રાજ્યમાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત રાજ્યનું હવામાન ક્યારેક ક્યારેક વાદળછાયુ પણ જોવા મળી રહ્યું છે. મિત્રો આવી પરિસ્થિતિની વચ્ચે આવનારા દિવસોમાં પ્રિ-મોન્સૂન વરસાદ ની આગાહી મુજબ રાજ્યમાં કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદની સંભાવના ઊભી થશે.
મિત્રો ભૂતકાળના વર્ષોની યાદી જોઈએ તો, એપ્રિલ મહિનાની છેલ્લી રિંગમાં અથવા તો મે મહિનામાં રાજ્યમાં પ્રિ-મોન્સૂન વરસાદ ની શરૂઆત જોવા મળતી હોય છે. એ જ રીતે મિત્રો 2023 ના વર્ષની વાત કરીએ તો, વરસાદના નક્ષત્ર 2023 ની પરિસ્થિતિને અનુસંધાને વર્ષ 2023 દરમિયાન રોહિણી તેમજ કૃતિકા નક્ષત્રના દિવસો દરમિયાન રાજ્યમાં મોટા માવઠાની સ્થિતિ ભૂતકાળમાં જોવા મળી હતી.
નક્ષત્ર 2023
વરસાદના નક્ષત્ર 2023 ના યોગ મુજબ આ વર્ષે પણ એટલે કે વર્ષ 2024 ના આવનારા દિવસોમાં ભૂતકાળની પરિસ્થિતિનું સર્જન થાય તો કોઈ નવાઈ નહીં. કેમકે હવામાનની હાલની પેટર્ન મુજબ કૃતિકા નક્ષત્રમાં રાજ્યમાં માવઠાની સંભાવના ઊભી થશે. જોકે કૃતિકા નક્ષત્ર 2024 મુજબ જો આ નક્ષત્રમાં પ્રિ-મોન્સૂન વરસાદ રાજ્યમાં જોવા મળે તો, આવનારું ચોમાસું ખૂબ જ સારું જશે. કેમ કે પ્રાચીન વર્ષા વિજ્ઞાનના નિયમો મુજબ કૃતિકા નક્ષત્રના માવઠાને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે.
પ્રિ-મોન્સૂન વરસાદ ની એક્ટિવિટી અંગેની વાત કરીએ તો, મિત્રો મોટેભાગે દક્ષિણ અરબ સાગરમાં ચોમાસાની એન્ટ્રી થયા બાદ જ્યારે વિધિવત રીતે કેરલમાં ચોમાસાનું આગમન થાય છે. ત્યાર પછી રાજ્યમાં જે વરસાદી માહોલ ઉભો થતો હોય છે, એ વરસાદી માહોલને પ્રિ-મોન્સૂન વરસાદ એક્ટિવિટી સામાન્ય માપદંડ મુજબ ગણી શકાય. મિત્રો આ સ્થિતિ આપણે માત્ર ગુજરાત રાજ્ય માટે વાત કરી રહ્યા છીએ.
પ્રિ-મોન્સૂન વરસાદ
દક્ષિણ ભારતના રાજ્યોની વાત કરીએ તો, મિત્રો 15 એપ્રિલ બાદ આંધ્ર પ્રદેશ, કેરલ, તામિલનાડુ, કર્ણાટક જેવા રાજ્યોમાં 15 એપ્રિલ બાદ જે વરસાદ નોંધાતો હોય છે. મોટે ભાગે મિત્રો મુખ્યત્વે એ વરસાદને 100% પ્રિ-મોન્સૂન વરસાદ રૂપે ગણી શકાય. કેમ કે દક્ષિણના રાજ્યોમાં ચોમાસાની શરૂઆત પહેલા પ્રિ-મોન્સૂન વરસાદની એક્ટિવિટીની શરૂઆત થઈ જતી હોય છે.
એ જ રીતે મિત્રો 5 એપ્રિલ બાદ પૂર્વ ભારતના રાજ્યો જેમાં આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ તેમજ પૂર્વત્તરના રાજ્યોમાં વરસાદની શરૂઆત મોટેભાગે બપોર બાદ જોવા મળતી હોય છે. જેમાં થન્ડર સ્ટ્રોંમ વધુ પડતું બનતું હોય છે. આ વરસાદની એક્ટિવિટીને પણ પ્રિ-મોન્સૂન વરસાદ એક્ટિવિટી તરીકે ગણી શકાય. કેમ કે પૂર્વ ભારતના રાજ્યોમાં 5 એપ્રિલ બાદ થતાં વરસાદને પ્રિ-મોન્સૂન વરસાદ ની એક્ટિવિટી ગણવામાં આવે છે.
મિત્રો મે મહિનાની શરૂઆત બાદ ગુજરાત રાજ્યનું હવામાન ધીરે ધીરે વાદળછાયું બનતું જશે. સવારના સમયમાં ભેજનું પ્રમાણ વધુ જોવા મળશે. જ્યારે રાત્રિના સમય દરમિયાન પણ ભેજનું પ્રમાણ ધીરે ધીરે મે મહિનામાં વધતું જોવા મળશે. મિત્રો મોટેભાગે અંદમાન નિકોબાર લાગુ બંગાળની ખાડીમાં 20 મેની આજુબાજુ વિધિવત રીતે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત થતી હોય છે.
આ સમયગાળા દરમિયાન કૃતિકા નક્ષત્ર તેમજ રોહિણી નક્ષત્રના દિવસો સામાન્ય રીતે જોવા મળતા હોય છે. ક્યારેક ક્યારેક કૃતિકા નક્ષત્રના સમયગાળા દરમિયાન રાજ્યમાં બપોર બાદ ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળતો હોય છે. જોકે આ વરસાદને પ્રિ-મોન્સૂન એક્ટિવિટી તરીકે ગણવામાં આવતો નથી. આ વરસાદને માવઠાના વરસાદ તરીકે ગણવામાં આવે છે. છતાં પણ કૃતિકા નક્ષત્રનું માવઠું આવનારા ચોમાસા માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે.
રોહિણી નક્ષત્ર
મિત્રો રોહિણી નક્ષત્રના દિવસો દરમિયાન રાજ્યનું હવામાન બને તેટલું ચોખ્ખું રહે તેટલું સારું ગણી શકાય. કેમ કે રોહિણી નક્ષત્રના દિવસો દરમિયાન જો છાટા છૂટી અથવા તો માવઠાનો માહોલ ઉભો થાય તો, આવનારા ચોમાસા માટે સારી નિશાની ગણવામાં આવતી નથી. રોહિણી નક્ષત્રમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો, આવનારા ચોમાસામાં તેની કેવી અસર જોવા મળે છે? એ સંબંધિત સંપૂર્ણ વાત આપણે રોહિણી નક્ષત્ર 2024 માં સ્પષ્ટ રૂપે જણાવી છે.
પ્રિ-મોન્સૂન વરસાદની એક્ટિવિટી અંગે થોડીક માહિતી મેળવીએ તો, મિત્રો જ્યારે અરબ સાગરમાં ચોમાસાની એન્ટ્રી થશે. ત્યાર બાદ મુખ્યત્વે ગુજરાત રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત જોવા મળશે. જેમાં સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજકોટ, જુનાગઢ જિલ્લામાં દર વર્ષે પ્રમોશન વરસાદની એક્ટિવિટી સક્રિય જોવા મળે છે. એ મુજબ જ ઉત્તર ગુજરાતમાં પણ રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો માહોલ સક્રિય બને છે.
લાંબા ગાળાના હવામાનના મોડલના માપદંડ મુજબ વર્ષ 2024 નું ચોમાસું ગુજરાતમાં સામાન્ય રહે એવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. કેમકે ચોમાસાને વિપરીત અસર કરતા પરિબળો આ વર્ષે સક્રિય જણાતા નથી. એ મુજબ ચોમાસું 2024 ગુજરાત માટે સામાન્ય અથવા તો સામાન્ય કરતાં પણ વધુ વરસાદ આપનારું સાબિત થાય એવું હાલ હવામાનના લાંબા ગાળાના મોડલમાં જોવા મળી રહ્યું છે.