ભારતનું હવામાન : હવામાન આગાહી, India Weather

ભારતનું હવામાન

ભારત દેશ એ દરેક ઋતુમાં વૈવિધ્યતા પૂર્વક જોવા મળતો દેશ છે. કેમ કે દક્ષિણ એશિયામાં સ્થિત ભારતનું હવામાન દરેક ઋતુ મુજબ અલગ અલગ જોવા મળતું હોય છે. કેમકે ભારત દેશનું હવામાન એ મોસમી પ્રકારની આબોહવા જ ધરાવતું હવામાન ગણાય છે.

ભારતના હવામાન અંગે એક વિચાર કરીએ તો, મિત્રો ઉત્તર ભારતનું હવામાન, દક્ષિણ ભારતનું હવામાન, પૂર્વ ભારતનું હવામાન તેમજ પશ્ચિમ ભારતનું હવામાન અલગ અલગ જોવા મળતું હોય છે. આજની આ મહત્વની પોસ્ટમાં સમગ્ર દેશમાં હવામાનનો મિજાજ દરેક ઋતુમાં કેવો જોવા મળે છે? એ અંગેની વિસ્તાર પૂર્વક વાત કરશું.

એક અભ્યાસ મુજબ મોસમી પ્રકારની આબોહવા ધરાવતા દેશોમાં સમયાંતરે ઋતુ પરિવર્તન થતું હોય છે. જેમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું આમ 3 ઋતુનું નિયમિત સમયે આગમન થતું હોય છે. જોકે ભારતમાં દક્ષિણ ભારતમાં શિયાળા દરમિયાન ઠંડીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળતું હોય છે. કેમકે દક્ષિણ ભારતનો પ્રદેશ વિષુવવૃતની નજીક હોવાથી ત્યાં ઠંડીનો પ્રભાવ કંઈક અંશે ઓછો જોવા મળે છે.

ભારતનું હવામાન

ઉત્તર ભારતની વાત કરીએ તો, ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ તેમજ ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોનો સમાવેશ કરી શકાય. કેમ કે આ રાજ્યો ઉત્તર ભારતના ઝોનમાં આવે છે. મિત્રો ઉત્તર ભારતના હવામાન અંગેની વાત કરીએ તો, ભારતનું હવામાન ઉત્તર ભારતમાં કંઈક અલગ જ મિજાજ ધરાવે છે.

ઉત્તર ભારતના વિસ્તારોમાં ઠંડીનું પ્રભુત્વ હંમેશા વર્ષ દરમિયાન વધુ જોવા મળતું હોય છે. કેમકે હિમાલય પર્વતની હાજરી તેમજ સૂર્યના કિરણો ઉત્તર ભારતના વિસ્તારોમાં ત્રાસા પડતા હોવાથી વર્ષ દરમિયાન મોટેભાગે ઠંડીનું પ્રભુત્વ આ રાજ્યોમાં વધુ જોવા મળતું હોય છે. ઉનાળા દરમિયાન ઉત્તર ભારતના રાજ્યોનું હવામાન આહલાદક ગણી શકાય. કેમ કે તાપમાનનો પારો ખૂબ જ ઊંચો આ રાજ્યોમાં જોવા મળતો નથી.

વર્ષ દરમિયાન સૌથી ઠંડીનો પ્રભાવ જોવા મળતા રાજ્યોની વાત કરીએ તો, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ શિયાળા દરમિયાન વિશેષ જોવા મળે છે. જ્યારે ઉનાળા દરમિયાન પણ આ રાજ્યોનું તાપમાન હંમેશા મધ્યમ જોવા મળે છે. આ રાજ્યોને બરફ વરસાદના ગઢ તરીકે પણ ગણવામાં આવે છે. કેમકે આ બંને રાજ્યોમાં શિયાળા દરમિયાન અવિરત બરફ વર્ષા જોવા મળતી હોય છે.

મિત્રો ટૂંકમાં ચોમાસા દરમિયાન ભારતનું હવામાન ઉત્તર ભારતના રાજ્યોમાં સામાન્ય વૃત્તિ આપનાર ગણાય છે. કેમકે જ્યારે જ્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનીને મધ્ય ભારત સુધી આ સિસ્ટમ પહોંચે છે ત્યારબાદ લગભગ મોટેભાગે આ સિસ્ટમ મધ્ય ભારતમાંથી ફટાઈને ઉત્તર ભારતમાં હંમેશા પ્રવેશ કરતી હોય છે. આ પરિસ્થિતિને અનુસંધાને બિહાર તેમજ ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ જોવા મળતો હોય છે.

તો મિત્રો ઉત્તરાખંડમાં ચોમાસાની સિઝન દરમિયાન અવારનવાર વાદળ ફાટવાની ઘટના પણ હંમેશા બનતી હોય છે. જ્યારે હિમાલયમાં ક્યારેક ક્યારેક અતિવૃષ્ટિને કારણે ગંગા, યમુના જેવી મોટી નદીયું ચોમાસામાં ભયજનક સપાટીથી પણ ઉપર રહેતી હોય છે. આવી પરિસ્થિતિને હિસાબે દિ૯હી, ઉત્તર પ્રદેશ તેમજ બિહારના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન બાઢનો અવારનવાર સામનો કરવો પડતો હોય છે.

મિત્રો ભારતનું હવામાન પૂર્વ ભારતના રાજ્યોમાં પણ કંઈક અલગ જ મિજાજ ધરાવતું હોય છે. પૂર્વના નાના નાના રાજ્યો તેમજ પશ્ચિમ બંગાળ લાગુ વિસ્તારોનું હવામાન દરેક ઋતુ દરમિયાન અલગ અલગ જોવા મળતું હોય છે. સર્વપ્રથમ પૂર્વ ભારતના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન હવામાનનો મિજાજ કેવો રહે છે? એ અંગેની થોડીક માહિતી મેળવીએ.

પૂર્વ ભારતનું હવામાન ચોમાસાની સિઝન દરમિયાન હંમેશાં વરસાદી માહોલ દરેક દિવસે જોવા મળતો હોય છે. જેમાં આસામ, પશ્ચિમ બંગાળ તેમજ પૂર્વત્તરના નાના નાના રાજ્યોમાં લગભગ બંગાળી ખાડીમાંથી આવતા ભેજવાળા પવનોને હિસાબે ક્લાઉડ ફોર્મેશન હંમેશા રહેતું હોય છે. આ પેટર્ન આધારિત દરરોજ વધતો ઓછો વરસાદ આ રાજ્યોમાં જોવા મળતો હોય છે.

તો અમુક વર્ષે બંગાળની ખાડીમાં અવાર નવાર ચક્રવાત બનતા હોય છે. અને આ પરિસ્થિતિને અનુસંધાને ક્યારેક ક્યારેક પૂર્વ ભારતના વિસ્તારોમાં પણ આ ચક્રવાત એન્ટર થતા હોય છે. આવી પરિસ્થિતિ જ્યારે જ્યારે ચોમાસા દરમિયાન જોવા મળે છે ત્યારે પૂર્વ ભારતના રાજ્યોમાં ભારે પવન સાથે અતિવૃષ્ટિનો પણ સામનો કરવો પડે છે. આમ મિત્રો ભારતનું હવામાન પૂર્વ ભારતના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન હંમેશા વરસાદી રહે છે.

હવે ઉત્તર ભારતના રાજ્યોમાં શિયાળા દરમિયાન હવામાન કેવું જોવા મળે છે? એ અંગેની વાત કરીએ તો, મિત્રો શિયાળા દરમિયાન પણ પૂર્વત્તરના રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ હંમેશા લગભગ વધુ રહેતું હોય છે. જેમાં ઉત્તર હિમાલયની તળેટી લાગુના વિસ્તારોમાં શિયાળા દરમિયાન પણ આ વિસ્તારોમાં તાપમાન લગભગ શૂન્યની આજુબાજુ રહેતું હોય છે. તો અમુક અમુક રાજ્યોમાં શિયાળા દરમિયાન બરફ વરસાદ પણ જોવા મળે છે.

જ્યારે ભારતનું હવામાન ઉત્તર ભારતના વિસ્તારોમાં ઉનાળા દરમિયાન ખૂબ જ આહલાદક જોવા મળે છે. કેમ કે આ રાજ્યોમાં તાપમાન હંમેશા નોર્મલની આજુબાજુ રહેતું હોય છે. કોઈ મોટા હિટ વેવનો માહોલ ઉનાળા દરમિયાન પૂર્વ ભારતના રાજ્યોમાં પશ્ચિમ બંગાળને બાદ કરીને જોવા મળતો નથી. આમ ઉનાળા દરમિયાન પણ પૂર્વ ભારતના રાજ્યોમાં પણ પ્રવાસીઓની ભેળ હંમેશા જોવા મળતી હોય છે. જેનું મુખ્ય કારણ અહીં તાપમાન ઉનાળા દરમિયાન નોર્મલની આજુબાજુ રહેતું હોય છે.

ટૂંકમાં મિત્રો આસામ તેમજ દાર્જિલિંગ જેવા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન વરસાદનું પ્રમાણ ભારે જોવા મળે છે. આસામમાં અમુક વિસ્તારોમાં વર્ષ દરમિયાન વિશ્વનો સૌથી વધુ વરસાદ પણ આ વિસ્તારોમાં નોંધાય છે. કેમકે આ વિસ્તારોનું લોકેશન હંમેશા ક્લાઉડ ફોર્મેશન બનવા માટે ખૂબ જ અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે. જેને હિસાબે અહીં વરસાદનું પ્રમાણ ખૂબ જ વધુ પડતું જોવા મળે છે.

મિત્રો આ પોસ્ટમાં આપણે ઉત્તર ભારત તેમજ પૂર્વ ભારતના વિસ્તારોના હવામાન અંગેની માહિતી મેળવી. તો આપણે નવી પોસ્ટમાં પશ્ચિમ ભારત તેમજ દક્ષિણ ભારતના વિસ્તારો અંગેના હવામાન અંગેની વિસ્તૃત માહિતી મેળવશું. કેમકે આ એક પોસ્ટમાં જો સંપૂર્ણ ભારતનું હવામાન કવર કરવા જઈએ તો આ પોસ્ટ ખૂબ જ લાંબી બની જાય.

ટૂંકમાં સારાંશ મેળવીએ તો, મિત્રો ઉત્તર ભારતનું હવામાન શિયાળા તેમજ ઉનાળા દરમિયાન કંઈક અલગ જ મિજાજ ધરાવતું હોય છે. તો વિન્ટર સેશનમાં ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ઇફેક્ટને કારણે અવારનવાર વરસાદ તેમજ બરફ વર્ષા પણ જોવા મળતી હોય છે. જ્યારે ઉનાળા દરમિયાન ઉત્તર ભારતનું હવામાન ખૂબ જ ઠંડુ રહેતું હોવાથી પ્રવાસીઓને ભીડ હંમેશા ઉત્તર ભારતના રાજ્યોમાં વધુ જોવા મળતી હોય છે.

જ્યારે ભારતનું હવામાન પૂર્વ ભારતના વિસ્તારોમાં પણ અલગ જ મિજાજ ધરાવે છે. શિયાળા દરમિયાન ભારે ઠંડીનું સામ્રાજ્ય ઉત્તર ભારતના રાજ્યોમાં જોવા મળે છે. જ્યારે ઉનાળા દરમિયાન ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાન હંમેશા નોર્મલની આજુબાજુ રહેતું હોવાથી ઉનાળા દરમિયાન આ વિસ્તારોમાં પણ પ્રવાસીઓની ભીડ સારી એવી વર્ષ દરમિયાન જોવા મળે છે.

જ્યારે મોનસુન સેશનમાં ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદનું પ્રમાણ જોવા મળે છે. સાઉથ વેસ્ટ મોનસુની ભેજવાળા પવનો બંગાળની ખાડી ઉપરથી પસાર થઈને જ્યારે ઉત્તર ભારતના રાજ્યોમાંથી પસાર થાય છે. ત્યારે બપોર બાદ હંમેશા ડમ ડોળ વાદળ આ વિસ્તારોમાં બનતા હોવાથી લગભગ ચોમાસા દરમિયાન કાયમી વરસાદનો પ્રભાવ ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં જોવા મળે છે.

તો મિત્રો ખૂબ જ સામાન્ય જ્ઞાન ભરી આ પોસ્ટને તમારા વિવિધ સોશિયલ ગ્રુપ તેમજ સોશિયલ પ્લેટફોર્મમાં શેર કરજો. જેથી હવામાન અંગેની માહિતી બીજા મિત્રોને પણ મળી શકે. આપણે નવી પોસ્ટમાં દક્ષિણ ભારત તેમજ પશ્ચિમ ભારતના વિસ્તારોના હવામાન અંગેની માહિતી વિસ્તારથી મેળવશું.

ગુજરાત રાજ્યના સમગ્ર વિસ્તારોની હવામાનની નિયમિત અપડેટ ચોમાસા તેમજ ઉનાળાના દિવસો દરમિયાન મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv ને તમારા ફોનમાં જરૂરથી બુકમાર્ક કરી લેજો. જેથી હવામાનની નિયમિત અપડેટ તમને રેગ્યુલર મળતી રહે.

ભારતનું ચોમાસું : દક્ષિણ તેમજ પશ્ચિમ ભારતનું હવામાન

ભારતનું ચોમાસું

મિત્રો જ્યારે જ્યારે ભારતમાં ચોમાસાની શરૂવાત થાય છે. ત્યારે ત્યારે બંગાળની ખાડી તેમજ અરબ સાગરમાં વરસાદી સિસ્ટમોની એક્ટિવિટી વધી જતી હોય છે. તો આજની આ પોસ્ટમાં ભારતનું ચોમાસું અંતર્ગત દક્ષિણ તેમજ પશ્ચિમ ભારતનું હવામાન જોવા મળે છે? એ અંગેની માહિતી મેળવશું.

મિત્રો સમગ્ર દેશની વાત કરીએ તો, ચોમાસું જ્યારે સક્રિય થાય છે. ત્યારે ભારતનું ચોમાસું મુખ્ય રૂપે મધ્ય ભારત, પશ્ચિમ ભારત, પૂર્વ ભારત તેમજ દક્ષિણ ભારતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની એક પછી એક સિસ્ટમનું પાસીંગ થતું હોય છે. ભારતનું ચોમાસું જ્યારે જ્યારે સક્રિય બને છે, ત્યારે ત્યારે પશ્ચિમ ભારત તેમજ દક્ષિણ ભારતના વિસ્તારોમાં ભારે વરસાદ પડતો હોય છે.

ભારતનું ચોમાસું મોટેભાગે 15 મે બાદ સક્રિય થતું હોય છે. તો પ્રથમ આપણે પશ્ચિમ ભારતમાં જ્યારે જ્યારે ભારતનું ચોમાસું સક્રિય થતું હોય છે, ત્યારે ત્યારે પશ્ચિમ ભારતમાં રાજ્યમાં હવામાન કેવું જોવા મળે છે? એ અંગેની માહિતી પ્રાથમિક રૂપમાં મેળવીએ.

પશ્ચિમ ભારતના રાજ્યોની વાત કરીએ તો, મુખ્યત્વે પશ્ચિમ ભારતમાં રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રના રાજ્યોનો મુખ્ય રૂપે સમાવેશ કરી શકાય. મિત્રો ભારતનું ચોમાસું જ્યારે જ્યારે આ રાજ્યોમાં એન્ટર થાય છે. ત્યારે ત્યારે પશ્ચિમ મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વિશેષ રૂપે પ્રભાવિત કરતું હોય છે.

ચોમાસા દરમિયાન પશ્ચિમ મધ્યપ્રદેશના વિસ્તારો તેમજ મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ વધુ રહેતું હોય છે. જ્યારે રાજસ્થાન તેમજ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ખૂબ જ અનિયમિત જોવા મળતો હોય છે. આ વિસ્તારોમાં ક્યારેક ક્યારેક વરસાદના રાઉન્ડ વચ્ચે મોટો ગેપ જોવા મળતો હોય છે. પશ્ચિમ મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર ના વિસ્તારો કરતા રાજસ્થાન તેમજ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે.

ભારતનું ચોમાસું

મિત્રો ભારતનું ચોમાસું દરમિયાન રાજસ્થાન તેમજ ગુજરાત રાજ્યના વિસ્તારોમાં વરસાદનો આધાર મોટેભાગે બંગાળની ખાડીની વરસાદની સિસ્ટમ આધારિત રહેતો હોય છે. જો બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ આવ્યા બાદ પશ્ચિમ તરફ વધુ ફંટાય તો, ગુજરાત તેમજ રાજસ્થાનના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ સારું એવું જોવા મળે છે. પરંતુ મધ્યપ્રદેશ ઉપર આવ્યા બાદ આ સિસ્ટમ જો ઉત્તર દિશા તરફ ફંટાઈ જાય તો, આ વિસ્તારોમાં બંગાળની ખાડીની સિસ્ટમની ખાસ અસર જોવા મળતી નથી.

જ્યારે મહારાષ્ટ્ર તેમજ પશ્ચિમ મધ્યપ્રદેશ લાગુ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. કેમકે ભારતનું ચોમાસું જ્યારે જ્યારે સક્રિય બને છે. ત્યારે બંગાળની ખાડીની સિસ્ટમ આ વિસ્તારોને સૌથી વધુ પ્રભાવિત કરે છે. આ વિસ્તારોમાં મહારાષ્ટ્રના લગભગ મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદના સમીકરણો સામે આવતા હોય છે. જ્યારે મધ્યપ્રદેશના પણ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદનો સામનો ચોમાસા દરમિયાન કરવો પડે છે.

તો ભારતનું ચોમાસું જ્યારે જ્યારે સક્રિય થાય છે ત્યારે ત્યારે પશ્ચિમ ભારતના દરિયાકાંઠાના વિસ્તારો જેને વેસ્ટર્ન ઘાટના નામ તરીકે થ પણ ઓળખાય છે. આ વિસ્તારોમાં હંમેશા ચોમાસા દરમિયાન એક વરસાદનો ટ્રફ અવારનવાર બનતો હોય છે. આ પરિસ્થિતિને પરિણામે મુંબઈ સહિત કાંઠાના વિસ્તારોમાં સમગ્ર ભારતના ચોમાસા સિઝન દરમિયાન વરસાદના આંકડા ખૂબ જ ઉંચા જોવા મળે છે.

હવે રાજસ્થાનની વાત કરીએ તો, મિત્રો ભારતનું ચોમાસું જ્યારે સક્રિય થાય છે. ત્યારે ત્યારે રાજસ્થાનમાં દક્ષિણ પૂર્વ રાજસ્થાનના વિસ્તારોમાં વરસાદના ચિત્રો બીજા વિસ્તારો કરતા સારા જોવા મળે છે. કેમકે જ્યારે જ્યારે બંગાળની ખાડીનું સિસ્ટમનું કમબેક મધ્યપ્રદેશમાં થાય છે, ત્યારે ત્યારે દક્ષિણ પૂર્વ રાજસ્થાનના વિસ્તારોમાં ભારે વરસાદના યોગ ઊભા કરે છે.

જ્યારે ઉત્તર પશ્ચિમ રાજસ્થાનના વિસ્તારો વરસાદ વિહોણા રહે છે. આ વિસ્તારોમાં ચોમાસા દરમિયાન સૌથી ઓછો વરસાદ જોવા મળે છે. જેનું મુખ્ય કારણ આ વિસ્તારોને બંગાળની ખાડીની સિસ્ટમ વધુ પડતી પ્રભાવીત કરતી નથી. મિત્રો ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં ચોમાસા દરમિયાન સૌથી ઓછો વરસાદ જોવા મળે છે. જેનું મુખ્ય કારણ આ જ ગણી શકાય.

ગુજરાત રિજીયનની વાત કરીએ તો, મિત્રો ભારતનું ચોમાસું જ્યારે જ્યારે સક્રિય થાય છે. ત્યારે ત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારો વરસાદથી વધુ પ્રભાવિત બને છે. બંગાળની ખાડીની સિસ્ટમ પ્લસ દક્ષિણ પશ્ચિમના ટ્રફ અનુલક્ષીને આ વિસ્તારોમાં વધુ વરસાદ લાવવા માટે મદદ કરે છે. આ વિસ્તારોમાં વલસાડ, ડાંગ, નવસારી, આહવા, કપરાડા જેવા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન સૌથી વધુ વરસાદના આંકડા જોવા મળે છે.

ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ કંઈક રાજસ્થાન જેવું ચિત્ર જોવા મળે છે. જો બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવ્યા બાદ વધુ પશ્ચિમ તરફ ફંટાય તો, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની એક સારી સંભાવના ઊભી થઈ છે. જો આવી પરિસ્થિતિ આકાર લેતી હોય છે, ત્યારે ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં આ સમય દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદના પણ યોગનું નિર્માણ થાય છે.

ભારતનું ચોમાસું જ્યારે જ્યારે સક્રિય બનતું હોય છે, ત્યારે ત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારોમાં વરસાદની સંભાવના બીજા વિસ્તારો કરતા ઓછી જોવા મળે છે. કેમ કે આ વિસ્તારોમાં bob ની વરસાદની સિસ્ટમ ખૂબ જ ઓછી પ્રભાવિત કરતી હોય છે. પરંતુ અરબ સાગરમાં જ્યારે જ્યારે મજબૂત સિસ્ટમનું નિર્માણ થતું હોય છે, ત્યારે ત્યારે લગભગ સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારોમાં આ સિસ્ટમનો લાભ વધુ મળતો હોય છે.

ટૂંકમાં મિત્રો પશ્ચિમ ભારતના હવામાન અંગેની ટૂંકી માહિતી મેળવીએ તો, પશ્ચિમ ભારતમાં મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રના વિસ્તારોમાં ભારતના ચોમાસાના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના વિશેષ રૂપે જોવા મળે છે. જ્યારે ગુજરાત તેમજ રાજસ્થાનના વિસ્તારોમાં ભારતનું ચોમાસું સક્રિય થાય છે, ત્યારે મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશના વિસ્તારો કરતા વરસાદની મધ્યમ રહે છે.

તો બીજી તરફ દક્ષિણ ભારતના રાજ્યોમાં ગોવા, કેરલ તેમજ કર્ણાટકના પૂર્વ ભાગોના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ચોમાસા દરમિયાન વિશેષ રૂપે જોવા મળે છે. મિત્રો કેરલ તેમજ ગોવાના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદનું પ્રમાણ ભારતનું ચોમાસું સક્રિય થાય છે ત્યારે જોવા મળે છે. જ્યારે દક્ષિણ ભારતના અંદરોણી ભાગોમાં વરસાદની સંભાવના મધ્યમ જોવા મળે છે.

દક્ષિણ પૂર્વ ભારત તરફ ઓરિસ્સામાં વરસાદનું પ્રમાણ મધ્યમ જોવા મળતું હોય છે. જ્યારે બંગાળની ખાડી લાગુ ઓરિસ્સાના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. જેમાં ઉત્તર ઓરિસ્સાના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન વરસાદની સંભાવના સારી જોવા મળતી હોય છે.

ભારતનું ચોમાસું જ્યારે જ્યારે સક્રિય હોય છે, ત્યારે ત્યારે તામિલનાડુના કોસ્ટલ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ સારું એવું જોવા મળતું હોય છે. જ્યારે તામિલનાડુના અંતરયાડ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ મધ્યમ જોવા મળતું હોય છે. મિત્રો જ્યારે શિયાળુ ચોમાસાનું આગમન થાય છે, ત્યારે તામિલનાડુમાં સૌથી વધુ વરસાદ જોવા મળતો હોય છે. એટલે તામિલનાડુને શિયાળુ ચોમાસું સૌથી વધુ અસર કર્તા બને છે.

ટૂંકમાં મિત્રો દક્ષિણ ભારત તેમજ પશ્ચિમ ભારતના વિવિધ રાજ્યોમાં ભારતનું ચોમાસું જ્યારે જ્યારે સક્રિય થાય છે, ત્યારે ત્યારે વૈવિધ્યતા જોવા મળે છે. જે ઉપર જણાવેલી વાત મુજબ તમે સમજી શકો છો. એટલે ચોમાસાની સિઝન દરમિયાન પશ્ચિમ ભારત તેમજ દક્ષિણ ભારતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ એક સરખું જોવા મળતું નથી.

દક્ષિણ ભારત તેમજ પશ્ચિમ ભારતના રાજ્યોમાં શીયાળો, ચોમાસું તેમજ ઉનાળાની ઋતુ દરમ્યાન અલગ અલગ હવામાનનું ચિત્ર જોવા મળતું હોય છે. આપણે આ પોસ્ટમાં માત્ર ચોમાસા લક્ષી જ સમીકરણોની વાત કરી છે. એ જ રીતે આ રાજ્યોમાં ઉનાળા તેમજ શિયાળાની ઋતુ દરમિયાન પણ અલગ અલગ હવામાન જોવા મળે છે.

તો મિત્રો સાયન્સ આધારિત હવામાનની નિયમિત અપડેટ મુજબ ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોની મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા લેજો. જેથી રાજ્યની હવામાનની નિયમિત અપડેટ તમને રેગ્યુલર મળતી રહે આભાર.

ચોમાસું ધરી એટલે શું? : ચોમાસું હવામાન

ચોમાસું ધરી

ગુજરાતમાં જ્યારે ચોમાસાની શરૂઆત થઈ જાય છે. ત્યારબાદ બંગાળની ખાડીમાં અવારનવાર લો પ્રેશર સિસ્ટમ બનતી હોય છે. મિત્રો આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાતને કેટલી પ્રભાવિત કરશે? એ જાણવા માટે ચોમાસું ધરી અંગેનો ખાસ અભ્યાસ કરવો પડે. તો આજની આ પોસ્ટમાં ચોમાસું ધરી એટલે શું? એ અંગેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરશું.

મિત્રો ચોમાસું ધરી એટલે શું? એ અંતર્ગત જ્યારે જ્યારે ચોમાસાની શરૂઆત થાય છે, ત્યારે આ શબ્દ અવાર નવાર સાંભળવા મળતો હોય છે કે, ચોમાસું ધરી હાલ નોર્મલ પરિસ્થિતિ એ જોવા મળી રહી છે. અથવા તો ચોમાસું ધરી ઉત્તર ભારતના પ્રદેશોમાં ફંટાઈ ગઈ છે. તો આ ચોમાસું ધરી ગુજરાતને ક્યારે અને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે? એ અંગેની માહિતી મેળવીએ.

ચોમાસું ધરી એટલે શું

ટુંકા અર્થમાં મિત્રો ચોમાસું ધરી અંગેની વ્યાખ્યા સમજીએ તો, ચોમાસું ધરી એટલે બે પવનનો સામ સામો ટકરાવ ગણી શકાય. આ વાત સમજવા માટે આપણે એક સામાન્ય રીતે ઉદાહરણ લઈને વાત સમજવી પડે, કે બે દિશાના પવનો કેવી રીતે ટકરાય ત્યારે ચોમાસું ધરીનું નિર્માણ થાય છે. આ અંગે એક દાખલો લઈને સમજીએ.

મિત્રો ધારો કે અરબ સાગરમાંથી ફુકાતા સાઉથ વેસ્ટના પવનો ગુજરાત ઉપરથી પસાર થઈને ત્યારબાદ મધ્યપ્રદેશ પરથી પસાર થઈને આ પવનો જ્યારે બંગાળની ખાડીમાં પ્રવેશે છે. ત્યારે જ્યારે જ્યારે અનુકૂળ હવામાન સર્જાય છે, ત્યારે ત્યારે આ સાઉથ વેસ્ટના પવનને અનુસંધાને બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું હોય છે.

જ્યારે આ લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાંથી નોર્થ વેસ્ટ તરફ ગતિ કરીને જ્યારે મેદાનના ભાગમાં આવે છે. ત્યારે ચોમાસું ધરીનું નિર્માણ થાય છે. ટૂંકમાં સિસ્ટમ જ્યારે દરિયામાંથી મેદાનમાં આવે છે, ત્યારે ચોમાસું ધરીનું નિર્માણ અસ્તિત્વમાં આવે છે.

આ વાતને વિસ્તારથી સમજીએ સિસ્ટમ જ્યારે મેદાન ઉપર આવે છે. ત્યારે બે પવનનો સમન્વય સિસ્ટમની આગળના ભાગમાં થતો હોય છે. એક તો જે અરબ સાગરમાંથી આવતા સાઉથ વેસ્ટના પવનો અને બીજા પવનો જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ ક્રોસ થઈને મેદાન તરફ આવે છે. ત્યારે ફરીથી આપવાનો યુટર્ન લઇ અને મેદાન તરફ ફંટાય છે. એટલે આ પવનો ઉત્તર પૂર્વના થયા ગણાય.

આ બંને પવનો સામ સામે ટકરાય છે, ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તેને ચોમાસું ધરી તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં મિત્રો ચોમાસું ધરી એટલે ચોમાસાની સિઝન દરમિયાન પશ્ચિમના પવનો અને ઉત્તર પૂર્વના પવનો આ બંને પવનો જે જગ્યા ઉપર સામ-સામા ટકરાય છે, તે અવસ્થાને ચોમાસું ધરી કહેવામાં આવે છે.

ચોમાસું ધરી જેટલી દક્ષિણ તરફ જ્યારે આ સંજોગોમાં સરકે છે, તેટલો પ્રભાવ ગુજરાત ઉપર પડી શકે છે. કેમકે જ્યારે જ્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ બન્યા બાદ ચોમાસું ધરી જેટલી દક્ષિણ તરફ સરકે છે, એટલી વધુ પડતી વરસાદની સંભાવના ગુજરાતમાં ઉજળી ગણી શકાય.

પરંતુ જ્યારે જ્યારે ચોમાસું ધરીનું અસ્તિત્વ ઉત્તર ભારત લાગું હિમાલયની તળેટીના વિસ્તારોમાં જોવા મળતું હોય છે, ત્યારે ત્યારે બંગાળની ખાડીમાં એ સમય દરમિયાન જ્યારે જ્યારે લો પ્રેશર સિસ્ટમ બનતી હોય છે, તે લો પ્રેશર સિસ્ટમ મોટેભાગે ઉત્તર ભારતના ભાગોમાં ફંટાઈ જતી હોય છે. ગુજરાત, રાજસ્થાન જેવા રાજ્યોને આ સિસ્ટમનો લાભ મળતો નથી.

ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશની સાથે સાથે ઉત્તર મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનના ભાગોમાં સારા વરસાદની પ્રાપ્તિ માટે ચોમાસું ધરીની સ્થિતિ નોર્મલ અથવા તો નોર્મલથી વધુ દક્ષિણે જોવા મળે ત્યારે આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે. પરંતુ જો આ તબક્કે ચોમાસું ધરીનું અસ્તિત્વ વધુ પડતું ઉત્તરમાં હોય તો, આ રાજ્યો મોટા વરસાદથી વંચિત રહી જતા હોય છે.

મિત્રો એક અભ્યાસ મુજબ ચોમાસું ધરી જ્યારે જ્યારે દક્ષિણ રાજસ્થાન લાગુ ઉત્તર ગુજરાતની આસપાસ જોવા મળતી હોય, ત્યારે ત્યારે લગભગ સમગ્ર રાજ્યના વિસ્તારો જેમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં આ સમયગાળા દરમિયાન ભારે વરસાદના યોગ ઉભા થતા હોય છે. જેમાં અમુક અમુક કિસ્સાઓમાં અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે.

મિત્રો જુલાઈ અને ઓગસ્ટ મહિનાના સમયગાળા દરમિયાન જ્યારે જ્યારે ગુજરાત રાજ્યની વાત કરીએ તો, આ સમયગાળા દરમિયાન જ્યારે જ્યારે ચોમાસું ધરી નોર્મલ અવસ્થાએ જોવા મળતી હોય છે. ત્યારે ત્યારે લગભગ આ બંને મહિના દરમિયાન એક પછી એક બંગાળની ખાડીની સિસ્ટમની અસર જોવા મળતી હોય છે.

સપ્ટેમ્બર મહિનાના દિવસો દરમિયાન ચોમાસું ધરી નોર્મલ કરતાં દક્ષિણના ભાગોમાં જોવા મળે છે, ત્યારે લો પ્રેશર સિસ્ટમની જો હાજરી ન હોય તો, પણ રાજ્યમાં મોટેભાગે બપોર બાદ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રૂપી વરસાદની સંભાવના વધુ જોવા મળતી હોય છે. જેને આપણે મંડાણી વરસાદ પણ કહીએ છીએ. આવી પરિસ્થિતિમાં પણ ચોમાસું ધરીની સ્થિતિ ખાસ પ્રભાવિત કરે છે.

મિત્રો ચોમાસું સીઝન દરમિયાન એક સામાન્ય વાત કરીએ તો, જ્યારે જ્યારે ચોમાસાના મોટાભાગના દિવસો દરમિયાન ચોમાસું ધરીની ઉપસ્થિતિ દક્ષિણ રાજસ્થાન લાગુ mp થઈને જો ઉત્તર ઓરિસ્સા લાગુ પશ્ચિમ બંગાળ થઈને ઉત્તર બંગાળની ખાડીમાં જ્યારે જ્યારે જોવા મળે છે. ત્યારે ત્યારે લગભગ રાજ્યમાં ચોમાસાની સિઝનમાં સરેરાશ કરતા પણ વધુ વરસાદ જોવા મળતો હોય છે.

એટલે જ મિત્રો એક સારા ચોમાસાની ઝંખના માટે ચોમાસાના મહિનાઓ દરમિયાન ચોમાસું ધરીની પરિસ્થિતિ જો વ્યવસ્થિત રહેતો, રાજ્યમાં લગભગ વરસાદના દિવસો પુષ્કળ જોવા મળી શકે છે. આવા તબક્કે લગભગ તમામ વિસ્તારોમાં ચોમાસું દરમિયાન વરસાદના આંકડા નોર્મલ કરતાં પણ સારા જોવા મળતા હોય છે.

આ પોસ્ટના માધ્યમથી આપણે ચોમાસું ધરીની વ્યાખ્યા અંગેની થોડીક માહિતી મેળવી. તો કોઈ નવી પોસ્ટમાં લો પ્રેશર સિસ્ટમ એટલે શું? સર્ક્યુલેશન સિસ્ટમ એટલે શું? ક્યા પવનોથી વરસાદની સંભાવના સૌથી વધુ રહે? એ અંતર્ગત નવી નવી અપડેટ આપણે Weather Tv વેબસાઈટના માધ્યમથી મેળવતા રહેશું.

તો મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યના હવામાનની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv ને ખાસ તમારા ફોનમાં બુકમાર્ક કરી લેવી. જેથી હવામાન અંતર્ગત નવી નવી અપડેટ તમને સરળતાથી મળતી રહે આભાર.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે શું? : પશ્ચિમી વિક્ષોભ Western disturbance

વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ

મિત્રો ચોમાસા દરમિયાન જેમ આપણે લો પ્રેશર સિસ્ટમ અંગે અવારનવાર સાંભળતા હોઇએ છીયે એ મુજબ જ ભારતમાં જ્યારે શિયાળાનું આગમન થાય છે. ત્યારે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવો શબ્દ આપણે અવારનવાર સાંભળીએ છીએ. તો આજની આ મહત્વની પોસ્ટમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે શું? એ અંગેની ખૂબ જ ઉપયોગી માહિતી મેળવવાનો પ્રયાસ કરશું.

શિયાળા દરમિયાન જ્યારે જ્યારે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય છે. ત્યારે ત્યારે લગભગ ઉત્તર ભારત સહિત મધ્ય ભારત તેમજ ગુજરાતનું હવામાન પણ અચાનક બદલાય છે. ઠંડીના દિવસો દરમિયાન આકાશમાં વાદળોની હાજરી અચાનક જોવા મળે ત્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે એવું અનુમાન લગાવવું.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એક્ટિવિટી છેક યુરોપ લાગુના ભૂમધ્ય સમુદ્રમાંથી થતી હલચલની એક્ટિવિટીને ગણી શકાય. મિત્રો જ્યારે જ્યારે ભૂમધ્ય સમુદ્ર લાગુના વિસ્તારોમાં હાઈપ્રેશરનું નિર્માણ થાય છે, ત્યારે તેના પૂર્વ સાઈડના સ્પીડિલી પવનો પૂર્વ દિશા તરફ ફંટાય છે. એટલે કે અફઘાનિસ્તાન તેમજ ભારત સહિત ચીન બાજુ આ સ્પીડિલી પવનો ફૂંકાય છે.

મિત્રો આ પવનો જ્યારે જ્યારે હિમાલય પર્વત ઉપર ટકરાય છે, ત્યારે આ પવનો બે દિશામાં અલગ અલગ રીતે ફંટાઈ જાય છે. જેમાં ઉત્તરના પવનો ચીન તેમજ તિબેટ સાઈડ ફંટાઈ જાય છે. જ્યારે દક્ષિણ દિશાના પવનો હિમાલય પર્વત સાથે ટકરાઈને ઉત્તર ભારતના મેદાની ભાગો તરફ ફંટાઈ જાય છે. ભારતમાં આ પવનો એન્ટર થાય છે ત્યારે આ ગતિવિધિને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તરીકે ઓળખવામાં આવે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પશ્ચિમી વિક્ષોભ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો વિન્ટર સેશનમાં જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે ઉત્તર ભારતના રાજ્યો સહિત ઘણા બધા વિસ્તારોમાં બરફ વર્ષા અથવા તો વરસાદના સમીકરણો આ સિસ્ટમ ઊભી કરે છે. જેને આપણે હિમ વરસાદનો રાઉન્ડ પણ કહીએ છીએ.

ક્યારેક ક્યારેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતથી થોડું નીચે દક્ષિણમાં પસાર થતું હોય છે. ત્યારે ત્યારે મોટે ભાગે રાજસ્થાન તેમજ ગુજરાતમાં શિયાળા દરમિયાન માવઠાનો મોટો રાઉન્ડ જોવા મળતો હોય છે. કેમકે આ અરસામાં ઉત્તરના બરફીલા પવનની સાથે સાથે વરસાદ પણ ખાબકે છે. જેનું મુખ્ય રીઝન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ પડતું દક્ષિણ માંથી પસાર થતું હોય છે.

આમ જોઈએ તો, મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સમગ્ર વર્ષ દરમિયાન અવારનવાર પસાર થતા જ હોય છે. છતાં પણ શિયાળાની સિઝન દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું પ્રમાણ વધુ પડતું જોવા મળતું હોય છે. ચોમાસું દરમિયાન જ્યારે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતું હોય છે, ત્યારે ત્યારે બંગાળની ખાડીની સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ આવવાને બદલે પૂર્વ ભારત તરફ અવારનવાર ફંટાઈ જતી હોય છે.

જ્યારે જ્યારે ઉત્તર ભારતમાંથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતું હોય છે, ત્યારે ત્યારે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ સહિત હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં દિવસો સુધી અવિરત બરફ વરસાદનો રાઉન્ડ જોવા મળતો હોય છે. આ પરિસ્થિતિને હિસાબે ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં શિયાળા દરમિયાન તાપમાન માઇનસની આજુબાજુ જોવા મળતું હોય છે. જે એક સામાન્ય બાબત ગણી શકાય.

મિત્રો મોટાભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પંજાબ સહિત ઉત્તર રાજસ્થાનમાં વધુ જોવા મળતી હોય છે. જોકે ગુજરાતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અવારનવાર જોવા મળતી હોય છે. પરંતુ પંજાબ અને રાજસ્થાનની કમ્પેરમાં ગુજરાતમાં અસર ઓછી જોવા મળતી હોય છે. પરંતુ જ્યારે જ્યારે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળે છે, ત્યારે માવઠાનો રાઉન્ડ જોવા મળતો હોય છે. જેને આપણે કમોસમી વરસાદ પણ કહીએ છીએ.

મિત્રો શિયાળા દરમિયાન જ્યારે જ્યારે ગુજરાતમાં કમોસમી વરસાદનો રાઉન્ડ જોવા મળે છે, ત્યારે ત્યારે શિયાળુ પાકોમાં જેમાં ધાણા તેમજ ધીરુના પાક ઉપર આની વિપરીત અસર જોવા મળે છે. જેમાં મિત્રો જીરું જેવા સવેંદશીલ પાકો આવા કમોસમી વરસાદથી પાક બગડી જવાની શક્યતા વધુ રહેતી હોય છે.

ટૂંકમાં મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ફોર્મ્યુલા ભૂમધ્ય સમુદ્રમાંથી જોવા મળે છે. અને આવી મજબૂત સિસ્ટમ જ્યારે જ્યારે પશ્ચિમ દિશા તરફ ફંટાય છે, ત્યારે ત્યારે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, કજાકિસ્તાન સહિત ભારતના અનેક ભાગોમાં વરસાદનો એક મોટો રાઉન્ડ જોવા મળે છે. જોકે આ અરસામાં બરફ વરસાદ પડવાના ચાન્સ વધુ રહેતા હોય છે.

તો મિત્રો હવામાન અપડેટની સાથે સાથે ચોમાસા દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યના હવામાનની નિયમિત અપડેટ તમારા મોબાઈલ ફોનમાં મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv ને તમારા ફોનમાં જરૂરથી સેવ કરી લેવી. જેથી હવામાન લક્ષી નિયમિત અપડેટ તમને મળતી રહે. બધા જ મિત્રો નો ખુબ ખુબ આભાર.

error: Content is protected !!