ચોમાસું વિદાય ક્યારે થાય : હવામાન અંગેનો અભ્યાસ

હવામાનમાં ચોક્કસ સૂટેબલ સમીકરણો ઊભા થતા હોય છે. ત્યારે ચોમાસાની એન્ટ્રી થતી હોય છે. એ જ રીતે ચોમાસું વિદાય ક્યારે થાય? આ બાબતે પણ હવામાનના પેરામીટરનો ખાસ અભ્યાસ કરવો જોઈએ. જેથી ચોમાસું વિદાયની ઘડી ક્યારે શરૂ થાય એ અંગે એક અનુમાન લગાવી શકાય.

મિત્રો દર વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બંગાળની ખાડીમાંથી એન્ટ્રી થઈ અને ધીરે ધીરે સમગ્ર દેશને કવર કરતું હોય છે. બંગાળની ખાડીમાંથી સક્રિય રહેલું ચોમાસું અરબ સાગરમાં એન્ટર થઈને લગભગ પૂર્વ ભારત તેમજ પશ્ચિમ ભારતની સાથે સાથે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં લગભગ 15 જુલાઈની આજુબાજુના દિવસો દરમિયાન સંપૂર્ણ રીતે કવર થઈ જતું હોય છે.

એ જ રીતે મિત્રો ચોમાસું વિદાયની પણ યોગ્ય પરિસ્થિતિ હવામાનમાં જોવા મળે છે ત્યારે જ શરૂઆત થાય છે. એટલે કે ચોમાસું વિદાયની શરૂઆત થાય છે. ચોમાસું વિદાયની શરૂઆત મુખ્યત્વે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી પ્રથમ જોવા મળતી હોય છે. જે ધીરે ધીરે દક્ષિણના વિસ્તારોમાં આગળ વધીને એક સમયે સંપૂર્ણ ભારતમાંથી ચોમાસું વિદાય લઈ લેતું હોય છે.

Monsoon Withdrawal

આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં દેશમાંથી ચોમાસું વિદાયની શરૂઆત ક્યારે થાય છે? હવામાનમાં કેવી પરિસ્થિતિના ચિત્રો જોવા મળે છે? ત્યારે દેશમાંથી ચોમાસું વિદાય ધીરે ધીરે લેતું હોય છે. મિત્રો હવામાનના મોડલમાં કેવા ચિત્રોનું નિર્માણ થાય ત્યારે ચોમાસું વિદાય લે છે? એ અંગેની મહત્વની વાત આ પોસ્ટના માધ્યમથી કરશું.

સાઉથ વેસ્ટ મોનસુન

જ્યારે જ્યારે ભારતમાં સાઉથ વેસ્ટ મોનસુનનું આગમન થાય છે. ત્યારે ત્યારે હિન્દ મહાસાગરમાં મેડાગાસ્કર લાગુ એક હાઈ પ્રેશર પરિસ્થિતિનું નિર્માણ જોવા મળે છે. અને એ જ અરસામાં હિમાલયના ક્ષેત્રોમાં તિબેટની આજુબાજુ એક લો પ્રેશર હંમેશા સક્રિય રહેતું હોય છે. આવી પરિસ્થિતિ જ્યારે બને છે, ત્યારે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ભારત દેશને કવર કરતું હોય છે.

ઉપર જણાવેલી પરિસ્થિતિથી વિરુદ્ધ એટલે કે દેશમાંથી ચોમાસું વિદાય ત્યારે જ લે છે, કે જ્યારે હિમાલયના ક્ષેત્રો એટલે કે તિબેટની આજુબાજુ હાઈ પ્રેશર એક્ટિવ બને અને એ જ અરસામાં દક્ષિણ અરબ સાગરના લાગુના વિસ્તારોમાં એક લો પ્રેશર સિસ્ટમ હંમેશા એક્ટિવ રહે. ત્યારે દેશમાંથી ચોમાસું વિદાય લે એવી નોબત આવે છે. ટૂંકમાં આ બંને પરિસ્થિતિ એકબીજાથી વિરુદ્ધ જોવા મળતી હોય છે.

દક્ષિણ અરબ સાગર લાગુના વિસ્તારમાં જ્યારે જ્યારે હાઇ પ્રેશર બને છે, ત્યારે ત્યાંથી ભેજવાળા પવનો સાઉથ વેસ્ટ ડિરેક્શનની ગતિએ સમગ્ર ભારત ઉપર ભેજ પુષ્કળ માત્રામાં લાવે છે. આ પરિસ્થિતિને અનુસંધાને દેશમાં ચોમાસાનું આગમન થાય છે. પરંતુ તેનાથી વિપરીત પરિસ્થિતિની વાત કરીએ.

ચોમાસું વિદાય

જ્યારે જ્યારે હિમાલયની તરાઈના વિસ્તારોમાં હાઈ પ્રેશરનું સર્જન થાય છે. ત્યારે ત્યાંના ઠંડા તેમજ સૂકા પવનો ઉત્તર દિશામાંથી સમગ્ર દેશ ઉપર પસાર થાય છે. આ પરિસ્થિતિને અનુસંધાને દેશના મોટા ભાગના વિસ્તારોના હવામાનમાં ભેજની માત્રા ઘટે છે. અને હવામાન દિન પ્રતિદિન સૂકું બનતું જાય છે. આવા તબક્કામાં ભારત દેશ સહિત ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે છે.

મિત્રો ગુજરાત રાજ્યની વાત કરીએ તો, ગુજરાત રાજ્યમાંથી ચોમાસું વિદાયની શરૂઆત ક્યારે થાય છે? એ અંગેની વાત હવે આપણે આગળ કરીએ. કેમકે ગુજરાત રાજ્યમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે? ત્યારે ગુજરાતના સૌથી પહેલા કયા કયા વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લે છે? એ ખૂબ જ જાણવું મહત્વનું છે.

મિત્રો ભૂતકાળના વર્ષોની યાદી જોઈએ તો, મોટે ભાગે ગુજરાત રાજ્યમાંથી ચોમાસું વિદાય સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસો અથવા તો ઓક્ટોબર મહિનાના પ્રથમ વિકમાં મોટે ભાગે જોવા મળે છે. જેની શરૂઆત ઉત્તર ગુજરાત તેમજ કચ્છથી થાય છે. એટલે કે સર્વ પ્રથમ ચોમાસું વિદાય કચ્છના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી થાય છે.

મિત્રો ગુજરાત રાજ્યમાંથી જ્યારે જ્યારે ચોમાસું વિદાયની ઘડીની શરૂઆત થાય છે. ત્યારે ત્યારે ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી રૂપે વરસાદ આ સમયગાળા દરમિયાન જોવા મળતો હોય છે. જેનું મુખ્ય કારણ ચોમાસું વિદાય વખતે પવનોની દિશા અસ્તવ્યસ્ત રહેવાથી આ સમયગાળા દરમિયાન રાજ્યમાં મંડાણી વરસાદની શક્યતા વધુ જોવા મળતી હોય છે.

હવામાન અભ્યાસ

ટૂંકમાં મોટે ભાગે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસો અથવા તો ઓક્ટોબર મહિનાના શરૂઆતના દિવસોમાં પંજાબ લાગુ ઉત્તર પાકિસ્તાનના વિસ્તારોમાં એક એન્ટિ સાઇકલોનિક સર્ક્યુલેશનનું નિર્માણ થતું હોય છે. આ એન્ટિ સાઇક્લોનિક સર્ક્યુલેશનના વિરુદ્ધ પવનો ઉત્તરના વિસ્તારોમાંથી ભેજની માત્રા દક્ષિણ તરફ ધકેલે છે. આ પરિસ્થિતિને અનુસંધાને ઉત્તર ભારતના વિસ્તારોનું હવામાન આ સિસ્ટમ ભેજ રહિત કરે છે.

મિત્રો એન્ટિ સાઇક્લોનિક સર્ક્યુલેશનના પવનો ઘડિયાળના કાટાની દિશાની ગતિએ ફુકાતા હોય છે. જે સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમથી વિરુદ્ધ જોવા મળે છે. આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે ત્યારે આ પવનોની અસર ઉત્તર ગુજરાત તેમજ ઉત્તર કચ્છના ભાગોમાં જોવા મળે છે. જેથી કચ્છ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોનું હવામાન દિન પ્રતિદિન સુકુ બનતું જાય છે. અને ત્યાંથી ચોમાસું વિદાય લે છે.

જ્યારે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે ત્યારે ઉત્તર ગુજરાત સહિત કચ્છમાંથી ચોમાસું વિદાય લે છે. જે આગળ વધીને ધીરે ધીરે સૌરાષ્ટ્રના વિસ્તારો ત્યારબાદ મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને છેલ્લે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લે છે. ટૂંકમાં મિત્રો હવામાનના ચિત્રો જ્યારે ઉપર જણાવેલી વાત મુજબ જોવા મળે છે ત્યારે જ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે તેવી પરિસ્થિતિ ઉદ્ભવે છે.

મિત્રો ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થાય? એ સંબંધિત વાત ખૂબ જ મહત્વની વાત આપણે ગુજરાતમાં ચોમાસાનું આગમન આ પોસ્ટમાં વ્યવસ્થિત રીતે વાત કરેલી છે. એ જ રીતે આપણે આ પોસ્ટના માધ્યમથી આપણે ચોમાસું વિદાયની વાત કરી છે. તે જ રીતે ઉપર આપેલી લીંકમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થાય છે? એ અંગે વિસ્તારથી વાત કરેલી છે. જે તમને હવામાન અંગેની જાણકારી મેળવવામાં ઉપયોગી થશે.

એટલે મિત્રો ટૂંકમાં હવામાનમાં જ્યારે જ્યારે સુયોગ્ય પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે ત્યારે ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય છે. એ જ રીતે જ્યારે જ્યારે સુયોગ્ય પરિસ્થિતિ હવામાનના ચાર્ટમાં જોવા મળે છે, ત્યારે ત્યારે ગુજરાત રાજ્યમાંથી ચોમાસું વિદાય લે છે. તે અંગેની સંપૂર્ણ વાત આપણે ઉપર જણાવી છે.

ગુજરાત રાજ્યના હવામાન અંગેની સચોટ તેમજ સમયસર અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે મિત્રો હંમેશા જોડાયેલા રહેજો. જેથી તમારા વિસ્તારનું હવામાન કેવું રહેશે? એ અંગેની અપડેટ તમને નિયમિત રીતે મળી રહે. બધા જ મિત્રોનો ખુબ ખુબ આભાર.

error: Content is protected !!