Weather Tv

રોહિણી નક્ષત્ર 2024

રોહિણી નક્ષત્ર 2024 : ચોમાસું કેવું રહેશે

Table of Contents

મિત્રો ચોમાસું વરસાદના નક્ષત્રોમાં રોહિણી નક્ષત્રનું મહત્વ પણ અનેરું હોય છે. આજની આ મહત્વની પોસ્ટમાં રોહિણી નક્ષત્ર 2024 મુજબ ચોમાસું કેવું રહેશે? એ અંગેની મહત્વની વાત રજૂ કરશું.

ઉનાળો વિદાય લેતા વેળાના અંતિમ નક્ષત્રો ખૂબ જ મહત્વના હોય છે. જેમ કે અખાત્રીજના પવનનો અનુભવ કર્યા બાદ ચોમાસું બેસતા પહેલાના 3 નક્ષત્રો એટલે કે ગ્રીષ્મ ઋતુની છેલ્લી કક્ષાના 3 નક્ષત્રો જેમાં કૃતિકા નક્ષત્ર, રોહિણી નક્ષત્ર તેમજ ભરણી નક્ષત્ર ઉપર આવનારું ચોમાસું કેવું રહેશે? એ ચિત્ર સ્પષ્ટ બનતું હોય છે.

Rohini Nakshatra

જયારે રોહિણી નક્ષત્ર બેસતું હોય છે, ત્યારે એટલે કે સમયગાળા દરમિયાન ઋતુચક્ર કેવું હોય છે? રોહિણીના 4 પાયા દરમિયાન કેવા હવામાનનો અનુભવ થતો હોય? એ મુજબ ચોમાસાની આકૃતિ સામે આવતી હોય છે, કે આવનારા ચોમાસા દરમિયાન વરસાદનું પ્રમાણ કેવું રહેશે? એ તમામ સમીકરણો સામે આવતા હોય છે.

તો મિત્રો રોહિણી નક્ષત્રના પ્રારંભથી જ રાજ્યમાં વરસાદી માહોલની શરૂઆત ધીરે ધીરે સર્જાતી હોય છે. તો આજની આ પોસ્ટમાં રોહિણી નક્ષત્ર 2024 મુજબ આવનારું ચોમાસું કેવું રહે? એ અંગેની મહત્વની વાત કરશું.

રોહિણી નક્ષત્ર પ્રવેશ

આ વર્ષે સૂર્યનો રોહિણી નક્ષત્ર 2024 નો મંગલમય શુભ પ્રવેશ Dt : 25-05-2024 શનિવારના દિવસે થશે. આ વર્ષે રોહિણી નક્ષત્રના 15 દિવસ રહેશે. શનિવારે શુભ પ્રવેશ થતો હોવાથી વર્ષનું ફળ મધ્યમ ગણાય.

ઘણા લોકો રોહિણી નક્ષત્રને રોયણ નામથી પણ ઓળખે છે. રોહિણી નક્ષત્રના ચાર પાયા હોય છે. એટલે કે એક પાયો સાડા ત્રણ દિવસનો ગણાય. મિત્રો રોહિણી નક્ષત્ર 2024 અંતર્ગત કયા પાયામાં કેવું હવામાન રહેતો વર્ષ કેવું રહે? આવનારું ચોમાસું કેવું રહે, તે અંગેનો વર્તારો મેળવીએ.

મિત્રો જો રોહિણી નક્ષત્રના પ્રથમ પાયામાં જો છાંટા છૂટી અથવા તો વરસાદ થાય તો, તે વર્ષે પાણીની અછત ઊભી થાય. રોહિણી નક્ષત્રના બીજા પાયામાં જો વરસાદ થાય તો, બોત્તેરયું કાઢે. મતલબ ચોમાસા દરમિયાન મોટું વાયરુ ફૂંકાય.

રોહિણી નક્ષત્રના ત્રીજા પાયામાં જો વરસાદ થાય તો, ઘાસચારાની ખૂબ જ અછત સર્જાય. પરંતુ મિત્રો રોહિણી નક્ષત્રના ચોથા પાયામાં વરસાદ થાય અથવા ગાજવીજ થાય તો, ઉપરના ત્રણેય પાયામાં જે દોષો ઉદ્ભવ્યા હોય છે, તે તમામ દોષોનું ધોવાણ થાય છે. અને ચોમાસું ખૂબ જ સારું જાય.

રોહિણી નક્ષત્ર 2024 નું અવલોકન જોઈએ તો, મિત્રો રોહિણી નક્ષત્ર બેસે ત્યારે જો એકદમ ગરમીનો માહોલ જણાય, આકાશ ચોખ્ખું જણાય, અને રોહિણી નક્ષત્ર ઉતરતા જો છાંટા છૂટી અથવા તો હવામાન વાદળછાયુ બને તો, આવનારું ચોમાસું ખૂબ જ સારું સાબિત થાય છે.

વરસાદના નક્ષત્ર ની લોકવાયકા મુજબ રોહિણી નક્ષત્રના દિવસો દરમિયાન જો વધુ પડતું ગરમીનું પ્રમાણ હોય તો, તે આવનારા ચોમાસા માટે એ ખૂબ જ સારી નિશાની ગણાય છે. રોહિણી નક્ષત્ર જ્યારે બેસતું હોય ત્યારે જો ગરમીનું પ્રમાણ ઓછું હોય અને જ્યારે રોહિણી નક્ષત્રનો સમયગાળો ઉતરતો હોય ત્યારે ગરમીનું પ્રમાણ વિશેષ રૂપે જોવા મળે તો, પણ ચોમાસુંં સારું સાબિત થતું હોય છે.

રોહિણી નક્ષત્ર 2024

રોહિણી નક્ષત્ર 2024 આ વર્ષે 25 મેના રોજ બેસી રહ્યું છે. મિત્રો ભૂતકાળના વર્ષોનો ઇતિહાસ જોઈએ તો મોટેભાગે ગુજરાતમાં મે મહિનામાં એક ભયંકર હીટ વેવ જોવા મળતો હોય છે. જોકે રાજ્યનું તાપમાન જૂન મહિનાની 15 તારીખ બાદ ડ્રોપ થતું હોય છે. પરંતુ મુખ્યત્વે મે મહિનાના દિવસો દરમિયાન ભારે ગરમીનો માહોલ જોવા મળતો હોય છે.

નક્ષત્રના વિજ્ઞાન મુજબ કૃતિકા નક્ષત્ર માં જો માવઠું થાય તો, તે સારી નિશાની ગણવામાં આવે છે. કેમકે કૃતિકા નક્ષત્રના જો કોઈપણ એક પાયામાં છાંટા છૂટી અથવા તો ગાજ વીજ થાય તો, પણ આવનારું ચોમાસું જમાવટ કરતું હોય છે. પરંતુ રોહિણી નક્ષત્ર દરમિયાન આકાશ બંને તેટલું સ્વચ્છ રહે એ સારી નિશાની ગણાય છે.

રોહિણી નક્ષત્ર 2024 ની આસપાસના દિવસોમાં મોટેભાગે બંગાળની ખાડીના દક્ષિણના ભાગમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થતો હોય છે. જે ધીરે ધીરે આગળ વધીને 1 જુનની આજુબાજુ કેરળમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થતું હોય છે.

આ વર્ષે મે મહિનાની 25 મી તારીખે રોહિણી નક્ષત્ર 2024 નો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. એટલે કે સૂર્યનારાયણ ભગવાન રોહિણી નક્ષત્ર 2024 માં 25મી મેએ વિધિવત રીતે પ્રવેશ થશે. શનિવાર હોવાથી મધ્યમ ફળ ગણવામાં આવી રહ્યું છે. કેમકે આ વિધાન જ્યોતિષશાસ્ત્રમાં વર્ણાવેલું છે.

મોટે ભાગે રોહિણી નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન અરબ સાગરમાં ક્યારેક ક્યારેક ભારે વરસાદની સિસ્ટમ આકાર લેતી હોય છે. કેમકે 15મી મેથી 30 મેની દિવસો દરમિયાન બંગાળની ખાડી અથવા તો અરબ સાગરમાં ક્યારેક ક્યારેક વાવાઝોડું પણ આકાર લેતું હોય છે. જો આ વાવાઝોડું ગુજરાત અથવા તો મહારાષ્ટ્ર તરફ ફંટાય તો, ખાસ કરીને ગુજરાતના ચોમાસાને કોઈ વિપરીત અસર થતી હોતી નથી.

ચોમાસું કેવું રહે

પરંતું મિત્રો રોહિણી નક્ષત્રના સમયગાળા દરમિયાન અરબ સાગરમાં ઉદ્ભવેલી કોઈ મોટી સિસ્ટમ અરેબિયન કન્ટ્રી તરફ ફંટાય તો, મોટેભાગે અરબ સાગરમાં ડેવલપ થયેલા ભેજને પણ આ મોટી સિસ્ટમ પોતાની સાથે ખેંચી જાય છે. અને ગુજરાતમાં ચોમાસાના આગમન માટે એક અવરોધ રૂપ સમીકરણો બનતા હોય છે.

મિત્રો ભૂતકાળના અમુક વર્ષોની યાદી જોઈએ તો, રોહિણી નક્ષત્રના સમયગાળા દરમિયાન જ્યારે જ્યારે અરબ સાગરમાં સિસ્ટમ બની હોય અને આ સિસ્ટમ જ્યારે જ્યારે ઓમાન સાઈડ ફંટાઇ હોય ત્યારે ત્યારે ગુજરાતમાં ચોમાસાનું આગમન ખૂબ જ મોડું થયેલું છે. એવું આપણે ભૂતકાળના ઘણા વર્ષોમાં જોવા મળી રહ્યું છે.

રોહિણી નક્ષત્ર 2024 અંગે આપણે આ પોસ્ટમાં વિસ્તારથી માહિતી મેળવી. પરંતુ હવે આ વર્ષે હવામાનના લાંબાગાળાના મોડલો આવનારા ચોમાસા માટે શું સંકેતો જણાવી રહ્યા છે? એ અંગેની થોડી માહિતી ટૂંકમાં મેળવીએ.

ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનના ચોમાસાને મુખ્યત્વે અસર કરતું ચોમાસાનું પરિબળ ઇન્ડિયન ઓસન ડી-પોલ આ વર્ષે ગુજરાત તેમજ રાજસ્થાનના ચોમાસાની જમાવટ માટે શુભ સંકેત આપી રહ્યું છે. કેમકે જ્યારે જ્યારે ઇન્ડિયન ઓસન ડી-પોલ પરિબળ ફેવરેટેબલ હોય છે, ત્યારે ત્યારે ગુજરાત તેમજ રાજસ્થાનનું ચોમાસું નોર્મલ અથવા નોર્મલથી પણ સારું રહ્યું હોય એવું ભૂતકાળના ઘણા વર્ષોમાં આપણે જોવા મળ્યું છે.

હાલ નેચરલ ફેસ માં રહેલો IOD મે મહિનામાં ધીરે ધીરે પોઝિટિવ તરફ કુચ કરશે. એવા મોડલ અમેરિકાની હવામાન એજન્સીઓની સાઈટ ઉપરથી જોવા મળી રહ્યા છે. જે એક ખૂબ જ સારી નિશાની ગણાઈ શકાય. કેમ કે જ્યારે ચોમાસાના દિવસો દરમિયાન ઇન્ડિયન ઓશન ડિપોલ પોઝિટિવ ફેસમાં હોય ત્યારે-ત્યારે ગુજરાતમાં ભરપુર વરસાદ ચોમાસાના દિવસો દરમિયાન જોવા મળતો હોય છે.

ઇન્ડિયન ઓશન ડિપોલ ચોમાસું સિઝન દરમિયાન જ્યારે જ્યારે પોઝિટિવ ફેસમાં હોય છે, ત્યારે ત્યારે બંગાળની ખાડીમાં અવારનવાર એટલે કે ક્રમબંધ લો પ્રેશર સિસ્ટમ આકાર લેતી હોય છે. આ સિસ્ટમ ઉત્તર ભારત તરફ ખૂબ જ ઓછી માત્રામાં ફંટાતી હોય છે. મોટેભાગે મધ્ય ભારત થઈને આ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતને ખૂબ જ પ્રભાવિત કરતી હોય છે.

આ વર્ષે રોહિણી નક્ષત્ર 2024 જ્યારે બેસશે ત્યારે તે દિવસો દરમિયાન El nino કન્ડિશન કેવી રહેશે? એ અંગેની માહિતી આપણે નવી પોસ્ટમાં મેળવશું. કેમકે મિત્રો El nino ના ગ્રાફ પણ ચોમાસાને ખૂબ જ અસર કર્તા બનતા હોય છે. ચોમાસાના આ બંને મુખ્ય પરિબળ ગુજરાતના ચોમાસાને ખૂબ જ અસર કર્તા બનતા હોય છે.

અમારી આ વેબસાઈટનો મુખ્ય ઉદ્દેશ્ય ચોમાસાના દિવસો દરમિયાન સમગ્ર રાજ્યના વિસ્તારોમાં વરસાદની સંભાવના કેવી રહેશે? વરસાદની સિસ્ટમ કેટલી અસર કર્તા રહેશે? એ મુખ્ય રહેલો છે. એટલે જ મિત્રો હવામાનની દરેક અપડેટ રેગ્યુલર મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv ને તમે જરૂરથી સેવ કરી લેજો. જેથી હવામાનની દરેક અપડેટ તમને નિયમિત રીતે મળતી રહે.

WhatsApp
Facebook
Telegram

Related Posts

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અતિવૃષ્ટિ

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર : અતિવૃષ્ટિનો માહોલ

મિત્રો આ વર્ષનું ચોમાસું વિચિત્ર રીતે પસાર થઈ રહ્યું છે. જૂન મહિનામાં વરસાદની એક્ટિવિટી ખૂબ જ ઓછી જોવા મળી પરંતુ જૂન મહિનાના અંતિમ દિવસોથી શરૂ

Read More »
બહોળું સર્ક્યુલેશન સાર્વત્રિક વરસાદ

બહોળું સર્ક્યુલેશન : સાર્વત્રિક વરસાદનો લાંબો રાઉન્ડ

આ વર્ષે જૂન મહિનામાં મુખ્યત્વે ખંડવૃષ્ટિનો માહોલ જોવા મળ્યો છે. આજની તારીખની સ્થિતિએ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ વરસાદથી ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે.

Read More »
આવતીકાલનું હવામાન કેવું

આવતીકાલનું હવામાન કેવું : ગુજરાતમાં વરસાદની મોટી આગાહી

ગુજરાતના ખેડૂતો માટે સારા દિવસો આવી રહ્યા છે. ચોમાસું 2024 ગુજરાતના બારણે ટકોરા મારી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે આજની આ મહત્વની પોસ્ટમાં આવતીકાલનું હવામાન

Read More »

Recent Posts​

Follow US

error: Content is protected !!