Weather Alert જાણો સમગ્ર ગુજરાત રાજ્યમાં આવતીકાલનું હવામાન કેવું રહેશે? તો ગુજરાત રાજ્યના હવામાનમાં આવનારા દિવસોમાં એક મોટો યુ ર્ટન જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા આવનારા દિવસોમાં Weather Alert જાહેર કરવામાં આવી શકે છે. મિત્રો આજની મહત્વની પોસ્ટમાં જાણો ગુજરાતમાં આવતીકાલનું હવામાન કેવું રહી શકે?
Weather Alert
મિત્રો Weather Alert અંગેની વાત કરીએ તો, 24 ઓગસ્ટથી રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. કેમકે 24 ઓગસ્ટથી 30 ઓગસ્ટના દિવસો દરમિયાન અરબ સાગર તેમજ બંગાળની ખાડીમાં ઉપરા ઉપરી લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થશે. આ પરિસ્થિતિને અનુસંધાને આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યમાં Weather Alert હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવી શકે છે.
20 ઓગસ્ટની આજુબાજુ કેરલના સાથે અરબ સાગરમાં પ્રથમ લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થશે. આ સિસ્ટમ ક્રમશ ઉત્તર તરફ ગતિ કરીને મુંબઈની આજુબાજુ આવે એવી પ્રબળ સંભાવના હવામાનના મોડલમાં જોવા મળી રહી છે. જે પેટર્નને હિસાબે આવનારા દિવસોમાં આવતીકાલનું હવામાન સમગ્ર રાજ્ય માં વરસાદી માહોલ ઉભો કરશે.
ગુજરાતમાં આવતીકાલનું હવામાન
જોકે મિત્રો અત્યારના હવામાનના ચિત્રો મુજબ અરબ સાગરની સિસ્ટમ એટલી બધી ગુજરાતને અસરકારક રહેશે નહીં. પરંતુ 22 ઓગસ્ટની આજુબાજુ ઉત્તર બંગાળની ખાડીમાં સિસ્ટમનું નિર્માણ થશે, એ સિસ્ટમ મજબૂત થઈને ગુજરાત તરફ ફંટાય એવા સમીકરણો મજબૂત રીતે જણાઈ રહ્યા છે. તેથી જ સમગ્ર ગુજરાત રાજ્યમાં આવતીકાલનું હવામાન તોફાની વરસાદ સાથે જોવા મળી શકે છે.
આવનારા દિવસોમાં Weather Alert અંગેની પરિસ્થિતિનો વિચાર કરીએ તો, બંગાળની ખાડીની સિસ્ટમની સીધી અસર 25 ઓગસ્ટથી થશે. સર્વપ્રથમ પૂર્વ ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની એક મોટી અને તોફાની શરૂઆત જોવા મળશે. જે ક્રમશ આગળ વધીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદના ચિત્રો સામે આવી શકે.
ટૂંકમાં સારાંશ મેળવીએ તો, 25 ઓગસ્ટથી 30 ઓગસ્ટના દિવસો દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના ઊભી થશે. જેમાં ભારે વરસાદ વાળા વિસ્તારોમાં 5 ઇંચથી 8 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. જોકે આ સિસ્ટમ અંગેની નિયમિત અપડેટ Weather Tv વેબસાઈટના માધ્યમથી આપતા રહેશો તો અમારી સાથે જોડાયેલા રહેજો.
ખાસ નોંધ : ઉપર રજૂ કરવામાં આવેલી તમામ માહિતી હવામાનના મોડલોમાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, તેના આધારે આપવામાં આવી છે. માટે અહીં અપડેટ થતી માહિતીને લક્ષમાં રાખીને કોઈપણ ખાનગી નિર્ણય લેવા નહીં. હવામાન સંબંધિત બધી જ પરિસ્થિતિમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.