મહા મહિનાનું હવામાન : ચોમાસું 2024 હવામાન આગાહી

મિત્રો શિયાળાના મહિના દરમિયાન ઉદ્ભવેલા સમીકરણોને આધારે આવનારા ચોમાસાનું બંધારણ થતું હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં મહા મહિનાનું હવામાન કેવું જોવા મળે? એ મુજબ આવનારું ચોમાસું 2024 ગુજરાતમાં કેવું રહી શકે? એ અંગેની હવામાન આગાહી આધારીત મહત્વની વાત આ પોસ્ટમાં કરશું.

હવામાન આગાહી

ગુજરાતના ખેડૂતો કારતક મહિનાની શરૂઆતથી જ હવામાન ની નોંધ રાખતા હોય છે, કેમ કે કારતક મહિનાથી વિધિવત શિયાળાની શરૂઆત થતી હોય છે. કારતક, માગસર, પોષ અને મહા આ 4 મહિના દરમિયાન હવામાનનું બંધારણ કેવું રચાય એ મુજબ આવનારા ચોમાસાના સમીકરણો સામે આવતા હોય છે. અને આ અભ્યાસ ગુજરાતના ખેડૂતો લગભગ વર્ષોથી કરતા આવ્યા છે.

મહા મહિનાનું હવામાન મુજબ ચોમાસું 2024

મહા મહિનાનું હવામાન કેવું જોવા મળે? એ મુજબ આવનારું ચોમાસું 2024 કેવું રહી શકે? એ અંતર્ગત આજની આ પોસ્ટમાં જ્યોતિષશાસ્ત્ર તેમજ ભડલી વાક્યના આધારે જે જે સમીકરણો મહા મહિનાનું હવામાન દરમ્યાન ચિત્ર કેવા જોવા મળે? તો ચોમાસાની શરૂઆત કેવી થશે? અને સમગ્ર ચોમાસા દરમિયાન વરસાદની પરિસ્થિતિ કેવી જોવા મળશે? એ અંગેની વાત પ્રાચીન વર્ષના વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ કરીએ.

મહા મહિનાનું હવામાન મુજબ મહા સુદ એકમને દિવસે જો વાદળ તેમજ પવનનું પ્રમાણ વધુ પડતું જણાય. તો તે વર્ષે તેલીબિયાં પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું આવે તેમજ તેલેબિયા વર્ગના પાકો ખૂબ જ મોંઘા થાય. આવી વાત દેશી વિજ્ઞાનમાં જોવા મળી રહી છે.એ જ રીતે મિત્રો મહા સુદ બીજના દિવસનું પણ ખાસ અવલોકન કરવું.

મહા સુદ એટલે કે મહા સુદ અંજવાળી બીજને દિવસે વાદળા આકાશમાં છવાય તો, તે વર્ષે અન્નનું ઉત્પાદન ખૂબ જ ઓછું થાય. મિત્રો મોટેભાગે ગુજરાતમાં શિયાળુ પિયતમાં ઘઉંનું વાવેતર કરવામાં આવતું હોય છે. જો મહા સુદ બીજને દિવસે હવામાન વાદળછાયુ દેખાય તો, ઘઉંનું ઉત્પાદન ઓછું થાય.

વરસાદી હવામાન

મિત્રો મહા મહિનાનું હવામાન અંગે એક ઘનિષ્ઠ વિચાર કરીએ તો, મહા સુદ પાંચમના દિવસે એટલે કે મહા મહિનાની અંજવાળી પાંચમના દિવસે જો સતત ઉતરનો પવન ફૂંકાય તો, તે વર્ષે ભાદરવા મહિનામાં વરસાદની ખૂબ જ અછત જોવા મળે. મોટેભાગે ભાદરવો મહિનો વરસાદ વગરનો સાબિત થાય. અને જો ભાદરવા મહિનામાં જો વરસાદી હવામાન જામે તો પણ ખંડ વૃષ્ટિના યોગ વધુ પડતા જોવા મળે.

મહા મહિનાની સુદ છઠનો પણ ખાસ અભ્યાસ કરવો. મિત્રો મહા મહિનાનું હવામાન મુજબ મહા સુદ છઠના દિવસે જો સોમવાર આવતો હોય તો, ઘી તેમજ તેલ જેવા પદાર્થો ખૂબ જ મોંઘા થાય. અને જો તે દિવસે એટલે કે મહા સુદ છઠના દિવસે હવામાન વાદળમય બને અને ક્યાંક છાંટા છૂટી અથવા તો વરસાદ જોવા મળે તો તે વર્ષે કપાસના ભાવ ખૂબ જ વધે.

મહા મહિનાનું હવામાન

મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાન મુજબ મહા મહિનાનું હવામાન મુજબ વર્ષનો નીચોડ મળતો હોય છે. એ મુજબ મહા સુદ સાતમે જો સૂર્ય વાદળોથી ઘેરાયેલો હોય તો, અષાઢ મહિનામાં સારો વરસાદ થાય એવી નિશાની ગણવી. અને જો તે દિવસે ઠંડીનું પ્રમાણ જોવા મળે અથવા તો વીજળી થાય તો પણ ચોમાસાના ચારેય મહિના દરમિયાન વરસાદની સંભાવના ખૂબ જ રહે.

મહા મહિનામાં બનતા બીજા યોગની વાત કરીએ તો, મહા મહિનાનું હવામાન મુજબ મહા સુદ અષ્ટમી એટલે કે મહા સુદ આઠમના દિવસે જો સૂર્ય વાદળાથી સંપૂર્ણ રીતે ઢંકાયેલો હોય અને રાત્રે જો ચંદ્રનો ઉદય થાય ત્યારે આકાશ સ્વચ્છ જોવા મળે તો, તે નિશાની સારી ગણાય નહીં. કેમકે આવી પરિસ્થિતિનું નિર્માણ જો જોવા મળે તો, રાજા જેવા માણસને પણ ભાગી જવું પડે એવી પરિસ્થિતિ સર્જાય.

ભડલી વાક્યોના સિદ્ધાંત પ્રમાણે મહા મહિનાનું હવામાન મુજબ એક વિશેષ યોગનું બંધારણ જોઈએ તો, મહિના દરમિયાન જો પાંચ રવિવારનું અસ્તિત્વ જોવા મળે તો, તે વર્ષે લગભગ દુષ્કાળનો ભય રહે. એટલે કે મહા મહિના દરમિયાન જો 5 રવિવાર આવતા હોય તો, આવનારા ચોમાસામાં વરસાદની ખૂબ જ અછત જોવા મળે.

મહા મહિનામાં બનતા સર્વશ્રેષ્ઠ યોગની વાત કરીએ તો, મિત્રો મહા મહિનાનું હવામાન મુજબ મહિનાની વદી સાતમે એટલે કે મહા મહિનાની અંધારી સાતમે જો આકાશમાં વાદળ વીજળી અથવા તો માવઠાના કોઈ સંકેતો જોવા મળે તો, ચોમાસામાં અષાઢ, શ્રાવણ અને ભાદરવા મહિનામાં વરસાદી દિવસો ખૂબ જ જોવા મળશે. એટલે કે આ મહિનાઓ વરસાદથી ભરચક રહે. આ વાત લખી લેવી.

જ્યારે મહા મહિનાનું હવામાન મુજબ આવનારા ચોમાસાના ભાદરવા મહિના અંગેનો એક વિચાર કરીએ તો, મિત્રો મહા વદ અમાસના દિવસે જો આકાશમાં વાદળોનું પ્રમાણ જોવા મળે. તો ભાદરવા મહિનાની પૂનમના દિવસે બે સુમાર વરસાદ થાય. સાથે સાથે જો આ યોગનું નિર્માણ થાય તો, ખેતીમાં ઉત્પાદન પણ ખૂબ જ સારું આવે. રાજા તેમજ પ્રજા પણ સુખી થાય.

એકબીજા સિદ્ધાંત મુજબ મહા મહિનાની વદી નોમે જોકે આપણી પોષ વદ નોમ ગણાય. તો તે દિવસે જો મૂળ નક્ષત્ર હોય અથવા તો શુક્રવાર આવતો હોય તો, ભાદરવા મહિનાની અંધારી નોમે એટલે કે આપણી શ્રાવણ મહિનાની અંધારી નોમે ચોક્કસ વરસાદ થાય.

ચોમાસું 2024 હવામાન આગાહી

મિત્રો મહા મહિનાના અંજવાળીયા પક્ષમાં તેમજ અંધારીયા પક્ષમાં બંને દિવસોનું ખાસ અવલોકન કરવું. કેમ કે ઉપર જણાવેલી માહિતી મુજબ જે તે દિવસે કેવા યોગનું નિર્માણ થાય? તો આવનારું ચોમાસું કેવું રહે? એ અંગે ઘણા બધા સમીકરણ સામે મળી જાય.

વર્ષ 2024 દરમ્યાન મહા મહિનાના દિવસોનું ખાસ અવલોકન કરવું. જેથી આવનારું ચોમાસું એટલે કે ચોમાસું 2024 ગુજરાત માટે કેવું રહી શકે? ચોમાસું 2024 દરમિયાન કયા મહિનામાં વરસાદની શક્યતા કેવી ઊભી થશે? આ માહિતી મિત્રો પ્રાચીન વિજ્ઞાનના આધારે પણ મેળવી શકાય છે. કેમ કે અગાઉના સમયમાં ટેકનોલોજીના સાધનો ન હોવા છતાં પણ ચોમાસા અંગેનું પૂર્વ અનુમાન સચોટ કાઢતા.

આવી અસંખ્ય વાતો ભડલી વાક્યોમાં જોવા મળી રહી છે. ભડલી વાક્યોના સિદ્ધાંત મુજબ જે તે મહિનામાં કેવું હવામાન જોવા મળે? તો એ મુજબ આવનારૂ ચોમાસું તેમજ સંપૂર્ણ વર્ષનો નીચોડ સામે આવતો હોય છે. મિત્રો આજની આ પોસ્ટમાં રજૂ કરવામાં આવેલુ મહા મહિનાનું હવામાન મુજબ ચોમાસું 2024 કેવું રહી શકે એ અંગે તમને ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન મળી જશે.

ટૂંકમાં મહા મહિનાના હવામાનનો એક ટૂંકો સાર મેળવીએ તો, મિત્રો મહા મહિનાનું હવામાન બને તેટલું વાદળછાયું રહે એ એક આવનારા ચોમાસા માટે સારી નિશાની ગણી શકાય. મહા મહિનાના અંતિમ દિવસોમાં ગરમીની ધીરે ધીરે શરૂઆત થાય એ પણ ઋતુના બેલેન્સ માટે ખૂબ જ સારી નિશાની ગણી શકાય. એટલે જ મહા મહિનો 2024 ના દિવસોનું ખાસ અવલોકન કરવું.

છેલ્લા ઘણા વર્ષોમાં હવામાનની પેટર્નમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. કેમ કે હાલ ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટને કારણે ઘણી વખત પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સુત્રો પણ સાચા અર્થમાં સત્યમય ઊભા રહેતા નથી. છતાં પણ આજે હજારો વર્ષોથી લોકવાયકામાં ગુથાયેલી વાતોને પણ સાવ પાણીના મોલમાં કાઢી નાખવી ન જોઈએ. એટલે જ દર વર્ષે અવલોકન કરીયે તો, પ્રાચીન શાસ્ત્રોના સમીકરણોને સમજી શકીયે.

હવામાન મોડેલ 2024

હવામાનના મોડલ અંગે થોડીક માહિતી મેળવીએ તો, મિત્રો વર્ષ 2024 દરમિયાન હવામાનના લાંબાગાળાના મોડલો ચોમાસું 2024 માટે સારી પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે. હવામાનના મોડલ મુજબ ચોમાસાને મુખ્ય અસર કરતા પરિબળોમાં અલ નીનો તેમજ IOD સકારાત્મક વલણમાં જોવા મળી રહ્યા છે. જે ગુજરાતવાસીઓ માટે ખરેખર સારા સમાચાર ગણી શકાય.

કેમ કે જ્યારે જ્યારે હવામાનના લાંબાગાળાના મોડલો જયારે જ્યારે સારી સ્થિતિમાં જોવા મળતા હોય છે. ત્યારે ત્યારે ગુજરાતનું ચોમાસું હંમેશા નોર્મલ અથવા તો નોર્મલ કરતાં પણ સારું રહ્યું હોય એવા સમીકરણો ભૂતકાળના ઘણા વર્ષોમાં આપણે જોવા મળ્યા છે. એ મુજબ વર્ષ 2024 નું ચોમાસું પણ સારું નીવડે એવી આપણે આશા કરીએ.

નોંધ : મિત્રો હવામાન આધારિત ઉપર જણાવવામાં આવેલી માહીતી એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહીતી નથી. ઉપર રજૂ કરવામાં આવેલી તમામ માહિતી એ ભડલી વાક્યના સિદ્ધાંત મુજબ રજૂ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય સંબંધિત હવામાન અંગેની સચોટ માહિતી રેગ્યુલર મેળવવા માટે અમારી વેબસાઇટ સાથે જોડાયેલા રહેજો. કેમકે ચોમાસા દરમિયાન વરસાદની સંભાવના કેવી રહેશે? એ અંતર્ગત આધુનિક સાયન્સના મોડલોને આધારે અમે નિયમિત વરસાદની આગાહી આ વેબસાઈટના માધ્યમથી રજૂ કરીએ છીએ. તો અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો.

error: Content is protected !!