Weather Tv

અજમાની ખેતી

અજમાની ખેતી : ખર્ચ વગર મેળવો બમ્પર ઉત્પાદન

Table of Contents

મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસાની અનિયમિતતા જોવા મળી રહી છે. ઋતુચક્ર ખોરવાયું છે તેથી જ ખેતીમાં પણ ખર્ચ પ્રમાણ વધ્યું છે. સાથે સાથે ઉત્પાદનનું પ્રમાણ ઘટી રહ્યું છે. આજની આ મહત્વની પોસ્ટમાં અજમાની ખેતી અંગેની મહત્વની વાત કરશું.

આ પાક એવો છે કે ખર્ચા વગર બમ્પર ઉત્પાદન મેળવી શકાય છે તો આજની આ ઉપયોગી પોસ્ટમાં અજમાની ખેતી અંગેની વિસ્તારથી માહિતી મેળવીએઅજમાનો પાકએ મરી મસાલાના વર્ગમાં આવે છે. પરંતુ અજમાની ખેતી બાબતે ઘણી બધી તકેદારી રાખવી પડે છે.

ખર્ચ વગરની ખેતી

મિત્રો અજમાની ખેતી મફતમાં પણ કરી શકાય છે. કહેવાનો મતલબ એ છે કે, અજમાની ખેતીમાં ખર્ચ ખૂબ જ નહિવત આવે છે. જેમની સામે જો ઋતુનું બંધારણ અનુકૂળ રહે તો અજમાનું ઉત્પાદન ભરપૂર માત્રામાં મેળવી શકીએ છીએ.

અજમાના વાવેતર અંગેની વાત કરીએ તો, મુખ્ય રૂપે ગુજરાતમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છની સાથે સાથે ઉત્તર ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં અજમાની ખેતી થઈ રહી છે. દેશાવરની વાત કરીએ તો, મિત્રો રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના અમુક વિસ્તારોમાં પણ અજમાની ખેતી ખેડૂતો કરી રહ્યા છે. પરંતુ ગુણવત્તાવાળા અજમાની વાત કરીએ તો, સૌથી દમદાર પાક સૌરાષ્ટ્રમાં તૈયાર થતો જોવા મળે છે.

મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા તેમજ પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં ખેડૂતો અજમાની ખેતી કરે છે. પરંતુ સૌરાષ્ટ્રમાં મુખ્ય અજમાના પાકનું વાવેતર જામનગર જિલ્લામાં થાય છે. અને અહીંના ખેડૂતો ઉત્પાદન પણ ખૂબ જ સારું એવું મેળવી રહ્યા છે.

અજમાની ખેતી

મિત્રો અજમાની ખેતી અંગેની વાવેતર પદ્ધતિની પ્રથમ વાત કરીએ તો, મુખ્યત્વે અજમાનું વાવેતર ચોમાસું સિઝન દરમિયાન કરવામાં આવે છે. પરંતુ એક વાત પણ ખાસ નોટ કરવા લાયક છે કે, ચોમાસાના પ્રારંભિક તબક્કામાં જો અજમાનું વાવેતર કર્યું હોય તો, તેનું જર્મીનેસન બરાબર આવતું નથી. કેમ કે ગરમ ઋતુમાં અજમાના બીજનું જર્મિનેશન જોઈ તેવું યોગ્ય રીતે થઈ શકતું નથી.

એટલે જ મિત્રો વાવેતરનો મુખ્ય ગાળો જોઈએ તો, જો ઓગસ્ટ મહિનાના દિવસો દરમિયાન અજમાની ખેતી કરવામાં આવે તો, એટલે કે જો અજમાનું વાવેતર કરવામાં આવે તો તેમનો ઉગાવો 100% આવે છે.

કેમકે અજમાના ઉગાવા માટે ટેમ્પરેચર માફકસર રહેવું જોઈએ. સાથે સાથે દિવસ દરમિયાન જમીન વધુ પડતી તપવી ન જોઈએ. બને તેટલું ભેજવાળું હવામાન વધુ પડતું રહે તેમ અજમાના બીજનો ઉગાવો ખૂબ જ સારી રીતે આવે છે.

ચોમાસાનું આગમન થયા બાદ વરસાદના એકાદ બે રાઉન્ડ ચાલ્યા જાય ત્યારબાદ અજમાનું વાવેતર કરવું હિતાવહ છે. કેમકે આ દિવસો દરમિયાન હવામાન મોટેભાગે વાદળછાયું રહેતું હોય છે. અને હવામાં ભેજનું પ્રમાણ પણ પુષ્કળ માત્રામાં રહેતું હોય છે. વાવેતર કર્યા બાદ હળવા ભારે વરસાદના જાપટા પડતા રહે તો, અજમાના બીજનું અંકુરણ ખૂબ જ ઝડપથી ફૂટે છે. એટલે ઉગાવો ખૂબ જ સારો એવો આવે છે.

અજમાનું વાવેતર

ચોમાસા દરમિયાન જો મગફળીનું ક્યારા બાંધીને વાવેતર કર્યું હોય તો, જન્માષ્ટમીની આજુબાજુ પારા ઉપર અજમાનું વાવેતર કરી શકાય છે. એટલે આ અંતર પાક તરીકે પણ વાવી શકાય છે. કેમ કે ભાદરવા મહિના બાદ મગફળી ઉપડી જાય ત્યારબાદ અજમાના છોડને વિકાસ માટે જરૂરી જગ્યા પણ મળી જાય છે. એટલે અજમાની ખેતી એક આંતર પાક તરીકે પણ લઈ શકાય છે.

મુખ્ય પાક રૂપે જો અજમાની ખેતી કરવી હોય તો, મિત્રો અજમાનું વાવેતર 36 ઇંચ અથવા તો 48 ઇંચની જાળીએ કરવું વધુ હિતાવહ છે. કેમકે આ બંને જાળી કરતાં સાંકડી જાળીએ વાવેતર કરીયે તો, શિયાળાના દિવસો દરમિયાન અજમાના પાકમાં હવા ન લગવાથી આ અજમાનો પાક ફૂગજન્ય રોગમાં ભેળાઈ શકે છે. એટલે ખૂબ સાંકળી જાળીએ અજમાનું વાવેતર કરવું હિતાવહ નથી.

અજમાની ખેતીમાં આવતા રોગ જીવાત અંગેની વાત કરીએ. તો મિત્રો અજમાની ખેતીમાં મુખ્ય કોઈ ગંભીર રોગો જોવા મળતા નથી. ચોમાસામાં જો એકધારું વરસાદનું પ્રમાણ રહે તો, પીળીયા નામનો રોગ અજમાના છોડ ઉપર જોવા મળે છે.

જો પીળીયા નામનો રોગ દેખાય તો, અજમાનો છોડ પીળો થઈને સુકાઈ જતો હોય છે. પરંતુ જેમ જેમ હવામાન સુધરતું જાય તેમ તેમ આ રોગ પણ ઓછો થઇ જાય છે. છતાં પણ આવા તબક્કે કોઈ સારા એવા ફૂગનાશકનો તમે છંટકાવ કરી શકો છો.

અજમાની ખેતીમાં કોઈ ચુસીયા પ્રકારના રોગનો ભયંકર ઉપદ્રવ જોવા મળતો નથી. ક્યારેક ક્યારેક હવામાન ખરાબ હોય ત્યારે લીલી ઈયળ ચોમાસા દરમિયાન જોવા મળતી હોય છે. અને આ ઈયળ મોટે ભાગે છોડની ડાળી ખાનાર હોય છે. આવા તબક્કે તમે હળવા જંતુનાશકનો ઉપયોગ કરી શકો છો. અને સારું એવું રીઝલ્ટ મેળવી શકો છો. કોઈ ભારે જંતુનાશક છાંટવાની જરૂર પડતી નથી.

શિયાળાની ઋતુ દરમિયાન ઠંડીનું પ્રમાણ વધુ જો જોવા મળે અને હવામાન વાદળછાયુ બને ત્યારે અજમાના છોડ ઉપર મોલો મસીનું પ્રમાણ જોવા મળતું હોય છે. આવા તબક્કે ખાસ કરીને સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરી અને આ રોગ ઉપર કાબુ મેળવવો ખૂબ જ જરૂરી છે. કેમકે અજમાની ખેતીમાં મુખ્યત્વે મોલો વધુ પડતો જોવા મળતો હોય છે. એટલે જ સમયસર પગલાં લેવા હિતાવહ છે.

અજમાની ખેતીમાં જ્યારે દાણાનું બંધારણ થતું હોય છે, ત્યારે ખાસ કરીને સફેદ છારો નામનો રોગ જોવા મળતો હોય છે. જેને ખેડૂતો સફેદ ફૂગથી પણ ઓળખે છે. મિત્રો આવા તબક્કે સારું એવું ફૂગનાશક સમય અંતરે છાંટી દેવું.

જેથી આ સફેદ ફૂગ ઉપર તરત જ કાબુ મેળવી શકાય. જો કે આ અજમાના પાક ઉપર આવતી સામાન્ય ફૂગ છે. એકાદ બે છંટકાવ કરવાથી અજમાનો પાક સંપૂર્ણ રીતે સફેદ ફૂગથી મુક્ત બને છે.

અજમાના છોડમાં જ્યારે દાણાનો વિકાસ બરાબર થઈ રહ્યો હોય ત્યારે ઉપરથી micronutals ના છટકાવ કરવા ખૂબ જ હિતાવહ છે. જેમાં ઘણા બધા માઇક્રો ન્યુટન્સ બજારમાં ઉપલબ્ધ છે. જો સમય અંતરે દાણા ચડવાના સમયે નિયમિત અંતરે માઈક્રો ન્યુટન્સના છંટકાવ કરવામાં આવે તો, ઉત્પાદનમાં સારો એવો વધારો મેળવી શકીએ છીએ.

ખર્ચ વગર બમ્પર ઉત્પાદન

અજમાની ખેતીમાં અજમાનું ઉત્પાદન અંગેની વાત કરીએ તો, મિત્રો અજમાનું ઉત્પાદન સારું એવું મળે છે. જેમની સામે ખર્ચનું પ્રમાણ ખૂબ જ નહિવત જોવા મળે છે. જો હવામાન અનુકૂળ હોય તો અજમાનો પાક એ ઓછા ખર્ચે વધુ નફો આપનાર પાક છે.

સૌરાષ્ટ્રના ખેડૂતો અજમાનું ઉત્પાદન વીઘે 10 મણથી લઇને 15 મણ સુધીનું ઉત્પાદન મેળવે છે. મિત્રો એમાં પણ ખાસ કરીને જામનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં 15 મણ ઉપરનું પણ ઉત્પાદન દર વીઘાએ ખેડૂતો મેળવે છે.

મિત્રો એવરેજ અજમાના ઉત્પાદનની વાત કરીએ તો, 10 મણથી 12 મણનું ઉત્પાદન આરામથી મેળવી શકાય. ઉત્પાદનનો મુખ્ય આધાર જો હવામાન ઉપર રહેલો છે. જો હવામાન અનુકૂળ હોય તો ઉત્પાદન સારું મળે છે.

મિત્રો અજમાના પાકના બજારમાં ઉપજતા ભાવ અંગેની વાત કરીએ તો, અજમાનો ભાવ ગુણવત્તા ઉપર નક્કી થતો હોય છે. જો સારી કોલેટીના અજમા અને જો લીલા કલર સાથે તૈયાર થયા હોય તો, હાપા માર્કેટિંગ યાર્ડમાં અજમાનો સર્વશ્રેષ્ઠ ભાવ તમે મેળવી શકો છો.

છેલ્લા કેટલાક વર્ષના ભાવનો એક અંદાજ જોઈએ તો, મિત્રો સારી કોલેટીના અજમાનો ભાવ હાપા માર્કેટિંગ યાર્ડમાં 3,000 રૂપિયાથી 6,000 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવ જોવા મળી રહ્યો છે. જે ખૂબ જ સારો એવો ભાવ ગણી શકાય.

ટૂંકમાં મિત્રો અજમાની ખેતીમાં ખર્ચનું પ્રમાણ ખૂબ જ ઓછું આવે છે. જેમની સામે વળતરનું પ્રમાણ ખૂબ જ સારું એવું જોવા મળે છે. ઓછા ખર્ચે તમે વધુ નફો આ અજમાની ખેતીમાં તમે કરી શકો છો.

તો મિત્રો ગુજરાતમાં થતી ખેતીને લગતી તમામ માહિતીની સાથે સાથે ગુજરાત રાજ્યના હવામાનની માહિતી પણ નિયમિત મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો. બધા જ મિત્રોનો ખુબ ખુબ આભાર.

WhatsApp
Facebook
Telegram

Related Posts

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અતિવૃષ્ટિ

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર : અતિવૃષ્ટિનો માહોલ

મિત્રો આ વર્ષનું ચોમાસું વિચિત્ર રીતે પસાર થઈ રહ્યું છે. જૂન મહિનામાં વરસાદની એક્ટિવિટી ખૂબ જ ઓછી જોવા મળી પરંતુ જૂન મહિનાના અંતિમ દિવસોથી શરૂ

Read More »
બહોળું સર્ક્યુલેશન સાર્વત્રિક વરસાદ

બહોળું સર્ક્યુલેશન : સાર્વત્રિક વરસાદનો લાંબો રાઉન્ડ

આ વર્ષે જૂન મહિનામાં મુખ્યત્વે ખંડવૃષ્ટિનો માહોલ જોવા મળ્યો છે. આજની તારીખની સ્થિતિએ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ વરસાદથી ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે.

Read More »
આવતીકાલનું હવામાન કેવું

આવતીકાલનું હવામાન કેવું : ગુજરાતમાં વરસાદની મોટી આગાહી

ગુજરાતના ખેડૂતો માટે સારા દિવસો આવી રહ્યા છે. ચોમાસું 2024 ગુજરાતના બારણે ટકોરા મારી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે આજની આ મહત્વની પોસ્ટમાં આવતીકાલનું હવામાન

Read More »

Recent Posts​

Follow US

error: Content is protected !!