વિશ્વનું હવામાન : દરેક ખંડનું હવામાન કેવું

વિશ્વનું હવામાન

મિત્રો વિશ્વનું હવામાન વૈવિધ્યતા પૂર્વક ભરેલું છે. કેમકે દરેક દેશનું હવામાન અલગ મિજાજ ધરાવતું હોય છે. તો મિત્રો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં આપણે વિશ્વનું હવામાન જેમાં દરેક ખંડનું હવામાન કેવું જોવા મળે છે? એ અંગેની થોડીક માહિતી મેળવશું.

મિત્રો વિશ્વનું હવામાન એશિયા ખંડમાં પણ અલગ અલગ રૂપે જોવા મળે છે. જેમ કે ઉત્તર એશિયાના દેશોનું હવામાન કંઈક અલગ જ હોતું હોય છે. તો દક્ષિણ એશિયાનું હવામાન પણ મોસમી પ્રકારનું જોવા મળતું હોય છે. તો પૂર્વ એશિયાના વિસ્તારોમાં પણ હવામાનના દાવ પેચ કંઈક અલગ જ જોવા મળે છે.

એશિયા ખંડની વાત કરીએ તો, મિત્રો એશિયા ખંડનું હવામાન જેમાં ઉત્તર એશિયા ખંડના વિસ્તારોની વાત કરીએ તો, આ ઉત્તર એશિયાના વિસ્તારો વર્ષ દરમિયાન મોટે ભાગે ઠંડીની જપેટમાં ઘેરાયેલા હોય છે. જેમાં ઉત્તર સાયબેરીયાનો પ્રદેશ તો મોટેભાગે વર્ષ દરમિયાન બરફથી ઢકયેલો જ હોય છે. આટલી બધી ઠંડી ઉત્તર એશિયાના વિસ્તારોમાં જોવા મળે છે.

મિત્રો વિશ્વનું હવામાન એટલે જ દરેક ખંડમાં અલગ અલગ જોવા મળે છે. એ જ રીતે દક્ષિણ એશિયાની વાત કરીએ તો, મિત્રો આ વિસ્તારમાં આવતા દેશોની યાદી જોઈએ તો, ભારત, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા આ દેશનું હવામાન મોસમી પ્રકારની આબોહવા ધરાવતું હવામાન જોવા મળે છે.

આ દેશોમાં સમય અંતરે ઋતુ પરિવર્તન જોવા મળે છે. જેમાં વિન્ટર સેશન, સમર સેશન તેમજ મોનસુન સેશનનો નો રાઉન્ડ સમય મુજબ આ દેશોમાં જોવા મળતો હોવાથી વિશ્વનું હવામાન દક્ષિણ એશિયા ખંડના દેશોમાં મોસમી પ્રકારનું ગણી શકાય. કેમ કે અહીં નિયમિત સમયે હવામાનમાં દર વર્ષે ફેરફાર જોવા મળે છે.

વિશ્વનું હવામાન

તો મિત્રો દક્ષિણ પશ્ચિમ એશિયા ખંડમાં આવતા દેશોમાં વિષમ પ્રકારનું હવામાન જોવા મળે છે. આ દેશોમાં જેમાં સાઉદી અરેબીયા સાઇડના વિસ્તારોમાં વર્ષ દરમિયાન લગભગ ગરમીનો પારો ખૂબ જ ઊંચો જોવા મળે છે. આ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વર્ષ દરમિયાન ખૂબ જ ઓછું જોવા મળે છે. એટલે જ વિશ્વનું હવામાન અહી વિષમ હવામાનની ઓળખ સાબિત કરે છે.

વિશ્વનું હવામાન આફ્રિકા ખંડમાં કંઈક અલગ જ મિજાજ ધરાવે છે. આફ્રિકા ખંડમાં વિષુવવૃતના પટ્ટામાં આવતા દેશોમાં વર્ષ દરમિયાન હવામાન ખૂબ જ ભેજવાળું તેમજ ગરમ રહે છે. આ વિસ્તારોમાં આવતા દેશોમાં લગભગ બોપર બાદ કાયમી વરસાદની એક્ટિવિટી જોવા મળે છે. આ વરસાદ કડાકા ભડાકા સાથે દરરોજ બપોર બાદ જોવા મળતો હોય છે. ટૂંકમાં આ વિસ્તારનું હવામાન ગરમ તેમજ ભેજવાળું વર્ષ દરમિયાન જોવા મળે છે.

દક્ષિણના દેશોમાં એટલે કે આફ્રિકા ખંડના દક્ષિણી ભાગોમાં હવામાન મધ્ય આફ્રિકા ખંડ કરતાં થોડું અલગ હવામાન જોવા મળે છે. જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ ઉત્તરમાં આવેલા દેશો કરતા વિશેષ રૂપે વધુ પડતું જોવા મળે છે. અને આ વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટી તો રહે છ, પરંતુ રાત દરમિયાન આ વિસ્તારોના દેશોનું હવામાન થોડું ઠંડુ જોવા મળે છે.

મિત્રો હવે ઉત્તર અમેરિકા ખંડની વાત કરીએ તો, વિશ્વનું હવામાન ઉત્તર અમેરિકા ખંડમાં અલગ અલગ જોવા મળે છે. ઉત્તર અમેરિકા ખંડની વાત કરીએ તો, ઉત્તરના દેશો જેમાં જેમકે કેનેડા જેવા દેશોમાં વર્ષ દરમિયાન તાપમાન હંમેશા ખૂબ જ નીચું જોવા મળે છે. તો રાત્રિના સમયગાળા દરમિયાન આ વિસ્તારનું હવામાન ખૂબ જ ઠંડુ જોવા મળે છે. તાપમાનનો પારો માઇનસમાં પણ દર વર્ષે ચાલ્યો જાય છે.

આ વિસ્તારોમાં હંમેશા બરફ વરસાદ પણ જોવા મળે છે. જેમ જેમ ઉત્તરમાં ચાલ્યા જાય તેમ તેમ બરફ વરસાદનો પ્રભાવ ઉત્તર અમેરિકા ખંડમાં વધુ પડતો જોવા મળે છે. ટૂંકમાં મિત્રો વિશ્વનું હવામાન અનુસંધાને ઉત્તર અમેરિકા ખંડમાં દક્ષિણના દેશો કરતા ઉત્તરના વિસ્તારોમાં વર્ષ દરમિયાન હવામાન હંમેશા ઠંડુગાર રહે છે.

ઉત્તર અમેરિકા ખંડના દક્ષિણે દેશોની વાત કરીએ તો, મિત્રો આ દેશોમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો હવામાન પણ સમ જોવા મળે છે. કેમકે અહીં ઠંડી પણ જોવા મળે છે અને વરસાદ પણ જોવા મળે છે. પરંતુ તાપમાન ખૂબ ઊંચું થતું નથી. વિશ્વનું હવામાન મુજબ આ દેશોમાં ટોર્નેડો અવારનવાર બનતા હોય છે. જે એક સામાન્ય બાબત જણાય છે.

ઉત્તર અમેરિકા ખંડના દક્ષિણના ભાગોના દેશોમાં વાવાઝોડાઓ અવાર નવાર ટકરતા રહે છે. જેનું મુખ્ય રીઝન એટલાન્ટિક મહાસાગરમાં બનતી લો પ્રેશર સિસ્ટમ હંમેશા મજબૂત થાઈને વાવાઝોડામાં ફેરવાતી હોય છે. આ વાવાઝોડાનો ભોગ લગભગ ઉત્તર અમેરિકા ખંડના પૂર્વ ભાગના વિસ્તારોમાં હંમેશા રહેતો હોય છે. એટલે જ વિશ્વનું હવામાન ઉત્તર અમેરિકા ખંડમાં દરેક દિશામાં પણ અલગ અલગ જોવા મળે છે.

દક્ષિણ અમેરિકા ખંડની વાત કરીએ તો, વિશ્વનું હવામાન દક્ષિણ અમેરિકા ખંડમાં પણ અલગ મિજાજ ધરાવે છે. દક્ષિણ અમેરિકા ખંડના દક્ષિણી વિસ્તારોમાં તાપમાન હંમેશા નીચું રહે છે. જ્યારે દક્ષિણ અમેરિકા ખંડના ઉત્તરના વિસ્તારોમાં તાપમાન દક્ષિણી દેશોના વિસ્તારો કરતા હંમેશા ઊંચું જોવા મળે છે.

તો દક્ષિણ અમેરિકા ખંડમાં વિષુવ્રત પટ્ટા ઉપર આવતા દેશોમાં વિશ્વનું હવામાન કંઈક અલગ જ મૂડ ધરાવે છે. આ વિસ્તારોમાં આવતા દેશોમાં મુશળાધાર વરસાદ બોપર પછી જોવા મળે છે. આ વિસ્તારનું હવામાન ગરમ તેમજ ખૂબ જ ભેજવાળું જોવા મળે છે. એટલે જ એમેઝોનના જંગલો બારેમાસ લીલાછમ રહે છે. જેનું મુખ્ય કારણ આ જ ગણી શકાય.

બીજી તરફ વિશ્વનું હવામાન યુરોપ ખંડમાં પણ અલગ અલગ જોવા મળે છે. જોકે મિત્રો યુરોપ ખંડનું હવામાન ઘણા દેશોમાં એક સરખું જોવા મળે છે. અહીં વિન્ટર સિઝન ખૂબ જ લાંબી રહે છે. અને સમર સેશન ખૂબ જ ટૂંકો રહે છે. યુરોપ ખંડમાં ઉતરી ભાગના આવતા વિસ્તારોમાં બરફ વરસાદનું જોર વર્ષ દરમિયાન લગભગ કાયમ રહે છે. આ વિસ્તારમાં ગરમીનું પ્રભુત્વ ખૂબ જ ઓછું જોવા મળે છે.

મિત્રો ઓસ્ટ્રેલિયા ખંડની વાત કરીએ તો, વિશ્વનું હવામાન ઓસ્ટ્રેલિયા ખંડમાં પણ અલગ અલગ જોવા મળી રહ્યું છે. દક્ષિણ પુર્વ ઓસ્ટ્રેલિયા ખંડમાં હવામાન ઠંડુ તેમજ વરસાદ વાળું રહે છે. કેમકે આ વિસ્તાર દક્ષિણમાં હોવાથી સાથે સાથે પેસિફિક સમુદ્રના ભેજવાળા પવનો આ વિસ્તારના વિસ્તારને વરસાદથી ભરપૂર માત્રામાં તૃપ્ત કરે છે.

જ્યારે ઉત્તર પૂર્વ ઓસ્ટ્રેલિયા ખંડમાં હવામાન ખૂબ જ ગરમ રહે છે. આ વિસ્તારમાં આવતા પ્રદેશોનું તાપમાન ખૂબ જ ઊંચું રહે છે. મિત્રો આ વિસ્તારમાં પણ વાવાઝોડા અવારનવાર ટકરાતા હોય છે. જેનું મુખ્ય કારણ પેસિફિક સમુદ્ર પરથી ફુકાતા પવનો બંગાળની ખાડી તરફ ગતિ કરે છે, એ ગાળા દરમિયાન ક્યારેક વાવાઝોડાની પેર્ટન પણ સર્જાય છે. જેનો ભોગ ઓસ્ટ્રેલિયાના આ વિસ્તારો ક્યારેક ક્યારેક બનતા હોય છે.

ટૂંકમાં મિત્રો વિશ્વનું હવામાન વિશ્વના દરેક ખંડોમાં અલગ અલગ મિજાજ ધરાવે છે. જે ઉપર આપેલી માહિતી મુજબ તમે સ્પષ્ટ વિચારી શકો છો. કોઈપણ એક ખંડમાં પણ સમ હવામાન જણાતું નથી. જેમકે કોઈપણ એક ખંડમાં પૂર્વ ભાગ કરતાં પશ્ચિમ ભાગનું હવામાન વિપરીત જોવા મળતું હોય છે. એટલે જ હવામાનની પેર્ટન વિશ્વમાં અલગ અલગ જોવા મળે છે.

મિત્રો જેમકે એશિયા ખંડ, ઉત્તર અમેરિકા ખંડ, દક્ષિણ અમેરિકા ખંડ, આફ્રિકા ખંડ, યુરોપ ખંડ એમજ ઓસ્ટ્રેલિયા ખંડના દરેક વિસ્તારોમાં વિશ્વનું હવામાન અલગ અલગ જોવા મળે છે. એક ખંડમાં પણ દરેક દિશામાં હવામાનમાં પણ એક મોટો ફેરફાર જોવા મળતો હોય છે. જેમ કે ઉપર જણાવેલી વાત મુજબ એશિયા ખંડમાં પણ હવામાનનો મિજાજ અલગ અલગ રહે છે.

તો મિત્રો આવી નવી નવી હવામાનની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો. જેથી તમને હવામાન લક્ષી જાણવા જેવી અપડેટ તમને સરળતાથી મળી રહે.

મહાસાગર અને હવામાન અંગેની રૂપરેખા : World Weather

મહાસાગર અને હવામાન

મિત્રો સમગ્ર વિશ્વના દરેક મહાસાગર હવામાન અંગે અલગ અલગ વલણ ધરાવતા હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં વિશ્વના દરેક મહાસાગર નું હવામાન કેવું વર્ષ દરમિયાન જોવા મળે છે? એ અંગેની વાત કરશું.

પ્રથમ તો મિત્રો હિંદ મહાસાગર ની વાત કરીએ તો, હિંદ મહાસાગર પણ ખૂબ જ મોટો મહાસાગર છે. હિંદ મહાસાગર વિષુવવૃત ઉપર પણ અસ્તિત્વ ધરાવે છે. જ્યારે હિંદ મહાસાગર સમશીતોષ્ણ કટિબંધમાં પણ ફેલાયેલો છે. તો વિષુવવૃતથી દક્ષિણે પણ હિંદ મહાસાગર નું અસ્તિત્વ પણ જોવા મળે છે. ટૂંકમાં મિત્રો હિંદ મહાસાગરની દેરેક દિશામાં હવામાન અલગ અલગ જોવા મળે છે.

હિંદ મહાસાગરના 2 ભાગલા પાડવામાં આવ્યા છે. એક ઉત્તરીય હિંદ મહાસાગર અને એક દક્ષિણીય હિંદ મહાસાગર. જેને આપણે નોર્થ ઇન્ડિયન ઓશન તેમજ સાઉથ ઇન્ડિયન ઓશનના નામથી પણ ઓળખીએ છીએ. મિત્રો આ બંને ભાગમાં હવામાનમાં ખૂબ મોટી વિષમતા જોવા મળે છે.

મિત્રો નોર્થ ઇન્ડિયન મહાસાગરનું હવામાન મોસમી પ્રકારની પેર્ટન ધરાવતા હવામાનની ગણનામાં આવે છે. નોર્થ ઇન્ડિયન ઓશન મહાસાગર એટલે કે ઉત્તરીય હિંદ મહાસાગરમાં પણ બે અલગ અલગ સમુદ્રનું વિભાજન થાય છે. જેમાં ઉત્તર પશ્ચિમનો ભાગ અરબ સાગર તરીકે ઓળખાય છે. જ્યારે ઉત્તર પૂર્વનો ભાગ બંગાળની ખાડી તરીકે ઓળખવામાં આવે છે.

સાઉથ એશિયા ખંડના વિસ્તારોમાં એટલે કે જ્યારે ચોમાસું સિઝનનો પ્રારંભ થાય છે. ત્યારે મુખ્યત્વે આ બંને સાગરની એક્ટિવિટીના કારણે સાઉથ વેસ્ટ મોન્સૂનનું ઉદગમ થાય છે. જોકે આ ચોમાસું એક્ટિવિટીને પ્રેરિત કરતા પવનો વેસ્ટ પેસિફિક મહાસાગરથી સફર કરી અને હિન્દ મહાસાગરમાં એન્ટ્રી કરીને વરસાદી હવામાન બનાવે છે. જોકે આ બાબતે આપણે એક નવી પોસ્ટમાં ચર્ચા કરશું.

મહાસાગર અને હવામાન

ટૂંકમાં મિત્રો હિંદ મહાસાગરમાં બે ભાગ જોવા મળે છે. ઉત્તર હિંદ મહાસાગર અને દક્ષિણ હિંદ મહાસાગર. દક્ષિણ હિંદ મહાસાગર અંગેની થોડીક હવામાનની પેટર્નની વાત કરીએ તો, મિત્રો દક્ષિણ હિન્દ મહાસાગરમાં બનતા વાવાઝોડા દક્ષિણ ધ્રુવ તરફ ગતિ કરે છે. દક્ષિણ હિંદ મહાસાગરના સમુદ્ર જળ સપાટીનું તાપમાન ઉત્તર હિંદ મહાસાગરના જળ સપાટીના તાપમાન કરતાં ખૂબ જ નીચું જોવા મળતું હોય છે.

હવે મિત્રો પેસિફિક મહાસાગરની વાત કરીએ તો, પેસિફિક મહાસાગર એ વિશ્વનો સૌથી મોટો મહાસાગર છે. આ મહાસાગરમાં પણ હવામાનમાં વૈવિધ્યતા ખૂબ જ વધુ પડતી જોવા મળે છે. વિશ્વમાં વર્ષ દરમિયાન જે તે સમયે વાવાઝોડા બનતા હોય છે, તેમાં મુખ્ય સિંહ ફાળો પેસિફિક મહાસાગરનો હોય છે. એટલે કે પેસિફિક મહાસાગરમાં વાવાઝોડા અવારનવાર બનવા એ એક ખૂબ જ સામાન્ય બાબત ગણાય છે.

પશ્ચિમ પેસિફિક મહાસાગરની વાત કરીએ તો, આ મહાસાગરને વાવાઝોડા બનવા માટેનું હબ ગણી શકાય. કેમ કે વેસ્ટ પેસિફિક સમુદ્રમાં અવારનવાર વાવાઝોડા બને છે. અને આ વાવાઝોડાની ગતિ મુખ્યત્વે ઉત્તર પશ્ચિમની જોવા મળતી હોય છે.

જેમ કે વેસ્ટ પેસિફિક સમુદ્રમાં બનતા વાવાઝોડા અવારનવાર ફિલીપાઇન્સ ટાપુઓ ઉપર ટકરાતા હોય છે. એટલે જ ફિલિપાઇન્સ ટાપુના વિસ્તારોમાં દર વર્ષે લગભગ ઘણા બધા વાવાઝોડાનો સામનો કરવો પડે છે. અને આ વિસ્તારોમાં મોટી નુકસાનીનો આંક પણ જોવા મળતો હોય છે. કેમ કે પેસિફિક સમુદ્રમાં બનતા વાવાઝોડા અત્યંત શક્તિશાળી હોય છે. જેને અનુસંધાને જ્યારે જ્યારે મેદાન તરફ ટકરાય છે ત્યારે મોટી નુકસાની નોતરે છે.

તો પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં જે વાવાઝોડું અવારનવાર બનતું હોય છે, તે વાવાઝોડા તાઇવાન તેમજ જાપાનને પણ ખૂબ જ અસર કર્તા બને છે. તાઈવાન તેમજ જાપાનમાં જ્યારે જ્યારે પેસિફિક મહાસાગરના વાવાઝોડાનો સામનો કરવો પડે છે, ત્યારે ત્યારે અત્યંત ભારે પવન સાથે ભારે વરસાદની શક્યતા આ દેશોમાં જોવા મળે છે. જે ભૂતકાળમાં આપણે ઘણા દાખલાઓ જોઈ શકીએ છીએ.

હવે મિત્રો એટલાન્ટિક મહાસાગરની વાત કરીએ તો, એટલાન્ટિક મહાસાગરમાં પણ હવામાનની પેર્ટન અલગ જોવા મળે છે. ઉત્તરય એટલાન્ટિક મહાસાગરમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધુ પડતું જોવા હોય છે. આ મહાસાગરમાં ક્યારેક ક્યારેક ઉત્તર ધ્રુવ તરફથી આવતી હિમશીલાઓ પણ આ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળે છે. ઉત્તર ધ્રુવના ઠંડા પ્રદેશોને અનુસંધાને ઉતરીય એટલાન્ટિક મહાસાગર નું જળ સપાટીનું તાપમાન ખૂબ જ ઠંડું જોવા મળે છે.

દક્ષિણ એટલાન્ટિક મહાસાગરની વાત કરીએ તો, મિત્રો દક્ષિણ એટલાન્ટિક મહાસાગરનું જળ સપાટીનું તાપમાન ઉત્તરિય એટલાન્ટિક મહાસાગરના જળ સપાટીના તાપમાન કરતાં ઊંચું જોવા મળે છે. સમગ્ર વિશ્વના હવામાનમાં જે અસરકર્તા પરીબળ ગણાય છે તે અલ નીનો નું માપદંડ આ એટલાન્ટિક મહાસાગ ની જળ સપાટીને અનુસંધાને નક્કી કરવામાં આવે છે.

તો મધ્ય એટલાન્ટિક મહાસાગરમાં જ્યારે જ્યારે ચક્રવાતનું નિર્માણ થાય છે. ત્યારે ત્યારે આ ચક્રવાતો વેસ્ટ ઈન્ડિઝ ટાપુઓ અથવા તો ઉત્તર અમેરિકાના દક્ષિણ પૂર્વના વિસ્તારોમાં આ ચક્રવાતો અવાર નવાર ટકરાતા જોવા મળે છે. અને તે વિસ્તારો ઉપર મોટી નુકસાની કર્તા આ ચક્રવાતો સાબિત થાય છે.

વિષુવૃત્તીય કક્ષામાં જે જે મહાસાગર આવે છે તે, મહાસાગરો ઉપર વર્ષ દરમિયાન મોટેભાગે ક્લાઉડ કવર વધુ પડતું જોવા મળે છે. અને દરિયામાં પણ પુષ્કળ વરસાદ આ વિષુવવૃત્તીય પટ્ટામાં આવતા મહાસાગરોમાં જોવા મળે છે. આ પટાના આવતા મહાસાગરોમાં thunderstorm એક્ટિવિટી વાળો વરસાદ અવારનવાર પડતો હોય છે.

એ જ રીતે ઉત્તર ધ્રુવીય મહાસાગર અને દક્ષિણ ધ્રુવીય મહાસાગરની પણ વાત કરીએ તો, આ બંને મહાસાગરનું તાપમાન બીજા મહાસાગરની સરખામણીએ ખૂબ જ ઠંડું જોવા મળે છે. ઉત્તર ધ્રુવીય મહાસાગર અને દક્ષિણ ધ્રુવીય મહાસાગરમાં મોટી મોટી હિમશીલાઓ પણ આ મહાસાગરમાં જોવા મળે છે.

મિત્રો ઉત્તર ધ્રુવીય મહાસાગર અને દક્ષિણ ધ્રુવીય મહાસાગર આ બંને મહાસાગરમાં દિવસ અને રાત દરમિયાન ભારે પવન ફૂંકાતો હોય છે. અને સાથે સાથે રાત્રિના સમયગાળા દરમિયાન તાપમાન પણ માઇનસની અંદર જતું રહે છે. જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના હવામાન ઉપરથી તમે સ્પષ્ટ રીતે સમજી શકશો.

એક અભ્યાસ મુજબ દરેક ખંડના હવામાનમાં જે તે ખંડ લાગુ મહાસાગરમાં જે પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, તે પરિસ્થિતિ મુજબ દરેક ખંડનું હવામાન જોવા મળતું હોય છે. જોકે ખંડ વાઇઝ હવામાન અંગેની વાત કરીએ તો, આ પોસ્ટ ખૂબ જ મોટી થઈ જાય. એટલે આ અંગે આપણે સંપૂર્ણ વાત એક નવી પોસ્ટના માધ્યમથી કરીશું.

હિંદ મહાસાગરના હવામાન અંગેની થોડીક માહિતી ટૂંકમાં મેળવીયે તો, મિત્રો ઉત્તરીય હિંદ મહાસાગરમાં જે એક્ટિવિટી બનતી હોય છે, તેને હિસાબે જ ભારતમાં ચોમાસાનું નિર્માણ થતું હોય છે. અને આ ચોમાસું ધીરે ધીરે આગળ વધીને સમગ્ર ભારત દેશને કવર કરતું હોય છે.

મે મહિનાના અંતિમ દિવસોમાં હિંદ મહાસાગરમાં જ્યારે હાઈ પ્રેસરનું નિર્માણ થાય છે, ત્યારે આ પવનો મેડાગાસ્કર તરફથી ફંટાઈને ભારત, પાકિસ્તાન, સહિત શ્રીલંકા દેશ તરફ ફંટાય છે. અને અરબ સાગરમાંથી પૂરી માત્રામાં ભેજ ઉપાડી અને ભારત દેશ ઉપર એક મજબૂત કલાઉડ કવર બનાવે છે.

સાઉથ વેસ્ટના ભેજવાળા પવનો જ્યારે બંગાળની ખાડી પર આવી અને ફરીથી વળાંક લે છે, ત્યારે અવાર નવાર બંગાળની ખાડીમાં સર્ક્યુલેશન સિસ્ટમ અથવા તો મજબૂત લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું હોય છે. અને આ સિસ્ટમ ફરીથી ભારતમાં એન્ટર થઈને દેશના મોટાભાગના વિસ્તારોને વરસાદથી પ્રભાવિત આ સિસ્ટમ કરતી હોય છે.

મિત્રો એટલે જ ઉત્તરીય હિંદ મહાસાગર ભારતના ચોમાસા માટે મુખ્ય રૂપ બને છે. કેમકે ઉત્તરીય હિંદ મહાસાગરમાં પવનની બદલાતી પેર્ટનને અનુસંધાને દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં ચોમાસાની એન્ટ્રી થાય છે. જેનું મુખ્ય કારણ ઉત્તરીય હિંદ મહાસાગરની વીંડ એક્ટિવિટીને ગણી શકાય.

ટૂંકમાં દરેક મહાસાગરની રૂપરેખા અલગ અલગ જોવા મળતી હોય છે. એટલે કે દરેક મહાસાગરનું હવામાન અલગ અલગ પેટર્ન ધરાવતું હોય છે. અને આ હવામાન અંગેની નવી નવી અપડેટ અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી આપતા રહીશું. તો મિત્રો અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો આભાર.

ભારતનું ચોમાસું : દક્ષિણ તેમજ પશ્ચિમ ભારતનું હવામાન

ભારતનું ચોમાસું

મિત્રો જ્યારે જ્યારે ભારતમાં ચોમાસાની શરૂવાત થાય છે. ત્યારે ત્યારે બંગાળની ખાડી તેમજ અરબ સાગરમાં વરસાદી સિસ્ટમોની એક્ટિવિટી વધી જતી હોય છે. તો આજની આ પોસ્ટમાં ભારતનું ચોમાસું અંતર્ગત દક્ષિણ તેમજ પશ્ચિમ ભારતનું હવામાન જોવા મળે છે? એ અંગેની માહિતી મેળવશું.

મિત્રો સમગ્ર દેશની વાત કરીએ તો, ચોમાસું જ્યારે સક્રિય થાય છે. ત્યારે ભારતનું ચોમાસું મુખ્ય રૂપે મધ્ય ભારત, પશ્ચિમ ભારત, પૂર્વ ભારત તેમજ દક્ષિણ ભારતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની એક પછી એક સિસ્ટમનું પાસીંગ થતું હોય છે. ભારતનું ચોમાસું જ્યારે જ્યારે સક્રિય બને છે, ત્યારે ત્યારે પશ્ચિમ ભારત તેમજ દક્ષિણ ભારતના વિસ્તારોમાં ભારે વરસાદ પડતો હોય છે.

ભારતનું ચોમાસું મોટેભાગે 15 મે બાદ સક્રિય થતું હોય છે. તો પ્રથમ આપણે પશ્ચિમ ભારતમાં જ્યારે જ્યારે ભારતનું ચોમાસું સક્રિય થતું હોય છે, ત્યારે ત્યારે પશ્ચિમ ભારતમાં રાજ્યમાં હવામાન કેવું જોવા મળે છે? એ અંગેની માહિતી પ્રાથમિક રૂપમાં મેળવીએ.

પશ્ચિમ ભારતના રાજ્યોની વાત કરીએ તો, મુખ્યત્વે પશ્ચિમ ભારતમાં રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રના રાજ્યોનો મુખ્ય રૂપે સમાવેશ કરી શકાય. મિત્રો ભારતનું ચોમાસું જ્યારે જ્યારે આ રાજ્યોમાં એન્ટર થાય છે. ત્યારે ત્યારે પશ્ચિમ મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વિશેષ રૂપે પ્રભાવિત કરતું હોય છે.

ચોમાસા દરમિયાન પશ્ચિમ મધ્યપ્રદેશના વિસ્તારો તેમજ મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ વધુ રહેતું હોય છે. જ્યારે રાજસ્થાન તેમજ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ખૂબ જ અનિયમિત જોવા મળતો હોય છે. આ વિસ્તારોમાં ક્યારેક ક્યારેક વરસાદના રાઉન્ડ વચ્ચે મોટો ગેપ જોવા મળતો હોય છે. પશ્ચિમ મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર ના વિસ્તારો કરતા રાજસ્થાન તેમજ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે.

ભારતનું ચોમાસું

મિત્રો ભારતનું ચોમાસું દરમિયાન રાજસ્થાન તેમજ ગુજરાત રાજ્યના વિસ્તારોમાં વરસાદનો આધાર મોટેભાગે બંગાળની ખાડીની વરસાદની સિસ્ટમ આધારિત રહેતો હોય છે. જો બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ આવ્યા બાદ પશ્ચિમ તરફ વધુ ફંટાય તો, ગુજરાત તેમજ રાજસ્થાનના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ સારું એવું જોવા મળે છે. પરંતુ મધ્યપ્રદેશ ઉપર આવ્યા બાદ આ સિસ્ટમ જો ઉત્તર દિશા તરફ ફંટાઈ જાય તો, આ વિસ્તારોમાં બંગાળની ખાડીની સિસ્ટમની ખાસ અસર જોવા મળતી નથી.

જ્યારે મહારાષ્ટ્ર તેમજ પશ્ચિમ મધ્યપ્રદેશ લાગુ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. કેમકે ભારતનું ચોમાસું જ્યારે જ્યારે સક્રિય બને છે. ત્યારે બંગાળની ખાડીની સિસ્ટમ આ વિસ્તારોને સૌથી વધુ પ્રભાવિત કરે છે. આ વિસ્તારોમાં મહારાષ્ટ્રના લગભગ મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદના સમીકરણો સામે આવતા હોય છે. જ્યારે મધ્યપ્રદેશના પણ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદનો સામનો ચોમાસા દરમિયાન કરવો પડે છે.

તો ભારતનું ચોમાસું જ્યારે જ્યારે સક્રિય થાય છે ત્યારે ત્યારે પશ્ચિમ ભારતના દરિયાકાંઠાના વિસ્તારો જેને વેસ્ટર્ન ઘાટના નામ તરીકે થ પણ ઓળખાય છે. આ વિસ્તારોમાં હંમેશા ચોમાસા દરમિયાન એક વરસાદનો ટ્રફ અવારનવાર બનતો હોય છે. આ પરિસ્થિતિને પરિણામે મુંબઈ સહિત કાંઠાના વિસ્તારોમાં સમગ્ર ભારતના ચોમાસા સિઝન દરમિયાન વરસાદના આંકડા ખૂબ જ ઉંચા જોવા મળે છે.

હવે રાજસ્થાનની વાત કરીએ તો, મિત્રો ભારતનું ચોમાસું જ્યારે સક્રિય થાય છે. ત્યારે ત્યારે રાજસ્થાનમાં દક્ષિણ પૂર્વ રાજસ્થાનના વિસ્તારોમાં વરસાદના ચિત્રો બીજા વિસ્તારો કરતા સારા જોવા મળે છે. કેમકે જ્યારે જ્યારે બંગાળની ખાડીનું સિસ્ટમનું કમબેક મધ્યપ્રદેશમાં થાય છે, ત્યારે ત્યારે દક્ષિણ પૂર્વ રાજસ્થાનના વિસ્તારોમાં ભારે વરસાદના યોગ ઊભા કરે છે.

જ્યારે ઉત્તર પશ્ચિમ રાજસ્થાનના વિસ્તારો વરસાદ વિહોણા રહે છે. આ વિસ્તારોમાં ચોમાસા દરમિયાન સૌથી ઓછો વરસાદ જોવા મળે છે. જેનું મુખ્ય કારણ આ વિસ્તારોને બંગાળની ખાડીની સિસ્ટમ વધુ પડતી પ્રભાવીત કરતી નથી. મિત્રો ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં ચોમાસા દરમિયાન સૌથી ઓછો વરસાદ જોવા મળે છે. જેનું મુખ્ય કારણ આ જ ગણી શકાય.

ગુજરાત રિજીયનની વાત કરીએ તો, મિત્રો ભારતનું ચોમાસું જ્યારે જ્યારે સક્રિય થાય છે. ત્યારે ત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારો વરસાદથી વધુ પ્રભાવિત બને છે. બંગાળની ખાડીની સિસ્ટમ પ્લસ દક્ષિણ પશ્ચિમના ટ્રફ અનુલક્ષીને આ વિસ્તારોમાં વધુ વરસાદ લાવવા માટે મદદ કરે છે. આ વિસ્તારોમાં વલસાડ, ડાંગ, નવસારી, આહવા, કપરાડા જેવા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન સૌથી વધુ વરસાદના આંકડા જોવા મળે છે.

ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ કંઈક રાજસ્થાન જેવું ચિત્ર જોવા મળે છે. જો બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવ્યા બાદ વધુ પશ્ચિમ તરફ ફંટાય તો, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની એક સારી સંભાવના ઊભી થઈ છે. જો આવી પરિસ્થિતિ આકાર લેતી હોય છે, ત્યારે ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં આ સમય દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદના પણ યોગનું નિર્માણ થાય છે.

ભારતનું ચોમાસું જ્યારે જ્યારે સક્રિય બનતું હોય છે, ત્યારે ત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારોમાં વરસાદની સંભાવના બીજા વિસ્તારો કરતા ઓછી જોવા મળે છે. કેમ કે આ વિસ્તારોમાં bob ની વરસાદની સિસ્ટમ ખૂબ જ ઓછી પ્રભાવિત કરતી હોય છે. પરંતુ અરબ સાગરમાં જ્યારે જ્યારે મજબૂત સિસ્ટમનું નિર્માણ થતું હોય છે, ત્યારે ત્યારે લગભગ સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારોમાં આ સિસ્ટમનો લાભ વધુ મળતો હોય છે.

ટૂંકમાં મિત્રો પશ્ચિમ ભારતના હવામાન અંગેની ટૂંકી માહિતી મેળવીએ તો, પશ્ચિમ ભારતમાં મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રના વિસ્તારોમાં ભારતના ચોમાસાના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના વિશેષ રૂપે જોવા મળે છે. જ્યારે ગુજરાત તેમજ રાજસ્થાનના વિસ્તારોમાં ભારતનું ચોમાસું સક્રિય થાય છે, ત્યારે મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશના વિસ્તારો કરતા વરસાદની મધ્યમ રહે છે.

તો બીજી તરફ દક્ષિણ ભારતના રાજ્યોમાં ગોવા, કેરલ તેમજ કર્ણાટકના પૂર્વ ભાગોના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ચોમાસા દરમિયાન વિશેષ રૂપે જોવા મળે છે. મિત્રો કેરલ તેમજ ગોવાના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદનું પ્રમાણ ભારતનું ચોમાસું સક્રિય થાય છે ત્યારે જોવા મળે છે. જ્યારે દક્ષિણ ભારતના અંદરોણી ભાગોમાં વરસાદની સંભાવના મધ્યમ જોવા મળે છે.

દક્ષિણ પૂર્વ ભારત તરફ ઓરિસ્સામાં વરસાદનું પ્રમાણ મધ્યમ જોવા મળતું હોય છે. જ્યારે બંગાળની ખાડી લાગુ ઓરિસ્સાના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. જેમાં ઉત્તર ઓરિસ્સાના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન વરસાદની સંભાવના સારી જોવા મળતી હોય છે.

ભારતનું ચોમાસું જ્યારે જ્યારે સક્રિય હોય છે, ત્યારે ત્યારે તામિલનાડુના કોસ્ટલ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ સારું એવું જોવા મળતું હોય છે. જ્યારે તામિલનાડુના અંતરયાડ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ મધ્યમ જોવા મળતું હોય છે. મિત્રો જ્યારે શિયાળુ ચોમાસાનું આગમન થાય છે, ત્યારે તામિલનાડુમાં સૌથી વધુ વરસાદ જોવા મળતો હોય છે. એટલે તામિલનાડુને શિયાળુ ચોમાસું સૌથી વધુ અસર કર્તા બને છે.

ટૂંકમાં મિત્રો દક્ષિણ ભારત તેમજ પશ્ચિમ ભારતના વિવિધ રાજ્યોમાં ભારતનું ચોમાસું જ્યારે જ્યારે સક્રિય થાય છે, ત્યારે ત્યારે વૈવિધ્યતા જોવા મળે છે. જે ઉપર જણાવેલી વાત મુજબ તમે સમજી શકો છો. એટલે ચોમાસાની સિઝન દરમિયાન પશ્ચિમ ભારત તેમજ દક્ષિણ ભારતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ એક સરખું જોવા મળતું નથી.

દક્ષિણ ભારત તેમજ પશ્ચિમ ભારતના રાજ્યોમાં શીયાળો, ચોમાસું તેમજ ઉનાળાની ઋતુ દરમ્યાન અલગ અલગ હવામાનનું ચિત્ર જોવા મળતું હોય છે. આપણે આ પોસ્ટમાં માત્ર ચોમાસા લક્ષી જ સમીકરણોની વાત કરી છે. એ જ રીતે આ રાજ્યોમાં ઉનાળા તેમજ શિયાળાની ઋતુ દરમિયાન પણ અલગ અલગ હવામાન જોવા મળે છે.

તો મિત્રો સાયન્સ આધારિત હવામાનની નિયમિત અપડેટ મુજબ ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોની મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા લેજો. જેથી રાજ્યની હવામાનની નિયમિત અપડેટ તમને રેગ્યુલર મળતી રહે આભાર.

ધાણીની ખેતી : લીલવણી ધાણી બનાવવાની રીત

ધાણીની ખેતી

મિત્રો ધાણીનું નામ સાંભળતા જ ધાણીના વિક્રમી ભાવ ગયા વર્ષોમાં જોવા મળ્યા એ દિવસોની યાદ આવી જાય. કેમ કે ધાણીની ખેતી હવે ગુજરાતના ઘણા વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહી છે. તો આજની આ પોસ્ટમાં ધાણીની ખેતી અંગેની ઘણી બધી માહિતી મેળવશું.

ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસું ખૂબ જ અનિયમિત જોવા મળી રહ્યું છે. આ વરસાદના અનિયમિત પ્રમાણથી સૌરાષ્ટ્ર તેમજ કચ્છની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ શિયાળુ પિયતોમાં મોટો કાપ જોવા મળી રહ્યો છે. પાણીની અભાવે લસણ, ઘઉં જેવા લાંબા ગાળાના પાકોનું વાવેતર ઘટ્યું છે.

આવી પરિસ્થિતિઓમાં છેલ્લા કેટલાક વર્ષોથી ધાણા તેમજ ધાણીનું વાવેતર રાજ્યમાં વધુ પડતું જોવા મળી રહ્યું છે. કેમકે ધાણીનો પાક એવો છે કે, આ પાકને જીરાની જેમ ખૂબ જ ઓછું પાણી હોય તો પણ આ પાક તૈયાર થઈ જાય છે. આમ જોવા જઈએ તો, ધાણીની ખેતી અનુરૂપ 60 દિવસની આજુબાજુ છેલ્લું પિયત મળી જાય તો પણ ધાણીનો પાક વ્યવસ્થિત રીતે તૈયાર થઈ જાય.

પ્રથમ તો ખર્ચ અંગેની વાત કરીએ તો, ધાણીની ખેતી અંગે ખર્ચના આંકડા ઊંચા જતા નથી. કેમ કે ધાણા તેમજ ધાણીના પાકોમાં કોઈ મોટા ગંભીર રોગો જોવા મળતા નથી. મુખ્યત્વે આ ધાણીની ખેતી ખરેખર લો બજેટ ખેતી પણ ગણી શકાય. કેમ કે બિયારણ પણ સસ્તું હોય છે અને જંતુનાશક દવાઓનો વપરાશ ખૂબ જ ધાણીની ખેતીમાં ઓછો થાય છે.

ધાણીની ખેતી

ધાણીની ખેતી અંગે વાવેતર અંગેનું પ્રથમ માર્ગદર્શન લઈએ તો, 1 નવેમ્બરથી 15 નવેમ્બર વચ્ચેનો સમયગાળો ધાણીના વાવેતર માટે બેસ્ટ ગણવામાં આવે છે. કેમકે આ દિવસો દરમિયાન ઠંડીની શરૂઆત ધીરે ધીરે થતી હોવાથી ધાણીનું બીજનું અંકુરણ ખૂબ જ સારું એવું ઝડપથી નીકળે છે. એટલે કે ટૂંકમાં મિત્રો આ દિવસો દરમિયાન ધાણીનો ઉગાવો ખૂબ જ સારો મેળવી શકાય.

જો વાવેતર સમયે દિવસનું તાપમાન 35 ડિગ્રીની આજુબાજુ જોવા મળતું હોય તો, ધાણીના બીજનું જર્મીનેશન યોગ્ય માત્રામાં થતું નથી. એટલે આ ધાણીની ખેતીમાં ઉગાવો આ દિવસો દરમિયાન જોવા મળતો નથી. એટલે જ મિત્રો જ્યારે ઠંડીના દિવસો શરૂઆત થતા હોય ત્યારે જ ધાણીનું વાવેતર કરવું હિતાવહ છે.

ગુજરાતમાં ધાણીનું વાવેતર મોટેભાગે ખેડૂતો જમીનને વ્યવસ્થિત રીતે તૈયાર કરી અને ટ્રેક્ટરથી કરતા હોય છે. કેમકે આધુનિક યંત્રોથી વાવેતર ખૂબ જ ઝડપથી થઈ જાય છે. અને સાથે સાથે દર વીઘે ધાણીના બીજ પણ સપ્રમાણ પડવાથી ધાણીનું વાવેતર સારું એવું ટ્રેક્ટરની ઓટોમેટીક ઓરણીથી થઈ શકે છે.

ધાણીની ખેતી મુજબ ધાણીનો ઉગાવો બરાબર આવી ગયા બાદ એટલે કે મોટેભાગે ૩ પિયતમાં ધાણી 12 થી 14 દિવસના ગાળામાં વ્યવસ્થિત રીતે ઉગી જાય છે. ત્યારબાદ ખાસ પિયતની જરૂર પડતી હોતી નથી. મોટાભાગના ખેડૂતો ધાણીનો પાક ઉગ્યા બાદ ચોથું પિયર 15 થી 20 દિવસ પિયત આપતા નથી. કેમ કે ધાણી બરાબર ડાંડલીયે ચડી ગયા ત્યારબાદ ચોથું પિયત આપતા હોય છે.

30 દિવસની આજુબાજુ ધાણીના પાકમાં સફેદ માખી અથવા તો લીલી પોપટીનો ઉપદ્રવ અમુક અમુક વર્ષોમાં જોવા મળે છે. જો આવી પરિસ્થિતિ જોવા મળે તો, જંતુનાશક દવાનો સ્પ્રે કરવો. જેથી ધાણીની ખેતીમાં ધાણી માં પાકની વૃદ્ધિ માટે અવરોધ રૂપ આ ચુસિયા વર્ગ પ્રકારની જીવાત બંને નહીં. એટલે જ યોગ્ય સમયે સારા એવા જંતુનાશકનો સ્પ્રે કરવો હિતાવહ છે.

40 થી 50 દિવસના ગાળા દરમિયાન ધાણીની ખેતી લક્ષી એકાદ બે યુરિયાના છંટકાવ કરવા ખૂબ જ હિતાવહ છે. કેમ કે નાઇટ્રોજન આ સમયગાળા દરમિયાન જાણીને વૃદ્ધિ માટે એક સારું એવું ટોનિક સાબિત થાય છે. એટલે જ ધાણીની મધ્યમ ઊંચાઈ હોય ત્યાં સુધીમાં જ યુરિયા આપી દેવું હિતાવહ છે. ત્યારબાદ વધુ પડતું નાઇટ્રોજન આપવું નહીં.

ધાણીની ખેતી મુજબ 55 દિવસની આજુબાજુ પ્રથમ ફૂગ્નાશક સારું એવું છાંટી દેવું. કેમ કે ધાણીની ખેતીમાં ફંગી સાઈડ વાપરવા ખૂબ જ જરૂરી છે. કેમકે ધાણીના પાકમાં મોટેભાગે સફેદ છારો નામની ફૂગ જોવા મળતી હોય છે. એટલે જ બજારમાં મળતા સારી કંપનીના ફૂગનાશકનો ઉપયોગ કરવો ખૂબ જ હિતાવહ છે.

ધાણીની ખેતીમાં કાપણી અંગેની વાત કરીએ તો, મિત્રો આ ભૂમિકા જ ખૂબ જ મહત્વની છે. કેમકે યોગ્ય સમયે ધાણીની કાપણી થાય તો જ લીલો કલર મળે છે. નહીંતર મોટેભાગે કલર લીલો મળતો નથી. મિત્રો ધાણીની ખેતી મુજબ કાપણી જ ખૂબ જ મહત્વનો સમયગાળો હોય છે. કેમકે જો ધાણીનો લીલો કલર આવે તો જ બજારમાં આ પાકના ભાવ ખૂબ જ ઊંચા થાય છે.

મિત્રો ધાણીની કાપણી અંગેની વાત કરીએ તો, જો એકદમ લીલો કલર ધાણીનો કરવો હોય તો, 80 દિવસની આજુબાજુ ધાણીની કાપણી કરી લેવી. આ સમયગાળા દરમિયાન આવનારા સમયમાં ઝાકળનો માહોલ ન હોવો જોઈએ એ વાતનો ખાસ ખ્યાલ રાખવો.

કેમ કે જો પાથરે ઝાકળ બેસે તો, ધાણીનો કલર એકદમ લાલ થઈ જાય છે. અને આવી ધાણીનો ભાવ મળતો નથી. એટલે જ ધાણીના શ્રેષ્ઠ લીલા કલર માટે અત્રે પડેલી ધાણી ઉપર રાત્રે ઝાકળ વરસાદ થવી ન જોઈએ. આ વાતનો ખાસ ખ્યાલ રાખવો.

ધાણીનો કાપણીનો સમય જ્યારે નજીક આવે ત્યારે સારા એવા વેધર એનાલિસિસનું તમે માર્ગદર્શન મેળવી શકો છો. કેમ કે વેધર એનાલિસિસ પાસે આવનારા દિવસોમાં ઝાકળનો રાઉન્ડ આવશે કે નહીં? એ અંગેની ખાસ માહિતી હોય છે.

એટલે જ આ સમયગાળા દરમિયાન સારા એવા વેધર એનાલિસિસના સંપર્કમાં રહેવું ખૂબ જ હિતાવહ છે. જેથી આપણે ધાણીનો લીલો કલર મેળવવા માટેના યોગ્ય હવામાન અંગેની માહિતી મેળવી શકીએ.

મિત્રો ધાણીની કાપણી થઈ ગયા બાદ હવામાન જેટલું ભેજ રહિત હોય એટલું સારું પરિણામ મેળવી શકીએ. આ ગાળામાં જો ભૂર પવન હોય તો, ખૂબ જ સારી બાબત ગણાય. કેમ કે સાઉથ ઇસ્ટના પવનો જ્યારે જ્યારે ફુકાતા હોય છે ત્યારે ત્યારે હવામાન મોટેભાગે ભેજ રહિત હોય છે. જે ખેતરમાં પાથરે પડેલી ધાણી માટે સોના સમાન આવું હવામાન સાબિત થાય છે.

પાથરે ધાણી સુકાઈ ગયા બાદ તેની કાલર એટલે કે સટ્ટા કરવામાં આવે છે. આવી ધાણીની કલરોને ઘણા ખેડૂતો 15 થી 20 દિવસ ખેતરમાં રાખે છે. 15 થી 20 દિવસ કાલરમાં રહેલી ધાણી એકદમ વરીયાળી જેવી લીલી થઈ જાય છે. અને મિત્રો આવી ધાણીના દામ માર્કેટયાર્ડમાં ખૂબ જ ઊંચા મળતા હોય છે.

ધાણીની ખેતીમાં કલર સુકાઈ ગયા બાદ થ્રેસરથી ધાણી તૈયાર કરવામાં આવે છે. થ્રેસરમાં તૈયાર થઈ ગયા બાદ યોગ્ય સફાઈ કરી અને આ પાક જો માર્કેટિંગ યાર્ડમાં વેચવામાં આવે તો ખેડૂતોને ખૂબ જ ઊંચા ભાવ મળી શકે. કેમ કે ધાણીમાં બને તેટલું કસ્તર ઓછું હોય તો, વેપારીઓ ખૂબ જ સારા ભાવ આવી ધાણીને આપતા હોય છે.

મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ખેડૂતો આવી એવર ગ્રીન લીલી ધાણી બનાવવા માટેના એક્સપર્ટ ગણાય છે. કેમકે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ભાણવડ તાલુકાના ખેડૂતો લગભગ સૌથી ઊંચા ભાવ ધાણીના મેળવે છે. કેમકે આ પંથકની ધાણી એકદમ લીલવણી ધાણી તરીકે અનોખી ઉપસી આવે છે.

તો મિત્રો આવી ને આવી નવી નવી ખેતી આધારિત તેમ જ હવામાન અંગેની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો. બધા જ મિત્રોનો ખુબ ખુબ આભાર.

અજમાની ખેતી : ખર્ચ વગર મેળવો બમ્પર ઉત્પાદન

અજમાની ખેતી

મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસાની અનિયમિતતા જોવા મળી રહી છે. ઋતુચક્ર ખોરવાયું છે તેથી જ ખેતીમાં પણ ખર્ચ પ્રમાણ વધ્યું છે. સાથે સાથે ઉત્પાદનનું પ્રમાણ ઘટી રહ્યું છે. આજની આ મહત્વની પોસ્ટમાં અજમાની ખેતી અંગેની મહત્વની વાત કરશું.

આ પાક એવો છે કે ખર્ચા વગર બમ્પર ઉત્પાદન મેળવી શકાય છે તો આજની આ ઉપયોગી પોસ્ટમાં અજમાની ખેતી અંગેની વિસ્તારથી માહિતી મેળવીએઅજમાનો પાકએ મરી મસાલાના વર્ગમાં આવે છે. પરંતુ અજમાની ખેતી બાબતે ઘણી બધી તકેદારી રાખવી પડે છે.

મિત્રો અજમાની ખેતી મફતમાં પણ કરી શકાય છે. કહેવાનો મતલબ એ છે કે, અજમાની ખેતીમાં ખર્ચ ખૂબ જ નહિવત આવે છે. જેમની સામે જો ઋતુનું બંધારણ અનુકૂળ રહે તો અજમાનું ઉત્પાદન ભરપૂર માત્રામાં મેળવી શકીએ છીએ.

અજમાના વાવેતર અંગેની વાત કરીએ તો, મુખ્ય રૂપે ગુજરાતમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છની સાથે સાથે ઉત્તર ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં અજમાની ખેતી થઈ રહી છે. દેશાવરની વાત કરીએ તો, મિત્રો રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના અમુક વિસ્તારોમાં પણ અજમાની ખેતી ખેડૂતો કરી રહ્યા છે. પરંતુ ગુણવત્તાવાળા અજમાની વાત કરીએ તો, સૌથી દમદાર પાક સૌરાષ્ટ્રમાં તૈયાર થતો જોવા મળે છે.

મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા તેમજ પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં ખેડૂતો અજમાની ખેતી કરે છે. પરંતુ સૌરાષ્ટ્રમાં મુખ્ય અજમાના પાકનું વાવેતર જામનગર જિલ્લામાં થાય છે. અને અહીંના ખેડૂતો ઉત્પાદન પણ ખૂબ જ સારું એવું મેળવી રહ્યા છે.

અજમાની ખેતી

મિત્રો અજમાની ખેતી અંગેની વાવેતર પદ્ધતિની પ્રથમ વાત કરીએ તો, મુખ્યત્વે અજમાનું વાવેતર ચોમાસું સિઝન દરમિયાન કરવામાં આવે છે. પરંતુ એક વાત પણ ખાસ નોટ કરવા લાયક છે કે, ચોમાસાના પ્રારંભિક તબક્કામાં જો અજમાનું વાવેતર કર્યું હોય તો, તેનું જર્મીનેસન બરાબર આવતું નથી. કેમ કે ગરમ ઋતુમાં અજમાના બીજનું જર્મિનેશન જોઈ તેવું યોગ્ય રીતે થઈ શકતું નથી.

એટલે જ મિત્રો વાવેતરનો મુખ્ય ગાળો જોઈએ તો, જો ઓગસ્ટ મહિનાના દિવસો દરમિયાન અજમાની ખેતી કરવામાં આવે તો, એટલે કે જો અજમાનું વાવેતર કરવામાં આવે તો તેમનો ઉગાવો 100% આવે છે.

કેમકે અજમાના ઉગાવા માટે ટેમ્પરેચર માફકસર રહેવું જોઈએ. સાથે સાથે દિવસ દરમિયાન જમીન વધુ પડતી તપવી ન જોઈએ. બને તેટલું ભેજવાળું હવામાન વધુ પડતું રહે તેમ અજમાના બીજનો ઉગાવો ખૂબ જ સારી રીતે આવે છે.

ચોમાસાનું આગમન થયા બાદ વરસાદના એકાદ બે રાઉન્ડ ચાલ્યા જાય ત્યારબાદ અજમાનું વાવેતર કરવું હિતાવહ છે. કેમકે આ દિવસો દરમિયાન હવામાન મોટેભાગે વાદળછાયું રહેતું હોય છે. અને હવામાં ભેજનું પ્રમાણ પણ પુષ્કળ માત્રામાં રહેતું હોય છે. વાવેતર કર્યા બાદ હળવા ભારે વરસાદના જાપટા પડતા રહે તો, અજમાના બીજનું અંકુરણ ખૂબ જ ઝડપથી ફૂટે છે. એટલે ઉગાવો ખૂબ જ સારો એવો આવે છે.

ચોમાસા દરમિયાન જો મગફળીનું ક્યારા બાંધીને વાવેતર કર્યું હોય તો, જન્માષ્ટમીની આજુબાજુ પારા ઉપર અજમાનું વાવેતર કરી શકાય છે. એટલે આ અંતર પાક તરીકે પણ વાવી શકાય છે. કેમ કે ભાદરવા મહિના બાદ મગફળી ઉપડી જાય ત્યારબાદ અજમાના છોડને વિકાસ માટે જરૂરી જગ્યા પણ મળી જાય છે. એટલે અજમાની ખેતી એક આંતર પાક તરીકે પણ લઈ શકાય છે.

મુખ્ય પાક રૂપે જો અજમાની ખેતી કરવી હોય તો, મિત્રો અજમાનું વાવેતર 36 ઇંચ અથવા તો 48 ઇંચની જાળીએ કરવું વધુ હિતાવહ છે. કેમકે આ બંને જાળી કરતાં સાંકડી જાળીએ વાવેતર કરીયે તો, શિયાળાના દિવસો દરમિયાન અજમાના પાકમાં હવા ન લગવાથી આ અજમાનો પાક ફૂગજન્ય રોગમાં ભેળાઈ શકે છે. એટલે ખૂબ સાંકળી જાળીએ અજમાનું વાવેતર કરવું હિતાવહ નથી.

અજમાની ખેતીમાં આવતા રોગ જીવાત અંગેની વાત કરીએ. તો મિત્રો અજમાની ખેતીમાં મુખ્ય કોઈ ગંભીર રોગો જોવા મળતા નથી. ચોમાસામાં જો એકધારું વરસાદનું પ્રમાણ રહે તો, પીળીયા નામનો રોગ અજમાના છોડ ઉપર જોવા મળે છે.

જો પીળીયા નામનો રોગ દેખાય તો, અજમાનો છોડ પીળો થઈને સુકાઈ જતો હોય છે. પરંતુ જેમ જેમ હવામાન સુધરતું જાય તેમ તેમ આ રોગ પણ ઓછો થઇ જાય છે. છતાં પણ આવા તબક્કે કોઈ સારા એવા ફૂગનાશકનો તમે છંટકાવ કરી શકો છો.

અજમાની ખેતીમાં કોઈ ચુસીયા પ્રકારના રોગનો ભયંકર ઉપદ્રવ જોવા મળતો નથી. ક્યારેક ક્યારેક હવામાન ખરાબ હોય ત્યારે લીલી ઈયળ ચોમાસા દરમિયાન જોવા મળતી હોય છે. અને આ ઈયળ મોટે ભાગે છોડની ડાળી ખાનાર હોય છે. આવા તબક્કે તમે હળવા જંતુનાશકનો ઉપયોગ કરી શકો છો. અને સારું એવું રીઝલ્ટ મેળવી શકો છો. કોઈ ભારે જંતુનાશક છાંટવાની જરૂર પડતી નથી.

શિયાળાની ઋતુ દરમિયાન ઠંડીનું પ્રમાણ વધુ જો જોવા મળે અને હવામાન વાદળછાયુ બને ત્યારે અજમાના છોડ ઉપર મોલો મસીનું પ્રમાણ જોવા મળતું હોય છે. આવા તબક્કે ખાસ કરીને સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરી અને આ રોગ ઉપર કાબુ મેળવવો ખૂબ જ જરૂરી છે. કેમકે અજમાની ખેતીમાં મુખ્યત્વે મોલો વધુ પડતો જોવા મળતો હોય છે. એટલે જ સમયસર પગલાં લેવા હિતાવહ છે.

અજમાની ખેતીમાં જ્યારે દાણાનું બંધારણ થતું હોય છે, ત્યારે ખાસ કરીને સફેદ છારો નામનો રોગ જોવા મળતો હોય છે. જેને ખેડૂતો સફેદ ફૂગથી પણ ઓળખે છે. મિત્રો આવા તબક્કે સારું એવું ફૂગનાશક સમય અંતરે છાંટી દેવું.

જેથી આ સફેદ ફૂગ ઉપર તરત જ કાબુ મેળવી શકાય. જો કે આ અજમાના પાક ઉપર આવતી સામાન્ય ફૂગ છે. એકાદ બે છંટકાવ કરવાથી અજમાનો પાક સંપૂર્ણ રીતે સફેદ ફૂગથી મુક્ત બને છે.

અજમાના છોડમાં જ્યારે દાણાનો વિકાસ બરાબર થઈ રહ્યો હોય ત્યારે ઉપરથી micronutals ના છટકાવ કરવા ખૂબ જ હિતાવહ છે. જેમાં ઘણા બધા માઇક્રો ન્યુટન્સ બજારમાં ઉપલબ્ધ છે. જો સમય અંતરે દાણા ચડવાના સમયે નિયમિત અંતરે માઈક્રો ન્યુટન્સના છંટકાવ કરવામાં આવે તો, ઉત્પાદનમાં સારો એવો વધારો મેળવી શકીએ છીએ.

અજમાની ખેતીમાં અજમાનું ઉત્પાદન અંગેની વાત કરીએ તો, મિત્રો અજમાનું ઉત્પાદન સારું એવું મળે છે. જેમની સામે ખર્ચનું પ્રમાણ ખૂબ જ નહિવત જોવા મળે છે. જો હવામાન અનુકૂળ હોય તો અજમાનો પાક એ ઓછા ખર્ચે વધુ નફો આપનાર પાક છે.

સૌરાષ્ટ્રના ખેડૂતો અજમાનું ઉત્પાદન વીઘે 10 મણથી લઇને 15 મણ સુધીનું ઉત્પાદન મેળવે છે. મિત્રો એમાં પણ ખાસ કરીને જામનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં 15 મણ ઉપરનું પણ ઉત્પાદન દર વીઘાએ ખેડૂતો મેળવે છે.

મિત્રો એવરેજ અજમાના ઉત્પાદનની વાત કરીએ તો, 10 મણથી 12 મણનું ઉત્પાદન આરામથી મેળવી શકાય. ઉત્પાદનનો મુખ્ય આધાર જો હવામાન ઉપર રહેલો છે. જો હવામાન અનુકૂળ હોય તો ઉત્પાદન સારું મળે છે.

મિત્રો અજમાના પાકના બજારમાં ઉપજતા ભાવ અંગેની વાત કરીએ તો, અજમાનો ભાવ ગુણવત્તા ઉપર નક્કી થતો હોય છે. જો સારી કોલેટીના અજમા અને જો લીલા કલર સાથે તૈયાર થયા હોય તો, હાપા માર્કેટિંગ યાર્ડમાં અજમાનો સર્વશ્રેષ્ઠ ભાવ તમે મેળવી શકો છો.

છેલ્લા કેટલાક વર્ષના ભાવનો એક અંદાજ જોઈએ તો, મિત્રો સારી કોલેટીના અજમાનો ભાવ હાપા માર્કેટિંગ યાર્ડમાં 3,000 રૂપિયાથી 6,000 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવ જોવા મળી રહ્યો છે. જે ખૂબ જ સારો એવો ભાવ ગણી શકાય.

ટૂંકમાં મિત્રો અજમાની ખેતીમાં ખર્ચનું પ્રમાણ ખૂબ જ ઓછું આવે છે. જેમની સામે વળતરનું પ્રમાણ ખૂબ જ સારું એવું જોવા મળે છે. ઓછા ખર્ચે તમે વધુ નફો આ અજમાની ખેતીમાં તમે કરી શકો છો.

તો મિત્રો ગુજરાતમાં થતી ખેતીને લગતી તમામ માહિતીની સાથે સાથે ગુજરાત રાજ્યના હવામાનની માહિતી પણ નિયમિત મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો. બધા જ મિત્રોનો ખુબ ખુબ આભાર.

ફાગણ મહિનાનું હવામાન : ચોમાસાનો વર્તારો

ફાગણ મહિનાનું હવામાન

મિત્રો પ્રાચીન આગાહીઓમાં વિક્રમ સવંતના બારેય મહિનાના હવામાન મુજબ આગામી ચોમાસાનો વર્તારો સામે આવતો હોય છે. તો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં ફાગણ મહિનાનું હવામાન કેવું રહે? એ મુજબ આવનારૂ ચોમાસું વર્તારો કેવો રહે? એ અંગે મહત્વની વાત કરશું.

કારતક મહિનાની શરૂઆતથી જ ઠંડીનું જોર વધતું હોય છે. એટલે શિયાળાના ચારેય મહિનાનું હવામાન કેવું જોવા મળે તો ચોમાસું કેવું રહે? એ અંગેની આ પોસ્ટમાં વાત કરશું નહીં. પરંતુ ઉનાળુ સિઝનમાં આવતા ફાગણ મહિનાની સ્થિતિ મુજબ ફાગણ મહિનાનું હવામાન કેવું રહે? તો ચોમાસામાં કેવી પરિસ્થિતિ આકાર લ્યે? એ સંબંધિત આ પોસ્ટમાં વાત કરશું.

ફાગણ મહિનાનું હવામાન મુજબ ફાગણ મહિનાની અંજવાળી એકમે એટલે કે ફાગણ મહિનાની સુદ એકમે દિવસે શતતારકા નક્ષત્રની ઉપસ્થિતિ હોય તો તે વર્ષે દુષ્કાળ પડવાની સંભાવના વધુ રહે. ટૂંકમાં મિત્રો ફાગણ મહિનાની સુદ એકમે શતતારકા નક્ષત્ર હોવું ન જોઈએ.

ફાગણ મહિનાનું હવામાન મુજબ એક બીજો યોગ જોઈએ તો, ફાગણ સુદ સાતમ, આઠમ તેમજ નોમના દિવસે જો દિવસે મેઘ ગર્જના સંભળાય તો, મિત્રો ભાદરવી અમાસે વરસાદ આવે આવે અને આવે આ વાત લખી લેવી. એક લોકવાયકા મુજબ ચોમાસામાં આવનાર સમય શ્રાવણ વદ અમાસ પણ વર્ણવામાં આવે છે.

ફાગણ સુદ પૂનમનો ખાસ અભ્યાસ કરવો. ફાગણ મહિનાનું હવામાન મુજબ ફાગણ સુદ પૂનમને સાંજે હોળીની ઝાળ જો ઊંચી ને ઊંચી જાય તો, તે યોગ સારા ગણાતા નથી. ટૂંકમાં તે સમયે જો પવનની હાજરી ન હોય તો ચોમાસું નબળું રહે છે. તેમ જ રજા અને પ્રજા પણ દુઃખી થાય. આવી વાત પ્રાચીન વરસા વિજ્ઞાનમાં જોવા મળી રહી છે.

ફાગણ મહિનાનું હવામાન

ફાગણ સુદ પૂનમની સાંજે જો પશ્ચિમનો પવન હોય તો, ખૂબ જ સારી નિશાની ગણાય. જ્યારે દક્ષિણનો પવન વર્ષ દુષ્કાળકારક સૂચવે છે. પૂર્વનો પવન મધ્ય ચોમાસું ફળ આપનાર ગણાય છે. જ્યારે અગ્નિ કોણનો પવન ખૂબ જ ખરાબ સંકેત આપે છે.

ફાગણ મહિનાનું હવામાન મુજબ ફાગણ સુદ પૂનમને સાંજે જો વાયવ્યનો પવન હોય અથવા તો ઈશાન ખૂણાનો પવન હોય તો, પણ એ આવનારા ચોમાસા માટે શુભ સંકેતો આપે છે. આ વાત પણ લખી લેવી કેમ કે આ વિધાન પણ પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહ્યું છે.

એટલે જ મિત્રો ફાગણ સુદ પૂનમની સાંજે ખાસ અવલોકન કરવું. આ અવલોકનની રીત આજે વર્ષોથી ચાલી આવી રહી છે. એટલે જ ફાગણ મહિનાનું હવામાન મુજબ ફાગણ સુદ પૂનમને મુખ્ય રૂપે લેવામાં આવે છે. પૂનમની સાંજે હોળીના પ્રાગટ્ય સમયે ખાસ પવનનું અવલોકન કરવું. જેથી આવનારા ચોમાસાનું એક સચોટ ચિત્ર સ્પષ્ટ થતું જણાશે. મિત્રો અંગે વિગતવાર માહિતી આપણે હોળીનો પવન 2024 સંબંધિત પોસ્ટમાં વર્ણન કરેલું છે.

મિત્રો એક બીજા પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ ફાગણ મહિનાની અંધારી બીજના દિવસે જો આકાશ સ્વચ્છ હોય, વાદળ કે પછી વીજળીના કંઈ પણ ઇંધાણ ન હોય તો, શ્રાવણ અને ભાદરવા મહિનામાં વદ ત્રીજા દિવસે વરસાદ થવાની એક સારી નિશાની ગણાય. આ ઉલ્લેખ પણ ભડલી વાક્યોમાં જોવા મળી રહ્યો છે.

મિત્રો ફાગણ મહિનાનું હવામાન મુજબ ફાગણ મહિનાની અમાસે જો મંગળવાર હોય તો, તે સારી નિશાની ગણાતી નથી. કેમકે જો ફાગણ મહિનાની અમાસે મંગળવારની હાજરી હોય તો, તે વર્ષે દુષ્કાળની સંભાવના વધી જાય છે. એક લોકવાયકા મુજબ આ વાત મહા મહિનાની અમાસને અનુલક્ષીને પણ કહેવામાં આવી છે.

ફાગણ મહિનાની પૂનમના દિવસે જો શુક્રનો અસ્ત થતો હોય તો, ફાગણ મહિનાનું હવામાન મુજબ ખેડૂતો તેમજ માલધારીઓ માટે આ શુભ સંકેત નથી. એટલે ફાગણ સુદ પૂનમના દિવસે શુક્રનો જો અસ્ત થાય તો, તે ખરાબ ચિન્હ ગણાય.

ફાગણ મહિનાનું હવામાન મુજબ ફાગણ મહિનાનો વર્તારો જોઈએ તો, મિત્રો ફાગણ મહિનાના દિવસો દરમિયાન આકાશ બને તેટલું સ્વચ્છ રહે તો, આવનારું ચોમાસું સારું રહે એવા સંકેતો ગણી શકાય. ફાગણ મહિનાની શરૂઆતથી ધીરે ધીરે ગરમીનું આગમન થાય તે પણ એક સારી નિશાની ગણાય.

મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ ફાગણ મહિનાનું હવામાન કેવું રહે? તો આવનારું ચોમાસું કેવું રહે? એ અંગે વિધાનો સામે આવતા હોય છે. તો મિત્રો જો ફાગણ મહિનામાં 5 શનિવાર જે વર્ષે આવતા હોય તે, વર્ષનું ચોમાસું ખૂબ જ નબળું સાબિત થાય છે. તે વર્ષે દુષ્કાળની સંભાવના ખૂબ જ વધી જાય છે. આવું વિધાન પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહ્યું છે.

ફાગણ મહિનાની શરૂઆતના દિવસોમાં ખાખરાના વૃક્ષમાં જે ફૂલ આવે છે. તેને આપણે કેસુડાના ફૂલ તરીકે પણ ઓળખીએ છીએ. તો મિત્રો ફાગણ મહિનાના પ્રથમ પખવાડિયામાં કેસુડાના ફૂલનું આગમન જો સમયસર જોવા મળે તો, આવનારું ચોમાસું સમયસર આવશે. અને સાથે સાથે આવનારું ચોમાસું ખૂબ જ સારું રહેશે એવું ગણી શકાય.

શિયાળાના ચાર મહિના દરમિયાન ઠંડીનું પ્રમાણ જોવા મળ્યા બાદ ફાગણ મહિનાની શરૂઆત જો ધીરે ધીરે ગરમીથી થાય. તો તે વર્ષે ઋતુનું બેલેન્સ બરાબર છે. એવું માની લેવું અને ફાગણ મહિનામાં ગરમીનું સમયસર આગમનએ આવનારા ચોમાસામાં પણ વરસાદનું સમયસર આગમન થશે. એ વાતની પુષ્ટિ કરે છે.

પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત જે જે આગાહીકારો આવનારા ચોમાસા અંગેની આગાહી કરતા હોય છે. એવો માટે ફાગણ મહિનાનું હવામાન વિશેષ રૂપે મુખ્ય રહે છે. કેમ કે ફાગણ મહિનામાં હોળીના પવનને આધારે ચોમાસાનો વર્તારો સોલિડ મળતો હોય છે. એ મુજબ ફાગણ મહિનાનું હવામાન એ આવનારા ચોમાસાના અભ્યાસ માટે ખૂબ જ મહત્વનું છે.

મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી હવામાનની પેટર્નમાં મોટો ફેરફાર પણ જોવા મળી રહ્યો છે. ઋતુનું બંધારણ પણ દિવસે અને દિવસે ખોવાઈ પણ રહ્યું છે. જેનું મુખ્ય રીઝન હવામાનમાં આવેલા મોટા બદલાવને ગણી શકાય. છતાં પણ પ્રાચીન શાસ્ત્રોમાં વર્ણાવેલા યોગો મુજબ આવનારું ચોમાસું રહેતું હોય છે. એ વાત આજના સમયમાં પણ સત્યમય સાબિત થાય છે.

એટલે જ મિત્રો ઉપર આપવામાં આવેલી બધી જ વાતોનો ખાસ અભ્યાસ કરવો. કેમ કે ફાગણ મહિનાનું હવામાન કેવું રહે તો આવનારું ચોમાસું કેવું રહે? એ અંગેનું એક તારણ આપણે લગાવી શકીયે. અને જો દર વર્ષે આપણે આનો અભ્યાસ કરીએ તો, ચોમાસામાં કેવી સ્થિતિ આવે છે? એ અંગે પણ આપણે એક સમાધાન મળી જાય.

મિત્રો દેશી વિજ્ઞાન મુજબ દરેક મહિના દરમિયાન કેવું કેવું હવામાન જોવા મળે તો ચોમાસાના ચારેય મહિના દરમિયાન વરસાદની સ્થિતિ કેવી રહે એનો એક નિર્દેશ મળી જતો હોય છે જેમ કે કારતક મહિનાના ચિત્રો મુજબ અષાઢ મહિનામાં વરસાદની સંભાવના કેવી રહેશે એ અંગે એક નિર્દેશ મળી જતો હોય છે.

એ જ રીતે માગસર, પોષ તેમજ મહા મહિનામાં હવામાન કેવું રહે? તો ચોમાસાના મહિનામાં વરસાદનું પ્રમાણ કેવું જોવા મળે? જો કે આ બધી માહિતી કસ કાતરા મુજબ આધારિત ગણાય છે. પરંતુ અહીં જે રજૂ કરવામાં આવી છે તે માહિતી તેના કરતા અલગ ગણાય.

નોંધ : ફાગણ મહિનાનું હવામાન સંબંધિત ઉપર જે રજૂઆત કરવામાં આવી છે, તે Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. આ બધી જ માહિતી પ્રાચીન વર્ષા વિજ્ઞાન તેમજ ભડલી વાકયોના સિદ્ધાંત મુજબ અહીં રજૂ કરવામાં આવી છે.

મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યના હવામાન અંગેની લેટેસ્ટ ઇન્ફોર્મેશન મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. કેમ કે અમારી આ વેબસાઈટ પર સાયન્સ આધારિત તેમ જ પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત બંને માહિતી અહીં રેગ્યુલર અપડેટ કરવામાં આવે છે.

ટીટોડીના ઈંડા મુજબ ચોમાસું થશે ટનાટન : Monsoon Forecast

ટીટોડીના ઈંડા મુજબ ચોમાસું

મિત્રો જેમ જેમ ચોમાસું નજીક આવતું જાય છે. ટીટોડીના ઈંડા મુજબ ચોમાસું થશે ટનાટન અંતર્ગત આ પોસ્ટમાં થોડીક વાત કરશું. જેમ જેમ ચોમાસું નજીક આવશે તેમ તેમ દેશી વિજ્ઞાન આધારિત આગાહીઓ પણ આવતી જતી હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં ટીટોડીના ઈંડાને આધારે આવનારું ચોમાસું કેવું રહી શકે? એ અંતર્ગત થોડીક માહિતી મેળવવાનો પ્રયાસ કરશું.

આમ જોવા જઈએ તો, ટીટોડીના ઈંડા ખેતરના શેઢા પારે અથવા તો ખેતરમાં મોટેભાગે જોવા મળતા હોય છે. અને ટીટોડીના ઈંડા વર્ષમાં મોટેભાગે ચૈત્ર તેમજ વૈશાખ મહિનાના સમયગાળા દરમિયાન જોવા મળતા હોય છે. તો મિત્રો આ ટીટોડીના ઈંડાનું શું વિજ્ઞાન છે? એ સંબંધિત ચોમાસામાં કેવો વરસાદ થઈ શકે છે? એ અંગેની માહિતી મેળવશું.

મિત્રો એક લોકવાયકા મુજબ ટીટોડીના ઈંડા જમીન સપાટીથી જેટલી વધુ ઊંચાઈએ જોવા મળે તો, આવનારું ચોમાસું ટનાટન રહી શકે છે. કેમકે ટીટોડીને અગાઉથી જ એક એવો અંદેશો મળી જતો હોય છે કે, આ વર્ષે વરસાદ વધુ થશે. એ માટે પોતાના ઈંડા જમીન સપાટીથી વધુ ઊંચાઈની અવસ્થામાં જોવા મળે છે.

ટીટોડી નાના નાના કંકર ભેગા કરીને મોટો ઢગલો બનાવે છે. અને ત્યારબાદ આ ઢગલા ઉપર પોતાના ઈંડા મૂકે છે. મિત્રો જમીન સપાટીથી જેટલો ઊંચો ઢગલો બનાવે તેટલી વરસાદની સંભાવના ચોમાસા દરમિયાન વધુ પડતી ગણાય. આવી એક પ્રસિદ્ધ લોકવાયકા જોવા મળી રહી છે.

ટીટોડીના ઈંડા

મિત્રો ટીટોડીના ઈંડા ખેતરના પારા ઉપર જોવા મળે તો, તે વર્ષનું ચોમાસું ખૂબ જ સારું સાબિત થશે. વરસાદના દિવસો દરમિયાન વરસાદની સંભાવના વધુ રહેશે. કેમ કે એક સામાન્ય વાત મુજબ ખેતરનો પારો જમીન સપાટીથી હંમેશા ઊંચો હોય છે. એટલે જો ખેતરના પારા ઉપર ટીટોડીના ઈંડા જણાય તો, તે વર્ષનું ચોમાસું ખૂબ જ સારું સાબિત થશે.

મિત્રો ટીટોડી પોતાના ઈંડા કેટલી સંખ્યામાં મૂકે છે? એ વાત પણ ખૂબ જ મહત્વની છે. જો ટીટોડીનું ઈંડુ એક જણાય તો, તે વર્ષે દુષ્કાળની સંભાવના વધુ ગણી શકાય. ચોમાસાની સિઝન દરમિયાન વરસાદની સંભાવના ખુબ જ ઓછી ઉભી થાય. એટલે જો ટીટોડીનું ઇંડુ એક જોવા મળે તો, તે સારી નિશાની ગણાતી નથી.

ટીટોડીના ઈંડા અંગે વધુ વાત કરીએ તો, મિત્રો જો ટીટોડીના ઈંડાની સંખ્યા 2 જોવા મળે તો, તે વર્ષ મધ્યમ ગણી શકાય. જે વર્ષે મોટેભાગે ટીટોડીના ઈંડા બેની સંખ્યામાં જોવા મળતા હોય, તે વર્ષે અમુક વિસ્તારમાં વરસાદ સારો થાય તો, અમુક વિસ્તારમાં દુષ્કાળ જેવા ચિત્રો પણ જોવા મળી શકે છે.

આગળ જોઇએ તો, ટીટોડીના ઈંડા જે વર્ષે 3 ની સંખ્યામાં જોવા મળતા હોય. તે વર્ષ મધ્યમ ફળ આપનારું ગણી શકાય. મિત્રો દર વર્ષે સોશિયલ મીડિયામાં ટીટોડીના ઈંડાના ફોટા આવતા હોય છે. જો જે વર્ષે ઈંડાની સંખ્યા વધુ પડતી ત્રણની જોવા મળે તો, તે વર્ષ મધ્યમ ગણી શકાય. કેમ કે તે વર્ષે ખંડ વૃષ્ટિના યોગ વધુ પડતા જોવા મળે.

મિત્રો જે વર્ષે ટીટોડીના ઈંડા 4 અથવા તો 5 ની સંખ્યામાં જોવા મળતા હોય, તે વર્ષનું ચોમાસું જમાવટ કરશે. એમાં કોઈ શંકા કરવી નહીં. કેમકે જે વર્ષે ટીટોડીએ મુકેલા ઈંડાની સંખ્યા 4 અથવા તો 5 જોવા મળે તો, તે વર્ષે બારે મેઘ ખાંગા થશે. ધન ધન્યના ઢગલા થશે. તેમ જ રાજા અને પ્રજા પણ સુખી થાય આવા યોગનું નિર્માણ થાય.

મિત્રો એક બીજી લોકવાયકા મુજબ ટીટોડીના ઈંડા જો સમથળ એટલે કે સમાંતર સ્થિતિમાં મુકેલા જણાય તો, તે સારી નિશાની ગણાતી નથી. પરંતું ઈંડા જો જમીનમાં ખૂંચ અવસ્થામાં જણાય તો, તે વર્ષનું ચોમાસું દમદાર રીતે જામશે એવું અનુમાન લગાવી શકાય.

વૈશાખ મહિનાના અંતિમ અખવાડિયામાં જો ટીટોડીના ઈંડા શેઢે પારે વધુ પડતા જોવા મળે તો, ચોમાસાનું આગમન મોડું થાય છે. વાવણી લાયક વરસાદ પણ મોડો થાય આવી એક લોકવાયકા જોવા મળી રહી છે. પરંતુ જો ચૈત્ર મહિનામાં ટીટોડીના ઈંડા જણાય તો, ચોમાસું સમયસર રહે છે અને ચોમાસું પણ સારું રહે છે.

મિત્રો અહીં એક વાતનો પણ ખાસ અભ્યાસ કરવો કે, ટીટોડીના ઈંડા જો કોઈ પાણીના રેક અથવા કે પાણીના વહેણના ભાગમાં જોવા મળે તો, તે વર્ષે દુષ્કાળના ડાકલા વાગી શકે છે. આ એક લોકવાયકા પણ ખુબ પ્રચલિત છે એટલે આ વાતનો પણ ખાસ અનુભવ કરવો.

મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં આ સિવાય ઘણા બધા ચિન્હો બતાવવામાં આવ્યા છે. જેમ કે હોળીનો પવન, અખાત્રીજનો પવન, ચૈત્રી દનિયા, મહા મહિનાનું માવઠું આ બધા દિવસોનું પણ ખાસ અવલોકન કરવું. જોકે આ બધી બાબતમાં કેવા કેવા ચિત્રોનું નિર્માણ થાય તો, ચોમાસું કેવું રહે? એ અંતર્ગત આપણે નવી પોસ્ટના માધ્યમથી માહિતી રજૂ કરીશું.

મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાનની સાથે સાથે આધુનિક વિજ્ઞાન સંબધીત હવામાનની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો. સાથે સાથે અહીં અપડેટ થતી દરેક પોસ્ટને તમારા વિવિધ સોશિયલ મીડિયામાં પણ શેર કરજો. જેથી હવામાનની માહિતી બીજા મિત્રો સુધી પણ પહોંચતી રહે.

ઇન્ડિયન ઓશન ડાયપોલ : ચોમાસું 2024 પૂર્વાનુમાન

ઇન્ડિયન ઓશન ડાયપોલ

2024 ના વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. શિયાળો પણ હવે ધીરે ધીરે વિદાય લેવાની તૈયારી કરી રહ્યો છે. મિત્રો હવે ઉનાળાની શરૂઆત થશે. ત્યારબાદ ચોમાસું 2024 વિધિવત રીતે ગુજરાતમાં પ્રવેશ કરશે. તો આજની આ મહત્વની પોસ્ટમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ પરિબળ મુજબ ચોમાસું 2024 કેવું રહી શકે? એ અંગેનું પૂર્વાનુમાન મેળવશું.

મિત્રો ચોમાસું કેવું રહી શકે એ અંગે ઘણા બધા ફેક્ટરો અસર કરતા બનતા હોય છે. આવનારૂ ચોમાસુ કેવું રહી શકે? એ અંગે આધુનિક વિજ્ઞાનની સાથે સાથે દેશી વિજ્ઞાનમાં પણ ઘણા બધા પાસાઓ ઉપરથી પણ આવનારું ચોમાસું કેવું રહેશે? એ અંગે એક સચોટ પૂર્વાનુમાન કાઢવામાં આવતું હોય છે.

પ્રથમ તો દેશી વિજ્ઞાન અંગેની વાત કરી લઈએ તો, શિયાળામાં ઠંડીનું પ્રમાણ કેવું રહ્યું હોય? ઉનાળામાં ગરમીનું પ્રમાણ કેવું રહ્યું હોય? શિયાળાના દિવસો દરમિયાન આકાશમાં કસ બંધારણ કેવું જોવા મળ્યું હોય? આવા બધા ચિત્રો ઉપરથી પણ આવનારું ચોમાસું સારું જશે કે નબળું જશે. એ બાબતે એક અનુમાન કરવામાં આવતું હોય છે.

મિત્રો આજની આ પોસ્ટમાં પ્રથમ તો, ઇન્ડિયન ઓશન ડાયપોલ વિશે થોડીક ચર્ચા કરી લઈએ. આ પરિબળ શું છે? અને ચોમાસા દરમિયાન ઇન્ડિયન ઓશન ડાયપોલ ચોમાસા દરમ્યાન કેવી અસર ભજવે છે? ઇન્ડિયન ઓશન ડાયપોલ કેવી કન્ડિશનમાં હોય તો, ગુજરાત રાજ્યમાં વરસાદનું પ્રમાણ કેવું રહી શકે? એ અંગેની માહિતી મેળવતા પહેલા આ પરિબળ ઇન્ડિયન ઓશન ડાયપોલ પ્રથમ સમજીએ.

ઇન્ડિયન ઓશન ડાયપોલ

મુખ્ય રૂપે ઇન્ડિયન ઓશન ડાયપોલ પરિબળ ત્રણ પરિસ્થિતીમાં જોવા મળતો હોય છે પ્રથમ તો તેની પરિસ્થિતિ પોઝિટિવ રહેતી હોય છે. બીજી પરિસ્થિતિની વાત કરીએ તો, નેચરલ પરિસ્થિતિમાં રહેતો હોય છે. અને ત્રીજી પરિસ્થિતિની વાત કરીએ તો ઇન્ડિયન ઓશન ડાયપોલ નેગેટીવ પરિસ્થિતિમાં રહેતો હોય છે. આ પોસ્ટમાં ત્રણેય કન્ડિશન મુજબ ચોમાસાનું ચિત્ર કેવું રહી શકે એ અંગે વાત કરીએ.

મિત્રો જો ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ ફેસમાં જણાય તો, દક્ષિણ અરબ સાગર લાગુ મેડા ગાસ્કર આજુબાજુ સમુદ્રી સપાટીનુ તાપમાન સરેરાશ કરતા થોડુંક વધુ જોવા મળતું હોય તો, આવી પરિસ્થિતિમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ ફેસમાં હોય એવું ગણી શકાય.

જે જે વર્ષે ચોમાસા દરમિયાન ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ ફેસમાં જોવા મળતો હોય ત્યારે ત્યારે ગુજરાત, રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રમાં ચોમાસા દરમિયાન વરસાદનું પ્રમાણ સરેરાશ કરતાં પણ વધુ જોવા મળતું હોય છે. કેમકે આવી પરિસ્થિતિમાં બંગાળની ખાડીમાં એક પછી એક લો પ્રેશર સિસ્ટમ બનતી હોય છે. અને આ સિસ્ટમ છેક ગુજરાત સુધી મોટે ભાગે પહોંચતી હોય છે.

ઇન્ડિયન ઓશન ડાયપોલ જો નેચરલ ફેસમાં જોવા મળતો હોય તો, ચોમાસાના દિવસો દરમિયાન આવી પરિસ્થિતિનું નિર્માણ જો હવામાનના મોડલમાં જોવા મળતું હોય તો, ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાના ચાન્સ વધુ જોવા મળતા હોય છે. એટલે ચોમાસું સાવ નબળું પસાર થતું નથી. મોટેભાગે એવરેજ વરસાદની આજુબાજુ વરસાદની માત્રા જોવા મળતી હોય છે.

પરંતુ મિત્રો જો ઇન્ડિયન ઓશન ડાયપોલ ચોમાસા દરમિયાન નેગેટિવ ફેસમાં જોવા મળે તો, ગુજરાત માટે ખરેખર માઠા સમાચાર ગણી શકાય. કેમકે ભૂતકાળના ઘણા વર્ષોમાં આપણે એવું પણ જોવા મળ્યું છે કે, આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતનું ચોમાસું મોટે ભાગે નબળું જ પુરવાર થયું છે. સરેરાશ વરસાદ કરતાં ખૂબ જ ઓછો વરસાદ તે વર્ષે જોવા મળ્યો છે.

મિત્રો હવે 2024 ના ચોમાસા અંગેનું પૂર્વ અનુમાન જોઈએ તો, ફેબ્રુઆરી 2024 દરમિયાન ઇન્ડિયન ઓશન ડાયપોલ 2024 પોઝિટિવ ફેસમાંથી નેચરલ ફેસ તરફ ઝૂકાવ કરી રહ્યો છે. અને માર્ચ મહિનાના અંતિમ દિવસો સુધી ઇન્ડિયન ઓશન ડાયપોલ સતત નેચરલ ફેસ તરફ ઝુકાવ કરશે.

હવામાનના મોડલની લેટેસ્ટ અપડેટ મુજબ માર્ચ 2024 થી ઇન્ડિયન ઓશન ડાયપોલ ધીરે ધીરે ફરીથી નેચરલ ફેસમાંથી પોઝિટિવ ફેસ તરફ ગતિ કરે એવા ચિત્રો હવામાનના ફોરકાસ્ટ મોડલોમાં જોવા મળી રહ્યા છે. જે એક ચોમાસું 2024 માટે શુભ સંકેત ગણી શકાય. કેમ કે આપણે ઉપર વાત કરી તે મુજબ જો, ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ ફેસની આજુબાજુ અથવા તો પોઝિટિવ ફેસમાં હોય તો, સારા ચોમાસા માટે શુભ સંકેત ગણાય.

મિત્રો અમેરિકન હવામાન મોડલની ફોરકાસ્ટ મુજબ જ્યાં સુધી છેલ્લી પરિસ્થિતિ ઇન્ડિયન ઓશન ડાયપોલ ની જોવા મળી રહી છે, તે મુજબ ત્યાં સુધીની વાત કરીએ તો, મિત્રો જૂન મહિનામાં લગભગ Indian ocean dipole પોઝિટિવ લાગુ આવી જશે. એટલે ચોમાસાની શરૂઆત લગભગ ગુજરાતમાં નિયમિત તારીખની આજુબાજુ થાય અને ચોમાસું 2024 સારું સાબિત થાય એવું એક અનુમાન લગાવી શકાય.

ઇન્ડિયન ઓશન ડાયપોલ ચાર્ટ દર મહિને અપડેટ થતા હોય છે. તો મિત્રો હાલની પરિસ્થિતિનું એનાલિસિસ કરીએ તો, લગભગ ચોમાસું 2024 દરમિયાન Indian ocean dipole પોઝિટિવ ફેસની આજુબાજુ રહે એવા સમીકરણો જોવા મળી રહ્યા છે. હાલની પરિસ્થિતિ મુજબ ગુજરાતનું ચોમાસું નોર્મલ અથવા તો નોર્મલની આસપાસ રહે એવું એક પૂર્વાનુમાન ગણી શકાય.

ભારતના ચોમાસાને મુખ્ય અસર કર્તા પરિબળોમાં Indian ocean dipole પ્રથમ ક્રમે આવે છે. કેમકે જ્યારે જ્યારે આ પરિબળ ફેવરિટિબલ હોય ત્યારે ત્યારે દેશનું ચોમાસું મોટેભાગે સક્રિય રહેતું હોય છે. જે જે વર્ષે અલ નીનોનો પ્રભાવ રહ્યો હોય છતાં પણ જો ઇન્ડિયન ઓશન ડીપોલ પરિબળ ફેવરેટ ટેબલ રહ્યું હોય ત્યારે ત્યારે ચોમાસું હંમેશા સારું જ સાબિત થયું છે.

મુખ્યત્વે ઇન્ડિયન ઓશન ડીપોલ જે જે વર્ષે સકારાત્મક વલણમાં રહ્યું હોય, તે તે વર્ષે ચોમાસું પવનોની પરિસ્થિતિ અનુકૂળ રહેતી હોય છે. આવી પેર્ટન બનતી હોય ત્યારે ત્યારે બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ વધુ પડતી બનતી હોય છે.

આવી પરિસ્થિતિને અનુસંધાને પૂર્વ ભારત, દક્ષિણ ભારત, પશ્ચિમ ભારત તેમજ ઉત્તર ભારતમાં વરસાદનું પ્રમાણ ભરપૂર માત્રામાં જોવા મળતું હોય છે. એટલે જ Indian ocean depole પોઝિટિવ અથવા તો નોર્મલ ફેસમાં હોય તે સારી નિશાની ગણાય.

ચોમાસું સારું રહેવા માટે ઘણા બધા પરિબળો અસર કરતા બનતા હોય છે. તો મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત થોડીક વાત કરી લઈએ તો, પ્રાચીન વર્ષા વિજ્ઞાન મુજબ વરસાદના નક્ષત્રો, હોળીનો પવન, અખાત્રીજનો પવન, ચૈત્રી દનયા, શિયાળા દરમિયાન બનેલા ગર્ભની પરિસ્થિતિ મુજબ ચોમાસાનો વર્તારો જોવા મળતો હોય છે.

શિયાળામાં ઠંડીનું પ્રમાણ વિશેષ જોવા મળ્યું હોય અને ઉનાળાની શરૂઆત પણ શિશિર ઋતુના અંતમાં જોવા મળે તો, આવનારું ચોમાસું ટનાટન રહી શકે. ઉનાળાના દિવસો દરમિયાન આકાશ બને એટલું સ્વચ્છ રહે તો, તે એક આવનારા ચોમાસા માટે સારી નિશાની ગણી શકાય.

ઉનાળાની ઋતુ દરમ્યાન ઉત્તર અથવા તો વાયવ્ય ખૂણાનો પવન મોટાભાગના દિવસોમાં જોવા મળે તો પણ તે સારી નિશાની ગણાય. મહા મહિનામાં માવઠું થાય તો, પણ તે એક આવનારા ચોમાસા માટે સારા સંકેતો ગણી શકાય. મહા મહિનાના દિવસો દરમિયાન આકાશમાં વાદળોનું પ્રમાણ જોવા મળે તો, પણ તે આવનારું ચોમાસું સારું સાબિત થશે એવી મહોર મારે છે.

ફાગણ મહિનામાં ખાખરાના વૃક્ષમાં કેસુડાના ફૂલનું આગમન વધુ જોવા મળે તો, પણ ચોમાસું સારું રહે એવું ગણી શકાય. આવનારા ચોમાસાને લઈ અને પ્રાચીન શાસ્ત્રમાં ઘણા બધા વિધાનો જોવા મળી રહ્યા છે. જે એક પોસ્ટમાં વ્યક્ત કરવા મુશ્કેલ બને છે.

કેમકે દરેક મહિનામાં કેવા ચિન્હો જોવા મળે તો, આવનારું ચોમાસું કેવું રહે? આવા ઘણા બધા વિધાનો દેશી વિજ્ઞાનમાં ઘણા બધા બતાવવામાં આવ્યા છે. આ વાત આપણે કોઈ નવી પોસ્ટના માધ્યમથી રજૂ કરીશું.

મિત્રો આધુનિક વિજ્ઞાનની આગાહીની સાથે સાથે દેશી વિજ્ઞાન આધારિત ગુજરાતના હવામાનની દરેક અપડેટ નિયમિત અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી રજૂ કરીએ છીએ. તો મિત્રો અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો.

નોંધ : મિત્રો અહીં રજૂ કરવામાં આવતી આધુનિક વિજ્ઞાનની માહિતી તેમજ પ્રાચીન વર્ષા વિજ્ઞાનની માહિતી એ Weather Tv વેબસાઈટની નથી. એટલે અહીં રજૂ કરવામાં આવતી માહિતીને ધ્યાનમાં રાખીને કોઈપણ ખાનગી નિર્ણય લેવા નહીં. હવામાન સંબંધિત બધી જ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.

હોળીનો પવન 2024 : જાણો ચોમાસાનો વર્તારો

હોળીનો પવન 2024

મિત્રો ગયા વર્ષે ચોમાસાની અનિયમિતતા ખૂબ જ જોવા મળી હતી. ગયા વર્ષે મુખ્યત્વે જૂન અને જુલાઈ મહિનામાં વરસાદના દિવસો જોવા મળ્યા હતા ત્યારબાદ ખંડ વૃષ્ટિનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. ખૂબ જ મહત્વની આ પોસ્ટમાં હોળીનો પવન 2024 દરમિયાન આવનારું ચોમાસું કેવું રહેશે? એ અંગેની વાત કરશું.

2024 ના વર્ષના શિયાળાને જોઈ તેવી જમાવટ કરી નથી. જે કોલ્ડ વેવનો માહોલ ઉદભવવો જોઈએ તેવો માહોલ આ વર્ષે જોવા મળ્યો નથી. તો શિયાળાના દિવસો દરમિયાન આકાશમાં બનતા ગર્ભનું પ્રમાણ પણ મધ્યમ સર જોવા મળ્યું. જોકે આ કસનું પ્રમાણ આ વર્ષે નબળું પણ ન ગણી શકાય. કેમ કે શિયાળાના દિવસો દરમિયાન ઘણા દિવસોમાં આકાશમાં ગર્ભ જોવા મળ્યો છે. જે આવનારા ચોમાસા માટે સારી સંજ્ઞા ગણી શકાય.

હેમંત અને શિશિર ઋતુની સમાપ્તિ બાદ વસંત ઋતુનું આગમન થતું હોય છે. મિત્રો વસંત ઋતુમાં પણ આવનારું ચોમાસું કેવું રહેશે? એ અંગે ઘણા બધા ચિત્રો સામે આવતા હોય છે. જેમ કે જો વસંત ઋતુમાં કેસુડાના ફૂલનું આગમન જો સારું એવું જોવા મળે તો, આવનારું ચોમાસું ખૂબ જ સારું રહે એવું માની શકાય. કેમ કે આ વાત જૂની લોકવાયકામાં વણાયેલી છે.

મિત્રો આજની આ મહત્વની પોસ્ટમાં હોળીનો પવન 2024 અંગે ખૂબ જ ઉપયોગી એવી માહિતી મેળવશું. હોળીના પવનના આધારે પણ આવનારા ચોમાસાનો વર્તારો સામે આવતો હોય છે. તો 2024 ના વર્ષ દરમિયાન હોળીનો પવન 2024 ના દિવસે સાંજે જ્યારે હોળીનું પ્રાગટ્ય થાય છે, ત્યારે કઈ દિશામાંથી પવન ફુંકાઇ તો ચોમાસું કેવું રહે? એ અંગેની વાત કરીએ.

હોળીનો પવન 2024 કયા દિવસે જોવામાં આવે છે? તો મિત્રો એ અંગેની પ્રથમ વાત કરીએ તો, ફાગણ સુદ પુનમના દિવસે હોળીનો શુભ તહેવાર આવતો હોય છે. શુભ મુહૂર્તમાં જ્યારે હોળીનું પ્રાગટ્ય કરવામાં આવે છે ત્યારે ફુંકાતા પવનની ખાસ નોંધ લેવી. હોળી જ્યારે પ્રગટાવવામાં આવે છે. ત્યારે કઈ દિશામાંથી પવન ફૂંકાય તો, આવનારા ચોમાસામાં કેવા સંકેતો ઊભા થાય એ અંગેની વાત કરીએ.

હોળીનો પવન 2024

મિત્રો આ વર્ષે 24 માર્ચ 2024 ના રોજ હોલિકા દહન સાંજે કરવામાં આવશે. માર્ચ મહિનામાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો માહોલ શરૂ થઈ ચૂક્યો હોય છે. અને હોળીનો પર્વ પણ ઉનાળામાં જ આવતો હોય છે. હોળીનો પવન 2024 દરમિયાન હોલિકા દહન સમયે બને તેટલું આકાશ સ્વચ્છ જણાય. તો આવનારૂ ચોમાસું ટનાટન રહેશે. એ અંગે કોઈ શંકા કરવી નહીં.

મિત્રો હોળીનો પવન 2024 દરમિયાન જો પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાય તો, આવનારું ચોમાસું ખૂબ જ સારું સાબિત થાય. વરસાદની માત્રા પણ ચોમાસા દરમિયાન ખૂબ જ સારી જોવા મળશે. નદીનાળા છલકાય કેટલો વરસાદ ચોમાસાના દિવસો દરમિયાન જોવા મળે. સાથે-સાથે ધન ધાન્યના ઢગલા પણ થાય એટલે હોલિકા દહન સમયે પશ્ચિમના પવનને ઉત્તમ ચોમાસા માટે રાજા ગણવામાં આવે છે.

ખાસ નોંધ લેજો કે હોલિકા દહન સમયે હોળીનો પવન 2024 દરમિયાન જો પૂર્વ દિશામાંથી પવન ફૂંકાય તો આવનારું ચોમાસું મધ્યમ આવે. ચોમાસા દરમિયાન ખંડ વૃષ્ટિના યોગ વધુ પડતા જોવા મળે. મોટેભાગે શ્રાવણ તેમજ ભાદરવા મહિનામાં વરસાદની અનિયમિતતા ખૂબ જ જોવા મળે. એટલે મિત્રો હોળી જ્યારે પ્રગટે ત્યારે પૂર્વનો પવન સારો ગણવામાં આવતો નથી. પુર્વનો પવન મધ્યમ ફળ દાતા ગણી શકાય.

મિત્રો હોલિકા દહન સમયે જો ઉત્તર દિશામાંથી પવન ફૂંકાય તો, આ પવનને ઉત્તમ ગણવામાં આવે છે. આવનારું ચોમાસું 2024 ટનાટન રહે. મોટેભાગે સાર્વત્રિક વરસાદના રાઉન્ડ ચોમાસા દરમિયાન જોવા મળે. નદીનાળા તેમજ ચેક ડેમ પણ ચોમાસાના દિવસો દરમિયાન છલકાઈ કેટલો વરસાદ જોવા મળે. ચોમાસું પણ નિયમિત સમયે બેસે છે. એટલે હોળીનો પવન 2024 દરમિયાન ઉત્તરના પવનને ખૂબ જ સારો ગણવામાં આવે છે.

ફાગણ સુદ પૂનમના દિવસે સાંજે જ્યારે હોળીનું પ્રાગટ્ય કરવામાં આવે છે, ત્યારે જો દક્ષિણ દિશામાંથી પવન ફૂંકાય તો, તે ખૂબ જ અશુભ ફળ આપનાર સાબિત થાય છે. હોલિકા દહન સમયે જો દક્ષિણ દિશા માંથી પવન ફૂંકાય તો, તે વર્ષે દુષ્કાળના સમીકરણો વધુ ગણાય.

કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદની મોટી ઘટ પણ વર્તાય. ઘાસચારાની અછત પણ સર્જાય. ચોમાસાના દિવસો દરમિયાન આકાશમાં વાદળોનું પ્રમાણ વધુ પડતું જોવા મળે. પરંતુ વરસાદની ખૂબ જ શક્યતા ઓછી રહે. માટે દક્ષિણના પવનને સારો ગણવામાં આવતો નથી.

ખાસ નોંધ લેજો હોળીનો પવન 2024 દરમિયાન વાયવ્ય ખૂણા માંથી જો પવન ફૂંકાય તો, ચોમાસું ટનાટન સાબિત થાય. માટે હોળીના પ્રાગટ્ય સમયે વાયવ્ય ખૂણાના પવનને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવનારા ચોમાસામાં તોફાની વરસાદના મોટા રાઉન્ડ જો આ પવન ફૂંકાય તો જોવા મળે.

અગ્નિ ખૂણાના પવન અંગેનું વિધાન જોઈએ તો, મિત્રો હોળીના પ્રાગટ્ય સમયે જો અગ્નિ ખૂણામાંથી પવન ફૂંકાય તો આવનારૂ ચોમાસું દુષ્કાળ મય સાબિત થવાની સંભાવના વધુ ગણી શકાય. એટલે જ અગ્નિ ખૂણા ના પવનને અશુભ માનવામાં આવે છે ચોમાસા દરમિયાન વાદળોનું પ્રમાણ વધુ જોવા મળે પરંતુ વરસાદની સંભાવના ખુબ જ ઓછી ઉભી થાય. એટલે અગ્નિ ખૂણાના પવનને ખંડ વૃષ્ટિદાયક ગણવામાં આવે છે.

મિત્રો ઈશાન ખૂણાના પવનને પણ સારો ગણવામાં આવે છે. જો હોલિકા દહન સમયે ઇશાન ખૂણા માંથી પવન ફૂંકાય તો, ચોમાસા દરમિયાન ભારે વરસાદના રાઉન્ડ જોવા મળે. દુષ્કાળનો ખતરો ખૂબ જ ઓછો રહે. પરંતુ ઇશાન ખૂણાના પવનથી ખેતીના પાકોમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધુ રહે. સાથે સાથે તીડ ઉંદરનો ત્રાસ પણ તે વર્ષે વધુ જોવા મળે. એકંદરે ચોમાસું સારું જણાય.

હોળીનો પવન 2024 દરમિયાન હોળી પ્રગટે ત્યારે જો નૈઋત્ય ખુણા માંથી પવન ફૂંકાય તો, વર્ષ મધ્યમ રહે. ચોમાસું વહેલું બેસી જાય પરંતુ મોટેભાગે પ્રથમ વરસાદનો રાઉન્ડ આવ્યા બાદ મોટું વાયરુ ફૂકાવવાની પણ સંભાવના આ પવનથી ઊભી થાય. કોઈ કોઈ વિસ્તારોમાં ચોમાસામાં સારો વરસાદ જોવા મળે તો, કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદની મોટી ઘટ પણ આ પવનથી ઉભી થાય. એકંદરે નૈઋત્ય ખુણા માંથી પવન ફૂંકાય તો વર્ષ મધ્યમ રહે.

હોલિકા દહન સમયે ક્યો પવન સારૂ ફળ આપે છે? એ અંગે ટૂંકમાં વિધાન મેળવીયે તો, મિત્રો હોળી જ્યારે પ્રગટાવવામાં આવે છે. ત્યારે પશ્ચિમના પવનને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. પશ્ચિમ દિશામાંથી જો પવન ફૂંકાય અને હોળીની ઝાળ જો પૂર્વ દિશામાં જાય તો, આવનારું ચોમાસું 16 આની સાબિત થાય.

જો વાયવ્ય ખૂણામાંથી પવન ફૂંકાય તો, નદીનાળા છલકાય છે. પરંતુ ચોમાસા દરમિયાન ભારે પવન સાથે તોફાની વરસાદની સંભાવના આ પવનની અસરથી જોવા મળે. કોઈ કોઈ વિસ્તારોમાં અતિવૃષ્ટિથી જાન માલહાની પણ ચોમાસા દરમિયાન જોવા મળે. એટલે વાયવ્ય ખૂણા ના પવનને પણ સોલિડ ગણી શકાય.

સૌથી અશુભ પવનની વાત કરીએ તો, દક્ષિણ ખૂણો તેમ જ અગ્નિ ખૂણામાંથી જો હોળી પ્રગટે ત્યારે પવન ફૂંકાય તો વર્ષ ખૂબ જ નબળું રહે છે. પ્રજા પણ દુઃખી થાય. કેમ કે આ બંને પવનોને અશુભ જ્યોતિષશાસ્ત્રમાં ગણવામાં આવ્યા છે. વરસાદની પણ અછત ઊભી થાય. મોટેભાગે વર્ષ દુષ્કાળમાં જોવા મળે.

ઉત્તર દિશાનો તેમજ ઈશાન ખૂણામાંથી ફુંકાતો પવનને પણ શુભ માનવામાં આવે છે. વર્ષ નબડું જતું નથી. પરંતુ ખેતીના પાકોમાં રોગ જીવાતનું પ્રમાણ તે વર્ષે વધુ જોવા મળે છે. એટલે આ બંને પવનને પણ શુભ ગણી શકાય.

તો મિત્રો ગુજરાતના હવામાનની નિયમિત અપડેટ રેગ્યુલર તમારા મોબાઇલ ફોનમાં મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv ને જરૂરથી તમારા મોબાઇલ ફોનમાં સેવ કરી લેજો.

રોહિણી નક્ષત્ર 2024 : ચોમાસું કેવું રહેશે

રોહિણી નક્ષત્ર 2024

મિત્રો ચોમાસું વરસાદના નક્ષત્રોમાં રોહિણી નક્ષત્રનું મહત્વ પણ અનેરું હોય છે. આજની આ મહત્વની પોસ્ટમાં રોહિણી નક્ષત્ર 2024 મુજબ ચોમાસું કેવું રહેશે? એ અંગેની મહત્વની વાત રજૂ કરશું.

ઉનાળો વિદાય લેતા વેળાના અંતિમ નક્ષત્રો ખૂબ જ મહત્વના હોય છે. જેમ કે અખાત્રીજના પવનનો અનુભવ કર્યા બાદ ચોમાસું બેસતા પહેલાના 3 નક્ષત્રો એટલે કે ગ્રીષ્મ ઋતુની છેલ્લી કક્ષાના 3 નક્ષત્રો જેમાં કૃતિકા નક્ષત્ર, રોહિણી નક્ષત્ર તેમજ ભરણી નક્ષત્ર ઉપર આવનારું ચોમાસું કેવું રહેશે? એ ચિત્ર સ્પષ્ટ બનતું હોય છે.

જયારે રોહિણી નક્ષત્ર બેસતું હોય છે, ત્યારે એટલે કે સમયગાળા દરમિયાન ઋતુચક્ર કેવું હોય છે? રોહિણીના 4 પાયા દરમિયાન કેવા હવામાનનો અનુભવ થતો હોય? એ મુજબ ચોમાસાની આકૃતિ સામે આવતી હોય છે, કે આવનારા ચોમાસા દરમિયાન વરસાદનું પ્રમાણ કેવું રહેશે? એ તમામ સમીકરણો સામે આવતા હોય છે.

તો મિત્રો રોહિણી નક્ષત્રના પ્રારંભથી જ રાજ્યમાં વરસાદી માહોલની શરૂઆત ધીરે ધીરે સર્જાતી હોય છે. તો આજની આ પોસ્ટમાં રોહિણી નક્ષત્ર 2024 મુજબ આવનારું ચોમાસું કેવું રહે? એ અંગેની મહત્વની વાત કરશું.

આ વર્ષે સૂર્યનો રોહિણી નક્ષત્ર 2024 નો મંગલમય શુભ પ્રવેશ Dt : 25-05-2024 શનિવારના દિવસે થશે. આ વર્ષે રોહિણી નક્ષત્રના 15 દિવસ રહેશે. શનિવારે શુભ પ્રવેશ થતો હોવાથી વર્ષનું ફળ મધ્યમ ગણાય.

ઘણા લોકો રોહિણી નક્ષત્રને રોયણ નામથી પણ ઓળખે છે. રોહિણી નક્ષત્રના ચાર પાયા હોય છે. એટલે કે એક પાયો સાડા ત્રણ દિવસનો ગણાય. મિત્રો રોહિણી નક્ષત્ર 2024 અંતર્ગત કયા પાયામાં કેવું હવામાન રહેતો વર્ષ કેવું રહે? આવનારું ચોમાસું કેવું રહે, તે અંગેનો વર્તારો મેળવીએ.

મિત્રો જો રોહિણી નક્ષત્રના પ્રથમ પાયામાં જો છાંટા છૂટી અથવા તો વરસાદ થાય તો, તે વર્ષે પાણીની અછત ઊભી થાય. રોહિણી નક્ષત્રના બીજા પાયામાં જો વરસાદ થાય તો, બોત્તેરયું કાઢે. મતલબ ચોમાસા દરમિયાન મોટું વાયરુ ફૂંકાય.

રોહિણી નક્ષત્રના ત્રીજા પાયામાં જો વરસાદ થાય તો, ઘાસચારાની ખૂબ જ અછત સર્જાય. પરંતુ મિત્રો રોહિણી નક્ષત્રના ચોથા પાયામાં વરસાદ થાય અથવા ગાજવીજ થાય તો, ઉપરના ત્રણેય પાયામાં જે દોષો ઉદ્ભવ્યા હોય છે, તે તમામ દોષોનું ધોવાણ થાય છે. અને ચોમાસું ખૂબ જ સારું જાય.

રોહિણી નક્ષત્ર 2024 નું અવલોકન જોઈએ તો, મિત્રો રોહિણી નક્ષત્ર બેસે ત્યારે જો એકદમ ગરમીનો માહોલ જણાય, આકાશ ચોખ્ખું જણાય, અને રોહિણી નક્ષત્ર ઉતરતા જો છાંટા છૂટી અથવા તો હવામાન વાદળછાયુ બને તો, આવનારું ચોમાસું ખૂબ જ સારું સાબિત થાય છે.

વરસાદના નક્ષત્ર ની લોકવાયકા મુજબ રોહિણી નક્ષત્રના દિવસો દરમિયાન જો વધુ પડતું ગરમીનું પ્રમાણ હોય તો, તે આવનારા ચોમાસા માટે એ ખૂબ જ સારી નિશાની ગણાય છે. રોહિણી નક્ષત્ર જ્યારે બેસતું હોય ત્યારે જો ગરમીનું પ્રમાણ ઓછું હોય અને જ્યારે રોહિણી નક્ષત્રનો સમયગાળો ઉતરતો હોય ત્યારે ગરમીનું પ્રમાણ વિશેષ રૂપે જોવા મળે તો, પણ ચોમાસુંં સારું સાબિત થતું હોય છે.

રોહિણી નક્ષત્ર 2024

રોહિણી નક્ષત્ર 2024 આ વર્ષે 25 મેના રોજ બેસી રહ્યું છે. મિત્રો ભૂતકાળના વર્ષોનો ઇતિહાસ જોઈએ તો મોટેભાગે ગુજરાતમાં મે મહિનામાં એક ભયંકર હીટ વેવ જોવા મળતો હોય છે. જોકે રાજ્યનું તાપમાન જૂન મહિનાની 15 તારીખ બાદ ડ્રોપ થતું હોય છે. પરંતુ મુખ્યત્વે મે મહિનાના દિવસો દરમિયાન ભારે ગરમીનો માહોલ જોવા મળતો હોય છે.

નક્ષત્રના વિજ્ઞાન મુજબ કૃતિકા નક્ષત્ર માં જો માવઠું થાય તો, તે સારી નિશાની ગણવામાં આવે છે. કેમકે કૃતિકા નક્ષત્રના જો કોઈપણ એક પાયામાં છાંટા છૂટી અથવા તો ગાજ વીજ થાય તો, પણ આવનારું ચોમાસું જમાવટ કરતું હોય છે. પરંતુ રોહિણી નક્ષત્ર દરમિયાન આકાશ બંને તેટલું સ્વચ્છ રહે એ સારી નિશાની ગણાય છે.

રોહિણી નક્ષત્ર 2024 ની આસપાસના દિવસોમાં મોટેભાગે બંગાળની ખાડીના દક્ષિણના ભાગમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થતો હોય છે. જે ધીરે ધીરે આગળ વધીને 1 જુનની આજુબાજુ કેરળમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થતું હોય છે.

આ વર્ષે મે મહિનાની 25 મી તારીખે રોહિણી નક્ષત્ર 2024 નો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. એટલે કે સૂર્યનારાયણ ભગવાન રોહિણી નક્ષત્ર 2024 માં 25મી મેએ વિધિવત રીતે પ્રવેશ થશે. શનિવાર હોવાથી મધ્યમ ફળ ગણવામાં આવી રહ્યું છે. કેમકે આ વિધાન જ્યોતિષશાસ્ત્રમાં વર્ણાવેલું છે.

મોટે ભાગે રોહિણી નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન અરબ સાગરમાં ક્યારેક ક્યારેક ભારે વરસાદની સિસ્ટમ આકાર લેતી હોય છે. કેમકે 15મી મેથી 30 મેની દિવસો દરમિયાન બંગાળની ખાડી અથવા તો અરબ સાગરમાં ક્યારેક ક્યારેક વાવાઝોડું પણ આકાર લેતું હોય છે. જો આ વાવાઝોડું ગુજરાત અથવા તો મહારાષ્ટ્ર તરફ ફંટાય તો, ખાસ કરીને ગુજરાતના ચોમાસાને કોઈ વિપરીત અસર થતી હોતી નથી.

પરંતું મિત્રો રોહિણી નક્ષત્રના સમયગાળા દરમિયાન અરબ સાગરમાં ઉદ્ભવેલી કોઈ મોટી સિસ્ટમ અરેબિયન કન્ટ્રી તરફ ફંટાય તો, મોટેભાગે અરબ સાગરમાં ડેવલપ થયેલા ભેજને પણ આ મોટી સિસ્ટમ પોતાની સાથે ખેંચી જાય છે. અને ગુજરાતમાં ચોમાસાના આગમન માટે એક અવરોધ રૂપ સમીકરણો બનતા હોય છે.

મિત્રો ભૂતકાળના અમુક વર્ષોની યાદી જોઈએ તો, રોહિણી નક્ષત્રના સમયગાળા દરમિયાન જ્યારે જ્યારે અરબ સાગરમાં સિસ્ટમ બની હોય અને આ સિસ્ટમ જ્યારે જ્યારે ઓમાન સાઈડ ફંટાઇ હોય ત્યારે ત્યારે ગુજરાતમાં ચોમાસાનું આગમન ખૂબ જ મોડું થયેલું છે. એવું આપણે ભૂતકાળના ઘણા વર્ષોમાં જોવા મળી રહ્યું છે.

રોહિણી નક્ષત્ર 2024 અંગે આપણે આ પોસ્ટમાં વિસ્તારથી માહિતી મેળવી. પરંતુ હવે આ વર્ષે હવામાનના લાંબાગાળાના મોડલો આવનારા ચોમાસા માટે શું સંકેતો જણાવી રહ્યા છે? એ અંગેની થોડી માહિતી ટૂંકમાં મેળવીએ.

ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનના ચોમાસાને મુખ્યત્વે અસર કરતું ચોમાસાનું પરિબળ ઇન્ડિયન ઓસન ડી-પોલ આ વર્ષે ગુજરાત તેમજ રાજસ્થાનના ચોમાસાની જમાવટ માટે શુભ સંકેત આપી રહ્યું છે. કેમકે જ્યારે જ્યારે ઇન્ડિયન ઓસન ડી-પોલ પરિબળ ફેવરેટેબલ હોય છે, ત્યારે ત્યારે ગુજરાત તેમજ રાજસ્થાનનું ચોમાસું નોર્મલ અથવા નોર્મલથી પણ સારું રહ્યું હોય એવું ભૂતકાળના ઘણા વર્ષોમાં આપણે જોવા મળ્યું છે.

હાલ નેચરલ ફેસ માં રહેલો IOD મે મહિનામાં ધીરે ધીરે પોઝિટિવ તરફ કુચ કરશે. એવા મોડલ અમેરિકાની હવામાન એજન્સીઓની સાઈટ ઉપરથી જોવા મળી રહ્યા છે. જે એક ખૂબ જ સારી નિશાની ગણાઈ શકાય. કેમ કે જ્યારે ચોમાસાના દિવસો દરમિયાન ઇન્ડિયન ઓશન ડિપોલ પોઝિટિવ ફેસમાં હોય ત્યારે-ત્યારે ગુજરાતમાં ભરપુર વરસાદ ચોમાસાના દિવસો દરમિયાન જોવા મળતો હોય છે.

ઇન્ડિયન ઓશન ડિપોલ ચોમાસું સિઝન દરમિયાન જ્યારે જ્યારે પોઝિટિવ ફેસમાં હોય છે, ત્યારે ત્યારે બંગાળની ખાડીમાં અવારનવાર એટલે કે ક્રમબંધ લો પ્રેશર સિસ્ટમ આકાર લેતી હોય છે. આ સિસ્ટમ ઉત્તર ભારત તરફ ખૂબ જ ઓછી માત્રામાં ફંટાતી હોય છે. મોટેભાગે મધ્ય ભારત થઈને આ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતને ખૂબ જ પ્રભાવિત કરતી હોય છે.

આ વર્ષે રોહિણી નક્ષત્ર 2024 જ્યારે બેસશે ત્યારે તે દિવસો દરમિયાન El nino કન્ડિશન કેવી રહેશે? એ અંગેની માહિતી આપણે નવી પોસ્ટમાં મેળવશું. કેમકે મિત્રો El nino ના ગ્રાફ પણ ચોમાસાને ખૂબ જ અસર કર્તા બનતા હોય છે. ચોમાસાના આ બંને મુખ્ય પરિબળ ગુજરાતના ચોમાસાને ખૂબ જ અસર કર્તા બનતા હોય છે.

અમારી આ વેબસાઈટનો મુખ્ય ઉદ્દેશ્ય ચોમાસાના દિવસો દરમિયાન સમગ્ર રાજ્યના વિસ્તારોમાં વરસાદની સંભાવના કેવી રહેશે? વરસાદની સિસ્ટમ કેટલી અસર કર્તા રહેશે? એ મુખ્ય રહેલો છે. એટલે જ મિત્રો હવામાનની દરેક અપડેટ રેગ્યુલર મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv ને તમે જરૂરથી સેવ કરી લેજો. જેથી હવામાનની દરેક અપડેટ તમને નિયમિત રીતે મળતી રહે.

error: Content is protected !!