ગુજરાતમાં ચોમાસાનું આગમન : ચોમાસું 2024

ગુજરાતમાં ચોમાસાનું આગમન

મિત્રો આજની આ મહત્વની પોસ્ટમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે, સંબંધિત ચોમાસું 2024 ના સમીકરણો ગુજરાતમાં કેવા જોવા મળશે. એ અંગેની ખૂબ જ મહત્વની વાત આ પોસ્ટના માધ્યમથી કરીશું.

આ પોસ્ટમાં રજૂ કરેલુ અનુમાન એ, હવામાનના લાંબાગાળાની પરિસ્થિતિની આધારે રજૂ કરવામાં આવેલ છે. એટલે આ હજી એક ફિક્સ અનુમાન પણ ગણી ન શકાય. છતાં પણ હવામાનના મોડેલની લાંબાગાળાની અપડેઇટ મુજબ ગુજરાતમાં ચોમાસાનું આગમન કઈ તારીખે થઈ શકે? ઉપરાંત ગુજરાતમાં ચોમાસું 2024 કેવું રહી શકે છે એ સંબંધિત ચર્ચા કરીશું.

મિત્રો પ્રથમ તો સમર સિઝનની વાત કરીએ, તો સમર સિઝન દરમિયાન ગુજરાતમાં મોટે ભાગે પશ્ચિમનો પવન જોવા મળતો હોય છે. પરંતુ આ પવનમાં ભેજની માત્રા ખુબ જ ઓછી જોવા મળતી હોય છે. જેમ જેમ મે મહિનાની શરૂઆત થાય છે, તેમ તેમ પવનનું ડિરેક્શન પણ ચેન્જ થતું જોવા મળે છે. મે મહિનાના અંતિમ દિવસોમાં પવન સાથે હવામાં ભેજની ટકાવારી પણ ક્રમશ વધતી જતી હોય છે.

મિત્રો ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થઈ શકે એ અંતર્ગત એક લાંબા ગાળાનું ચિત્ર જોઈએ તો, મિત્રો 25 મેની આજુબાજુ દક્ષિણ અરબ સાગરમાં એક મોટો નોંધપાત્ર ફેરફાર જોવા મળતો હોય છે. કેમકે માલદિવ લાગુ દક્ષિણ અરબ સાગરમાં એક મજબૂત હાઈપ્રેશરનું નિર્માણ ધીરે ધીરે થતું જોવા મળતું હોય છે. આ પેટર્નને હિસાબે પવનની દિશામાં પણ બદલાવ જોવા મળતો હોય છે.

ભારત દેશ સહિત ગુજરાતમાં ચોમાસાનું આગમન માટે આવી પેટર્ન બનવી ખૂબ જ જરૂરી છે. કેમકે જ્યારે જ્યારે દક્ષિણ અરબ સાગરમાં મે મહિનાના અંતિમ દિવસોમાં હાઈપ્રેશરનું નિર્માણ થાય છે. ત્યારે જ સાઉથ વેસ્ટ મોનસુનના પવનો ધીરે ધીરે સમગ્ર ભારત ઉપર સેટ થતા જોવા મળે છે. આ સાઉથ વેસ્ટના પવનો જ ગુજરાતમાં ચોમાસાનું આગમન માટે મુખ્ય ગણાય છે.

મિત્રો આમ તો ભૂતકાળના વર્ષોની યાદી જોઈએ તો, દક્ષિણ અંદમાન નિકોબાર દ્વીપ સમુહની આજુબાજુ ચોમાસાનું આગમન દર વર્ષે 22 મેથી 28 મેના સમયગાળા દરમિયાન થતું જોવા મળતું હોય છે. જ્યારે જ્યારે દક્ષિણ બંગાળની ખાડીમાં આ દિવસો દરમિયાન ચોમાસાનું આગમન થાય છે, ત્યારે ત્યારે લગભગ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન નિયમિત સમયે થતું હોય છે.

ગુજરાતમાં ચોમાસાનું આગમન

જો મે મહિનાની 25 થી 28 મેના સમયગાળા દરમિયાન અંદમાન નિકોબારના ટાપુઓ ઉપર ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થાય તો, લગભગ આ ચોમાસું કેરલમાં એક જૂની આજુબાજુ અથવા તો મોડામાં મોડુ પાંચ જુનની આજુબાજુ પ્રવેશ કરતું હોય છે.

કેરળમાં જો આ દિવસો દરમિયાન ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય તો, પણ ગુજરાતમાં ચોમાસાનું આગમન લગભગ જે હવામાન વિભાગે નોર્મલ તારીખો નક્કી કરી છે એ તારીખોમાં જ થઈ જાય છે. એટલે જ મિત્રો જો કેરલમાં ચોમાસાનું આગમન સમયસર રહે તો, ગુજરાતમાં ચોમાસાનું આગમન લગભગ નિયમિત સમય જ થતું હોય છે.

મિત્રો ગુજરાતમાં ચોમાસાનું આગમન થવા માટેના દાવ પેચ જ્યારે જ્યારે ચોમાસાની એન્ટ્રી અરબ સાગરમાં થાય છે. ત્યારબાદ જ જોવા મળે છે. કેમકે અરબ સાગરમાં ચોમાસાની એન્ટ્રી થયા બાદ હવામાનના સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળતો હોય છે. જો વિપરીત ફેરફારો જોવા મળે તો, ગુજરાતમાં ચોમાસાનું આગમન સામાન્ય રીતે 15 તારીખની આજુબાજુ થતું હોય છે, તેમાં મોટો ફેરફાર જોવા મળતો હોય છે.

કેરલમાં ચોમાસું પહોંચ્યા બાદ અરબ સાગરમાં વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થાય તો, ચોમાસું આગળ વધવાની પ્રગતિ પર મોટો ધક્કો લાગે છે. તો મિત્રો ક્યાં કારણોસર જો આવું બને તો, ગુજરાતમાં ચોમાસાનું આગમન ખૂબ જ મોડું થઈ શકે. એ બાબતે થોડી વિસ્તારથી માહિતી મેળવીએ.

શ્રીલંકા તેમજ કેરલની આસપાસ જ્યારે ચોમાસું વિધિવત રીતે દક્ષિણ અરબ સાગરમાં એન્ટર થાય છે. ત્યારે અરબ સાગરના પવનોની પેટર્ન અસ્તવ્યસ્ત જોવા મળતી હોય છે. કેમકે આ સમયગાળા દરમિયાન ખાસ કરીને રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રમાં હિટ વેવનો માહોલ જોવા મળતો હોય છે. આ હિટ વેવની અસર રૂપે અરબ સાગરની દરિયાઈ જળ સપાટીનું તાપમાન નોર્મલ કરતાં ઉચું જોવા મળતું હોય છે.

એટલે જ મિત્રો મોટેભાગે અરબ સાગરમાં મે મહિનાના અંતિમ દિવસોથી 10 જૂનના સમયગાળા દરમિયાન મધ્ય અરબ સાગર અથવા તો દક્ષિણ અરબ સાગરમાં વાવાઝોડા જેવી મોટી સિસ્ટમ આકાર લેતી હોય છે. કેમકે જ્યારે જ્યારે ચોમાસાનું આગમન અરબ સાગરમાં થાય છે ,ત્યારે ત્યારે લગભગ દર વર્ષે એકાદ વાવાઝોડું જેવી તોફાની સિસ્ટમ અરબ સાગરમાં જોવા મળતી હોય છે. જે આપણે પાછલા ઘણા વર્ષોમાં પણ જોયું છે.

મિત્રો જ્યારે જ્યારે અરબ સાગરમાં આવી તોફાની સિસ્ટમનું નિર્માણ થાય છે, ત્યારે ત્યારે ગુજરાતમાં ચોમાસાનું આગમન ના ચિત્રો અનિશ્ચિત બને છે. કેમ કે જો આ સિસ્ટમ અરબ સાગરમાંથી ઉત્તર અથવા તો પૂર્વ તરફ ફંટાય તો, ગુજરાતમાં ચોમાસાનું આગમન લગભગ નિયમિત સમયે થતું હોય છે.

પરંતુ જો આ વાવાઝોડા જેવી મજબૂત સિસ્ટમ પશ્ચિમ તરફ ફંટાય તો, ચોમાસાનું આગમન નોર્મલ તારીખ કરતા ખૂબ જ મોડું થતું હોય છે. કેમકે છેલ્લા બેથી ને ત્રણ વર્ષ દરમિયાન ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જે વાવાઝોડા ત્રાટક્યા છે, એ વર્ષોમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન ખૂબ જ મોડું થયેલું હોય એવું જોવા મળ્યું છે.

કેમકે આ સમયગાળા દરમિયાન જો વાવાઝોડા જેવી મજબૂત સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ એટલે કે અરેબિયન કન્ટ્રી સાઈડ ફંકટાઈ જાય તો, અરબ સાગરમાં જે ભેજની પર્યાપ્ત માત્રા હોય છે, તે બધી જ આ સિસ્ટમ પોતાની સાથે ખેંચી જાય છે. એટલે અરબ સાગરનું હવામાન ફરીથી ભેજ રહિત બનવાથી ચોમાસાની પ્રગતિના ચિત્રો રૂંધાય છે. આ પરિસ્થિતિને અનુસંધાને જ ગુજરાતનું ચોમાસું નોર્મલ સમય કરતા મોડું જોવા મળે છે.

ભૂતકાળના વર્ષોની યાદી જોઈએ તો, ભૂતકાળના ઘણા વર્ષોમાં જ્યારે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ અરબ સાગરમાં થયું છે. એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચોમાસાનું આગમન ખૂબ જ મોડું થયું છે. અમુક અમુક કિસ્સાઓમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન પહેલી જુલાઈની આજુબાજુ પણ થયેલું હોય એવા દાખલા પણ ઘણા વર્ષોમાં જોવા મળ્યા છે.

મિત્રો ટૂંકમાં માહિતી મેળવીએ તો, જ્યારે જ્યારે બંગાળની ખાડીમાં ચોમાસાની એન્ટ્રી થઈ ત્યારબાદ જ્યારે અરબ સાગરમાં ચોમાસાની પધરામણી થતી હોય ત્યારે હવામાનમાં કોઈ મોટો યુ ટર્ન ન સર્જાય તો, ગુજરાતનું ચોમાસું લગભગ 15 જૂનની આજુબાજુ મોટેભાગે પ્રવેશ કરતું હોય છે. એટલે જ મોટેભાગે રાજ્યમાં ચોમાસું પ્રવેશ 15 જૂનથી 25 જૂનની વચ્ચે અચૂક પણે થતું હોય છે એવું જોવા મળી રહ્યું છે.

એટલે જો સમયસર દક્ષિણ અરબ સાગરમાં હાઈપ્રેશરનું નિર્માણ થયા બાદ, જે સાઉથ વેસ્ટના પવનો સમગ્ર દેશ ઉપર સેટ થતા હોય છે. આ સમયગાળા દરમિયાન બંગાળની ખાડી તેમજ અરબ સાગરની જળ સપાટીનું તાપમાન નોર્મલની આજુબાજુ રહેતો, દરિયામાં વાવાઝોડાની બનવાની શક્યતા આ સમયગાળા દરમિયાન ખૂબ જ ઘટી જતી હોય છે. જો આવી પેટન જોવા મળે તો, ચોમાસાનું આગમન સમયસર રહે છે.

મિત્રો છેલ્લા 25 થી 30 વર્ષનું સર્વે જોઈએ તો, ગુજરાતમાં ચોમાસું પ્રારંભ 15 જૂનથી 25 જૂનના દિવસો વચ્ચે થઈ જતું હોય છે. અને ચોમાસું હંમેશા નોર્મલની આજુબાજુ જ રહેતું હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બદલાતી જતી હવામાનની પેટર્નને આધારે ચોમાસું પ્રવેશ ક્યારેક વહેલું અથવા તો ક્યારેક મોડુ થઈ રહ્યું છે.

વર્ષ 2024 દરમિયાન ચોમાસાની તારીખ જેમ જેમ નજીક આવતી જશે. તેમ તેમ અમે ચોમાસું 2024 અંતર્ગત લેટેસ્ટ ઇન્ફોર્મેશન આપતા રહેશું. મિત્રો અમારી વેબસાઈટ Weather Tv પરથી તમને સમગ્ર રાજ્યના હવામાનની અપડેટ પણ ચોમાસાની સિઝન દરમિયાન નિયમિત રીતે મળતી રહેશે. તો અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો આભાર.

મહા મહિનાનું હવામાન : ચોમાસું 2024 હવામાન આગાહી

મહા મહિનાનું હવામાન

મિત્રો શિયાળાના મહિના દરમિયાન ઉદ્ભવેલા સમીકરણોને આધારે આવનારા ચોમાસાનું બંધારણ થતું હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં મહા મહિનાનું હવામાન કેવું જોવા મળે? એ મુજબ આવનારું ચોમાસું 2024 ગુજરાતમાં કેવું રહી શકે? એ અંગેની હવામાન આગાહી આધારીત મહત્વની વાત આ પોસ્ટમાં કરશું.

ગુજરાતના ખેડૂતો કારતક મહિનાની શરૂઆતથી જ હવામાન ની નોંધ રાખતા હોય છે, કેમ કે કારતક મહિનાથી વિધિવત શિયાળાની શરૂઆત થતી હોય છે. કારતક, માગસર, પોષ અને મહા આ 4 મહિના દરમિયાન હવામાનનું બંધારણ કેવું રચાય એ મુજબ આવનારા ચોમાસાના સમીકરણો સામે આવતા હોય છે. અને આ અભ્યાસ ગુજરાતના ખેડૂતો લગભગ વર્ષોથી કરતા આવ્યા છે.

મહા મહિનાનું હવામાન કેવું જોવા મળે? એ મુજબ આવનારું ચોમાસું 2024 કેવું રહી શકે? એ અંતર્ગત આજની આ પોસ્ટમાં જ્યોતિષશાસ્ત્ર તેમજ ભડલી વાક્યના આધારે જે જે સમીકરણો મહા મહિનાનું હવામાન દરમ્યાન ચિત્ર કેવા જોવા મળે? તો ચોમાસાની શરૂઆત કેવી થશે? અને સમગ્ર ચોમાસા દરમિયાન વરસાદની પરિસ્થિતિ કેવી જોવા મળશે? એ અંગેની વાત પ્રાચીન વર્ષના વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ કરીએ.

મહા મહિનાનું હવામાન મુજબ મહા સુદ એકમને દિવસે જો વાદળ તેમજ પવનનું પ્રમાણ વધુ પડતું જણાય. તો તે વર્ષે તેલીબિયાં પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું આવે તેમજ તેલેબિયા વર્ગના પાકો ખૂબ જ મોંઘા થાય. આવી વાત દેશી વિજ્ઞાનમાં જોવા મળી રહી છે.એ જ રીતે મિત્રો મહા સુદ બીજના દિવસનું પણ ખાસ અવલોકન કરવું.

મહા સુદ એટલે કે મહા સુદ અંજવાળી બીજને દિવસે વાદળા આકાશમાં છવાય તો, તે વર્ષે અન્નનું ઉત્પાદન ખૂબ જ ઓછું થાય. મિત્રો મોટેભાગે ગુજરાતમાં શિયાળુ પિયતમાં ઘઉંનું વાવેતર કરવામાં આવતું હોય છે. જો મહા સુદ બીજને દિવસે હવામાન વાદળછાયુ દેખાય તો, ઘઉંનું ઉત્પાદન ઓછું થાય.

મિત્રો મહા મહિનાનું હવામાન અંગે એક ઘનિષ્ઠ વિચાર કરીએ તો, મહા સુદ પાંચમના દિવસે એટલે કે મહા મહિનાની અંજવાળી પાંચમના દિવસે જો સતત ઉતરનો પવન ફૂંકાય તો, તે વર્ષે ભાદરવા મહિનામાં વરસાદની ખૂબ જ અછત જોવા મળે. મોટેભાગે ભાદરવો મહિનો વરસાદ વગરનો સાબિત થાય. અને જો ભાદરવા મહિનામાં જો વરસાદી હવામાન જામે તો પણ ખંડ વૃષ્ટિના યોગ વધુ પડતા જોવા મળે.

મહા મહિનાની સુદ છઠનો પણ ખાસ અભ્યાસ કરવો. મિત્રો મહા મહિનાનું હવામાન મુજબ મહા સુદ છઠના દિવસે જો સોમવાર આવતો હોય તો, ઘી તેમજ તેલ જેવા પદાર્થો ખૂબ જ મોંઘા થાય. અને જો તે દિવસે એટલે કે મહા સુદ છઠના દિવસે હવામાન વાદળમય બને અને ક્યાંક છાંટા છૂટી અથવા તો વરસાદ જોવા મળે તો તે વર્ષે કપાસના ભાવ ખૂબ જ વધે.

મહા મહિનાનું હવામાન

મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાન મુજબ મહા મહિનાનું હવામાન મુજબ વર્ષનો નીચોડ મળતો હોય છે. એ મુજબ મહા સુદ સાતમે જો સૂર્ય વાદળોથી ઘેરાયેલો હોય તો, અષાઢ મહિનામાં સારો વરસાદ થાય એવી નિશાની ગણવી. અને જો તે દિવસે ઠંડીનું પ્રમાણ જોવા મળે અથવા તો વીજળી થાય તો પણ ચોમાસાના ચારેય મહિના દરમિયાન વરસાદની સંભાવના ખૂબ જ રહે.

મહા મહિનામાં બનતા બીજા યોગની વાત કરીએ તો, મહા મહિનાનું હવામાન મુજબ મહા સુદ અષ્ટમી એટલે કે મહા સુદ આઠમના દિવસે જો સૂર્ય વાદળાથી સંપૂર્ણ રીતે ઢંકાયેલો હોય અને રાત્રે જો ચંદ્રનો ઉદય થાય ત્યારે આકાશ સ્વચ્છ જોવા મળે તો, તે નિશાની સારી ગણાય નહીં. કેમકે આવી પરિસ્થિતિનું નિર્માણ જો જોવા મળે તો, રાજા જેવા માણસને પણ ભાગી જવું પડે એવી પરિસ્થિતિ સર્જાય.

ભડલી વાક્યોના સિદ્ધાંત પ્રમાણે મહા મહિનાનું હવામાન મુજબ એક વિશેષ યોગનું બંધારણ જોઈએ તો, મહિના દરમિયાન જો પાંચ રવિવારનું અસ્તિત્વ જોવા મળે તો, તે વર્ષે લગભગ દુષ્કાળનો ભય રહે. એટલે કે મહા મહિના દરમિયાન જો 5 રવિવાર આવતા હોય તો, આવનારા ચોમાસામાં વરસાદની ખૂબ જ અછત જોવા મળે.

મહા મહિનામાં બનતા સર્વશ્રેષ્ઠ યોગની વાત કરીએ તો, મિત્રો મહા મહિનાનું હવામાન મુજબ મહિનાની વદી સાતમે એટલે કે મહા મહિનાની અંધારી સાતમે જો આકાશમાં વાદળ વીજળી અથવા તો માવઠાના કોઈ સંકેતો જોવા મળે તો, ચોમાસામાં અષાઢ, શ્રાવણ અને ભાદરવા મહિનામાં વરસાદી દિવસો ખૂબ જ જોવા મળશે. એટલે કે આ મહિનાઓ વરસાદથી ભરચક રહે. આ વાત લખી લેવી.

જ્યારે મહા મહિનાનું હવામાન મુજબ આવનારા ચોમાસાના ભાદરવા મહિના અંગેનો એક વિચાર કરીએ તો, મિત્રો મહા વદ અમાસના દિવસે જો આકાશમાં વાદળોનું પ્રમાણ જોવા મળે. તો ભાદરવા મહિનાની પૂનમના દિવસે બે સુમાર વરસાદ થાય. સાથે સાથે જો આ યોગનું નિર્માણ થાય તો, ખેતીમાં ઉત્પાદન પણ ખૂબ જ સારું આવે. રાજા તેમજ પ્રજા પણ સુખી થાય.

એકબીજા સિદ્ધાંત મુજબ મહા મહિનાની વદી નોમે જોકે આપણી પોષ વદ નોમ ગણાય. તો તે દિવસે જો મૂળ નક્ષત્ર હોય અથવા તો શુક્રવાર આવતો હોય તો, ભાદરવા મહિનાની અંધારી નોમે એટલે કે આપણી શ્રાવણ મહિનાની અંધારી નોમે ચોક્કસ વરસાદ થાય.

મિત્રો મહા મહિનાના અંજવાળીયા પક્ષમાં તેમજ અંધારીયા પક્ષમાં બંને દિવસોનું ખાસ અવલોકન કરવું. કેમ કે ઉપર જણાવેલી માહિતી મુજબ જે તે દિવસે કેવા યોગનું નિર્માણ થાય? તો આવનારું ચોમાસું કેવું રહે? એ અંગે ઘણા બધા સમીકરણ સામે મળી જાય.

વર્ષ 2024 દરમ્યાન મહા મહિનાના દિવસોનું ખાસ અવલોકન કરવું. જેથી આવનારું ચોમાસું એટલે કે ચોમાસું 2024 ગુજરાત માટે કેવું રહી શકે? ચોમાસું 2024 દરમિયાન કયા મહિનામાં વરસાદની શક્યતા કેવી ઊભી થશે? આ માહિતી મિત્રો પ્રાચીન વિજ્ઞાનના આધારે પણ મેળવી શકાય છે. કેમ કે અગાઉના સમયમાં ટેકનોલોજીના સાધનો ન હોવા છતાં પણ ચોમાસા અંગેનું પૂર્વ અનુમાન સચોટ કાઢતા.

આવી અસંખ્ય વાતો ભડલી વાક્યોમાં જોવા મળી રહી છે. ભડલી વાક્યોના સિદ્ધાંત મુજબ જે તે મહિનામાં કેવું હવામાન જોવા મળે? તો એ મુજબ આવનારૂ ચોમાસું તેમજ સંપૂર્ણ વર્ષનો નીચોડ સામે આવતો હોય છે. મિત્રો આજની આ પોસ્ટમાં રજૂ કરવામાં આવેલુ મહા મહિનાનું હવામાન મુજબ ચોમાસું 2024 કેવું રહી શકે એ અંગે તમને ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન મળી જશે.

ટૂંકમાં મહા મહિનાના હવામાનનો એક ટૂંકો સાર મેળવીએ તો, મિત્રો મહા મહિનાનું હવામાન બને તેટલું વાદળછાયું રહે એ એક આવનારા ચોમાસા માટે સારી નિશાની ગણી શકાય. મહા મહિનાના અંતિમ દિવસોમાં ગરમીની ધીરે ધીરે શરૂઆત થાય એ પણ ઋતુના બેલેન્સ માટે ખૂબ જ સારી નિશાની ગણી શકાય. એટલે જ મહા મહિનો 2024 ના દિવસોનું ખાસ અવલોકન કરવું.

છેલ્લા ઘણા વર્ષોમાં હવામાનની પેટર્નમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. કેમ કે હાલ ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટને કારણે ઘણી વખત પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સુત્રો પણ સાચા અર્થમાં સત્યમય ઊભા રહેતા નથી. છતાં પણ આજે હજારો વર્ષોથી લોકવાયકામાં ગુથાયેલી વાતોને પણ સાવ પાણીના મોલમાં કાઢી નાખવી ન જોઈએ. એટલે જ દર વર્ષે અવલોકન કરીયે તો, પ્રાચીન શાસ્ત્રોના સમીકરણોને સમજી શકીયે.

હવામાનના મોડલ અંગે થોડીક માહિતી મેળવીએ તો, મિત્રો વર્ષ 2024 દરમિયાન હવામાનના લાંબાગાળાના મોડલો ચોમાસું 2024 માટે સારી પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે. હવામાનના મોડલ મુજબ ચોમાસાને મુખ્ય અસર કરતા પરિબળોમાં અલ નીનો તેમજ IOD સકારાત્મક વલણમાં જોવા મળી રહ્યા છે. જે ગુજરાતવાસીઓ માટે ખરેખર સારા સમાચાર ગણી શકાય.

કેમ કે જ્યારે જ્યારે હવામાનના લાંબાગાળાના મોડલો જયારે જ્યારે સારી સ્થિતિમાં જોવા મળતા હોય છે. ત્યારે ત્યારે ગુજરાતનું ચોમાસું હંમેશા નોર્મલ અથવા તો નોર્મલ કરતાં પણ સારું રહ્યું હોય એવા સમીકરણો ભૂતકાળના ઘણા વર્ષોમાં આપણે જોવા મળ્યા છે. એ મુજબ વર્ષ 2024 નું ચોમાસું પણ સારું નીવડે એવી આપણે આશા કરીએ.

નોંધ : મિત્રો હવામાન આધારિત ઉપર જણાવવામાં આવેલી માહીતી એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહીતી નથી. ઉપર રજૂ કરવામાં આવેલી તમામ માહિતી એ ભડલી વાક્યના સિદ્ધાંત મુજબ રજૂ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય સંબંધિત હવામાન અંગેની સચોટ માહિતી રેગ્યુલર મેળવવા માટે અમારી વેબસાઇટ સાથે જોડાયેલા રહેજો. કેમકે ચોમાસા દરમિયાન વરસાદની સંભાવના કેવી રહેશે? એ અંતર્ગત આધુનિક સાયન્સના મોડલોને આધારે અમે નિયમિત વરસાદની આગાહી આ વેબસાઈટના માધ્યમથી રજૂ કરીએ છીએ. તો અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો.

ચોમાસું 2024 : વર્ષ થશે ટનાટન

ચોમાસું 2024

મિત્રો આજની મહત્વની આ પોસ્ટમાં ચોમાસું 2024 દરમિયાન હવામાનના મોડલમાં કેવા સમીકરણો જોવા મળી રહ્યા છે? એ મુજબ આ વર્ષે ગુજરાત રાજ્યમાં ચોમાસું દરમિયાન વરસાદની પરિસ્થિતિ નું કેવું નિર્માણ થશે? એ અંગેની મહત્વની વાત કરશું.

આજની આ મહત્વની પોસ્ટમાં આવનારું ચોમાસું એટલે કે ચોમાસું 2024 વર્ષ થશે ટનાટન એ અંગેની થોડી માહિતી આ પોસ્ટમાં મેળવશું. તો મિત્રો હવામાનની દરેક અપડેટ નિયમિત મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો.

આવનારૂ ચોમાસું 2024 કેવું રહી શકે? એ અંગેનું અનુમાન મેળવવા માટે શિયાળામાં બનતા કસ, ઉતાસણીનો પવન, અખાત્રીજનો પવન તેમજ ભડલી વાક્યો મુજબ આવનારા ચોમાસાનું અનુમાન સચોટ અનુમાન સામે આવતુ હોય છે.

એ મુજબ આવનારું ચોમાસું 2024 વર્ષ ટનાટન રહેશે. કેમ કે દિવાળી ઉપર જો પ્રાચીન વર્ષા વિજ્ઞાન મુજબ આકાશમાં કસ જોવા મળે તો, આવનારું ચોમાસુ ખૂબ જ સારું રહેવાની નિશાની ગણાય છે.

પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આ સૂત્ર મુજબ ધનતેરસ, કાળી ચૌદસ તેમજ દિવાળી ઉપર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન વાદળછાયું જોવા મળ્યું હતું. મોટાભાગના વિસ્તારોમાં કસ જોવા મળ્યો હતો. જે ચોમાસું 2024 માટે ખૂબ જ સારી નિશાની ગણાય.

જો આ ત્રણ દિવસ આકાશમાં લિસોટા, વાદળા કે કસ જોવા મળે તો, આવનારૂ ચોમાસું ખૂબ જ સારું જાય છે. વરસાદ મુશળધાર થાય છે. આવા યોગનો ઉલ્લેખ પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળે છે.

દિવાળી ઉપરના ત્રણ દિવસના અનુમાન મુજબ ચોમાસુ ખૂબ જ સારું જશે અને વર્ષ ટનાટન થશે. નદીનાળા છલકાશે. કેમકે આવનારૂ સારું ચોમાસુ રહેવા માટેની સારી નિશાની દિવાળીની આસપાસના દિવસોમાં જોવા મળી છે.

ચોમાસું 2024

મિત્રો વૈજ્ઞાનિક ઢબે ચોમાસું 2024 અંગે કયા કયા પરિબળો સપોર્ટ કરી રહ્યા છે? એ અંગેની વિસ્તારથી જાણીયે. ચોમાસાને લગતા ક્યા ક્યા પરિબળો સપોર્ટેબલ હોય તો, આવનારું ચોમાસું કેવું રહે? એ અંગેની વાત વિસ્તારથી જાણીએ.

પેસિફિક મહાસાગરની હલચલ જોઈએ તો, હાલ ભારતના ચોમાસાને અસર કરતું પરિબળ એલનીનો El nino સક્રિય છે. પરંતુ ચોમાસું 2024 જ્યારે ભારતમાં ઓન સેટ થશે ત્યારે એલનીનો El nino નેચરલ ફેસ તરફ આવી જશે.

જાન્યુઆરીમાં એલનીનો જે સક્રિય ગ્રાફમાં રહેલો એલનીનો તે ફેબ્રુઆરી 2024 થી સતત નેચરલ ફેસ તરફ ઝૂકાવ કરશે. જે ચોમાસું 2024 માટે એક સારા સંકેત ગણી શકાય. જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં એલનીનો El nino નેચરલ ફેસની નજીક હશે. જે ચોમાસું 2024 માટે એક સારા સમાચાર ગણી શકાય.

ભારત વર્ષના ચોમાસાને મુખ્ય અસર કરતું ઇન્ડિયન ઓશન ડાયપોલ IOD જે ફેબ્રુઆરી 2024 થી પોઝિટિવ તરફથી નેચરલ ફેસ તરફ ઝુકાવ કરશે. જે પણ ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર ગણી શકાય. કેમ કે જ્યારે જ્યારે IOD નેચરલ ફેસમાં કે પોઝિટિવ ફેસમાં જ્યારે જ્યારે રહ્યો છે. ત્યારે ત્યારે ગુજરાતનું ચોમાસુ હંમેશા સારું જ જોવા મળ્યું છે.

મિત્રો ગુજરાતના ચોમાસા માટે એલનીનો El nino કરતા ઇન્ડિયન ઓશન ડાયપોલ એટલે કે IOD વધારે અસર કરે છે. જો IOD પોઝિટિવ અથવા તો, નેચરલ ફેસમાં હોય છે. ત્યારે ત્યારે ગુજરાતનું ચોમાસુ હંમેશા સારું જ સાબિત થયું છે. તો મિત્રો આ બંને પરિસ્થિતિ જોઈએ તો, Monsoon 2024 એ ગુજરાત માટે સારું સાબિત થઇ શકે છે.

મિત્રો Monsoon 2024 અંગેની નિયમિત અપડેટ અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી સતત તમારી સમક્ષ આપતા રહેશું. તો હવામાનની દરેક અપડેટ નિયમિત મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv ને તમારા મોબાઇલ ફોનમાં જરૂરથી સેવ કરી લેવી.

error: Content is protected !!