છે. જે ઋતુનું વ્યવસ્થિત બંધારણ ગણી શકાય. એટલે કે ઋતુ આ વર્ષે બેલેન્સમાં છે એવું સામાન્ય રીતે ગણી શકાય. મિત્રો ચોમાસું 2024 ધીરે ધીરે નજીક આવી રહ્યું છે. આવા તબક્કામાં આ વર્ષે મેઘ તાંડવ આગાહી સંબંધિત મહત્વની વાત આ પોસ્ટના માધ્યમથી રજૂ કરશું.

ગુજરાતનું ચોમાસું વૈવિધ્ય ધરાવતું દર વર્ષે જોવા મળે છે. મોટેભાગે દર વર્ષે ગુજરાતના અમુક વિસ્તારોમાં રીતસરનું મેઘ તાંડવ જોવા મળતું હોય છે. તો જ્યારે અમુક અમુક વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટી ચોમાસા દરમિયાન ખૂબ જ ઓછી જોવા મળતી હોય છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે વિસાવદર પંથક તેમજ ગીર પંથકમાં દર વર્ષે મેઘ તાંડવ અવારનવાર જોવા મળતું હોય છે. જેની કમ્પેરમાં બાકીના વિસ્તારોમાં વરસાદ ઓછો જોવા મળતો હોય છે.

Heavy Rain 2024

મિત્રો આજની આ મેઘ તાંડવ લક્ષી મહત્વની પોસ્ટમાં ચોમાસું 2024 દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. કયા કારણોસર આ વર્ષનું ચોમાસું ભુક્કા કાઢશે એ સંબંધિત આપણે આધુનિક વિજ્ઞાનની વાત સાથે પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંતને લઈને દર વર્ષે જે જે લોક વાયકારૂપી અમુક પ્રથાઓ ગુજરાતમાં જોવા મળતી હોય છે, એ મુજબ દરેક માહિતી ડીપમાં મેળવવાની કોશિશ કરશું.

પ્રથમ જે લોકવાયકા સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં જોવા મળી રહી છે. એ અંગેની વાત કરીએ તો, રક્ષાબંધનને દિવસે સૌરાષ્ટ્રના અમુક ગામડાઓમાં આવનારા ચોમાસાને લઈ અને એક પ્રથા વર્ષોથી પ્રચલિત છે. જે મુજબ ગયા વર્ષે થયેલી આ અનોખી પ્રથાને અનુસંધાને આ વર્ષે ઓગસ્ટ તેમજ સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં મેઘ તાંડવ જોવા મળશે. મિત્રો આ પ્રથા શું છે? અને આ કેવી રીતે કરવામાં આવે છે, એ અંગેની માહિતી મેળવીએ.

રક્ષાબંધનને દિવસે બપોર બાદ સૌરાષ્ટ્રના અમુક અમુક ગામડાઓમાં એક દોડની રેસ લગાવવામાં આવે છે. જેમાં નાના નાના ચાર બાળકોને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ચાર ચિઠ્ઠી ઉછાળવામાં આવે છે, જેમાં દરેક ચિઠ્ઠીમાં જેઠ, અષાઢ, શ્રાવણ તેમજ ભાદરવો આમ ચાર નામ આપવામાં આવે છે. ત્યારબાદ ચારેય નાના બાળકોને સ્નાન કરાવીને એક એક ચિઠ્ઠી પોતાની રીતે પસંદ કરાવે છે. જેની અંદર ચોમાસું ચારેય મહિનાઓના નામનો ઉલ્લેખ હોય છે. ત્યારબાદ જે બાળકના હાથમાં જે ચિઠ્ઠી આવે છે, તે બાળકને ચીઠ્ઠી મુજબ નામ આપવામાં આવે છે. જેમ કે જેઠ, અષાઢ, શ્રાવણ ભાદરવો એમ નામાકરણ કરવામાં આવે છે.

મેઘ તાંડવ મોટી આગાહી

મિત્રો નામાકરણ થયા બાદ ચારેય બાળકોને એકાદ કિલોમીટર દૂર લઈ જવામાં આવે છે. ત્યારબાદ એક રેસની શરૂઆત કરવામાં આવે છે. જે દોડની આ રેસમાં સર્વપ્રથમ જે મહિનો આવે છે, તે મહિનામાં આવતા વર્ષે રીતસરનું મેઘ તાંડવ જોવા મળે છે. મિત્રો આ પ્રાચીન પ્રથા દર વર્ષે લગભગ સત્યની બાજુમાં રહેતી હોય છે. તો ગયા વર્ષે થયેલી પ્રથા મુજબ આ વર્ષે એટલે કે ચોમાસું 2024 દરમિયાન અષાઢ તેમજ ભાદરવા મહિનાના દિવસો દરમ્યાન રીતસરનું મેઘ તાંડવ જોવા મળશે. કેમકે ગયા વર્ષે અષાઢ મહિનો પ્રથમ આવ્યો હતો અને ત્યારબાદ ભાદરવો મહિનો આવ્યો હતો.

ટૂંકમાં મિત્રો વર્ષ 2024 દરમિયાન અષાઢ મહિનાના દિવસો દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં મેઘ તાંડવ જોવા મળશે. જ્યારે ચોમાસું ઉતરવાની કક્ષામાં એટલે કે ભાદરવા મહિનાના દિવસોમાં પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં રીતસરનું મેઘ તાંડવ જોવા મળી શકે. મિત્રો આ કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી. પરંતુ સૌરાષ્ટ્રના અમુક અમુક ગામડાઓમાં જે દર વર્ષે લોકવાયકા રૂપી પ્રથા થાય છે, તેનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. આ પ્રથાની માહિતી Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. મિત્રો આ પ્રયોગ ખાસ કરીને જામનગર જિલ્લાના ઘણા ગામડાઓમાં દર વર્ષે જોવા મળે છે.

ચોમાસું 2024 ભુક્કા કાઢશે

બીજી તરફ શિયાળામાં બનેલા ગર્ભ અંગેની વાત કરીએ તો, આ વર્ષે શિયાળાની શરૂઆત તેમજ શિયાળાની પાછલી રિંગમાં કસ કાતરાનું વર્ચસ્વ વધારે જોવા મળ્યું હતું. એ મુજબ પણ ચોમાસું 2024 દરમિયાન ચોમાસાની એન્ટ્રી મેઘ તાંડવ લક્ષી થઈ શકે છે. જ્યારે ચોમાસાની વિદાયના સમયગાળા દરમિયાન પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ચોમાસું ભુક્કા કાઢી શકે છે. હોળી ઉપર પલાળેલા ચણાનો પ્રયોગ અંગેનું વિધાન જોઈએ તો, આ વર્ષે શ્રાવણ મહિનામાં વરસાદની ઘટ જોવા મળી શકે. જ્યારે બાકીના ચોમાસું મહિનાઓમાં ઘણા વિસ્તારોમાં મેઘ તાંડવ રૂપી દ્રશ્યો સામે આવી શકે છે.

આધુનિક વિજ્ઞાનના હવામાન અંગેના લાંબાગાળાના પેરામિટરો અંગેની થોડીક માહિતી મેળવીએ તો, વર્ષ 2024 ના ચોમાસા દરમિયાન બંગાળની ખાડી તેમજ અરબ સાગરમાં સક્રિય ચોમાસું રૂપી હવામાન જોવા મળશે. કેમકે આ વર્ષે ઇન્ડિયન ઓશન ડાયપોલ એક સારા ચોમાસાની તરફેણમાં જોવા મળી રહ્યો છે. જ્યારે નીનો ઇન્ડેક્સ પણ ભારતના ચોમાસા માટે એક સારું ચિત્ર બનાવી રહ્યો છે. એટલે આ વર્ષે ભારતના ચોમાસામાં અલ નીનો પ્રભાવ બતાવશે નહીં. જે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર ગણી શકાય.

ચોમાસું 2024

જૂન મહિનાનું હવામાન સંબંધિત એક લાંબાગાળાનું પ્રેડીક્શન મેળવ્યે તો, મિત્રો ખાસ કરીને ગુજરાતમાં 10 જૂનથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસું 2024 ની શાનદાર એન્ટ્રી અમુક અમુક વિસ્તારોમાં જોવા મળી શકે. જેમાં મહારાષ્ટ્ર લાગ ના વિસ્તારોમાં ચોમાસું 10 જૂનથી 15 જૂનની વચ્ચે એન્ટર થાય એવી પ્રબળ સંભાવના ગણી શકાય. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 15 જૂનથી 20 જૂનની વચ્ચે ચોમાસાનું શાનદાર આગમન થઈ શકે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના અમુક અમુક વિસ્તારોમાં શરૂઆતમાં જ મેઘ તાંડવ જમાવટ કરે તેવા દ્રશ્યો સામે આવી શકે છે.

મિત્રો હવામાન અંગેની લાંબાગાળાની પરિસ્થિતિ મુજબ અરબ સાગરની માહિતી મેળવીએ તો, આ વર્ષે ચોમાસાની શરૂઆતની આસપાસ અરબ સાગરમાં વાવાઝોડું જેવી શક્તિશાળી સિસ્ટમ જોવા મળે એવી હાલ સંભાવના હાલ 50 થી 60% જેટલી ગણી શકાય. કેમ કે જ્યારે જ્યારે અરબ સાગરમાં ચોમાસાની પધરામણી થતી હોય છે, ત્યારે ત્યારે અરબ સાગરમાં પવનોની ગતિ ખૂબ જ અસ્થિર જોવા મળતી હોય છે. આવી પરિસ્થિતિઓ વચ્ચે સામાન્ય રીતે મધ્ય અરબ સાગરમાં વાવાઝોડું આકાર લેતું હોય છે.

જ્યારે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે ત્યારે કાંઠાના વિસ્તારોમાં દર વર્ષે મેઘ તાંડવ જોવા મળતું હોય છે. આ વાવાઝોડું બન્યા બાદ કઈ દિશા તરફ ફંટાતું હોય છે, તેના પર ચોમાસું ગુજરાતમાં વહેલું આવશે કે મોડું આવશે? તેનો આધાર રહેતો હોય છે. વાવાઝોડું બન્યા બાદ વાવાઝોડું કઈ દિશા તરફ ફંટાશે? એ અંગેની માહિતી પણ વાવાઝોડું લાઈવ લોકેશન આ પોસ્ટમાં આપણે વ્યવસ્થિત રીતે વાત કરેલી છે.

તો મિત્રો ચોમાસું 2024 સંબંધિત હવામાનની દરેક અપડેટની સાથે સાથે ગુજરાતના કયા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન વરસાદની સંભાવના રહેશે? એ અંગેની માહિતી આપણે રેગ્યુલર રીતે Weather Tv વેબસાઈટના માધ્યમથી રજૂ કરીએ છીએ. તો હવામાનની દરેક અપડેટ રેગ્યુલર મેળવવા માટે અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો ખુબ ખુબ આભાર.

error: Content is protected !!