ઓતરા નક્ષત્ર 2024 : ભારેથી અતિભારે વરસાદનું હવામાન બનશે

વર્ષ 2024 ના ચોમાસાના સમયગાળા દરમિયાન વરસાદના નક્ષત્રોમાં ઘણા નક્ષત્રો સંજોગ્યા નક્ષત્ર આ વર્ષે જોવા મળી રહ્યા છે. આ વર્ષે જે જે સંજોગ્યા નક્ષત્રના યોગ બની રહ્યા છે, એમાનું એક નક્ષત્ર ઓતરા નક્ષત્ર જેને આપણે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના નામથી પણ ઓળખીએ છીએ. તો મિત્રો ઓતરા નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદી હવામાનની સંભાવના ઉભી થશે. એ લક્ષી વાત આ પોસ્ટના માધ્યમથી કરશું.

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 2024

મિત્રો ઓતરા નક્ષત્ર 2024 સમયગાળો મુખ્યત્વે હસ્ત નક્ષત્ર 2024 પહેલા આવતો હોય છે. એટલે કે ઓતરા નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન મંડાણી વરસાદની સંભાવના સમગ્ર રાજ્યમાં જોવા મળતી હોય છે. જેને આપણે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી તરીકે પણ ઓળખીએ છીએ. તો આ વર્ષે પણ ઓતરા નક્ષત્રના સમયગાળા દરમિયાન લો પ્રેશર સિસ્ટમની સાથે સાથે 2024 ના ચોમાસા દરમિયાન રાજ્યમાં ઠેર ઠેર મંડાણી વરસાદની સંભાવના જોવા મળશે. આ થંડરસ્ટ્રોમ એક્ટિવિટીમાં ભારે કડાકા ભડાકા સાથે વરસાદના યોગ આ વર્ષે ઉભા થઈ શકે છે.

જે વર્ષે ચોમાસાની શરૂઆત જો વહેલી થઈ ચુકી હોય તો વાવણી લાયક વરસાદ વહેલો થઈ ગયો હોય છે. તેવા તબક્કે ઓતરા નક્ષત્રના સમયગાળા દરમિયાન થતા વરસાદમાં જે આગોતરું વાવેતર કરેલું હોય છે, તેમાં મોટી નુકસાની પણ ખેડૂતોને સહન કરવી પડતી હોય છે. જેમ કે જો પહેલી જૂનથી 10 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વાવણીલાયક વરસાદ થઈ ગયો હોય તો, મોટેભાગે ટૂંકી મુદતની મગફળી તેમજ કઠોળ વર્ગના પાકો ઓતરા નક્ષત્રના સમયગાળા દરમિયાન પરિપક્વ અવસ્થામાં જોવા મળતા હોય છે. આવા તબક્કે જ્યારે ઓતરા નક્ષત્રમાં વરસાદ થતો હોય છે, ત્યારે ભારે નુકસાનીનો સામનો ખેડૂતો કરતા હોય છે.

ભારે વરસાદનું હવામાન

મોટેભાગે ઓતરા નક્ષત્ર સપ્ટેમ્બર મહિનાના મધ્ય ભાગમાં દર વર્ષે બેસતું હોય છે. મિત્રો સપ્ટેમ્બર મહિનાના મધ્ય ભાગમાં ગુજરાતનું પાછલા વર્ષોનું હવામાન જોઈએ તો, મોટેભાગે ખૂબ જ ભેજવાળું હવામાન જોવા મળતું હોય છે. સાથે સાથે ગરમીનો માહોલ પણ મોટે ભાગે જોવા મળતો હોય છે. આવા તબક્કે બપોર બાદ અવાર નવાર મંડાણી વરસાદની શક્યતા ઊભી થતી હોય છે. હાઈ લેવલનું ટેમ્પરેચર આ દિવસોમાં રહેતું હોવાથી મોટેભાગે બપોર પછી થતો વરસાદ ભારે પવન સાથે જોવા મળતો હોય છે. જેમાં ગાજવીજ પણ પુષ્કળ માત્રામાં જોવા મળતી હોય છે. એટલે જ ઓતરા નક્ષત્રમાં થતો વરસાદ મોટેભાગે તોફાની રૂપે વરસાદ જોવા મળતો હોય છે.

આવી પરિસ્થિતિમાં જ્યારે જ્યારે નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વરસાદ જોવા મળે છે, ત્યારે ત્યારે ખેતીના પાકોમાં મોટી નુકસાની જોવા મળતી હોય છે. ભારે પવનની હાજરી હોવાથી તલ, કપાસ, શેરડી, એરંડા જેવા પાકો ઉપર તેમની વિપરીત અસર જોવા મળતી હોય છે. ભારે પવન અને ભારે વરસાદને કારણે આ પાકો જમીન દસ્ત થઈને ઢળી જતા હોય છે. જે ખરેખર ખેડૂતો માટે નુકસાનીનો અસહ્ય માર ગણી શકાય. એટલે જ ઓતરા નક્ષત્ર લઈને એક કહેવત ખૂબ જ પ્રચલિત છે. જો વર્ષે ઓતરા તો ધાન ન ખાય કુતરા.

ઓતરા નક્ષત્ર 2024 પ્રવેશ

મિત્રો ઓતરા નક્ષત્ર 2024 દરમિયાન આ વર્ષે જ્યોતિષશાસ્ત્રમાં જોવા મળતા યોગો અંગેનું એક ટૂંકમાં સારાંશ મેળવીએ તો, મિત્રો આ વર્ષે ઓતરા નક્ષત્ર 2024 સંજોગ્યું નક્ષત્ર જોવા મળી રહ્યું છે. મિત્રો ઓતરા નક્ષત્ર સંજોગ્યું જોવા મળી રહ્યું હોવાથી ઓતરા નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે મંડાણી વરસાદની સંભાવના ખુબ જ જોવા મળશે. મિત્રો આ સંભાવના આ વર્ષે જ્યોતિષશાસ્ત્રમાં જે યોગોનું નિર્માણ જોવા મળી રહ્યું છે, એ મુજબ આપણે વાત કરી રહ્યા છીએ.

સૂર્યનારાયણ ભગવાનનો ઓતરા નક્ષત્રમાં પ્રવેશ અંગેની વાત કરીએ તો, આ વર્ષે ઓતરા નક્ષત્ર 2024 માં સૂર્યનો શુભ પ્રવેશ 13 સપ્ટેમ્બર ના દિવસે થશે. શુક્રવારની હાજરી હોવાથી વરસાદના ભાવિ માટે ખૂબ જ સારી નિશાની ગણી શકાય. સાથે સાથે આ વર્ષે જ્યારે ઓતરા નક્ષત્ર 2024 નો શુભ પ્રવેશ થશે, ત્યારે ચંદ્ર નક્ષત્ર પૂર્વાષાઢા રહ્યું હોવાથી જે પણ એક સારા યોગનું નિર્માણ આ વર્ષે જોવા મળી રહ્યું છે.

નક્ષત્ર વાહન અંગેનો વિચાર કરીએ તો, આ વર્ષે ઓતરા નક્ષત્ર 2024 જ્યારે બેસશે ત્યારે ઓતરા નક્ષત્રનું વાહન હાથીનું હોવાથી ભારે વરસાદના યોગોનું સર્જન ઊભું થશે. ટૂંકમાં મિત્રો ઓતરા નક્ષત્ર 2024 નું વાહન હાથીનું હોવાથી ભારેથી અતિ ભારે વરસાદનું હવામાન ગુજરાત રાજ્યમાં જોવા મળશે. ઓતરા નક્ષત્ર 2024 એ પૂર્ણ રૂપે સંજોગ્યું નક્ષત્ર આ વર્ષે જોવા મળી રહ્યું છે. જે મુજબ ઓતરા નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદના મોટા મોટા રાઉન્ડ જોવા મળી શકે.

ગુજરાતનું વરસાદી હવામાન

આ દિવસો દરમિયાન ગુજરાત રાજ્યનું હવામાન દર વર્ષે વરસાદી જોવા મળતું હોય છે. કેમકે જ્યારે જ્યારે ઓતરા નક્ષત્રના દિવસો ચાલતા હોય છે, ત્યારે ત્યારે બંગાળની ખાડીમાં અવાર નવાર વરસાદની સિસ્ટમ એક્ટિવ થતી હોય છે. મોટેભાગે સપ્ટેમ્બરમાં જ્યારે જ્યારે બંગાળની ખાડીમાં બનતી લો પ્રેશર સિસ્ટમ અથવા તો તેનાથી વધુ મજબૂત એટલે કે ડિપ્રેશન જેવી સિસ્ટમ જ્યારે જ્યારે આકાર લેતી હોય છે, ત્યારે ત્યારે આ સિસ્ટમ મોટે ભાગે પશ્ચિમ ભારતના રાજ્યો તરફ આવતી હોય છે.

જ્યારે જ્યારે આવી મજબુત સિસ્ટમ ગુજરાતની બાજુમાં આવે છે, ત્યારે ત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનું હવામાન જોવા મળતું હોય છે. સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં અરબ સાગરમાં પણ ક્રિએટિવિટી જોવા મળતી હોય છે. કેમકે આ દિવસો દરમિયાન અરબ સાગરમાં પવનની અસ્થિરતાને અનુસંધાને ઘણી વખત મુંબઈ લાગુના અરબ સાગરમાં અવાર નવાર વોરટેક્ષ જેવી સિસ્ટમનું સર્જન થતું હોય છે. કેમ કે આવી પરિસ્થિતિ આપણે ભૂતકાળના અનેક વર્ષોમાં જોઈ છે.

જ્યારે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોનું હવામાન વરસાદી જોવા મળતું હોય છે. સપ્ટેમ્બર મહિનાના મધ્ય ભાગથી લઈને અંતિમના દિવસો દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદના ચિત્રો અવાર નવાર સામે આવતા હોય છે.

ટૂંકમાં મિત્રો ઓતરા નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વર્ષા વિજ્ઞાનના યોગ મુજબ ગુજરાતમાં વરસાદનું હવામાન સારું એવું જોવા મળી શકે છે. જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના યોગ આ વર્ષે ઉભા થઈ શકે. મિત્રો અહીં જે ઓતરા નક્ષત્ર લક્ષી વાત રજૂ કરવામાં આવી છે, એ આ વર્ષે પંચાગમાં જોવા મળતા યોગ મુજબ વર્ણન કરવામાં આવ્યું છે. આ માહિતી Weather Tv વેબસાઈટની કોઈ પર્સનલ માહિતી નથી. આ વાતનો ખાસ ખ્યાલ રાખવો.

error: Content is protected !!