ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાત રાજ્યને મેઘરાજાએ ધમરોળી નાખ્યું. તો બીજી તરફ આવનારા દિવસોમાં હવામાન અપડેટ અંગેની માહિતી મેળવીએ તો, સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં ફરીથી વરસાદના નવા રાઉન્ડનું સંકટ જોવા મળી રહ્યું છે. આ અંગેની વિશેષ અપડેટ આ પોસ્ટમાં મેળવીયે.
ઓગસ્ટ મહિનાનું અંતિમ દિવસોનું ચિત્ર ગુજરાત માટે ભયંકર રહ્યું. વરસાદના આ રાઉન્ડમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું માહોલ જોવા મળ્યો. જેમા દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત. મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, કચ્છના મોટાભાગના વિસ્તારોમાં અવિરત સળંગ ત્રણ દિવસ સુધી મેઘ સવારી ચાલુ રહી. જેથી અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો.
હવામાન અપડેટ ફરીથી વરસાદનો નવો રાઉન્ડ
મિત્રો હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ,31 ઓગસ્ટના ચિત્ર મુજબ બંગાળની ખાડીમાં હાલ લો પ્રેશર સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર કેટેગરીયે પહોંચી ચૂકી છે. આ સિસ્ટમ ધીરે ધીરે મધ્ય ગુજરાત ઉપર આવશે. આ પરિસ્થિતિ અનુસંધાને આવનારા દિવસોની હવામાન અપડેટ અંગે માહિતી મેળવીએ તો, 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બરના દિવસો દરમ્યાન ગુજરાત રિજીયન ના ઘણા વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે.
સંભવિત સિસ્ટમની અસરથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બરના દિવસો દરમિયાન વરસાદનો એક નવો રાઉન્ડ જોવા મળશે. જોકે ફ્રેશ હવામાન અપડેટ મુજબ આ રાઉન્ડની અસર સૌરાષ્ટ્ર કચ્છમાં ગુજરાત રિજિયન પ્રમાણમાં ખૂબ જ ઓછી જોવા મળશે.
સપ્ટેમ્બર મહિનામાં વરસાદનો મોટો રાઉન્ડ
મિત્રો ગુજરાત રાજ્યના હવામાનની મોડલની ફ્રેશ હવામાન અપડેટ મુજબ સપ્ટેમ્બર મહિનાના મધ્ય ભાગમાં ફરીથી ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. કેમકે ગ્લોબલ મોડલની ફ્રેશ અપડેટ મુજબ 10 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર ના દિવસો દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદનો મોટો રાઉન્ડ અસર કર્તા રહી શકે છે.
જોકે આ હજી ગ્લોબલ મોડલની લાંબાગાળાની ફોરકાસ્ટ હોવાથી આમાં હજી ફેરફાર પણ જોવા મળી શકે. કેમકે મોટેભાગે લાંબા ગાળાની ફોરકાસ્ટ મુજબ ક્યારેક વેરીએશન પણ જોવા મળતું હોય છે. જોકે આ અંગેની નિયમિત અપડેટ અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી આપતા રહેશું. જેથી આવતીકાલનું હવામાન કેવું રહી શકે? એ અંગેની નિયમિત અપડેટ તમને મળી રહે.