ભારે અતિવૃષ્ટિ : ચોમાસું 2024 દરમિયાન ભારે વરસાદના એંધાણ

ચોમાસું 2024 ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર લઈ અને આવી રહ્યું છે. કેમ કે વર્ષ 2024 દરમિયાન ગુજરાતમાં આ વર્ષે ભારે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે. મિત્રો આ વર્ષનું ચોમાસું ગુજરાતમાં જમાવટ કરશે. કયા વિસ્તારોમાં ચોમાસું 2024 દરમિયાન ભારે અતિવૃષ્ટિ જેવી સંભાવના રહેશે? એ અંગેની મહત્વની અપડેટ આ પોસ્ટના માધ્યમથી મેળવશું.

વિવિધ ખાનગી વેધર સંસ્થાઓની આગાહી આવ્યા બાદ ભારતીય હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં ચોમાસું 2024 ને લઈને સમગ્ર દેશમાં ચોમાસાની પરિસ્થિતિ આ વર્ષે કેવી રહેશે? એ અંગેની પ્રથમ લાંબાગાળાની આગાહી થોડા સમય પહેલા જ પ્રસારિત કરવામાં આવી. મિત્રો આ લાંબાગાળાની આગાહી મુજબ ગુજરાતમાં એવરેજ વરસાદ કરતા આ વર્ષે વરસાદ વધુ જોવા મળશે. જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં આ વર્ષે ભારે અતિવૃષ્ટિ જેવું ચિત્ર પણ સામે આવી શકે છે.

Monsoon Forecast

ગુજરાતમાં ચોમાસાનું આગમન થયા બાદ મુખ્યત્વે લો પ્રેસર સિસ્ટમ આધારિત ગુજરાતમાં વરસાદ જોવા મળતો હોય છે. જ્યારે જ્યારે ગુજરાતનું હવામાન વરસાદ લક્ષી અનુકૂળ હોય છે, ત્યારે ત્યારે ગુજરાત ઉપર સાયકલોનિક સર્ક્યુલેશનનું પણ નિર્માણ અવારનવાર જોવા મળતું હોય છે. જ્યારે જ્યારે હવામાન તરફી આવી પરિસ્થિતિ બને છે, ત્યારે ત્યારે ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે અતિવૃષ્ટિ જેવો માહોલ ઊભો થતો હોય છે. જે આપણે ભૂતકાળના ઘણા વર્ષોમાં જોઈ ચૂક્યા છીએ.

ભારે અતિવૃષ્ટિ થશે

મિત્રો વર્ષ 2024 ની લાંબા ગાળાની આગાહી મુજબ આ વર્ષે સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ જોવા મળી શકે છે. ટૂંકમાં મિત્રો આ વર્ષનું ચોમાસું સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે જમાવટ કરશે. જેમાં ઘણા વિસ્તારોમાં સમય અંતરે ભારે અતિવૃષ્ટિ જેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થશે. આ વર્ષની લાંબાગાળાની અપડેટ મુજબ દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ તેમજ પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં ચોમાસું 2024 દરમિયાન ભારે અતિવૃષ્ટિ અંગેના ચિત્રો અવારનવાર સામે આવે તો નવાઈ જેવું નથી. કેમકે આ વર્ષે આ જિલ્લાના વિસ્તારોમાં મેઘ સવારી અવિરત ચાલુ રહી શકે છે.

તાજેતરમાં ભારતીય હવામાન વિભાગે વર્ષ 2024 ના ચોમાસાને લઈને તેમની પ્રથમ લાંબાગાળાની અપડેટ કરી છે. એ મુજબ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ વર્ષે એવરેજ વરસાદ કરતાં પણ વધુ વરસાદ ચોમાસાના દિવસો દરમિયાન જોવા મળશે. ટૂંકમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ વર્ષે ભારે અતિવૃષ્ટિ સંબંધીત સમીકરણો જોવા મળશે. પરંતુ મિત્રો આ એક હજી ભારતીય હવામાન વિભાગની લાંબાગાળાની ફોરકાસ્ટ ગણાય. ભારતીય હવામાન વિભાગ પોતાની મિડલ રેન્જ ફોરકાસ્ટ આવનારા સમયમાં રજૂ કરશે. એ ઉપરથી અતિવૃષ્ટિનું ચિત્ર પણ સ્પષ્ટ થશે.

ભારે અતિવૃષ્ટિ સંબંધીત એક સામાન્ય વાત કરી લઈએ તો, મિત્રો જ્યારે જ્યારે કોઈ મજબૂત સિસ્ટમ જે તે પ્રદેશ ઉપરથી પસાર થાય છે, ત્યારે ત્યારે રીતસરનું મેઘ તાંડવ જોવા મળે છે. આ ઉપરાંત પણ કોસ્ટલના વિસ્તારોમાં જ્યારે જ્યારે વરસાદી ટ્રફ આકાર લે ત્યારે ત્યારે પણ તે વિસ્તારોમાં સળંગ 8 થી 10 દિવસ સુધી વરસાદ એકધારો જોવા મળતો હોય છે. જે વરસાદને આપણે ટ્રફ આધારિત વરસાદ પણ ગણીએ છીએ. જેનું મુખ્ય કારણ સમુદ્ર સપાટી ઉપરથી ફુંકાતા વમળયુક્ત પવનને ગણી શકાય.

જ્યારે જ્યારે અરબ સાગર ઉપરથી ફુંકાતા દક્ષિણ પશ્ચિમ ચોમાસું પવનો સીધી ગતિમાં ફુંકાતા નથી, ત્યારે ત્યારે વરસાદનો ટ્રક આકાર લેતો હોય છે. મિત્રો ચોમાસાના દિવસો દરમિયાન ગુજરાતમાં ઘણી વખત વલસાડ સુધી આવો ટ્રફ અવારનવાર જોવા મળતો હોય છે. જેથી તે વિસ્તારોમાં દિવસો સુધી એકધારો વરસાદ વરસતો જોવા મળતો હોય છે. મુંબઈથી કેરલ સુધી ચોમાસાના મોટાભાગના દિવસોમાં આવો વરસાદનો ટ્રફ એક્ટિવ રહેતો હોય છે. તેથી તે રાજયોના કોસ્ટલ વિસ્તારોમાં ભારે અતિવૃષ્ટિના સમીકરણો અવારનવાર સામે આવતા હોય છે.

ચોમાસું 2024 નક્ષત્ર

ચોમાસું 2024 ના પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સમીકરણો અંગેની માહિતી મેળવીએ તો, મિત્રો આ વર્ષે આ 5 નક્ષત્રો ભુક્કા કાઢશે. કયા પાંચ નક્ષત્રોમાં આ વર્ષે ભારે અતિવૃષ્ટિ અંગેના મુખ્ય યોગોનું નિર્માણ જ્યોતિષશાસ્ત્ર મુજબ જોવા મળી રહ્યું છે, તે ઉપર આપેલી લીંક મારફતથી તમે ડીપમાં માહિતી મેળવી લેજો. જેથી આ વર્ષે કયા પાંચ નક્ષત્રમાં ભારે વરસાદના યોગ ઉભા થશે? તે અંગેની માહિતી વિસ્તારથી રજૂ કરવામાં આવી છે.

મિત્રો એક બીજા વિધાન મુજબ આ વર્ષે હોળી બાદના દિવસોથી દેશી બોરડી સતત સુકાઈ રહી છે. જે આવનારા ચોમાસા માટે ખૂબ જ સારી વાત ગણી શકાય. કેમકે જે વર્ષે બોરડી જો ઉનાળાના દિવસો દરમ્યાન સતત સુકાતી નજરે પડે તો, તે વર્ષના ચોમાસામાં ભારે અતિવૃષ્ટિ સંબંધિત યોગો અવારનવાર ઊભા થતા હોય છે. પરંતુ તેનાથી વિપરીત જો ઉનાળાના દિવસોમાં દેશી બોરડી કોર કાઢતી જોવા મળતી હોય એટલે કે જો લીલીછમ અવસ્થામાં જોવા મળતી હોય તો, તે વર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદ કરતાં પણ ઓછો વરસાદ જોવા મળે છે.

પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ આ વર્ષે વનસ્પતિઓમાં પણ એક સારા ચોમાસાની નિશાની જોવા મળી રહી છે. કેમકે આ વર્ષે મોટાભાગની વનસ્પતિઓમાં સુ-યોગ્ય રોનક જોવા મળી રહી છે. એ મુજબ પણ ચોમાસું ટનાટન થશે. મિત્રો ગરમાળાના ફૂલનું પણ ખાસ અવલોકન કરવું. કેમ કે ગરમાળાના વૃક્ષમાં જ્યારે ફૂલનું આગમન થાય છે, તે સમયથી લગભગ 45 અંતરે દર વર્ષે મુખ્યત્વે વાવણી લાયક વરસાદ જોવા મળતો હોય છે. આ વર્ષની વસંતઋતુમાં મોટાભાગની વનસ્પતિઓમાં એક સારી એવી રોનક જોવા મળી રહી છે. એ મુજબ પણ આ વર્ષે ભારે અતિવૃષ્ટિ જેવા યોગ ઊભા થઈ શકે.

ભારે વરસાદના એંધાણ

હવામાનના લાંબાગાળાની સ્થિતિ મુજબ આ વર્ષના ચોમાસામાં અરબ સાગર વધુ એક્ટિવ રહી શકે છે. કેમકે આ વર્ષે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ ફેસમાં જણાતા, અરબ સાગરમાં વરસાદી એક્ટિવિટીનો દોર એકધારો જોવા મળી શકે. એ મુજબ સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં આ વર્ષના ચોમાસા દરમિયાન એવરેજ વરસાદ કરતા વધુ વરસાદ જોવા મળી શકે. દક્ષિણ સૌરાષ્ટ્રના કોસ્ટલ વિસ્તારોમાં પણ જેમાં ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી આ જિલ્લાના વિસ્તારોમાં પણ ઘણા વિસ્તારોમાં આ વર્ષે ભારે અતિવૃષ્ટિ અંગેની સંભાવના પ્રાચીન વિજ્ઞાનના સિદ્ધાંતો તેમજ આધુનિક વિજ્ઞાનના લાંબાગાળાના મોડલો મુજબ જોવા મળી રહી છે.

આ વર્ષની ઋતુઓનો અભ્યાસ કરીએ તો, આ વર્ષે સામાન્ય શિયાળો તેમજ અતિ ગરમ ઉનાળો રહેતા આ વર્ષે ચોમાસાના દિવસો દરમિયાન મુખ્યત્વે ભારે પવન સાથે વરસાદની સંભાવના વધુ ગણી શકાય. જો કે અમુક અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ કરતા ઓછો વરસાદ પણ જોવા મળી શકે. કેમ કે આપણે ઓલ ઓવર રાજ્યની વાત કરીયે છીએ. દર વર્ષે વધતો ઓછો જે તે વિસ્તારોમાં વરસાદ જોવા મળતો હોય તે પણ એક સામાન્ય વાત ગણી શકાય. પરંતુ મોટાભાગના ચાર્ટ મુજબ આ વર્ષે ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે અતિવૃષ્ટિ જેવી સંભાવના ગણી શકાય.

જેમ જેમ ચોમાસું 2024 નજીક આવતું જશે તેમ તેમ અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી તમારા સુધી ચોમાસું લક્ષી તમામ અપડેટ નિયમિત રીતે અપડેટ કરતા રહેશું. તો મિત્રો ગુજરાતના ખૂણે ખૂણાની હવામાનની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી સાથે હંમેશા જોડાયેલા રહેજો બધા જ મિત્રોનો ખુબ ખુબ આભાર.

error: Content is protected !!