વરસાદનું હવામાન : વરસાદની આગાહી અંગેની સરળ રીત

વરસાદની આગાહી કરવી એ ખૂબ જ જટિલ કાર્ય છે. કેમકે પાછલા ઘણા વર્ષોમાં ઋતુચક્ર વિપરીત અવસ્થામાં જોવા મળી રહ્યું છે. વરસાદનું હવામાન કેવું રહેશે? એ ચોમાસાના દિવસો દરમિયાન ઓળખવું ખૂબ જ અઘરું છે. મિત્રો આજની આ ઈમ્પોર્ટન્ટ પોસ્ટમાં વરસાદની આગાહી અંગેની એક સરળ રીત અંગે વાત કરશું જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

સાપ્તાહિક હવામાન

વરસાદનું હવામાન આવનારા દિવસો દરમિયાન કેવું રહે એ અંગે અત્યારે સૌથી સરળ રીત હોય તો, આધુનિક હવામાનના મોડલને ગણી શકાય. કેમકે આવતીકાલનું હવામાન કેવું રહી શકે? એ અંતર્ગત આધુનિક હવામાનના મોડલ મુજબ વિશ્વના દરેક ખૂણામાં હવામાન કેવું રહે છે. એ અંગેની માહિતી સ્પષ્ટમાં મળી જતી હોય છે. જોકે આમાં પણ મોટું વેરિયેશન જોવા મળતું હોય છે. છતાં પણ ટૂંકા ગાળાની થતી ફોરકાસ્ટ ખૂબ જ સચોટ સાબિત થતી હોય છે.

ગુજરાતનું હવામાન

મિત્રો ગુજરાત રાજ્યની વાત કરીએ તો, ગુજરાત રાજ્યની સ્ફટિક હવામાનની આગાહી કરવી ખૂબ જ અઘરી છે. કેમકે પાછલા ઘણા વર્ષોના ચોમાસા દરમિયાન હવામાનમાં જોવા મળેલા ચિત્રો કરતા પણ હવામાનનું ચિત્ર વિપરીત ઘણી વખત જોવા મળ્યું છે. જેમ કે સૌરાષ્ટ્રમાં ક્યારેક ક્યારેક વરસાદનું હવામાન રદ્ર સ્વરૂપ ધારણ કરતું હોય છે, ત્યારે ત્યારે જે તે વિસ્તારોમાં 25 થી 30 ઈંચ કરતા વધુ વરસાદ 24 કલાકમાં ખાબકી જતો હોય છે. ત્યારે એ વાત માન્યમાં આવે છે કે, આખરે કુદરત કર્તા છે કુદરતની ગતિનો કોઈ તાગ નથી.

આજની આ ખેડૂત ઉપયોગી પોસ્ટમાં આપણે દેશી વિજ્ઞાન મુજબ વરસાદનું હવામાન કેવું રહે? એ અંગે એક અભ્યાસ કરશું. જેમા દરેક અઠવાડિયાના વાર મુજબ હવામાન કેવું જોવા મળે તો, તે દિવસે વરસાદનું હવામાન કેવું રહે છે? એ અંગે પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં ખૂબ જ રહસ્યમય વાતોનું વર્ણન થયેલું છે. જે આજની આ મહત્વની પોસ્ટમાં ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી મેળવશું. જે ઉપરથી ચોમાસાના દિવસો દરમિયાન અઠવાડિયાના દરેક દિવસો મુજબ કેવું હવામાન જોવા મળે તો, તે દિવસે વરસાદની સંભાવના કેવી રહેશે? એ જાણવા માટે તમને ખૂબ જ આ પોસ્ટ ની વાત ઉપયોગી થશે.

વરસાદનું હવામાન નિર્દેશ

સોમવાર અંગેના હવામાનનું એક અનુમાન મેળવ્યે તો, મિત્રો જો સોમવારે ઉત્તર દિશામાંથી પવન ફૂંકાતો હોય અને સોમવારે જો ઈશાન ખૂણામાં મેઘ ગર્જના અથવા તો વીજળી સંભળાય તો, તે દિવસે વરસાદનું હવામાન ભરપૂર માત્રામાં જોવા મળશે. એટલે કે જો આવી પરિસ્થિતિનું નિર્માણ સોમવારે નજરમાં આવે તો, સોમવાર વરસાદ વિહોણો જતો નથી. માટે ચોમાસાના દિવસો દરમિયાન દરેક સોમવારનો અભ્યાસ કરવો.

મંગળવાર અંગેના હવામાનની માહિતી મેળવીએ તો, મંગળવારે જો સવારથી જ ગરમીનું પ્રમાણ વધુ પડતું જોવા મળે. ત્યાર બાદ મંગળવારે બપોરના સમયગાળા દરમિયાન દક્ષિણ દિશા અથવા તો અગ્નિ ખૂણામાંથી પવન ફૂંકાતો જોવા મળે તો, મંગળવારની રાત્રીના સમયગાળા દરમિયાન વરસાદનું હવામાન જોવા મળે છે. જોકે આવી પરિસ્થિતિનું નિર્માણ મંગળવારે જોવા મળે તો, મંગળવારે દિવસે વરસાદની હાજરી જોવા મળતી નથી. પરંતુ રાત્રીનું હવામાન વરસાદ માટે અનુકૂળ જોવા મળતું હોય છે. માટે મંગળવાર હવામાનની સ્થિતિનો ખાસ અભ્યાસ કરવો.

બુધવાર અંગેના હવામાનનું એક ચિત્ર જોઈએ તો, મંગળવારની રાત્રીના સમયગાળા દરમિયાન આકાશમાં નક્ષત્ર સ્પષ્ટ દેખાણા હોય, ત્યારબાદ બુધવારની વહેલી સવારે જો પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાતો હોય. અને મોડી સાંજે જો બુધવારને દિવસે ઉત્તરનો પવન ફૂંકાતો હોય તો, વરસાદની સંભાવના ખુબ જ ઉત્તમ રહેશે. આકાશમાં જો નાની-નાની વાદળી બનતી હોય તો, પણ તે વાદળી પણ વરસાદનું હવામાન ઊભું કરશે. આ બાબતે કોઈ શંકા કરવી નહીં. કેમકે આવું વિધાન પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહ્યું છે.

ગુરૂવાર અંગેના હવામાન અંગેની એક પ્રાથમિક માહિતી મેળવ્યે તો, ગુરુવારે જો સવારથી સાંજ સુધીના સમયગાળા દરમિયાન એક જ દિવસમાંથી પવન ફૂંકાતો જોવા મળે તો, ગુરુવારની રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદનું હવામાન બંધાશે. એટલે કે રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની રમઝટ જોવા મળી શકે. મિત્રો ગુરૂવારના દિવસના હવામાનનો એક બીજો પણ યોગ રહેલો હોય છે, એ અંગેનું પણ ખાસ અવલોકન કરવું. ગુરૂવારના દિવસે જો વરસાદી હવામાન જમાવટ કર્યું હોય અને જો આવી સ્થિતિમાં કોયલનો કલરવ સંભળાય તો, શુક્રવારની વહેલી સવારે જ્યારે સૂર્યોદય થાય એ સમય પહેલા જ વરસાદની શરૂઆત થશે.

વરસાદની આગાહી શીખો

શુક્રવાર અંગેના હવામાનની માહિતી મેળવ્યે તો, શુક્રવારની સવારે હવામાન ચોખ્ખું જણાય અને પવનની ગતિ જો મંદ મંદ જોવા મળે. આવી પરિસ્થિતિની વચ્ચે જો દક્ષિણ દિશામાં સફેદ વાદળોનું આવરણ જોવા મળે તો, શુક્રવારના દિવસે બપોરની આસપાસ વરસાદનું હવામાન સર્જાશે. એટલે કે શુક્રવારના રોજ બપોર સાંજ સુધીમાં અચૂક વરસાદનું આગમન જોવા મળશે. માટે આ યોગનો પણ ખાસ અભ્યાસ કરવો.

શનિવાર અંગેના હવામાનના ચિત્ર અંગેનું એક વિધાન જોઈએ તો, શનિવારે જો દિવસ દરમિયાન પવનની દિશામાં અસ્થિરતા જોવા મળે એટલે કે સમય અંતરે સમય અંતરે જે-તે દિશામાંથી પવન ફૂંકાતો હોય, આવી સ્થિતિ વચ્ચે ધૂળની ડમરી ઉડતી જોવા મળે તો, અને સાંજે જો ઉત્તર દિશાનો પવન સ્થિર બને તો, શનિવારની મધ્યરાત્રી પહેલા વરસાદનું હવામાન બનતું જોવા મળશે. માટે શનિવારના હવામાન અંગે પણ ખાસ અભ્યાસ કરવો.

રવિવાર અંગેના હવામાનનો નિર્દેશ મેળવીએ તો, રવિવારે સવારે ગરમીનો માહોલ હોય અને પશ્ચિમ દિશામાંથી જો ધીમો ધીમો પવન જોવા મળે. ત્યારબાદ બપોરના સમયગાળા દરમિયાન આકાશમાં તેતર પંખીના રંગ જેવી વાદળીનું જો ધીરે ધીરે બંધારણ થતું જોવા મળે તો, રવિવારે બપોર બાદ ભારેથી અતિ ભારે વરસાદનું હવામાન આકાર લેશે. રવિવારના આ હવામાનના યોગને ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે કેમ કે જો રવિવારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના ઊભી થશે.

ખાસ નોંધ : મિત્રો અહીં રજૂ કરવામાં આવેલી વરસાદનું હવામાન સંબંધિત તમામ માહિતી Weather Tv વેબસાઈટની કોઈ પર્સનલ માહિતી નથી. પરંતુ ભડલી વાક્યો તેમ જ પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જે સાપ્તાહિક હવામાન અંગેના યોગેનું જે વર્ણન કરવામાં આવ્યું છે, એ મુજબ આ પોસ્ટમાં એ માહિતી પ્રસારિત કરવામાં આવી છે. માટે આ વાતનો ખાસ ખ્યાલ રાખવો.

ટૂંકમાં મિત્રો ચોમાસું 2024 ના દિવસો દરમિયાન દરેક દિવસનો ખાસ અભ્યાસ કરવો. ઉપર જણાવેલા યોગ મુજબ જે તે વારે કેવું હવામાન જોવા મળે તો, એ મુજબ તે દિવસે વરસાદનું હવામાન કેવું રહેશે? એ અંગેનું એક સામાન્ય તારણ મેળવી શકાય છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલું ઋતુ પરિવર્તન મુજબ ક્યારેક ક્યારેક દેશી વિજ્ઞાનની વાતો પણ સત્યની નજીક ઉભી રહેતી નથી. માટે આ વાતનો પણ સ્વીકાર કરવો જરૂરી છે.

error: Content is protected !!