ચોમાસું ધરી એટલે શું? : ચોમાસું હવામાન

ગુજરાતમાં જ્યારે ચોમાસાની શરૂઆત થઈ જાય છે. ત્યારબાદ બંગાળની ખાડીમાં અવારનવાર લો પ્રેશર સિસ્ટમ બનતી હોય છે. મિત્રો આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાતને કેટલી પ્રભાવિત કરશે? એ જાણવા માટે ચોમાસું ધરી અંગેનો ખાસ અભ્યાસ કરવો પડે. તો આજની આ પોસ્ટમાં ચોમાસું ધરી એટલે શું? એ અંગેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરશું.

Monsoon Axis

મિત્રો ચોમાસું ધરી એટલે શું? એ અંતર્ગત જ્યારે જ્યારે ચોમાસાની શરૂઆત થાય છે, ત્યારે આ શબ્દ અવાર નવાર સાંભળવા મળતો હોય છે કે, ચોમાસું ધરી હાલ નોર્મલ પરિસ્થિતિ એ જોવા મળી રહી છે. અથવા તો ચોમાસું ધરી ઉત્તર ભારતના પ્રદેશોમાં ફંટાઈ ગઈ છે. તો આ ચોમાસું ધરી ગુજરાતને ક્યારે અને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે? એ અંગેની માહિતી મેળવીએ.

ચોમાસું ધરી એટલે શું

ટુંકા અર્થમાં મિત્રો ચોમાસું ધરી અંગેની વ્યાખ્યા સમજીએ તો, ચોમાસું ધરી એટલે બે પવનનો સામ સામો ટકરાવ ગણી શકાય. આ વાત સમજવા માટે આપણે એક સામાન્ય રીતે ઉદાહરણ લઈને વાત સમજવી પડે, કે બે દિશાના પવનો કેવી રીતે ટકરાય ત્યારે ચોમાસું ધરીનું નિર્માણ થાય છે. આ અંગે એક દાખલો લઈને સમજીએ.

મિત્રો ધારો કે અરબ સાગરમાંથી ફુકાતા સાઉથ વેસ્ટના પવનો ગુજરાત ઉપરથી પસાર થઈને ત્યારબાદ મધ્યપ્રદેશ પરથી પસાર થઈને આ પવનો જ્યારે બંગાળની ખાડીમાં પ્રવેશે છે. ત્યારે જ્યારે જ્યારે અનુકૂળ હવામાન સર્જાય છે, ત્યારે ત્યારે આ સાઉથ વેસ્ટના પવનને અનુસંધાને બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું હોય છે.

જ્યારે આ લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાંથી નોર્થ વેસ્ટ તરફ ગતિ કરીને જ્યારે મેદાનના ભાગમાં આવે છે. ત્યારે ચોમાસું ધરીનું નિર્માણ થાય છે. ટૂંકમાં સિસ્ટમ જ્યારે દરિયામાંથી મેદાનમાં આવે છે, ત્યારે ચોમાસું ધરીનું નિર્માણ અસ્તિત્વમાં આવે છે.

આ વાતને વિસ્તારથી સમજીએ સિસ્ટમ જ્યારે મેદાન ઉપર આવે છે. ત્યારે બે પવનનો સમન્વય સિસ્ટમની આગળના ભાગમાં થતો હોય છે. એક તો જે અરબ સાગરમાંથી આવતા સાઉથ વેસ્ટના પવનો અને બીજા પવનો જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ ક્રોસ થઈને મેદાન તરફ આવે છે. ત્યારે ફરીથી આપવાનો યુટર્ન લઇ અને મેદાન તરફ ફંટાય છે. એટલે આ પવનો ઉત્તર પૂર્વના થયા ગણાય.

ચોમાસું ધરી વ્યાખ્યા

આ બંને પવનો સામ સામે ટકરાય છે, ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તેને ચોમાસું ધરી તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં મિત્રો ચોમાસું ધરી એટલે ચોમાસાની સિઝન દરમિયાન પશ્ચિમના પવનો અને ઉત્તર પૂર્વના પવનો આ બંને પવનો જે જગ્યા ઉપર સામ-સામા ટકરાય છે, તે અવસ્થાને ચોમાસું ધરી કહેવામાં આવે છે.

ચોમાસું ધરી જેટલી દક્ષિણ તરફ જ્યારે આ સંજોગોમાં સરકે છે, તેટલો પ્રભાવ ગુજરાત ઉપર પડી શકે છે. કેમકે જ્યારે જ્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ બન્યા બાદ ચોમાસું ધરી જેટલી દક્ષિણ તરફ સરકે છે, એટલી વધુ પડતી વરસાદની સંભાવના ગુજરાતમાં ઉજળી ગણી શકાય.

પરંતુ જ્યારે જ્યારે ચોમાસું ધરીનું અસ્તિત્વ ઉત્તર ભારત લાગું હિમાલયની તળેટીના વિસ્તારોમાં જોવા મળતું હોય છે, ત્યારે ત્યારે બંગાળની ખાડીમાં એ સમય દરમિયાન જ્યારે જ્યારે લો પ્રેશર સિસ્ટમ બનતી હોય છે, તે લો પ્રેશર સિસ્ટમ મોટેભાગે ઉત્તર ભારતના ભાગોમાં ફંટાઈ જતી હોય છે. ગુજરાત, રાજસ્થાન જેવા રાજ્યોને આ સિસ્ટમનો લાભ મળતો નથી.

ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશની સાથે સાથે ઉત્તર મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનના ભાગોમાં સારા વરસાદની પ્રાપ્તિ માટે ચોમાસું ધરીની સ્થિતિ નોર્મલ અથવા તો નોર્મલથી વધુ દક્ષિણે જોવા મળે ત્યારે આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે. પરંતુ જો આ તબક્કે ચોમાસું ધરીનું અસ્તિત્વ વધુ પડતું ઉત્તરમાં હોય તો, આ રાજ્યો મોટા વરસાદથી વંચિત રહી જતા હોય છે.

મિત્રો એક અભ્યાસ મુજબ ચોમાસું ધરી જ્યારે જ્યારે દક્ષિણ રાજસ્થાન લાગુ ઉત્તર ગુજરાતની આસપાસ જોવા મળતી હોય, ત્યારે ત્યારે લગભગ સમગ્ર રાજ્યના વિસ્તારો જેમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં આ સમયગાળા દરમિયાન ભારે વરસાદના યોગ ઉભા થતા હોય છે. જેમાં અમુક અમુક કિસ્સાઓમાં અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે.

ચોમાસું સમયગાળો

મિત્રો જુલાઈ અને ઓગસ્ટ મહિનાના સમયગાળા દરમિયાન જ્યારે જ્યારે ગુજરાત રાજ્યની વાત કરીએ તો, આ સમયગાળા દરમિયાન જ્યારે જ્યારે ચોમાસું ધરી નોર્મલ અવસ્થાએ જોવા મળતી હોય છે. ત્યારે ત્યારે લગભગ આ બંને મહિના દરમિયાન એક પછી એક બંગાળની ખાડીની સિસ્ટમની અસર જોવા મળતી હોય છે.

સપ્ટેમ્બર મહિનાના દિવસો દરમિયાન ચોમાસું ધરી નોર્મલ કરતાં દક્ષિણના ભાગોમાં જોવા મળે છે, ત્યારે લો પ્રેશર સિસ્ટમની જો હાજરી ન હોય તો, પણ રાજ્યમાં મોટેભાગે બપોર બાદ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રૂપી વરસાદની સંભાવના વધુ જોવા મળતી હોય છે. જેને આપણે મંડાણી વરસાદ પણ કહીએ છીએ. આવી પરિસ્થિતિમાં પણ ચોમાસું ધરીની સ્થિતિ ખાસ પ્રભાવિત કરે છે.

મિત્રો ચોમાસું સીઝન દરમિયાન એક સામાન્ય વાત કરીએ તો, જ્યારે જ્યારે ચોમાસાના મોટાભાગના દિવસો દરમિયાન ચોમાસું ધરીની ઉપસ્થિતિ દક્ષિણ રાજસ્થાન લાગુ mp થઈને જો ઉત્તર ઓરિસ્સા લાગુ પશ્ચિમ બંગાળ થઈને ઉત્તર બંગાળની ખાડીમાં જ્યારે જ્યારે જોવા મળે છે. ત્યારે ત્યારે લગભગ રાજ્યમાં ચોમાસાની સિઝનમાં સરેરાશ કરતા પણ વધુ વરસાદ જોવા મળતો હોય છે.

એટલે જ મિત્રો એક સારા ચોમાસાની ઝંખના માટે ચોમાસાના મહિનાઓ દરમિયાન ચોમાસું ધરીની પરિસ્થિતિ જો વ્યવસ્થિત રહેતો, રાજ્યમાં લગભગ વરસાદના દિવસો પુષ્કળ જોવા મળી શકે છે. આવા તબક્કે લગભગ તમામ વિસ્તારોમાં ચોમાસું દરમિયાન વરસાદના આંકડા નોર્મલ કરતાં પણ સારા જોવા મળતા હોય છે.

આ પોસ્ટના માધ્યમથી આપણે ચોમાસું ધરીની વ્યાખ્યા અંગેની થોડીક માહિતી મેળવી. તો કોઈ નવી પોસ્ટમાં લો પ્રેશર સિસ્ટમ એટલે શું? સર્ક્યુલેશન સિસ્ટમ એટલે શું? ક્યા પવનોથી વરસાદની સંભાવના સૌથી વધુ રહે? એ અંતર્ગત નવી નવી અપડેટ આપણે Weather Tv વેબસાઈટના માધ્યમથી મેળવતા રહેશું.

તો મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યના હવામાનની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv ને ખાસ તમારા ફોનમાં બુકમાર્ક કરી લેવી. જેથી હવામાન અંતર્ગત નવી નવી અપડેટ તમને સરળતાથી મળતી રહે આભાર.

error: Content is protected !!