બહોળું સર્ક્યુલેશન : સાર્વત્રિક વરસાદનો લાંબો રાઉન્ડ

આ વર્ષે જૂન મહિનામાં મુખ્યત્વે ખંડવૃષ્ટિનો માહોલ જોવા મળ્યો છે. આજની તારીખની સ્થિતિએ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ વરસાદથી ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં સરેરાશ વરસાદથી ઓછા આંકડા જોવા મળી રહ્યા છે. પરંતુ આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં બહોળું સર્ક્યુલેશન સર્જાશે આ પરિસ્થિતિને અનુસંધાને ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો લાંબો રાઉન્ડ જોવા મળશે. જે અંગેની સંપૂર્ણ વાત આ પોસ્ટના માધ્યમથી કરીએ.

Circulation

ચોમાસું 2024 મુજબ ગુજરાત રાજ્યમાં જુલાઈ મહિનાની શરૂઆત સારી એવી જોવા મળી છે. કેમકે જુલાઈ મહિનામાં ગુજરાત રાજ્યમાં એક વરસાદનો રાઉન્ડ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળ્યો. જોકે રાજ્યના ઘણા વિસ્તારોમાં જુલાઈ મહિનામાં પણ વાવણી થતી જોવા મળી. કેમકે જૂન મહિનામાં વરસાદની તીવ્રતા ખૂબ જ આ વર્ષે ઓછી જોવા મળી હતી. જુલાઈ મહિનામાં 8 જુલાઈની આજુબાજુ એક બહોળું સર્ક્યુલેશન છવાયું હતું. એ પરિસ્થિતિને અનુસંધાને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના ભાગોમાં અતિવૃષ્ટિનો માહોલ પણ જોવા મળ્યો હતો. બીજી તરફ ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો.

સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ

ગુજરાતમાં ચોમાસાનો મુખ્ય વરસાદ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં જોવા મળતો હોય છે. મિત્રો જુલાઈ મહિનો અડધો પૂરો થવા આવ્યો છે. પાછલા 15 દિવસોમાં ગુજરાતનું એક ચિત્ર જોઈએ તો, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ ખૂબ જ ઓછો નોંધાયો છે. કેમકે જુલાઈ મહિનાની શરૂઆતમાં જે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળવો જોઈએ એવો રાઉન્ડ હજી ગુજરાત રાજ્યમાં જોવા મળ્યો નથી. જે એક ખેડૂતો માટે નિરાશા જનક સમાચાર ગણી શકાય.

બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો અડધા જુલાઈ મહિના દરમિયાન સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિ ની સાથે સાથે મેઘ તાંડવ પણ જોવા મળ્યું. દેવભૂમિ દ્વારકાના ઘણા વિસ્તારોમાં સરેરાશ વરસાદ કરતા આ વર્ષે વરસાદનું ચિત્ર વધુ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના ઘણા વિસ્તારોમાં અતિવૃષ્ટિ જોવા મળી. જે જુલાઈ મહિનામાં જોવા મળતા વરસાદ કરતા વધુ વરસાદના આંકડા આ વર્ષે જોવા મળી રહ્યા છે. જ્યારે કચ્છમાં પણ અમુક વિસ્તારોમાં સરેરાશ વરસાદ કરતા જુલાઈ મહિનાના 15 દિવસ દરમિયાન વધુ વરસાદની ટકાવારી જોવા મળી રહી છે.

બહોળું સર્ક્યુલેશન છવાશે

આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનશે. આ સિસ્ટમને અનુસંગે ગુજરાત રાજ્ય ઉપર એક બહોળું સર્ક્યુલેશન છવાશે. આ સિસ્ટમની અસરથી આવતા દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે. મિત્રો આ વરસાદનો રાઉન્ડ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હશે. અને સાથે સાથે લાંબો રાઉન્ડ પણ જોવા મળશે કેમકે રાજ્ય ઉપર જે બહોળું સર્ક્યુલેશન છવાશે તેની અસરથી આવનારા દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના ઊભી થશે.

સિસ્ટમ અંગેની વાત કરીએ તો, મિત્રો 16 તારીખની આસપાસ બંગાળની ખાડીમાં એક સક્રિય લો પ્રેશર બનતું જોવા મળશે. આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ સીધું ટ્રાવેલિંગ કરે એવું હાલ ગ્લોબલ મોડલમાં જોવા મળી રહ્યું નથી. પરંતુ યુરોપિયન મોડલની ફ્રેશ અપડેટ મુજબ આ સિસ્ટમ એટલે કે બંગાળની ખાડીમાં બનનારું લો પ્રેશર જ્યારે જમીન ઉપર આવશે ત્યારે બંગાળની ખાડીથી અરબસાગર વચ્ચે એક બહોળું સર્ક્યુલેશન છવાશે અને આ બહોળું સર્ક્યુલેશન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ લાવશે. તેની અસર 16 જુલાઈથી પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી જોવા મળશે.

દક્ષિણ ગુજરાતમાં બહોળું સર્ક્યુલેશન

બંગાળની ખાડીની સિસ્ટમની અસર 16 જુલાઈથી જોવા મળશે. 16 જુલાઈથી દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે. જેમાં વલસાડ, વાપી, ડાંગ, ચીખલી, સુરત, નવસારી, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, તાપી આ વિસ્તારોમાં 16 જુલાઈથી વરસાદના એક ભારે રાઉન્ડની શરૂઆત થશે. જેમાં જેમાં ઘણા વિસ્તારોમાં 16 જુલાઈથી 20 જુલાઈના સમયગાળા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના ઊભી થશે.

પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે. કેમકે બહોળું સર્ક્યુલેશન અસર તળે પૂર્વ ગુજરાતમાં પંચમહાલ, અરવલ્લી, છોટાઉદેપુર, ગોધરા જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખંભાત, આણંદ, વડોદરા આ જિલ્લાના વિસ્તારોમાં બહોળું સર્ક્યુલેશન છવાશે જેની અસરથી 16 જુલાઈથી 21 જુલાઈના સમયગાળા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ ઊભી થશે.

સૌરાષ્ટ્ર કચ્છની આગાહી

મિત્રો 16 જુલાઈથી જેમ જેમ બહોળું સર્ક્યુલેશન ગુજરાતમાં અસર કરતું જશે. તેમ તેમ સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ વરસાદના સંજોગો ઉજળા બનતા જણાશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, 17 જુલાઈથી 20 જુલાઈના સમયગાળા દરમિયાન પૂર્વ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે. મિત્રો અમુક અમુક વિસ્તારોમાં 5 ઇંચ કરતાં પણ વરસાદનો રાઉન્ડ આ બહોળું સર્ક્યુલેશન ઇફેક્ટથી જોવા મળશે.

કચ્છના ઘણા વિસ્તારોમાં આ દિવસો દરમિયાન પણ વરસાદનો એક સારો એવો રાઉન્ડ જોવા મળશે. જેમાં કોઈ કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ કોઈ વિસ્તારોમાં મધ્યમ વરસાદ તો છુટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના પણ 17 જુલાઈથી 22 જુલાઈના સમયગાળા દરમિયાન ગણી શકાય. કેમ કે અપર લેવલે અને મિડ લેવલે કચ્છના વિસ્તારોમાં પણ ભેજની યોગ્ય હાજરી આ દિવસો દરમિયાન જોવા મળતી હોવાથી કચ્છના વિસ્તારોમાં પણ વરસાદની અપેક્ષા ખૂબ જ સારી એવી ગણી શકાય.

હવામાન મોડલ ઉપર એક નજર

16 જુલાઈથી 22 જુલાઈનું પ્રેડીક્શન જોઈએ તો, ગ્લોબલ મોડલ કરતાં યુરોપિયન મોડલમાં ગુજરાત રાજ્યના વિસ્તારોમાં વરસાદની સંભાવના વધુ પડતી જોવા મળી રહી છે. કેમ કે યુરોપિયન મોડલ મુજબ બહોળું સર્ક્યુલેશન ઇફેક્ટથી રાજ્યમાં આ દિવસો દરમિયાન એક નબળું લો પ્રેશર પણ આકાર લ્યે એવા ચિત્રો હવામાનના યુરોપિયન મોડલમાં જોવા મળી રહ્યા છે. જ્યારે ગ્લોબલ મોડલ મુજબ પણ આ દિવસો દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ ઉજળી જોવા મળી રહી છે. પરંતુ યુરોપિયન મોડલની કમ્પેરમાં વરસાદની માત્રા ગ્લોબલ મોડલમાં થોડી ઓછી જણાઈ રહી છે.

મિત્રો આવનારા વરસાદના સાર્વત્રિક રાઉન્ડ અંગેની નિયમિત હવામાન અપડેટ અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી અપડેટ કરતા રહેશું. સિસ્ટમ બન્યા બાદ કયા વિસ્તારોમાં વરસાદની ભારે સંભાવના રહેશે? એ અંગેની અપડેટ પણ અમે અહીં રજૂ કરતા રહેશું. જેથી તે વિસ્તારોના ખેડૂતોને વરસાદની સંભાવના કેટલી વધુ રહેશે? એ અંગેની અપડેટ સમયસર મળતી રહે. તો મિત્રો અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો ખુબ ખુબ આભાર.

error: Content is protected !!