Weather Tv

ચોમાસું બ્રેક

ચોમાસું બ્રેક : કેરલ આવ્યા બાદ ચોમાસું પ્રગતિ ખોરવાશે

Table of Contents

મિત્રો આ વર્ષે કુદકે ને કુદકે ચોમાસું આગળ વધી રહીયું છે. ચોમાસું 2024 ની એન્ટ્રી બંગાળની ખાડીમાં થયા બાદ ધીરે ધીરે અરત સાગરમાં પણ ચોમાસાનો ફેલાવો જોવા મળ્યો. કેરલમાં ચોમાસું બેસી ગયા બાદ આવનારા દિવસોમાં ચોમાસું બ્રેક જોવા મળશે. એટલે કે ચોમાસાની પ્રગતિમાં રૂકાવટ ઉભી થશે. જે અંગેની સંપૂર્ણ અપડેટ આ પોસ્ટના માધ્યમથી મેળવીશું.

કેરલમાં ચોમાસું

મિત્રો આમ જોઈએ તો આ વર્ષે બંગાળની ખાડીમાં ચોમાસું 2024 નું આગમન પોતાના નિર્ધારિત સમય કરતા બેથી ને ત્રણ દિવસ પહેલા ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. નિકોબારના દક્ષિણના ટાપુઓમાં પણ ચોમાસું પોતાની નિર્ધારિત તારીખ કરતા બે દિવસ રહેલું પોચ્યું હતું. ત્યારબાદ તેની પૂર્વની પાખ ઉત્તર બંગાળની ખાડીના વધુ વિસ્તારમાં ફેલાઈ હતી. જ્યારે તેનો પશ્ચિમનો છેડો પણ લંકા લાગુના તટીય વિસ્તારોમાં ચલાયો હતો.

કેરલમાં ચોમાસું 2024

આમ અરબ સાગરમાં પશ્ચિમની પાખ આવ્યા બાદ 30 મે એ ચોમાસું 2024 એ કેરલમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. કેરલના મોટાભાગના વિસ્તારોમાં 30 તારીખે ભારે વરસાદ જોવા મળ્યો. તો શ્રીલંકાના પણ મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાએ ધારદાર એન્ટ્રી કરી હતી. મિત્રો અરબ સાગરમાં પણ ચોમાસાની એન્ટ્રી થવાની સાથે જ વરસાદી વાદળોનો જમાવડો છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યો છે. એ ઉપરથી એવું અનુમાન લગાવી શકાય કે, ચોમાસું 2024 અરબ સાગરમાં સ્ટ્રોંગ રૂપે પ્રવેશ કર્યું છે.

ભૂતકાળના ચોમાસાની યાદી જોઈએ તો, જ્યારે જ્યારે કેરલમાં ચોમાસાની પધરામણી થાય છે. ત્યારબાદ ગુજરાતમાં પ્રિ-મોનસુન એક્ટિવિટીનો વરસાદ જોવા મળતો હોય છે. પરંતુ આવું ચિત્ર આ વખતે જોવા મળતું નથી. જેનું મુખ્ય કારણ અરબ સાગરમાં ફુંકાઇ રહેલા પવનોની ગતિમાં હજી નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો નથી. જે એક માઠા સમાચાર પણ ગણી શકાય. મિત્રો કેરળમાં ચોમાસાની એન્ટ્રી થયા બાદ ગુજરાતના હજી કોઈ પણ વિસ્તારોમાં પ્રિ-મોનસુન એક્ટિવિટીનો વરસાદ વર્ષ 2024 દરમિયાન જોવા મળ્યો નથી.

ગ્લોબલ મોડલની ફોરકાસ્ટ મુજબ આવનારી 15 જૂન પહેલાના દિવસો દરમિયાન ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થાય એવું મોડલના ચિત્રોમાં જોવા મળી રહ્યું નથી. જે ગુજરાતના ખેડૂતો માટે ખરેખર નિરાશા જનક સમાચાર ગણી શકાય. કેમ કે જે રીતે ચોમાસાની એન્ટ્રી અરબ સાગરમાં તેમજ બંગાળની ખાડીમાં ધમાકેદાર આ વર્ષે જોવા મળી છે એ મુજબ આવનારા દિવસોમાં અરબ સાગરમાં આવેલું ચોમાસું નિષ્ક્રિય અવસ્થામાં થોડું ફેરવાઈ શકે છે. જેની અસર ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ઉપર જોવા મળી શકે.

ચોમાસું બ્રેક થશે

ટૂંકમાં મિત્રો કેરલમાં આવી પહોચેલું ચોમાસું બ્રેક થશે. આ ચોમાસું બ્રેક કેટલો સમય ચાલે એટલું હજી ફિક્સ ગણી ન શકીએ. કેમ કે ભૂતકાળના ઘણા વર્ષોમાં છેક મુંબઈ સુધી આવી પહોંચેલું ચોમાસું બ્રેક થયું હોય એવું આપણે ઘણા વર્ષોમાં જોવા મળ્યું છે. જેની અસર ગુજરાતની સામાન્ય તારીખોમાં જોવા મળે છે. એટલે કે ગુજરાતમાં જે સામાન્ય રીતે ચોમાસું જે તે તારીખે આવતું હોય છે એ તારીખો મુજબ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતી નથી. જેનું મુખ્ય કારણ ચોમાસું બ્રેક જ ગણી શકાય.

મિત્રો કેરલમાં આવી પહોંચેલું ચોમાસું જો હવામાન અનુકૂળ હશે તો, ધીરે ધીરે ઉત્તર તરફ ગોવામાં ચોમાસાની એન્ટ્રી થશે. ત્યારબાદ મહારાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં ચોમાસું આવ્યા બાદ ચોમાસું મુંબઈમાં એન્ટ્રી લેશે. ત્યારબાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું 2024 પોતાની ચોમાસું રેખા કાયમ કરશે. પરંતુ આવનારા દિવસોનું પ્રેડીક્શન ચોક્કસ રીતે હજી ફિક્સ ગણી ના શકીએ. કેમ કે હવામાનના મોડલની અપડેટ મુજબ ચોમાસું બ્રેક જોવા મળે એવા પરિબળો સ્ટ્રોંગ જણાઇ રહ્યા છે.

ચોમાસું બ્રેક અંગેની નિયમિત અપડેટ અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી તમારા સુધી અપડેટ કરતા રહીશું. તો મિત્રો અમારી વેબસાઈટ વેધર ટીવી સાથે જોડાયેલા રહેજો. જેથી તમને ગુજરાતના હવામાન અંગેની દરેક અપડેટ નિયમિત રીતે તમારા મોબાઇલ ફોનમાં મળતી રહે. જેથી આવનારા દિવસોમાં ખેતીકાર્યો તમે આયોજન પૂર્વક કરી શકો. કેમ કે આવનારા દિવસોનું હવામાન કેવું રહેશે એ અંગેની નિયમિત અપડેટ અમે અહીં અપડેટ કરતા રહેશું ખૂબ ખૂબ આભાર.

WhatsApp
Facebook
Telegram

Related Posts

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અતિવૃષ્ટિ

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર : અતિવૃષ્ટિનો માહોલ

મિત્રો આ વર્ષનું ચોમાસું વિચિત્ર રીતે પસાર થઈ રહ્યું છે. જૂન મહિનામાં વરસાદની એક્ટિવિટી ખૂબ જ ઓછી જોવા મળી પરંતુ જૂન મહિનાના અંતિમ દિવસોથી શરૂ

Read More »
બહોળું સર્ક્યુલેશન સાર્વત્રિક વરસાદ

બહોળું સર્ક્યુલેશન : સાર્વત્રિક વરસાદનો લાંબો રાઉન્ડ

આ વર્ષે જૂન મહિનામાં મુખ્યત્વે ખંડવૃષ્ટિનો માહોલ જોવા મળ્યો છે. આજની તારીખની સ્થિતિએ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ વરસાદથી ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે.

Read More »
આવતીકાલનું હવામાન કેવું

આવતીકાલનું હવામાન કેવું : ગુજરાતમાં વરસાદની મોટી આગાહી

ગુજરાતના ખેડૂતો માટે સારા દિવસો આવી રહ્યા છે. ચોમાસું 2024 ગુજરાતના બારણે ટકોરા મારી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે આજની આ મહત્વની પોસ્ટમાં આવતીકાલનું હવામાન

Read More »

Recent Posts​

Follow US

error: Content is protected !!