ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. કેમ કે ચોમાસું 2024 દક્ષિણ બંગાળની ખાડીમાં ખૂબ જ સક્રિય બન્યું છે. મિત્રો આ અનુમાન ઉપરથી ચોમાસાની તારીખ સામે આવી રહી છે. એક અંદાજ મુજબ ચોમાસું 2024 ગુજરાતમાં ક્યારે પ્રવેશ કરશે? એ અંગેની વિશેષ અપડેટ આ પોસ્ટના માધ્યમથી મેળવવાનો પ્રયાસ કરશું.
મિત્રો મુખ્ય ચર્ચા કરતા પહેલા થોડીક પ્રાથમિક બાબત અંગે ની ડિસ્કસ કરીએ તો, આ વર્ષે ચોમાસું બંગાળની ખાડીમાં પોતાના નિર્ધારિત સમય કરતા 2 થી 3 દિવસ વહેલું પ્રવેશ કર્યું છે. એ મુજબથી એવું એક અનુમાન લગાવી શકાય કે, આ વર્ષે ચોમાસું 2024 ના વર્ષ દરમિયાન ખૂબ જ સક્રિય રહેશે. બંગાળની ખાડી અને વિશેષ કરીને અરબ સાગરમાં ચોમાસું એક્ટિવિટી આ વર્ષે ખૂબ જ સક્રિય માત્રામાં જોવા મળે એવા સમીકરણો અગાઉથી જ જોવા મળી રહ્યા છે.
ગુજરાતની સંભવિત ચોમાસાની તારીખ અંગેની એક વિશ્લેષણ જોઈએ તો, મિત્રો મોટેભાગે ભૂતકાળના વર્ષોમાં ગુજરાતમાં ચોમાસાની તારીખ 10 જૂનથી લઈને અમુક અમુક વર્ષોમાં 25 જૂન સુધીની જોવા મળી રહી છે. તમામ સમીકરણોનું એક સારાંશ મેળવીએ તો, ગુજરાતમાં ચોમાસાની તારીખ 15 જૂન ગણી શકાય. અને આમ પણ 15 જૂન એ ગુજરાતમાં ચોમાસાની તારીખ સામાન્ય રીતે બેલેન્સમાં જ ગણી શકાય.
ગુજરાતમાં ચોમાસાની તારીખ
ઘણી વખત એવું પણ બનતું હોય છે કે, જ્યારે જ્યારે અરબ સાગરમાં કોઈ નાની-મોટી વરસાદની સિસ્ટમ અથવા તો વાવાઝોડા જેવી સિસ્ટમ બનતી હોય ત્યારે ત્યારે અરબ સાગરનું હવામાન અસ્થિર બનતું હોય છે. આવા સમીકરણોમાં ક્યારેક ક્યારેક ગુજરાતની ચોમાસાની તારીખમાં મોટો ડીફરન્સ જોવા મળતો હોય છે. અમુક અમુક કિસ્સાઓમાં 30 જુને પણ ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ્યું હોય છે. તો અમુક કિસ્સાઓમાં 8 જુનની આજુબાજુ પણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતું હોય છે. પરંતુ મિત્રો ગુજરાતમાં ચોમાસાની તારીખ 15 જૂનની આજુબાજુ ગણી શકાય.
વર્ષ 2024 નું વિશ્લેષણ જોઈએ તો, મિત્રો આ વર્ષે ચોમાસું એક્ટિવિટી નિર્ધારિત સમય કરતા વહેલી શરૂઆત થઈ ચૂકી છે. દક્ષિણ બંગાળની ખાડીમાં ચોમાસાએ વિધિવત પ્રવેશ કર્યા બાદ અંદમાન નિકોબારના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું 2024 સંપૂર્ણ રીતે સેટ થઈ ચૂક્યું છે. જેનો એક છેડો દક્ષિણ શ્રીલંકા લાગુ અરબ સાગરમાં પણ પ્રવેશ કરી ચૂક્યો છે. મિત્રો આ ચાર્ટ ઉપરથી ગુજરાતમાં ચોમાસાની તારીખ આ વર્ષે વહેલી જોવા મળી શકે.
ચોમાસું 2024
ગુજરાતમાં ચોમાસાની તારીખ અંગેનું સ્પષ્ટ વિધાન જ્યારે ચોમાસું 2024 અરબ સાગરમાં પ્રવેશ કરશે ત્યારે જ સ્પષ્ટ થશે. કેમ કે ચોમાસું જ્યારે અરબ સાગરમાં વિધિવત પ્રવેશ કરશે ત્યારે અરબ સાગરની પવનની પ્રણાલિકાઓનું પણ ચિત્ર બદલતું જોવા મળશે. આવા સંજોગોમાં ક્યારેક ક્યારેક લક્ષદિપ ટાપુની આજુબાજુ સાયકલોનીક સિસ્ટમ બનતી હોય છે. જેમાં ક્યારેક સાયકલોનિક સર્ક્યુલેશન બનીને સિસ્ટમ નબળી પડી જતી હોય છે. જ્યારે અમુક અમુક વર્ષે આ સિસ્ટમ મજબૂત બનીને વાવાઝોડાનું પણ રૂપ ધારણ કરતું હોય છે.
મિત્રો ગુજરાતમાં ચોમાસાની તારીખમાં ત્યારે જ ફેરફાર જોવા મળે છે કે, જ્યારે જ્યારે અરબ સાગરમાં ચોમાસું આવ્યા બાદ જો આવા તબક્કે અરબ સાગરમાં મોટી સિસ્ટમ બનીને પશ્ચિમના દેશો તરફ ફંટાતી હોય છે. ત્યારે ત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન અસ્થિર બની જાય છે. અને ગુજરાતમાં ચોમાસાની તારીખમાં મોટો ફેર બદલાવ જોવા મળતો હોય છે.
અરબસાગર માં ચોમાસાની તારીખ
જેનું મુખ્ય કારણ અરબ સાગરમાં બનેલી મોટી સિસ્ટમ જો પશ્ચિમમાં ફંટાય છે તો, ત્યારબાદ અરબ સાગરનું હવામાન ભેજ રહિત બની જાય છે. અને જે ફરીથી ચોમાસું લક્ષી પેટર્ન બનવામાં ઘણો બધો સમય પસાર થતો જોવા મળતો હોય છે. ભૂતકાળના અમુક અમુક વર્ષોમાં જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે ત્યારે ગુજરાતનું ચોમાસું 15-15 દિવસ પાછળ ધકેલાતું હોય છે. એટલે કે ગુજરાતમાં ચોમાસાની તારીખ 15 દિવસ લંબાતી હોય છે.
મિત્રો આવનારા દિવસોનું પ્રેડીક્શન જોઈએ તો, અરબ સાગરમાં ચોમાસું છેડો એટલે કે પશ્ચિમની પાંખ પ્રવેશ કરી ચૂકી છે. ધીરે ધીરે આ પાંખ ઉત્તર અરબ સાગર તરફ લંબાશે. જેની સીધી અસર કેરળ લાગુના વિસ્તારોમાં જોવા મળશે. અને કેરલમાં ચોમાસું 2024 30 મે થી 2 જુનની આજુબાજુ વિધિવત પ્રવેશ કરે એવું હાલના તબક્કાના ચિત્રો મુજબ જોવા મળી રહ્યું છે.
મિત્રો ગુજરાતમાં ચોમાસાની આગમનની ઘડીઓ ત્યારબાદ જ જોવા મળશે. એટલે કે ગુજરાતની ચોમાસાની તારીખ કેરલમાં ચોમાસું વિધિવત રીતે પ્રવેશ કરશે, ત્યારબાદ જ નક્કી થઈ શકશે. પરંતુ જ્યારે ચોમાસું કેરલમાં વિધિવત રીતે પ્રવેશ કરશે, ત્યારે ગુજરાતના ઘણા વિસ્તારોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે. જેમાં અમુક અમુક વિસ્તારોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ એટલો બધો તીવ્ર જોવા મળશે કે, તે વિસ્તારોમાં વાવણી લાયક વરસાદના ચિત્રો પણ સામે આવી શકે.
ટુકો સારાંશ મેળવીએ તો, વર્ષ 2024 દરમિયાન ગુજરાતમાં ચોમાસાની તારીખ અંગેનું એક પ્રેડીક્શન લગાવીએ તો, ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રવેશ 10 જૂનથી 18 જૂનની વચ્ચે થઈ શકે છે. જેમાં સૌથી પહેલી શરૂઆત દક્ષિણ ગુજરાત તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે. આવનારા દિવસોમાં ગુજરાતના હવામાનમાં જો કોઈ મોટો ફેરફાર જોવા મળશે તો, અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી હવામાન ન્યુઝ અપડેટ કરતા રહેશું. ખૂબ ખૂબ આભાર.