ફરીથી ગુજરાતમાં વરસાદનું આગમન થશે. છેલ્લા ઘણા દિવસથી હળવા ભારે જાપટાના વરસાદના ચિત્રો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. પરંતુ આવનારા દિવસોમાં તોફાની વરસાદની આગાહી ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. કેમકે બંગાળની ખાડીની સિસ્ટમ સમગ્ર ગુજરાતને અસર કરશે.
મિત્રો ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તોફાની વરસાદની આગાહી હવામાનના ચિત્રોમાં જોવા મળી રહી છે. જેનું મુખ્ય કારણ બંગાળની ખાડીની સિસ્ટમની એક્ટિવિટી આધારિત જોવા મળશે. જો કે આ સમયગાળા દરમિયાન અરબ સાગર પણ સક્રિય બનશે.
છેલ્લા કેટલાક દિવસથી હવામાનના ચિત્રોમાં આવનારા દિવસોમાં તોફાની વરસાદના ચિત્રો જોવા મળી રહ્યા છે. મિત્રો અમેરિકન મોડલની અપડેટ મુજબ 25 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદનો મોટો રાઉન્ડ જોવા મળશે. જેમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના ગણી શકાય. ટૂંકમાં તોફાની વરસાદની આગાહી જેવા ચિત્રો ગ્લોબલ મોડલમાં જોવા મળી રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં આવતીકાલનું હવામાન કેવું રહી શકે? એ અંતર્ગત ભારતીય હવામાન વિભાગ દ્વારા એટલે કે આઈએમડી વિભાગ દ્વારા પણ 25 ઓગસ્ટથી 30 ઓગસ્ટના દિવસો દરમિયાન ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળે એવી અપડેટ જોવા મળી રહી છે.
જ્યારે વરસાદની આગાહીનું બીજું મુખ્ય ગણાતું મોડલ યુરોપિયન મોડલની વાત કરીએ તો, યુરોપિયન મોડલના સમીકરણો પણ આવનારા દિવસોમાં એટલે કે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતમાં તોફાની વરસાદની આગાહી જોવા મળે એવા સમીકરણો સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે.
ટૂંકમાં મિત્રો 22 ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ એક્ટિવ બનશે. આ સિસ્ટમ ક્રમશ પશ્ચિમ દિશામાં આગળ વધીને 26 ઓગસ્ટની આજુબાજુ ગુજરાતની આજુબાજુ પહોંચે એવી સંભાવના હાલ હવામાનના લાંબાગાળાના મોડલમાં જોવા મળી રહી છે. એ મુજબ આવનારા દિવસોમાં ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે.