ચોમાસુ નક્ષત્ર 2024 : ચોમાસું 2024 અતિવૃષ્ટિના યોગ

ચોમાસુ નક્ષત્ર 2024

મિત્રો આજની આ પોસ્ટમાં વર્ષ 2024 દરમિયાન જ્યોતિષશાસ્ત્ર મુજબ ચોમાસુ નક્ષત્ર 2024 મુજબ કેવા કેવા યોગોનું નિર્માણ થઈ રહ્યું છે, સાથે સાથે ચોમાસું 2024 વરસાદના નક્ષત્ર આધારિત વરસાદની સંભાવના કેવી જોવા મળી શકે? એ અંગેની માહિતી મેળવશું.

મિત્રો આજના આ સમયમાં વૈજ્ઞાનિક મોડલોના આધારે હવામાનની આગાહી સચોટ રીતે કરી શકાય છે. પરંતુ ભૂતકાળના વર્ષોમાં જ્યારે આવા વિજ્ઞાનના ઉપકરણો હતા નહીં, ત્યારે પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ ચોમાસાની આગાહી કરવામાં આવતી હતી. જે આજે વરસો બાદ પણ લોકવાયકામાં ગુથાયેલી જોવા મળે છે.

આવી ઘણી બધી આગાહીઓમાં ચોમાસુ નક્ષત્ર ને પણ મહત્વનું સ્થાન આપવામાં આવતું હતું. તો મિત્રો આજની આ પોસ્ટમાં ચોમાસુ નક્ષત્ર 2024 દરમિયાન કેવા કેવા સમીકરણોના યોગ બની રહ્યા છે? એ અંતર્ગત માહિતી મેળવશું.

આજની આ પોસ્ટમાં રજૂ થયેલી તમામ માહિતી વર્ષ 2024 દરમિયાન જ્યોતિષશાસ્ત્રમાં ચોમાસુ નક્ષત્ર 2024 ના કેવા કેવા યોગોનું નિર્માણ જોવા મળી રહ્યું છે. એ મુજબની માહિતી અહી અપડેટ કરવામાં આવી છે.

મિત્રો આ માહિતી Weather Tv વેબસાઈટની પોતાની પર્સનલ માહિતી નથી. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. આ વર્ષે જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ ચોમાસું 2024 દરમિયાન ચોમાસુ નક્ષત્ર 2024 મુજબ વરસાદની કેવી સંભાવના જોવા મળશે? એ અંગેની વાત કરવામાં આવી છે.

ચોમાસુ નક્ષત્ર 2024 અંગેની અપડેટ મેળવ્યે તો, મિત્રો મૃગશીર્ષ નક્ષત્રથી વરસાદના નક્ષત્ર ની શરૂઆત થાય છે. અને સ્વાતિ નક્ષત્ર સુધી વરસાદના નક્ષત્ર ની ગણતરી કરવામાં આવે છે. પરંતુ મિત્રો વરસાદના મુખ્ય નક્ષત્રોની વાત કરીએ તો, આદ્રા નક્ષત્રથી ચિત્રા નક્ષત્ર સુધીના સમયગાળાને ચોમાસુ નક્ષત્ર ગણી શકાય.

ચોમાસુ નક્ષત્ર 2024

મિત્રો ચોમાસુ નક્ષત્ર 2024 મુજબ મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદની સંભાવના મધ્યમ ગણી શકાય. કેમકે આ નક્ષત્ર દરમિયાન વાહન શિયાળનું છે. એટલે મૃગશીર્ષ નક્ષત્ર 2024 દરમિયાન પવનનું જોર વધુ રહી શકે. તો કોઈ કોઈ વિસ્તારોમાં મૃગશીર્ષ નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદની સારી સંભાવના ગણી શકાય.

ખરા અર્થના ચોમાસાની શરૂઆત આદ્રા નક્ષત્રથી ગણવામાં આવે છે. તો મિત્રો આ વર્ષે ચોમાસુ નક્ષત્ર 2024 મુજબ આદ્રા નક્ષત્ર ના સમયગાળા દરમિયાન વરસાદના યોગ સારા એવા જોવા મળી રહ્યા છે. આદ્રા નક્ષત્ર 2024 દરમિયાન વાહન મોરનું હોવાથી આદ્રા નક્ષત્રમાં વરસાદના સારા એવા યોગ સમગ્ર રાજ્યમાં ઉભા થઈ શકે.

મોટેભાગે પુનર્વસું નક્ષત્રના સમયગાળા દરમિયાન પવન સાથે વરસાદ જોવા મળતો હોય છે. તો મિત્રો આ વર્ષે જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ ચોમાસુ નક્ષત્ર 2024 દરમિયાન પુનર્વસું નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વાહન હાથીનું હોવાથી આ નક્ષત્રમાં સમયગાળા દરમિયાન અમુક અમુક વિસ્તારોમાં ભારે વરસાદના યોગ ઉભા થઈ શકે.

વરસાદના નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્રના વરસાદને સર્વ શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. કેમ કે પુષ્ય નક્ષત્રનો વરસાદ ખેતીના પાકો સહિત ધરતીને અમીરૂપ વરસાદથી આ પુષ્ય નક્ષત્ર તૃપ્ત કરે છે. તો મિત્રો વર્ષ 2024 દરમિયાન પુષ્ય નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વાહન દેડકાનું હોવાથી પુષ્ય નક્ષત્ર 2024 ના દિવસો દરમિયાન રાજ્યમાં ભારે વરસાદના યોગ ઉભા થઈ શકે.

મિત્રો ચોમાસુ નક્ષત્ર 2024 દરમિયાન આવતા આશ્લેષા નક્ષત્ર ની વાત કરીએ તો, મિત્રો આ વર્ષે આશ્લેષા નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વાહન ગધેડાનું હોવાથી આશ્લેષા નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદના યોગ ઓછા ઉભા થઇ શકે. એટલે કે આશ્લેષા નક્ષત્ર દરમ્યાન વરસાદની સંભાવના ઓછી ગણી શકાય. આશ્લેષા નક્ષત્ર 2024 ના દિવસો દરમિયાન ખંડ વૃષ્ટિના યોગ વધુ જોવા મળી રહ્યા છે.

મઘા નક્ષત્રની વાત કરીએ તો, મઘા નક્ષત્રમાં વરસતા વરસાદના પાણીને સર્વ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. પ્રાચીન લોકવાયકા મુજબ મઘા નક્ષત્રના વરસાદના પાણીને અમૃત સમાન પણ ગણવામાં આવે છે. તો મિત્રો ચોમાસુ નક્ષત્ર 2024 દરમિયાન મઘા નક્ષત્ર 2024 ના દિવસો દરમિયાન વાહન આ વર્ષે શિયાળનું હોવાથી મઘા નક્ષત્રમાં પણ વરસાદની સંભાવના મધ્યમ ગણી શકાય.

વરસાદના નક્ષત્રોમાં પૂર્વ ફાલ્ગુની નક્ષત્રને ઘણા લોકો પુરબા નક્ષત્રથી પણ ઓળખે છે. તો મિત્રો ચોમાસુ નક્ષત્ર 2024 દરમિયાન પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનું વાહન ઉંદરનું હોવાથી પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદની સંભાવના મધ્યમ ગણી શકાય.

આગલા નક્ષત્ર ની વાત કરીએ તો, “વર્ષે જો ઓતરા તો ધાન ન ખાય કુતરા” આ કહેવત સંબંધિત નક્ષત્ર એટલે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રને ઘણા લોકો ઓતરા નક્ષત્રિથી પણ ઓળખે છે. તો મિત્રો ચોમાસુ નક્ષત્ર 2024 દરમિયાન ઉતરા ફાલ્ગુની નક્ષત્ર 2024 નું વાહન હાથીનું હોવાથી, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં અતિવૃષ્ટિનો માહોલ પણ જોવા મળી શકે.

વરસાદના નક્ષત્રોમાં હાથીયા નક્ષત્રની વાત આવે છે, ત્યારે આકાશમાં થતી ગર્જનાની ગડગડાટ યાદ આવી જાય છે. કેમ કે હસ્ત નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદ ભયંકર રીતે ગાજતો હોય છે. હસ્ત નક્ષત્રમાં મોટેભાગે તોફાની વરસાદ જોવા મળતો હોય છે.

મિત્રો ચોમાસુ નક્ષત્ર 2024 દરમિયાન હસ્ત નક્ષત્ર 2024 અંગેના વાહનની અંગેની વાત કરીએ તો, હસ્ત નક્ષત્ર 2024 દરમિયાન વાહન મોરનું હોવાથી હાથીયા નક્ષત્રના સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના યોગ ઊભા થઈ શકે.

ચિત્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન ચોમાસાની વિદાયની શરૂઆત લગભગ જોવા મળતી હોય છે. તો મિત્રો ચોમાસુ નક્ષત્ર 2024 દરમિયાન ચિત્રા નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વાહન આ વર્ષે ભેંસનું હોવાથી ચિત્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન પણ રાજ્યમાં કોઈ કોઈ વિસ્તારોમાં ભારે વરસાદના ચિત્રો જોવા મળી શકે.

મોટેભાગે સ્વાતિ નક્ષત્રમાં થતા વરસાદને માવઠાના વરસાદ તરીકે પણ ગણવામાં આવે છે. કેમકે સ્વાતિ નક્ષત્રમાં વરસાદ જ્યારે પડે છે, ત્યારે ખેતીના પાકોમાં મોટી નુકસાની પણ જોવા મળતી હોય છે. કેમકે સ્વાતિ નક્ષત્રના દિવસો દરમિયાન લગભગ ખેતીના પાકો તૈયાર ગયા હોય છે.

આવા તબક્કે જો વરસાદ થાય તો, મોટી નુકસાની ખેડૂતોને થતી હોય છે. તો વર્ષ 2024 દરમ્યાન સ્વાતિ નક્ષત્રનું વાહન શિયાળનું હોવાથી સ્વાતિ નક્ષત્રના દિવસો દરમિયાન વરસાદની સંભાવના ઓછી જોવા મળી શકે.

વર્ષ 2024 ચોમાસું દરમિયાન વરસાદના નક્ષત્રનું ટૂંકમાં સારાંશ મેળવ્યે તો મિત્રો, આ વર્ષે 6 નક્ષત્રનું વરસાદનું વાહન સારું જોવા મળી રહ્યું છે. જોકે મુખ્ય વરસાદના નક્ષત્રો ગણાતા આદ્રા, પુનર્વસું, પુષ્ય, ઉત્તરા ફાલગુની, હસ્ત અને ચિત્રા આ નક્ષત્રોમાં આ વર્ષે વાહનનો યોગ સારો જણાઈ રહ્યો છે. કેમકે જે વાહન હોય તેને જો પાણી અંગે વધુ લગાવ હોય તો, તે નક્ષત્રના સમયગાળા દરમ્યાન વરસાદના યોગ સારા ઉભા થઈ શકે.

ચોમાસુ નક્ષત્ર 2024 દરમિયાન આદ્રા નક્ષત્રનું વાહન મોરનું છે. પુનર્વસું નક્ષત્રનું વાહન હાથીનું છે. પુષ્ય નક્ષત્રનું વાહન દેડકાનું છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનું વાહન હાથીનું છે. હસ્ત નક્ષત્રનું વાહન મોરનું છે. અને છેલ્લે ચિત્રા નક્ષત્રનું વાહન ભેંસનું છે. આમ આ નક્ષત્રોમાં વાહન વરસાદ પ્રિય હોવાથી આ નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના વધુ ગણી શકાય.

મિત્રો વર્ષ 2024 દરમિયાન ક્યું નક્ષત્ર કઈ તારીખે બેસે છે? એ સંબંધિત સંપૂર્ણ માહિતી સાથેની વાત આપણે વરસાદના નક્ષત્ર 2024 માં વર્ણન કરવામાં આવ્યું છે. તો મિત્રો આ પોસ્ટને સંપૂર્ણ રીતે વાંચી લેવી. જેથી ક્યું નક્ષત્ર કઈ તારીખે બેસે છે? અને નક્ષત્ર સંજોગીયું છે કે નહીં? એ અંગેની તમામ અપડેટ તમને આ ઉપર જણાવેલી પોસ્ટના માધ્યમથી મળી જશે.

ખાસ નોંધ : વરસાદના નક્ષત્ર 2024 સંદર્ભે આ પોસ્ટમાં રજૂ કરવામાં આવેલી તમામ માહિતી જ્યોતિષશાસ્ત્ર 2024 માં બનતા યોગ મુજબ જણાવવામાં આવી છે. તો મિત્રો ઉપર જણાવવામાં આવેલા તમામ વિધાનો Weather Tv વેબસાઈટના પર્સનલ નથી. એ વાતનું ખાસ ધ્યાન રાખવું.

મિત્રો સાયન્સ આધારિતની સાથે સાથે પ્રાચીન વર્ષા વિજ્ઞાનની તમામ હવામાનની અંગેની બધી જ અપડેટ રેગ્યુલર મેળવવા માટે અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો. બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

કૃતિકા નક્ષત્ર 2024 : ચોમાસાનું ચિત્ર કેવું રહી શકે

કૃતિકા નક્ષત્ર 2024

ચોમાસાની શરૂઆત પહેલા કૃતિકા, ભરણી અને રોહિણી નક્ષત્ર મહત્વનો ભાગ ભજવતા હોય છે. મિત્રો આજની આ પોસ્ટમાં કૃતિકા નક્ષત્ર 2024 અંતર્ગત ચોમાસાનું ચિત્ર કેવું રહી શકે? એ અંગે થોડીક માહિતી મેળવશું.

આ વર્ષે શિયાળામાં મોટાભાગના દિવસો ઠંડીથી બાકાત રહ્યા છે. જે ઋતુનું થોડુ અનબેલેન્સ ગણી શકાય એટલે જ આવી વિચિત્ર પરિસ્થિતિની વચ્ચે 2024 નું ચોમાસું કેવું થશે? એ એક ખરેખર ખૂબ જ અઘરો સવાલ છે.

કેમકે આ વર્ષે શિયાળામાં પણ શરૂઆતના બે મહિનામાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળ્યું હતું. ચોમાસાની શરૂઆત કેવી થશે? ચોમાસા દરમિયાન વરસાદ કેવો જોવા મળશે? આ બાબતે ખેડૂતો માટે એક કઠિન સવાલ ગણી શકાય. આવી અમુક સારી તેમજ અમુક વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે આવનારું ચોમાસું કેવું જશે? એ બાબતની ચર્ચા આજની પોસ્ટમાં કરશું.

મિત્રો સાયન્સના પેરામીટર મુજબ મોટાભાગના પેરા મીટરોમાં આવનારૂ ચોમાસું સામાન્ય રહે એવા સંકેતો મળી રહ્યા છે. તો બીજી તરફ પણ ભારતની ખાનગી વેધર સંસ્થા સ્કાયમેટ વેધરના વૈજ્ઞાનિકો દ્વારા આ વર્ષે ચોમાસું 2024 સામાન્ય રહી શકે એવી આગાહી કરવામાં આવી છે. જે ગુજરાતવાસીઓ માટે એક રાહતના સમાચાર ગણી શકાય.

પરંતુ આજે આપણે પ્રાચીન વર્ષા વિજ્ઞાનના એક પરિબળની વાત કરીશું. જે પણ તમને રાહતનો શ્વાસ લેવામાં મદદ કરશે. તો મિત્રો ગમે તેટલા ખરાબ દોષોનું નિર્માણ થયું હોય, તો પણ પ્રાચીન વર્ષા વિજ્ઞાનના પાસા મુજબ કૃતિકા નક્ષત્ર 2024 માં જો વાદળ વીજળી છાંટા કે માવઠું થાય તો, વર્ષ દરમિયાન બંનેના બધા જ ખરાબ દોષોનું ધોવાણ આ કૃતિકા નક્ષત્ર કરી નાખે છે.

અને આવનારા ચોમાસામાં સારા વરસાદની મહોર આ કૃતિકા નક્ષત્ર મારે છે આવું વિધાન પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહ્યું છે. મોટેભાગે દર વર્ષે 11 મેથી 24 મે દરમિયાન કૃતિકા નક્ષત્રનો સમયગાળો જોવા મળતો છે.

કૃતિકા નક્ષત્ર 2024

મિત્રો કૃતિકા નક્ષત્ર 2024 દરમિયાન જો આ દિવસોમાં માવઠું થાય તો, વર્ષ દરમિયાન બધા જ દોષોનું ધોવાણ કરી અને સારા જ ચોમાસાનું ચિત્ર ઊભું કરે છે. માટે આવનારું 2024 નું ચોમાસું ટનાટન રહે. આ બાબતે કોઈ શંકા કરવી નહીં. કેમ કે આ સત્ય વિધાન વર્ષા વિજ્ઞાનનું વિધાન છે.

જો કૃતિકા નક્ષત્ર 2024 દરમિયાન આ યોગનું નિર્માણ થાય તો, ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર ગણી શકાય. કેમકે કૃતિકા નક્ષત્ર 2024 દરમ્યાન જો છાટા છૂટી કે પછી હળવું માવઠું થાય તો, શિયાળા દરમિયાન બનેલા બધા જ ગર્ભોનો વરસાદ ચોમાસાના સમયગાળા દરમિયાન જોવા મળે છે. આવું ભડલી વાક્યમાં પણ જોવા મળે છે.

તો વૈજ્ઞાનિક ઢબનું એક પરિબળ એલ નીનો પણ સામાન્ય સારા ચોમાસાના તરફેણમાં રહેશે. અને બીજી તરફ એક બીજું મહત્વનું પરિબળ છે, ઇન્ડિયન ઓશન ડાયપોલ. જે ભારતના ચોમાસાને સપોર્ટ આપે એવી અપડેટ પણ હવામાનના સાયન્સના મોડલોમાં જોવા મળી રહી છે. જે પણ એક પ્લસ પોઈન્ટ ગણી શકાય.

ટૂંકું અને ટચ આવનારું ચોમાસું 2024 ગુજરાત માટે સારું રહી શકે છે. કેમકે lod સારા ચોમાસાની મહોર મારશે. મિત્રો ઉતાસણી ગયા બાદ ફાગણ મહિનાના 15 દિવસ ખૂબ જ ગરમીનો માહોલ હોવો જોઈએ. ચૈત્ર મહિનાની શરૂઆત પણ ગરમીથી થવી જોઈએ. જો કે ચૈત્ર મહિનામાં આવતા છેલ્લા નક્ષત્ર ઉપરથી આવનારા ચોમાસાનું અનુમાન સ્પષ્ટ થતું હોય છે.

જેમાં મુખ્ય નક્ષત્ર ભરણી, કૃતિકા અને રોહિણી આ 3 નક્ષત્ર ઉપરથી ચોમાસાના ચિત્રનો મોટાભાગનો સંકેત મળી જતો હોય છે. ભરણી નક્ષત્રમાં ગરમીનો પારો ખૂબ જ ઊંચો હોવો જોઈએ. ભીરણી નક્ષત્રમાં જ છાટા છૂટી કે રાત્રે વીજળી થાય તો આવનારા ચોમાસા માટે એ એક ખરાબ સંકેત ગણી શકાય.

મિત્રો એ જ રીતે કૃતિકા નક્ષત્ર 2024 દરમ્યાન જો મેધાવી માહોલ જમાવટ કરે અથવા તો ભલે ખાલી માત્ર છાંટા છૂટી થાય તો, પણ આવનારૂ ચોમાસું 2024 સોના જેવું સાબીત થશે.

મતલબ કે આવનારું ચોમાસું ખૂબ જ જમાવટ કરી શકે. કેમકે જો કૃતિકા નક્ષત્ર 2024 માં માત્ર અને માત્ર બે છાંટા પડે તો પણ કૃતિકા નક્ષત્રથી પાછલા દિવસો છેક કારતક મહિનાની શરૂઆત થઈ હોય તે બધા દિવસોમાં જે ખરાબ દોષો ઉદ્ભવ્યા હોય તે બધા દોષોનું એક જ ઝાટકે ધોવાણ કરી નાખે છે.

એટલે કે ખરાબ દોષોનું નિરાકરણ આ કૃતિકા નક્ષત્રમાં થયેલા છાટાથી નબળા દોષોનું બધું જ ફળ સમાપ્ત થાય છે. અને આવનારૂ ચોમાસું ખૂબ જ સારું જાય છે. આવું વિધાન પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહ્યું છે. એજ રીતે જો રોહિણી નક્ષત્રના પ્રથમ ચરણમાં વરસાદ થાય તો, આવનારા ચોમાસા માટે ખરાબ ફળ ગણી શકાય.

રોહિણી નક્ષત્ર ના બીજા ચરણમાં જો વરસાદ થાય તો, ઘાસનો સ્તંભ ગણાય એટલે તે વર્ષે ઘાસ સિવાય બીજું કંઈ થતું નથી. મિત્રો રોહિણી નક્ષત્રના પ્રથમ તબક્કામાં જો ગરમી પડે અને રોહિણી નક્ષત્રના છેલ્લા પાયામાં જો હવામાન ઠંડુ જણાય અને જો છાંટા છૂટી પણ છેલ્લા તબક્કામાં જોવા મળે તો આવનારા ચોમાસા માટે એ એક સારી નિશાની ગણાય.

જોકે આ બાબતમાં મતભેદ પણ જોવા મળી રહ્યો છે. આ પોસ્ટનો મુખ્ય ઉલ્લેખ કૃતિકા નક્ષત્ર 2024 અંગેનો છે. કૃતિકા નક્ષત્રમાં જે જે વર્ષે માવઠા જોવા મળ્યા છે તે તે વર્ષ મોટેભાગે 12 આની થી 16 આની સુધીના જોવા મળ્યા છે. અને આવા ઘણા બધા વર્ષોના દાખલા આપણે ભૂતકાળમાં જોવા મળ્યા છે.

એટલે જ કૃતિકા નક્ષત્ર 2024 માં જો માવઠું થાય તો, તે માવઠાને ખૂબ જ મંગલમય અને શુભ ગણવામાં આવશે. એટલે જ કૃતિકા નક્ષત્રને આવનારા ચોમાસાની ધોરી નસ સમાન ગણવામાં આવે છે. જો કૃતિકા નક્ષત્રમાં છાંટા છૂટી ન થાય અને જો ભરણી નક્ષત્ર પણ સાવ કોરું જાય તો, પણ આવનારું ચોમાસું દુષ્કાળમય સાબિત થશે નહીં.

મોટેભાગે આવનારું ચોમાસું વરસાદી દિવસો માટે સારું રહે છે. ભલે ધન ધાન્યના ઢગલા ન થાય. પરંતુ પાણીની અછત જોવા મળશે નહીં. એટલે કૃતિકા નક્ષત્રની બંને સાઈડનો દર વર્ષે ખાસ અભ્યાસ કરવો. અમુક અમુક આગાહીકારો માત્ર આખા વર્ષમાં કૃતિકા નક્ષત્રનું જ ચિત્ર જોઈ અને આવનારા ચોમાસાનું અનુમાન લગાવતા હોય છે.

તેઓ કસ કાતરા કે પછી હોળી કે અખાત્રીજના પવનો પણ અભ્યાસ કરતા નથી. માત્ર કૃતિકા નક્ષત્રને આધારે જ આવનારા ચોમાસાનું ચિત્ર સામે ધરતા હોય છે. એટલે જ કૃતિકા નક્ષત્રને ચોમાસાની ધોળી નસ સમાન ગણવામાં આવે છે.

અગાઉના સમયમાં જ્યારે સાયન્સના ઉપકરણો હતા નહીં ત્યારે લોકો નક્ષત્રના વિજ્ઞાન ઉપર ખાસ વિશ્વાસ રાખતા કેમ કે જે તે ઋતુ દરમિયાન જે તે નક્ષત્રમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેની સીધી અસર આવનારા ચોમાસામાં કેવી રહેશે? આ બાબતે સચોટ અભ્યાસ કરતા હતા.

એટલે જ નક્ષત્રનું વિજ્ઞાન આજે સદીઓથી પણ ચાલી આવી રહ્યું છે અને આજના આ ટેકનોલોજી ના સમયમાં પણ ગુજરાત તેમજ રાજસ્થાનના ખેડૂતો આજે નક્ષત્રના વિજ્ઞાન ઉપર અથાગ વિશ્વાસ રાખે છે. એટલે જ ગુજરાત વાસીઓ માટે નક્ષત્ર અંગેની લોકવાયકા આજે વર્ષોથી વણાયેલી છે.

મિત્રો ચોમાસા દરમિયાન જો હવામાનની આગોતરી માહિતી મળી જાય તો, ખેડૂતો માટે એક ખરેખર મદદરૂપ સાબિત થાય. એટલે જ સમગ્ર રાજ્યના હવામાન અંગેની સચોટ અને નિયમિત અપડેટ રેગ્યુલર મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv સાથે હંમેશા જોડાયેલા રહેજો. બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

પુષ્ય નક્ષત્ર 2024 : ચોમાસાનું પૂર્વ અનુમાન

પુષ્ય નક્ષત્ર 2024

વરસાદના નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્રને સૌથી વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કેમ કે પુષ્ય નક્ષત્રમાં વરસતા વરસાદના પાણીને અમૃત સમાન પણ ગણવામાં આવ્યું છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં પુષ્ય નક્ષત્ર 2024 સંબંધિત આ પોસ્ટમાં આવનારા ચોમાસાનું પૂર્વ અનુમાન મેળવશું.

મિત્રો દક્ષિણ એશિયામાં સ્થિત ભારત દેશ મોસમી આબોહવા ધરાવતો દેશ છે. કેમકે અહીં સમય અંતરે ઋતુ પરિવર્તન જોવા મળે છે. જેમાં શિયાળો, ઉનાળો તેમજ ચોમાસું. આ ત્રણેય ઋતુ યોગ્ય સમય મુજબ નિયમિત સમયે બેસે છે.

ભારતીય કેલેન્ડર મુજબ શિયાળામાં પણ બે ઋતુનો સમાવેશ થાય છે. જેમાં હેમંત અને શિશિર ઋતુનો સમાવેશ થાય છે. એ જ રીતે ઉનાળામાં પણ વસંત અને ગ્રીષ્મ આમ બે ઋતુ ગણવામાં આવે છે. જ્યારે ચોમાસું ઋતુમાં વર્ષા અને શરદ આ બંને ઋતુ ગણવામાં આવે છે.

મિત્રો આજની આ પોસ્ટમાં આપણે ચોમાસું ઋતુ સંબંધિત વાત કરવાની છે. કેમકે ગુજરાત તેમજ રાજસ્થાન આ બંને રાજ્યોમાં ચોમાસું ઋતુ દરમિયાન વરસાદના નક્ષત્રો ને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જેમ કે ચોમાસાની શરૂઆત આદ્રા નક્ષત્રથી થાય છે.

મુખ્યત્વે ચોમાસાની સમાપ્તિ સ્વાતિ નક્ષત્રથી થાય છે.વરસાદના નક્ષત્રોની જ્યારે જ્યારે વાત સામે આવતી હોય છે. ત્યારે ત્યારે આદ્રા નક્ષત્ર, પુષ્ય નક્ષત્ર, મઘા નક્ષત્ર તેમજ હસ્ત નક્ષત્રની યાદ સીધી જ આવી જતી હોય છે. કેમ કે આ બધા નક્ષત્રોની ઘણી બધી લોક વાત લોકવાયકામાં વણાયેલી જોવા મળે છે.

પુષ્ય નક્ષત્ર 2024 સંબંધિત વાત કરીએ તો, મિત્રો પુષ્ય નક્ષત્રનું મહત્વ સૌથી વિશેષ માનવામાં આવ્યું છે. આ નક્ષત્રની ઘણી બધી લોકવાત લોકાયકામાં વણાયેલી જોવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યમાં પણ પુષ્ય નક્ષત્રના સમીકરણોને જોવામાં આવે છે. એટલે જ પુષ્ય નક્ષત્રને સૌથી શુભ માનવામાં આવે છે.

વર્ષ 2024 ના ચોમાસાના સમયગાળા દરમિયાન પુષ્ય નક્ષત્ર 2024 દરમિયાન કેવાય યોગોનું નિર્માણ થાય છે? પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના જ્યોતિષશાસ્ત્ર મુજબ કેવી જોવા મળશે? સાથે સાથે પુષ્ય નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વાહન શું છે? એ અંગેની માહિતી પ્રથમ મેળવીએ.

મિત્રો ચોમાસું 2024 દરમિયાન સૂર્ય નારાયણ ભગવાનનો પુષ્ય નક્ષત્રમાં અતિ મંગલમય તેમજ શુભ પ્રવેશ 19 જુલાઈ 2024 ના રોજ થશે. શુક્રવાર હોવાથી ખૂબ જ શુભ ગણાય. આ સમયગાળા દરમિયાન ચંદ્ર નક્ષત્ર મૂળ રહેલું છે. નક્ષત્રનું વાહન દેડકાનું હોવાથી પુષ્ય નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના સારી ગણી શકાય.

પુષ્ય નક્ષત્ર 2024

હવે પુષ્ય નક્ષત્ર 2024 અંગેની થોડીક મહત્વની માહિતી મેળવીએ. તો મિત્રો આ નક્ષત્ર સંજોગ્યું નક્ષત્ર છે. સ્ત્રી-પુ-ચં-સુ યોગ બનતો હોવાથી આ નક્ષત્ર સંજોગયું બને છે. એટલે આ યોગ ખૂબ જ શુભ માની શકાય. વરસાદની સંભાવના પણ સારી એવી ઊભી થાય.

મિત્રો વિક્રમ સવંત 2080 ના પંચાંગ મુજબ આ વર્ષે વર્ષનો રાજા મંગળ છે. વર્ષનો મંત્રી શનિ છે. સર્વ રસનો અધિપતિ ગુરુ છે. ધાન્યોનો અધિપતિ મંગળ છે. વૃષ્ટિનો અધિપતિ શુક્ર છે. જે ચોમાસું 2024 માટે ખૂબ જ સારા યોગાનુ નિર્માણ કરી રહ્યા છે. ટૂંકમાં જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ 2024 નું ચોમાસું સારું નીવડી શકે.

મિત્રો પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદ હંમેશા તોફાની જોવા મળતો હોય છે. કેમકે આ સમયગાળા દરમિયાન મોટેભાગે બંગાળની ખાડી તેમજ અરબ સાગરમાં વરસાદની સિસ્ટમ અવારનવાર આકાર લેતી હોય છે. બંગાળની ખાડીમાં બનતી વરસાદની સિસ્ટમ છેક ગુજરાત સુધી પહોંચતી હોય છે. એટલે જ ગુજરાતમાં પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન મોટેભાગે સાર્વત્રિક વરસાદના યોગ ઊભા થતા હોય છે.

વર્ષ 2024 દરમિયાન જ્યોતિષશાસ્ત્ર મુજબ બનતા યોગ મુજબ, પુષ્ય નક્ષત્ર 2024 દરમિયાન વરસાદનો એક સાર્વત્રિક રાઉન્ડ સમગ્ર રાજ્યમાં અસર કર્તા બની શકે. મિત્રો પુષ્ય નક્ષત્રમાં વરસતા વરસાદને અમૃત તુલ્ય ગણવામાં આવે છે. ખેતીમાં ઊભા રહેલા પાકો માટે પુષ્ય નક્ષત્રનો વરસાદ અમી સમાન અસર કરે છે. ખેતીના પાકોમાં રોગ જીવાતનો પણ ખાતમો પુષ્ય નક્ષત્રમાં પડતા વરસાદથી થાય છે.

પૈખના પાણી અને અમૃતવાણી આ લોકવાત ઘણા વર્ષોથી લોક વાણીમાં વણાયેલી છે. એટલે જ પુષ્ય નક્ષત્રના પાણીને ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રમાં જો વરસાદ થાય તો, તે વર્ષે બનેલા ઘણા બધા ખરાબ દોષોનું પણ ધોવાણ થાય છે. અને વર્ષ ખૂબ જ સારું અને ખેડૂતો માટે પણ ખૂબ જ સુકનવંતુ સાબિત થાય છે.

આ ખાસ વાતનો અનુભવ કરજો કે પુષ્ય નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વહેલી સવારે બપૈયો પક્ષી બોલે તો, એ દિવસથી ત્રણ ઘડી અથવા તો ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવે એવી સંભાવનાઓ ઉજળી બનતી હોય છે. કેમકે આ વાતનો ભડલી વાક્યમાં પણ ઉલ્લેખ જોવા મળી રહ્યો છે.

પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન જો દેવ ચકલી ધૂળમાં સ્નાન કરતી જણાય તો, પણ ભારે વરસાદની સંભાવનાના યોગ આવનારા દિવસોમાં ઊભા થાય. આ વાત પણ પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહી છે. કેમ કે અર્વાચીન વિજ્ઞાનના સમયમાં પણ પ્રાચીન વર્ષા વિજ્ઞાનની ઘણી બધી વાતો સત્યની મહોર મારતી હોય છે.

મોટેભાગે પુનર્વસું નક્ષત્રમાં જે વરસાદ થાય છે, એ વરસાદથી ખેતીના પાકોની વૃદ્ધિ રૂંધાતી હોય એવું માર્કિંગ ઘણા વર્ષોમાં જોવા મળ્યું હોય છે. કેમકે પુનર્વસું નક્ષત્રનો વરસાદ કંઈક અંશે ખેતીના પાકોની વૃધ્ધી માટે વિપરીત અસર કરતો હોય છે.

પરંતુ આ વૃંધાએલા વિકાસ માટે પુષ્ય નક્ષત્રના વરસાદની અસર ખુબ જ મહત્વની હોય છે. પુષ્ય નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન પુર્નવસું નક્ષત્રની વિપરીત અસરોને પુષ્ય નક્ષત્રનો વરસાદ ખેતીના પાકો માટે નવી ઊર્જાનો સંચાર કરે છે.

ચોમાસાની ઋતુમાં પુષ્ય નક્ષત્રના દિવસો દરમિયાન જો આકાશ રક્ત વર્ણવું દેખાય તો, પણ પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન સારા વરસાદના યોગોનું નિર્માણ ઊભું થશે. આ ઉપરાંત પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન વાયવ્ય ખુણાનો પવન વધુ પડતો ફુંકાય તો પણ પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન ભારે વરસાદના રાઉન્ડની સંભાવના ઉભી થશે.

પુષ્ય નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન જો, વરસાદના રાઉન્ડ એક પછી એક જોવા મળે તો, તે વર્ષે ધન ધાન્યના ઢગલા થશે. જમીનના પાણીના તળ પણ ઊંચા આવે. રાજા તેમજ પ્રજા ખૂબ જ સુખી થાય. આ ઉપરાંત તે વર્ષે ધાર્મિક કાર્યો પણ વિના વિઘ્ને પૂરા થશે. આવા ઘણા બધા વિધાન આપણા પ્રાચીન શાસ્ત્રોમાં જોવા મળી રહ્યા છે.

મિત્રો ચોમાસું 2024 દરમિયાન વરસાદના નક્ષત્ર 2024 મુજબ કયું નક્ષત્ર ક્યારે બેસે છે? અને સાથે સાથે દરેક નક્ષત્રનું વાહન શું છે? ક્યાં નક્ષત્રમાં વરસાદની સંભાવના કેવી ઊભી થશે? એ અંગેની સંપૂર્ણ માહિતી આપણે રજૂ કરી છે. તો આ માહિતીનો પણ ખાસ અભ્યાસ કરી લેવો. જેથી તમને ચોમાસું 2024 દરમિયાન વરસાદની સંભાવના કેવી રહેશે? એ અંગેની માહિતી પણ મળી જાય.

મિત્રો ચોમાસા દરમિયાન વરસાદની સંભાવના જે તે લોકેશનમાં કેવી રહેશે? એ અંગેની માહિતી જો ખેડૂતોને અગાઉથી જ મળી જાય તો, તેમને ખેતીકાર્યો કરવામાં હંમેશા સરળતા ઊભી થતી હોય છે. અને મોટી નુકસાનીનો પણ સામનો કરવો પડતો નથી. એટલે જ અમારો ઉદ્દેશ્ય હંમેશા ખેડૂતોને સત્યની નજીક હવામાનની આગાહી કરવાનો છે.

બદલાયેલી હવામાનની કન્ડિશન મુજબ ક્યારેક ક્યારેક સાયન્સના આધારે થતી હવામાનની આગાહી ખોટી પણ પડી શકે છે. એટલે જ અહીંની આગાહીઓને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય લેવો નહીં. હવામાન સંબંધિત બધી જ પરિસ્થિતિમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.

વરસાદના નક્ષત્ર બેસવાનો સમય અને તેના વાહન 2024

વરસાદના નક્ષત્ર બેસવાનો સમય

મિત્રો આજની પોસ્ટમાં વિક્રમ સવંત 2080 એટલે કે વરસાદના નક્ષત્ર બેસવાનો સમય અને તેના વાહન 2024 અંગેની માહિતી વિસ્તારથી મેળવશું.

મૃગશીર્ષ નક્ષત્ર 2024 : 7 જૂનના રોજ શુક્રવારે શિયાળના વાહન સાથે બેસશે. આ નક્ષત્ર દરમ્યાન વા-વંટોળનું પ્રમાણ વધુ પડતુ જોવા મળશે.

આદ્રા નક્ષત્ર 2024 : 21 જૂનના રોજ શુક્રવારે મોરના વાહન સાથે બેસશે. મિત્રો આ નક્ષત્રના સમયગાળા દરમિયાન વાવણીલાયક વરસાદ થવાની સંભાવના ખૂબ જ સારી ગણાશે.

પુનર્વસું નક્ષત્ર 2024 : 5 જુલાઈના રોજ શુક્રવારે હાથીના વાહન સાથે બેસશે. મિત્રો આ નક્ષત્ર દરમ્યાન રાજ્યમાં એક સારા વરસાદના સંકેતો ઊભા થતા જણાશે. સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ ઉજળી બનશે.

પુષ્ય નક્ષત્ર 2024 : 19 જુલાઈના રોજ શુક્રવારે દેડકાના વાહન સાથે બેસશે. મિત્રો આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ભારે વરસાદની સંભાવનાઓ ઉજળી બનશે.

આશ્લેષા નક્ષત્ર 2024 : 2 ઓગસ્ટના રોજ શુક્રવારે ગધેડાના વાહન સાથે બેસશે. મિત્રો આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ખંડ વૃષ્ટિના યોગ વધુ પડતા જોવા મળશે.

મઘા નક્ષત્ર 2024 : 16 ઓગસ્ટના રોજ શુક્રવારે શિયાળના વાહન સાથે બેસશે. આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ક્યાંક વધુ વરસાદ જોવા મળશે તો ક્યાંક બિલકુલ વરસાદ પણ ન થાય. એવી સંભાવનાઓ ઊભી થશે.

પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર 2024 : 30 ઓગસ્ટના રોજ શુક્રવારે ઉંદરના વાહન સાથે બેસશે. મિત્રો આ નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદના એક સારા રાઉન્ડની સંભાવના ઊભી થાય. પરંતુ સાથે સાથે ખંડ વૃષ્ટિના યોગ પણ જોવા મળશે.

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 2024 : 13 સપ્ટેમ્બરના રોજ શુક્રવારે હાથીના વાહન સાથે બેસશે. આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના ઉભી થશે. સાથે-સાથે સાર્વત્રિક વરસાદના યોગ પણ ઉભા થશે.

હસ્ત નક્ષત્ર 2024 : 26 સપ્ટેમ્બરના રોજ ગુરુવારે મોરના વાહન સાથે બેસશે. મિત્રો આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ ઉભો થશે.

ચિત્રા નક્ષત્ર 2024 : 10 ઓક્ટોબરના રોજ ગુરુવારે ભેંસના વાહન સાથે બેસશે. આ નક્ષત્રના સમયગાળા દરમિયાન કમોસમી વરસાદની સંભાવનાઓ ઉભી થશે.

સ્વાતિ નક્ષત્ર 2024 : 23 ઓક્ટોબરના રોજ બુધવારે શિયાળના વાહન સાથે બેસશે. આ નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના ખુબ જ ઓછી જણાશે.

વરસાદના નક્ષત્ર 2024 અંગેની વધુ માહિતી નીચેની લીંક માં આપવામાં આવી છે તો મિત્રો આ માહિતી પણ જરૂરથી મેળવી લેવી.

વરસાદના નક્ષત્ર 2024 : કયું નક્ષત્ર ક્યારે બેસે અને કયું વાહન

મિત્રો વિક્રમ સવંત 2080 એટલે કે ઈસ. 2024 ની સાલના વરસાદના નક્ષત્રો અંગેની માહિતી તમારા વિવિધ સોશિયલ મીડિયામાં શેર કરજો. જેથી આ માહિતી બીજા મિત્રો સુધી સરળતાથી પહોંચી શકે. બધા જ મિત્રોનો ખુબ ખુબ આભાર.

error: Content is protected !!