વરસાદનું હવામાન : વરસાદની આગાહી અંગેની સરળ રીત

વરસાદનું હવામાન

વરસાદની આગાહી કરવી એ ખૂબ જ જટિલ કાર્ય છે. કેમકે પાછલા ઘણા વર્ષોમાં ઋતુચક્ર વિપરીત અવસ્થામાં જોવા મળી રહ્યું છે. વરસાદનું હવામાન કેવું રહેશે? એ ચોમાસાના દિવસો દરમિયાન ઓળખવું ખૂબ જ અઘરું છે. મિત્રો આજની આ ઈમ્પોર્ટન્ટ પોસ્ટમાં વરસાદની આગાહી અંગેની એક સરળ રીત અંગે વાત કરશું જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

સાપ્તાહિક હવામાન

વરસાદનું હવામાન આવનારા દિવસો દરમિયાન કેવું રહે એ અંગે અત્યારે સૌથી સરળ રીત હોય તો, આધુનિક હવામાનના મોડલને ગણી શકાય. કેમકે આવતીકાલનું હવામાન કેવું રહી શકે? એ અંતર્ગત આધુનિક હવામાનના મોડલ મુજબ વિશ્વના દરેક ખૂણામાં હવામાન કેવું રહે છે. એ અંગેની માહિતી સ્પષ્ટમાં મળી જતી હોય છે. જોકે આમાં પણ મોટું વેરિયેશન જોવા મળતું હોય છે. છતાં પણ ટૂંકા ગાળાની થતી ફોરકાસ્ટ ખૂબ જ સચોટ સાબિત થતી હોય છે.

ગુજરાતનું હવામાન

મિત્રો ગુજરાત રાજ્યની વાત કરીએ તો, ગુજરાત રાજ્યની સ્ફટિક હવામાનની આગાહી કરવી ખૂબ જ અઘરી છે. કેમકે પાછલા ઘણા વર્ષોના ચોમાસા દરમિયાન હવામાનમાં જોવા મળેલા ચિત્રો કરતા પણ હવામાનનું ચિત્ર વિપરીત ઘણી વખત જોવા મળ્યું છે. જેમ કે સૌરાષ્ટ્રમાં ક્યારેક ક્યારેક વરસાદનું હવામાન રદ્ર સ્વરૂપ ધારણ કરતું હોય છે, ત્યારે ત્યારે જે તે વિસ્તારોમાં 25 થી 30 ઈંચ કરતા વધુ વરસાદ 24 કલાકમાં ખાબકી જતો હોય છે. ત્યારે એ વાત માન્યમાં આવે છે કે, આખરે કુદરત કર્તા છે કુદરતની ગતિનો કોઈ તાગ નથી.

આજની આ ખેડૂત ઉપયોગી પોસ્ટમાં આપણે દેશી વિજ્ઞાન મુજબ વરસાદનું હવામાન કેવું રહે? એ અંગે એક અભ્યાસ કરશું. જેમા દરેક અઠવાડિયાના વાર મુજબ હવામાન કેવું જોવા મળે તો, તે દિવસે વરસાદનું હવામાન કેવું રહે છે? એ અંગે પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં ખૂબ જ રહસ્યમય વાતોનું વર્ણન થયેલું છે. જે આજની આ મહત્વની પોસ્ટમાં ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી મેળવશું. જે ઉપરથી ચોમાસાના દિવસો દરમિયાન અઠવાડિયાના દરેક દિવસો મુજબ કેવું હવામાન જોવા મળે તો, તે દિવસે વરસાદની સંભાવના કેવી રહેશે? એ જાણવા માટે તમને ખૂબ જ આ પોસ્ટ ની વાત ઉપયોગી થશે.

વરસાદનું હવામાન નિર્દેશ

સોમવાર અંગેના હવામાનનું એક અનુમાન મેળવ્યે તો, મિત્રો જો સોમવારે ઉત્તર દિશામાંથી પવન ફૂંકાતો હોય અને સોમવારે જો ઈશાન ખૂણામાં મેઘ ગર્જના અથવા તો વીજળી સંભળાય તો, તે દિવસે વરસાદનું હવામાન ભરપૂર માત્રામાં જોવા મળશે. એટલે કે જો આવી પરિસ્થિતિનું નિર્માણ સોમવારે નજરમાં આવે તો, સોમવાર વરસાદ વિહોણો જતો નથી. માટે ચોમાસાના દિવસો દરમિયાન દરેક સોમવારનો અભ્યાસ કરવો.

મંગળવાર અંગેના હવામાનની માહિતી મેળવીએ તો, મંગળવારે જો સવારથી જ ગરમીનું પ્રમાણ વધુ પડતું જોવા મળે. ત્યાર બાદ મંગળવારે બપોરના સમયગાળા દરમિયાન દક્ષિણ દિશા અથવા તો અગ્નિ ખૂણામાંથી પવન ફૂંકાતો જોવા મળે તો, મંગળવારની રાત્રીના સમયગાળા દરમિયાન વરસાદનું હવામાન જોવા મળે છે. જોકે આવી પરિસ્થિતિનું નિર્માણ મંગળવારે જોવા મળે તો, મંગળવારે દિવસે વરસાદની હાજરી જોવા મળતી નથી. પરંતુ રાત્રીનું હવામાન વરસાદ માટે અનુકૂળ જોવા મળતું હોય છે. માટે મંગળવાર હવામાનની સ્થિતિનો ખાસ અભ્યાસ કરવો.

બુધવાર અંગેના હવામાનનું એક ચિત્ર જોઈએ તો, મંગળવારની રાત્રીના સમયગાળા દરમિયાન આકાશમાં નક્ષત્ર સ્પષ્ટ દેખાણા હોય, ત્યારબાદ બુધવારની વહેલી સવારે જો પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાતો હોય. અને મોડી સાંજે જો બુધવારને દિવસે ઉત્તરનો પવન ફૂંકાતો હોય તો, વરસાદની સંભાવના ખુબ જ ઉત્તમ રહેશે. આકાશમાં જો નાની-નાની વાદળી બનતી હોય તો, પણ તે વાદળી પણ વરસાદનું હવામાન ઊભું કરશે. આ બાબતે કોઈ શંકા કરવી નહીં. કેમકે આવું વિધાન પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહ્યું છે.

ગુરૂવાર અંગેના હવામાન અંગેની એક પ્રાથમિક માહિતી મેળવ્યે તો, ગુરુવારે જો સવારથી સાંજ સુધીના સમયગાળા દરમિયાન એક જ દિવસમાંથી પવન ફૂંકાતો જોવા મળે તો, ગુરુવારની રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદનું હવામાન બંધાશે. એટલે કે રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની રમઝટ જોવા મળી શકે. મિત્રો ગુરૂવારના દિવસના હવામાનનો એક બીજો પણ યોગ રહેલો હોય છે, એ અંગેનું પણ ખાસ અવલોકન કરવું. ગુરૂવારના દિવસે જો વરસાદી હવામાન જમાવટ કર્યું હોય અને જો આવી સ્થિતિમાં કોયલનો કલરવ સંભળાય તો, શુક્રવારની વહેલી સવારે જ્યારે સૂર્યોદય થાય એ સમય પહેલા જ વરસાદની શરૂઆત થશે.

વરસાદની આગાહી શીખો

શુક્રવાર અંગેના હવામાનની માહિતી મેળવ્યે તો, શુક્રવારની સવારે હવામાન ચોખ્ખું જણાય અને પવનની ગતિ જો મંદ મંદ જોવા મળે. આવી પરિસ્થિતિની વચ્ચે જો દક્ષિણ દિશામાં સફેદ વાદળોનું આવરણ જોવા મળે તો, શુક્રવારના દિવસે બપોરની આસપાસ વરસાદનું હવામાન સર્જાશે. એટલે કે શુક્રવારના રોજ બપોર સાંજ સુધીમાં અચૂક વરસાદનું આગમન જોવા મળશે. માટે આ યોગનો પણ ખાસ અભ્યાસ કરવો.

શનિવાર અંગેના હવામાનના ચિત્ર અંગેનું એક વિધાન જોઈએ તો, શનિવારે જો દિવસ દરમિયાન પવનની દિશામાં અસ્થિરતા જોવા મળે એટલે કે સમય અંતરે સમય અંતરે જે-તે દિશામાંથી પવન ફૂંકાતો હોય, આવી સ્થિતિ વચ્ચે ધૂળની ડમરી ઉડતી જોવા મળે તો, અને સાંજે જો ઉત્તર દિશાનો પવન સ્થિર બને તો, શનિવારની મધ્યરાત્રી પહેલા વરસાદનું હવામાન બનતું જોવા મળશે. માટે શનિવારના હવામાન અંગે પણ ખાસ અભ્યાસ કરવો.

રવિવાર અંગેના હવામાનનો નિર્દેશ મેળવીએ તો, રવિવારે સવારે ગરમીનો માહોલ હોય અને પશ્ચિમ દિશામાંથી જો ધીમો ધીમો પવન જોવા મળે. ત્યારબાદ બપોરના સમયગાળા દરમિયાન આકાશમાં તેતર પંખીના રંગ જેવી વાદળીનું જો ધીરે ધીરે બંધારણ થતું જોવા મળે તો, રવિવારે બપોર બાદ ભારેથી અતિ ભારે વરસાદનું હવામાન આકાર લેશે. રવિવારના આ હવામાનના યોગને ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે કેમ કે જો રવિવારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના ઊભી થશે.

ખાસ નોંધ : મિત્રો અહીં રજૂ કરવામાં આવેલી વરસાદનું હવામાન સંબંધિત તમામ માહિતી Weather Tv વેબસાઈટની કોઈ પર્સનલ માહિતી નથી. પરંતુ ભડલી વાક્યો તેમ જ પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જે સાપ્તાહિક હવામાન અંગેના યોગેનું જે વર્ણન કરવામાં આવ્યું છે, એ મુજબ આ પોસ્ટમાં એ માહિતી પ્રસારિત કરવામાં આવી છે. માટે આ વાતનો ખાસ ખ્યાલ રાખવો.

ટૂંકમાં મિત્રો ચોમાસું 2024 ના દિવસો દરમિયાન દરેક દિવસનો ખાસ અભ્યાસ કરવો. ઉપર જણાવેલા યોગ મુજબ જે તે વારે કેવું હવામાન જોવા મળે તો, એ મુજબ તે દિવસે વરસાદનું હવામાન કેવું રહેશે? એ અંગેનું એક સામાન્ય તારણ મેળવી શકાય છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલું ઋતુ પરિવર્તન મુજબ ક્યારેક ક્યારેક દેશી વિજ્ઞાનની વાતો પણ સત્યની નજીક ઉભી રહેતી નથી. માટે આ વાતનો પણ સ્વીકાર કરવો જરૂરી છે.

ભારે અતિવૃષ્ટિ : ચોમાસું 2024 દરમિયાન ભારે વરસાદના એંધાણ

ભારે અતિવૃષ્ટિ 2024

ચોમાસું 2024 ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર લઈ અને આવી રહ્યું છે. કેમ કે વર્ષ 2024 દરમિયાન ગુજરાતમાં આ વર્ષે ભારે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે. મિત્રો આ વર્ષનું ચોમાસું ગુજરાતમાં જમાવટ કરશે. કયા વિસ્તારોમાં ચોમાસું 2024 દરમિયાન ભારે અતિવૃષ્ટિ જેવી સંભાવના રહેશે? એ અંગેની મહત્વની અપડેટ આ પોસ્ટના માધ્યમથી મેળવશું.

વિવિધ ખાનગી વેધર સંસ્થાઓની આગાહી આવ્યા બાદ ભારતીય હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં ચોમાસું 2024 ને લઈને સમગ્ર દેશમાં ચોમાસાની પરિસ્થિતિ આ વર્ષે કેવી રહેશે? એ અંગેની પ્રથમ લાંબાગાળાની આગાહી થોડા સમય પહેલા જ પ્રસારિત કરવામાં આવી. મિત્રો આ લાંબાગાળાની આગાહી મુજબ ગુજરાતમાં એવરેજ વરસાદ કરતા આ વર્ષે વરસાદ વધુ જોવા મળશે. જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં આ વર્ષે ભારે અતિવૃષ્ટિ જેવું ચિત્ર પણ સામે આવી શકે છે.

Monsoon Forecast

ગુજરાતમાં ચોમાસાનું આગમન થયા બાદ મુખ્યત્વે લો પ્રેસર સિસ્ટમ આધારિત ગુજરાતમાં વરસાદ જોવા મળતો હોય છે. જ્યારે જ્યારે ગુજરાતનું હવામાન વરસાદ લક્ષી અનુકૂળ હોય છે, ત્યારે ત્યારે ગુજરાત ઉપર સાયકલોનિક સર્ક્યુલેશનનું પણ નિર્માણ અવારનવાર જોવા મળતું હોય છે. જ્યારે જ્યારે હવામાન તરફી આવી પરિસ્થિતિ બને છે, ત્યારે ત્યારે ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે અતિવૃષ્ટિ જેવો માહોલ ઊભો થતો હોય છે. જે આપણે ભૂતકાળના ઘણા વર્ષોમાં જોઈ ચૂક્યા છીએ.

ભારે અતિવૃષ્ટિ થશે

મિત્રો વર્ષ 2024 ની લાંબા ગાળાની આગાહી મુજબ આ વર્ષે સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ જોવા મળી શકે છે. ટૂંકમાં મિત્રો આ વર્ષનું ચોમાસું સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે જમાવટ કરશે. જેમાં ઘણા વિસ્તારોમાં સમય અંતરે ભારે અતિવૃષ્ટિ જેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થશે. આ વર્ષની લાંબાગાળાની અપડેટ મુજબ દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ તેમજ પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં ચોમાસું 2024 દરમિયાન ભારે અતિવૃષ્ટિ અંગેના ચિત્રો અવારનવાર સામે આવે તો નવાઈ જેવું નથી. કેમકે આ વર્ષે આ જિલ્લાના વિસ્તારોમાં મેઘ સવારી અવિરત ચાલુ રહી શકે છે.

તાજેતરમાં ભારતીય હવામાન વિભાગે વર્ષ 2024 ના ચોમાસાને લઈને તેમની પ્રથમ લાંબાગાળાની અપડેટ કરી છે. એ મુજબ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ વર્ષે એવરેજ વરસાદ કરતાં પણ વધુ વરસાદ ચોમાસાના દિવસો દરમિયાન જોવા મળશે. ટૂંકમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ વર્ષે ભારે અતિવૃષ્ટિ સંબંધીત સમીકરણો જોવા મળશે. પરંતુ મિત્રો આ એક હજી ભારતીય હવામાન વિભાગની લાંબાગાળાની ફોરકાસ્ટ ગણાય. ભારતીય હવામાન વિભાગ પોતાની મિડલ રેન્જ ફોરકાસ્ટ આવનારા સમયમાં રજૂ કરશે. એ ઉપરથી અતિવૃષ્ટિનું ચિત્ર પણ સ્પષ્ટ થશે.

ભારે અતિવૃષ્ટિ સંબંધીત એક સામાન્ય વાત કરી લઈએ તો, મિત્રો જ્યારે જ્યારે કોઈ મજબૂત સિસ્ટમ જે તે પ્રદેશ ઉપરથી પસાર થાય છે, ત્યારે ત્યારે રીતસરનું મેઘ તાંડવ જોવા મળે છે. આ ઉપરાંત પણ કોસ્ટલના વિસ્તારોમાં જ્યારે જ્યારે વરસાદી ટ્રફ આકાર લે ત્યારે ત્યારે પણ તે વિસ્તારોમાં સળંગ 8 થી 10 દિવસ સુધી વરસાદ એકધારો જોવા મળતો હોય છે. જે વરસાદને આપણે ટ્રફ આધારિત વરસાદ પણ ગણીએ છીએ. જેનું મુખ્ય કારણ સમુદ્ર સપાટી ઉપરથી ફુંકાતા વમળયુક્ત પવનને ગણી શકાય.

જ્યારે જ્યારે અરબ સાગર ઉપરથી ફુંકાતા દક્ષિણ પશ્ચિમ ચોમાસું પવનો સીધી ગતિમાં ફુંકાતા નથી, ત્યારે ત્યારે વરસાદનો ટ્રક આકાર લેતો હોય છે. મિત્રો ચોમાસાના દિવસો દરમિયાન ગુજરાતમાં ઘણી વખત વલસાડ સુધી આવો ટ્રફ અવારનવાર જોવા મળતો હોય છે. જેથી તે વિસ્તારોમાં દિવસો સુધી એકધારો વરસાદ વરસતો જોવા મળતો હોય છે. મુંબઈથી કેરલ સુધી ચોમાસાના મોટાભાગના દિવસોમાં આવો વરસાદનો ટ્રફ એક્ટિવ રહેતો હોય છે. તેથી તે રાજયોના કોસ્ટલ વિસ્તારોમાં ભારે અતિવૃષ્ટિના સમીકરણો અવારનવાર સામે આવતા હોય છે.

ચોમાસું 2024 નક્ષત્ર

ચોમાસું 2024 ના પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સમીકરણો અંગેની માહિતી મેળવીએ તો, મિત્રો આ વર્ષે આ 5 નક્ષત્રો ભુક્કા કાઢશે. કયા પાંચ નક્ષત્રોમાં આ વર્ષે ભારે અતિવૃષ્ટિ અંગેના મુખ્ય યોગોનું નિર્માણ જ્યોતિષશાસ્ત્ર મુજબ જોવા મળી રહ્યું છે, તે ઉપર આપેલી લીંક મારફતથી તમે ડીપમાં માહિતી મેળવી લેજો. જેથી આ વર્ષે કયા પાંચ નક્ષત્રમાં ભારે વરસાદના યોગ ઉભા થશે? તે અંગેની માહિતી વિસ્તારથી રજૂ કરવામાં આવી છે.

મિત્રો એક બીજા વિધાન મુજબ આ વર્ષે હોળી બાદના દિવસોથી દેશી બોરડી સતત સુકાઈ રહી છે. જે આવનારા ચોમાસા માટે ખૂબ જ સારી વાત ગણી શકાય. કેમકે જે વર્ષે બોરડી જો ઉનાળાના દિવસો દરમ્યાન સતત સુકાતી નજરે પડે તો, તે વર્ષના ચોમાસામાં ભારે અતિવૃષ્ટિ સંબંધિત યોગો અવારનવાર ઊભા થતા હોય છે. પરંતુ તેનાથી વિપરીત જો ઉનાળાના દિવસોમાં દેશી બોરડી કોર કાઢતી જોવા મળતી હોય એટલે કે જો લીલીછમ અવસ્થામાં જોવા મળતી હોય તો, તે વર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદ કરતાં પણ ઓછો વરસાદ જોવા મળે છે.

પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ આ વર્ષે વનસ્પતિઓમાં પણ એક સારા ચોમાસાની નિશાની જોવા મળી રહી છે. કેમકે આ વર્ષે મોટાભાગની વનસ્પતિઓમાં સુ-યોગ્ય રોનક જોવા મળી રહી છે. એ મુજબ પણ ચોમાસું ટનાટન થશે. મિત્રો ગરમાળાના ફૂલનું પણ ખાસ અવલોકન કરવું. કેમ કે ગરમાળાના વૃક્ષમાં જ્યારે ફૂલનું આગમન થાય છે, તે સમયથી લગભગ 45 અંતરે દર વર્ષે મુખ્યત્વે વાવણી લાયક વરસાદ જોવા મળતો હોય છે. આ વર્ષની વસંતઋતુમાં મોટાભાગની વનસ્પતિઓમાં એક સારી એવી રોનક જોવા મળી રહી છે. એ મુજબ પણ આ વર્ષે ભારે અતિવૃષ્ટિ જેવા યોગ ઊભા થઈ શકે.

ભારે વરસાદના એંધાણ

હવામાનના લાંબાગાળાની સ્થિતિ મુજબ આ વર્ષના ચોમાસામાં અરબ સાગર વધુ એક્ટિવ રહી શકે છે. કેમકે આ વર્ષે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ ફેસમાં જણાતા, અરબ સાગરમાં વરસાદી એક્ટિવિટીનો દોર એકધારો જોવા મળી શકે. એ મુજબ સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં આ વર્ષના ચોમાસા દરમિયાન એવરેજ વરસાદ કરતા વધુ વરસાદ જોવા મળી શકે. દક્ષિણ સૌરાષ્ટ્રના કોસ્ટલ વિસ્તારોમાં પણ જેમાં ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી આ જિલ્લાના વિસ્તારોમાં પણ ઘણા વિસ્તારોમાં આ વર્ષે ભારે અતિવૃષ્ટિ અંગેની સંભાવના પ્રાચીન વિજ્ઞાનના સિદ્ધાંતો તેમજ આધુનિક વિજ્ઞાનના લાંબાગાળાના મોડલો મુજબ જોવા મળી રહી છે.

આ વર્ષની ઋતુઓનો અભ્યાસ કરીએ તો, આ વર્ષે સામાન્ય શિયાળો તેમજ અતિ ગરમ ઉનાળો રહેતા આ વર્ષે ચોમાસાના દિવસો દરમિયાન મુખ્યત્વે ભારે પવન સાથે વરસાદની સંભાવના વધુ ગણી શકાય. જો કે અમુક અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ કરતા ઓછો વરસાદ પણ જોવા મળી શકે. કેમ કે આપણે ઓલ ઓવર રાજ્યની વાત કરીયે છીએ. દર વર્ષે વધતો ઓછો જે તે વિસ્તારોમાં વરસાદ જોવા મળતો હોય તે પણ એક સામાન્ય વાત ગણી શકાય. પરંતુ મોટાભાગના ચાર્ટ મુજબ આ વર્ષે ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે અતિવૃષ્ટિ જેવી સંભાવના ગણી શકાય.

જેમ જેમ ચોમાસું 2024 નજીક આવતું જશે તેમ તેમ અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી તમારા સુધી ચોમાસું લક્ષી તમામ અપડેટ નિયમિત રીતે અપડેટ કરતા રહેશું. તો મિત્રો ગુજરાતના ખૂણે ખૂણાની હવામાનની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી સાથે હંમેશા જોડાયેલા રહેજો બધા જ મિત્રોનો ખુબ ખુબ આભાર.

મેઘ તાંડવ આગાહી : ચોમાસું ભુક્કા કાઢશે

મેઘ તાંડવ આગાહી

ગુજરાતમાં ઉનાળાની જમાવટ સારી એવી જોવા મળી રહી છે. જે ઋતુનું વ્યવસ્થિત બંધારણ ગણી શકાય. એટલે કે ઋતુ આ વર્ષે બેલેન્સમાં છે એવું સામાન્ય રીતે ગણી શકાય. મિત્રો ચોમાસું 2024 ધીરે ધીરે નજીક આવી રહ્યું છે. આવા તબક્કામાં આ વર્ષે મેઘ તાંડવ આગાહી સંબંધિત મહત્વની વાત આ પોસ્ટના માધ્યમથી રજૂ કરશું.

ગુજરાતનું ચોમાસું વૈવિધ્ય ધરાવતું દર વર્ષે જોવા મળે છે. મોટેભાગે દર વર્ષે ગુજરાતના અમુક વિસ્તારોમાં રીતસરનું મેઘ તાંડવ જોવા મળતું હોય છે. તો જ્યારે અમુક અમુક વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટી ચોમાસા દરમિયાન ખૂબ જ ઓછી જોવા મળતી હોય છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે વિસાવદર પંથક તેમજ ગીર પંથકમાં દર વર્ષે મેઘ તાંડવ અવારનવાર જોવા મળતું હોય છે. જેની કમ્પેરમાં બાકીના વિસ્તારોમાં વરસાદ ઓછો જોવા મળતો હોય છે.

Heavy Rain 2024

મિત્રો આજની આ મેઘ તાંડવ લક્ષી મહત્વની પોસ્ટમાં ચોમાસું 2024 દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. કયા કારણોસર આ વર્ષનું ચોમાસું ભુક્કા કાઢશે એ સંબંધિત આપણે આધુનિક વિજ્ઞાનની વાત સાથે પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંતને લઈને દર વર્ષે જે જે લોક વાયકારૂપી અમુક પ્રથાઓ ગુજરાતમાં જોવા મળતી હોય છે, એ મુજબ દરેક માહિતી ડીપમાં મેળવવાની કોશિશ કરશું.

પ્રથમ જે લોકવાયકા સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં જોવા મળી રહી છે. એ અંગેની વાત કરીએ તો, રક્ષાબંધનને દિવસે સૌરાષ્ટ્રના અમુક ગામડાઓમાં આવનારા ચોમાસાને લઈ અને એક પ્રથા વર્ષોથી પ્રચલિત છે. જે મુજબ ગયા વર્ષે થયેલી આ અનોખી પ્રથાને અનુસંધાને આ વર્ષે ઓગસ્ટ તેમજ સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં મેઘ તાંડવ જોવા મળશે. મિત્રો આ પ્રથા શું છે? અને આ કેવી રીતે કરવામાં આવે છે, એ અંગેની માહિતી મેળવીએ.

રક્ષાબંધનને દિવસે બપોર બાદ સૌરાષ્ટ્રના અમુક અમુક ગામડાઓમાં એક દોડની રેસ લગાવવામાં આવે છે. જેમાં નાના નાના ચાર બાળકોને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ચાર ચિઠ્ઠી ઉછાળવામાં આવે છે, જેમાં દરેક ચિઠ્ઠીમાં જેઠ, અષાઢ, શ્રાવણ તેમજ ભાદરવો આમ ચાર નામ આપવામાં આવે છે. ત્યારબાદ ચારેય નાના બાળકોને સ્નાન કરાવીને એક એક ચિઠ્ઠી પોતાની રીતે પસંદ કરાવે છે. જેની અંદર ચોમાસું ચારેય મહિનાઓના નામનો ઉલ્લેખ હોય છે. ત્યારબાદ જે બાળકના હાથમાં જે ચિઠ્ઠી આવે છે, તે બાળકને ચીઠ્ઠી મુજબ નામ આપવામાં આવે છે. જેમ કે જેઠ, અષાઢ, શ્રાવણ ભાદરવો એમ નામાકરણ કરવામાં આવે છે.

મેઘ તાંડવ મોટી આગાહી

મિત્રો નામાકરણ થયા બાદ ચારેય બાળકોને એકાદ કિલોમીટર દૂર લઈ જવામાં આવે છે. ત્યારબાદ એક રેસની શરૂઆત કરવામાં આવે છે. જે દોડની આ રેસમાં સર્વપ્રથમ જે મહિનો આવે છે, તે મહિનામાં આવતા વર્ષે રીતસરનું મેઘ તાંડવ જોવા મળે છે. મિત્રો આ પ્રાચીન પ્રથા દર વર્ષે લગભગ સત્યની બાજુમાં રહેતી હોય છે. તો ગયા વર્ષે થયેલી પ્રથા મુજબ આ વર્ષે એટલે કે ચોમાસું 2024 દરમિયાન અષાઢ તેમજ ભાદરવા મહિનાના દિવસો દરમ્યાન રીતસરનું મેઘ તાંડવ જોવા મળશે. કેમકે ગયા વર્ષે અષાઢ મહિનો પ્રથમ આવ્યો હતો અને ત્યારબાદ ભાદરવો મહિનો આવ્યો હતો.

ટૂંકમાં મિત્રો વર્ષ 2024 દરમિયાન અષાઢ મહિનાના દિવસો દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં મેઘ તાંડવ જોવા મળશે. જ્યારે ચોમાસું ઉતરવાની કક્ષામાં એટલે કે ભાદરવા મહિનાના દિવસોમાં પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં રીતસરનું મેઘ તાંડવ જોવા મળી શકે. મિત્રો આ કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી. પરંતુ સૌરાષ્ટ્રના અમુક અમુક ગામડાઓમાં જે દર વર્ષે લોકવાયકા રૂપી પ્રથા થાય છે, તેનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. આ પ્રથાની માહિતી Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. મિત્રો આ પ્રયોગ ખાસ કરીને જામનગર જિલ્લાના ઘણા ગામડાઓમાં દર વર્ષે જોવા મળે છે.

ચોમાસું 2024 ભુક્કા કાઢશે

બીજી તરફ શિયાળામાં બનેલા ગર્ભ અંગેની વાત કરીએ તો, આ વર્ષે શિયાળાની શરૂઆત તેમજ શિયાળાની પાછલી રિંગમાં કસ કાતરાનું વર્ચસ્વ વધારે જોવા મળ્યું હતું. એ મુજબ પણ ચોમાસું 2024 દરમિયાન ચોમાસાની એન્ટ્રી મેઘ તાંડવ લક્ષી થઈ શકે છે. જ્યારે ચોમાસાની વિદાયના સમયગાળા દરમિયાન પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ચોમાસું ભુક્કા કાઢી શકે છે. હોળી ઉપર પલાળેલા ચણાનો પ્રયોગ અંગેનું વિધાન જોઈએ તો, આ વર્ષે શ્રાવણ મહિનામાં વરસાદની ઘટ જોવા મળી શકે. જ્યારે બાકીના ચોમાસું મહિનાઓમાં ઘણા વિસ્તારોમાં મેઘ તાંડવ રૂપી દ્રશ્યો સામે આવી શકે છે.

આધુનિક વિજ્ઞાનના હવામાન અંગેના લાંબાગાળાના પેરામિટરો અંગેની થોડીક માહિતી મેળવીએ તો, વર્ષ 2024 ના ચોમાસા દરમિયાન બંગાળની ખાડી તેમજ અરબ સાગરમાં સક્રિય ચોમાસું રૂપી હવામાન જોવા મળશે. કેમકે આ વર્ષે ઇન્ડિયન ઓશન ડાયપોલ એક સારા ચોમાસાની તરફેણમાં જોવા મળી રહ્યો છે. જ્યારે નીનો ઇન્ડેક્સ પણ ભારતના ચોમાસા માટે એક સારું ચિત્ર બનાવી રહ્યો છે. એટલે આ વર્ષે ભારતના ચોમાસામાં અલ નીનો પ્રભાવ બતાવશે નહીં. જે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર ગણી શકાય.

ચોમાસું 2024

જૂન મહિનાનું હવામાન સંબંધિત એક લાંબાગાળાનું પ્રેડીક્શન મેળવ્યે તો, મિત્રો ખાસ કરીને ગુજરાતમાં 10 જૂનથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસું 2024 ની શાનદાર એન્ટ્રી અમુક અમુક વિસ્તારોમાં જોવા મળી શકે. જેમાં મહારાષ્ટ્ર લાગ ના વિસ્તારોમાં ચોમાસું 10 જૂનથી 15 જૂનની વચ્ચે એન્ટર થાય એવી પ્રબળ સંભાવના ગણી શકાય. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 15 જૂનથી 20 જૂનની વચ્ચે ચોમાસાનું શાનદાર આગમન થઈ શકે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના અમુક અમુક વિસ્તારોમાં શરૂઆતમાં જ મેઘ તાંડવ જમાવટ કરે તેવા દ્રશ્યો સામે આવી શકે છે.

મિત્રો હવામાન અંગેની લાંબાગાળાની પરિસ્થિતિ મુજબ અરબ સાગરની માહિતી મેળવીએ તો, આ વર્ષે ચોમાસાની શરૂઆતની આસપાસ અરબ સાગરમાં વાવાઝોડું જેવી શક્તિશાળી સિસ્ટમ જોવા મળે એવી હાલ સંભાવના હાલ 50 થી 60% જેટલી ગણી શકાય. કેમ કે જ્યારે જ્યારે અરબ સાગરમાં ચોમાસાની પધરામણી થતી હોય છે, ત્યારે ત્યારે અરબ સાગરમાં પવનોની ગતિ ખૂબ જ અસ્થિર જોવા મળતી હોય છે. આવી પરિસ્થિતિઓ વચ્ચે સામાન્ય રીતે મધ્ય અરબ સાગરમાં વાવાઝોડું આકાર લેતું હોય છે.

જ્યારે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે ત્યારે કાંઠાના વિસ્તારોમાં દર વર્ષે મેઘ તાંડવ જોવા મળતું હોય છે. આ વાવાઝોડું બન્યા બાદ કઈ દિશા તરફ ફંટાતું હોય છે, તેના પર ચોમાસું ગુજરાતમાં વહેલું આવશે કે મોડું આવશે? તેનો આધાર રહેતો હોય છે. વાવાઝોડું બન્યા બાદ વાવાઝોડું કઈ દિશા તરફ ફંટાશે? એ અંગેની માહિતી પણ વાવાઝોડું લાઈવ લોકેશન આ પોસ્ટમાં આપણે વ્યવસ્થિત રીતે વાત કરેલી છે.

તો મિત્રો ચોમાસું 2024 સંબંધિત હવામાનની દરેક અપડેટની સાથે સાથે ગુજરાતના કયા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન વરસાદની સંભાવના રહેશે? એ અંગેની માહિતી આપણે રેગ્યુલર રીતે Weather Tv વેબસાઈટના માધ્યમથી રજૂ કરીએ છીએ. તો હવામાનની દરેક અપડેટ રેગ્યુલર મેળવવા માટે અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો ખુબ ખુબ આભાર.

વાવાઝોડું સિમ્બોલ : હવામાન વિભાગની આગાહી

વાવાઝોડું સિમ્બોલ

મિત્રો વિશ્વના દરેક મહાસાગરમાં વાવાઝોડું અવારનવાર આકાર લેતું હોય છે. આ વાવાઝોડું દરિયામાં વધુ મજબૂત બની અને જ્યારે જમીન ઉપર ટકરાય છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું સિમ્બોલ જાહેર કરવામાં આવતા હોય છે. તો એ અંગેની ખૂબ જ મહત્વની માહિતી આ પોસ્ટના માધ્યમથી મેળવશું.

ગુજરાત રાજ્યની હિસ્ટ્રીમાં સર્જાયેલા વાવાઝોડા અંગેની માહિતી મેળવીએ તો, મિત્રો અરબ સાગરમાં ઉનાળાની અંતમાં અને ચોમાસાની શરૂઆતમાં અવારનવાર વાવાઝોડું બનતું હોય છે. જ્યારે જ્યારે આ વાવાઝોડું કાઠા તરફ આગળ વધતું હોય છે. ત્યારે ત્યારે હવામાન વિભાગ દ્વારા આ સર્જાયેલું વાવાઝોડું કિનારા ઉપર કેટલી નુકસાની નોતરી શકે છે? એ અંગે વિવિધ સિમ્બોલ જાહેર કરતું હોય છે.

Public Storm Warning

મિત્રો દરિયામાં સર્જાયેલું વાવાઝોડું જેમ જેમ કાઠા તરફ આગળ વધતું જાય છે. તેમ તેમ મરીન હવામાન વિભાગ દ્વારા યોગ્ય સિમ્બોલ જાહેર કરવામાં આવે છે. જેને આપણે ભય સૂચક સિગ્નલ તરીકે પણ ઓળખીએ છીએ. જેમાં 1 નંબરના સિમ્બોલથી 11 નંબરના સિમ્બોલ સુધી કાંઠા ઉપર જાહેરાત કરવામાં આવતી હોય છે. તો આ વિવિધ સિમ્બોલ અર્થ શું થતો હોય છે? એ અંગેની માહિતી થોડીક ટૂંકમાં મેળવીએ.

વાવાઝોડું સિમ્બોલ અંગેની માહિતી

મિત્રો વાવાઝોડું જ્યારે જ્યારે દરિયામાં હોય છે. ત્યારે ત્યારે વાવાઝોડું લોકેશનની આજુબાજુ 55 થી 60 કિલોમીટરની પવનની ઝડપ હોય છે. ત્યારે ત્યારે હવામાન વિભાગ દ્વારા કાઠાના બંદર ઉપર વાવાઝોડું સિમ્બોલ 1 દર્શાવવામાં આવે છે. એનો મતલબ એવો થાય કે, આ વાવાઝોડું હાલ કાઠાના વિસ્તારોને અસર કરશે નહીં. પરંતુ આવનારા સમયમાં કાઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થઈ શકે.

જ્યારે જ્યારે દરિયામાં રહેલું ચક્રવાત વધુ મજબૂત બને છે. ત્યારે ત્યારે કાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં પણ નોંધપાત્ર ક્રમશ વધારો થતો હોય છે. આવા સંજોગોમાં વાવાઝોડાની આસપાસ દરિયામાં જ્યારે 65 km થી 85 km ની ઝડપે પવન ફૂંકાવાનું શરૂ થાય છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ કાઠાના વિસ્તારો ઉપર વાવાઝોડું સિમ્બોલ 2 દર્શાવવામાં આવે છે.

મિત્રો કાઠા વિસ્તારોમાં જ્યારે ચક્રવાત ટકરવાની સંભાવના ઊભી થાય છે. ત્યારે ત્યારે હવામાન વિભાગ દ્વારા વાવાઝોડું સિમ્બોલ 3 દર્શાવવામાં આવે છે. એનો અર્થ એવો થાય છે કે, આવનારા સમયમાં કાંઠાના વિસ્તારો ઉપર વાવાઝોડું 45 km થી 65 km ની પવનની ઝડપ સાથે કાંઠાના વિસ્તારો ઉપર ત્રાટકવાની સંભાવના ગણી શકાય.

સિમ્બોલ નંબર 4

સિમ્બોલ નંબર 4 અંગેની માહિતી મેળવીએ તો, દરિયામાં બનેલી મજબૂત સિસ્ટમ કાઠા ઉપર ટકરાવાની પૂરેપૂરી સંભાવના ઉભી કરે. જ્યારે જ્યારે લો પ્રેશરમાંથી સિસ્ટમ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં આ સિસ્ટમ ફેરવાઇને કાંઠા ઉપર 55 km થી 65 કિલોમીટરની ઝડપ સાથે ટકરાઈ શકે છે. ત્યારે ત્યારે ત્યારે હવામાન વિભાગ દ્વારા વાવાઝોડું સિમ્બોલ 4 દર્શાવવામાં આવે છે.

સિમ્બોલ 5 નંબર અંગેની માહિતી મેળવીએ તો, જ્યારે જ્યારે કાંઠાના વિસ્તારથી દરિયાની અંદર જ્યારે સિસ્ટમ બની હોય છે. ત્યારે આ વાવાઝોડું જ્યારે 65 કિલોમીટરથી 80 km ની ઝડપના પવન ફૂંકાવાની શરૂ કરે છે, ત્યારે સિમ્બોલ નંબર 5 લગાડવામાં આવે છે. આનો મતલબ એવો થાય કે, જે તે લોકેશન પર વાવાઝોડું સિમ્બોલ 5 લગાડ્યું હોય છે તે લોકેશનથી વાવાઝોડું લેફ્ટ સાઇડ તરફ ફંટાશે.

જ્યારે સિમ્બોલ નંબર 6 એજ કન્ડિશન દર્શાવે છે. પરંતુ કાઠાના વિસ્તારથી જ્યારે જ્યારે વાવાઝોડું રાઈટ સાઈડ તરફ ફંટાવાની શક્યતા ઊભી કરે ત્યારે સિમ્બોલ 6 દર્શાવવામાં આવે છે. ટૂંકમાં 6 સિમ્બોલ નંબર 5 નંબરને જ અનુસરે છે પરંતુ ફંટાવાની દિશામાં બદલાવ દર્શાવે છે.

મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ જ્યારે સિમ્બોલ જ્યારે 7 દર્શાવવામાં આવે છે. ત્યારે ત્યારે એવું ગણવામાં આવે છે કે, ચક્રવાત કાઠાના વિસ્તારો ઉપર ત્રાટકવાની પૂરેપૂરી સંભાવના ઊભી કરે છે. જ્યારે જ્યારે ચક્રવાત મજબૂત બનીને કાંઠાની નજીક પહોંચે છે, ત્યારે ત્યારે હવામાન વિભાગ સિમ્બોલ 7 દર્શાવે છે.

હવામાન વિભાગ

હવે સિમ્બોલ નંબર 8 ની માહિતી મેળવીએ તો, સિમ્બોલ નંબર 8 એ ખતરનાક કન્ડિશનનું નિર્માણ બતાવે છે. કાંઠાના વિસ્તારો ઉપર સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું 85 km ની ઝડપથી લઈને 110 km ની ઝડપ સુધીના પવન સાથે જ્યારે જ્યારે ત્રાટકવાની સંભાવના ઊભી થાય છે, ત્યારે ત્યારે મુખ્ય રૂપે હવામાન વિભાગ સિમ્બોલ નંબર 8 દર્શાવે છે.

સિમ્બોલ નંબર 9 ની માહિતી ટૂંકમાં મેળવીએ તો, મિત્રો જે લોકેશન ઉપર હવામાન વિભાગ દ્વારા સિમ્બોલ નંબર 9 લગાડવામાં આવે છે, એ 8 નંબરના સિમ્બોલની સ્થિતિને અનુસરે છે. પરંતુ કાઠાના વિસ્તારોથી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું કાઠાના વિસ્તારથી રાઇટ સાઇડ બાજુથી પસાર થાય એવી સંભાવના વધુ જણાતી હોય છે.

વાવાઝોડું સિમ્બોલ નંબર 10 એ ભયંકર સ્થિતિનું ચિત્ર સૂચવે છે. જ્યારે જ્યારે કાંઠાના વિસ્તારો ઉપર વાવાઝોડું નજીક આવે છે, ત્યારે ત્યારે કાંઠાના વિસ્તારો ઉપર 185 કિલોમીટરની ઝડપથી પણ વધુ ઝડપના પવનોની સંભાવના ઊભી કરે છે. ત્યારે ત્યારે હવામાન વિભાગ સિમ્બોલ નંબર 10 દર્શાવે છે. ટૂંકમાં સિમ્બોલ નંબર 10 એ અતિ ભયંકર સ્થિતિનું સૂચન કરે છે.

મિત્રો સિમ્બોલ નંબર 11 અંગેની માહિતી મેળવીએ તો, જ્યારે જ્યારે દરિયામાં રહેલું વાવાઝોડું કાંઠા ઉપર ટકરાવવાની સંભાવના પૂરેપૂરી ઊભી કરે છે, ત્યારે સિમ્બોલ નંબર 11 નું સૂચન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં 240 કિલોમીટરની ઝડપના પવન કાઠાના વિસ્તારોને પ્રભાવિત કરી શકે છે. જ્યારે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે ત્યારે હવામાન વિભાગ દ્વારા સિમ્બોલ 11 દર્શાવે છે.

તો મિત્રો આવી નવી નવી હવામાન અંગેની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો. આવનારા સમયમાં જ્યારે જ્યારે વિશ્વના કોઈપણ સમુદ્રમાં વાવાઝોડાનું નિર્માણ થતું હોય છે, ત્યારે ત્યારે વાવાઝોડુ લાઈવ લોકેશન તમે તમારા મોબાઇલ ફોનમાં પણ ટ્રેક કરી શકો છો. એ અંગેની માહિતી આપણે ઉપરની લીંકમાં જણાવી છે. જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

ચૈત્રી દનૈયા 2024 : ચોમાસામાં વરસાદની આગાહી

ચૈત્રી દનૈયા 2024

મિત્રો 2024 નું ચોમાસું નજીક આવી રહ્યું છે. ત્યારે હવે ઉનાળાની સાથે જ ગુજરાતના ખેડૂતો ચૈત્રી દરમિયાન પણ રાહ જોઈ રહ્યા છે. કેમકે ચૈત્રી દનૈયા મુજબ આવનારું ચોમાસું કેવું રહેશે એ અંગે એક અનુમાન લગાવવામાં આવતું હોય છે. તો મિત્રો આજની આ પોસ્ટમાં ચૈત્રી દનૈયા 2024 સંબંધિત ચોમાસામાં વરસાદની અંગેની સંપૂર્ણ અપડેટ મેળવશું.

ગુજરાતમાં દેશી વિજ્ઞાનનું મહત્વ આજના સમયમાં પણ અડીખમ ઊભું છે. જેનું મુખ્ય કારણ એ છે કે, પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં કહેલી વરસાદ સંબંધિત વાતો આજે પણ સાચી સાબિત થઈ રહી છે. જેમ કે હોળીના પવનના આધારે આવનારા ચોમાસાનો સોલિડ વર્તારો જોવા મળતો હોય છે. એ મુજબ જ અખાત્રીજના પવનો અનુસાર પણ આવનારા ચોમાસાનું એક અનુમાન લગાવવામાં આવતું હોય છે. આ વર્ષે હોળીનો પવન 2024 સંબંધિત માહિતી આ લીંક ઉપરથી મેળવી લેવી.

ચૈત્રી દનૈયાનો અભ્યાસ

મિત્રો ચૈત્ર મહિનાને આવનારા ચોમાસા માટે ખાસ ગણવામાં આવ્યો છે. કેમકે ચૈત્ર મહિના દરમિયાન જોવા મળતા વર્તારાને અનુસંધાને આવનારા ચોમાસાનું ભવિષ્ય નક્કી થતું હોય છે. એમાં પણ આજે વર્ષોથી ચૈત્રી દનૈયાનું મહત્વ ખૂબ જ રહ્યું છે. તો આ વર્ષે ચૈત્રી દનૈયા 2024 દરમિયાન કઈ કઈ બાબતોનું અવલોકન ખાસ કરવું એ અંગેની ખૂબ જ મહત્વની વાત આ પોસ્ટના માધ્યમથી કરશું.

ચૈત્ર મહિનાનું વિધાન

એ પહેલા પ્રથમ મિત્રો ચૈત્ર મહિના અંગેનું એક સાધારણ વિધાન પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જે જણાવ્યું છે એ અંગેની વાત કરી લઈએ તો, મિત્રો મુખ્ય રીતે ચૈત્ર મહિનો બને તેટલો ચોખ્ખો રહે એટલું આવનારું ચોમાસું સારું આવે. કહેવાનો મતલબ એ કે ચૈત્ર મહિનાના દિવસો દરમિયાન આકાશ સ્વચ્છ રહેવું જોઈએ. જો ચૈત્ર મહિનાના દિવસો દરમ્યાન આકાશ મુખ્યત્વે ચોખ્ખું જણાય તો આવનારું ચોમાસું ટનાટન આવશે.

ચૈત્ર મહિનાના દિવસો દરમિયાન ગરમીનો માહોલ વધુ રહે તેટલું આવનારું ચોમાસું સારું આવે. ચૈત્ર મહિનાના દિવસો દરમિયાન દિવસે તાપમાનનો પારો ઊંચો રહે અને રાત્રિના દરમિયાન જો ઠંડીનો અહેસાસ થાય તો, આવનારા ચોમાસા ઉપર તેની વિપરીત અસર પડે છે. એટલે કે આવનારું ચોમાસું મધ્યમ રહી શકે. માટે જ ચૈત્ર મહિનાના દિવસો દરમિયાન દિવસે અને રાત્રે ગરમીનું જેટલું પ્રમાણ વધુ રહે તેટલું આવનારું ચોમાસું ખૂબ જ સારું આવે છે.

ચૈત્રી દનૈયા 2024

ચૈત્રી દનૈયા 2024 અંતર્ગત વાત કરીએ તો, મિત્રો ચૈત્રી દનૈયા 2024 ની શરૂઆત ચૈત્ર વદ પાંચમથી થશે. અને ચૈત્રી દનૈયા 2024 ની સમાપ્તિ ચૈત્ર વદ તેરસના રોજ થશે. અંગ્રેજી મહિનાની તારીખ મુજબ Dt : 29-4-2024 થી ચૈત્રી દનૈયા 2024 ની શરૂઆત થશે. જ્યારે Dt : 6-5-2024 ના રોજ ચૈત્રી દનૈયા 2024 ની સમાપ્તિ થશે. આ 8 દિવસના ગાળા દરમિયાનના દિવસો ચૈત્રી દનૈયા 2024 ના ગણાશે.

મિત્રો ચૈત્રી દનૈયા દિવસો દરમિયાન ગરમીનો પારો જેટલો ઊંચો રહે તેટલું આવનારો ચોમાસું સારું આવશે આ વાત લખી લેવી. ચૈત્રી દરિયાના દિવસોમાં માવઠાનો માહોલ ઉભો થવો ન જોઈએ. જો ચૈત્રી દનૈયા દિવસોમાં વરસાદી માહોલ ઉભો થાય તો, આવનારા ચોમાસા ઉપર તેમની વિપરીત અસર પડે છે. એટલે જ ચૈત્રી દનૈયા દિવસો દરમિયાન હવામાન ચોખ્ખું રહે એ ખૂબ જ સારી નિશાની આવનારા ચોમાસા માટે ગણી શકાય.

ચૈત્રી દનૈયાના અલગ અલગ દિવસોએ ચોમાસામાં આવતા વરસાદના નક્ષત્ર 2024 મુજબ ગણાશે. જેમ કે પહેલું દનૈયું એટલે પ્રથમ વરસાદનું નક્ષત્ર ગણાશે. એ મુજબ જ બીજું દનૈયું એટલે બીજું વરસાદનું નક્ષત્ર ગણાશે. મિત્રો ત્રીજુ દનૈયું એટલે ત્રીજું વરસાદનું નક્ષત્ર ગણાશે.

એ જ રીતે આઠમુ દનૈયું એટલે આઠમું વરસાદનું નક્ષત્ર ગણાશે. માટે દનૈયા દિવસો દરમિયાન દરેક દિવસોનું ખાસ અવલોકન કરવું. જો જે દનૈયું નિષ્ફળ જાય તો, તે વરસાદનું નક્ષત્ર નિષ્ફળ જશે. એટલે જે-તે નક્ષત્રમાં વરસાદની સંભાવના ખુબ જ ઓછી ઉભી થશે. આવી વાત પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જણાવવામાં આવેલી છે.

ચૈત્ર વદ પાચમ એટલે કે Dt : 29/412024 ના રોજ પ્રથમ ચૈત્રી દનૈયા 2024 ની શરૂઆત થશે. એટલે આ દિવસ આદ્રા નક્ષત્ર 2024 નો રહેશે. જેને આપણે ચોમાસાનું પ્રથમ નક્ષત્ર ગણીએ છીએ. માટે જો આ દિવસે ગરમીનું પ્રમાણ વધુ જોવા મળે તો, ચોમાસામાં વરસાદની શરૂઆત ખૂબ જ સારી એવી જોવા મળશે. આદ્રા નક્ષત્રમાં વાવણી લાયક વરસાદની સંભાવના ખુબ જ સારી ઉભી થશે.

ચૈત્ર વદ છઠ એટલે કે Dt : 30/4/2024 ના રોજ 2024 નું બીજું દનૈયું ગણાશે. ચોમાસામાં આ દિવસ પુનર્વસુ નક્ષત્રનો રહેશે. જો આ દનૈયું ખૂબ જ સારું રહે તો પુનર્વસુ નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના સારી એવી જોવા મળી શકે. માટે બીજા દનૈયાનો ખાસ અભ્યાસ કરવો.

વરસાદની આગાહી

ચૈત્ર વદ આઠમ એટલે કે Dt : 1/5/2024 ના રોજ ચૈત્રી દરમિયાન 2024 નું ત્રીજું દનૈયું ગણાશે. ત્રીજું દનૈયું એ પુષ્ય નક્ષત્ર ચોમાસામાં ગણાશે. પુષ્ય નક્ષત્રમાં વરસાદની સંભાવના કેવી જોવા મળશે એ માટે ત્રીજા દનૈયાનો ખાસ અભ્યાસ કરવો. જો આ દનૈયાના દિવસમાં ગરમીનું પ્રમાણ સારું જણાય અને આકાશ સ્વચ્છ જોવા મળે તો, પુષ્ય નક્ષત્ર 2024 ના દિવસો દરમિયાન વરસાદની શક્યતા સારી ઉભી થશે.

આશ્લેષા નક્ષત્રમાં ચોમાસામાં વરસાદ કેવો રહેશે? એ અનુમાન લગાવવા માટે ચોથા દનૈયાનો ખાસ અભ્યાસ કરવો. Dt : 2/5/2024 ના રોજ ચોથું દનૈયું ગણાશે. જો ચૈત્રી દરમિયાન 2024 દરમિયાન ચોથું દનૈયું જો ખૂબ તપે તો આટલે આશ્લેષા નક્ષત્ર 2024 દરમિયાન વરસાદની સંભાવના ખુબ જ સારી એવી ઊભી થશે.

મિત્રો આ વર્ષે પાંચમા દનૈયાનો ખાસ અભ્યાસ કરવો કેમ કે પાંચમુ દનૈયું એટલે મઘા નક્ષત્ર. મિત્રો મઘા નક્ષત્ર 2024 માં વરસાદની સંભાવના કેવી રહેશે? એ અનુમાન લગાવવા માટે ચૈત્ર વધ દશમ Dt : 3/5/2024 ના દિવસનો ખાસ અભ્યાસ કરવો. ચૈત્રી દનૈયા 2024 મુજબ જો પાંચમું દનૈયું ખૂબ તપે તો, મઘા નક્ષત્રમાં પાણીની રેલમ થાય એવા વરસાદના યોગનું નિર્માણ થાય.

ચૈત્રી દનૈયા 2024 મુજબ આ વર્ષે છઠ્ઠું દનૈયું Dt : 4/5/2024 ના રોજ ગણાશે. છઠ્ઠું ધન્યયું એટલે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર. મિત્રો પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર 2024 દરમિયાન વરસાદની સંભાવના કેવી રહેશે? એ અંતર્ગત છઠ્ઠા દનૈયાનો ખાસ અભ્યાસ કરવો. જો છઠ્ઠું દનૈયું નિષ્ફળ ન જાય તો, પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદની સંભાવના સારી ઊભી થશે.

ઓતરા નક્ષત્રમાં દર વર્ષે તોફાની વરસાદ જોવા મળતો હોય છે. તો ઓતરા નક્ષત્ર સંબંધિત ચૈત્રી દનૈયાના દિવસો દરમિયાન સાતમા દિવસનો ખાસ અભ્યાસ કરવો. Dt : 5/512024 ના રોજ વર્ષ 2024 નું સાતમું દનૈયું ગણાશે. માટે મિત્રો ચૈત્રી દનૈયા 2024 મુજબ આ દિવસનું ખાસ અવલોકન કરવું. જો આ દિવસે ગરમીનો પ્રકોપ વધુ જોવા મળે તો, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદનું પ્રમાણ ભરપૂર રહેશે.

ચૈત્ર વદ તેરસ એટલે ચૈત્રી દનૈયાનો છેલ્લો દિવસ ગણાય. તો મિત્રો ચૈત્રી દનૈયા 2024 મુજબ Dt : 6/5/2024 ના રોજ છેલ્લું દનૈયું એટલે હાથીયો નક્ષત્ર એટલે હસ્ત નક્ષત્ર 2024 સંબંધિત ગણાશે. આ વર્ષે હસ્ત નક્ષત્રમાં વરસાદનું કેવું પ્રમાણ રહેશે? એ અનુમાન લગાવવા માટે ચૈત્રી દનૈયા દિવસો દરમિયાન છેલ્લા દનૈયાનો ખાસ અભ્યાસ કરવો. જો આ દનૈયું સારું એવું તપ્યું હોય તો, હસ્ત નક્ષત્રના દિવસો દરમિયાન સાથે વરસાદની સંભાવના સારી ઊભી થશે.

ખાસ નોંધ : મિત્રો ચૈત્રી દનૈયા 2024 સંબંધિત ઉપર જણાવવામાં આવેલી તમામ માહિતી એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. પ્રાચીન વર્ષા વિજ્ઞાન મુજબ જે ચૈત્ર દનૈયા સંબંધિત જે લોકવાયકા જોવા મળી રહી છે, એ મુજબ જણાવવામાં આવી છે. માટે આ વાતનો ખાસ ખ્યાલ રાખવો.

વૈશાખ મહિનાનું હવામાન : ચોમાસાનું પ્રથમ દ્વાર

વૈશાખ મહિનાનું હવામાન

વૈશાખ મહિનો ગ્રીષ્મ ઋતુમાં આવે છે. વૈશાખ અને જેઠ મહિનો એ ગ્રીષ્મ ઋતુના મહિના ગણાય. એટલે જ વૈશાખ મહિનાનું હવામાન એ ચોમાસાનું પ્રથમ દ્વાર ગણી શકાય. વૈશાખ મહિના દરમિયાન કેવા કેવા સમીકરણો હવામાનમાં ઊભા થાય તો આવનારું ચોમાસું કેવું રહે? એ અંતર્ગત ખૂબ જ મહત્વની વાત આ પોસ્ટના માધ્યમથી રજૂ કરશું.

મિત્રો વૈશાખ મહિનો શરૂઆત થાય છે ત્યારથી જ આકાશમાં સવાર સાંજના સમયગાળા દરમિયાન વાદળોની ઉપસ્થિતિ જોવા મળતી હોય છે. અને આ વાદળોને આપણે દેશી ભાષામાં ધારીયા વાદળા તરીકે પણ ઓળખીએ છીએ. ટૂંકમાં મિત્રો વૈશાખ મહિનાનું હવામાન મુજબ વૈશાખ મહિનામાં વહેલી સવાર તેમજ રાત્રીના સમયગાળા દરમિયાન હવામાં ભેજની માત્રા ધીરે ધીરે વધતી જણાતી હોય છે.

દેશી વિજ્ઞાન મુજબ વૈશાખ મહિનાનું હવામાન જો સારી કન્ડિશનમાં જોવા મળે તો, આવનારું ચોમાસું ટનાટન રહે છે. એટલે જ વૈશાખ મહિનાના દિવસો દરમિયાન ખાસ હવામાનનો અભ્યાસ કરવો. સુદ પક્ષ તેમજ વદ પક્ષના દિવસોમાં હવામાન કેવું રહે છે એ મુજબ આવનારા ચોમાસાની ઉપસ્થિતિના ચિત્રો પણ સામે આવતા હોય છે.

વૈશાખ મહિનો ચોમાસું દ્વાર

વૈશાખ મહિનાનું હવામાન મુજબ વૈશાખ સુદ 3 નું ખાસ અવલોકન કરવું. જેને આપણે અખાત્રીજ પણ કહીએ છીએ. વૈશાખ સુદ ત્રીજના દિવસના પવનનું ખાસ અવલોકન કરવું. અખાત્રીજના વહેલી સવારના પવન મુજબ આવનારા ચોમાસાનું ચિત્ર સ્પષ્ટ બનતું હોય છે. વૈશાખ સુદ ત્રીજના પ્રથમ પ્રહારના પવનનું ખાસ અવલોકન કરવું. જો પશ્ચિમ અથવા તો નૈઋત્યનો પવન વહેલી સવારે સૂર્યોદય પહેલા જણાય તો આવનારું ચોમાસું ટનાટન રહેશે.

એ જ રીતે મિત્રો વૈશાખ મહિનાનું હવામાન મુજબ અક્ષય તૃતીયાને દિવસે જો ગુરૂવાર હોય તો, તે વર્ષ ખૂબ જ સમગ્ર સંસાર માટે શુભમય સાબિત થશે. કેમ કે જો અક્ષય તૃતીયાના દિવસે ગુરુવાર હોય તો, ચોમાસામાં વરસાદ ખૂબ જ સારો પડે છે. એટલે કે ચોમાસાના ચારેય મહિના દરમિયાન વરસાદની ઉપસ્થિતિ રહેશે. સાથે સાથે ખેત ઉત્પાદન પણ ખૂબ જ સારું આવશે. ધન ધાન્યના ઢગલા થાય, રાજા તેમજ પ્રજા સુખી થાય એટલે અક્ષય તૃતીયાના દિવસના વારની ઉપસ્થિતિનું પણ ખાસ અવલોકન કરવું.

વૈશાખ સુદ પડવાના દિવસનો પણ ખાસ અભ્યાસ કરવો. કેમ કે જો વૈશાખ મહિનાનું હવામાન મુજબ વૈશાખ સુદ પડવાને દિવસે એટલે કે વૈશાખ મહિનાની અંજવાળી એકમે જો આકાશમાં વાદળ વીજળી થાય તો, સર્વ પ્રકારના ધાન્યો ખૂબ જ પાકે છે. ચોમાસું પણ ખૂબ જ સારું રહે એટલે જ મોટે ભાગે તે વર્ષ ખૂબ જ સુખકારી નીવડે છે. આવી વાત પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહી છે.

વૈશાખ મહીનાનું હવામાન

અખાત્રીજના દિવસનો બીજો પણ ખાસ અભ્યાસ કરવો. એટલે કે અખાત્રીજના દિવસે એક બીજા યોગનું પણ અવલોકન કરવું. વૈશાખ મહિનાનું હવામાન મુજબ અખાત્રીજે ગુરૂવાર હોય અને સાથે સાથે જો રોહિણી નક્ષત્રની હાજરી હોય તો, તે વર્ષે ચોમાસામાં પુષ્કળ અન્ન પાકે છે. વરસાદની રેલમેલમ તે વર્ષના ચોમાસામાં જોવા મળશે. નદીનાળા છલકાશે ટૂંકમાં ચોમાસું ખૂબ જ જામશે. એટલે જ અખાત્રીજે આ વાતનું પણ ખાસ અવલોકન કરવું.

મિત્રો વૈશાખ મહિનામાં ટીટોડીના ઈંડાનું પણ ખાસ અવલોકન કરવું. કેમ કે વૈશાખ મહિનામાં ખેતરના સીમ શેઢે અથવા તો ખેતરની વચ્ચે ટીટોડીના ઈંડા જોવા મળતા હોય છે. તો ઈંડા કેટલી સંખ્યામાં જોવા મળે છે? એ વાતનું પણ ખાસ અવલોકન કરવું. કેમ કે વૈશાખ મહિનાનું હવામાન મુજબ ટીટોડીના ઈંડાની સંખ્યા જો ત્રણ અથવા તો ત્રણથી વધુ જોવા મળે તો, તે વર્ષનું ચોમાસું ખૂબ જ સારું સાબિત થશે.

પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ ચૈત્ર, વૈશાખ અને જેઠ મહિનામાં જો ગરમીનું પ્રમાણ વિશેષ જોવા મળે તો પણ આવનારું ચોમાસું ખૂબ જ સારું રહે છે. જો વૈશાખ મહિનાના દિવસો દરમિયાન દિવસે ગરમીનું પ્રમાણ વધુ રહે અને રાત્રે જો ઠંડીનું પ્રભુત્વ વધુ પડતું જોવા મળે તો, વૈશાખ મહિનાનું હવામાન મુજબ આવનારું ચોમાસું નબળું પણ રહી શકે. કેમ કે આવું વિધાન પણ દેશી વિજ્ઞાનમાં જોવા મળી રહ્યું છે.

ભડલી વાક્યો મુજબ વૈશાખ સુદ ત્રીજના દિવસે રોહિણી નક્ષત્રની હાજરી ન હોય, તેમ જ પોષ મહિનાની અમાસે મૂળ નક્ષત્રની હાજરી ન હોય, આવી પરિસ્થિતિ બને અને જો ચોમાસામાં શ્રાવણ મહિનાની પૂનમે એટલે કે રક્ષા બંધનના દિવસે જો છાંટા ન પડે તો, ચોમાસું ખૂબ જ નબળું રહે છે. તો એકબીજા યોગ મુજબ કારતક મહિનાની પૂનમે કૃતિકા નક્ષત્ર ન હોય, અને મહા મહિનામાં જો વીજળી પડે તો, તે વર્ષનું ચોમાસું નબળું રહે છે. કેમ કે આ વાત ભડલી વાક્યોમાં જોવા મળી રહી છે.

ચોમાસાનું પ્રથમ દ્વાર

એટલે જ મિત્રો ઉપર જણાવેલી બધી જ વાતોનું ખાસ અવલોકન વૈશાખ મહિનાનું હવામાન દરમિયાન કરવું ખૂબ જ જરૂરી છે. એટલે જ વૈશાખ મહિનાનું હવામાન એ આવનારા ચોમાસા માટેનું પ્રથમ દ્વાર ગણી શકાય. વૈશાખ મહિનાનું હવામાન જો સારી ઉપસ્થિતિમાં જણાય તો, આવનારું ચોમાસું ખૂબ જ સારું રહે છે. અને જો કોઈ વિપરીત યોગોનું નિર્માણ જોવે મળે તો, આવનારું ચોમાસું નબળું રહે છે.

વૈશાખ મહિનાના દિવસો દરમિયાન નક્ષત્રનો પણ ખાસ અભ્યાસ કરવો. કેમ કે વર્ષના ચાર સ્તંભ જે આવતા હોય છે તેમાં ઘણા સ્તંભો વૈશાખ મહિનાના દિવસો દરમિયાન આવતા હોય છે. અને વૈશાખ મહિનામાં મોટે ભાગે રેવતી, અશ્વની, ભરણી તેમજ કૃતિકા નક્ષત્ર ના યોગો પણ આ મહિના દરમિયાન બનતા હોય છે. એટલે આ વાતનું પણ ખાસ અવલોકન કરવું. જોકે વર્ષના ચારેય સ્તંભ અંગેની માહિતી આપણે નવી પોસ્ટના માધ્યમથી વાત કરશું.

નોંધ : મિત્રો ઉપર જણાવવામાં આવેલી વૈશાખ મહિનાનું હવામાન અંતર્ગત વાત એ Weather Tv વેબસાઈટની કોઈ પર્સનલ માહિતી નથી. પરંતુ દેશી વિજ્ઞાન તેમજ ભડલી વાક્યોમાં વૈશાખ મહિનાના હવામાન દરમિયાન કેવા કેવા યોગનું નિર્માણ થાય તો, આવનારા ચોમાસામાં તેની શું અસર થાય છે? એ અંગેની વાત રજૂ કરવામાં આવી છે. એટલે જ વૈશાખ મહિનાના હવામાનની વાત એ Weather Tv વેબસાઈટની કોઈ પર્સનલ માહિતી નથી. આ વાતનો ખાસ ખ્યાલ રાખવો.

વૈશાખ મહિનો અને હવામાન

વૈશાખ મહિનાનું હવામાન અંતર્ગત એક ટૂંક ગણિત જોઈએ તો, વૈશાખ મહિનો બને તેટલો ચોખ્ખો રહેવો જોઈએ. વૈશાખ મહિનાના દિવસો દરમિયાન ગરમીનું પ્રભુત્વ વધુ રહેવું જોઈએ. આમ છતાં પણ જો વૈશાખ મહિનામાં કૃતિકા નક્ષત્રમાં છાટા છૂટી અથવા તો, હળવું ભારે માવઠું થાય તો, આવનારા ચોમાસામાં તેની વિપરીત અસર ભડલી વાક્ય મુજબ જોવા મળતી નથી. ઉલ્ટાનું આવનારું ચોમાસું ખૂબ જ સારું આવે છે. કૃતિકા નક્ષત્રમાં માવઠું થવાથી ઘણા દોષોનું પણ ધોવાણ થાય છે.

મિત્રો અમારો ઉદ્દેશ્ય એક જ માત્ર છે કે, ગુજરાતના ખેડૂતો સુધી ગુજરાતના હવામાનની માહિતી નિયમિત રીતે પહોંચે. એટલે જ અમારી વેબસાઈટ દ્વારા પ્રાચીન વર્ષા વિજ્ઞાનની સાથે સાથે આધુનિક હવામાનના મોડલ આધારિત પણ હવામાનની અપડેટ નિયમિત રજૂ કરવામાં આવે છે. માટે તમારા વિસ્તારનું હવામાન કેવું રહેશે? એ સંબંધિત દરેક અપડેટ રેગ્યુલર મેળવવા માટે અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો ખુબ ખુબ આભાર.

શ્રાવણ મહિનાનું હવામાન : જાણો આવતીકાલનું હવામાન

શ્રાવણ મહિનાનું હવામાન

મિત્રો શ્રાવણ મહિનાનું હવામાન એટલે ચોમાસાના ધોરી દિવસો. કેમ કે શ્રાવણ મહિનાના દિવસો દરમિયાન સમગ્ર રાજ્યમાં ચોમાસાની જમાવટ જોવા મળતી હોય છે. શ્રાવણ મહિનાનું હવામાન મોટે ભાગે વરસાદી જોવા મળતું હોય છે. તો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં શ્રાવણ મહિનાનું હવામાન આધારિત આવતીકાલનું હવામાન કેવું રહી શકે? એ અંગેની મહત્વની વાત આ પોસ્ટના માધ્યમથી કરશું.

મિત્રો આમ જોઈએ તો અષાઢ મહિનામાં પણ વરસાદની સારી એવી વરસાદની ઉપસ્થિતિ રાજ્યમાં જોવા મળતી હોય છે. આપણે આગલી પોસ્ટ એટલે કે અષાઢ મહિનાનું હવામાન આ પોસ્ટમાં અષાઢ મહિના દિવસો દરમિયાન કેવા સંકેતો જોવા મળે તો, ચોમાસું કેવું રહી શકે? એ અંગેની વાત રજૂ કરી છે. તો એ પોસ્ટનો પણ ખાસ અભ્યાસ કરી લેવો.

શ્રાવણ મહિનો

શ્રાવણ મહિના અંગેની વાત કરીએ તો, શ્રાવણ મહિનાનું હવામાન મોટેભાગે વાદળછાયું રહેતું હોય છે. અવાર નવાર વરસાદી ઝાપટાનું પ્રમાણ પણ સતત ચાલુ રહેતું હોય છે. કેમકે શ્રાવણ મહિનાના દિવસો દરમિયાન રાજ્યમાં હેલીનો માહોલ પણ મોટે ભાગે જોવા મળતો હોય છે. એટલે જ મિત્રો શ્રાવણ મહિનાનું હવામાન ગુજરાતના ચોમાસા માટે મોટેભાગે વરસાદી હવામાનની પેટર્ન જોવા મળતી હોય છે.

શ્રાવણ મહિનો આવતીકાલનું હવામાન

શ્રાવણ મહિનાના દિવસો દરમિયાન આવતીકાલનું હવામાન કેવું રહેશે? એ અંતર્ગત પ્રાચીન વિજ્ઞાનમાં ઘણી બાબતોનું વર્ણન જોવા મળી રહ્યું છે. તો આજે આપણે શ્રાવણ મહિનાનું હવામાન અંતર્ગત ભડલી વાક્ય મુજબ કેવા સંકેતો વર્ણવવામાં આવ્યા છે? એ મુજબ શ્રાવણ મહિનાના દિવસો દરમિયાન આવતીકાલનું હવામાન કેવું રહેશે? એ અંગેની એક પરિસ્થિતિનો ખ્યાલ મળી જાય. તો મિત્રો આ બાબત ઉપર વિસ્તારથી માહિતી મેળવીએ.

હવે આગળ જોઈએ તો, પ્રાચીન વરસાદ વિજ્ઞાનની એક વાત મુજબ શ્રાવણની અંજવાળી ચોથ એટલે કે શ્રાવણ મહિનાની શરૂઆત થતી હોય છે એ મહિનામાં આવતી પ્રથમ ચોથને દિવસે જો વરસાદનું હવામાન જોવા મળે તો, ચોમાસાના ચારેય મહિના દરમિયાન વરસાદની સંભાવના ખુબ જ સારી રહેશે. સર્વત્ર વરસાદના ચિત્રો સારા જોવા મળશે. કેમકે આ વિધાન ભડલી વાક્યો મુજબ જોવા મળી રહ્યું છે. શ્રાવણ સુદ ચોથ આધારિત આ વાત અમુક લોકો અષાઢ વદ ચોથને પણ ઉલ્લેખીને કરે છે.

શ્રાવણ મહિનાનું હવામાન

મિત્રો શ્રાવણ મહિનાનું હવામાન મુજબ શ્રાવણ સુદ પાંચમે જો મેઘ ગર્જના સંભળાય તો, ચોમાસું ખૂબ જ સારું રહેશે. ટૂંકમાં મિત્રો શ્રાવણ મહિનાની અંજવાળી પાંચમે વરસાદી હવામાન ઉભું થાય તો, તે ખૂબ જ સારી બાબત ગણાય. જો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો ચોમાસું ટનાટન થાય છે. કેમ કે આ વાત પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહી છે.

મિત્રો શ્રાવણ મહિનાના દિવસો દરમિયાન રોહિણી નક્ષત્રનું ખાસ અવલોકન કરવું. કેમ કે શ્રાવણ મહિનાનું હવામાન મુજબ શ્રાવણ વદ દસમે જો રોહિણી નક્ષત્રની હાજરી હોય તો, તે વર્ષે દુષ્કાળ પડવાની સંભાવના વધુ રહેશે. ખંડ વૃષ્ટિના યોગ વધુ જોવા મળશે. કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદની માત્રા ખૂબ જ ઓછી જોવા મળી શકે. એટલે મિત્રો શ્રાવણ વદ દસમે રોહિણી નક્ષત્રની હાજરી હોવી ન જોય.

પરંતુ મિત્રો એકબીજા યોગ મુજબ શ્રાવણ વદ અગિયારસના દિવસે જો રોહિણી નક્ષત્રની હાજરી હોય તો, સર્વત્ર સારા વરસાદની સંભાવના ઊભી થાય. શ્રાવણ મહિનાનું હવામાન મુજબ સવારે સૂર્ય જો વાદળોમાં ઉદય થાય અને તે દિવસે મધ્યરાત્રીએ જો મેઘ ગર્જના થાય તો, પણ સાર્વત્રિક વરસાદના યોગ ઊભા થશે. આ વાત પણ માની લેવી કેમ કે આ વિધાન પણ પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહ્યું છે.

પ્રાચીન વિજ્ઞાન અને હવામાન

મિત્રો પ્રાચીન ભડલી વાક્યના સિદ્ધાંત મુજબ જો શ્રાવણ સુદ સાતમને દિવસે એટલે કે અંજવાળી સાતમે જો સ્વાતિ નક્ષત્રની હાજરી હોય તો, તે વર્ષે અન્નનું પુષ્કળ ઉત્પાદન આવે છે. પાણીનો સ્ત્રોત પણ તે વર્ષે ખૂબ જ વધુ ઊભો થશે. એટલે કે વરસાદનું પ્રમાણ ખૂબ જ જોવા મળે. એટલે આ જ દિવસનો પણ ખાસ અભ્યાસ કરવો.

મિત્રો શ્રાવણ મહિનાનું હવામાન મુજબ શ્રાવણ સુદ પાંચમનો પણ ખાસ અભ્યાસ કરવો. કેમ કે પ્રાચીન વર્ષા વિજ્ઞાનના વિધાન મુજબ શ્રાવણ સુદ પાંચમના દિવસે એટલે કે અંજવાળી પાંચમે જો ખાસ કરીને પશ્ચિમ કે દક્ષિણનો પવન ફૂંકાય તો, તે વર્ષે દુષ્કાળની સંભાવના વધુ રહેશે. એટલે આ દિવસનો ખાસ અભ્યાસ કરવો.

શ્રાવણ મહિનાના દિવસો દરમ્યાન પવનનો ખાસ અભ્યાસ કરવો. દેશી વિજ્ઞાન મુજબ મિત્રો શ્રાવણ મહિનાના હવામાન પ્રમાણે જો શ્રાવણ મહિનામાં પૂર્વનો પવન હોય તો, વરસાદ ખૂબ ઓછો થશે. ખેતીનું ઉત્પાદન ઓછું આવશે. શ્રાવણ મહિનાના દિવસો દરમિયાન જો દક્ષિણનો પવન હોય તો, પણ શ્રાવણ મહિનામાં વરસાદની ખેંચ ઉભી થશે.

મિત્રો શ્રાવણ મહિનાનું હવામાન મુજબ શ્રાવણ મહિનાના દિવસોમાં જો અગ્નિ ખૂણાનો પવન વધુ પડતો જોવા મળે તો, ગરમીનું પ્રમાણ વધશે. ગાજવીજ પુષ્કળ થશે પણ વરસાદની સંભાવના ખુબ જ ઓછી ઉભી થશે. શ્રાવણ મહિનાના દિવસો દરમિયાન જો પશ્ચિમ દિશાનો પવન ફૂંકાય તો, શ્રાવણ મહિનામાં ખેતીના પાકોમાં રોગ જીવાત નો ઉપદ્રવ વધુ જોવા મળે.

શ્રાવણ મહિનામાં ખાસ પવનની દિશા અંગે ખાસ અભ્યાસ કરવો. એક પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ મિત્રો શ્રાવણ મહિનાના દિવસો દરમિયાન ઈશાન ખૂણામાંથી જો પવન વધુ પડતો જોવા મળતો હોય તો, શ્રાવણ મહિનાનું હવામાન મુજબ ભાદરવા મહિનામાં વરસાદની ખેંચ ઉભી થશે. એટલે કે ભાદરવા મહિનામાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું રહે.

એક ખાસ નોંધ : મિત્રો ઉપર જણાવવામાં આવેલી તમામ માહિતી એટલે કે શ્રાવણ મહિનાનું હવામાન અંગેની વાત એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. પરંતુ ભડલી વાક્યો તેમ જ દેશી વિજ્ઞાન મુજબ શ્રાવણ મહિનાના કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો, વરસાદનું પ્રમાણ કેવું રહે? એ અંગે વાત અહીં માત્ર રજૂ કરવામાં આવી છે. આ વાતનો ખાસ ખ્યાલ રાખવો.

મિત્રો ચોમાસું 2024 દરમિયાન શ્રાવણ મહિનાના દિવસોનો ખાસ અભ્યાસ કરવો. કેમ કે જો તમે દર વર્ષે ઉપર જણાવેલી બાબતો મુજબ શ્રાવણ મહિનાનું હવામાન અંગે તમે અભ્યાસ કરશો તો, ચોમાસાની પરિસ્થિતિ તે વર્ષે કેવી રહી શકે? એ અંગે એક પ્રાચીન વરસાદ વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ સચોટ અનુમાન લગાવી શકાય.

મિત્રો ગુજરાત રાજ્યના હવામાન અંતર્ગત નિયમિત અપડેટ વેબસાઈટના માધ્યમથી મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો. જેથી તમારા વિસ્તારનું આવતીકાલનું હવામાન કેવું રહેશે? એ અંગેની અપડેટ તમને નિયમિત મળતી રહે. બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

કમોસમી વરસાદ ની આગાહી : માર્ચ 2024 હવામાન બદલાશે

કમોસમી વરસાદ ની આગાહી

મિત્રો ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. હવે માર્ચ મહિનાની શરૂઆત થશે. તો માર્ચ મહિનાની શરૂઆતની સાથે જ ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. માર્ચ 2024 ના પ્રથમ વિકમાં ગુજરાતના હવામાનમાં મોટો બદલાવ જોવા મળશે. કયા સમીકરણો આધારિત રાજ્યનું હવામાન બદલાશે એ અંગેની માહિતી મેળવીએ.

લગભગ શિયાળાની વિદાય થઈ ચૂકી છે અને હવે ધીરે ધીરે રાજ્યમાં ગરમીના દિવસોનું આગમન થશે. આમ તો મિત્રો મોટેભાગે ફેબ્રુઆરીના અંતમાં ગરમીનો માહોલ જોવા મળતો હોય છે. પરંતુ જ્યારે જ્યારે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર જોવા મળતી હોય છે. ત્યારબાદ હવામાન ચોખ્ખું થયા બાદ ફરીથી હળવી ઠંડીનો માહોલ પણ રાજ્યમાં જોવા મળતો હોય છે.

કમોસમી હવામાન

તો મિત્રો આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યનું હવામાન કેવું રહેશે? ગુજરાત રાજ્યના હવામાનમાં કેવો બદલાવ જોવા મળશે? એ અંગેની માહિતી ડીપમાં મેળવીએ. તો મિત્રો માર્ચ મહિનાની શરૂઆતના દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદ ની સંભાવના હાલ હવામાનના મોડલમાં જોવા મળી રહી છે. માર્ચ મહિનાના શરૂઆતના દિવસોમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ ની સંભાવના ગણી શકાય.

માવઠની આગાહી

મિત્રો આવનારા દિવસોમાં રાજ્યમાં ઉભી થનાર હવામાનની અસ્થિરતાની ડીપમાં માહિતી લઈએ તો, મિત્રો 29 ફેબ્રુઆરીથી ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે. મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલું બધું મજબૂત હશે કે, આ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની ઇફેક્ટથી ઉત્તર ભારતના ઘણા રાજ્યો સહિત રાજસ્થાન તેમજ ગુજરાતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ની સંભાવના ઊભી થશે.

તેનું એક મુખ્ય રીઝન જોવા મળી રહ્યું છે. મિત્રો હવામાનના મોડલમાં સતત થતી અપડેટના ચિત્રો મુજબ, આ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર ભારતથી ઘણું દક્ષિણના વિસ્તારોમાં પસાર થઈ રહ્યું છે. એટલે કે આ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર રાજસ્થાનના વિસ્તારોમાંથી પસાર થઈ રહ્યું છે. જેની સીધી અસર રાજસ્થાન સહિત ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં જોવા મળશે. ટૂંકમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતમાં કમોસમી વરસાદ લાવશે.

કમોસમી વરસાદ ની આગાહી

આમ તો મિત્રો Gfs મોડલની લાંબાગાળાની અપડેટ મુજબ 1 માર્ચથી 10 માર્ચના દિવસો દરમિયાન ગુજરાત રાજ્યમાં 2 વખત કમોસમી વરસાદ ના જોવા મળી રહ્યા છે. જોકે બીજા રાઉન્ડમાં જોવા મળતા કમોસમી વરસાદ ના સમીકરણો એ લાંબા ગાળાનું અનુમાન ગણાય. એટલે હાલ આપણે માર્ચ મહિનાના પ્રથમ કયા દિવસોમાં કમોસમી વરસાદ ની સંભાવના રહેશે? એ અંગેની માહિતી મેળવીએ.

બીજી માર્ચથી રાજ્યના હવામાનમાં અસ્થિરતાની શરૂઆત થશે. 2 માર્ચથી 5 માર્ચના દિવસો દરમિયાન એટલે કે આ 3 દિવસો દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ ની સંભાવના ઊભી થશે. જેમાં કોઈ કોઈ વિસ્તારોમાં મધ્યમ માવઠાની પણ સંભાવના ગણી શકાય. તો ઘણા વિસ્તારોમાં છાંટા છૂટી અથવા તો હળવું માવઠું પણ આ દિવસો દરમિયાન જોવા મળી શકે.

આવનારા દિવસોમાં જોવા મળી રહેલ કમોસમી વરસાદ ના રાઉન્ડની ગુજરાત રાજ્યમાં સૌથી વધુ અસર કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હાલ જોવા મળી રહી છે. બીજી માર્ચથી ધીરે ધીરે રાજ્યનું હવામાન બદલાશે. ત્યારબાદ ત્રીજી, ચોથી અને પાંચમી માર્ચ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ ની શક્યતા ગણી શકાય.

કચ્છના ઘણા વિસ્તારોમાં આ દિવસો દરમિયાન છાટા છુટી તો ક્યાંક હળવા માવઠાનો માહોલ ઉભો થઈ શકે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો સહિત પાટણ, બનાસકાંઠા, મહેસાણા, વિજાપુર, ઊંઝા આ વિસ્તારોમાં ત્રીજી માર્ચથી પાંચમી માર્ચના દિવસો દરમિયાન કમોસમી વરસાદ ની સંભાવના પ્રબળ જોવા મળી રહી છે.

મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો, આ દિવસો દરમિયાન મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, ખંભાત, વડોદરા આ વિસ્તારોમાં ત્રણ માર્ચથી ચાર માર્ચના દિવસો દરમિયાન કમોસમી વરસાદ ની સંભાવના જોવા મળી રહી છે. આ વિસ્તારોમાં ઘણા વિસ્તારોમાં છાટા છૂટી જોવા મળી શકે. મુખ્યત્વે આ દિવસો દરમિયાન મોટાભાગના વિસ્તારોનું હવામાન વાદળછાયું રહી શકે.

માર્ચ મહિનાના શરૂઆતમાં દિવસોમાં જોવા મળી રહેલ કમોસમી વરસાદના ની સંભાવના અંગે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ. તો મિત્રો સૌરાષ્ટ્રમાં ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સંભાવના હાલ વધુ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ તો પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ આ દિવસો દરમિયાન કોઈ કોઈ વિસ્તારોમાં કમોસમી વરસાદ ની સંભાવના ગણી શકાય.

તો ત્રીજી માર્ચથી પાંચ માર્ચના દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આ દિવસો દરમિયાન હવામાન વાદળછાયુ બનશે. આ દિવસો દરમિયાન ગરમીનો પારો પણ દક્ષિણ ગુજરાતમાં ઊંચો રહી શકે છે. છતાં પણ મિત્રો આ દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારોમાં કમોસમી વરસાદ ની સંભાવના ગણી શકાય. જેમાં ઘણા વિસ્તારોમાં છાંટા છૂટી અથવા તો હળવા માવઠાનો માહોલ ઉભો થઈ શકે.

માર્ચ 2024 હવામાન

પરંતું ત્યારબાદ મિત્રો હવામાનના મોડલની લાંબા ગાળાની અપડેટ મુજબ 6 માર્ચથી 9 માર્ચના દિવસો દરમિયાન પણ કમોસમી વરસાદ નો એક બીજો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. જો કે આ એક હાલ લાંબાગાળાનું અનુમાન હોવાથી આ બીજા રાઉન્ડ અંગેની વાત અહીં આપણે કરશું નહીં. જેમ જેમ સ્થિતિ સ્પષ્ટ બનતી જશે તેમ તેમ હવામાન અપડેટ અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી આપ સમક્ષ મૂકતા રહેશું.

ટૂંકમાં મિત્રો માર્ચ મહિનાના શરૂઆતના દિવસોમાં રાજ્યનું હવામાન બદલાશે. ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના ઊભી થશે. તો આ દિવસો દરમિયાન ગરમીનો પ્રભાવ પણ જોવા મળી શકે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં માવઠાની સંભાવના હોવાથી ખેડૂતોએ ખેતી કાર્યોમાં આગોતરા પગલાં લેવા. જેથી માવઠાની નુકસાનીથી કંઈક અંશે બચી શકાય.

નોંધ : ગુજરાતમાં આગામી દિવસો જણાઈ રહેલી રહેલી કમોસમી વરસાદ ની સંભાવના એ હવામાનના મોડલમાં થતી અપડેટ મુજબ અભ્યાસ કરીને અહીં રજૂ કરવામાં આવી છે. હવામાન સંબંધિત બધી જ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.

મિત્રો ગરમીનો રાઉન્ડ, ઠંડીનો રાઉન્ડ તેમજ ચોમાસામાં જે તે વિસ્તારમાં વરસાદની કેવી સંભાવના રહી શકે? એ અંગે હવામાનના મોડલ ઉપર અભ્યાસ કરી અને નિયમિત અપડેટ Weather Tv વેબસાઈટના માધ્યમથી રજૂ કરવામાં આવે છે. તો સમગ્ર રાજ્યના વિસ્તારોની દરેક હવામાનની અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો આભાર.

મૃગશીર્ષ નક્ષત્ર 2024 : ચોમાસું હવામાન જમાવટ કરશે

મૃગશીર્ષ નક્ષત્ર 2024

મિત્રો જૂન મહિનાની શરૂઆતની સાથે જ રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જતી હોય છે. મોટેભાગે જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં મંડાણી વરસાદના યોગ જોવા મળતા હોય છે. તો આજની આ પોસ્ટમાં મૃગશીર્ષ નક્ષત્ર 2024 અંતર્ગત ચોમાસું હવામાન ધીરે ધીરે જમાવટ કરશે. જે અંગેની માહિતી આ પોસ્ટના માધ્યમથી મેળવશું.

ખરા અર્થમાં ચોમાસાની શરૂઆત આમ તો આદ્રા નક્ષત્રથી શરૂઆત થતી હોય છે. પરંતુ મૃગશીર્ષ નક્ષત્ર દરમ્યાન પણ વરસાદની ગતિવિધિ ઘણા વિસ્તારોમાં જોવા મળતી હોય છે. અને મૃગશીર્ષ નક્ષત્રના સમયગાળા દરમિયાન ભારે પવન સાથે વરસાદના યોગ પણ ઉભા થતા હોય છે. તો મિત્રો મૃગશીર્ષ નક્ષત્ર 2024 દરમિયાન કેવા યોગનું નિર્માણ થાય તો હવામાનની પરિસ્થિતિ કેવી ઊભી થાય એ અંગેની માહિતી મેળવીએ.

મૃગશીર્ષ નક્ષત્ર મુજબ હવામાન

મિત્રો મૃગશીર્ષ નક્ષત્રની શરૂઆત મોટેભાગે છઠ્ઠી અથવા તો સાતમી જૂને દર વર્ષે જોવા મળતી હોય છે. તો આ વર્ષે મૃગશીર્ષ નક્ષત્ર 2024 સાતમી જૂને બેસી રહ્યું છે. એટલે કે સૂર્યનારાયણ ભગવાનનો મૃગશીર્ષ નક્ષત્રમાં શુભ પ્રવેશ Dt : 7-6-2024 ના રોજ શુક્રવારના દિવસે થશે. તો મિત્રો નક્ષત્રનું વાહન શિયાળનું હોવાથી મૃગશીર્ષ નક્ષત્ર 2024 ના સમયગાળાના દિવસો દરમિયાન ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદની અપેક્ષા રાખી શકાય.

મૃગશીર્ષ નક્ષત્રના સમયગાળા દરમિયાન મોટેભાગે રાજ્યમાં પવનનું જોર વધુ પડતું જોવા મળતું હોય છે. મૃગશીર્ષ નક્ષત્રના સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં ધૂળની ડમરીનું પ્રમાણ પણ વધુ જોવા મળતું હોય છે. જો આવા તબક્કામાં વરસાદી હવામાન થાય તો, મીની વાવાઝોડું સાથે વરસાદ મૃગશીર્ષ નક્ષત્રના સમયગાળા દરમિયાન જોવા મળતો હોય છે.

મૃગશીર્ષ નક્ષત્ર 2024

તો મિત્રો મૃગશીર્ષ નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન રાજ્યમાં સારી એવી પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે. જેમાં સમુદ્રી કાઠાના વિસ્તારો એટલે કે દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં મૃગશીર્ષ નક્ષત્ર 2024 દરમિયાન છુટા છવાયા વરસાદની આશા રાખી શકાય. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ મૃગશીર્ષ નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન પ્રિમોન્સૂન એક્ટિવિટીની સંભાવના ગણી શકાય.

2024 ના વર્ષમાં મૃગશીર્ષ નક્ષત્ર 2024 શુક્રવારના દિવસે બેસતું હોવાથી એક શુભ સંકેત પણ ગણી શકાય. કેમ કે આ વર્ષે એટલે કે વર્ષ 2024 ના સમયગાળા દરમિયાન વર્ષનો વૃષ્ટિનો અધિપતિ શુક્ર રહેલો છે. સાથે સાથે વર્ષનો યુદ્ધેશ પણ શુક્ર છે. અને વર્ષનો વ્યવહારેશ પણ શુક્ર રહેલો છે. મિત્રો આ ત્રણ શુભ યોગ વર્ષ 2024 ના જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત મુજબ જોવા મળી રહ્યા છે.

આમ મૃગશીર્ષ નક્ષત્ર 2024 શુક્રવારના દિવસે 7 જૂને બેસતું હોવાથી આ નક્ષત્રના સમયગાળામાં પવનનું જોર વધુ રહેશે. કોઈ કોઈ વિસ્તારોમાં મીની વાવાઝોડા સાથે વરસાદની સંભાવના પણ મૃગશીર્ષ નક્ષત્ર 2024 ના ચારેય પાયા દરમિયાન જોવા મળી શકે છે. કેમકે વર્ષ 2024 ના જ્યોતિષશાસ્ત્રમાં રચાતા યોગ મુજબ આવું એક અનુમાન લગાવી શકાય.

મિત્રો આ વર્ષે મૃગશીર્ષ નક્ષત્ર 2024 ના દિવસો દરમિયાન અમુક પરિસ્થિતિનું ખાસ અવલોકન કરવું. જેથી મૃગશીર્ષ નક્ષત્ર પછી આવતા નક્ષત્રમાં પણ વરસાદની સંભાવના કેવી ઊભી થાય એ અંગે એક ભડલી વાક્ય ના સિદ્ધાંત મુજબ આપણે અનુમાન લગાવી શકાય. તો વર્ષ 2024 દરમિયાન મૃગશીર્ષ નક્ષત્ર ના દિવસો દરમિયાન નીચે જણાવેલી બાબતોનું ખાસ અવલોકન કરવું.

મૃગશીર્ષ નક્ષત્ર અને પવન

મૃગશીર્ષ નક્ષત્ર ના પ્રથમ પાયામાં પહેલા અને બીજા દિવસે જો પવનનું જોર બિલકુલ ન હોય તો, ઉંદરનો ઉપદ્રવ ખૂબ જ વધી શકે. ટૂંકમાં મિત્રો મૃગશીર્ષ નક્ષત્ર બેસતા પવનનું જોર રહે તો, તે શુભ નિશાની ગણી શકાય. પરંતું જો પવનનું જોર પ્રથમ બે દિવસોમાં જોવા ન મળે તો, તે વર્ષે ઉંદરનો વધુ પડતો ઉપદ્રવ જોવા મળે છે.

મૃગશીર્ષ નક્ષત્રના પ્રથમ પાયાના ત્રીજા અને ચોથા દિવસે જો પવનનું જોર ન રહે તો, તે વર્ષે ખેતીના પાકોમાં ઈયળનો ઉપદ્રવ વધુ પડતો જોવા મળી શકે. એટલે મૃગશીર્ષ નક્ષત્ર ના સમયગાળામાં ત્રીજા અને ચોથા દિવસે પવનનું જોર વધુ રહે તો તે સારી નિશાની ગણાય. જો પવનનું જોર વધુ જોવા ન મળે તો, ખેતીના પાકમાં રોગ જીવાતનું પ્રમાણ વધુ રહી શકે.

એ જ રીતે મિત્રો મૃગશીર્ષ નક્ષત્રના પાંચમા અને છઠ્ઠા દિવસે જો પવનની હાજરી જોવા ન મળે તો, તે વર્ષે તીડનો ઉપદ્રવ વધુ જોવા મળે. જ્યારે સાતમા અને આઠમા દિવસોના સમયગાળા દરમિયાન જો પવન ન જોવા મળે તો, તે વર્ષે માનવ જાતિમાં પણ રોગનું પ્રમાણ વધુ જોવા મળે. તાવ જેવા રોગોનો રોગચાળો વધુ જોવા મળે. એટલે જ મિત્રો મૃગશીર્ષ નક્ષત્ર ના સમયગાળા દરમિયાન પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા દિવસનું ખાસ અવલોકન કરવું.

ચોમાસું હવામાન

મૃગશીર્ષ નક્ષત્ર ના સમયગાળા દરમિયાન નવમા અને દસમા દિવસે પવનની હાજરી હોવી ખૂબ જ જરૂરી છે. કેમ કે જો મૃગશીર્ષ નક્ષત્રના સમયગાળામાં નવમા અને દસમા દિવસે જો પવન બિલકુલ ન જણાય તો, તે વર્ષે વરસાદની અછત ઉભી થાય. ચોમાસુ નબળું પડે છે. ઘણા કિસ્સાઓમાં તે વર્ષનું ચોમાસું દુષ્કાળમય પણ સાબિત થાય છે.

મિત્રો અગિયારમાં અને બારમા દિવસનો પણ ખાસ અનુભવ કરવો. કેમ કે જો 11માં અને 12માં દિવસે મૃગશીર્ષ નક્ષત્રના સમયગાળા દરમિયાન જો પવનની ઉપસ્થિતિ જોવા ન મળે તો, ખેતીના પાકોમાં ઝેરી જીવાતનો ઉપદ્રવ તે વર્ષે વધુ જોવા મળે છે. માટે આ બંને દિવસનું ખાસ અવલોકન કરવું.

મિત્રો મૃગશીર્ષ નક્ષત્રના સમયગાળા દરમિયાન જો 13માં અને 14માં દિવસે પવન બિલકુલ ન જણાય તો, તે વર્ષના ચોમાસામાં આંધી સાથે સાથે પવનનું તોફાન આવવાની સંભાવના ભડલી વાક્યમાં દર્શાવવામાં આવી છે. એટલે આ વર્ષે પણ મૃગશીર્ષ નક્ષત્રના સમયગાળા દરમિયાન 13માં અને 14માં દિવસનું ખાસ અવલોકન કરવું.

ટૂંકમાં મિત્રો મૃગશીર્ષ નક્ષત્રના દિવસોનું ટુકું સારાંશ મેળવવીએ તો, મૃગશીર્ષ નક્ષત્રના સમયગાળા દરમિયાન બધા જ દિવસોમાં વધતા ઓછા પ્રમાણમાં પવનની હાજરી જો જણાય તો, તે વર્ષનું ચોમાસું સારું સાબિત થાય છે. એટલે જ વર્ષ 2024 માં મૃગશીર્ષ નક્ષત્ર અંતર્ગત બધા દિવસોનું ખાસ અવલોકન કરવું.

ખાસ નોંધ : મિત્રો આ પોસ્ટમાં મૃગશીર્ષ નક્ષત્ર અંગેની જે માહિતી મૂકવામાં આવી છે, તે Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. પરંતુ વર્ષ 2024 ના જ્યોતિષશાસ્ત્રમાં બનતા યોગ અને સાથે સાથે ભડલી વાક્યોમાં જોવા મળતી લોકવાયકા મુજબ મૃગશીર્ષ નક્ષત્ર અંગેની વાત અહીં રજૂ કરવામાં આવી છે.

તો મિત્રો ગુજરાત રાજ્યના સમગ્ર વિસ્તાર આધારીત હવામાનની લેટેસ્ટ ઇન્ફોર્મેશન તમારા મોબાઇલ ફોનમાં નિયમિત મેળવવા માટે, અમારી આ વેબસાઈટને તમારા મોબાઇલ ફોનમાં જરૂરથી સેવ કરી લેવી. જેથી તમને રાજ્યના હવામાનની અપડેટ સમયસર મળતી રહે ખુબ ખુબ આભાર.

જુલાઈ 2024 : ગુજરાતનું હવામાન તોફાની રહેશે

જુલાઈ 2024

મોટેભાગે દેશમાં ચોમાસાની શરૂઆત મે મહિનાની 20 તારીખ બાદ જોવા મળતી હોય છે. અને આ ચોમાસું ગુજરાતમાં લગભગ 15 જૂનની આજુબાજુ પ્રવેશ કરતું હોય છે. તો મિત્રો આજની આ પોસ્ટમાં જુલાઈ 2024 દરમિયાન ગુજરાતનું હવામાન તોફાની રહી શકે છે. એ અંગેની થોડીક વાત અહીં રજૂ કરશું.

15મી મેની બાદ દક્ષિણ બંગાળની ખાડીમાં ચોમાસું એક્ટિવિટીની શરૂઆત મોટેભાગે થઈ જતી હોય છે. 20 મે બાદ દક્ષિણ બંગાળની ખાડીમાં ચોમાસું પવનો મજબૂત રીતે પકડ કરે છે. અને ધીરે ધીરે આ વિસ્તારમાં ચોમાસું એક્ટિવ બનતું હોય છે. જે 25મી મેની આજુબાજુ દક્ષિણ અંદમાનના ટાપુઓમાં વિધિવત રીતે પ્રવેશ કરતું હોય છે.

ગુજરાત રાજ્ય હવામાન

મિત્રો ચોમાસું 2024 દરમિયાન જુલાઈ મહિના અંગેના હવામાન વિશેની આ પોસ્ટના માધ્યમથી એક લાંબાગાળાની વાત રજૂ કરશું. જુલાઈ 2024 દરમિયાન ગુજરાતનું હવામાન વરસાદની સાથે સાથે તોફાની મૂડમાં પણ રહી શકે છે. કેમકે જુલાઈ 2024 દરમિયાન મુખ્યત્વે મોટેભાગે આ દિવસોમાં ગુજરાતમાં ચોમાસાની એક્ટિવિટી સક્રિય જોવા મળતી હોય છે.

ચોમાસું ફોર્મ્યુલા અંગે વિસ્તારથી વાત કરીએ તો, મિત્રો બંગાળની ખાડીમાં લગભગ પહેલી જૂન સુધીના દિવસો દરમિયાન મોટેભાગે ઘણા વિસ્તારોમાં ચોમાસું પ્રવેશ કરતું હોય છે. આ સાથે સાથે 1 જૂન સુધીમાં શ્રીલંકા સહિત દક્ષિણ અરબ સાગરના વિસ્તારોમાં પણ ચોમાસાની વિધિવત એન્ટ્રી જોવા મળતી હોય છે. જેમાં કેરલના દક્ષિણ ભાગના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ લગભગ આ દિવસો દરમિયાન થઈ ચૂક્યો હોય છે.

ચોમાસું પવન

દર વર્ષે ચોમાસું પવનો કેટલા સ્ટ્રોંગ હોય છે? એ મુજબ ચોમાસું પ્રગતિ કરતું હોય છે. ઘણી વખત ચોમાસાની પ્રગતિ શરૂ થયા બાદ ફરીથી ચોમાસું ડી એક્ટિવ બની જતું હોય છે. જે કારણોસર ચોમાસું રોકાઈ જતું હોય છે. અને ગુજરાત રાજ્ય સુધી પહોંચવામાં ઘણો વિલંબ પણ થતો હોય છે. કેમકે આવા દાખલા પણ આપણે ભૂતકાળના ઘણા વર્ષોમાં જોઈ ચૂક્યા છીએ.

અરબ સાગરમાં જ્યારે જ્યારે ચોમાસાની એન્ટ્રી થાય છે, ત્યારે ત્યારે ગુજરાતનું હવામાન પણ બદલાતું જોવા મળતું હોય છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં બપોર બાદ પ્રી મોનસૂન એક્ટિવિટીના રૂપી ઘણા વિસ્તારોમાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદની એક્ટિવિટી જોવા મળતી હોય છે. પરંતુ મિત્રો આવા સમીકરણો મોટેભાગે 15 જૂન પહેલાના દિવસોમાં જોવા મળતા હોય છે.

30 જૂન સુધીના દિવસો દરમિયાન લગભગ સમગ્ર ગુજરાત રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન મોટેભાગે થઈ જતું હોય છે. 30 જુન સુધીમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ જતું હોય છે. ક્યારેક જો વિપરીત પરિસ્થિતિ ઉભી થાય તો, ત્યારે ઉત્તર ગુજરાત તેમજ કચ્છના ભાગોમાં ચોમાસુ મોડું પણ પહોંચી શકે છે.

જુલાઈ 2024

મિત્રો આ વર્ષના લાંબાગાળાના હવામાનના મોડલ ગુજરાતના ચોમાસા માટે સકારાત્મક વલણ દાખવતા જોવા મળી રહ્યા છે. એમાં પણ જુલાઈ 2024 ના દિવસો દરમિયાન ગુજરાતનું હવામાન વરસાદની જમાવટ સારી એવી કરી શકે છે. જુલાઈ 2024 ના દિવસો દરમિયાન ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના રાઉન્ડ પણ જોવા મળી શકે છે. તો આજની આ પોસ્ટમાં જુલાઈ 2024 દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે? એ અંગે થોડીક માહિતી મેળવીએ.

મિત્રો ભૂતકાળના ઘણા વર્ષોની યાદી જોઈએ તો, જુલાઈ મહિનો ગુજરાત માટે હંમેશા સારો જ રહ્યો છે. જુલાઈ મહિનાના દિવસો દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે પણ વરસાદની સંભાવના ઊભી થતી હોય છે. એટલે મોટેભાગે જુલાઈ મહિનો ગુજરાતના ચોમાસા માટે હિટ મહીનો પણ ગણી શકાય.

એક લાંબાગાળાના અનુમાન મુજબ જુલાઈ 2024 દરમિયાન 1 જુલાઈથી 7 જુલાઈના દિવસો દરમિયાન સમગ્ર રાજ્યના વિસ્તારોમાં એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. અને આ વરસાદનો રાઉન્ડ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને આધારે જોવા મળી શકે. જુલાઈ 2024 ના આ દિવસો દરમિયાન વરસાદની એક સારી સંભાવના ગણી શકાય.

ગુજરાતનું હવામાન

જુલાઈ 2024 અંગે એક બીજું તારણ જોઈએ તો, મિત્રો જુલાઈ 2024 ની 15 તારીખથી 22 તારીખના દિવસો દરમિયાન ફરીથી ગુજરાતનું હવામાન વરસાદી બની શકે છે. કેમકે મોટેભાગે દર વર્ષે આ તારીખોમાં પણ ગુજરાતમાં વરસાદના ચિત્રો હંમેશા સારા જ જોવા મળ્યા છે. એટલે જુલાઈ 2024 ની 15 થી 22 તારીખના દિવસો દરમિયાન એક સારા વરસાદની સંભાવના રાખી શકાય. આ દિવસો દરમિયાન ગુજરાતનું હવામાન વરસાદથી જમાવટ કરી શકે.

મિત્રો દર વર્ષે મોટાભાગના વર્ષોમાં જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં પણ એક બંગાળની ખાડીની સિસ્ટમ આધારિત વરસાદના ચિત્રો જોવા મળતા હોય છે. તો મિત્રો આ વર્ષે પણ એ મુજબ એટલે કે જુલાઈ 2024 ના દિવસો દરમિયાન જુલાઈ મહિનાના અંતિમ તબક્કાના દિવસોમાં પણ વરસાદનો એક સારો રાઉન્ડ રાજ્યને અસર કરી શકે.

મિત્રો જુલાઈ 2024 ના દિવસો દરમિયાન રાજ્યમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીનું પ્રમાણ પણ ઊભું થઈ શકે છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં જુલાઈ 2024 દરમિયાન થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી રૂપી વરસાદની સંભાવના સારી એવી ગણી શકાય. કેમ કે આ દિવસો દરમિયાન ઇન્ડિયન ઓશન ડાયપોલ સારી એવી સ્થિતિમાં રહેવાથી જુલાઈ 2024 ના દિવસો દરમિયાન ગુજરાતમાં સારા વરસાદની સંભાવના ગણી શકાય.

મિત્રો ગુજરાત રાજ્યમાં જુલાઈ 2024 ના દિવસો દરમિયાન મોટેભાગે ભેજનું પ્રમાણ સારું એવું જોવા મળશે. જુલાઈ 2024 ના દિવસો દરમિયાન મોટે ભાગે સાઉથ વેસ્ટના પવનો આ સમયગાળા દરમિયાન રાજ્યમાં જોવા મળી શકે છે. અને સાથે સાથે ગુજરાતનું હવામાન આ મહિના દરમિયાન ખૂબ જ વાદળછાયુ રહેશે. ટૂંકમાં મિત્રો જુલાઈ મહિના દરમિયાન વરસાદના ચિત્રો રાજ્યમાં સારા જોવા મળી શકે છે.

ગુજરાતનું ચોમાસું મુખ્યત્વે જુલાઈ અને ઓગસ્ટ મહિનાના દિવસો દરમિયાન પડતા વરસાદને મુખ્ય વરસાદ તરીકે ગણી શકાય. કેમ કે આ બંને મહિનામાં વરસાદી દિવસો હંમેશા ઝાઝા જોવા મળતા હોય છે. ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટતું જોવા મળતું હોય છે. પરંતુ ચોમાસાનો મુખ્ય આધાર જુલાઈ અને ઓગસ્ટ મહિનાને ગણી શકાય.

મિત્રો આ વર્ષે હવામાનના લાંબા ગાળાના મોડલમાં જોવા મળતી પરિસ્થિતિનું એનાલિસિસ કરીએ તો, ચોમાસું 2024 ગુજરાત માટે સારું સાબિત થઈ શકે છે. વર્ષ 2024 નું ચોમાસું ગુજરાત માટે નોર્મલ અથવા તો અમુક અમુક વિસ્તારોમાં નોર્મલ કરતાં પણ સારી પરિસ્થિતિમાં જોવા મળી શકે છે. ટૂંકમાં મિત્રો હવામાનના લાંબા ગાળાના મોડલ મુજબ ગુજરાતનું ચોમાસું આ વર્ષે નોર્મલ રહી શકે છે.

નોંધ : મિત્રો આ પોસ્ટમાં રજૂ કરવામાં આવેલી માહિતી જુલાઈ 2024 ના દિવસો દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહી શકે છે? આ માહિતી છે Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. પરંતુ હવામાનના લાંબા ગાળામાં મોડલોમાં જોવા મળતા ચિત્રોને આધારે અહીં રજૂ કરવામાં આવી છે.

મિત્રો ગુજરાત રાજ્યના હવામાન અંગેની નિયમિત અપડેટ તમારા મોબાઇલ ફોનમાં મેળવવા માટે અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો. જેથી ગુજરાતના દરેક વિસ્તારના હવામાન અંતર્ગત માહિતી તમને નિયમિત રીતે મળતી રહે આભાર.

error: Content is protected !!