ફાગણ મહિનાનું હવામાન : ચોમાસાનો વર્તારો

મિત્રો પ્રાચીન આગાહીઓમાં વિક્રમ સવંતના બારેય મહિનાના હવામાન મુજબ આગામી ચોમાસાનો વર્તારો સામે આવતો હોય છે. તો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં ફાગણ મહિનાનું હવામાન કેવું રહે? એ મુજબ આવનારૂ ચોમાસું વર્તારો કેવો રહે? એ અંગે મહત્વની વાત કરશું.

ચોમાસાનો વર્તારો

કારતક મહિનાની શરૂઆતથી જ ઠંડીનું જોર વધતું હોય છે. એટલે શિયાળાના ચારેય મહિનાનું હવામાન કેવું જોવા મળે તો ચોમાસું કેવું રહે? એ અંગેની આ પોસ્ટમાં વાત કરશું નહીં. પરંતુ ઉનાળુ સિઝનમાં આવતા ફાગણ મહિનાની સ્થિતિ મુજબ ફાગણ મહિનાનું હવામાન કેવું રહે? તો ચોમાસામાં કેવી પરિસ્થિતિ આકાર લ્યે? એ સંબંધિત આ પોસ્ટમાં વાત કરશું.

ફાગણ મહિનાનું હવામાન મુજબ ફાગણ મહિનાની અંજવાળી એકમે એટલે કે ફાગણ મહિનાની સુદ એકમે દિવસે શતતારકા નક્ષત્રની ઉપસ્થિતિ હોય તો તે વર્ષે દુષ્કાળ પડવાની સંભાવના વધુ રહે. ટૂંકમાં મિત્રો ફાગણ મહિનાની સુદ એકમે શતતારકા નક્ષત્ર હોવું ન જોઈએ.

ફાગણ મહિનાનું હવામાન મુજબ એક બીજો યોગ જોઈએ તો, ફાગણ સુદ સાતમ, આઠમ તેમજ નોમના દિવસે જો દિવસે મેઘ ગર્જના સંભળાય તો, મિત્રો ભાદરવી અમાસે વરસાદ આવે આવે અને આવે આ વાત લખી લેવી. એક લોકવાયકા મુજબ ચોમાસામાં આવનાર સમય શ્રાવણ વદ અમાસ પણ વર્ણવામાં આવે છે.

ફાગણ સુદ પૂનમનો ખાસ અભ્યાસ કરવો. ફાગણ મહિનાનું હવામાન મુજબ ફાગણ સુદ પૂનમને સાંજે હોળીની ઝાળ જો ઊંચી ને ઊંચી જાય તો, તે યોગ સારા ગણાતા નથી. ટૂંકમાં તે સમયે જો પવનની હાજરી ન હોય તો ચોમાસું નબળું રહે છે. તેમ જ રજા અને પ્રજા પણ દુઃખી થાય. આવી વાત પ્રાચીન વરસા વિજ્ઞાનમાં જોવા મળી રહી છે.

ફાગણ મહિનાનું હવામાન

ફાગણ સુદ પૂનમની સાંજે જો પશ્ચિમનો પવન હોય તો, ખૂબ જ સારી નિશાની ગણાય. જ્યારે દક્ષિણનો પવન વર્ષ દુષ્કાળકારક સૂચવે છે. પૂર્વનો પવન મધ્ય ચોમાસું ફળ આપનાર ગણાય છે. જ્યારે અગ્નિ કોણનો પવન ખૂબ જ ખરાબ સંકેત આપે છે.

ફાગણ મહિનાનું હવામાન મુજબ ફાગણ સુદ પૂનમને સાંજે જો વાયવ્યનો પવન હોય અથવા તો ઈશાન ખૂણાનો પવન હોય તો, પણ એ આવનારા ચોમાસા માટે શુભ સંકેતો આપે છે. આ વાત પણ લખી લેવી કેમ કે આ વિધાન પણ પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહ્યું છે.

હોળીનો પવન અને ચોમાસાનો વર્તારો

એટલે જ મિત્રો ફાગણ સુદ પૂનમની સાંજે ખાસ અવલોકન કરવું. આ અવલોકનની રીત આજે વર્ષોથી ચાલી આવી રહી છે. એટલે જ ફાગણ મહિનાનું હવામાન મુજબ ફાગણ સુદ પૂનમને મુખ્ય રૂપે લેવામાં આવે છે. પૂનમની સાંજે હોળીના પ્રાગટ્ય સમયે ખાસ પવનનું અવલોકન કરવું. જેથી આવનારા ચોમાસાનું એક સચોટ ચિત્ર સ્પષ્ટ થતું જણાશે. મિત્રો અંગે વિગતવાર માહિતી આપણે હોળીનો પવન 2024 સંબંધિત પોસ્ટમાં વર્ણન કરેલું છે.

મિત્રો એક બીજા પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ ફાગણ મહિનાની અંધારી બીજના દિવસે જો આકાશ સ્વચ્છ હોય, વાદળ કે પછી વીજળીના કંઈ પણ ઇંધાણ ન હોય તો, શ્રાવણ અને ભાદરવા મહિનામાં વદ ત્રીજા દિવસે વરસાદ થવાની એક સારી નિશાની ગણાય. આ ઉલ્લેખ પણ ભડલી વાક્યોમાં જોવા મળી રહ્યો છે.

મિત્રો ફાગણ મહિનાનું હવામાન મુજબ ફાગણ મહિનાની અમાસે જો મંગળવાર હોય તો, તે સારી નિશાની ગણાતી નથી. કેમકે જો ફાગણ મહિનાની અમાસે મંગળવારની હાજરી હોય તો, તે વર્ષે દુષ્કાળની સંભાવના વધી જાય છે. એક લોકવાયકા મુજબ આ વાત મહા મહિનાની અમાસને અનુલક્ષીને પણ કહેવામાં આવી છે.

ફાગણ મહિનાની પૂનમના દિવસે જો શુક્રનો અસ્ત થતો હોય તો, ફાગણ મહિનાનું હવામાન મુજબ ખેડૂતો તેમજ માલધારીઓ માટે આ શુભ સંકેત નથી. એટલે ફાગણ સુદ પૂનમના દિવસે શુક્રનો જો અસ્ત થાય તો, તે ખરાબ ચિન્હ ગણાય.

ફાગણ મહિનાનું હવામાન મુજબ ફાગણ મહિનાનો વર્તારો જોઈએ તો, મિત્રો ફાગણ મહિનાના દિવસો દરમિયાન આકાશ બને તેટલું સ્વચ્છ રહે તો, આવનારું ચોમાસું સારું રહે એવા સંકેતો ગણી શકાય. ફાગણ મહિનાની શરૂઆતથી ધીરે ધીરે ગરમીનું આગમન થાય તે પણ એક સારી નિશાની ગણાય.

પ્રાચીન વિજ્ઞાન મુજબ હવામાન

મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ ફાગણ મહિનાનું હવામાન કેવું રહે? તો આવનારું ચોમાસું કેવું રહે? એ અંગે વિધાનો સામે આવતા હોય છે. તો મિત્રો જો ફાગણ મહિનામાં 5 શનિવાર જે વર્ષે આવતા હોય તે, વર્ષનું ચોમાસું ખૂબ જ નબળું સાબિત થાય છે. તે વર્ષે દુષ્કાળની સંભાવના ખૂબ જ વધી જાય છે. આવું વિધાન પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહ્યું છે.

ફાગણ મહિનાની શરૂઆતના દિવસોમાં ખાખરાના વૃક્ષમાં જે ફૂલ આવે છે. તેને આપણે કેસુડાના ફૂલ તરીકે પણ ઓળખીએ છીએ. તો મિત્રો ફાગણ મહિનાના પ્રથમ પખવાડિયામાં કેસુડાના ફૂલનું આગમન જો સમયસર જોવા મળે તો, આવનારું ચોમાસું સમયસર આવશે. અને સાથે સાથે આવનારું ચોમાસું ખૂબ જ સારું રહેશે એવું ગણી શકાય.

શિયાળાના ચાર મહિના દરમિયાન ઠંડીનું પ્રમાણ જોવા મળ્યા બાદ ફાગણ મહિનાની શરૂઆત જો ધીરે ધીરે ગરમીથી થાય. તો તે વર્ષે ઋતુનું બેલેન્સ બરાબર છે. એવું માની લેવું અને ફાગણ મહિનામાં ગરમીનું સમયસર આગમનએ આવનારા ચોમાસામાં પણ વરસાદનું સમયસર આગમન થશે. એ વાતની પુષ્ટિ કરે છે.

પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત જે જે આગાહીકારો આવનારા ચોમાસા અંગેની આગાહી કરતા હોય છે. એવો માટે ફાગણ મહિનાનું હવામાન વિશેષ રૂપે મુખ્ય રહે છે. કેમ કે ફાગણ મહિનામાં હોળીના પવનને આધારે ચોમાસાનો વર્તારો સોલિડ મળતો હોય છે. એ મુજબ ફાગણ મહિનાનું હવામાન એ આવનારા ચોમાસાના અભ્યાસ માટે ખૂબ જ મહત્વનું છે.

મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી હવામાનની પેટર્નમાં મોટો ફેરફાર પણ જોવા મળી રહ્યો છે. ઋતુનું બંધારણ પણ દિવસે અને દિવસે ખોવાઈ પણ રહ્યું છે. જેનું મુખ્ય રીઝન હવામાનમાં આવેલા મોટા બદલાવને ગણી શકાય. છતાં પણ પ્રાચીન શાસ્ત્રોમાં વર્ણાવેલા યોગો મુજબ આવનારું ચોમાસું રહેતું હોય છે. એ વાત આજના સમયમાં પણ સત્યમય સાબિત થાય છે.

એટલે જ મિત્રો ઉપર આપવામાં આવેલી બધી જ વાતોનો ખાસ અભ્યાસ કરવો. કેમ કે ફાગણ મહિનાનું હવામાન કેવું રહે તો આવનારું ચોમાસું કેવું રહે? એ અંગેનું એક તારણ આપણે લગાવી શકીયે. અને જો દર વર્ષે આપણે આનો અભ્યાસ કરીએ તો, ચોમાસામાં કેવી સ્થિતિ આવે છે? એ અંગે પણ આપણે એક સમાધાન મળી જાય.

મિત્રો દેશી વિજ્ઞાન મુજબ દરેક મહિના દરમિયાન કેવું કેવું હવામાન જોવા મળે તો ચોમાસાના ચારેય મહિના દરમિયાન વરસાદની સ્થિતિ કેવી રહે એનો એક નિર્દેશ મળી જતો હોય છે જેમ કે કારતક મહિનાના ચિત્રો મુજબ અષાઢ મહિનામાં વરસાદની સંભાવના કેવી રહેશે એ અંગે એક નિર્દેશ મળી જતો હોય છે.

એ જ રીતે માગસર, પોષ તેમજ મહા મહિનામાં હવામાન કેવું રહે? તો ચોમાસાના મહિનામાં વરસાદનું પ્રમાણ કેવું જોવા મળે? જો કે આ બધી માહિતી કસ કાતરા મુજબ આધારિત ગણાય છે. પરંતુ અહીં જે રજૂ કરવામાં આવી છે તે માહિતી તેના કરતા અલગ ગણાય.

નોંધ : ફાગણ મહિનાનું હવામાન સંબંધિત ઉપર જે રજૂઆત કરવામાં આવી છે, તે Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. આ બધી જ માહિતી પ્રાચીન વર્ષા વિજ્ઞાન તેમજ ભડલી વાકયોના સિદ્ધાંત મુજબ અહીં રજૂ કરવામાં આવી છે.

મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યના હવામાન અંગેની લેટેસ્ટ ઇન્ફોર્મેશન મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. કેમ કે અમારી આ વેબસાઈટ પર સાયન્સ આધારિત તેમ જ પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત બંને માહિતી અહીં રેગ્યુલર અપડેટ કરવામાં આવે છે.

error: Content is protected !!