પલાળેલા ચણાનો પ્રયોગ : ચોમાસું 2024 ટનાટન

ઉતાસણીનો તહેવાર એટલે આવનારૂ ચોમાસું અંગે વર્તારો કાઢવાનો મહત્વનો દિવસ ગણાય. આપણે હોળીના પવનને આધારે આવનારું ચોમાસું કેવું રહે એ અંગે વર્ષોથી અનુમાન કરતા આવ્યા છીએ. એ જ રીતે મિત્રો ઉતાસણીની સાંજે પલાળેલા ચણાનો પ્રયોગ ખૂબ જ પ્રચલિત છે.

પલાળેલા ચણાનો પ્રયોગ શું છે? ઉતાસણીની સાંજે પલાળેલા ચણાનો પ્રયોગ કેવી રીતે કરવામાં આવે છે? અને પલાળેલા ચણાના પ્રયોગ ઉપરથી ચોમાસામાં ચારેય મહિનામાં વરસાદનું પ્રમાણ કેવું રહે? એ અંગેની મહત્વની વાત આ પોસ્ટની માધ્યમથી કરશું.

મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાન મુજબ હોળીની સાંજે એક સરખી સાઇઝના ચાર ચણા લેવામાં આવે છે. ત્યારબાદ આ ચારેય ચણાને જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો એમ ચાર નામ આપવામાં આવે છે. આ ચણાને હોળીની સાંજે અલગ અલગ પોટલી બાંધી અને પલાળવામાં આવે છે.

મિત્રો ત્યારબાદ વહેલી સવારે એક ખાસ અનુમાન કરવામાં આવે છે. પલાળેલા ચણાનો પ્રયોગ મુજબ જે ચણામાં વધુ ભેજ ચડ્યો હોય એટલે કે જે ચણાની સાઈઝ સૌથી વધુ જોવા મળે, તે મહિનામાં વરસાદનું પ્રમાણ સારું એવું ચોમાસા દરમિયાન જોવા મળે છે. પલાળેલા ચણાનો પ્રયોગ મુજબ જે ચણામાં ભેજનું પ્રમાણ વધુ રહે તે ચણાની સાઈઝ મોટી જોવા મળે છે.

પલાળેલા ચણાનો પ્રયોગ

આ વર્ષે કરેલા પ્રયોગ મુજબ માહિતી મેળવીએ તો, જેઠ મહિનાના ચણાએ સારો એવો ભેજ જણાતા જેઠ મહિનામાં વાવણી લાયક વરસાદની સાથે જેઠ મહિના દિવસો દરમિયાન વરસાદના રાઉન્ડ સારા જોવા મળી શકે. ટૂંકમાં મિત્રો જેઠ મહિનાના દિવસો દરમિયાન રાજ્યમાં વરસાદની સંભાવના સારી એવી આ વર્ષે જોવા મળી રહી છે.

અષાઢ મહિના દિવસો દરમ્યાન પલાળેલા ચણાનો પ્રયોગ મુજબ અષાઢ મહિનાના ચણામાં પણ સારો એવો ભેજ જોવા મળતા ચણાની સાઈઝ સારી એવી મોટી જોવા મળી હતી. એ મુજબ અષાઢ મહિનામાં પણ વરસાદની સંભાવના સારી એવી ગણી શકાય. સામાન્ય રીતે અષાઢ મહિનામાં દર વર્ષે લગભગ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના ઊભી થતી હોય છે અને સાથે સાથે અષાઢ મહિનાનું હવામાન પણ હંમેશા વરસાદ મય જણાતું હોય છે.

જ્યારે શ્રાવણ મહિનાના ચણાએ ભેજની માત્રા યોગ્ય ગ્રહણ કરી નથી. જેથી શ્રાવણ મહિનામાં ખંડ વૃષ્ટિનું પ્રમાણ રહી શકે. તો કોઈ કોઈ વિસ્તારોમાં આ ચિત્ર મુજબ વરસાદની સંભાવના ખૂબ જ ઓછી રહી શકે. ટૂંકમાં આ વર્ષે મિત્રો પલાળેલા ચણાનો પ્રયોગ મુજબ શ્રાવણ મહિનામાં વાયરુ પણ જોવા મળી શકે છે.

ભાદરવા મહિનાના ચણાએ પણ વિપુલ માત્રામાં ભેજ ગ્રહણ કરેલો હોવાથી ભાદરવા મહિનામાં પણ વરસાદની સંભાવના ભરપૂર રહી શકે. પલાળેલા ચણાનો પ્રયોગ મુજબ આ વર્ષે ભાદરવા મહિનામાં તોફાની વરસાદની સંભાવના ઉભી થાય એવું એક અનુમાન લગાવી શકાય. કેમકે ભાદરવા મહિનાના ચણાની સાઈઝ સારી એવી મોટી આ પ્રયોગમાં જોવા મળી છે.

છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વનું હવામાન મોટે પાયે બદલાયેલું જોવા મળી રહ્યું છે. તેથી ક્યારેક ક્યારેક દેશી વિજ્ઞાનના સમીકરણો ઉભા રહેતા નથી. છતાં પણ આ પલાળેલા ચણાનો પ્રયોગ ગુજરાતના ખેડૂતો ઘણા વર્ષોથી કરતા આવ્યા છે. એ મુજબ આ વર્ષના ચોમાસાનું એકમાત્ર અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

ચોમાસું 2024

ટૂંકમાં મિત્રો આ વર્ષના પલાળેલા ચણાનો પ્રયોગ મુજબ આ વર્ષનું ચોમાસું 2024 સારું રહી શકે. તો શ્રાવણ મહિનામાં વરસાદની માત્રા કંઈક અંશે ઓછી રહી શકે. જોકે જેઠ, અષાઢ અને ભાદરવા મહિનામાં વરસાદની સારી સંભાવના આ પ્રયોગમાં જોવા મળતી હોવાથી આ વર્ષનું ચોમાસું ખૂબ જ સારું રહી શકે.

હવામાન અંગેના લાંબા ગાળાની પરિસ્થિતિનું એક સામાન્ય અનુમાન મેળવીએ તો, આ વર્ષે 2024 દરમ્યાન અલ નીનો 2024 ભારતના ચોમાસાને ખાસ પ્રભાવિત કરે એવું હાલ જણાઈ રહ્યું નથી. કેમકે ચોમાસાની શરૂઆતના તબક્કામાં જ અલ નીનો પરિબળ નાબૂદ થઈ જશે અને નીનો ઇન્ડેક્સ નેચરલ ફેસ આવી જશે. જે ભારતના ચોમાસા માટે ખૂબ જ સારા સમાચાર ગણી શકાય.

તો બીજી તરફ ઇન્ડિયન ઓશન ડાયપોલ પણ ભારતના સારા ચોમાસાની તરફેણમાં જોવા મળશે. મિત્રો એપ્રિલ મહિનાથી ઇન્ડિયન ઓશન ડાયપોલ ધીરે ધીરે પોઝિટીવ ફેસ તરફ ઝુકાવ કરશે. જેથી ખાસ કરીને પશ્ચિમ ભારતના ચોમાસામાં વરસાદની સારી એવી સંભાવના રહી શકે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનના વિસ્તારોમાં આ વર્ષનું ચોમાસું 2024 ટકાટક રહી શકે.

હાલ આ વર્ષનું એક અત્યાર સુધીનું એનાલિસિસ કરીએ તો, મિત્રો દેશી વિજ્ઞાન તેમજ આધુનિક વિજ્ઞાનના બંને વિભાગના પરિબળ મુજબ આ વર્ષનું ચોમાસું ગુજરાત માટે ખૂબ જ સારું એવું રહી શકે છે. ગુજરાતમાં જે સામાન્ય વરસાદ દર વર્ષે જોવા મળતો હોય છે તેના કરતાં પણ અમુક પર્સન્ટ પ્લસ વરસાદ આ વર્ષના ચોમાસામાં જોવા મળી શકે.

મિત્રો આ વર્ષના ચોમાસામાં કસ કાતરાનું પણ સારું એવું પ્રમાણ જોવા મળ્યું છે. અને સાથે સાથે વર્ષ 2024ના શિયાળા દરમિયાન ઝાકળ વરસાદનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું જોવા મળ્યું છે. એ મુજબ આ વર્ષનું ચોમાસું સારું એવું ગુજરાત માટે નીવડી શકે છે. કેમ કે આવા વિધાનો પણ દેશી વિજ્ઞાનમાં જોવા મળી રહ્યા છે.

તો બીજી તરફ રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. અને ઉનાળામાં આ વર્ષે ગરમી પણ નવા નવા રેકોર્ડનું નિર્માણ કરે એવું ચિત્ર અત્યારથી જ જોવા મળી રહ્યું છે. ટૂંકમાં આ વર્ષનો ઉનાળો ગુજરાત માટે આકરો જોવા મળી શકે. ઘણા વિસ્તારોમાં હીટ વેવના એક પછી એક માહોલનું નિર્માણ આ વર્ષના ઉનાળામાં થઈ શકે.

ફાગણ મહિનાનું હવામાન બાદ ચૈત્ર મહિનાના દિવસો દરમિયાન જો ગરમીનો માહોલ સારો એવો જોવા મળે અને ચૈત્ર મહિનાના દિવસો દરમિયાન આકાશ સ્વચ્છ જોવા મળે તો, આવનારું ચોમાસું દેશી વિજ્ઞાનના વિધાનો મુજબ સારું જ રહેશે એમાં કોઈ શંકા કરવી નહીં.

ખાસ નોંધ : હોળીની રાત્રે પલાળેલા ચણાનો પ્રયોગ સંબંધિત ઉપર રજૂ કરવામાં આવેલી માહિતી એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. પરંતુ ઘણા હોળીની રાત્રે વર્ષોથી જે પ્રયોગ કરવામાં આવે છે, એ મુજબ આ વર્ષે કેવું ચિત્ર જોવા મળ્યું છે. એ અંગેની માહિતી અહીં રજૂ કરવામાં આવી છે.

error: Content is protected !!