આવતીકાલનું હવામાન ગુજરાત રાજ્યમાં ખૂબ જ તોફાની જોવા મળશે. કેમકે આવનારા દિવસોમાં મેઘતાંડવ સર્જાશે. જળબંબાકાર વરસાદની આગાહી સંબંધિત આ પોસ્ટમાં આવનારા દિવસોમાં આવતીકાલનું હવામાન રાજ્યમાં કેવું જોવા મળશે? એ અંગેની વાત કરશું.
આવતીકાલનું હવામાન ગુજરાત
25 ઓગસ્ટ થી 30 ઓગસ્ટના દિવસો દરમિયાન આવતીકાલનું હવામાન ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદના રૂપે જોવા મળશે. કેમ કે બંગાળની ખાડીની સિસ્ટમની અસર સમગ્ર રાજ્યમાં આ દિવસો દરમિયાન જોવા મળશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઓગસ્ટના અંતિમ દિવસોમાં ભારે વરસાદની સંભાવના ઊભી થશે.
26 ઓગસ્ટથી વરસાદના મુખ્ય રાઉન્ડની શરૂઆત થશે. જે ક્રમશ જેમ જેમ દિવસો આગળ વધતા જશે તેમ તેમ વરસાદના વિસ્તારોમાં પણ નોંધપાત્ર વધારો થતો જશે. ટૂંકમાં મિત્રો 26 ઓગસ્ટથી ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસો સુધી આવતીકાલનું હવામાન ગુજરાત રાજ્યમાં વરસાદી રહેશે.
જળબંબાકાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાન ગુજરાત રાજ્યમાં તોફાની રહેશે. 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટના દિવસો દરમિયાન પવનનું જોર પણ વધુ જોવા મળશે. મિત્રો ખાસ કરીને 26 ઓગસ્ટથી 30 ઓગસ્ટના દિવસો દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છના અમુક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદની સંભાવના ઊભી થશે. જેમાં અમુક વિસ્તારોમાં 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકશે.
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાતને ખૂબ જ અસર કરતા બનશે. 26 ઓગસ્ટથી સિસ્ટમનો પ્રભાવ ગુજરાત રાજ્યમાં જોવા મળશે. જે 30 ઓગસ્ટ સુધી વત્તી ઓછી માત્રામાં વરસાદની સિસ્ટમની અસર જોવા મળશે. મિત્રો આ લો પ્રેશરને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની પણ સંભાવના ઊભી થશે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો, હાલના અનુમાન મુજબ ઉત્તર સૌરાષ્ટ્ર તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં તોફાની વરસાદ જોવા મળશે. ભારે વરસાદ વાળા વિસ્તારોમાં 12 ઇંચ કરતાં પણ વધુ સંભાવના હવામાનના ગ્લોબલ મોડલમાં જોવા મળી રહી છે.
મિત્રો સંભવિત વરસાદ અંગેની નિયમિત વરસાદની આગાહી અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી અપડેટ કરતા રહેશું તો મિત્રો અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો.
નોંધ : જળબંબાકાર સંભવિત વરસાદની આગાહી અહીં જે અપડેટ કરવામાં આવી છે, તે હવામાનના વિવિધ મોડલ ઉપર અભ્યાસ કરીને રજૂ કરવામાં આવી છે. એટલે જ મિત્રો અહીં મૂકવામાં આવતી વરસાદની આગાહીને લક્ષમાં રાખીને કોઈપણ ખાનગી નિર્ણય લેવા નહીં. હવામાન સંબંધિત બધી જ પરિસ્થિતિમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.