જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે. પરંતુ મિત્રો મેળાના શોખીનો માટે એક માઠા સમાચાર પણ ગણી શકાય. કેમ કે જન્માષ્ટમીના તહેવાર ઉપર ગુજરાત રાજ્ય ઉપર ઉપરા ઉપરી સિસ્ટમ અસર કર્તા બનશે. જેને પરિણામે જન્માષ્ટમીના મેળાઓમાં ભંગ પડશે. આજની આ મહત્વની પોસ્ટમાં આવનારા દિવસોમાં આવતીકાલનું હવામાન કેવું રહેશે એ અંતર્ગત હવામાન અપડેટ મેળવીએ.
આવનારા બેથી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના છુટા છવાયા વિસ્તારોમાં બપોર બાદ થંડરસ્ટ્રોમ એક્ટિવિટીનો વરસાદ ચાલુ રહેશે. જેમાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય વિસ્તારના ઘણા વિસ્તારોમાં ગાજવીજ વાળો વરસાદ જોવા મળી શકે છે.
ઉપરા ઉપરી સિસ્ટમ આવતીકાલનું હવામાન
ગઈકાલે બંગાળની ઉત્તરખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની ચૂકી છે. આ લો પ્રેશર સિસ્ટમ ધીરે ધીરે મજબૂત થઈને મધ્ય ભારત ઉપર છવાશે. જ્યારે આ સિસ્ટમ મધ્ય ભારત ઉપર આ લો પ્રેશર સિસ્ટમ આવશે, ત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર એક મજબૂત બહોળું સર્ક્યુલેશન છવાય એવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે.
એ મુજબ આવતીકાલનું હવામાન અંગેનો વિચાર કરીએ તો, 23 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદની શરૂઆત થશે. ત્યારબાદ ફરીથી બંગાળની ખાડીમાં નવી સિસ્ટમનું બેકઅપ થશે. ટૂંકમાં ઓગસ્ટના અંતિમ દિવસોમાં બંગાળની ખાડીમાં ઉપરા ઉપરી સિસ્ટમનું નિર્માણ થશે.
મેળામાં પડશે ભંગ
મિત્રો મેળાના શોખીનો માટે માઠા સમાચાર પણ ગણી શકાય. કેમ કે સાતમ તેમજ આઠમ તહેવાર ઉપર એટલે કે જન્માષ્ટમીના તહેવાર ઉપર સમગ્ર રાજ્યમાં વરસાદનું હવામાન એક્ટિવ થશે. જેનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમને આધીન ગણાશે.
ટૂંકમાં મિત્રો 25 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બરના દિવસો દરમિયાન બંગાળની ખાડીમાં ઉપરા ઉપરી સિસ્ટમ બનવાથી રાજ્યમાં મોટા વરસાદની સંભાવના હાલ હવામાનના મોડલમાં જોવા મળી રહી છે.
આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યને ઉપરા ઉપરી સિસ્ટમની અસર થવાથી ગુજરાતના ઘણા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે. જેમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના સમીકરણો સામે આવશે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટના દિવસો દરમિયાન જોવા મળશે.
મિત્રો ગુજરાત ઉપર જ્યારે જ્યારે ભારે વરસાદની સંભાવના વધતી હોય છે, ત્યારે ત્યારે ખાસ મિત્રો હવામાન વિભાગ દ્વારા જે સૂચનાઓ આપવામાં આવતી હોય છે તેનું પાલન કરવું. મિત્રો Weather Tv વેબસાઈટ ઉપર હવામાનના મોડલો ઉપર અભ્યાસ કરીને એક અનુમાન વ્યક્ત કરવામાં આવે છે. માટે અહીં આવતી માહિતીને ધ્યાનમાં રાખીને કોઈપણ ખાનગી નિર્ણય લેવા નહીં.